24-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.12.63    બાપદાદા મધુબન


( મમ્મા નાં પુણ્ય સ્મૃતિ દિવસ પર પ્રાતઃ ક્લાસ માં સંભળાવવા માટે માતેશ્વરીજી નાં મધુર મહાવાક્ય )

કર્મ જ સુખ અને દુઃખ નું કારણ છે

 


અહીં તો બધાં મનુષ્ય જાણે છે કે જીવનમાં દુઃખ અને સુખ કર્મ નાં આધાર થી પ્રાલબ્ધ રુપમાં ચાલે છે. જરુર પહેલાં એવાં કર્મ કર્યા છે જેનું પ્રારબ્ધ દુઃખ અથવા સુખ નાં રુપમાં ભોગવાનું હોય છે. તો સુખ અને દુઃખનો સંબંધ થઈ ગયો છે કર્મ થી. કર્મ ને કિસ્મત (નસીબ) ન કહેવાય. ઘણાં એવું સમજે છે કે જે કિસ્મત માં હશે એટલે દુઃખ અને સુખ ને કિસ્મત સમજી લે છે, આ તો એવું થયું કે આ કિસ્મત કોઈ ભગવાને બનાવી છે અથવા કોઈ બીજાએ બનાવી છે તેથી કહી દે છે કે જે કિસ્મત માં હશે પરંતુ એ સમજવું ખુબ જરુરી છે કે કિસ્મત પણ કોણે બનાવી? કિસ્મત કોઈ પરમાત્માએ નથી બનાવી. એવું પણ નથી કિસ્મત કોઈ પહેલાંથી જ બનેલી છે. ના. આ દુઃખ અથવા સુખ જે મનુષ્ય ભોગવે છે, એ દુઃખ-સુખ ને બનાવવા વાળા પણ મનુષ્ય જ છે કારણ કે કર્મ કરવા વાળા મનુષ્ય છે, એટલે આ જવાબદારી પોતાની થઈ ગઈ. જેવું કરે તેવું ભોગવે, આ તો સામાન્ય કહેવત છે અને જે કરશે તે મેળવશે. ગીતા માં પણ વર્ણન છે કે જીવાત્મા પોતાનો જ મિત્ર છે અને પોતાનો જ શત્રુ છે. એવું નથી કહ્યું કે હું તમારો શત્રુ છું, હું તમારો મિત્ર છું. ના. જીવાત્મા પોતાનો શત્રુ અને પોતાનો મિત્ર છે, એટલે પોતાની સાથે મિત્રતા અને પોતાની સાથે શત્રુતા, દુઃખ અને સુખ કરવા વાળા સ્વયં મનુષ્ય થયાં. તો આ વાત એટલી સ્પષ્ટ છે કે દુઃખ-સુખ નાં જવાબદાર મનુષ્ય સ્વયં પોતે છે તેથી જ્યારે કોઈ પણ રુપ માં દુ:ખ આવે છે એને ભગાડવાની કોશિશ કરે છે. કોઈ લડાઈ-ઝઘડો ઉભો થઈ જાય છે તો એને ખતમ કરવાની કોશિશ કરે છે, કોઈ-કોઈ નું અકાળે મૃત્યુ પણ થઈ જાય છે તો પણ દુઃખ થાય છે. તો સમજે છે કે ખબર નહીં મારી સાથે આવું કેમ થયું? પછી એ જ વેગ માં (જોશ માં) આવીને ભગવાન ને પણ ગાળો આપવા લાગી જાય છે. હમણાં તમારા આગળ આ જે વાતો આવી, આ કર્યુ કોણે? આ અકાળે મૃત્યુ જે આવ્યું, આ જે રોગ નાં રુપમાં દુ:ખ આવ્યું, શું આ ભગવાને કર્યુ? આ જે લડાઈ-ઝઘડા સંસાર નાં જેટલાં પણ દુઃખ નાં કારણ છે, શું તે બધું ભગવાને કર્યુ? અરે! ભગવાન જેને કહો છો દુઃખહર્તા, સુખકર્તા, એટલે તો જ્યારે કોઈ પણ દુઃખ આવે છે તો એમને યાદ કરો છો. શરીર ને રોગ લાગે છે તો પણ કહો છો હે ભગવાન! દુઃખ માં એમને જ યાદ કરો છો, જો એમણે આપ્યું છે તો જે દુઃખ આપવા વાળા છે એમને શું કરવું જોઈએ? બતાવો. ભલા આ પણ તો વિચારવું