27-07-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - પોતાનાં ઉપર પોતે જ રહેમ કરો , બાપ જે શ્રીમત આપે છે તેનાં પર ચાલતાં રહો , બાપ ની શ્રીમત છે - બાળકો સમય વેસ્ટ નહીં કરો , સુલ્ટા કાર્ય કરો

પ્રશ્ન :-
જે તકદીરવાન બાળકો છે, તેમની મુખ્ય ધારણા કઈ હશે?

ઉત્તર :-
તકદીરવાન બાળકો સવારે-સવારે ઉઠીને બાપને ખુબ પ્રેમ થી યાદ કરશે. બાબા થી મીઠી-મીઠી વાતો કરશે. ક્યારેય પણ પોતાનાં ઉપર બેરહેમી નહીં કરશે. તેઓ પાસ વિદ ઓનર થવાનો પુરુષાર્થ કરી સ્વયં ને રાજાઈ નાં લાયક બનાવશે.

ઓમ શાંતિ!
બાળકો બાપની સામે બેઠાં છે તો જાણે છે કે આપણા બેહદનાં બાપ છે અને આપણને બેહદનું સુખ આપવા માટે શ્રીમત આપી રહ્યાં છે. તેમનાં માટે જ ગવાય છે - રહેમદિલ, લિબરેટર (મુક્તિદાતા)...ખુબ મહિમા કરે છે. બાપ કહે છે ફક્ત મહિમાની પણ વાત નથી. બાપની તો ફરજ છે બાળકોને મત આપવી. બેહદનાં બાપ પણ મત આપે છે. ઊંચેથી ઊંચા બાપ છે તો જરુર તેમની મત પણ ઊંચે થી ઊંચી હશે. મત લેવાવાળી આત્મા છે, સારું કે ખોટું કામ આત્મા જ કરે છે. આ સમયે દુનિયા ને મળે છે રાવણ ની મત. આપ બાળકોને મળે છે રામ ની મત. રાવણ ની મત થી બેરહેમ થઈ ઉલ્ટા કામ કરે છે. બાપ મત આપે છે સુલ્ટા સારા કાર્ય કરો. સૌથી સારું કાર્ય પોતાનાં ઉપર રહેમ કરો. તમે જાણો છો આપણે આત્મા સતોપ્રધાન હતાં, ખુબ સુખી હતાં પછી રાવણ ની મત મળવાથી તમે તમોપ્રધાન બની ગયાં છો. હવે ફરી બાપ મત આપે છે કે એક તો બાપની યાદ માં રહો. હવે પોતાનાં પર રહેમ કરો, આ મત આપે છે. બાપ રહેમ નથી કરતાં. બાપ તો શ્રીમત આપે છે આમ-આમ કરો. પોતાનાં ઉપર પોતે જ રહેમ કરો. સ્વયંને આત્મા સમજી અને પોતાનાં પતિત-પાવન બાપ ને યાદ કરો તો તમે પાવન બની જશો. બાપ સલાહ આપે છે, તમે પાવન કેવી રીતે બનશો. બાપ જ પતિત ને પાવન બનાવવા વાળા છે. એ શ્રીમત આપે છે. જો એમની મત પર નથી ચાલતાં તો પોતાનાં ઉપર બેરહમ થાય છે. બાપ શ્રીમત આપે છે કે બાળકો સમય ખોટી નહીં કરો. આ પાઠ પાક્કો કરી લો કે આપણે આત્મા છીએ. શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે ભલે કરો છતાં પણ સમય નીકાળી યુક્તિ રચો. કામ કરતાં આત્માની બુદ્ધિ બાપ તરફ હોવી જોઈએ. જેમ આશિક-માશૂક પણ કામ તો કરે છે ને. બંને એક-બીજાનાં ઉપર આશિક હોય છે. અહીંયા એવું નથી. તમે ભક્તિમાર્ગ માં પણ યાદ કરો છો. ઘણાં કહે છે કેવી રીતે યાદ કરીએ? આત્મા નું, પરમાત્મા નું રુપ શું છે, જે યાદ કરીએ? કારણ કે ભક્તિમાર્ગ માં તો ગવાય છે કે પરમાત્મા નામ-રુપ થી ન્યારા છે. પરંતુ એવું નથી. કહે પણ છે ભ્રકુટી ની વચમાં આત્મા સ્ટાર માફક છે પછી કેમ કહે છે કે આત્મા શું છે, તેને જોઇ નથી શકતાં. એ તો છે જ જાણવાની ચીજ. આત્માને જાણી શકાય છે, પરમાત્માને પણ જાણી શકાય છે. તે અતિ સૂક્ષ્મ ચીજ છે. ફાયરફ્લાઈ થી પણ સૂક્ષ્મ છે. શરીર થી કેવી રીતે નીકળી જાય છે, ખબર પણ નથી પડતી. આત્મા છે, સાક્ષાત્કાર થાય છે. આત્માનો દીદાર થયો તો શું? તે તો સ્ટાર માફક સૂક્ષ્મ છે. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. જેમ આત્મા, એમ પરમાત્મા પણ સોલ (આત્મા) છે. પરંતુ પરમાત્મા ને કહેવાય છે - સુપ્રીમ સોલ (સર્વોચ્ચ આત્મા). એ જન્મ-મરણ માં નથી આવતાં. આત્મા ને સુપ્રીમ ત્યારે કહેવાય જ્યારે જન્મ-મરણ રહીત હોય. બાકી મુક્તિધામ માં તો બધાએ પવિત્ર થઈને જવાનું છે. એમાં પણ નંબરવાર છે, જેમનો હીરો-હિરોઈન નો પાર્ટ છે. આત્માઓ નંબરવાર તો છે ને. નાટકમાં પણ કોઈ ખુબ પગારવાળા, કોઈ ઓછાવાળા હોય છે. લક્ષ્મી-નારાયણ ની આત્માને મનુષ્ય આત્માઓમાં સુપ્રીમ કહેશું. ભલે પવિત્ર તો બધાં બને છે તો પણ નંબરવાર પાર્ટ છે. કોઈ મહારાજા, કોઈ દાસી, કોઈ પ્રજા, તમે એક્ટર્સ છો. જાણો છો આટલાં બધાં દેવતાઓ નંબરવાર છે. સારો પુરુષાર્થ કરશે, ઉંચી આત્મા બનશે, ઊંચું પદ પામશે. તમને સ્મૃતિ આવી છે આપણે ૮૪ જન્મ કેવી રીતે લીધાં. હવે બાપ ની પાસે જવાનું છે. બાળકોને આ ખુશી પણ છે તો ફખુર (નશો) પણ છે. બધાં કહે છે અમે નર થી નારાયણ વિશ્વનાં માલિક બનીશું. પછી તો એવો પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ અનુસાર નંબરવાર પદ પામે છે. બધાને નંબરવાર પાર્ટ મળેલો છે. આ ડ્રામા બન્યો-બનાવેલ છે.

