26-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - અમૃતવેલા નાં શાંત , શુદ્ધ વાયુમંડળ માં તમે દેહ સહિત બધુંજ ભૂલી મને યાદ કરો , એ સમયે યાદ બહુજ સારી રહેશે

પ્રશ્ન :-
બાપની તાકાત પ્રાપ્ત કરવા માટે આપ બાળકો સૌથી સારું કર્મ કયું કરો છો?

ઉત્તર :-
સૌથી સારું કર્મ છે બાપ પર પોતાનું સર્વસ્વ (તન-મન-ધન સહિત) અર્પણ કરવું. જ્યારે તમે સર્વસ્વ અર્પિત કરો છો તો બાપ તમને રિટર્ન (વળતર) માં એટલી તાકાત આપે છે, જેનાંથી તમે આખાં વિશ્વ પર સુખ-શાંતિ નું અટલ અખંડ રાજ્ય કરી શકો.

પ્રશ્ન :-
બાપે કઈ સેવા બાળકો ને શીખવાડી છે જે કોઈ મનુષ્ય નથી શીખવાડી શકતાં?

ઉત્તર :-
રુહાની સેવા. તમે આત્માઓને વિકારોની બિમારી થી છોડાવવા માટે જ્ઞાન નું ઇન્જેક્શન લગાવો છો. તમે છો રુહાની સોશિયલ વર્કર. મનુષ્ય શારીરિક સેવા કરે છે પરંતુ જ્ઞાન ઇન્જેક્શન આપીને આત્માને જાગતી જ્યોત નથી બનાવી શકતાં. આ સેવા બાપ જ બાળકોને શીખવાડે છે.