જોઈએ કે દુઃખ નાં સમયે જે યાદ આવે છે, એમનાં માટે તો કહી પણ ન શકીએ કે આ દુ:ખ એમણે આપ્યું. આ પણ તો સમજવાની વાત છે. જ્યારે યાદ કરો છો તો જરુર એમનો સંબંધ આપણી સાથે કોઈ બીજી વાત નો છે, નહીં કે દુઃખ આપવાનો છે. એનાંથી સિદ્ધ થાય છે કે દુઃખનું કારણ અથવા એનું જવાબદાર કોઈ બીજું છે! એમાં પણ કોઈ ત્રીજું તો છે નહીં. એક હું અને બીજાં મારા રચયિતા, બસ. બે જ વસ્તુ છે ને. એક હું એમની રચના અથવા એમનાં સંતાન કહો અને બીજાં છે બાપ. તો કાં તો બાપ જવાબદાર છે કાં તો હું જવાબદાર છું! પરંતુ જ્યારે મારી પાસે દુઃખ આવે છે તો મને દેખાય એવું છે, જેમકે એ રચતાએ જ મને દુઃખ આપ્યું છે. અંદર થી લાગે પણ છે કે એ તો મારા સુખદાતા છે. જેવી રીતે સુખ માટે સહારો માંગે છે કે હે ભગવાન આ દુઃખ દૂર કરજો, ભગવાન મારું આયુષ્ય વધારે મોટું કરજો. જુઓ, આયુષ્ય માટે પણ માંગે છે. તો આયુષ્ય ની પણ, દુઃખ ની પણ, શરીર નાં રોગ ની પણ, અને જે પણ લડાઈ-ઝઘડા કોઈ પણ એવા અશાંતિ નાં કારણ આવે છે, તો ભગવાન થી માંગે છે. કોઈ બાળક એવું હોય છે તો પણ કહે છે ભગવાન આને સુમત આપજો, તો મત પણ એમનાથી માંગે છે. કોઈ પણ વાત થી જ્યારે દુઃખ કે કષ્ટ થાય છે કષ્ટ માં યાદ પણ એમને કરે છે અને એની માંગણી પણ એમનાથી કરે છે. જ્યારે એમનાથી જ માંગણી કરે છે તો જરુર એ એમનાં દાતા છે અને એ જ આપણને સુખ આપવા વાળા છે, એટલે આ બધી વાતો નો ઈલાજ (ઉપાય) ફકત એમની પાસે જ છે. એમ જ ફક્ત યાદ નથી કરતાં, એમની પાસે ઈલાજ છે. તો બધી આપણી જે આદતો ચાલે છે, ભલે જાણે છે કે નથી જાણતાં પરંતુ ભગવાન ને દુઃખ નાં સમયે યાદ જરુર કરે છે. કોઈ પણ વાત થાય છે તો મુખ થી નીકળે છે ઓ માય ગોડ (હે મારા પ્રભુ). ભલે કોઈ જાણે ન જાણે કે એ ભગવાન કોણ છે, શું છે, પરંતુ મુખ થી નીકળે જરુર છે. તો આ પણ સમજવાની વાત છે કે અંતમાં પણ આપણે જેમને યાદ કરીએ છીએ, શું એમનું આપણા આ બધાં દુઃખો થી કોઈ કનેક્શન (સંબંધ) છે! શું એ દુઃખ નાં દાતા છે કે એમનું કનેક્શન સુખ આપવાથી છે! આ તો અમારી યાદ થી પણ સિદ્ધ થઈ જાય છે કે એમનું કોઈ દુઃખ આપવાનું કામ છે જ નહીં. જો આપે તો યાદ કેમ કરે? દુઃખ આપવા વાળા માટે તો અંદર ગુસ્સો આવે છે, વિચારે છે કે આમના માટે ખબર નહીં શું કરીએ. પરંતુ ભગવાન નાં પ્રતિ તો સદા અને દુઃખ નાં સમયે તો ખાસ પ્રેમ આવે છે. અંદર થી આવે છે કે જેમ એ આપણા કોઈ મોટાં મિત્ર છે. અંદર તે ખુશી આવે છે. તો જરુર એમનો આપણી સાથે સુખ નો સંબંધ છે. તો દુઃખનું કારણ જરુર કોઈ બીજું છે! હવે કોઈ ત્રીજું તો છે જ નહીં, એક હું બીજાં એ, તો જરુર હું જવાબદાર થયો.

