25-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - બાપ ને યાદ કરવાની ખૂબ મહેનત કરો , કારણ કે તમારે સાચ્ચુ સોનું બનવાનું છે

પ્રશ્ન :-
સારા પુરુષાર્થીઓની નિશાની શું હશે?

ઉત્તર :-
જે સારા પુરુષાર્થી હશે તે કદમ-કદમ શ્રીમત પર ચાલશે. સદા શ્રીમત પર ચાલવા વાળા જ ઊંચ પદ મેળવે છે. બાબા બાળકોને સદા શ્રીમત પર ચાલવા માટે કેમ કહે છે? કારણ કે એ જ એક સાચ્ચા-સાચ્ચા માશૂક છે. બાકી બધાં એમનાં આશિક છે.

ઓમ શાંતિ!
ઓમ શાંતિ્ નો અર્થ તો નવાં તથા જૂનાં બાળકોએ સમજ્યો છે. આપ બાળકો જાણી ગયાં છો કે આપણે સર્વ આત્માઓ પરમાત્માનાં સંતાન છીએ. પરમાત્મા છે ઊંચા માં ઊંચા અને ખૂબ પ્રિય થી પ્રિય માશૂક બધાનાં. બાળકો ને જ્ઞાન અને ભક્તિ નું રહસ્ય તો સમજાવ્યું છે. જ્ઞાન એટલે દિવસ, સતયુગ-ત્રેતા, ભક્તિ એટલે રાત, દ્વાપર અને કળિયુગ. ભારતની જ વાત છે. બીજા ધર્મો સાથે તમારું વધારે કનેક્શન (સંબંધ) નથી, ૮૪ જન્મ પણ તમે જ ભોગવો છો. પહેલાં-પહેલાં પણ તમે ભારતવાસી આવ્યાં છો. ૮૪ જન્મોનું ચક્ર આપ ભારતવાસી માટે છે. એવું કોઈ નહીં કહેશે - ઇસ્લામી, બૌદ્ધિ વગેરે ૮૪ જન્મ લે છે. નહીં, ભારતવાસી જ લે છે. ભારત જ અવિનાશી ખંડ છે, આ ક્યારેય વિનાશ નથી થતો બીજા બધાં ખંડો નો વિનાશ થઈ જાય છે. ભારત જ સૌથી ઊંચા માં ઊંચો છે. અવિનાશી છે. ભારત ખંડ જ સ્વર્ગ બને છે બીજા કોઈ ખંડ સ્વર્ગ નથી બનતાં. બાળકોને સમજાવાયું છે - નવી દુનિયા સતયુગ માં ભારત જ હોય છે. ભારત જ સ્વર્ગ કહેવાય છે. તેઓ જ પછી ૮૪ જન્મ લે છે. અંતે નર્કવાસી બને છે, પછી એ જ ભારતવાસી સ્વર્ગવાસી બનશે. આ સમયે બધાં નર્કવાસી છે. પછી બીજા બધાં ખંડ વિનાશ થશે, બાકી ભારત જ રહેશે. ભારત ખંડ ની મહિમા અપરમઅપાર છે. આમ તો પરમપિતા પરમાત્મા ની મહિમા અને ગીતા ની મહિમા પણ અપરમઅપાર છે, પરંતુ સાચ્ચી ગીતા ની. હમણાં બાપ તમને રાજયોગ શીખવાડે છે. આ ગીતા નો પુરુષોત્તમ સંગમયુગ છે. ભારત જ પછી પુરુષોત્તમ બનવાનું છે. હમણાં આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી. રાજ્ય પણ નથી. તો તે યુગ પણ નથી. બાબાએ સમજાવ્યું છે - આ ભૂલ પણ ડ્રામા માં છે. ગીતા પર પછી શ્રીકૃષ્ણ નું નામ રાખશે. જ્યારે ભક્તિમાર્ગ શરું થશે તો પહેલાં-પહેલાં ગીતા જ હશે. હવે આ ગીતા વગેરે બધાં શાસ્ત્ર ખતમ થઈ જવાનાં છે. બાકી ફક્ત દેવી-દેવતા ધર્મ જ રહેશે. એવું નથી કે એની સાથે ગીતા ભાગવત વગેરે પણ રહેશે. ના. પ્રાલબ્ધ મળી ગયું, સદ્દગતિ થઈ ગઈ તો પછી