ઓમ શાંતિ!
ભગવાનુવાચ - આ તો સમજાવાયું છે કે મનુષ્ય ને ભગવાન ક્યારેય પણ નથી કહી શકાતાં. આ છે મનુષ્ય સૃષ્ટિ અને બ્રહ્મા વિષ્ણુ શંકર છે સૂક્ષ્મવતન માં. શિવબાબા છે આત્માઓનાં અવિનાશી બાપ. વિનાશી શરીર નાં બાપ તો વિનાશી છે. આ તો બધાં જાણે છે. પૂછાય છે કે તમારા આ વિનાશી શરીર નાં બાપ કોણ છે? આત્માનાં બાપ કોણ છે? આત્મા જાણે છે - એ પરમધામ માં રહે છે. હમણાં તમને બાળકોને દેહ-અભિમાની કોણે બનાવ્યાં? દેહ ને રચવા વાળા એ. હવે દેહી-અભિમાની કોણ બનાવે છે? જે આત્માઓનાં અવિનાશી બાપ છે. અવિનાશી એટલે જેનો આદિ-મધ્ય-અંત નથી. જો આત્માનો અને પરમ આત્માનો આદિ-મધ્ય-અંત કહીએ તો પછી રચના નો પણ સવાલ ઉઠી જાય. એને કહેવાય છે અવિનાશી આત્મા, અવિનાશી પરમાત્મા. આત્મા નું નામ આત્મા છે. બરાબર આત્મા પોતાને જાણે છે કે હું આત્મા છું. મારા આત્માને દુઃખી નહીં કરો. હું પાપ આત્મા છું - આ આત્મા કહે છે. સ્વર્ગમાં ક્યારેય પણ આ શબ્દ આત્માઓ નહીં કહેશે. આ સમયે જ આત્મા પતિત છે, જે પછી પાવન બને છે. પતિત આત્મા જ પાવન આત્માની મહિમા કરે છે. જે પણ મનુષ્ય આત્માઓ છે એમને પુનર્જન્મ તો જરુર લેવાનો જ છે. આ બધી વાતો છે નવી. બાપ ફરમાન (આજ્ઞા) કરે છે - ઉઠતાં, બેસતાં મને યાદ કરો. પહેલાં તમે પુજારી હતાં. શિવાય નમ: કહેતા હતાં. હવે બાપ કહે છે કે તમે પુજારીઓને નમઃ તો ઘણી વાર કર્યુ. હવે તમને માલિક, પૂજ્ય બનાવું છું. પૂજ્ય ને ક્યારેય નમ: નથી કરવું પડતું. પુજારી નમઃ અથવા નમસ્તે કહે છે. નમસ્તે નો અર્થ જ છે નમઃ કરવું. ગરદન થોડી નીચે જરુર કરશે. હવે આપ બાળકોએ નમઃ કહેવાની જરુર નથી. ન લક્ષ્મી-નારાયણ નમઃ, ન વિષ્ણુ દેવતાય નમઃ, ન શંકર દેવતાય નમઃ. આ શબ્દ જ પુજારીપણા નાં છે. હવે તો તમારે આખી સૃષ્ટિનાં માલિક બનવાનું છે. બાપ ને જ યાદ કરવાનાં છે. કહે પણ છે તે સર્વ સમર્થ છે. કાળો નાં કાળ, અકાળમૂર્ત છે. સૃષ્ટિ નાં રચયિતા છે. જ્યોર્તિબિંદુ સ્વરુપ છે. પહેલાં એમની બહુજ મહિમા કરતા હતાં, પછી કહી દેતા હતાં સર્વવ્યાપી, કુતરા, બિલાડી માં પણ છે તો બધી મહિમા ખતમ થઈ જાય. આ સમય નાં બધાં મનુષ્ય જ પાપ આત્માઓ છે તો પછી જાનવરો ની શું મહિમા હોય. મનુષ્યની જ બધી વાત છે. આત્મા કહે છે કે હું આત્મા છું, આ મારું શરીર છે. જેમ આત્મા બિંદુ છે તેમ પરમપિતા પરમાત્મા પણ બિંદુ છે. એ પણ કહે છે હું પતિતો ને પાવન બનાવવા સાધારણ તન માં આવું છું. આવીને બાળકોને ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવાધારી) બનાવી સેવા કરું છું. હું રુહાની સોશિયલ વર્કર છું. આપ બાળકોને પણ રુહાની સેવા કરતા શીખવાડું છું. બીજા બધાં શારીરિક હદની સેવા કરતા શીખવાડે છે. તમારી છે રુહાની સેવા, ત્યારે કહેવાય છે કે જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા.. સાચ્ચા સદ્દગુરુ એ એક જ છે. એ જ ઓથોરિટી છે. સર્વ આત્માઓ ને આવીને ઇન્જેક્શન લગાવે છે. આત્માઓમાં જ વિકારો ની બીમારી છે. આ જ્ઞાન નું ઇન્જેક્શન બીજા કોઈની પાસે હોતું નથી. પતિત આત્મા બન્યો છે ન કે શરીર, જેમને ઇન્જેક્શન લગાવે. પાંચ વિકારોની ભારે બીમારી છે. એનાં માટે ઇન્જેક્શન જ્ઞાન સાગર બાપ સિવાય કોઈની પાસે પણ નથી. બાપ આવીને આત્માઓ સાથે વાત કરે છે કે હે આત્માઓ તમે જાગતી જ્યોતિ હતાં, પછી માયાએ પડછાયો નાખ્યો. નાખતાં-નાખતાં તમને ધૂંધકારી બુદ્ધિ બનાવી દીધાં છે. બાકી કોઈ યુધિષ્ઠિર તથા ધૃતરાષ્ટ્ર ની વાત નથી. આ રાવણ ની વાત છે.

