23-03-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આ અનાદિ અવિનાશી બન્યો - બનાવેલ ડ્રામા છે , આમાં જે સીન ( ઘટના ) પાસ થયો , તે ફરી કલ્પ બાદ જ રિપીટ ( પુનરાવર્તન ) થશે , એટલે સદા નિશ્ચિંત રહો

પ્રશ્ન :-
આ દુનિયા પોતાની તમોપ્રધાન સ્ટેજ પર પહોંચી ગઇ છે, તેની નિશાનીઓ શું છે?

ઉત્તર :-
દિવસ-પ્રતિદિવસ ઉપદ્રવ થતાં રહે છે, કેટલું ઘમસાન થઈ રહ્યું છે. ચોર કેવી રીતે માર-પીટ કરી લૂંટી લઈ જાય છે. વગર ઋતુએ વરસાદ પડતો રહે છે. કેટલું નુકસાન થઈ જાય છે. આ બધાં તમોપ્રધાનતા નાં ચિન્હ છે. તમોપ્રધાન પ્રકૃતિ દુ:ખ આપતી રહે છે. આપ બાળકો ડ્રામાનાં રહસ્ય ને જાણો છો એટલે કહો છો નથિંગન્યુ (કાંઈ જ નવું નથી).

ઓમ શાંતિ!
હમણાં આપ બાળકો પર જ્ઞાન ની વર્ષા થઈ રહી છે. તમે છો સંગમયુગી અને બાકી જે પણ મનુષ્ય છે. તે બધાં છે. કળયુગી. આ સમયે દુનિયા માં અનેક મત-મતાંતર છે. આપ બાળકોની તો છે એક મત. જે એક મત ભગવાનની જ મળે છે. તે લોકો ભક્તિમાર્ગ માં જપ-તપ-તીર્થ વગેરે જે કંઈ કરે છે તે સમજે છે આ બધાં રસ્તા ભગવાનથી મળવાનાં છે. કહે છે ભક્તિનાં પછી જ ભગવાન મળશે. પરંતુ તેમને આ ખબર જ નથી કે ભક્તિ શરુ ક્યારે થાય છે અને ક્યાં સુધી ચાલે છે. ફક્ત કહી દે છે ભક્તિ થી ભગવાન મળશે એટલે અનેક પ્રકારની ભક્તિ કરતા આવે છે. આ પણ પોતે સમજે છે કે પરંપરા થી આપણે ભક્તિ કરતા આવ્યાં છીએં. એક દિવસ ભગવાન જરુર મળશે. કોઈને કોઈ રુપમાં ભગવાન મળશે. શું કરશે? જરુર સદ્દગતિ કરશે કારણ કે એ છે જ સર્વનાં સદ્દગતિ દાતા. ભગવાન કોણ છે, ક્યારે આવશે, આ પણ નથી જાણતાં. મહિમા ભલે જાત-જાતની ગાએ છે. કહે છે ભગવાન પતિત-પાવન છે, જ્ઞાનનાં સાગર છે. જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. આ પણ જાણે છે ભગવાન નિરાકાર છે. જેમ આપણે આત્મા પણ નિરાકાર છીએં, પાછળ થી શરીર લઈએ છે. આપણે આત્માઓ પણ બાપની સાથે પરમધામ માં રહેવાવાળી છીએ. આપણે અહીંયાનાં વાસી નથી. ક્યાનાં નિવાસી છીએ, આ પણ યથાર્થ રીતે નથી બતાવતાં. કોઈ તો સમજે છે-અમે સ્વર્ગમાં ચાલ્યા જઈશું. હવે સીધા સ્વર્ગમાં તો કોઈએ પણ જવાનું નથી. કોઈ પછી કહે જ્યોતિ જ્યોતમાં સમાઈ જશે. આ પણ ખોટું છે. આત્માને વિનાશી બનાવી દે છે. મોક્ષ પણ થઈ ન શકે. જ્યારે કહે છે બની બનાઈ.. આ ચક્ર ફરતું રહે છે. હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. પરંતુ ચક્ર કેવી રીતે ફરે છે આ નથી જાણતાં. ન ચક્રને જાણે, ન ઇશ્વરને જાણે. ભક્તિમાર્ગમાં કેટલું ભટકે છે. ભગવાન કોણ છે આ તમે જાણો છો. ભગવાનને ફાધર (પિતા) પણ કહે છે તો બુદ્ધિમાં આવવું જોઈએ ને. લૌકિક ફાધર પણ તો છે પછી આપણે એમને યાદ કરીએ છીએ તો બે ફાધર થઈ ગયાં-લૌકિક અને પારલૌકિક. એ પારલૌકિક બાપથી મળવાં માટે આટલી ભક્તિ કરે છે. એ પરલોકમાં રહે છે. નિરાકારી દુનિયા પણ છે જરુર.

