24-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ જ
સંગમયુગ છે જ્યારે આત્મા અને પરમાત્મા નો સંગમ ( મેળ ) થાય છે , સદગુરુ એક જ વાર
આવીને બાળકોને સત્ય જ્ઞાન આપી , સત્ય બોલવાનું શીખવે છે”
પ્રશ્ન :-
કયા બાળકોની અવસ્થા બહુજ ફર્સ્ટ ક્લાસ હોય છે?
ઉત્તર :-
જેમની બુદ્ધિમાં હોય કે આ સર્વસ્વ બાબાનું છે. દરેક કદમ શ્રીમત લેવા વાળા, પૂરો
ત્યાગ કરવા વાળા બાળકોની અવસ્થા બહુજ ફર્સ્ટ ક્લાસ હોય છે. યાત્રા લાંબી છે તેથી
ઊંચા બાપની ઊંચી મત લેતા રહેવાનું છે.
પ્રશ્ન :-
મોરલી સાંભળતા
સમયે અપાર સુખ કયા બાળકોને ભાસે (અનુભવે) છે?
ઉત્તર :-
જે સમજે છે અમે શિવબાબા ની મોરલી સાંભળી રહ્યાં છીએ. આ મોરલી શિવબાબાએ બ્રહ્મા તન
થી સંભળાવી છે. મોસ્ટ બિલવેડ (અતિ પ્રિય) બાબા અમને સદા સુખી મનુષ્ય થી દેવતા બનાવવા
માટે આ સંભળાવી રહ્યાં છે. મોરલી સાંભળતાં આ સ્મૃતિ રહે તો સુખ ની ભાસનાં થાય.
ગીત :-
પ્રીતમ આન મિલો….
ઓમ શાંતિ!
આ દુ:ખીઓ જીવ
તો દુઃખધામ માં જ હોય છે. સુખી જીવ આત્માઓ સુખધામ માં હોય છે. બધાં ભક્તો નાં
પ્રીતમ એક છે, જેમને જ યાદ કરાય છે. એમને પ્રીતમ કહેવાય છે. યાદ કરે છે, જ્યારે
દુઃખ હોય છે. આ કોણ બેસી સમજાવે છે? સાચા-સાચાં પ્રીતમ. સાચા બાપ, સાચા શિક્ષક, સાચા
સદગુરુ…. બધાનાં પ્રીતમ એ એક છે. પરંતુ પ્રીતમ આવે ક્યારે છે, આ કોઈ નથી જાણતું.
પ્રીતમ પોતે આવીને પોતાનાં ભક્તો ને, પોતાનાં બાળકોને બતાવે છે કે હું આવ્યો જ છું
ફક્ત સંગમયુગ પર એક વાર. મારું આવવું અને જવું એની જે વચ્ચે છે એને સંગમ કહેવાય છે.
બીજી બધાં આત્માઓ તો અનેકવાર જન્મ-મરણ માં આવે છે, હું એક જ વાર આવું છું. હું
સદગુરુ પણ એક જ છું. બાકી ગુરુ તો અનેક છે. એમને સદગુરુ નહીં કહેવાશે કારણ કે તે
કોઈ સત્ય નથી બોલતાં, તે સત પરમાત્મા ને જાણતા જ નથી. જે સત ને જાણી જાય છે તે
હંમેશા સત્ય બોલે છે. તે સદગુરુ છે જ સત્ય બોલવા વાળા સાચા સદગુરુ. સાચા બાપ, સાચા
શિક્ષક પોતે આવીને બતાવે છે કે હું સંગમયુગ પર આવું છું. મારું આયુષ્ય એટલું જ છે,
જેટલો સમય હું આવું છું. પતિતો ને પાવન બનાવીને જ જાઉં છું. જ્યારથી મારો જન્મ થયો,
ત્યારથી હું સહજ રાજ્યોગ શીખવાડવાનું આરંભ કરું છું પછી જ્યારે શીખવાડી ને પૂરું કરું
છું તો પતિત દુનિયા વિનાશ ને પામે છે, અને હું ચાલ્યો જાઉં છું. બસ હું એટલો જ સમય
