26-07-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  27.02.86    બાપદાદા મધુબન


રુહાની સેના કલ્પ - કલ્પ ની વિજયી
 


બધાં રુહાની શક્તિ સેના, પાંડવ સેના, રુહાની સેના સદા વિજય નાં નિશ્ચય અને નશામાં રહે છે ને, બીજી કોઈ પણ સેના જ્યારે લડાઈ કરે છે તો વિજય ની ગેરંટી (ખાતરી) નથી હોતી. નિશ્ચય નથી હોતો કે વિજય નિશ્ચિત જ છે. પરંતુ આપ રુહાની સેના, શક્તિ સેના સદા આ નિશ્ચયનાં નશા માં રહો છે કે ન ફક્ત હમણાં નાં વિજયી છીએ પરંતુ કલ્પ-કલ્પ નાં વિજયી છીએ. પોતાનાં કલ્પ પહેલાનાં વિજય ની કથાઓ પણ ભક્તિમાર્ગ માં સાંભળી રહ્યાં છો. પાંડવો નાં વિજય ની યાદગાર કથા હમણાં પણ સાંભળી રહ્યાં છો. પોતાનાં વિજય નાં ચિત્રો હમણાં પણ જોઈ રહ્યાં છો. ભક્તિ માં ફક્ત અહિંસક ને બદલે હિંસક દેખાડી દીધું છે. રુહાની સેના ને શરીરધારી સાધારણ સેના દેખાડી દીધી છે. પોતાનાં વિજય નું ગાયન હમણાં પણ ભક્તો દ્વારા સાંભળી હર્ષિત થાઓ છો. ગાયન પણ છે પ્રભુ-પ્રીત બુદ્ધિ વિજયન્તી. વિપરીત બુદ્ધિ વિનશન્તી. તો કલ્પ પહેલાં નું તમારું ગાયન કેટલું પ્રસિદ્ધ છે! વિજય નિશ્ચિત હોવાનાં કારણે નિશ્ચય બુદ્ધિ વિજયી છો એટલે માળા ને પણ વિજય માળા કહે છે. તો નિશ્ચય અને નશો બંને છે ને. કોઈ પણ જો પૂછે તો નિશ્ચય થી કહેશો કે વિજય તો થયેલી જ છે. સ્વપ્નમાં પણ આ સંકલ્પ નથી ઉઠી સકતો કે ખબર નહીં વિજય થશે કે નહીં, થયેલી છે. પાસ્ટ કલ્પ અને ભવિષ્ય ને પણ જાણો છો. ત્રિકાળદર્શી બની તે જ નશાથી કહો છો. બધાં પાક્કા છો ને! જો કોઈ કહે પણ કે વિચારો, જુઓ, તો શું કહેશો? અનેક વખત જોઈ ચૂક્યાં છીએ. કોઈ નવી વાત હોય તો વિચારીએ પણ, જોઇયે પણ. આ તો અનેક વખત ની વાત હવે રીપીટ (પુનરાવર્તન) કરી રહ્યાં છીએ. તો આવાં નિશ્ચયબુદ્ધિ જ્ઞાની તું આત્માઓ યોગી તું આત્માઓ છો ને!

