23-06-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
અહીંયા નાં કરોડ અરબ તમારા કામ નથી આવવાનાં , બધું માટી માં મળી જશે , એટલે તમે હવે
સચખંડ માટે સાચ્ચી કમાણી કરો ”
પ્રશ્ન :-
કઈ એક વાત નાં કારણે આપ બ્રાહ્મણ દેવતાઓ થી પણ ઊંચ મનાવામાં આવો છો?
ઉત્તર :-
આપણે બ્રાહ્મણ હમણાં સર્વ ની રુહાની સેવા કરીએ છીએ. આપણે બધાં આત્માઓનું મિલન
પરમાત્મા બાપ થી કરાવીએ છીએ. આ પબ્લિક (સાર્વજનિક) સેવા દેવતાઓ નથી કરતાં. ત્યાં તો
રાજા-રાણી તથા પ્રજા છે, જે અહીંયા નો પુરુષાર્થ કર્યો છે એનું પ્રાલબ્ધ ભોગવે છે.
સેવા નથી કરતાં એટલે તમે સેવાધારી બ્રાહ્મણ દેવતાઓથી પણ ઊંચા છો.
ઓમ શાંતિ!
આ કોની સભા
લાગેલી છે? જીવ આત્માઓ અને પરમાત્માની. જેમને શરીર છે એમને કહેવાય છે જીવ આત્મા,
તેઓ મનુષ્ય થયાં અને એમને પરમાત્મા કહે છે. જીવ આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યાં
બહુકાળ….આને મંગળ મિલન કહેવાય છે. બાળકો જાણે છે પરમપિતા પરમાત્મા ને જીવ આત્મા ન
કહી શકાય કારણ કે એ લોન લે છે. તન નો આધાર લે છે. સ્વયં આવીને કહે છે બાળકો મારે પણ
આ પ્રકૃતિ નો આધાર લેવો પડે છે. હું ગર્ભ માં તો જતો નથી. હું આમનામાં પ્રવેશ કરી
તમને સમજાવું છું. તમને જીવ આત્માઓ ને તો પોત-પોતાનું શરીર છે. મારું પોતાનું શરીર
નથી. તો આ ન્યારી સભા થઈ ને. એવું નથી કે અહીંયા કોઈ ગુરુ ચેલા કે શિષ્ય બેઠાં છે.
નહીં, આ તો સ્કૂલ છે. એવું નથી કે ગુરુ નાં પાછળ ગાદી મળવાની છે. ગાદી ની વાત નથી.
બાળકોને નિશ્ચય છે કે અમને કોણ ભણાવે છે. નિશ્ચય વગર કોઈ પણ નથી આવી શકતું. જીવ
આત્માઓ નો વર્ણ છે બ્રાહ્મણ વર્ણ કારણ કે બ્રહ્મા દ્વારા પરમપિતા પરમાત્મા રચના રચે
છે. તમે જાણો છો આપણે બ્રાહ્મણ છીએ સૌથી સર્વોત્તમ, દેવતાઓથી પણ ઉત્તમ. દેવતાઓ કોઈ
પબ્લિક સેવા નથી કરતાં. ત્યાં તો યથા રાજા રાણી તથા પ્રજા છે, જે પોતાનો પુરુષાર્થ
કરેલો છે તે અનુસાર પોતાનું પ્રાલબ્ધ ભોગવે છે. સેવા કોઈ નથી કરતાં. બ્રાહ્મણ સેવા
કરે છે. બાળકો જાણે છે અમે બેહદ નાં બાપ થી હૂબહૂ પાંચ હજાર વર્ષ પહેલાં માફક
રાજયોગ શિખી રહ્યાં છીએ. તમે બાળકો થયાં. અહીં ચેલા-ચાટી ની વાત નથી. બાપ ઘડી-ઘડી
બાળકો-બાળકો કહીને સમજાવે છે. તમે હવે આત્મ-અભિમાની બન્યાં છો. આત્મા અવિનાશી છે,
શરીર વિનાશી છે. શરીરને કપડું કહેવાય છે. આ મૂત પલીતી (પતિત) કપડું છે કારણ કે આત્મા
આસુરી મત પર વિકારો માં જાય છે. પતિત બને છે. પાવન અને પતિત અક્ષર નીકળે જ છે વિકાર
થી. બાપ કહે છે હવે વધારે પતિત નહીં બનો. હમણાં બધાં રાવણ ની જંજીરો (માયાજાળ) માં
ફસાયેલાં છે કારણ કે આ છે રાવણ રાજ્ય. તો બાપ તમને રાવણ રાજ્ય થી છોડાવી રામરાજ્ય
માં લઈ જાય છે. ગોડ ફાધર ઈઝ લિબ્રેટર (પરમપિતા પરમાત્મા મુક્તિદાતા છે), કહે છે હું