હમણાં બાપ તમને શ્રેષ્ઠ મત આપે છે. કાંઈ પણ કરી ને બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય, તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાઓ. પાપોનો બોજો તો માથા પર ખુબ છે. તેને કેવી રીતે પણ કરી ને અહીંયા ખલાસ કરવાનો છે ત્યારે આત્મા પવિત્ર બનશે. તમોપ્રધાન પણ તમે આત્મા બન્યાં છો તો સતોપ્રધાન પણ આત્માને બનવાનું છે. આ સમયે વધારે ઇનસાલવેન્ટ (કંગાળ) ભારત છે. આ ખેલ જ ભારત પર છે. બાકી તેઓ તો ફક્ત ધર્મ સ્થાપન કરવા આવે છે. પુનર્જન્મ લેતાં-લેતાં અંતમાં બધાં તમોપ્રધાન બને છે. સ્વર્ગનાં માલિક તમે બનો છો. જાણો છો ભારત ખુબ ઊંચો દેશ છે. હમણાં કેટલો ગરીબ છે, ગરીબને જ બધાં મદદ આપે છે. દરેક વાતની ભીખ માંગતા જ રહે છે. પહેલાં તો ખુબ અનાજ અહીંયા થી જતું હતું. હમણાં ગરીબ બન્યાં છે તો પછી રિટર્ન સર્વિસ થઈ રહી છે. જે લઈ ગયાં છે તે ઉધાર મળી રહ્યું છે. કૃષ્ણ અને ક્રિશ્ચિયન રાશિ એક જ છે. ક્રિશ્ચિયન એજ ભારતને હપ કર્યું છે. હવે ફરી ડ્રામા અનુસાર તેઓ આપસમાં લડે છે, માખણ આપ બાળકોને મળી જાય છે. એવું નથી કે કૃષ્ણનાં મુખમાં માખણ હતું. આ તો શાસ્ત્રો માં લખી દીધું છે. આખી દુનિયા કૃષ્ણનાં હાથમાં આવે છે. આખાં વિશ્વનાં તમે માલિક બનો છો. આપ બાળકો જાણો છો આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ તો તમને કેટલી ખુશી હોવી જોઈએ. તમારા કદમ-કદમ માં પદમ છે. ફક્ત એક લક્ષ્મી-નારાયણ નું રાજ્ય નહોતું. ડિનાયસ્ટી (રાજધાની) હતી ને. યથા રાજા-રાણી તથા પ્રજા-બધાનાં પગ માં પદમ છે. ત્યાં તો અગણિત પૈસા હોય છે. પૈસાનાં માટે કોઈ પાપ વગેરે નથી કરતાં, અથાહ ધન હોય છે. અલ્લાહ અવલદીન ની રમત દેખાડે છે ને. અલ્લાહ જે અવલદીન અર્થાત્ જે દેવી-દેવતા ધર્મ સ્થાપન કરે છે. સેકન્ડમાં જીવનમુક્તિ આપી દે છે. સેકન્ડમાં સાક્ષાત્કાર થઈ જાય છે. કારુન નો ખજાનો દેખાડે છે. મીરા કૃષ્ણ થી સાક્ષાત્કારમાં ડાન્સ (નૃત્ય) કરતી હતી. તે હતો ભક્તિમાર્ગ. અહીંયા ભક્તિમાર્ગની વાત નથી. તમે તો વૈકુંઠમાં પ્રેકટીકલમાં જઈને રાજ્ય-ભાગ્ય કરશો. ભક્તિમાર્ગ માં ફક્ત સાક્ષાત્કાર થાય છે. આ સમયે આપ બાળકોને લક્ષ્ય-હેતુ નો સાક્ષાત્કાર થાય છે, જાણો છો અમે આ બનીશું. બાળકોને ભૂલાઈ જાય છે, એટલે બેજ અપાય છે. હમણાં આપણે બેહદનાં બાપ નાં બાળક બન્યાં છીએ. કેટલી ખુશી હોવી જોઈએ. આ તો ઘડી-ઘડી પાક્કું કરી દેવું જોઈએ. પરંતુ માયા અપોઝિશન (વિરોધ પક્ષ) માં છે તો તે ખુશી પણ ઉડી જાય છે. બાપ ને યાદ કરતાં રહેશો તો નશો રહેશે-બાબા આપણ ને વિશ્વનાં માલિક બનાવે છે. પછી માયા ભૂલાવી દે છે તો પછી કાંઈ ને કાંઈ વિકર્મ થઈ જાય છે. આપ બાળકોને સ્મૃતિ આવી છે-આપણે ૮૪ જન્મ લીધાં છે, બીજા કોઈ ૮૪ જન્મ નથી લેતાં. આ પણ સમજવાનું છે-જેટલું આપણે યાદ કરીશું એટલું ઉંચ પદ પામીશું અને પછી આપ સમાન પણ બનાવવાનાં છે, પ્રજા બનાવવાની છે. ચેરિટી બિગન્સ એટ હોમ. તીર્થો પર પણ પહેલાં પોતે જાય છે પછી મિત્ર-સંબંધીઓ વગેરેને પણ સાથે લઈ જાય છે. તો તમે પણ પ્રેમ થી બધાં ને સમજાવો. બધાં નહીં સમજશે. એક જ ઘરમાં બાપ સમજશે તો બાળક નહીં સમજશે. માં-બાપ કેટલું પણ બાળકોને કહેશે જૂની દુનિયાથી દિલ નહીં લગાવો છતાં પણ માનશે નહીં. હેરાન કરી દે છે. જે અહિયાનું સેપલિંગ (કલમ) હશે એજ પછી આવીને સમજશે. આ ધર્મની સ્થાપનાં જુઓ કેવી રીતે થાય છે, બીજા ધર્મવાળાઓ ની સેપલિંગ નથી લાગતી. તેઓ તો ઉપરથી આવે છે. તેમનાં ફોલોઅર્સ (અનુયાયી) પણ આવતા રહે છે. આ તો સ્થાપના કરે છે અને પછી બધાને પાવન બનાવીને લઈ જાય છે એટલે એમને સદ્દગુરુ લિબરેટર (મુક્તિદાતા) કહેવાય છે. સાચાં ગુરુ એક જ છે. મનુષ્ય ક્યારેય કોઈની સદ્દગતિ નથી કરતાં. સદ્દગતિ દાતા છે જ એક, એમને જ સદ્દગુરુ કહેવાય છે. ભારત ને સચખંડ પણ એ બનાવે છે. રાવણ જુઠ્ઠખંડ બનાવી દે છે. બાપનાં માટે પણ જુઠ્ઠું, દેવતાઓ માટે પણ જુઠ્ઠું કહી દે છે. ત્યારે બાપ કહે છે હિયર નો ઈવિલ..આને કહેવાય છે વેશ્યાલય. સતયુગ છે શિવાલય. મનુષ્ય સમજે થોડી છે. તે તો પોતાની મત પર જ ચાલે છે. કેટલું લડવાનું-ઝઘડવાનું ચાલતું રહે છે. બાળકો માં ને, પતિ સ્ત્રી ને મારવામાં વાર નથી કરતો. એક-બીજાને કાપતા રહે છે. બાળક જુએ છે બાપ ની પાસે ખુબ ધન છે, આપતા નથી તો મારવામાં પણ વાર નથી કરતાં. કેવી ગંદી દુનિયા છે. હમણાં તમે શું બની રહ્યાં છો. આ તમારો લક્ષ્ય-હેતુ ઉભો છે. તમે તો ફક્ત કહેતાં હતાં હે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. એવું થોડી કહેતાં હતાં કે વિશ્વનાં માલિક બનાવો. ગોડફાધર તો હેવન સ્થાપન કરે છે તો આપણે હેવન માં કેમ નથી. પછી રાવણ તમને નર્કવાસી બનાવે છે. કલ્પની આયુ લાખો વર્ષ કહી દેવાથી ભૂલી ગયાં છે. બાપ કહે છે તમે હેવન નાં માલિક હતાં. હવે ફરી ચક્ર લગાવી હેલનાં માલિક બન્યાં છો. હમણાં ફરી બાપ તમને હેવન નાં માલિક બનાવે છે. કહે છે મીઠી આત્માઓ, બાળકો બાપ ને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. તમોપ્રધાન બનવામાં અડધોકલ્પ લાગ્યો છે, આમ તો આખો જ કલ્પ કહો કારણ કે કળા તો ઓછી થતી જાય છે. આ સમયે કોઈ કળા નથી. કહે છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી, આનો અર્થ કેટલો ક્લીયર (સ્પષ્ટ) છે. અહીંયા પછી નિર્ગુણ બાળક ની સંસ્થા પણ છે. બાળકોમાં કોઈ ગુણ નથી. નહીં તો બાળકને મહાત્મા થી પણ ઉંચ કહેવાય છે, તેમને વિકારોની પણ ખબર નથી. આ મહાત્માઓને તો વિકારોની ખબર રહે છે તો અક્ષર પણ કેટલાં રોંગ (ખોટા) બોલે છે. માયા બિલકુલ અનરાઈટીયસ (અસત્ય) બનાવી દે છે. ગીતા ભણે પણ છે, કહે પણ છે ભગવાનુવાચ-કામ મહાશત્રુ છે, આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવાવાળું છે તો પણ પવિત્ર બનવામાં કેટલા વિઘ્ન નાખે છે. બાળક લગ્ન નથી કરતો તો કેટલાં બગડે છે. બાપ કહે છે આપ બાળકોએ શ્રીમત પર ચાલવાનું છે. જે ફૂલ બનવાનું નહીં હોય, કેટલું પણ સમજાવો ક્યારેય નહીં માનશે. ક્યાંક બાળકો કહે છે અમે લગ્ન નહીં કરશું તો માં-બાપ કેટલાં અત્યાચાર કરે છે.