બાપ કહે છે-હું આવું જ છું સાધારણ રીતે. મને કોઈ વિરલા જ જાણી શકે છે. શિવ જયંતી અલગ છે, કૃષ્ણ જયંતી અલગ છે. પરમપિતા પરમાત્મા શિવ ને શ્રીકૃષ્ણ સાથે મેળવી (તુલના કરી) ન શકે. એ નિરાકાર, એ સાકાર. બાપ કહે છે હું છું નિરાકાર, મારી મહિમા પણ ગાય છે-હે પતિત-પાવન આવીને આ ભારત ને ફરીથી સતયુગી દૈવી રાજસ્થાન બનાવો. કોઈ સમયે દૈવી રાજસ્થાન હતું. હમણાં નથી. પછી કોણ સ્થાપન કરશે? પરમપિતા પરમાત્મા જ બ્રહ્મા દ્વારા નવી દુનિયા સ્થાપન કરે છે. હમણાં છે પતિત પ્રજા નું પ્રજા પર રાજ્ય, આનું નામ જ છે કબ્રિસ્તાન. માયાએ ખતમ કરી દીધું છે. હવે તમારે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધીઓને ભૂલી મુજ બાપ ને યાદ કરવાનાં છે. શરીર નિર્વાહ અર્થ કર્મ પણ ભલે કરો. જે થોડો સમય મળે તો મને યાદ કરવાનો પુરુષાર્થ કરો. આ એક જ તમને યુક્તિ બતાવું છું. સૌથી વધારે મારી યાદ તમને અમૃતવેલાએ રહેશે કારણ કે તે શાંત, શુધ્ધ સમય હોય છે. એ સમયે ન ચોર ચોરી કરે, ન કોઈ પાપ કરે, ન કોઈ વિકાર માં જાય છે. સુવાનાં સમયે બધું શરું કરે છે. આને કહેવાય છે ઘોર તમોપ્રધાન રાત. હમણાં બાપ કહે છે - બાળકો પાસ્ટ ઈઝ પાસ્ટ (જે થયું તે વીતી ગયું). ભક્તિમાર્ગ નો ખેલ પૂરો થયો, હમણાં તમને સમજાવાય છે આ તમારો અંતિમ જન્મ છે. આ પ્રશ્ન ઉઠી નથી શકતો કે સૃષ્ટિની વૃધ્ધિ કેવી રીતે થશે? વૃધ્ધિ તો થતી જ રહે છે. જે આત્માઓ ઉપર છે, એમને નીચે આવવાનું જ છે. જ્યારે બધાં આવી જશે ત્યારે વિનાશ શરું થશે. પછી નંબરવાર બધાએ જવાનું જ છે. ગાઈડ સૌથી આગળ હોય છે ને.

