28-11-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


મીઠા બાળકો - શિવબાબા આવ્યાં છે . તમારાં બધાં ભંડારા ભરપુર કરવા , કહેવાય પણ છે ભંડારા ભરપુર કાળ કંટક દૂર .

પ્રશ્ન :-
જ્ઞાનવાન બાળકોની બુદ્ધિમાં કઈ એક વાત નો પાક્કો નિશ્ચય હશે?

ઉત્તર :-
તેમને દ્રઢ નિશ્ચય હશે કે અમારો જે પાર્ટ છે તે ક્યારેય ઘસાતો-ભૂસાતો નથી. મુજ આત્મા માં ૮૪ જન્મો નો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે, આજ બુદ્ધિમાં જ્ઞાન છે તો જ્ઞાનવાન છે. નહિ તો બધું જ્ઞાન બુદ્ધિથી ઉડી જાય છે.

ઓમ શાંતિ!
બાપ આવીને રુહાની બાળકો પ્રતિ શું કહે છે? શું સેવા કરે છે? આ સમયે બાપ રુહાની ભણતર ભણાવવાની સેવા કરે છે. આ પણ તમે જાણો છો. બાપનો પણ પાર્ટ છે, શિક્ષક નો પણ પાર્ટ છે અને ગુરુનો પણ પાર્ટ છે. ત્રણેય પાર્ટ સારા ભજવી રહ્યા છે. તમે જાણો છો તે બાપ પણ છે, સદ્દગતિ આપવાવાળા ગુરુ પણ છે, અને બધાનાં માટે છે. નાનાં, મોટા, ઘરડાં, જુવાન બધાંને માટે એક જ છે. સુપ્રીમ બાપ, સુપ્રીમ શિક્ષક છે. બેહદની શિક્ષા આપે છે. તમે કોન્ફરન્સ માં પણ સમજાવી શકો છો કે અમે બધાંની બાયોગ્રાફી (જીવનકહાની) ને જાણીએ છીએ. પરમપિતા પરમાત્મા શિવબાબા ની જીવન-કહાની ને પણ જાણીએ છીએ. નંબરવાર બધું બુદ્ધિમાં યાદ હોવું જોઈએ. આખું વિરાટરુપ જરુર બુદ્ધિમાં રહેતું હશે. આપણે હમણાં બ્રાહ્મણ બન્યા છીએ, પછી આપણે દેવતા બનીશું પછી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનશું. આ તો બાળકોને યાદ છે ને. સિવાય આપ બાળકોનાં બીજા કોઈને આ વાતો યાદ નહીં હશે. ઉત્થાન અને પતનનું બધું રહસ્ય બુદ્ધિમાં રહે. આપણે ઉત્થાનમાં હતાં પછી પતનમાં આવ્યા, હમણાં વચ્ચે છીએ. શુદ્ર પણ નથી, પૂરા બ્રાહ્મણ પણ નથી બન્યાં. જો હમણાં પાક્કા બ્રાહ્મણ હોઈએ તો પછી શૂદ્રપણા નું કર્મ ન હોય. બ્રાહ્મણો માં પણ પછી શુદ્રપણુ આવી જાય છે. આ પણ તમે જાણો છો - ક્યારથી પાપ શરુ કર્યા છે? જ્યારથી કામ ચિતા પર ચઢ્યા છીએ, તો તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે. ઉપરમાં છે પરમપિતા પરમાત્મા બાપ, પછી તમે છો આત્માઓ. આ વાતો આપ બાળકોની બુદ્ધિમાં જરૂર યાદ રહેવી જોઈએ. હમણાં આપણે