બધાંને દુઃખ થી છોડાવી પાછા શાંતિધામ માં લઈ જાઉં છું. ત્યાં જઈને પછી નવેસર થી આવી
બાળકોએ પોતાનો પાર્ટ રીપીટ કરવાનો (ફરીવાર ભજવવાનો) છે. પહેલાં-પહેલાં રીપીટ કરવાનો
છે દેવતાઓને. તેઓ જ પહેલાં હતાં. હવે એટલે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા
ધર્મની સ્થાપના થાય છે. કળિયુગ નો વિનાશ સામે છે. ખુબ અંધારામાં પડ્યાં છે. ભલે
પદમપતિ, કરોડપતિ થઈ ગયાં છે. રાવણ નો મોટો પંપ છે, આમાં જ લલચાઈમાન થઈ ગયાં છે. બાપ
સમજાવે છે આ ખોટી કમાણી છે, જે બધી માટી માં મળી જશે. તેમને પ્રાપ્ત કાંઈ પણ નથી
થવાનું. તમે તો ભવિષ્ય ૨૧ જન્મો માટે બાપ થી વારસો લેવા આવ્યાં છો. આ છે સચખંડ માટે
સાચ્ચી કમાણી. બધાંએ પાછા જવાનું જ છે. બધાંની વાનપ્રસ્થ અવસ્થા છે. બાપ કહે છે
સર્વ નાં સદ્દગતિ દાતા સદ્દગુરુ હું છું. સાધુઓ નો, પતિતો નો બધાંનો ઉદ્ધાર હું કરું
છું. નાનાં બાળકોને પણ શિખવાડાય છે કે શિવબાબા ને યાદ કરો. બાકી બીજા બધાં ચિત્ર
વગેરે ઉડાવી દો. એક શિવ બાબા બીજું ન કોઈ.
તમે જાણો છો આપણે બાપ
થી ફરીથી બેહદ સુખ નો વારસો લેવા આવ્યાં છીએ. હદનાં બાપ થી હદ નો વારસો તો
જન્મ-જન્માંતર લીધો છે, રાવણ ની આસુરી મત પર પતિત બનતાં આવ્યાં. મનુષ્ય આ વાતો ને
સમજતાં નથી. રાવણ ને બાળે છે તો બળીને ખતમ થઈ જવો જોઈએ ને! મનુષ્ય ને બાળે છે તો એનું
નામ રુપ બધું ખતમ થઈ જાય છે. રાવણ નું નામ રુપ ગુમ થતું જ નથી, ફરી-ફરી બાળતાં રહે
છે. બાપ કહે છે આ ૫ વિકારો રુપી રાવણ તમારો ૬૩ જન્મો નો દુશ્મન છે. ભારત નો દુશ્મન
એટલે આપણો થયો. જ્યારે વામમાર્ગ માં આવ્યાં ત્યારે રાવણ ની જેલ માં પડ્યાં. બરાબર
અડધાકલ્પ થી રાવણ રાજ્ય છે. રાવણ બળતો જ નથી, મરતો જ નથી. હવે તમે જાણો છો રાવણ નાં
રાજ્ય માં આપણે ખૂબ દુઃખી થયાં છીએ. સુખ અને દુઃખ નો આ ખેલ છે. ગવાયેલું પણ છે માયા
થી હારે હાર, માયા થી જીતે જીત…. હવે માયા ને જીતીને આપણે ફરી રામરાજ્ય લઈએ છીએ.
રામ સીતા નું રાજ્ય તો ત્રેતામાં છે. સતયુગ માં છે લક્ષ્મી-નારાયણનું રાજ્ય. ત્યાં
તો છે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ, એને ઈશ્વરીય રાજ્ય કહેવાશે, જે બાપે સ્થાપન
કર્યુ છે. બાપ ને ક્યારેય સર્વવ્યાપી ન કહી શકાય. બ્રધરહુડ (ભાઈચારો) છે. બાપ એક છે
તમે બધાં પરસ્પર ભાઈ-ભાઈ છો. બાપ આત્માઓને ભણાવે છે. બાપનું ફરમાન (આજ્ઞા) છે કે મને
યાદ કરો. હું આવ્યો છું ભક્તિ નું ફળ આપવાં. કોને? જેમણે શરું થી લઈને અંત સુધી
ભક્તિ કરી છે. પહેલાં-પહેલાં તમે એક શિવબાબા ની ભક્તિ કરતા હતાં. સોમનાથ નું મંદિર
કેટલું જબરજસ્ત છે. વિચાર કરવો જોઈએ કે અમે કેટલાં સાહૂકાર હતાં. હમણાં ગરીબ કોડી
જેવાં બની ગયાં છીએ. હવે તમને ૮૪ જન્મોની સ્મૃતિ આવી છે. હવે તમે જાણો છો કે અમે
શું થી શું બન્યાં છીએ.