તો જે વસ્તુ માટે હું નિમિત્ત છું, અને હું જ દુઃખ માં દુઃખી થાઉં છું, અને પેદા પણ હું પોતાની જાતે કરું છું તો આ જુઓ કેટલી બેસમજ છે. જે વસ્તુ થી છુટકારો ઈચ્છુ છું તે વસ્તુ હું પોતાનાં માટે પોતે જ બનાવું છું, આશ્ચર્ય ની વાત છે ને. મનુષ્ય ઈચ્છતાં નથી તો પણ દુઃખ બનતું જાય છે, તો જરુર તે કોઈ વાત થી અજાણ છે, બેસમજ છે. તો જે વાત ની ખબર નથી પડતી એની પહેલાં ખબર કાઢવી જોઈએ ને. જરુર મને એનું કાંઈક જ્ઞાન (સમજ) હોવું જોઈએ. તો એ જ સમજ ની પહેલાં શોધ કરવી જોઈએ. પરંતુ આશ્ચર્ય છે કે આજે તો એવી વાત સમજવા માટે પણ જુઓ ઘણાં બિચારા કેટલાં બહાના આપે છે. કહેશે ફુરસદ નથી, સમય નથી. શું કરીએ ગૃહસ્થ ધંધા વગેરે સંભાળીએ કે આ કરીએ, તે કરીએ, શું કરીએ.. એટલે તેઓ જોતાં, સંભાળવા છતાં પણ એમાં દુઃખી થઈ પડ્યાં છે. હવે જ્યારે મેં જ મારું-મારું કહીને આ દુઃખનું રુપ બનાવી દીધું, એને દુ:ખ નાં રુપમાં લાવ્યું છે તો પહેલાં એની તપાસ થવી જોઈએ. બનાવતાં પહેલાં એની જાણકારી રાખવી જોઈએ કે આ જે વસ્તુ બનાવીને હું દુઃખી થાઉં છું, એનું કારણ શું છે! પહેલાં મને આ સમજ તો હોવી જોઈએ કે હું દુઃખી કેમ છું! શું સુખ મારા માટે હોતું જ નથી! આની પણ તો ખબર લેવી જોઈએ.

આ જાણકારી માટે અહીં બતાવાય છે કે જે વસ્તુને તમે મારી સમજી છે, આ જ દુઃખનું કારણ છે. દુઃખ મિટાવવાનો ઈલાજ શું છે, તે પણ જીવન માટે જાણવું ખૂબ આવશ્યક છે. પરતું જાણવા છતાં પણ કહે છે શું કરીએ, કેવી રીતે કરીએ, શું પોતાનો ગૃહસ્થ-વ્યવહાર છોડી દઈએ! તો આશ્ચર્ય લાગે છે કે જુઓ મનુષ્યની બુદ્ધિ, જે સમજ મળતાં પણ એને ધારણ નથી કરી શકતી. આપણે અનુભવ થી એ જ વાતોને સમજીને અને ધારણ કરીને બતાવીએ છીએ કે આ અનુભવ ની વસ્તુ છે. જરુર અનુભવ થયો છે ત્યારે તો કહીએ છીએ કે પ્રેક્ટિકલ (હકીકત) માં કેવી રીતે સુખની પ્રાપ્તિ થઈ શકે છે. જે લાંબાકાળ ની આશા રાખતા આવ્યાં છો, હમણાં એ જે સુખ દાતા છે, એ સ્વયં આપણને પોતાનો આ પરિચય આપી રહ્યાં છે કે હે બાળકો, તમે દુઃખી થયાં કેમ છો? કારણ તો તમારું જ છે પરતું તમારામાં એવી કઈ વાત છે જે તમને પોતાને ખબર નથી પડતી, જેનાં કારણે દુઃખ ઉઠાવી રહ્યાં છો. શું તમારા કર્મો જ દુઃખનું કારણ બનતાં જઈ રહ્યાં છે! તે આવીને સમજો. જુઓ, આપણે આટલી ઑફર કરીએ (આટલો પ્રસ્તાવ રાખીએ) છીએ. તો પણ આશ્ચર્ય છે જુઓ, આ સાંભળતાં પણ બિચારા કહે છે, કદાચ બસ આ જ ચાલવાનું છે. આને જ કહેવાય છે અહો મમ માયા! એકદમ માયા પકડીને બેઠી છે. અને ઇચ્છવા છતાં પણ જે વસ્તુ માટે આખો દિવસ માથાકૂટ કરે છે, તે જ બાપ સામે થી બતાવે છે, કે બાળકો તમારા સુખ નું કારણ અને દુઃખનું કારણ શું છે.