આજે આફ્રિકાનાં ગ્રુપ નો ટર્ન (વારો) છે. આમ તો બધાં હવે મધુબન નિવાસી છો. પરમનન્ટ એડ્રેસ તો મધુબન છે ને. તે તો સેવા-સ્થાન છે. સેવા-સ્થાન થઈ ગયું ઓફીસ, પરંતુ ઘર તો મધુબન છે ને. સેવા અર્થ આફ્રિકા, યુ.કે. વગેરે ચારેય તરફ ગયેલાં છો. ભલે ધર્મ બદલી કર્યો, ભલે દેશ બદલી કર્યો પરંતુ સેવાનાં માટે જ ગયાં છો. યાદ કયું ઘર આવે છે? મધુબન કે પરમધામ. સેવા સ્થાન પર સેવા કરતાં પણ સદા જ મધુબન અને મુરલી આ જ યાદ રહે છે ને! આફ્રિકામાં પણ સેવા અર્થ ગયાં છો ને. સેવા એ જ્ઞાન ગંગા બનાવી દીધાં. જ્ઞાન ગંગાઓમાં જ્ઞાન સ્નાન કરી આજે કેટલાં પાવન બની ગયાં! બાળકોને ભિન્ન-ભિન્ન સ્થાનો પર સેવા કરતાં જોઈ બાપદાદા વિચારે છે કે કેવા-કેવા સ્થાનો પર સેવાનાં માટે નિર્ભય બની ખુબ લગન થી રહેલા છે. આફ્રિકન લોકોનું વાયુમંડળ, તેમનો આહાર-વ્યવહાર કેવો છે, તો પણ સેવાનાં કારણે રહેલાં છો. સેવાનું બળ મળતું રહે. સેવાનું પ્રત્યક્ષ ફળ મળે છે, તે બળ નિર્ભય બનાવી દે છે. ક્યારેય ગભરાતા તો નથી ને! અને ઓફિશિયલ નિમંત્રણ પહેલાં અહીંયાથી મળ્યું. વિદેશ સેવાનું નિમંત્રણ મળવાથી એવાં-એવાં દેશોમાં પહોંચી ગયાં. નિમંત્રણ ની સેવાનું ફાઉન્ડેશન (પાયો) અહીંયાથી જ શરું થયું. સેવાનાં ઉમંગ-ઉત્સાહનું પ્રત્યક્ષ ફળ અહીંયાનાં બાળકોએ દેખાડ્યું. બલિહારી એ એક નિમિત્ત બનવા વાળાની જે કેટલાં સારા-સારા છુપાયેલા રત્ન નીકળી આવ્યાં. હવે તો ખુબ વૃદ્ધિ થઈ ગઈ છે. એ છુપાઈ ગયા અને આપ પ્રત્યક્ષ થઈ ગયા. નિમંત્રણ નાં કારણે નંબર આગળ થઈ ગયો. તો આફ્રિકા વાળાને બાપદાદા આફરીન લેવા વાળા કહે છે. આફરીન લેવાનું સ્થાન છે કારણ કે વાતાવરણ અશુદ્ધ છે. અશુદ્ધ વાતાવરણ ની વચ્ચે વૃદ્ધિ થઈ રહી છે. એટલાં માટે આફરીન કહે છે.