આવું છું. શાસ્ત્રો માં તો કોઈ સમય નથી. શિવબાબા ક્યારે જન્મ લે છે, કેટલા દિવસ
ભારતમાં રહે છે, આ બાપ સ્વયંમ જ બેસી બતાવે છે કે હું આવું છું સંગમ પર. સંગમયુગ ની
આદિ, સંગમયુગ નો અંત એટલે મારા આવવાનો આદિ જવાનો અંત. બાકી મધ્યમાં બેસી હું રાજયોગ
શીખવાડું છું. બાપ પોતે જ બેસી બતાવે છે કે હું આની જ વાનપ્રસ્થ અવસ્થા માં આવું
છું-પરાયા દેશ અને પરાયા તન માં તો મહેમાન થયો ને. હું આ રાવણની દુનિયામાં મહેમાન
થયો. આ સંગમયુગ ની મહિમા બહુજ ભારી જબરજસ્ત છે. બાપ આવે જ છે રાવણ રાજ્ય નો વિનાશ
કરી રામરાજ્ય ની સ્થાપના કરવા. શાસ્ત્રો માં દંત કથાઓ બહુજ લખી દીધી છે. રાવણને
બાળતા આવ્યાં છે. આખી સૃષ્ટિ આ સમયે જેવી રીતે લંકા છે. ફક્ત સીલોન ને લંકા નથી
કહેવાતું. આ આખી સૃષ્ટિ રાવણ નાં રહેવાનું સ્થાન છે કે શોકવાટિકા છે. બધાં દુઃખી
છે. બાપ કહે છે હું આને અશોકવાટિકા અથવા હેવન (સ્વર્ગ) બનાવવા આવ્યો છું. હેવન માં
બધાં ધર્મ તો હોતાં નથી. ત્યાં તો એક જ ધર્મ, જે હમણાં નથી. હવે ફરીથી દેવતા બનાવવા
રાજયોગ શીખવાડી રહ્યો છું. બધાં તો નહીં શીખશે. હું ભારતમાં જ આવું છું. ભારતમાં જ
સ્વર્ગ હોય છે. ક્રિશ્ચન લોકો પણ હેવન ને માને છે. કહે છે લેફ્ટ ફાેર હેવનલી અબોડ.
ગોડફાધર ની પાસે ગયાં. બાકી હેવન ને થોડી સમજે છે. હેવન અલગ વસ્તુ છે. તો બાપ સમજાવે
છે કે હું ક્યારે અને કેવી રીતે આવું છું. આવીને ત્રિકાળદર્શી બનાવું છું.
ત્રિકાળદર્શી બીજું કોઈ હોતું નથી. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને હું જ જાણું છું. હમણાં
કળિયુગ નો વિનાશ થવાનો છે. આસાર (ચિહ્નો) પણ જોવામાં આવે છે. સમય તે જ સંગમનો છે.
એક્યુરેટ સમય કંઈ નથી કહી શકાતો. બાકી હા રાજધાની પૂરી સ્થાપન થઈ જશે, બાળકો
કર્માતિત અવસ્થા ને પામશે તો જ્ઞાન ખલાસ થઈ જશે. લડાઈ આરંભ થઈ જશે. હું પણ પોતાનો
પાવન બનવાનો પાર્ટ પૂરો કરીને જઈશ. દેવી-દેવતા ધર્મસ્થાપન કરવો - આ મારો જ પાર્ટ
છે. ભારતવાસી આ કંઈ પણ નથી જાણતાં. હવે શિવરાત્રિ મનાવે છે તો જરુર શિવબાબાએ કોઈ
કાર્ય કર્યું હશે. એમણે પછી કૃષ્ણનું નામ નાખી દીધું છે. આ તો કોમન ભૂલ જોવામાં આવે
છે. શિવપુરાણ વગેરે કોઈ શાસ્ત્ર માં પણ આ નથી કે શિવબાબા આવીને રાજયોગ શીખવાડે છે.
હકીકત માં દરેક ધર્મનું એક-એક શાસ્ત્ર છે. દેવતા ધર્મનું પણ એક શાસ્ત્ર હોવું જોઈએ.
પરંતુ એનાં રચયિતા કોણ! એમાં જ મૂંઝાઈ ગયાં છે.