કોઈ શાસ્ત્ર વગેરેની જરુર જ નથી. સતયુગ માં કોઈ પણ ગુરુ, શાસ્ત્ર વગેરે નથી હોતાં. આ સમયે તો અનેક ગુરુ છે ભક્તિ શીખવાડવા વાળા. સદ્દગતિ આપવા વાળા તો એક જ રુહાની બાપ છે, જેમની અપરંપાર મહિમા છે. એમને જ વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી કહેવાય છે. ભારતવાસી ખાસ કરીને આ ભૂલ કરે છે જે કહે છે એ અંતર્યામી છે. બધાંને અંદર થી જાણે છે. બાપ કહે છે બાળકો હું કોઈને અંદર નથી જાણતો. મારું તો કામ જ છે પતિતો ને પાવન બનાવવાં. બાકી હું અંતર્યામી નથી. આ ભક્તિમાર્ગ ની ઉલ્ટી મહિમા છે. મને બોલાવે જ છે પતિત દુનિયામાં. અને હું એક જ વાર આવું છું, જ્યારે કે જૂની દુનિયાને નવી બનાવવાની છે. મનુષ્યો ને આ ખબર જ નથી કે આ જે દુનિયા છે તે નવાં થી જૂની, જૂનાં થી નવી ક્યારે બને છે. દરેક વસ્તુ સતો, રજો, તમો માં જરુર આવે છે. મનુષ્ય પણ એક જેવા હોય છે. બાળક પહેલાં સતોપ્રધાન છે પછી યુવા, વૃધ્ધ થાય છે અર્થાત્ રજો, તમો માં આવે છે. વૃધ્ધ શરીર થાય છે એ છોડી જઈને બાળક બને છે. દુનિયા પણ નવાં થી જૂની થાય છે. બાળકો જાણે છે નવી દુનિયામાં ભારત કેટલું ઊંચ હતું. ભારતની મહિમા અપરમઅપાર છે. આટલો ધનવાન, સુખી, પવિત્ર બીજો કોઈ ખંડ નથી. હવે સતોપ્રધાન દુનિયા સ્થાપન થઈ રહી છે. ત્રિમૂર્તિ માં પણ બ્રહ્મા, વિષ્ણુ, શંકર દેખાડ્યાં છે. એનો અર્થ કોઈ સમજતું નથી. હકીકત માં કહેવું જોઈએ ત્રિમૂર્તિ શિવ, નહીં કે બ્રહ્મા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને ક્રિયેટ કોણે કર્યા (રચ્યા કોણે)ઊંચા માં ઊંચા શિવબાબા છે. કહે છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ, શિવ પરમાત્માય નમઃ. તો એ ઊંચા થયાં ને. એ છે રચયિતા. ગાય પણ છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણોની સ્થાપના કરે છે પછી પરમાત્મા બાપ દ્વારા વારસો પણ મળે છે. પછી સ્વયં બેસી બ્રાહ્મણો ને ભણાવે છે કારણ કે એ બાપ પણ છે. સુપ્રીમ શિક્ષક પણ છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે ચક્ર લગાવે છે, તે બેસી સમજાવે છે. એ જ નોલેજફુલ (જ્ઞાન સાગર) છે. બાકી એવું નથી કે એ જાનીજાનનહાર છે. આ પણ ભૂલ છે. ભક્તિમાર્ગ માં કોઈ બાયોગ્રાફી (જીવનકહાની), ઓક્યુપેશન (કર્તવ્ય) ને નથી જાણતાં. તો આ જેમકે ઢીંગલીઓની પૂજા થઈ જાય છે. કલકત્તા માં ઢીંગલીઓની પૂજા કેટલી થાય છે, પછી એમની પૂજા કરી ખવડાવી-પીવડાવી સમુદ્ર માં ડુબાડી દે છે. શિવબાબા મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) છે. બાપ કહે છે મારું પણ માટી નું લિંગ બનાવીને પૂજા વગેરે કરી પછી તોડફોડ કરી દે છે. સવારે બનાવે છે, સાંજે તોડી દે છે. આ બધું છે ભક્તિમાર્ગ, અંધશ્રદ્ધા ની પૂજા. મનુષ્ય ગાય પણ છે પોતેજ પૂજ્ય પોતેજ પુજારી. બાપ કહે છે હું તો સદૈવ પૂજ્ય છું. હું તો આવીને ફક્ત પતિતો ને પાવન બનાવું છું. ૨૧ જન્મો માટે રાજ્યભાગ્ય આપું છું. ભક્તિ માં છે અલ્પકાળ નું સુખ, જેને સંન્યાસી કાગ વિષ્ટા સમાન સુખ કહે છે. સંન્યાસી ઘરબાર છોડી દે છે. એ છે હદનો સંન્યાસ, હઠયોગી છે ને. ભગવાન ને તો જાણતાં જ નથી. બ્રહ્મ ને યાદ કરે છે. બ્રહ્મ તો ભગવાન નથી. ભગવાન તો એક જ નિરાકાર શિવ છે, જે સર્વ આત્માઓનાં બાપ છે. બ્રહ્મ છે આપણું આત્માઓનું રહેવાનું સ્થાન. તે બ્રહ્માંડ, સ્વીટ હોમ છે. ત્યાંથી આપણે આત્માઓ અહીં પાર્ટ ભજવવા આવીએ છીએ. આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું શરીર લઉં છું, ૮૪ જન્મ પણ ભારતવાસીઓનાં છે. જેમણે ખૂબ ભક્તિ કરી છે, તેઓ જ પછી જ્ઞાન પણ વધારે ઉઠાવશે. બાપ કહે છે બાળકો ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો, પરંતુ શ્રીમત પર ચાલો. તમે સર્વ આત્માઓ આશિક છો, એક પરમાત્મા માશૂક નાં. દ્વાપર થી લઈને તમે યાદ કરતા આવ્યાં છો. દુઃખમાં આત્મા બાપ ને યાદ કરે છે. આ છે જ દુઃખધામ. આત્માઓ અસલ શાંતિધામ નાં નિવાસી છે. પછી આવ્યાં સુખધામ માં. પછી આપણે ૮૪ જન્મ લીધાં. હમ સો, સો હમ નો અર્થ પણ સમજાવ્યો છે. તેઓ કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. હવે બાપ સમજાવે છે આત્મા સો પરમાત્મા કેવી રીતે થઈ શકે છે. પરમાત્મા તો એક છે. એમનાં બધાં બાળકો છે. સાધુ-સંત વગેરે પણ હમ સો નો અર્થ ખોટો કરે છે. હવે બાપે સમજાવ્યું છે હમ સો નો અર્થ જ છે - આપણે આત્મા સતયુગ માં સો દેવી-દેવતા હતાં, પછી આપણે સો ક્ષત્રિય, આપણે સો વૈશ્ય, આપણે સો શુદ્ર બન્યાં. હવે ફરી આપણે સો બ્રાહ્મણ બન્યાં છીએ, આપણે સો દેવતા બનવા માટે. આ છે યથાર્થ અર્થ. તે છે બિલકુલ ખોટું. બાપ કહે છે મનુષ્ય રાવણની મત પર ચાલી કેટલાં ખોટાં થઈ ગયાં છે. એટલે કહેવત છે - ખોટી માયા, ખોટી કાયા. સતયુગ માં એવું નહીં કહેશે. એ છે સચખંડ. ત્યાં જૂઠ (ખોટાં) નું નામ-નિશાન નથી. અહીં પછી સચ (સાચ્ચા) નું નામ નથી. છતાં પણ લોટ માં મીઠુ કહેવાય છે. સતયુગ માં છે દૈવી ગુણવાળા મનુષ્ય. એમનો છે દેવતા ધર્મ. પાછળ બીજા-બીજા ધર્મ થયાં (આવ્યાં) છે. તો દ્વેત થયું. દ્વાપર થી આસુરી રાવણરાજ્ય શરું થઈ જાય છે. સતયુગ માં રાવણરાજ્ય પણ નથી તો ૫ વિકાર પણ નથી હોઈ શકતાં. એ છે સંપૂર્ણ નિર્વિકારી. રામ-સીતા ને ૧૪ કળા સંપૂર્ણ કહેવાય છે. રામ ને બાણ કેમ આપ્યું છે? આ પણ કોઈ નથી જાણતું. હિંસા ની તો વાત નથી. તમે છો ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી), તો ફાધર (પિતા) પણ થયાં. વિદ્યાર્થી છો તો એ શિક્ષક થયાં. પછી આપ બાળકોને સદ્દગતિ આપી સ્વર્ગ માં લઈ જાય છે તો સદ્દગુરુ થયાં. બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય થઈ ગયાં. એમનાં તમે બાળકો બન્યાં છો તો તમને કેટલી ખુશી થવી જોઈએ. આપ બાળકો જાણો છો હમણાં છે રાવણ રાજ્ય. રાવણ ભારત નો સૌથી મોટો દુશ્મન છે. આ જ્ઞાન પણ આપ બાળકોને જ્ઞાન સાગર બાપ પાસે થી મળ્યું છે. એ બાપ જ જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર છે. જ્ઞાન સાગર પાસે થી તમે વાદળ ભરીને પછી જઈ વર્ષા કરો છો. જ્ઞાનગંગાઓ તમે છો, તમારી જ મહિમા છે. બાકી પાણી ની ગંગામાં સ્નાન કરવાથી પાવન તો કોઈ બનતું જ નથી. મેલા ગંદા પાણી માં સ્નાન કરવાથી પણ સમજે છે અમે પાવન બની જઈશું. ઝરણા નાં પાણીને પણ ખૂબ મહત્વ આપે છે. આ બધો છે ભક્તિમાર્ગ. સતયુગ ત્રેતા માં ભક્તિ હોતી નથી. તે છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા.

બાપ કહે છે બાળકો હું તમને હમણાં પાવન બનાવવા આવ્યો છું. આ એક જન્મ મને યાદ કરો અને પાવન બનો તો તમે સતોપ્રધાન બની જશો. હું જ પતિત-પાવન છું. જેટલું થઈ શકે યાદ ની યાત્રા ને વધારો. મુખ થી શિવબાબા, શિવબાબા કહેવાનું નથી. જેમ આશિક માશૂક ને યાદ કરે છે. એક વાર જોયું બસ, બુદ્ધિમાં એમની યાદ રહેશે. ભક્તિમાં જે જેને યાદ કરે, જેની પૂજા કરે છે એનો સાક્ષાત્કાર થઈ જાય છે. પરંતુ આ બધું છે અલ્પકાળ માટે. ભક્તિ થી નીચે જ ઉતરતા આવ્યાં છે. હવે તો મોત સામે છે. હાય-હાય નાં પછી જયજયકાર થવાનો છે. ભારતમાં લોહીની નદીઓ વહેવાની છે. હમણાં બધાં તમોપ્રધાન બની ગયાં છે પછી બધાંને સતોપ્રધાન બનવાનું છે. પરંતુ બનશે એ જ જે કલ્પ પહેલાં દેવતા બન્યાં હશે. એ જ આવીને બાપ પાસે થી પૂરેપૂરો વારસો લેશે. જો ભક્તિ ઓછી કરી હશે તો જ્ઞાન પણ પૂરું નહીં ઉઠાવશે. પછી પ્રજામાં નંબરવાર પદ મેળવશે. સારા પુરુષાર્થી કદમ-કદમ શ્રીમત પર ચાલી સારું પદ મેળવશે. મેનર્સ (શિષ્ટાચાર) પણ સારા જોઈએ. દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. તે