શક્તિ સેના અને પાંડવસેના બંનેવ જ શક્તિશાળી છે, મેજોરીટી ઇન્ડિયન્સ (અધિકાંશ ભારતીય) છે. પરંતુ ઇન્ડિયા થી દૂર થઈ ગયાં, તો દૂર હોવા છતાં પણ પોતાનો હક તો નથી છોડી શકતાં. ત્યાં પણ બાપ નો પરિચય મળી ગયો. બાપ નાં બની ગયાં. નૈરોબી માં મહેનત નથી લાગી. સહજ જ વિખૂટાં થયેલા પહોંચી ગયા અને ગુજરાતીઓનાં આ વિશેષ સંસ્કાર છે. જેમ તેમની આ રીત છે-બધાં મળીને ગરબા રાસ કરે છે. એકલા નથી કરતાં. નાના હોય કે મોટાં હોય, બધાં મળીને ગરબા ડાન્સ જરુર કરે છે. આ સંગઠન ની નિશાની છે. સેવામાં પણ જોવાયું છે ગુજરાતી સંગઠન વાળા હોય છે. એક આવે તો ૧૦ ને જરુર લાવે છે. આ સંગઠન ની રીત સારી છે તેમનામાં, એટલે વૃદ્ધિ જલ્દી થઈ જાય છે. સેવા ની વૃદ્ધિ અને વિસ્તાર પણ થઈ રહ્યો છે. આવાં-આવાં સ્થાનો પર શાંતિની શક્તિ આપવી, ભયનાં બદલે ખુશી અપાવવી આ જ શ્રેષ્ઠ સેવા છે. આવાં સ્થાનો પર આવશ્યકતા છે. વિશ્વ કલ્યાણકારી છો તો વિશ્વની ચારે બાજુ સેવા વધવાની છે, અને નિમિત્ત બનવાનું જ છે. કોઈ પણ ખૂણો જો રહી ગયો તો ફરિયાદ કરશે. સારું છે હિમ્મતે બાળકો મદદે બાપ. હેન્ડસ (સેવાધારી) પણ ત્યાંથી જ નીકળી અને સેવા કરી રહ્યાં છે. આ પણ સહયોગ થઈ ગયો ને. સ્વયં જાગ્યા છો તો ખુબ સારું પરંતુ જાગીને પછી જગાડવાનાં પણ નિમિત્ત બન્યાં, આ ડબલ ફાયદો થઈ ગયો. વધારે કરીને હેન્ડસ પણ ત્યાંના જ છે. આ વિશેષતા સારી છે. વિદેશ સેવામાં મેજોરીટી બધાં ત્યાંથી નીકળી ત્યાંજ સેવાનાં નિમિત્ત બની જાય. વિદેશે ભારત ને હેન્ડ્સ નથી આપ્યાં. ભારતે વિદેશ ને આપ્યા છે. ભારત પણ ખુબ મોટું છે. અલગ-અલગ ઝોન છે. સ્વર્ગ તો ભારતે જ બનાવવાનું છે. વિદેશ તો પિકનિક સ્થાન બની જશે. તો બધાં એવરરેડી છો ને. આજે કોઈને ક્યાંય મોકલે તો એવરરેડી છો ને! જ્યારે હિમ્મત રાખો છો તો મદદ પણ મળે છે. એવરરેડી જરુર રહેવું જોઈએ. અને જ્યારે સમય એવો આવશે તો પછી ઓર્ડર (આદેશ) તો કરવાનો જ હશે. બાપ દ્વારા ઓર્ડર થવાનો જ છે. ક્યારે કરશે, તે ડેટ (તારીખ) નહીં બતાવશે. તારીખ બતાવે પછી તો બધાં નંબરવન પાસ થઈ જાય. અહીંયા તારીખ નો જ અચાનક એક જ ક્વેશ્ચન (પ્રશ્ન) આવશે! એવરરેડી છો ને. કહે અહીંયા જ બેસી જાઓ તો બાળ-બચ્ચા ઘર વગેરે યાદ આવશે? સુખનાં સાધન તો ત્યાં છે પરંતુ સ્વર્ગ તો અહીંયા બનવાનું છે. તો સદા એવરરેડી રહેવું આ છે બ્રાહ્મણ જીવનની વિશેષતા. પોતાની બુદ્ધિ ની લાઈન ક્લિયર (સ્પષ્ટ) હોય. સેવાનાં માટે નિમિત્ત માત્ર સ્થાન બાપે આપ્યું છે. તો નિમિત્ત બનીને સેવામાં ઉપસ્થિત થયા છો. પછી બાપ નો ઈશારો મળે તો કાંઈ પણ વિચારવાની જરુરત જ નથી. ડાયરેક્શન પ્રમાણે સેવા સારી કરી રહ્યાં છો, એટલે ન્યારા અને બાપ નાં પ્યારા છો. આફ્રિકાએ પણ વૃદ્ધિ સારી કરી છે. વી.આઈ.પી.ની સેવા સારી થઈ રહી છે. ગવર્મેન્ટ નાં પણ કનેક્શન સારા છે. આ વિશેષતા છે તો જે સર્વ પ્રકારવાળા વર્ગની આત્માઓનો સંપર્ક કોઈને કોઈ સમયે સમીપ લઇ જ આવે છે. આજે સંપર્ક વાળા કાલે સંબંધવાળા થઈ જશે. તેમને જગાડતા રહેવું જોઈએ. નહીં તો થોડી આંખ ખોલી પાછાં સૂઈ જાય છે. કુંભકરણ તો છે જ. ઊંઘ નો નશો હોય છે તો કાંઈ પણ ખાઈ-પી પણ લે છે તો ભૂલી જાય છે. કુંભકરણ પણ એવાં છે. કહેશે હાં ફરી આવીશું, આ કરીશું. પરંતુ પછી પૂછો તો કહેશે યાદ ન રહ્યું, એટલે વારંવાર જગાડવા પડે છે. ગુજરાતીઓએ બાપનાં બનવામાં, તન-મન-ધન થી સ્વયં ને સેવામાં લગાડવામાં નંબર સારો લીધો છે. સહજ જ સહયોગી બની જાય છે. આ પણ ભાગ્ય છે. સંખ્યા ગુજરાતીઓની સારી છે. બાપનાં બનવાની લોટરી કાંઈ ઓછી નથી.