બાપ સમજાવે છે મારે
જરુર બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મ રચવો પડે. બ્રહ્મા મુખ વંશાવલી બ્રહ્માકુમાર
કુમારીઓ થયાં. અનેકોનાં નામ બદલી થયા, એનાથી ઘણાં ભાગન્તી પણ થઈ ગયાં. સાથે રિપ્લેસ
પણ થાય (બીજા પણ આવે) છે. બાકી જોવાયું નામથી કોઈ ફાયદો નથી. તે તો ભૂલી પણ જાય છે
હકીકત માં તમારે યોગ લગાવવાનો છે બાપ થી. નામ શરીર ને મળે છે. આત્માનું તો નામ છે
નહીં. આત્મા ૮૪ જન્મ લે છે. દરેક જન્મમાં નામ રુપ દેશ કાળ બધું બદલાઈ જાય છે. ડ્રામા
માં કોઈને પણ જો એક વાર પાર્ટ મળેલો હોય છે, એ જ રુપમાં ફરી ક્યારેય પાર્ટ ભજવી ન
શકે. તે જ પાર્ટ પછી ૫ હજાર વર્ષનાં પછી ભજવશે. એવું નથી કૃષ્ણ એજ નામ રુપ થી ફરી
કોઈ આવી શકે છે. ના. આ તો જાણે છે આત્મા એક શરીર છોડી બીજું લે છે તો ફીચર વગેરે એક
ન મળે બીજા થી. ૫ તત્વોનાં અનુસાર ફિચર્સ બદલતા જાય છે. કેટલાં ફિચર્સ છે. પરંતુ આ
બધું પહેલાથી જ ડ્રામામાં નોંધ છે. નવું કંઈ નથી બનતું. હવે શિવરાત્રી મનાવાય છે.
જરુર શિવ આવ્યાં છે. તે જ આખી દુનિયાનાં પ્રીતમ છે. લક્ષ્મી-નારાયણ કે રાધા-કૃષ્ણ
કે બ્રહ્મા વિષ્ણુ વગેરે કોઈ પ્રિતમ નથી. ગોડફાધર જ પ્રીતમ છે. બાપ તો જરુર વારસો
આપે છે, તેથી બાપ પ્રિય લાગે છે. બાપ કહે છે મને યાદ કરો કારણ કે મારાથી તમારે વારસો
મેળવવાનો છે. બાળકો જાણે છે આ ભણતર અનુસાર જઈને સૂર્યવંશી દેવતા કે ચંદ્રવંશી
ક્ષત્રિય બનશે. હકીકત માં બધા ભારતવાસીઓનો ધર્મ એક હોવો જોઈએ. પરંતુ દેવતા ધર્મ નામ
બદલી હિન્દુ નામ રાખી દીધું છે કારણ કે તે દૈવી ગુણ નથી. હવે બાપ બેસી ધારણ કરાવે
છે. કહે છે પોતાને આત્મા સમજી અશરીરી થઈ જાઓ. તમે કોઈ પરમાત્મા નથી. પરમાત્મા તો એક
શિવ છે. તે બધાનાં પ્રીતમ એક જ વાર સંગમયુગ પર આવે છે. આ સંગમયુગ ખુબ જ નાનો છે. બધાં
ધર્મોનો વિનાશ થશે. બ્રાહ્મણ કુળ પણ પાછો જશે કારણ કે એમણે પછી દૈવી કુળમાં
ટ્રાન્સફર થવાનું છે. હકીકત માં આ ભણતર છે. ફક્ત સરખામણી કરાય છે. તે વિષય વિકાર છે
ઝેર. આ જ્ઞાન છે અમૃત. આ તો મનુષ્ય ને દેવતા બનાવવાની પાઠશાળા છે. આત્મામાં જે ખાદ
પડી છે, એકદમ મુલમ્મા બની ગઈ છે. એને બાપ આવીને હીરા જેવો બનાવે છે. શિવરાત્રી કહે
છે. રાત્રિ માં શિવ આવ્યાં. પરંતુ કેવી રીતે આવ્યાં, કોના ગર્ભમાં આવ્યાં? અથવા કયા
શરીરમાં પ્રવેશ કર્યો? ગર્ભ માં તો આવતાં નથી. એમને શરીરની લોન (આધાર) લેવી પડે છે.
