24-11-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  12.03.85    બાપદાદા મધુબન


સત્યતા ની શક્તિ
 


આજે સત બાપ, સત શિક્ષક, સતગુરુ પોતાનાં સત્યતાની શક્તિ સ્વરુપ બાળકોને જોઈ રહ્યા છે. સત્ય જ્ઞાન અથવા સત્યતા ની શક્તિ કેટલી મહાન છે તેની અનુભવી આત્માઓ છો. બધાં દૂરદેશ વાસી બાળકો ભિન્ન ધર્મ, ભિન્ન માન્યતાઓ, ભિન્ન રીતિ-રિવાજ માં રહેવા છતાં પણ આ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ની તરફ અથવા રાજયોગ ની તરફ કેમ આકર્ષિત થયા? સત્ય બાપનો સત્ય પરિચય મળ્યો અર્થાત સત્ય જ્ઞાન મળ્યું, સાચો પરિવાર મળ્યો, સાચો સ્નેહ મળ્યો, સાચી પ્રાપ્તિનો અનુભવ થયો. ત્યારે સત્યતા ની શક્તિ ની પાછળ આકર્ષિત થયા. જીવન હતું, પ્રાપ્તી પણ હતી યથાશક્તિ જ્ઞાન પણ હતું પરંતુ સત્ય જ્ઞાન નહોતું એટલે સત્યતાની શક્તિ એ સત્ય બાપનાં બનાવી લીધા.