દરેક સ્થાન પર કોઇ ને કોઇ બાપનાં વિખૂટાં પડેલા રત્ન છે જ. જ્યાં પણ પગ રાખે છે તો કોઈને કોઈ નીકળી જ આવે છે. બેપરવા, નિર્ભય થઈ ને સેવામાં લગન થી આગળ વધે છે તો પદમગુણા મદદ પણ મળે છે. ઓફિશિયલ નિમંત્રણ તો છતાં પણ પછી અહીંથી જ આરંભ થયું. તો પણ સેવાનું જમા તો થયું ને. તે જમાનું ખાતુ સમય પર ખેંચશે જરુર. તો બધાં નંબરવન, તીવ્ર પુરુષાર્થી આફરીન લેવાવાળા છો ને. નંબરવન સંબંધ નિભાવવા વાળા નંબરવન સેવામાં સબૂત દેખાડવા વાળા બધામાં નંબરવન થવાનું જ છે, ત્યારે તો આફરીન લેશો ને. આફરીન થી આફરીન લેતાં જ રહેવાનું છે. બધાની હિમ્મત જોઈ બાપદાદા ખુશ થાય છે. અનેક આત્માઓને બાપ નો સહારો અપાવવા માટે નિમિત્ત બનેલાં છો. સારા જ પરિવાર નાં પરિવાર છે. પરિવારને બાબા ગુલદસ્તો કહે છે. આ પણ વિશેષતા સારી છે. આમ તો બધાં બ્રાહ્મણોનાં સ્થાન છે. જો કોઈ નૈરોબી જશે કે ક્યાંય પણ જશે તો કહેશે અમારું સેવાકેન્દ્ર, બાબા નું સેન્ટર છે. અમારો પરિવાર છે. તો કેટલાં લકી (ભાગ્યશાળી) થઈ ગયાં! બાપદાદા દરેક રત્નને જોઈ ખુશ થાય છે. ભલે કોઈપણ સ્થાન નાં છે પરંતુ બાપનાં છે અને બાપ બાળકોનાં છે, એટલે બ્રાહ્મણ આત્મા અતિ પ્રિય છે. વિશેષ છે. એકબીજા ને વધારે પ્રિય લાગે છે. અચ્છા.

હવે રુહાની પર્સનાલિટી દ્વારા સેવા કરો ( અવ્યક્ત મહાવાક્ય વીણેલા )
૧ - આપ બ્રાહ્મણો જેવી રુહાની પર્સનાલિટી આખા કલ્પમાં બીજા કોઇ ની પણ નથી કારણ કે આપ સર્વ ની પર્સનાલિટી બનાવવા વાળા ઊંચેથી ઊંચા સ્વયં પરમ આત્મા છે. તમારી સૌથી મોટામાં મોટી પર્સનાલિટી છે - સ્વપ્ન કે સંકલ્પ માં પણ સંપૂર્ણ પ્યોરિટી (પવિત્રતા). આ પ્યોરિટીની સાથે-સાથે ચહેરા અને ચલન માં રુહાનીયત ની પણ પર્સનાલિટી છે-પોતાની આ પર્સનાલિટી માં સદા સ્થિત રહો તો સેવા સ્વતઃ થશે. કોઈ કેવી પણ પરેશાન, અશાંત આત્મા હોય તમારી રુહાની પર્સનાલિટી ની ઝલક, પ્રસન્નતા ની નજર તેમને પ્રસન્ન કરી દેશે. નજર થી નિહાલ થઈ જશે. હવે સમય ની સમીપતા નાં અનુસાર નજર થી નિહાલ કરવાની સેવા કરવાનો સમય છે. તમારી એક નજર થી તેઓ પ્રસન્નચિત્ત થઈ જશે, દિલની આશા પૂર્ણ થઇ જશે.