તમે સારી રીતે જાણો છો - મનુષ્ય જે કંઈ કરે છે તે બધું છે ભક્તિમાર્ગ. રાવણ રાજ્યમાં ભક્તિ જ ભક્તિ થતી આવી છે. જ્ઞાન હોઈ ન શકે. ભક્તિ થી ક્યારેય સદ્દગતિ નથી થઈ શકતી. સદ્દગતિ કરવાવાળા બાપને યાદ કરે છે તો જરુર તે ક્યારેય આવીને સદ્દગતિ કરશે. તમે જાણો છો આ બિલકુલ જ તમોપ્રધાન દુનિયા છે. સતોપ્રધાન હતાં હમણાં તમોપ્રધાન છે, કેટલાં ઉપદ્રવ થતાં રહે છે. ખૂબ ઘમાસાન થઈ રહ્યું છે. ચોર પણ લૂટતા રહે છે. કેવી-કેવી રીતે માર-પીટ કરી ચોર પૈસા લુંટી લઈ જાય છે. એવી-એવી દવાઓ છે જે સુંઘાડી ને બેહોશ કરી દે છે. આ છે રાવણ રાજ્ય. આ ખૂબ મોટો બેહદનો ખેલ છે. આને ફરવામાં ૫ હજાર વર્ષ લાગે છે. ખેલ પણ ડ્રામા ની જેમ છે. નાટક નહીં કહેશું. નાટકમાં તો સમજો કોઈ એક્ટર બીમાર પડે છે તો અદલી બદલી કરી લે છે. આમાં તો એ વાત થઈ ન શકે. આ તો અનાદિ ડ્રામા છે ને. સમજો કોઇ બીમાર થઈ જાય છે તો કહેશું આમ બીમાર થવાનો પણ ડ્રામામાં પાર્ટ છે. આ અનાદિ બન્યો-બનાવેલ છે. બીજા કોઈને તમે ડ્રામા કહો તો મુઝાઇ જશે. તમે જાણો છો આ બેહદનો ડ્રામા છે. કલ્પ પછી ફરી પણ આજ એક્ટર્સ હશે. જેમ હમણાં વરસાદ વગેરે પડે છે, કલ્પ બાદ ફરી પણ આવી રીતે જ પડશે. આવો જ ઉપદ્રવ થશે. આપ બાળકો જાણો છો જ્ઞાનનો વરસાદ તો બધાં પર પડી નથી શકતો પરંતુ આ અવાજ બધાનાં કાનો સુધી અવશ્ય જશે કે જ્ઞાન સાગર ભગવાન આવેલાં છે. તમારો મુખ્ય છે યોગ. જ્ઞાન પણ તમે સંભળાવો છો બાકી વરસાદ તો આખી દુનિયામાં પડે છે. તમારી યોગ થી સ્થાયી શાંતિ થઈ જાય છે. તમે બધાંને સંભળાવો છો કે સ્વર્ગની સ્થાપના કરવાં ભગવાન આવેલાં છે, પરંતુ એવા પણ ખૂબ છે જે પોતાને જ ભગવાન સમજી લે છે, તો તમને પછી કોણ માનશે એટલે બાપ સમજાવે છે કોટોમાં કોઈ નીકળશે. તમારા માં પણ નંબરવાર જાણે છે ભગવાન બાપ આવેલાં છે. બાપ થી તો વારસો લેવો જોઈએ ને. કેવી રીતે બાપ ને યાદ કરો તે પણ સમજાવ્યું છે. સ્વયંને આત્મા સમજો. મનુષ્ય તો દેહ-અભિમાની બની ગયાં છે. બાપ કહે છે હું આવું જ છું ત્યારે જ્યારે બધી મનુષ્ય આત્માઓ પતિત બની જાય છે. તમે કેટલાં તમોપ્રધાન બની ગયાં છો. હવે હું આવ્યો છું તમને સતોપ્રધાન બનાવવાં. કલ્પ પહેલાં પણ મેં તમને આવું સમજાવ્યું હતું. તમે તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનશો? ફક્ત મને યાદ કરો. હું આવ્યો છું તમને સ્વયંનો અને રચનાનો પરિચય આપવાં. એ બાપને બધાં