સત શબ્દનાં બે અર્થ છે - સત સત્યતા પણ છે અને સત અવિનાશી પણ છે. તો સત્યતા ની શક્તિ અવિનાશી પણ છે એટલે અવિનાશી પ્રાપ્તિ, અવિનાશી સંબંધ, અવિનાશી સ્નેહ, અવિનાશી પરિવાર છે. આ જ પરિવાર ૨૧ જન્મ ભિન્ન-ભિન્ન નામ-રુપ થી મળતા રહેશે. જાણશો નહીં. હમણાં જાણો છો કે આપણે જ ભિન્ન સંબંધથી પરિવાર માં આવતા રહેશું. આ અવિનાશી પ્રાપ્તિ એ, પરિચય એ દૂરદેશ માં હોવા છતાં પણ પોતાનાં સત્ય પરિવાર, સત્ય બાપ, સત્ય જ્ઞાન ની તરફ ખેંચી લીધા. જ્યાં સત્યતા પણ હોય અને અવિનાશી પણ હોય, આજ પરમાત્મ ઓળખ છે. તો જેમ તમે બધાં આ જ વિશેષતાનાં આધાર પર આકર્ષિત થયા, એવી રીતે જ સત્યતાની શક્તિ ને, સત્ય જ્ઞાન ને વિશ્વમાં પ્રત્યક્ષ કરવાનું છે. ૫૦ વર્ષ ધરણી બનાવી, સ્નેહ માં લાવ્યા, સંપર્ક માં લાવ્યા. રાજયોગનાં આકર્ષણ માં લાવ્યા, શાંતિનાં અનુભવ થી આકર્ષણ માં લાવ્યા. હવે બાકી શું રહ્યું? જેમ પરમાત્મા એક છે એ બધાં ભિન્ન-ભિન્ન ધર્મ વાળાઓ ની માન્યતા છે. એવી રીતે યથાર્થ સત્ય જ્ઞાન એક જ બાપનું છે અથવા એક જ રસ્તો છે, આ અવાજ જ્યાં સુધી બુલંદ નહીં થાય ત્યાં સુધી આત્માઓનું અનેક તણખલા નાં સહારા તરફ ભટકવાનું બંધ નહીં થશે. હમણાં એ જ સમજે છે કે આ પણ એક રસ્તો છે. સારો રસ્તો છે. પરંતુ છેલ્લે પણ, એક બાપ નો એક જ પરિચય છે, એક જ રસ્તો છે. અનેકતાની આ ભ્રાંતિ સમાપ્ત થવી જ વિશ્વ શાંતિ નો આધાર છે. આ સત્યતા નાં પરિચયની અથવા સત્યજ્ઞાન ની શક્તિની લહેર જ્યાં સુધી ચારેય તરફ નહીં ફેલાશે ત્યાં સુધી પ્રત્યક્ષતા નાં ઝંડાની નીચે સર્વ આત્માઓ સહારો નહીં લઇ શકે. તો સુવર્ણ જયંતીમાં જ્યારે કે બાપનાં ઘરમાં વિશેષ નિમંત્રણ આપીને બોલાવો છો, આપણું સ્ટેજ છે. શ્રેષ્ઠ વાતાવરણ છે, સ્વચ્છ બુદ્ધિનો પ્રભાવ છે. સ્નેહની ધરણી છે, પવિત્ર પાલના છે. આવા વાયુમંડળ નાં વચ્ચે આપણા સત્યજ્ઞાન ને પ્રસિદ્ધ કરવું જ પ્રત્યક્ષતા નો આરંભ થશે. યાદ છે જ્યારે પ્રદર્શનીઓ દ્વારા સેવાનો વિહંગ માર્ગ આરંભ થયો તો શું કરતા હતા? મુખ્ય જ્ઞાન નાં પ્રશ્નોનું ફોર્મ ભરાવતા હતા ને. પરમાત્મા સર્વવ્યાપી છે કે નહીં? ગીતાનાં ભગવાન કોણ છે? આ ફોર્મ ભરાવતા હતા ને. ઓપિનિયન (સલાહ) લખાવતા હતા. પહેલી (કોયડો) પૂછતા હતા. તો પહેલા આ આરંભ કર્યુ પરંતુ ચાલતાં-ચાલતાં આ વાતોને ગુપ્ત રુપમાં દેતા સંપર્ક સ્નેહ ને આગળ રાખતા સમીપ લાવ્યા. આ વખતે જ્યારે આ ધરણી પર આવે છે તો સત્ય પરિચય સ્પષ્ટ પરીચય આપો. આ પણ સારું છે, આ તો રાજી કરવાની વાત છે. પરંતુ એક જ બાપનો એક યથાર્થ પરિચય સ્પષ્ટ બુદ્ધિમાં આવી જાય, આ પણ સમય હવે લાવવાનો છે. ફક્ત સીધું કહેતા રહો છો કે બાપ આ જ્ઞાન આપી રહ્યા છે, બાપ આવ્યા છે પરંતુ તેઓ માનીને જાય છે કે આ જ પરમાત્મ જ્ઞાન છે? પરમાત્માનું કર્તવ્ય ચાલી રહ્યું છે? જ્ઞાન ની નવીનતા છે એ અનુભવ કરે છે? આવો વર્કશોપ ક્યારે રાખ્યો છે? જેમાં પરમાત્મા સર્વવ્યાપી છે કે નહીં, એક જ સમયે આવે છે કે વારં-વાર આવે છે? આવો સ્પષ્ટ પરિચય તેમને મળી જાય જે સમજે કે દુનિયામાં જે નથી સાંભળ્યું તે અહીંયા સાંભળ્યું. એવી રીતે જ વિશેષ સ્પીકર (વક્તા) બનીને આવે, તેમનાંથી આ જ્ઞાનનાં રહસ્યની રુહ-રુહાન કરવાથી તેમની બુદ્ધિમાં આવશે. સાથે-સાથે જે ભાષણ પણ કરો છો તેમાં પણ પોતાનાં પરિવર્તન નાં અનુભવ સંભળાવતા એક-એક વક્તા, એક-એક નવા જ્ઞાન ની વાતો ને સ્પષ્ટ કરી શકે છે. એમ જ સીધો મુદ્દો નહીં રાખો કે પરમાત્મા સર્વવ્યાપી નથી, પરંતુ એક બાપને