બાપ કહે છે જ્યારે જ્ઞાન યજ્ઞ રચું છું તો અનેક પ્રકારનાં વિધ્ન પડે છે. ત્રણ પગ પૃથ્વી નાં પણ નથી આપતાં. તમે ફક્ત બાપની મત પર યાદ કરી પવિત્ર બનો છો, બીજી કોઈ તકલીફ નથી. ફક્ત સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. જેમ આપ આત્માઓ આ શરીર માં અવતરિત છો તેમ બાપ પણ અવતરિત છે. પછી કચ્છ અવતાર, મચ્છ અવતાર કેવી રીતે હોઈ શકે! કેટલી ગાળો આપે છે! કહે છે કાંકરા-કાંકરા માં ભગવાન છે. બાપ કહે છે મારી અને દેવતાઓની ગ્લાનિ કરે છે. મારે આવવું પડે છે, આવીને આપ બાળકોને ફરીથી વારસો આપું છું. હું વારસો આપું છું, રાવણ શ્રાપ આપે છે. આ ખેલ છે. જે શ્રીમત પર નથી ચાલતાં તો સમજાય છે એમની તકદીર એટલી ઊંચી નથી. તકદીર વાળા સવારે-સવારે ઉઠી ને યાદ કરશે, બાબા થી વાતો કરશે. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. ખુશી નો પારો પણ ચઢશે. જે પાસ વિદ ઓનર હોય છે એજ રાજાઈ નાં લાયક બની શકે છે. ફક્ત એક લક્ષ્મી-નારાયણ નથી રાજ્ય કરતાં. ડિનાયસ્ટી (રાજધાની) છે. હવે બાપ કહે છે તમે કેટલાં સ્વચ્છ બુદ્ધિ બનો છો. આને કહેવાય છે સતસંગ. સતસંગ એક જ હોય છે. જે બાપ સાચું-સાચું નોલેજ આપી સચખંડ નાં માલિક બનાવે છે. કલ્પ નાં સંગમ પર જ સત નો સંગ મળે છે. સ્વર્ગમાં કોઈ પણ પ્રકાર નો સતસંગ હોતો નથી.