યાદ કરે જ રહે છે રાવણ રાજ્યમાં. આત્મા પોતાનાં બાપ ને યાદ કરે છે. બાપ છે જ અશરીરી, બિંદુ છે ને. એમનું નામ પછી રાખેલું છે. તમને કહે છે સાલિગ્રામ અને બાપને કહે છે શિવ. આપ બાળકોનું નામ શરીર પર પડે છે. બાપ તો છે જ પરમ આત્મા. એમને શરીર તો લેવાનું નથી. એમણે આમનામાં પ્રવેશ કર્યો છે. આ બ્રહ્માનું તન છે, આમને શિવ નહીં કહેવાશે. આત્મા નામ તો તમારું જ છે જ પછી તમે શરીર માં આવો છો. એ પરમ આત્મા છે બધી આત્માઓનાં પિતા. તો બધાનાં બે બાપ થઈ ગયાં. એક નિરાકારી, એક સાકારી. આમને પછી અલૌકિક વન્ડરફુલ બાપ કહેવાય છે. કેટલાં અસંખ્ય બાળકો છે. મનુષ્યોને આ સમજમાં નથી આવતું - પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ આટલાં બધાં છે, આ શું છે! કયા પ્રકારનો આ ધર્મ છે! સમજી નથી શકતાં. તમે જાણો છો આ કુમાર-કુમારી પ્રવૃત્તિ માર્ગનો અક્ષર છે ને. મા, બાપ, કુમારી અને કુમાર. ભક્તિમાર્ગ માં તમે યાદ કરો છો તું માત-પિતા..હમણાં તમને માત-પિતા મળ્યા છે, તમને એડોપ્ટ (દત્તક) કર્યા છે. સતયુગમાં એડોપ્ટ નથી કરાતું. ત્યાં અડોપ્શનનું નામ નથી. અહીંયા તો પણ નામ છે. તે છે હદનાં બાપ, આ છે બેહદનાં બાપ. બેહદનું એડોપ્શન છે. આ રહસ્ય ખૂબ જ ગુહ્ય સમજવા લાયક છે. તમે લોકો પૂરી રીતે કોઈને સમજાવતાં નથી. પહેલાં-પહેલા અંદર કોઈ આવે છે, બોલે ગુરુનાં દર્શન કરવા આવ્યા છીએ, તો તમે બોલો કે આ કોઈ મંદિર નથી. બોર્ડ ઉપર જુઓ શું લખેલું છે! બ્રહ્માકુમાર-કુમારીઓ અસંખ્ય છે. આ બધાં પ્રજાપિતાનાં બાળકો થઈ ગયાં. પ્રજા તો તમે પણ છો. ભગવાન સૃષ્ટિ રચે છે, બ્રહ્મા મુખ કમળ દ્વારા અમને રચ્યાં છે. અમે છે જ નવી સૃષ્ટિનાં, તમે છો જૂની સૃષ્ટિનાં. નવી સૃષ્ટિનાં બનવાનું હોય છે સંગમયુગ પર. આ છે પુરુષોત્તમ બનવાનો યુગ. તમે સંગમયુગ પર ઉભાં છો, તેઓ કળયુગ માં ઉભાં છે જેમ કે પાર્ટીશન (વિભાજન) થઇ ગયું છે. આજકાલ તો જુઓ કેટલું પાર્ટીશન છે. દરેક ધર્મવાળા સમજે છે અમે પોતાની પ્રજાને સંભાળશું, પોતાનાં ધર્મને, હમજીન્સ ને સુખી રાખશું એટલે દરેક કહે છે-અમારાં રાજ્યથી આ ચીજ બહાર ન જાય. પહેલાં તો રાજાનો આખી પ્રજા પર હુકમ ચાલતો હતો. રાજાને મા-બાપ, અન્નદાતા કહેતા હતાં. હમણાં તો રાજા-રાણી કોઈ છે નહીં. અલગ-અલગ ટુકડા થઈ ગયા છે. કેટલાં ઉપદ્રવ થતા રહે છે. અચાનક પૂર આવી જાય છે, ભૂકંપ થતા રહે છે, આ બધું છે દુઃખનું મોત.