હમણાં તમને સ્મૃતિ આવી
છે. સ્મૃતિલબ્ધા અક્ષર પણ હમણાંનો છે, આનો અર્થ એ ન સમજવો જોઈએ કે ભગવાને આવીને
સંસ્કૃત માં ગીતા સંભળાવી. સંસ્કૃત હોત તો આપ બાળકો કાંઈ ન સમજત. હિન્દી ભાષા જ
મુખ્ય છે. જે આ બ્રહ્માની ભાષા છે, એ ભાષામાં જ સમજાવી રહ્યાં છે. કલ્પ-કલ્પ આ જ
ભાષામાં સમજાવે છે. તમે જાણો છો આપણે બાપદાદાની સામે બેઠાં છીએ. આ ઘર છે -
મમ્મા-બાબા, બહેન અને ભાઈ. બસ બીજો કોઈ સંબંધ નથી. ભાઈ-બહેન નો સંબંધ ત્યારે છે
જ્યારે પ્રજાપિતા બ્રહ્મા નાં બન્યાં છો. નહીં તો આત્માનાં સંબંધ થી તો ભાઈ-ભાઈ છો.
બાપ થી વારસો મળી રહ્યો છે. આત્મા જાણે છે અમારા બાબા આવેલાં છે. તમે બ્રહ્માંડ નાં
માલિક હતાં. બાપ પણ બ્રહ્માંડ નાં માલિક છે ને! જેમ આત્મા નિરાકાર છે, તેમ પરમાત્મા
પણ નિરાકાર છે. નામ જ છે પરમપિતા પરમાત્મા અર્થાત્ પરે થી પરે રહેવાવાળો આત્મા. પરમ
આત્મા નો અર્થ છે પરમાત્મા. પિતા થી વારસો મળે છે. અહીંયા કોઈ સાધુ-સંત મહાત્મા નથી.
બાળકો છે, બાપ થી બેહદ નો વારસો લઈ રહ્યાં છે બીજું કોઈ વારસો આપી ન શકે. બાપ છે
સતયુગ ની સ્થાપના કરવા વાળા. બાપ સદૈવ સુખ જ આપે છે. એવું નહીં કે સુખ દુઃખ બાપ જ
આપે છે. એવો કાયદો નથી. બાપ સ્વયં બતાવે છે હું આપ બાળકો ને પુરુષાર્થ કરાવું છું,
૨૧ જન્મો માટે તો દેવતા બનો. તો સુખદાતા થયાં ને, દુઃખહર્તા-સુખકર્તા. હવે તમે જાણો
છો દુઃખ કોણ આપે છે? રાવણ. આને કહેવાય છે વિકારી દુનિયા. સ્ત્રી-પુરુષ બંને વિકારી
છે. સતયુગમાં બંને નિર્વિકારી હતાં. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને. ત્યાં કાયદા
થી રાજ્ય ચાલે છે. પ્રકૃતિ તમારા ઓર્ડર (હુકમ) માં ચાલે છે. ત્યાં કોઈ ઉપદ્રવ થઈ નથી
શકતો. આપ બાળકોએ સ્થાપના નાં સાક્ષાત્કાર કર્યા છે. વિનાશ પણ થવાનો છે જરુર, હોળીકા
માં સાંગ બનાવે છે ને. પૂછે છે-આનાં પેટ માંથી શું નીકળશે? તો કહ્યું મૂસળ. સાચ્ચી
વાત તો તમે જાણો છો. સાઈન્સ (વિજ્ઞાન) એમનું કેટલું તેજ છે. બુદ્ધિ નું કામ છે ને?
સાઈન્સ નો કેટલો ઘમંડ છે. કેટલી વસ્તુઓ એરોપ્લેન વગેરે બનાવે છે સુખ માટે. પછી આ
વસ્તુઓ થી વિનાશ પણ કરશે. અંત માં પોતાનાં કુળનો જ વિનાશ કરશે. તમે તો છો જ ગુપ્ત.