બ્રાહ્મણ છીએં, દેવતા બની રહ્યા છીએં પછી પછી વૈશ્ય, શુદ્ર ડિનાયસ્ટી (દૈવી વંશ) માં આવીશું. બાપ આવીને આપણને શુદ્ર થી બ્રાહ્મણ બનાવે છે પછી આપણે બ્રાહ્મણ થી દેવતા બનીશું. બ્રાહ્મણ બની કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરી ફરી પાછા જઈશું. તમે બાપને પણ જાણો છો. બાજોલી અથવા ૮૪નાં ચક્રને પણ તમે જાણો છો. બાજોલી થી તમને બહુ સરળ કરી સમજાવે છે. તમને બહુજ હલકા બનાવે છે કારણકે સ્વયંને બિંદી સમજી અને ઝટ ભાગશે. વિદ્યાર્થી ક્લાસમાં બેઠાં રહે છે તો બુદ્ધિમાં ભણતર જ યાદ રહે છે. તમને પણ આ ભણતર યાદ રહેવું જોઈએ. હમણાં આપણે સંગમયુગ પર છીએં ફરી આ ચક્ર લગાવીશું. આ ચક્ર સદેવ બુદ્ધિમાં ફરતું રહેવું જોઈએ. આ ચક્ર વગેરેનું નોલેજ આપ બ્રાહ્મણોની પાસે જ છે, ન કે શુદ્રોની પાસે. દેવતાઓ ની પાસે પણ આ જ્ઞાન નથી. હમણાં તમે સમજો છો ભક્તિમાર્ગમાં જે ચિત્રો બન્યાં છે બધાં ડિફેક્ટેડ છે. તમારી પાસે છે એક્યુરેટ કારણકે તમે એક્યુરેટ બનો છો. હમણાં તમને જ્ઞાન મળ્યું છે ત્યારે સમજો છો ભક્તિ કોને કહેવાય છે, જ્ઞાન કોને કહેવાય છે? જ્ઞાન આપવા વાળા બાપ જ્ઞાનનાં સાગર હમણાં મળ્યા છે. સ્કુલમાં ભણે છે લક્ષ-હેતુ ની પણ ખબર તો પડે છે ને. ભક્તિમાર્ગમાં તો લક્ષ-હેતુ હોતો નથી. આ થોડી તમને ખબર હતી કે આપણે ઊંચ દેવી-દેવતા હતા પછી નીચે ઉતર્યા છીએં. હમણાં જ્યારે બ્રાહ્મણ બન્યાં છો ત્યારે ખબર પડી છે. બ્રહ્માકુમાર-કુમારીઓ જરૂર આગળ પણ બન્યા હતાં. પ્રજાપિતા બ્રહ્મા નું નામ તો પ્રખ્યાત છે. પ્રજાપિતા તો મનુષ્ય છે ને. તેમનાં આટલા બધાં બાળકો છે, જરૂર એડોપ્ટેડ (દત્તક) હોવા જોઈએ. કેટલાય એડોપ્ટેડ છે. આત્મા નાં રુપમાં તો બધાં ભાઈ-ભાઈ છે. હમણાં તમારી બુદ્ધિ કેટલી દૂર જાય છે. તમે જાણો છો જેમ ઉપર માં તારાઓ સ્થિર છે. દૂરથી કેટલા નાનાં દેખાય છે. તમે પણ બહુજ નાની આત્મા છો. આત્મા ક્યારેય નાંની-મોટી નથી હોતી. હા, તમારુ પદ બહુજ ઊંચું છે. તેમને પણ સૂર્ય દેવતા, ચંદ્રમા દેવતા કહેવાય છે. સૂર્ય બાપ, ચંદ્ર માં કહેવાશે. બાકી આત્માઓ બધી છે નક્ષત્ર તારાઓ. તો આત્માઓ બધી એક જેવી નાની છે. અહીંયા આવીને પાર્ટધારી બને છે. દેવતાઓ તો તમે જ બનો છો.

