23-07-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આ તમારું જીવન ખુબ - ખુબ અમૂલ્ય છે , કારણ કે તમે શ્રીમત પર વિશ્વની સેવા કરો છો , આ હેલ ( નર્ક ) ને હેવન ( સ્વર્ગ ) બનાવી દો છો

પ્રશ્ન :-
ખુશી ગાયબ થવાનું કારણ તથા તેનું નિવારણ શું છે?

ઉત્તર :-
ખુશી ગાયબ થાય છે - (૧) દેહ-અભિમાન માં આવવાનાં કારણે, (૨) દિલ માં જ્યારે કોઈ શંકા પેદા થઈ જાય છે તો પણ ખુશી ગુમ થઈ જાય છે એટલે બાબા સલાહ આપે છે, જ્યારે પણ કોઈ શંકા ઉત્પન્ન થાય તો તરત બાબાથી પૂછો. દેહી-અભિમાની રહેવાનો અભ્યાસ કરો તો સદૈવ ખુશ રહેશો.

ઓમ શાંતિ!
ઊંચેથી ઊંચા ભગવાન અને પછી ભગવાનુવાચ, બાળકોની આગળ. હું તમને ઊંચેથી ઉંચા બનાવું છું તો આપ બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ. સમજો પણ છો બાબા આપણને આખાં વિશ્વનાં માલિક બનાવે છે. મનુષ્ય કહે છે પરમપિતા પરમાત્મા ઊંચેથી ઊંચા છે. બાબા સ્વયં કહે છે-હું તો વિશ્વનો માલિક બનતો નથી. ભગવાનુવાચ-મને મનુષ્ય કહે છે ઊંચેથી ઊંચા ભગવાન અને હું કહું છું કે મારા બાળકો ઊંચેથી ઉંચા છે. સિદ્ધ કરી બતાવે છે. પુરુષાર્થ પણ ડ્રામા અનુસાર કરાવે છે, કલ્પ પહેલાં માફક. બાપ સમજાવતા રહે છે, કાંઈ પણ વાત ન સમજો તો પૂછો. મનુષ્યોને તો કાંઈ પણ ખબર નથી. દુનિયા શું છે, વૈકુંઠ શું છે. ભલે કેટલાં પણ કોઈ નવાબ, મોગલ વગેરે થઈને ગયાં છે, ભલે અમેરીકા માં કેટલાં પણ પૈસાવાળા છે પરંતુ આ લક્ષ્મી-નારાયણ જેવાં તો હોઈ ન શકે. તે તો વાઈટ હાઉસ વગેરે બનાવે છે પરંતુ ત્યાં તો રત્ન જડિત ગોલ્ડન હાઉસ બને છે. તેને કહેવાય જ છે સુખધામ. તમારો જ હીરો-હિરોઈન નો પાર્ટ છે. તમે ડાયમંડ બનો છો. ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ) હતી. હવે છે આયરન એજ (કળયુગ). બાપ કહે છે તમે કેટલાં ભાગ્યશાળી છો. ભગવાન સ્વયં બેસી સમજાવે છે તો તમારે કેટલું ખુશ રહેવું જોઈએ. તમારું આ ભણતર છે જ નવી દુનિયાનાં માટે. આ તમારું જીવન ખુબ અમૂલ્ય છે કારણ કે તમે વિશ્વની સર્વિસ કરો છો. બાપને બોલાવો જ છો કે આવીને હેલ ને હેવન બનાવો. હેવનલી ગોડ ફાધર કહે છે ને. બાપ કહે છે-તમે હેવન માં હતાં ને, હવે હેલ માં છો. પછી હેવન માં હશો. હેલ શરું થાય છે, તો પછી હેવન ની વાતો ભુલાઈ જાય છે. આ તો ફરી પણ થશે. છતાં પણ તમારે ગોલ્ડન એજ થી આયરન એજ માં જરુર આવવાનું છે. બાબા ઘડી-ઘડી બાળકોને કહે છે દિલમાં કોઈ પણ શંકા હોય, જેનાથી ખુશી નથી રહેતી તો બતાવો. બાપ બેસી ભણાવે છે તો ભણવું પણ જોઈએ ને. ખુશી નથી રહેતી કારણ કે તમે દેહ-અભિમાન માં આવી જાઓ છો. ખુશી તો હોવી જોઈએ ને. બાપ તો ફક્ત બ્રહ્માંડનાં માલિક છે, તમે તો વિશ્વનાં પણ માલિક બનો છો. ભલે બાપને ક્રિયેટર (રચયિતા) કહેવાય છે પરંતુ એવું નથી કે પ્રલય થઈ જાય છે પછી નવી દુનિયા રચે છે. ના, બાપ કહે છે હું ફક્ત જૂની દુનિયા ને નવી બનાવું છું. જૂની દુનિયા વિનાશ કરાવું છું. તમને નવી દુનિયાનાં માલિક બનાવું છું. હું કાંઈ કરતો નથી. આ પણ ડ્રામામાં નોંધ છે. પતિત દુનિયામાં જ મને બોલાવે છે. પારસનાથ બનાવું છું. તો બાળકો પોતે પારસપુરી માં આવી જાય છે. ત્યાં તો મને ક્યારેય બોલાવતા જ નથી. ક્યારેય બોલાવો છો કે બાબા પારસપુરી માં આવીને થોડી વિઝીટ (મુલાકાત) તો લો? બોલાવતાં જ નથી. ગાયન પણ છે દુઃખમાં સિમરણ સૌ કરે, પતિત દુનિયા માં યાદ કરે છે, સુખમાં કરે ન કોઈ. ન યાદ કરે છે, ન બોલાવે છે. ફક્ત દ્વાપર માં મંદિર બનાવીને તેમાં મને રાખી દે છે. પથ્થરનાં નહીં તો હીરાનું લિંગ બનાવીને રાખી દે છે - પૂજા કરવાનાં માટે, કેટલી વન્ડરફુલ વાતો છે. સારી રીતે કાન ખોલીને સાંભળવું જોઈએ. કાન પણ પ્યોર (પવિત્ર) કરવા જોઈએ. પ્યોરીટી ફર્સ્ટ (પવિત્રતા પ્રથમ). કહે છે શેરણી નું દૂધ સોનાનાં વાસણમાં જ રહી શકે છે. આમાં પણ પવિત્રતા હશે તો ધારણા થશે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, એનાં પર વિજય પામવાની છે. તમારો આ અંતિમ જન્મ છે. આ પણ તમે જાણો છો, આ એ જ મહાભારત લડાઈ પણ છે. કલ્પ-કલ્પ જેમ વિનાશ થયો છે, હૂબહૂ હમણાં પણ થશે, ડ્રામા અનુસાર.