એક રુપથી જાણવાથી કઈ-કઈ વિશેષ પ્રાપ્તિઓ થઈ, તે પ્રાપ્તિઓને સંભળાવતા સર્વવ્યાપી ની વાતોને સ્પષ્ટ કરી શકો છો. એક પરમધામ નિવાસી સમજી યાદ કરવાથી બુદ્ધિ કેવી એકાગ્ર થઈ જાય છે અથવા બાપનાં સંબંધથી કઈ પ્રાપ્તિઓની અનુભૂતિ થાય છે. આ ઢંગથી સત્યતા અને નિર્માણતા બંને રુપથી સિદ્ધ કરી શકો છો. જેથી અભિમાન પણ ન લાગે કે આ લોકો પોતાની મહિમા કરે છે. નમ્રતા અને રહેમની ભાવના અભિમાનની મહેસૂસતા નહીં કરાવે. જેમ મુરલીયો ને સાંભળતા કોઈપણ અભિમાન નહીં કહેશે. ઓથોરિટી (સત્તા) થી બોલે છે, એમ કહેશે. ભલે શબ્દ કેટલા પણ કડક હોય પરંતુ અભિમાન નહીં કહેશે! ઓથોરિટીની અનુભૂતિ કરે છે. એવું કેમ થાય છે? જેટલી જ ઓથોરિટી છે એટલી જ નમ્રતા અને રહેમ ભાવ છે. આમ બાપ તો બાળકોની આગળ બોલે છે પરંતુ તમે બધાં આ વિશેષતા થી સ્ટેજ પર આ વિધિ થી સ્પષ્ટ કરી શકો છો. જેમ સંભળાવ્યું ને, એવી રીતે જ એક સર્વવ્યાપી ની વાત રાખો, બીજું નામરુપ થી ન્યારાની વાત રાખો, ત્રીજું ડ્રામાનાં મુદ્દાઓ બુદ્ધિમાં રાખો. આત્માની નવી વિશેષતાઓને બુદ્ધિમાં રાખો. જે પણ વિશેષ વિષય છે. તેને લક્ષ્ય માં રાખી અનુભવ અને પ્રાપ્તિઓનાં આધાર થી સ્પષ્ટ કરતાં જાય જેથી સમજે કે આ સત્યજ્ઞાન થી જ સતયુગની સ્થાપના થઇ રહી છે. ભગવાનનુવાચ શું વિશેષ છે જે સિવાય ભગવાન નાં કોઈ સંભળાવી નથી શકતા. વિશેષ સુવિચાર જેને તમે લોકો સીધા શબ્દ કહો છો - જેમ મનુષ્ય, મનુષ્ય નાં ક્યારેય સદ્દગુરુ, સત બાપ નથી બની શકતા. મનુષ્ય પરમાત્મા હોઈ ન શકે. આવાં વિશેષ મુદ્દાઓ તો સમય પ્રતિ સમય સાંભળતા આવ્યા છો, તેની રુપ રેખા બનાવો. જેનાથી સત્યજ્ઞાન ની સ્પષ્ટતા થાય. નવી દુનિયા નાં માટે આ નવું જ્ઞાન છે. નવીનતા અને સત્યતા બંને અનુભવ થાય. જેમ કોન્ફરન્સ (સંમેલન) કરો છો, સેવા બહુ જ સારી ચાલે છે. કોન્ફરન્સની પાછળ જે પણ કંઈ સાધન બનાવો છો, ક્યારેક ચાર્ટર, ક્યારેક શું બનાવો છો. તેનાંથી પણ સાધન અપનાવો છો, સંપર્ક ને આગળ વધારવાનાં. આ પણ સાધન સારું છે કારણકે ચાંસ મળે છે પછી પણ મળતા રહેવાનો. પરંતુ જેમ હમણાં જે પણ આવે છે, કહે છે હા બહુ જ સારી વાત છે. યોજના સરસ છે, ચાર્ટર સરસ છે, સેવાનું સાધન પણ સરસ છે. એવું એ કહીને જાય કે નવું જ્ઞાન આજે સ્પષ્ટ થયું. આવાં વિશેષ ૫-૬ પણ તૈયાર કર્યા તો..... કારણકે બધાંની વચ્ચે તો આ રુહ-રુહાન ચાલી ન શકે. પરંતુ વિશેષ જે આવે છે. ટિકિટ દઈને લઈ આવો છો. વિશેષ પાલના પણ મળે છે. તેમનામાં જે નામીગ્રામી છે તેમની સાથે આ રુહ-રુહાન કરી સ્પષ્ટ તેમની બુદ્ધિમાં નાખવું જરુર જોઈએ. એવી કોઈ યોજના બનાવો જેનાથી તેમને એવું ન લાગે બહુજ પોતાનો નશો છે, પરંતુ સત્યતા લાગે. આને કહેવાય છે તીર પણ લાગે પરંતુ પીડા પણ ન થાય. બુમો ન પાડે. પરંતુ ખુશી માં નાચે. ભાષણોની રુપરેખા પણ નવી કરો. વિશ્વ શાંતિ નાં ભાષણ તો બહુજ કરી લીધા. આધ્યાત્મિકતા ની આવશ્યકતા છે, આધ્યાત્મિક શક્તિનાં સિવાય કઈ થઇ નથી શકતું. આ તો સમાચાર પત્રમાં આવે છે પરંતુ આધ્યાત્મિક શક્તિ શું છે! આધ્યાત્મિક જ્ઞાન શું છે! આનો સ્ત્રોત કોણ છે! હજી ત્યાં સુધી નથી પહોંચ્યા! સમજે કે ભગવાનનું કાર્ય ચાલી રહ્યું છે. હમણાં કહે છે માતાઓ બહુ જ સારું કાર્ય કરી રહી છે. સમય પ્રમાણ આ પણ ધરણી બનાવવી પડે છે. જેમ સન શોઝ ફાધર છે તેમ ફાધર શોઝ સન છે. હમણાં ફાધર શોઝ સન થઈ રહ્યું છે. તો આ બુલંદ અવાજ પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવશે. સમજ્યા!