તમે કોઈની સાથે લડાઈ લડવા વાળા નથી, કોઈને દુઃખ નથી આપતાં. બાબા કહે છે
મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ નથી આપવાનું. બાપ ક્યારેય કોઈને દુઃખ આપે છે? સુખધામ
નાં માલિક બનાવે છે. તમે પણ બધાંને સુખ આપો. બાબાએ સમજાવ્યું છે - કોઈ કાંઈ પણ કહે,
શાંતિ માં હર્ષિતમુખ રહેવું જોઈએ. યોગ માં રહી મુસ્કુરાતા રહેવું જોઈએ. તમારા યોગબળ
થી તે પણ શાંત થઈ જશે. ખાસ કરીને શિક્ષક ની ચલન ખૂબ સારી જોઈએ. કોઈ થી પણ ઘૃણા ન રહે.
બાપ કહે છે મને થોડી કોઈથી ઘૃણા છે. જાણું છું બધાં પતિત છે, આ ડ્રામા બનેલો છે.
જાણું છું આની ચલન જ એવી છે. ખાન-પાન કેટલું મલેચ્છ નું છે, જે આવે તે ખાતા રહે છે.
જીવન બધાંને પ્રિય લાગે છે. જીવન આપણને પણ ખૂબ પ્રિય લાગે છે. જાણીએ છીએ એનાંથી આપણે
બાબા થી વારસો મેળવવાનો છે. યોગ માં રહેવાથી તમારું આયુષ્ય વધશે, વિકર્મ ઓછા થશે.
ભવિષ્ય ૨૧ જન્મો માટે આયુષ્ય વધી જશે. પુરુષાર્થ હમણાંનો છે જેનાંથી પછી પ્રાલબ્ધ
બને છે. યોગબળ થી આપણે હેલ્દી (તંદુરસ્ત) બનીએ છીએ, જ્ઞાન થી વેલ્દી (સંપત્તિવાન).
હેલ્થ-વેલ્થ છે તો સુખ છે. ફક્ત વેલ્થ છે હેલ્થ નથી તો પણ સુખ ન રહી શકે. એવાં ઘણાં
રાજાઓ, મોટાં-મોટાં સાહૂકાર છે, પરંતુ લંગડા, બીમાર. એમને કહેવાય છે એવાં વિકર્મ
કર્યા છે જેનું ફળ મળ્યું છે. બાપ તમને સંભળાવે તો ઘણું છે, એવું નહીં બહાર જવાથી
અહીંયા નું અહીંયા રહી જાય. આ તો ન થવું જોઈએ ને. ધારણા કરવાની છે બીજું કાંઈ યાદ ન
આવે, અચ્છા, શિવબાબા ને યાદ કરો. અંદર ખૂબ ગુપ્ત મહિમા કરવાની છે. બાબા આ મન-ચિત્ત
માં પણ નહોતું કે આપ આવીને ભણાવશો. આ વાત કોઈ શાસ્ત્રોમાં પણ નથી કે નિરાકાર પરમપિતા
પરમાત્મા આવીને ભણાવે છે. બાબા હવે અમે જાણી ગયાં. બાપ નાં બદલે કૃષ્ણ નું નામ
નાખવાથી ગીતા ખંડન થઈ ગઈ. કૃષ્ણ નાં તો ચરિત્ર હોઈ ન શકે. ગીતા છે આ સંગમ નું
શાસ્ત્ર. એમણે પછી દ્વાપર માં દેખાડ્યું છે. તો બાપ કહે છે કે બાળકો બીજી બધી વાતોને
છોડી ભણતર પર ધ્યાન રાખવાનું છે. બાપ ની યાદ ન રહી, ભણતર માં મસ્ત ન રહ્યાં તો સમય
વેસ્ટ (વ્યર્થ) થઈ જશે. તમારો સમય મોસ્ટ વેલ્યુબલ (સૌથી કિંમતી) છે, એટલે વેસ્ટ ન
કરવો જોઈએ. શરીર નિર્વાહ ભલે કરો. બાકી ફાલતુ ખ્યાલાતો માં સમય ન ગુમાવવો જોઈએ.
તમારી સેકન્ડ-સેકન્ડ હીરા જેવી વેલ્યુબલ છે. બાપ કહે છે મનમનાભવ. બસ એ જ સમય ફાયદા
વાળો છે, બાકી સમય વેસ્ટ જાય છે. ચાર્ટ રાખો કે અમે કેટલો સમય વેસ્ટ ગુમાવીએ છીએ?