જેમ બ્રહ્મા બાપની સૂરત (ચહેરો) અને સીરત (ચરિત્ર) ની પર્સનાલિટી હતી ત્યારે આપ સૌ આકર્ષિત થયાં, એવું ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરો. સર્વ પ્રાપ્તિઓની લિસ્ટ (સૂચિ) બુદ્ધિ માં ઈમર્જ (જાગૃત) રાખો તો ચહેરો અને ચલન માં પ્રસન્નતા ની પર્સનાલિટી દેખાઈ આવશે અને આ પર્સનાલિટી દરેક ને આકર્ષિત કરશે. રુહાની પર્સનાલિટી દ્વારા સેવા કરવા માટે પોતાનો મૂડ સદા ચિયરફુલ (પ્રસન્નચિત્ત) અને કેયરફુલ રાખો. મૂડ બદલાવો ન જોઈએ. કારણ કાંઈ પણ હોય, તે કારણ નું નિવારણ કરો. સદા પ્રસન્નતા ની પર્સનાલિટી માં રહો. પ્રસન્નચિત્ત રહેવાથી ખુબ સારા અનુભવ કરશો. પ્રસન્નચિત્ત આત્માનાં સંગ માં રહેવું, એમની સાથે વાત કરવી, બેસવું સૌને સારું લાગે છે તો લક્ષ્ય રાખો કે પ્રશ્નચિત્ત નહીં, પ્રસન્નચિત્ત રહેવાનું છે.

આપ બાળકો બાહ્ય રુપમાં ભલે સાધારણ પર્સનાલિટી વાળા છો પરંતુ રુહાની પર્સનાલિટી માં સૌથી નંબરવન છો. તમારા ચહેરા પર, ચલન માં પ્યોરિટી ની પર્સનાલિટી છે. જેટલાં-જેટલાં જે પ્યોર છે એટલી તેમની પર્સનાલિટી ન ફક્ત દેખાઈ આવે છે પરંતુ અનુભવ થાય છે અને તે પર્સનાલિટી જ સેવા કરે છે. જે ઊંચી પર્સનાલિટી વાળા હોય છે તેમની ક્યાંય પણ, કોઈનામાં પણ આંખ નથી જતી કારણ કે તે સર્વ પ્રાપ્તિઓથી સમ્પન્ન છે. તેઓ ક્યારેય પોતાની પ્રાપ્તિઓનાં ભંડારમાં કોઇ અપ્રાપ્તિ અનુભવ નથી કરતાં. તેઓ સદા મનથી ભરપૂર હોવાનાં કારણે સંતુષ્ટ રહે છે, એવી સંતુષ્ટ આત્મા જ બીજાઓને સંતુષ્ટ કરી શકે છે.

જેટલી પવિત્રતા છે એટલી બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે, જો પવિત્રતા ઓછી તો પર્સનાલિટી ઓછી. આ પ્યોરિટી ની પર્સનાલિટી સેવામાં પણ સહજ સફળતા અપાવે છે. પરંતુ જો એક વિકાર પણ અંશ-માત્ર છે તો બીજા સાથી પણ એના સાથે જરુર હશે. જેમ પવિત્રતા નો સુખ-શાંતિ થી ગાઢ સંબંધ છે એમ અપવિત્રતા નો પણ પાંચ વિકારો થી ગાઢ સંબંધ છે એટલે કોઈ પણ વિકાર નો અંશ-માત્ર ન રહે ત્યારે કહીશું પવિત્રતા ની પર્સનાલિટી દ્વારા સેવા કરવાવાળા.

આજકાલ બે પ્રકારની પર્સનાલિટી ગવાય છે - એક શારીરિક પર્સનાલિટી, બીજી પોઝીશન ની પર્સનાલિટી. બ્રાહ્મણ જીવનમાં જે બ્રાહ્મણ આત્મા માં સંતુષ્ટતા ની મહાનતા છે-તેમની સૂરત માં, તેમનાં ચહેરા માં પણ સંતુષ્ટતા અને શ્રેષ્ઠ સ્થિતિ ની પોઝિશન ની પર્સનાલિટી દેખાઈ આવે છે. જેમનાં નયન-ચેનમાં, ચહેરામાં, ચલનમાં, સંતુષ્ટતાની પર્સનાલિટી દેખાઈ આવે છે. એ જ તપસ્વી છે. તેમનું ચિત્ત સદા પ્રસન્ન હશે, દિલ-દિમાગ સદા આરામ માં, સુખ-ચેન ની સ્થિતિમાં હશે, ક્યારેય બેચેન નહીં થશે. દરેક બોલ અને કર્મ થી, દૃષ્ટિ અને વૃત્તિ થી રુહાની પર્સનાલિટી અને રોયલ્ટી નો અનુભવ કરાવશે.