હમણાં તમે બ્રાહ્મણ સમજો છો એ આપણે બધાં આપસમાં ભાઈ-ભાઈ છીએં. તો આપણે આપસમાં ખૂબ-ખૂબ પ્રેમથી ક્ષીરખંડ થઇને રહેવાનું છે. આપણે એક બાપનાં બાળક છીએ તો આપસમાં ખૂબ પ્રેમ હોવો જોઈએ. રામરાજ્ય માં સિંહ-બકરી જે એકદમ પાક્કા દુશ્મન છે, એ પણ ભેગાં પાણી પીવે છે. અહીંયા તો જુઓ ઘર-ઘરમાં કેટલાં ઝઘડા છે. દેશ-દેશનો ઝઘડો, આપસમાં જ ફૂંટ પડે છે. અનેક મતો છે. હમણાં તમેં જાણો છો આપણે બધાંએ અનેકવાર બાપથી વારસો લીધો છે અને પછી ગુમાવ્યો છે અર્થાત્ રાવણ પર જીત પામીએ છીએ અને પછી હારીએ છીએ. એક બાપની શ્રીમત પર આપણે વિશ્વનાં માલિક બની જઈએ છીએ, એટલે એમને ઉંચેથી ઊંચા ભગવાન કહેવાય છે. સર્વનાં દુ:ખ હર્તા, સુખ કર્તા કહેવાય છે. હમણાં તમને સુખ નો રસ્તો બતાવી રહ્યાં છે. આપ બાળકો આપસમાં ક્ષીરખંડ હોવા જોઈએ. દુનિયામાં આપસમાં બધાં છે લુણપાણી. એક-બીજાને મારવામાં વાર નથી કરતાં. તમે ઈશ્વરીય ઔલાદ તો ક્ષીરખંડ હોવા જોઈએ. તમે ઈશ્વરીય સંતાન તો દેવતાઓથી પણ ઊંચા થયાં. તમે બાપનાં કેટલાં મદદગાર બનો છો. પુરષોત્તમ બનવવાનાં મદદગાર છો તો આ દિલમાં આવવું જોઈએ-અમે પુરુષોત્તમ છીએ, તો અમારામાં દૈવી ગુણ છે? આસુરી ગુણ છે તો તે પછી બાપનાં બાળક તો કહેવાઈ ન શકાય એટલે કહેવાય છે સદ્દગુરુનાં નિંદક ઠોર ન પામે. તે કળયુગી ગુરુ પછી પોતાનાં માટે કહીને મનુષ્યોને ડરાવી દે છે. તો બાપ બાળકો ને સમજાવે છે-સપૂત બાળકો તે છે જે બાપનું નામ રોશન કરે છે, ક્ષીરખંડ થઈને રહે છે. બાપ હંમેશા કહે છે-ક્ષીરખંડ બનો. લુણપાણી થઈ આપસમાં લડો-ઝઘડો નહીં. તમારે અહીં ક્ષીરખંડ બનવાનું છે. આપસમાં ખૂબ પ્રેમ જોઈએ કારણ કે તમે ઈશ્વરીય ઔલાદ છો ને. ઈશ્વર સૌથી પ્રેમાળ છે ત્યારે તો એમને બધાં યાદ કરે છે. તો તમારો આપસમાં ખૂબ પ્રેમ હોવો જોઈએ. નહિં તો બાપની ઈજ્જત ગુમાવો છો. ઈશ્વરનાં બાળકો આપસમાં લુણપાણી કેવી રીતે થઈ શકે, પછી પદ કેવી રીતે પામી શકશો. બાપ સમજાવે છે આપસમાં ક્ષીરખંડ થઈ રહો. લુણ-પાણી હશો તો કાંઈ પણ ધારણા નહીં થશે. જો બાપનાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર નહિ ચાલશે તો પછી ઊંચ પદ કેવી રીતે પામશે. દેહ-અભિમાનમાં આવવાથી જ પછી આપસમાં લડે છે. દેહી-અભિમાની હોય તો કાંઈ પણ ખીટ-પીટ ન થાય. ઈશ્વર બાપ મળ્યા છે તો પછી દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. આત્માએ બાપ જેવાં બનવાનું છે. જેમ બાપમાં પવિત્રતા, સુખ, પ્રેમ વગેરે બધું છે, તમારે પણ બનવાનું છે. નહિં તો ઊંચ પદ પામી ન શકાય. ભણીને બાપથી ઊંચો વારસો પામવાનો છે, અનેકોનું જે કલ્યાણ કરે છે, તેજ રાજા-રાણી બની શકે છે. બાકી દાસ-દાસીઓ જઈને બનશે. સમજી તો શકે છે ને - કોણ-કોણ શું બનશે? ભણવાવાળા પોતે પણ સમજી શકે છે-આ હિસાબથી અમે બાબાનું શું નામ નીકાળશું. ઈશ્વરનાં બાળકો તો મોસ્ટ લવલી (સૌથી પ્રેમાળ) હોવા જોઈએ, જે કોઈ પણ જોઈ ખુશ થઈ જાય. બાબાને પણ મીઠા તે લાગશે. પહેલાં ઘરને તો સુધારો. પહેલાં ઘરને પછી પર (બીજા) ને સુધારવાનાં છે. ગૃહસ્થ વ્યવહારમાં કમળ ફૂલ સમાન પવિત્ર અને ક્ષીરખંડ થઈને રહો. કોઈ પણ જુએ તો કહે-ઓહો! અહીંયા તો સ્વર્ગ લાગે છે. અજ્ઞાન કાળમાં પણ બાબાએ પોતે એવાં ઘર જોયાં છે. ૬-૭ બાળકો લગ્ન કરેલાં બધાં ભેગાં રહે છે. બધાં સવારે ઊઠીને ભક્તિ કરે છે. ઘરમાં એકદમ શાંતિ હોય છે. આ તો તમારું ઈશ્વરીય કુટુંબ છે. હંસ અને બગલા ભેગાં તો રહી ન સકે. તમારે તો હંસ બનવાનું છે. લુણપાણી થવાથી બાબા રાજી નહીં થશે. બાબા કહેશે તમે કેટલું નામ બદનામ કરો છો. જો ક્ષીરખંડ થઈને નહીં રહેશો તો સ્વર્ગમાં ઊંચું પદ પામી નહીં શકો, ખૂબ સજાઓ ખાશો. બાપનાં બનીને પછી જો લુણપાણી થઈ રહો છો તો સો ગુણા સજા ખાશો. પછી તમને સાક્ષાત્કાર પણ થતા રહેશે કે અમે શું પદ પામશું. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા ધ્યાન રહે-આપણે ઈશ્વરનાં બાળકો છીએં, આપણે સૌથી પ્રેમાળ થઇને રહેવાનું છે. આપસમાં ક્યારેય પણ લુણપાણી નથી થવાનું. પહેલાં પોતાને સુધારવાનાં છે પછી બીજાઓને સુધરવાની શિક્ષા આપવાની છે.