બાપ સ્વયં કહે છે કે હું તમારા બધાં દુઃખ હરવા અને તમને સુખ આપવા આવ્યો છું, ત્યારે તો ગાવ છો દુઃખહર્તા સુખકર્તા. ક્યારેય એવું નથી કહેતાં કે આજે દુઃખકર્તા સુખહર્તા. ના. તો દરેક દુઃખ નાં હર્તા એ છે. બાપ કહે છે બાળકો હું આવ્યો જ છું તમારા દુઃખ હરવા. પરંતુ એનાં માટે તમને એવાં કર્મ કરતા શિખવાડીશ જેનાંથી તમારા દુઃખ નષ્ટ થઈ જાય. ફક્ત હું જે શિખવાડું છું, સમજાવું છું એને સમજીને તે પુરુષાર્થ કરો, એનાંથી દુઃખ નષ્ટ થઈ જાય. તમારા જ દુઃખ નષ્ટ કરવાની શિક્ષા આપું છું જેને ધારણ કરી લો કારણ કે તમારી વસ્તુ છે ને. પરંતુ ઘણાં તો બિચારા એવાં કારણ આપે છે જેમકે અમે કોઈ ભગવાન ઉપર મહેરબાની કરીએ છીએ. ઘણાં પછી કહે છે કે સમય મળી ગયો તો કરી લઈશું! અરે ભાઈ! ખવડાવવું-પિવડાવવું આ બધી જે વાતો છે, એ જ કર્મ થી બનાવેલાં ખાતા માં જ તો તમે મુંઝાય પડ્યાં છો, એમાં જ તો દુઃખી થયાં છો. જ્યારે એક તરફ કહો છો દુ:ખ થી છૂટીએ અને બીજી તરફ એ બધાં દુઃખો થી છૂટવાનો રસ્તો સ્વયં બાપ સમજાવી રહ્યાં છે તો પણ જુઓ, કોઈ ની બુદ્ધિ માં મુશ્કેલ બેસે છે. આ જ પ્રકારે (રીતે) માયા આ ૫ વિકારોને કહેવાય છે, પરતું મનુષ્ય બિચારા પછી ધન-સંપત્તિ ને માયા સમજી લે છે. ઘણાં પછી શરીર ને પણ માયા કહી દે છે. તેનાંથી બચવાનો ઉપાય કરતા રહે છે, પરતું બાપ કહે છે કે તમારા દુ:ખનું કારણ કાંઈક બીજું છે. આ પ્રકૃતિ તો મારી રચના છે, જે અનાદિ છે એ કોઈ દુઃખનું કારણ નથી. તમારામાં એક્સ્ટ્રા (વધારાની) અલગ થી કોઈ વસ્તુ આવી છે, જે દુઃખનું કારણ છે, એને જ પ વિકાર (માયા) કહેવાય છે. વિકાર કોઈ શરીર નથી, સંસાર વિકાર નથી, ધન-સંપત્તિ વિકાર નથી. વિકાર એક અલગ વસ્તુ છે, જે આવવાથી પછી આ બધી વસ્તુ દુઃખ નું કારણ બની ચૂકી છે. નહીં તો આ બધાં પદાર્થ આત્માનાં સુખ નું કારણ છે. એનાં માટે આ સંપત્તિ, ધન વગેરે જે છે, તે બધાં સુખ નાં કારણ છે. પરતું આ બધી વાતોનું પૂર્ણ જ્ઞાન ન હોવાનાં કારણે આ બધી વસ્તુ દુઃખ માં આવી ગઈ છે. એવું પણ નથી કે મેં આ જે અનાદિ રચના રચેલી છે, તે કોઈ દુઃખ નું કારણ છે, ના. દુઃખ નું કારણ તમે બન્યાં છો, તમારામાં કોઈ બીજી અલગ વસ્તુ આવી છે. તે અલગ વસ્તુ છે આ માયા ૫ વિકાર, હમણાં એને જ તમારે કાઢવાની છે. મનુષ્ય પછી કહી દે છે કે આ બધું ભગવાને આપ્યું છે, જો ભગવાને આપ્યું તો તે સુખ ની વસ્તુ આપી હશે ને. એમાં તમે વિકાર નાખીને આ બધી વસ્તુ ને ખરાબ કરી દીધી છે એટલે બાપ કહે છે તમે આ વિકારોને કાઢી નાખો તો સદા નાં માટે સુખી થઈ જશો. આ બધી વાતો સમજવાની છે. એનાં માટે થોડો સમય તો આપવો પડશે. દુઃખો ને નાશ કરવાની વિધિ શિખવી પડશે. એનાં માટે કહે છે વારંવાર આવો, કાંઈક સમજો. પરંતુ એવું નહીં અહીંયા થી સાંભળ્યું અને બહાર ગયા પછી વાત ખતમ. ઘણાં પછી કહી દે છે આ તો મોટાઓ કે વૃધ્ધો નું કામ છે. શું જીવન બનાવવું આ વૃધ્ધો ને જ જરુરી છે! વૃધ્ધ તો તે થયાં જે ઉલ્ટી સીડી ચઢી જાય છે પછી જોઈને ઉતરે છે, એનાં કરતાં તો કેમ નહીં સીડી ચઢતાં પહેલાં જ સંભાળ લઈએ કે આપણે જીવન કેવી રીતે ચલાવવું જોઈએ, એટલે એમને સલાહ આપીશું કે આ વાતોને સમજીને પોતાનાં જીવન માં દુઃખ ની જે જડ છે, દુઃખ નું જે કારણ છે, એને મિટાવવા નો પૂરો-પૂરો યત્ન (પુરુષાર્થ) કરવો જોઈએ.