વિશેષ આત્માઓ કે મહાન આત્માઓ ને દેશની અથવા વિશ્વની પર્સનાલિટીજ કહે છે. પવિત્રતા ની પર્સનાલિટી અર્થાત્ દરેક કર્મ માં મહાનતા અને વિશેષતા. રુહાની પર્સનાલિટી વાળી આત્માઓ પોતાની એનર્જી (શક્તિ), સમય, સંકલ્પ વ્યર્થ નથી ગુમાવતાં, સફળ કરે છે. આવી પર્સનાલિટી વાળા ક્યારેય પણ નાની-નાની વાતોમાં પોતાનાં મન-બુદ્ધિ ને બીઝી (વ્યસ્ત) નથી રાખતાં. રુહાની પર્સનાલિટી વાળી વિશેષ આત્માઓની દૃષ્ટિ, વૃત્તિ, બોલ.બધામાં અલૌકિકતા હશે, સાધારણતા નહીં. સાધારણ કાર્ય કરતાં પણ શક્તિશાળી, કર્મયોગી સ્થિતિ નો અનુભવ કરાવશે. જેમ બ્રહ્મા બાપ ને જોયા-ભલે બાળકોનાં સાથે શાક પણ સમારતાં રહ્યાં, રમત કરતાં રહ્યાં પરંતુ પર્સનાલિટી સદા આકર્ષિત કરતી રહી. તો ફોલો ફાધર.

બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી પ્રસન્નતા છે. આ પર્સનાલિટીને અનુભવમાં લાવો અને બીજાઓને પણ અનુભવી બનાવો. સદા શુભ-ચિંતન થી સમ્પન્ન રહો, શુભ-ચિંતક બની સર્વને સ્નેહી, સહયોગી બનાવો. શુભ-ચિંતક આત્મા જ સદા પ્રસન્નતાની પર્સનાલિટી માં રહી વિશ્વની આગળ વિશેષ પર્સનાલિટી વાળી બની શકે છે. આજકાલ પર્સનાલિટી વાળી આત્માઓ ફક્ત નામીગ્રામી બને છે અર્થાત્ નામ બુલંદ (ઊંચું) થાય છે પરંતુ આપ રુહાની પર્સનાલિટી વાળા ફક્ત નામીગ્રામી અર્થાત્ ગાયન-યોગ્ય નહિં પરંતુ ગાયન-યોગ્ય ની સાથે પૂજન યોગ્ય પણ બનો છો. કેટલાં પણ મોટા ધર્મ-ક્ષેત્ર માં, રાજ્ય-ક્ષેત્ર માં, સાયન્સ (વિજ્ઞાન) નાં ક્ષેત્ર માં પર્સનાલિટી વાળા પ્રસિદ્ધ થયા છે પરંતુ આપ રુહાની પર્સનાલિટી સમાન ૬૩ જન્મ પૂજનીય નથી બન્યાં.

વરદાન :-
કમ્બાઇન્ડ સ્વરુપ ની સ્મૃતિ દ્વારા શ્રેષ્ઠ સ્થિતિ ની સીટ પર સેટ રહેવા વાળા સદા સમ્પન્ન ભવ

સંગમયુગ પર શિવ શક્તિનાં કમ્બાઇન્ડ (ભેગાં) સ્વરુપ ની સ્મૃતિમાં રહેવાથી દરેક અસંભવ કાર્ય સંભવ થઈ જાય છે. આ જ સર્વ શ્રેષ્ઠ સ્વરુપ છે. આ સ્વરુપમાં સ્થિત રહેવાથી સમ્પન્ન ભવનું વરદાન મળી જાય છે. બાપદાદા બધાં બાળકોને સદા સુખદાયી સ્થિતિ ની સીટ આપે છે. સદા આ જ સીટ પર સેટ રહો તો અતીન્દ્રિય સુખનાં ઝૂલામાં ઝૂલતા રહેશો ફક્ત વિસ્મૃતિ નાં સંસ્કાર સમાપ્ત કરો.

સ્લોગન :-
પાવરફુલ વૃત્તિ દ્વારા આત્માઓને યોગ્ય અને યોગી બનાવો.