સુવર્ણ જયંતી માં શું કરવાનું છે, આ સમજ્યા ને! બીજા સ્થાનો પર છતાં પણ વાતાવરણ ને જોવું પડે છે પરંતુ બાપ નાં ઘરમાં, આપણું ઘર આપણું સ્ટેજ છે. તો આવા સ્થાન પર આ પ્રત્યક્ષતા નો અવાજ બુલંદ કરી શકો છો. આવાં થોડા પણ આ વાતમાં નિશ્ચય બુદ્ધિ થઈ જાય - તો તેઓ જ અવાજ બુલંદ કરશે. હમણાં પરિણામ શું છે! સંપર્ક અને સ્નેહમાં સ્વયં આવે, તેજ સેવા કરી રહ્યા છે. બીજાને પણ સ્નેહ અને સંપર્ક માં લાવી રહ્યા છે. જેટલા સ્વયં બન્યાં એટલી સેવા કરી રહ્યા છે. આ પણ સફળતા જ કહેવાશે ને. પરંતુ હવે વધારે આગળ વધો. નામ બદનામ થી બુલંદ થયું. પહેલા ડરતા હતા, હવે આવવા ઈચ્છે છે. આ તો ફર્ક થયો ને. પહેલા નામ સાંભળવા નહોતા ઈચ્છતા, હવે નામ લેવાની ઇચ્છા રાખે છે. આ પણ ૫૦ વર્ષમાં સફળતા ને પ્રાપ્ત કરી. ધરણી બનાવવામાં જ સમય લાગે છે. એવું નહીં સમજો ૫૦ વર્ષ આમાં લાગી ગયા તો પછી વધારે શું થશે! પહેલા ધરણી ને હળ ચલાવા યોગ્ય બનાવવામાં સમય લાગે છે. બી નાખવામાં સમય નથી લાગતો. શક્તિશાળી બી નું ફળ શક્તિશાળી નિકળે છે. હમણાં સુધી જે થયું તે જ થવાનું હતું, તે જ યથાર્થ થયું. સમજ્યા!