આપ બાળકોએ સ્વર્ગ માં ફરીથી પોતાનાં મહેલ બનાવવાનાં છે. જેમ કલ્પ પહેલાં બનાવ્યાં હતાં. સ્વર્ગ ને કહે જ છે પેરેડાઇઝ (વૈકુંઠ). પુરાણો થી પેરેડાઇઝ અક્ષર નીકળ્યો છે. કહે છે માનસરોવર માં પરીઓ રહેતી હતી. એમાં કોઈ ડૂબકી લગાવે તો પરી બની જાય. વાસ્તવમાં છે જ્ઞાન માનસરોવર. એમાં તમે શું થી શું બની જાઓ છો. શોભનિય ને પરી કહે છે, એવું નહીં પાંખો વાળી કોઈ પરી હોય છે. જેમ આપ પાંડવોને મહાવીર કહેવાય છે, તેઓએ પછી પાંડવોનાં ખુબ મોટાં મોટાં ચિત્ર, ગુફાઓ વગેરે બેસી દેખાડયા છે. ભક્તિમાર્ગ માં કેટલાં પેસા બરબાદ કરે છે. બાપ કહે છે મેં તો બાળકોને કેટલાં સાહૂકાર બનાવ્યાં. તમે આટલાં બધાં પૈસાનું શું કર્યુ. ભારત કેટલું સાહૂકાર હતું. હમણાં ભારતની શું હાલત છે. જે ૧૦૦ ટકા સોલવેન્ટ (ભરપુર) હતું, હવે ૧૦૦ ટકા ઈનસોલવેન્ટ (કંગાળ) બની ગયું છે. હમણાં આપ બાળકોએ કેટલી તૈયારી કરવી જોઈએ. બાળકો વગેરે ને પણ આ જ સમજાવવાનું છે કે શિવબાબાને યાદ કરો. તમે કૃષ્ણ જેવાં બનશો. કૃષ્ણ કેવી રીતે બન્યાં, આ કોઈને ખબર થોડી છે. આગલાં જન્મમાં શિવબાબાને યાદ કરવાથી કૃષ્ણ બન્યાં. તો આપ બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ. પરંતુ અપાર ખુશી એમને જ રહેશે જે સદા બીજાઓની ખિદમત (સેવા) માં રહે છે. મુખ્ય ધારણા ચલન ખુબ-ખુબ રોયલ હોય. ખાન-પાન ખુબ સુંદર હોય. આપ બાળકો ની પાસે જ્યારે કોઈ આવે છે તો તેમની દરેક પ્રકાર થી ખિદમત કરવી જોઈએ. સ્થૂળ પણ તો સૂક્ષ્મ પણ. શારીરિક-રુહાની બંને કરવાથી ખુબ ખુશી થશે. કોઈ પણ આવે તો તેમને તમે સાચી સત્યનારાયણ ની કથા સંભળાવો. શાસ્ત્રોમાં તો શું-શું કથાઓ લખી દીધી છે. વિષ્ણુની નાભી થી બ્રહ્મા નીકળ્યાં પછી બ્રહ્મા નાં હાથમાં શાસ્ત્ર આપી દીધાં છે. હવે વિષ્ણુની નાભી થી બ્રહ્મા કેવી રીતે નીકળે છે, કેટલું રહસ્ય છે. બીજા કોઈ આ વાતોને કંઈ સમજી ન શકે. નાભી થી નીકળવાની તો વાત જ નથી. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા બને છે. બ્રહ્મા ને વિષ્ણુ બનવામાં સેકન્ડ લાગે છે. સેકન્ડમાં જીવનમુક્તિ કહેવાય છે. બાપે સાક્ષાત્કાર કરાવ્યો તમે વિષ્ણુ નું રુપ બનો છો. સેકન્ડમાં નિશ્ચય થઈ ગયો. વિનાશ સાક્ષાત્કાર પણ થયો, નહીં તો કલકત્તામાં જેમ રાજાઈ ઠાઠ થી રહેતા હતાં. કોઈ તકલીફ નહોતી. ખુબ રોયલ્ટી થી રહેતા હતાં. હવે બાપ તમને આ જ્ઞાન રત્નોનો વ્યાપાર શીખવાડે છે. તે વ્યાપાર તો આનાં આગળ કાંઈ પણ નથી. પરંતુ આમનાં પાર્ટ અને તમારાં પાર્ટ માં ફર્ક છે. બાબા એ આમનામાં પ્રવેશ કર્યો અને ફટ થી બધું છોડી દીધું. ભઠ્ઠી બનવાની હતી. તમે પણ બધું છોડ્યું. નદી પાર કરી આવ્યાં ભઠ્ઠી માં પડ્યાં. શું-શું થયું, કોઈની પરવા નથી. કહે છે કૃષ્ણએ ભગાવ્યાં! કેમ ભગાવ્યાં? તેમને પટરાણી બનાવવાં. આ ભઠ્ઠી પણ બની, આપ બાળકોને સ્વર્ગ ની મહારાણી બનાવવા માટે. શાસ્ત્રો માં તો શું-શું લખી દીધું છે, પ્રેક્ટીકલ માં શું-શું છે. તે હવે તમે સમજો છો. ભગાવવાની વાત જ નથી. કલ્પ પહેલાં પણ ગાળો મળી હતી. નામ બદનામ થયું હતું. આ તો ડ્રામા છે, જે કાંઈ થાય છે કલ્પ પહેલાં માફક.