તે જરુર આવીને નર્ક ને સ્વર્ગ બનાવશે. પરંતુ ક્યારે અને કેવી રીતે આવે છે, આ કોઈને
ખબર નથી. શાસ્ત્ર તો ખુબ ભણે છે પરંતુ મુક્તિ-જીવનમુક્તિ તો કોઈને મળતી નથી વધારે જ
તમોપ્રધાન બની ગયાં છે. તે તો બધાને જરુર બનવાનું છે. બધાં મનુષ્યો ને સ્ટેજ પર
જરુર હાજર થવાનું છે. બાપ આવેજ અંત માં છે. એમની જ બધાં મહિમા ગાએ છે કે તમારી ગતિ
મત તમે જ જાણો. તમારામાં શું જ્ઞાન છે, કેવી રીતે તમે સદ્દગતિ કરો છો તે તો તમે જ
જાણો. તો આ શ્રીમત આપવા આવશે તો જરુર ને! પરંતુ કેવી રીતે આવે છે, કયા શરીરમાં આવે
છે. તે કોઈ જાણતું નથી. પોતે કહે છે સાધારણ તન માં મારે આવવાનું છે. મારે બ્રહ્મા
નામ પણ જરુર રાખવું પડે. નહીં તો બ્રાહ્મણ કેવી રીતે પેદા થાય! બ્રહ્મા ક્યાંથી
આવ્યાં? ઉપરથી તો નહીં આવશે! તે છે સૂક્ષ્મવતનવાસી અવ્યક્ત, સંપૂર્ણ બ્રહ્મા. અહીં
તો જરુર વ્યક્ત માં આવીને રચના રચવી પડે. અમે અનુભવ થી બતાવીએ છીએ. આટલો સમય આવે અને
જાય છે. બાપ કહે છે હું પણ ડ્રામામાં બંધાયેલો છું, અને મારો પાર્ટ પણ ફક્ત એક વાર
આવવાનો છે. ભલે દુનિયામાં ઉપદ્રવ બહુ જ થતા રહે છે. એ સમયે કેટલું ઈશ્વરને પોકારે
છે. પરંતુ મારે તો પોતાનાં સમય પર જ આવવાનું છે અને આવું પણ છું વાનપ્રસ્થ અવસ્થા
માં. આ જ્ઞાન તો ખુબ સહજ છે. પરંતુ અવસ્થા જમાવવામાં મહેનત છે, તેથી કહેશે મંઝિલ
બહુજ ઊંચી છે. બાપ નોલેજફુલ છે તો જરુર એમણે બાળકોને નોલેજ આપ્યું છે ત્યારે તો એમનું
ગાયન છે - તમારી ગત મત તો તમે જ જાણો.
બાપ કહે છે મારી પાસે
જે સુખ-શાંતિ નો ખજાનો છે તે બાળકોને જ આવીને આપું છું. આ જે માતાઓ પર અત્યાચાર
વગેરે થાય છે, આ પણ ડ્રામા માં નોંધ છે, ત્યારે તો પાપ નો ઘડો ભરાશે. કલ્પ-કલ્પ આવી
રીતે જ રીપીટ થાય છે. આ વાતો પણ તમે હમણાં જાણો છો પછી ભૂલી જશો. આ જ્ઞાન સતયુગ માં
હોતું નથી. જો હોત તો પરંપરા ચાલત. ત્યાં તો પ્રાલબ્ધ છે જે હમણાનાં પુરુષાર્થ થી
મેળવે છે. અહીંના પુરુષાર્થ વાળા આત્માઓ ત્યાં હોય છે, બીજા આત્માઓ ત્યાં હોતાં નથી,
જેમને જ્ઞાનની દરકાર હોય. આ પણ જાણે છે કે કોઈ વિરલા નીકળશે. બહુજ સારું-સારું પણ
કરશે. સમજો વિદેશ વાળા કોઈ મોટા વ્યક્તિ નીકળે છે, સમજે છે. પરંતુ ક્યાં ભઠ્ઠીમાં
રહેશે, શું સમજશે! કહેશે વાત તો ઠીક છે પરંતુ પવિત્ર નથી રહી શકતાં, અરે આટલાં બધાં
પવિત્ર રહે છે. લગ્ન કરી સાથે રહીને પણ પવિત્ર રહે છે તો એમને ઇનામ પણ ઘણું જ મળે
છે. આ પણ રેસ છે. એ રેસમાં ફર્સ્ટ નંબર જવાથી ૪-૫ લાખ મળશે. અહીં તો ૨૧ જન્મો માટે
પૂરી રાજાઈ મળે છે. ઓછી વાત છે! આ મોરલી તો બધાં બાળકોની પાસે જશે. ટેપ માં પણ
સાંભળશે. કહેશે કે શિવબાબા બ્રહ્મા તન થી મોરલી સંભળાવી રહ્યાં છે અથવા બાળકીઓ
સંભળાવશે તો કહેશે શિવબાબા ની મોરલી સંભળાવે છે તો બુદ્ધિ એકદમ ત્યાં જવી જોઈએ. તે
સુખ અંદર માં ભાસવું જોઈએ. મોસ્ટ બિલવેડ બાબા અમને સદા સુખી મનુષ્ય થી દેવતા બનાવે
છે, તો એમની યાદ બહુજ રહેવી જોઈએ. પરંતુ માયા યાદ ને રહેવા નથી દેતી. ત્યાગ પણ પૂરો
જોઈએ. આ સર્વસ્વ બાબાનું છે, આ અવસ્થા ફર્સ્ટ ક્લાસ રહેવી જોઈએ. ઘણાં જ બાળકો છે જે
શ્રીમત લેતા રહે છે. શ્રીમત માં જરુર કલ્યાણ જ થશે. મત પણ ઊંચી છે, યાત્રા પણ લાંબી
છે પછી તમે આ મૃત્યુલોક માં નહીં આવો. સતયુગ છે જ અમરલોક.