બાપ ને કહેવાય છે લિબ્રેટર (મુક્તિદાતા), પતિત-પાવન. પાવન દુનિયા છે જ સ્વર્ગ. એને બાપ સિવાય કોઈ બનાવી ન શકે. હમણાં તમે બાપ ની શ્રીમત પર ભારતની તન-મન-ધન થી સેવા કરો છો. ગાંધીજી ઈચ્છતા હતાં, પરંતુ કરી ન શક્યાં. ડ્રામા ની ભાવી એવી હતી. જે પાસ્ટ (પહેલાં) થયું. પતિત રાજાઓનું રાજ્ય ખતમ થવાનું હતું તો એમનું નામ-નિશાન ખતમ થઈ ગયું. એમની પ્રોપર્ટી (મિલકત) નું પણ નામ નિશાન નથી. પોતે પણ સમજતાં હતાં કે લક્ષ્મી-નારાયણ જ સ્વર્ગ નાં માલિક હતાં. પરંતુ આ કોઈ નથી જાણતું કે એમને એવાં કોણે બનાવ્યાં? જરુર સ્વર્ગ નાં રચયિતા બાપ પાસે થી વારસો મળ્યો હશે બીજું કોઈ આટલો ભારે વારસો આપી ન શકે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. ગીતા માં છે પરંતુ નામ બદલી દીધું છે. કૌરવ અને પાંડવો બંને ની રાજાઈ દેખાડે છે. પરંતુ અહીં બંને ને રાજાઈ નથી. હમણાં બાપ ફરીથી સ્થાપન કરે છે. આપ બાળકોને ખુશી નો પારો ચઢવો જોઈએ. હવે નાટક પૂરું થાય છે. આપણે હવે જઈ રહ્યાં છીએ. આપણે સ્વીટહોમ માં રહેવા વાળા છીએ. તે લોકો કહે છે ફલાણા પાર નિર્વાણ ગયાં અથવા જ્યોતિ જ્યોતિ માં સમાયા અથવા મોક્ષ મેળવ્યો. ભારતવાસીઓને સ્વર્ગ મીઠું લાગે છે, તેઓ કહે છે સ્વર્ગ પધાર્યા. બાપ સમજાવે છે મોક્ષ તો કોઈ મેળવતું નથી. સર્વ નાં સદ્દગતિ દાતા બાપ જ છે, એ જરુર બધાંને સુખ જ આપશે. એક નિર્વાણધામ માં બેસે અને એક દુઃખ ભોગવે, આ બાપ સહન કરી ન શકે. બાપ છે પતિત-પાવન. એક છે મુક્તિધામ પાવન, બીજું છે જીવન મુક્તિધામ પાવન. ફરી દ્વાપર પછી બધાં પતિત બની જાય છે. પાંચ તત્વો વગેરે બધાં તમોપ્રધાન બની જાય છે પછી બાપ આવીને પાવન બનાવે છે પછી ત્યાં પવિત્ર તત્વો થી તમારું શરીર ગોરું બને છે. નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય) હોય છે. એમાં કશિશ હોય છે. શ્રીકૃષ્ણ માં કેટલી કશિશ છે. નામ જ છે સ્વર્ગ તો પછી શું? પરમાત્માની મહિમા બહુજ કરે છે, અકાળમૂર્ત. પછી એમને ઠીક્કર-ભિત્તર માં ઠોકી દીધાં છે. બાપને કોઈ પણ જાણતાં નથી, જ્યારે બાપ આવે ત્યારે આવીને સમજાવે. લૌકિક બાપ પણ જ્યારે બાળકો રચે ત્યારે તો બાપની બાયોગ્રાફી (જીવનકહાની) ની એમને ખબર પડે. બાપ વગર બાળકોને બાપ ની બાયોગ્રાફી ની ખબર કેવી રીતે પડે. હવે બાપ કહે છે લક્ષ્મી-નારાયણ ને વરવું છે તો મહેનત કરવી પડે. જબરજસ્ત મંઝિલ છે, બહુજ ભારે કમાણી છે. સતયુગ માં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. પવિત્ર રાજસ્થાન હતું તે હવે અપવિત્ર થઈ ગયું છે. બધાં વિકારી બની ગયાં છે. આ છે જ આસુરી દુનિયા. ખૂબજ કરપ્શન (ભ્રષ્ટાચાર) લાગેલું છે. રાજાઈ માં તો તાકાત જોઈએ. ઈશ્વરીય તાકાત તો નથી. પ્રજાનું પ્રજા પર રાજ્ય છે, જે દાન પુણ્ય સારા કર્મ કરે છે એમને રાજાઈ ઘરમાં જન્મ મળે છે. તે કર્મ ની તાકાત રહે છે. હમણાં તમે તો બહુજ ઊંચા કર્મ કરો છો. તમે પોતાનું સર્વસ્વ (તન-મન-ધન) શિવબાબા ને અર્પણ કરો છો, તો શિવબાબા ને પણ બાળકોની સામે સર્વસ્વ અર્પણ કરવું પડે. તમે એમનાથી તાકાત ધારણ કરી સુખ શાંતિ નું અખંડ અટલ રાજ્ય કરો છો. પ્રજામાં તો કાંઈ પણ તાકાત નથી. એવું નહીં કહેશે કે ધન દાન કર્યુ ત્યારે એમ.એલ.એ વગેરે બન્યાં. ધન દાન કરવાથી ધનવાન ઘર માં જન્મ મળે છે. હમણાં તો રાજાઈ કોઈ છે નહીં. હવે બાબા તમને કેટલી તાકાત આપે છે. તમે કહો છો કે અમે નારાયણ ને વરીશું. અમે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. આ છે બધી નવી-નવી વાતો. નારદની વાત હમણાંની છે. રામાયણ વગેરે પણ હમણાનાં છે. સતયુગ ત્રેતા માં કોઈ શાસ્ત્ર હોતાં નથી. બધાં શાસ્ત્રોનો હમણાં (દ્વાપર-કળિયુગ) સાથે સંબંધ છે. ઝાડને જોશો તો મઠ-પંથ બધું પછી આવે છે. મુખ્ય છે બ્રાહ્મણ વર્ણ, દેવતા વર્ણ, ક્ષત્રિય વર્ણ.. બ્રાહ્મણોની ચોટલી પ્રખ્યાત છે. આ બ્રાહ્મણ વર્ણ સૌથી ઊંચુ છે જેનું પછી શાસ્ત્રોમાં વર્ણન નથી. વિરાટ રુપ માં પણ બ્રાહ્મણો ને ઉડાવી દીધાં છે. ડ્રામા માં એવી નોંધ છે. દુનિયાનાં લોકો આ નથી સમજતાં કે ભક્તિ થી નીચે ઉતરે છે. કહી દે છે ભક્તિ થી ભગવાન મળે છે. બહુજ પોકારે છે, દુઃખ માં સિમરણ (યાદ) કરે છે. તે તો તમે અનુભવી છો. ત્યાં દુઃખની વાત જ નથી, અહીં બધામાં ક્રોધ છે, એક-બીજા ને ગાળો આપતાં રહે છે.