હમણાં તમે છો રુહાની સેલવેશન આર્મી (મુક્તિઆપનાર સૈનિક). તમે વિશ્વનો બેડો પાર કરો છો. તમને સેલવેજ (મુક્ત) કરવાવાળા, શ્રીમત આપવાવાળા બાપ છે. તમારી મહિમા ખુબ ભારે છે. બાપ ની મહિમા, ભારત ની મહિમા અપરમઅપાર છે. આપ બાળકોની પણ મહિમા અપરમઅપાર છે. તમે બ્રહ્માંડ નાં પણ અને વિશ્વ નાં પણ માલિક બનો છો. હું તો ફક્ત બ્રહ્માંડ નો માલિક છું. પૂજા પણ તમારી ડબલ થાય છે. હું તો દેવતા નથી બનતો જે ડબલ પૂજા થાય. તમારામાં પણ નંબરવાર સમજે છે અને ખુશી માં આવીને પુરુષાર્થ કરે છે. ભણતર માં ફર્ક કેટલો છે. સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ચાલે છે. ત્યાં વજીર હોતા નથી. લક્ષ્મી-નારાયણ, જેમને ભગવાન ભગવતી કહે છે તે પછી વજીર ની સલાહ લેશે શું! જ્યારે પતિત રાજાઓ બને છે ત્યારે પછી વજીર વગેરે રાખે છે. હમણાં તો છે પ્રજાનું પ્રજા પર રાજ્ય. આપ બાળકો ને આ જૂની દુનિયા થી વૈરાગ્ય છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. જ્ઞાન ફક્ત રુહાની બાપ શીખવાડે છે બીજા કોઈ શીખવાડી ન શકે. બાપ જ પતિત-પાવન સર્વનાં સદ્દગતિ દાતા છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ ની યાદની સાથે-સાથે આપ સમાન બનાવવાની સેવા પણ કરવાની છે. ચેરીટી બિગન્સ એટ હોમ.બધાં ને પ્રેમ થી સમજાવવાનું છે.