એ દિવસે બાબાએ બહુ જ
સારી રીતે સમજાવ્યું કે ત્યાં તમે મરતા નથી. ખુશી થી જૂનું શરીર બદલી નવું લો છો.
સર્પ નું દૃષ્ટાંત તમારા માટે છે. ભ્રમરી નું પણ તમારા પર દૃષ્ટાંત છે. કાચબાનું પણ
તમારું દૃષ્ટાંત છે. સંન્યાસીઓ એ તો કોપી કરી છે. ભ્રમરીનું દૃષ્ટાંત સારું છે.
વિષ્ટાનાં કીડા ને જ્ઞાનની ભૂ-ભૂ કરી પરિસ્તાની પરી બનાવો છો. હમણાં પુરુષાર્થ સારી
રીતે કરવાનો છે. ઊંચ પદ અથવા સારો નંબર લેવો છે, તો મહેનત પણ કરવાની છે. ભલે ધંધો
વગેરે પણ કરો તે સમય છૂટ છે. તો પણ સમય બહુજ મળે છે. પોતાનો યોગ નો ચાર્ટ રાખવો
જોઈએ કારણ કે માયા બહુજ વિઘ્ન નાખે છે.
બાબા બાળકોને વારંવાર
સમજાવે છે કે મીઠા બાળકો, ભૂલે-ચૂકે પણ આવાં મોસ્ટ બિલવેડ બાપ કે સાજન ને ફારકતી શલ
(ક્યારેય) કોઈ ન આપે, એટલાં મહામૂર્ખ કોઈ ન બને. પરંતુ માયા બનાવી દે છે. હવે આગળ
ચાલીને તમે જોશો જે કુરબાન થતા હતાં, ખુબ સારી સેવા કરતા હતાં એમનો પણ માયા શું-શું
હાલ કરી દે છે કારણ કે શ્રીમત છોડી દે છે તેથી બાબા કહે છે એવા મોટા થી મોટા
મહામૂર્ખ નહીં બનવું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ દ્વારા
જે સુખ શાંતિ નો ખજાનો મળ્યો છે તે બધાને આપવાનો છે. જ્ઞાન થી પોતાની અવસ્થા
જમાવવાની મહેનત કરવાની છે.
2. દૈવી ગુણ ધારણ કરવા
માટે દેહભાન ને ભૂલી પોતાને આત્મા સમજી અશરીરી બની એક પ્રીતમ ને યાદ કરવાનાં છે.
વરદાન :-
વિશેષતા નાં
બીજ દ્વારા સંતુષ્ટતા રુપી ફળ પ્રાપ્ત કરવા વાળા વિશેષ આત્મા ભવ
આ વિશેષ યુગ માં
વિશેષતાનાં બીજનું સૌથી શ્રેષ્ઠ ફળ છે “સંતુષ્ટતા”. સંતુષ્ટ રહેવું અને સર્વ ને
સંતુષ્ટ કરવા - આજ વિશેષ આત્માની નિશાની છે, તેથી વિશેષતાઓનાં બીજ અથવા વરદાન ને
સર્વ શક્તિઓનાં જળ થી સીંચો તો બીજ ફળદાયક થઈ જશે. નહીં તો વિસ્તાર થયેલું વૃક્ષ પણ
સમય પ્રતિ સમય આવેલાં તોફાનમાં હલતાં-હલતાં તૂટી જાય છે અર્થાત્ આગળ વધવાનો ઉમંગ,
ઉત્સાહ, ખુશી કે રુહાની નશો નથી રહેતો. તો વિધિપૂર્વક શક્તિશાળી બીજ ને ફળદાયક બનાવો.
સ્લોગન :-
અનુભૂતિઓ નો
પ્રસાદ વહેંચી ને અસમર્થ અને સમર્થ બનાવી દેવાં - આજ સૌથી મોટું પુણ્ય છે.