હમણાં તમે સારી રીતે જાણો છો કલ્પ પહેલાં જેમણે રાજ્ય લીધું છે તે જરુર આવશે. બાપ કહે છે હું પણ કલ્પ-કલ્પ આવીને ભારતને સ્વર્ગ બનાવું છું. પૂરા ૮૪ જન્મો નો હિસાબ બતાવ્યો છે. સતયુગ માં તમે અમર રહો છો. ત્યા અકાળે મૃત્યુ થતું નથી. શિવબાબા કાળ પર જીત પહેરાવે છે. કહે છે હું કાળો નો કાળ છું. કથાઓ પણ છે ને. તમે કાળ પર વિજય પામો છો. તમે જાઓ છો અમરલોક માં. અમરલોક માં ઉંચ પદ પામવાનાં માટે એક તો પવિત્ર બનવાનું છે, બીજું પછી દેવીગુણ પણ ધારણ કરવાનાં છે. પોતાનો રોજ પોતામેલ રાખો. રાવણ દ્વારા તમને ઘાટો પડયો છે. મારા દ્વારા ફાયદો થાય છે. વ્યાપારી લોકો આ વાતોને સારી રીતે સમજશે. આ છે જ્ઞાન રત્ન. કોઈ વિરલા વ્યાપારી આમનાથી વ્યાપાર કરે. તમે વ્યાપાર કરવાં આવ્યાં છો. કોઈ તો સારી રીતે વ્યાપાર કરી સ્વર્ગનો સોદો લે છે - ૨૧ જન્મનાં માટે. ૨૧ જન્મ પણ શું ૫૦-૬૦ જન્મ તમે ખુબ સુખી રહો છો. પદમપતિ બનો છો. દેવતાઓનાં પગમાં પદમ દેખાડે છે ને. અર્થ થોડી સમજે છે. તમે હમણાં પદમપતિ બની રહ્યાં છો. તો તમને કેટલી ખુશી હોવી જોઈએ. બાપ કહે છે હું કેટલો સાધારણ છું. આપ બાળકોને સ્વર્ગમાં લઈ જવા આવ્યો છું. બોલાવો પણ છો હેં પતિત-પાવન આવો, આવીને પાવન બનાવો. પાવન રહે જ છે સુખધામ માં. શાંતિધામ ની કોઈ હિસ્ટ્રી-જોગ્રોફી તો હોઈ નથી શકતી. તે તો આત્માઓનું ઝાડ છે. સૂક્ષ્મવતન ની કોઈ વાત જ નથી. બાકી આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે તે તમે જાણી ગયાં છો. સતયુગ માં લક્ષ્મી-નારાયણની ડિનાયસ્ટી (વંશજ) હતી. એવું નથી, એક જ લક્ષ્મી-નારાયણ ફક્ત રાજ્ય કરે છે. વૃદ્ધિ તો થાય છે ને. પછી દ્વાપરમાં એ જ પૂજ્ય થી પછી પૂજારી બને છે. મનુષ્ય પછી પરમાત્મા નાં માટે કહી દે છે આપેહી પૂજ્ય. જેમ પરમાત્માનાં માટે સર્વવ્યાપી કહી દે છે, આ વાતોને તમે સમજો છો. અડધોકલ્પ તમે ગાતા આવ્યાં છો ઊંચે થી ઊંચા ભગવાન અને હવે ભગવાનુવાચ-ઊંચે થી ઉંચા બાળકો છો. તો આવાં બાપ ની સલાહ પર પણ ચાલવું જોઈએ ને. ગૃહસ્થ વ્યવહાર પણ સંભાળવાનો છે. અહીંયા તો