(વિદેશી બાળકોને જોતા) આ ચાત્રક સારા છે. બ્રહ્મા બાપએ બહુજ સમય નાં આહવાન પછી તમને જન્મ આપ્યો છે. વિશેષ આહવાન થી જન્મ થયો છે. મોડું જરુર થયું પરંતુ તંદુરસ્ત અને સારો જન્મ થયો છે. બાપનો અવાજ પહોચી રહ્યો હતો પરંતુ સમય આવવા પર સમીપ પહોંચી ગયા. વિશેષ બ્રહ્મા બાપ ખુશ થાય છે. બાપ ખુશ થશે તો બાળકો પણ ખુશ થશે જ પરંતુ વિશેષ બ્રહ્મા બાપ નો સ્નેહ છે એટલે મેજોરીટી બ્રહ્મા બાપને ન જોવા છતાં પણ એવો જ અનુભવ કરો છો જાણે જોયા જ છે. ચિત્રમાં પણ ચૈતન્યતા નો અનુભવ કરો છો. આ વિશેષતા છે. બ્રહ્મા બાપનાં સ્નેહનો વિશેષ સહયોગ આપ આત્માઓને છે. ભારતવાળા પ્રશ્ન કરશે બ્રહ્મા કેમ, આજ કેમ?.... પરંતુ વિદેશી બાળકો આવતાં જ બ્રહ્મા બાપનાં આકર્ષણથી સ્નેહમાં બંધાઈ જાય છે. તો આ વિશેષ સહયોગનું વરદાન છે એટલે ન જોવા છતાં પણ પાલના વધારે અનુભવ કરતા રહો છો. જીગર થી કહો છો બ્રહ્મા બાબા. તો આ વિશેષ સુક્ષ્મ સ્નેહનું કનેક્શન (જોડાણ) છે. એવું નથી કે બાપ વિચારે છે. આ મારા પાછળ કેમ આવ્યા! નથી તમે વિચારતા, નથી બ્રહ્મા વિચારતા. સામે જ છે. આકાર રુપ પણ સાકાર સમાન જ પાલના આપી રહ્યું છે. એવો અનુભવ કરો છો ને. થોડા સમયમાં કેટલા સરસ શિક્ષક તૈયાર થઈ ગયા છે! વિદેશની સેવામાં કેટલો સમય થયો? કેટલા શિક્ષક તૈયાર થયા છે? સારું છે, બાપદાદા બાળકોની સેવાની લગન જોતા રહે છે કારણ કે વિશેષ સૂક્ષ્મ પાલના મળે છે ને. જેમ બ્રહ્મા બાપનાં વિશેષ સંસ્કાર શું જોયા! સેવા નાં સિવાય રહી શકતા હતા? તો વિદેશમાં દૂર રહેવાવાળા ને આ વિશેષ પાલના નો સહયોગ હોવાનાં કારણે સેવાનો ઉમંગ વધારે રહે છે.