2. આ જૂની દુનિયાથી બેહદ નું વૈરાગી બનવાનું છે. હિયર નો ઈવિલ, સી નો ઈવિલ. એ બેહદ બાપનાં બાળક છીએ, એ આપણને કારુન નો ખજાનો આપે છે, એ જ ખુશી માં રહેવાનું છે.

વરદાન :-
એક સેકન્ડ ની બાજી થી આખા કલ્પની તકદીર બનાવવા વાળા શ્રેષ્ઠ તકદીરવાન ભવ

આ સંગમ નાં સમય ને વરદાન મળ્યું છે જે ઈચ્છો, જેવું ઈચ્છો, જેટલું ઈચ્છો એટલું ભાગ્ય બનાવી શકો છો કારણ કે ભાગ્ય વિધાતા બાપે તકદીર બનાવવાની ચાવી બાળકોનાં હાથમાં આપેલી છે. લાસ્ટ વાળા પણ ફાસ્ટ જઈને ફર્સ્ટ આવી શકે છે. ફક્ત સેવાઓનાં વિસ્તાર માં સ્વયં ની સ્થિતિ સેકન્ડમાં સાર સ્વરુપ બનાવવાનો અભ્યાસ કરો. હમણાં-હમણા ડાયરેક્શન (માર્ગદર્શન) મળે એક સેકન્ડમાં માસ્ટર બીજ થઈ જાઓ તો સમય ન લાગે. આ એક સેકન્ડ ની બાજી થી આખા કલ્પની તકદીર બનાવી શકાય છે.

સ્લોગન :-
ડબલ સેવા દ્વારા પાવરફુલ વાયુમંડળ બનાવો તો પ્રકૃતિ દાસી બની જશે.