બધાં રહી ન શકે. બધાં રહેવા લાગે તો કેટલું મોટું મકાન બનાવવું પડે. આ પણ તમે એક દિવસ જોશો કે નીચે થી ઉપર સુધી કેટલી મોટી લાઈન લાગી જાય છે, દર્શન કરવાનાં માટે. કોઈને દર્શન નથી થતાં તો ગાળો પણ આપવા લાગી જાય છે. સમજે છે મહાત્માનાંં દર્શન કરીએ. હમણાં બાપ તો છે બાળકોનાં. બાળકોને જ ભણાવે છે. તમે જેમને રસ્તો બતાવો છો કોઈ તો સારી રીતે ચાલી પડે છે, કોઈ ધારણા કરી નથી શકતાં, કેટલાં છે જે સાંભળતા પણ રહે છે અને બહાર જાય છે તો ત્યાંનાં ત્યાં રહી જાય, તે ખુશી નહીં, ભણતર નહીં, યોગ નહીં. બાબા કેટલું સમજાવે છે, ચાર્ટ રાખો. નહીં તો ખુબ પસ્તાવું પડશે. અમે બાબા ને કેટલાં યાદ કરીએ છીએ, ચાર્ટ જોવો જોઈએ. ભારતનાં પ્રાચીન યોગ ની ખુબ મહિમા છે. તો બાપ સમજાવે છે - કોઈ પણ વાત ન સમજો તો બાબા થી પૂછો. આગળ તમે કાંઈ પણ નહોતા જાણતાં. બાબા કહે છે આ છે કાંટાનું જંગલ. કામ મહાશત્રુ છે. આ અક્ષર ગીતાનાં છે. ગીતા વાંચતા હતાં પરંતુ સમજતા થોડી હતાં. બાબાએ આખી આયુ ગીતા વાંચી. સમજતા હતાં-ગીતાનું મહાત્મ ખુબ સારું છે. ભક્તિમાર્ગ માં ગીતા નું કેટલું માન છે. ગીતા મોટી પણ હોય છે, નાની પણ હોય છે. કૃષ્ણ વગેરે દેવતાઓનાં એ જ ચિત્ર પૈસા-પૈસા માં મળતા રહે છે, એજ ચિત્રો નાં પછી કેટલાં મોટાં-મોટાં મંદિર બનાવે છે. તો બાપ સમજાવે છે તમને તો વિજય માળાનાં દાણા બનવાનું છે. આવાં મીઠા-મીઠા બાબાને બાબા-બાબા પણ કહે છે. સમજે પણ છે સ્વર્ગની રાજાઈ આપે છે છતાં પણ સુનન્તી, કથન્તી અહો માયા ફારકતી દેવન્તી. બાબા કહ્યું તો બાબા એટલે બાબા. ભક્તિમાર્ગ માં પણ ગવાય છે પતિઓનાં પતિ, ગુરુઓનાં ગુરુ એક જ છે. તે આપણા ફાધર (પિતા) છે. જ્ઞાનનાં સાગર પતિત-પાવન છે. આપ બાળકો કહો છો બાબા અમે કલ્પ-કલ્પ તમારા થી વારસો લેતા આવ્યાં છીએ. કલ્પ-કલ્પ મળીએ છીએ. આપ બેહદનાં બાપ થી અમને જરુર બેહદનો વારસો મળશે. મુખ્ય છે જ અલ્ફ (બાબા). એમાં બે (વારસો) મર્જ છે. બાબા એટલે વારસો. તે છે હદનાં, આ છે બેહદ નાં. હદનાં બાબા તો અનેકાનેક છે. બેહદ નાં બાપ તો એક જ છે. અચ્છા.