સુવર્ણ જયંતી માં બીજું શું કર્યુ છે? સ્વયં પણ ગોલ્ડન, જુબલી પણ ગોલ્ડન. સરસ છે, બેલેન્સ (સંતુલન) નું અટેન્શન જરુર રાખજો. સ્વયં અને સેવા. સ્વ ઉન્નતિ અને સેવાની ઉન્નતિ. સંતુલન રાખવાથી અનેક આત્માઓને સ્વ સહિત દુવાઓ અપાવવાનાં નિમિત્ત બની જશો. સમજ્યા! સેવાની યોજના બનાવતા પહેલા સ્વ સ્થિતિ નું અટેન્શન (ધ્યાન), ત્યારે યોજના માં શક્તિ ભરાશે. યોજના છે બી. તો બી માં જો શક્તિ નહીં હશે, શક્તિશાળી બી નથી તો કેટલી પણ મહેનત કરો શ્રેષ્ઠ ફળ નહી દેશે એટલે યોજનાની સાથે સ્વ સ્થિતિ ની શક્તિ જરુર ભરતાં રહેજો. સમજ્યા! અચ્છા!

એવી રીતે સત્યતા ને પ્રત્યક્ષ કરવાવાળા, સદા સત્યતા અને નિર્માણતા નું સંતુલન રાખવાવાળા, દરેક બોલ દ્વારા એક બાપનાં એક પરિચય ને સિદ્ધ કરવાવાળા, સદા સ્વ ઉન્નતી દ્વારા સફળતા ને પામવા વાળા, સેવામાં બાપની પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવવા વાળા, આવા સદ્દગુરુ નાં સત બાપનાં સત બાળકોને બાપદાદાનાં યાદ પ્યાર અને નમસ્તે.

વિદાય નાં સમયે દાદીજી ભોપાલ જવા ની છુટ્ટી લઈ રહ્યા છે
જવામાં પણ સેવા છે, રહેવામાં પણ સેવા છે. સેવાનાં નિમિત્ત બનેલા બાળકો નાં દરેક સંકલ્પ માં, દરેક સેકન્ડમાં સેવા છે. તમને જોઈને જેટલો ઉમંગ-ઉત્સાહ વધશે એટલું જ બાપ ને યાદ કરશે. સેવામાં આગળ વધશો એટલે સફળતા સદા સાથે છે જ. બાપને પણ સાથે લઇ જઇ રહ્યા છો, સફળતાને પણ સાથે લઈ જઈ રહ્યા છો. જે સ્થાન પર જશો ત્યાં સફળતા થશે. (મોહિની બહેન થી) ચક્કર લગાવવા જઈ રહી છો. ચક્કર લગાવવું એટલે અનેક આત્માઓને સ્વ-ઉન્નતિનો સહયોગ આપવો. સાથે-સાથે જ્યારે સ્ટેજ નો ચાંસ મળે છે તો આવું નવું ભાષણ કરીને આવો. પહેલા તમે શરુ કરી દેજો તો નંબરવન થઈ જશો. જ્યાં પણ જશો તો બધા શું કહેશે? બાપદાદા નાં યાદ-પ્યાર લાવ્યા છો? તો જેમ બાપદાદા સ્નેહની, સહયોગની, શક્તિ આપે છે તેમ તમે પણ બાપથી લીધેલ સ્નેહ, સહયોગની શક્તિ દેતા જાઓ. બધાં ને ઉમંગ-ઉત્સાહ માં ઉડાવવા માટે કોઈને કોઈ એવા ટોટકા બોલતા રહેજો. બધા ખુશીમાં નાચતાં રહેશે. રુહાનિયત ની ખુશીમાં બધાને નચાવવા અને રમણીકતા થી બધાં ને ખુશી-ખુશી થી પુરુષાર્થ માં આગળ વધવાનું શીખવાડજો. અચ્છા!

વરદાન :-
સ્વ નાં ચક્રને જાણી જ્ઞાની તૂ આત્મા બનવાં વાળા પ્રભુ પ્રિય ભવ :

આત્મા નો આ સૃષ્ટિ ચક્રમાં શું-શું પાર્ટ છે, તેને જાણવો અર્થાત સ્વદર્શન ચક્રધારી બનવું. આખા ચક્ર નાં જ્ઞાનને બુદ્ધિમાં યથાર્થ રીતે ધારણ કરવું જ સ્વદર્શન ચક્ર ચલાવવું છે, સ્વનાં ચક્રને જાણવું અર્થાત જ્ઞાની તૂ આત્મા બનવું. આવાં જ્ઞાની તૂ આત્મા જ પ્રભુ પ્રિય છે, તેમની આગળ માયા રોકાઈ નથી શકતી. આ સ્વદર્શન ચક્ર જ ભવિષ્યમાં ચક્રવર્તી રાજા બનાવી દે છે.

સ્લોગન :-
દરેક બાળક બાપ સમાન પ્રત્યક્ષ પ્રમાણ બને તો પ્રજા જલ્દી તૈયાર થઇ જશે.