ભગવાન બાપ જે બધાનાં પિતા છે, એમનાં પર જે આપણો હક છે, એને પણ સમજવો અને તે હક લેવાનો છે. ખાલી એમ જ થોડી એમને બાપ કહેવાનું છે પરંતુ એમનાં દ્વારા આપણે શું પ્રાપ્તિ કરવાની છે, એને પણ તો કોઈ આવીને સાંભળે અને સમજે. આપણે બધાંને ઓફર તો કરતાં જ રહીશું. પહેલાં પણ નિમંત્રણ અને સંદેશો આપતાં જ રહ્યાં છીએ. પછી કોટો માં કોઈ જાગે છે. પહેલાં પણ એવું થયું છે ત્યારે તો ભગવાને પોતે કહ્યું છે કે કોટો માં કોઈ મને જાણે છે. તો અહીં આવીને આ વસ્તુને સમજીને અને થોડું ધારણ કરવાની વાતો કરો. એક જ દિવસમાં આ બધી વાતો સમજાવવામાં નથી આવતી. અચ્છા. મીઠાં-મીઠાં બાળકો પ્રતિ યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
પોતાનાં પૂજ્ય સ્વરુપ ની સ્મૃતિ થી સદા રુહાની નશામાં રહેવા વાળા જીવનમુક્ત ભવ

બ્રાહ્મણ જીવન ની મજા જીવનમુક્ત સ્થિતિ માં છે. જેમને પોતાનાં પૂજ્ય સ્વરુપ ની સદા સ્મૃતિ રહે છે એમની આંખ સિવાય બાપ નાં બીજે ક્યાંય પણ ડૂબી નથી શકતી. પૂજ્ય આત્માઓની આગળ સ્વયં સર્વ વ્યક્તિ અને વૈભવ ઝૂકે (નમે) છે. પૂજ્ય કોઈની પાછળ આકર્ષિત નથી થઈ શકતાં. દેહ, સંબંધ, પદાર્થ કે સંસ્કારો માં પણ એમનાં મન-બુદ્ધિ નો ઝૂકાવ નથી રહેતો. તેઓ ક્યારેય કોઈ બંધન માં બંધાઈ નથી શકતાં. સદા જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરે છે.

સ્લોગન :-
સાચાં સેવાધારી તે છે જે નિમિત્ત અને નિર્માણ છે.