મીઠા-મીઠા ૫ હજાર વર્ષ બાદ ફરીથી આવીને મળવાવાળા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્થૂળ, સૂક્ષ્મ ખિદમત (સેવા) કરી અપાર ખુશી નો અનુભવ કરવાનો અને કરાવવાનો છે. ચલન અને ખાન-પાન માં ખુબ રોયલ્ટી રાખવાની છે.

2. અમરલોક માં ઉંચ પદ પામવાનાં માટે પવિત્ર બનવાની સાથે-સાથે દેવીગુણ પણ ધારણ કરવાનાં છે. પોતાનો પોતામેલ જોવાનો છે કે અમે બાબા ને કેટલાં યાદ કરીએ છીએ? અવિનાશી જ્ઞાન રત્નો ની કમાણી જમા કરી રહ્યાં છીએ? કાન પ્યોર (પવિત્ર) બન્યાં છે જેમાં ધારણા થઈ શકે?

વરદાન :-
માયાની રમતને સાક્ષી થઈને જોવા વાળા સદા નિર્ભય , માયાજીત ભવ

સમય પ્રતિ સમયે જેમ આપ બાળકોની સ્ટેજ (અવસ્થા) આગળ વધતી જઈ રહી છે, એમ હવે માયાનો વાર ન થવો જોઈએ, માયા નમસ્કાર કરવાં આવે, વાર કરવાં નહીં. જો માયા આવી પણ જાય તો તેને રમત સમજી ને જુઓ. એવો અનુભવ થાય જેમ સાક્ષી થઈને હદનો ડ્રામા જુઓ છો. માયા નું કેવું પણ વિકરાળ રુપ હોય તમે તેને રમકડું અને રમત સમજીને જોશો તો ખુબ મજા આવશે, પછી એનાથી ડરશો કે ગભરાશો નહીં. જે બાળકો સદા ખિલાડી બનીને સાક્ષી થઈ માયા ની રમત ને જુએ છે તે સદા નિર્ભય કે માયાજીત બની જાય છે.

સ્લોગન :-
એવાં સ્નેહનાં સાગર બનો જે ક્રોધ સમીપ પણ ન આવી શકે.