2. જેમ બાપમાં પવિત્રતા, સુખ, પ્રેમ વગેરે બધાં ગુણ છે, એમ બાપ સમાન બનવાનું છે. એવું કોઈ કર્મ નથી કરવાનું જે સદ્દગુરુનાં નિંદક બનીએ. પોતાની ચલનથી બાપનું નામ રોશન કરવાનું છે.

વરદાન :-
લાઈન ક્લિયર નાં આધાર પર નંબરવન પાસ થવાવાળા એવરરેડી ભવ

સદા એવરરેડી રહેવું-આ બ્રાહ્મણ જીવનની વિશેષતા છે. પોતાની બુદ્ધિની લાઈન એવી ક્લિયર હોય જે બાપનો કોઈ પણ ઈશારો મળે-એવરરેડી. તે સમયે કાંઈ પણ વિચારવાની જરુર ન હોય. અચાનક એક જ ક્વેશ્ચન (પ્રશ્ન) આવશે-ઓર્ડર થશે-અહીંયા જ બેસી જાઓ, અહીંયા પહોંચી જાઓ તો કોઈ પણ વાત અથવા સંબંધ યાદ ન આવે ત્યારે નંબરવન પાસ થઈ શકશો. પરંતુ આ બધું અચાનક નું પેપર હશે-એટલે એવરરેડી બનો.

સ્લોગન :-
મનને શક્તિશાળી બનાવવાં માટે આત્માને ઈશ્વરીય સ્મૃતિ અને શક્તિ નું ભોજન આપો.