હવે તમે શિવાય નમઃ નહીં કહેશો. શિવ તો તમારા બાપ છે ને. બાપને સર્વવ્યાપી કહેવાથી બ્રધરહુડ (બંધુત્વ) ઉડી જાય છે. ભારતમાં કહે તો બહુ સારું છે - હિન્દુ, ચીની ભાઈ-ભાઈ, ચીની, મુસ્લિમ ભાઈ-ભાઈ. ભાઈ-ભાઈ તો છે ને. એક બાપ નાં બાળકો છે. આ સમયે તમે જાણો છો કે અમે એક બાપ નાં બાળકો છીએ. આ બ્રાહ્મણો નો સિજરો (વિભાગ) ફરીથી સ્થાપન થઈ રહ્યો છે. આ બ્રાહ્મણ ધર્મ થી દેવી-દેવતા ધર્મ નીકળે છે. દેવી-દેવતા ધર્મ થી ક્ષત્રિય ધર્મ. ક્ષત્રિય થી પછી ઈસ્લામી ધર્મ નીકળશે. સિજરો છે ને. પછી બૌદ્ધી, ક્રિશ્ચન નીકળશે. એવી રીતે વૃધ્ધિ થતાં-થતાં આટલું મોટું ઝાડ થઈ ગયું છે. આ છે બેહદ નો સિજરો, તે હોય છે હદનો. આ ડિટેલ (વિસ્તાર) ની વાતો જેને ધારણ નથી થઈ શકતી, એનાં માટે બાપ સહજ યુક્તિ બતાવે છે કે બાપ અને વારસા ને યાદ કરો, તો સ્વર્ગમાં જરુર આવશો. બાકી ઊંચુ પદ પ્રાપ્ત કરવું છે તો એનાં માટે પુરુષાર્થ કરવાનો છે. આ તો તમે બાળકો જાણો છો શિવબાબા પણ તમને સમજાવે છે, આ બાબા પણ સમજાવે છે. એ જ મારી તમારી બુદ્ધિમાં છે. ભલે આપણે શાસ્ત્ર વગેરે ભણેલા છીએ પરંતુ જાણીએ છીએ કે આ બધાંથી કોઈ ભગવાન નથી મળતાં. બાપ સમજાવે છે મીઠાં-મીઠાં બાળકો શિવબાબા ને અને વારસા ને યાદ કરતા રહો. બાબા તમે બહુજ મીઠાં છો, કમાલ છે તમારી, એવી-એવી મહિમા કરવી જોઈએ બાબાની. આપ બાળકોને ઈશ્વરીય લોટરી મળી છે. હવે મહેનત કરવાની છે જ્ઞાન અને યોગ ની. એમાં જબરજસ્ત ઈનામ મળે છે તો પુરુષાર્થ કરવો જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે નાટક પૂરું થઈ રહ્યું છે, આપણે આપણા સ્વીટ હોમ માં જઈ રહ્યાં છીએ, આ સ્મૃતિ થી ખુશી નો પારો સદા ચઢેલો રહે.

2. પાસ્ટ સો પાસ્ટ (વીત્યું તે વીત્યું) કરી આ અંતિમ જન્મ માં બાપ ને પવિત્રતાની મદદ કરવાની છે. તન-મન-ધન થી ભારતને સ્વર્ગ બનાવવાની સેવામાં લાગવાનું છે.

વરદાન :-
બધાં જૂનાં ખાતા ને સંકલ્પ અને સંસ્કાર રુપ થી પણ સમાપ્ત કરવા વાળા અંતર્મુખી ભવ

બાપદાદા બાળકોનાં બધાં ચોપડા હવે સાફ જોવા ઈચ્છે છે. થોડું પણ જૂનું ખાતુ અર્થાત્ બાહ્યમુખતા નું ખાતુ સંકલ્પ તથા સંસ્કાર રુપ માં પણ રહી ન જાય. સદા સર્વ બંધનમુક્ત અને યોગયુક્ત - આને જ અંતર્મુખી કહેવાય છે એટલે સેવા ખૂબ કરો પરંતુ બાહ્યમુખી થી અંતર્મુખી બનીને કરો. અંતર્મુખતા ની સૂરત (ચહેરા) દ્વારા બાપ નું નામ પ્રસિધ્ધ કરો, આત્માઓ બાપ નાં બની જાય-એવાં પ્રસન્નચિત બનાવો.

સ્લોગન :-
પોતાનાં પરિવર્તન દ્વારા સંકલ્પ, બોલ, સંબંધ, સંપર્ક માં સફળતા પ્રાપ્ત કરવી જ સફળતા મૂર્ત બનવું છે.