પછી ૨૧ જન્મ ચાલશે. હમણાં છે એ બધાનાં આસુરી ગુણ કારણ કે પતિત દુનિયા છે ને. આમ બાળકો ને વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી પણ સમજાવી છે. આ સમયે બાપ કહે છે બાળકો યાદ ની ખૂબ મહેનત કરો તો તમે સાચ્ચું સોનું બની જશો. સતયુગ છે ગોલ્ડન એજ, સાચ્ચું સોનું. પછી ત્રેતા માં ચાંદીની એલોય (ખાદ) પડે છે તો કળાઓ ઓછી થઈ જાય છે. હમણાં તો કોઈ કળા નથી. જ્યારે એવી હાલત થઈ જાય છે ત્યારે બાપ આવે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. તમે એક્ટર્સ (પાર્ટધારી) છો ને. તમે જાણો છો આપણે અહીં પાર્ટ ભજવવા આવ્યાં છીએ. પાર્ટધારી જો ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને ન જાણે તો એમને બેસમજ કહેવાય છે. બેહદનાં બાપ કહે છે બધાં કેટલાં બેસમજ બની ગયાં છે. હવે હું તમને સમજદાર હીરા જેવા બનાવું છું. પછી રાવણ આવીને કોડી જેવા બનાવે છે, હવે આ જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. બધાંને મચ્છરો સદૃશ્ય લઈ જાઉં છું. તમારો મુખ્ય ઉદ્દેશ સામે છે. આવાં બનવાનું છે ત્યારે તમે સ્વર્ગવાસી બનશો. તમે બી.કે. આ પુરુષાર્થ કરી રહ્યાં છો. પરંતુ મનુષ્યો ની બુદ્ધિ તમોપ્રધાન હોવાનાં કારણે આ પણ સમજતાં નથી કે આટલાં બધાં બી.કે. છે તો જરુર પ્રજાપિતા બ્રહ્મા પણ હશે. બ્રાહ્મણ છે ચોટી. બ્રાહ્મણ પછી દેવતા, ચિત્રો માં બ્રાહ્મણો ને, શિવને ગુમ કરી દીધાં છે. બ્રાહ્મણ હવે ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન સાગર થી વાદળ ભરી જ્ઞાન વર્ષા કરવાની છે. જેટલું થઈ શકે યાદ ની યાત્રા ને પણ વધારવાની છે. યાદ થી જ સાચ્ચુ સોનું બનવાનું છે.

2. શ્રીમત પર ચાલી સારા મેનર્સ અને દૈવીગુણ ધારણ કરવાનાં છે. સચખંડ માં ચાલવા માટે ખૂબ-ખૂબ સાચ્ચા બનવાનું છે.

વરદાન :-
વિશેષતા જોવાનાં ચશ્મા પહેરી સંબંધ - સંપર્ક માં આવવા વાળા વિશ્વ પરિવર્તક ભવ

એક-બીજા ની સાથે સંબંધ તથા સંપર્ક માં આવતા દરેકની વિશેષતા ને જુઓ. વિશેષતા જોવાની જ દૃષ્ટિ ધારણ કરો. જેમ આજકાલ ની ફેશન અને મજબૂરી ચશ્મા ની છે. તો વિશેષતા જોવા વાળા ચશ્મા પહેરો. બીજું કાંઈ દેખાય જ નહીં. જેમ લાલ ચશ્મા પહેરી લો તો લીલું પણ લાલ દેખાય છે. તો વિશેષતા નાં ચશ્મા દ્વારા કીચડ (કચરા) ને ન જોતાં કમળ ને જોવાથી વિશ્વ પરિવર્તક નાં વિશેષ કાર્ય નાં નિમિત્ત બની જશો.

સ્લોગન :-
પરચિંતન અને પરદર્શન ની ધૂળ થી સદા દૂર રહો તો બેદાગ અમૂલ્ય હીરા બની જશો.