અક્ષર જ એક છે મનમનાભવ. અડધોકલ્પ જીવનમુક્તિ હતી પછી અડધોકલ્પ જીવનબંધ માં આવ્યાં.
સતોપ્રધાન, સતો, રજો, તમો માં આવ્યાં ફરી આપણે જીવનમુક્ત બની રહ્યાં છીએ. બનાવવા
વાળા બાપ જ છે. બધાંને જીવનમુક્તિ મળે છે. પોત-પોતાનાં ધર્મ અનુસાર પહેલાં-પહેલાં
સુખ જોશે પછી દુઃખ. નવાં આત્માઓ જે પહેલાં આવે છે, તે સુખ ભોગવે છે. કોઈની મહિમા
નીકળે છે કારણ કે નવો સોલ (આત્મા) હોવાનાં કારણે તાકાત રહે છે. તમારાં અંદર ખુશીનાં
વાજા વાગવા જોઈએ. અમે બાપદાદાની સામે બેઠાં છીએ. હવે નવી રચના થઈ રહી છે. તમારી આ
સમયની મહિમા સતયુગ થી પણ વધારે ઊંચી છે. જગત અંબા, દેવીઓ બધાં સંગમ માં હતાં.
બ્રાહ્મણ હતાં. તમે જાણો છો હમણાં આપણે બ્રાહ્મણ પછી દેવતા પૂજનીય લાયક બનીશું. પછી
તમારા યાદગાર મંદિર બની જાય છે. તમે ચૈતન્ય દેવીઓ બનો છો. તે તો જડ છે. એમને પૂછો આ
દેવી કેવી રીતે બની? જો કોઈ વાત કરે તો સમજાવો કે હમ સો બ્રાહ્મણ હતાં પછી હમ સો
દેવતા બનીએ છીએ. તમે ચૈતન્ય માં છો. તમે બતાવો છો આ જ્ઞાન કેટલું ફર્સ્ટ ક્લાસ છે.
બરાબર તમે સ્થાપના કરી રહ્યાં છો. બાળકો કહે છે બાબા અમે લક્ષ્મી-નારાયણ થી ઓછું પદ
નહીં લઈશું. અમે તો પૂરો વારસો લઈશું. આ સ્કૂલ જ એવી છે. બધાં કહેશે અમે આવ્યાં છીએ
પ્રાચીન રાજયોગ શિખવા માટે. યોગ થી દેવી-દેવતા બને છે. હમણાં તો શૂદ્ર થી બ્રાહ્મણ
બન્યાં છો. પછી બ્રાહ્મણ થી દેવતા બનશો. મૂળ વાત જ છે યાદ ની. યાદ માં જ માયા વિઘ્ન
નાખે છે. તમે ખૂબ કોશિશ કરશો, છતાં પણ બુદ્ધિ ક્યાંય ને ક્યાંય ચાલી જશે. આમાં જ બધી
મહેનત છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન
સુખદાતા બનવાનું છે. મન્સા-વાચા-કર્મણા કોઈને પણ દુઃખ નથી આપવાનું. સદા શાંતચિત્ત
અને હર્ષિતમુખ રહેવાનું છે.
2. ફાલતુ ખ્યાલાતો
માં સમય વેસ્ટ નથી કરવાનો. બાપ ની અંદર થી મહિમા કરવાની છે.
વરદાન :-
શ્રેષ્ઠ મત
પ્રમાણે દરેક કર્મ કર્મયોગી બની કરવા વાળા કર્મબંધન મુક્ત ભવ
જે બાળકો શ્રેષ્ઠ મત
પ્રમાણે દરેક કર્મ કરતાં બેહદ નાં રુહાની નશા માં રહે છે, તે કર્મ કરતાં કર્મ નાં
બંધન માં નથી આવતાં, ન્યારા અને પ્યારા રહે છે. કર્મયોગી બનીને કર્મ કરવાથી એમની
પાસે દુઃખ ની લહેર નથી આવી શકતી, તેઓ સદા ન્યારા અને પ્યારા રહે છે. કોઈ પણ કર્મનું
બંધન એમને પોતાની તરફ ખેંચી નથી શકતું. સદા માલિક થઈને કર્મ કરાવે છે એટલે
બંધનમુક્ત સ્થિતિ નો અનુભવ થાય છે એવો આત્મા સ્વયં પણ સદા ખુશ રહે છે અને બીજાઓને
પણ ખુશી આપે છે.
સ્લોગન :-
અનુભવો ની
ઓથોરિટી (સત્તા) બનો તો ક્યારેય દગો નહીં ખાશો.