આપણે બહુજ પાવરફુલ બની રહ્યા છીએ. બાપને યાદ કરવાથી આપણે સતોપ્રધાન દેવતા બની જઈશું. નંબરવાર થોડો-થોડો ફરક તો રહે છે. કોઈ આત્મા પવિત્ર બની સતોપ્રધાન દેવતા બની જાય છે, કોઈ આત્મા પૂરી પવિત્ર નથી બનતી. જ્ઞાનને જરા પણ નથી જાણતી. બાપએ સમજાવ્યુ છે બાપનો પરિચય તો જરુર બધાંને મળવો જોઈએ. અંતમાં બાપને તો જાણશો ને. વિનાશનાં સમય બધાંને ખબર પડે છે બાપ આવેલા છે. હમણાં પણ કોઈ-કોઈ કહે છે ભગવાન જરુર ક્યાંક આવેલા છે પરંતુ ખબર નથી પડતી. સમજે કોઈપણ રુપમાં આવી જશે. મનુષ્ય મત તો ઘણી છે ને, તમારી છે એક જ ઈશ્વરીય મત. તમે ઈશ્વરીય મત થી શું બનો છો? એક છે મનુષ્ય મત, બીજી છે ઇશ્વરીય મત અને ત્રીજી છે દેવતા મત. દેવતાઓને પણ મત કોણે આપી બાપ એ. બાપની શ્રીમત છે જ શ્રેષ્ઠ બનાંવવા વાળી. શ્રી શ્રી બાપને જ કહેવાશે, ન કે મનુષ્યને. શ્રી શ્રી જ આવીને શ્રી બનાવે છે. દેવતાઓને શ્રેષ્ઠ બનાવવા વાળા બાપ જ છે, એમને શ્રી શ્રી કહેવાશે. બાપ કહે છે હું તમને આવા લાયક બનાવું છું. તે લોકોએ પછી પોતાનાં પર શ્રી શ્રી નું ટાઈટલ રાખી દીધું છે. કોન્ફરન્સ (સભા) માં પણ તમે સમજાવી શકો છો. તમે જ સમજાવવા માટે નિમિત્ત બનેલા છો. શ્રી શ્રી તો છે જ એક શિવબાબા જે આવા શ્રી દેવતા બનાવે છે. તે લોકો શાસ્ત્ર વગેરેનું ભણતર ભણીને ટાઇટલ લઈ આવે છે. તમને તો શ્રી શ્રી બાપ જ શ્રી અર્થાત્ શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. આ છે જ તમોપ્રધાન ભ્રષ્ટાચારી દુનિયા. ભ્રષ્ટાચાર થી જન્મ લે છે. ક્યાં બાપનું ટાઇટલ, ક્યાં આ પતિત મનુષ્ય પોતાનાં પર રાખે છે. સાચી-સાચી શ્રેષ્ઠ મહાન આત્માઓ તો દેવી-દેવતા છે ને. સતોપ્રધાન દુનિયામાં કોઈ પણ તમોપ્રધાન મનુષ્ય હોઈ ન શકે. રજો માં રજો મનુષ્ય જ રહેશે, ન કે તમોગુણી. વર્ણ પણ ગવાય છે ને. હમણાં તમે સમજો છો, પહેલાં તો આપણે કંઈ પણ નહોતા સમજતા. હવે બાપ કેટલા સમજદાર બનાવે છે. તમે કેટલા ધનવાન બનો છો. શિવબાબા નો ભંડારો ભરપૂર છે. શિવબાબા નો ભંડારો કયો છે? (અવિનાશી જ્ઞાન રત્નોનો) શિવબાબા નો ભંડારો ભરપૂર કાળ કંટક દૂર. બાપ આપ બાળકોને જ્ઞાન રત્ન આપે છે. સ્વયં છે સાગર. જ્ઞાનરત્નો નાં સાગર છે. બાળકોની બુદ્ધિ બેહદમાં જવી જોઈએ. આટલી કરોડ આત્માઓ બધી પોત-પોતાનાં શરીરરુપી તખ્ત પર વિરાજમાન છે. આ બેહદનું નાટક છે. આત્મા આ તખ્ત પર વિરાજમાન થાય છે. તખ્ત એક ન મળે બીજાથી. બધાનાં ફિચર્સ અલગ-અલગ છે, આને કહેવાય છે કુદરત. દરેકનો કેવો અવિનાશી પાર્ટ છે. આટલી નાની આત્મા માં ૮૪નો રેકોર્ડ ભરેલો હોય છે. અતિસૂક્ષ્મ છે. આનાંથી સૂક્ષ્મ વન્ડર કોઈ હોઈ ન શકે. આટલી નાની આત્મામાં બધો પાર્ટ ભરેલો છે, જે અહીંયા જ પાર્ટ ભજવે છે. સૂક્ષ્મ વતન માં તો કોઈ પાર્ટ ભજવતી નથી. બાપ કેટલુ સારી રીતે સમજાવે છે. બાપ દ્વારા તમે બધું જાણી જાઓ છો. આ જ નોલેજ છે. એવું નથી કે બધાંનાં મનને જાણવાવાળા છે. આ નોલેજ જાણે છે, જે નોલેજ તમારા માં પણ ઈમર્જ થઇ રહ્યું છે. જે નોલેજ થી જ તમે આટલું ઊંચ પદ પામો છો. આ પણ સમજ રહે છે ને. બાપ છે બીજરુપ. એમનાં માં ઝાડનાં આદિ-મધ્ય-અંત નું નોલેજ છે. મનુષ્યએ તો લાખો વર્ષ આયુ આપી દીધી છે, તો જ્ઞાન આવી ન શકે. હમણાં તમને સંગમ પર આ બધું જ્ઞાન મળી રહ્યું છે. બાપ દ્વારા તમે આખા આ ચક્રને જાણી જાઓ છો. આનાં પહેલા તમે કંઈજ નહોતા જાણતા. હમણાં તમે સંગમ પર છો. આ છે તમારો અંત નો જન્મ. પુરૂષાર્થ કરતા-કરતા ફરી તમે પુરા બ્રાહ્મણ બની જશો. હમણાં નથી. હમણાં તો સારા-સારા બાળકો પણ બ્રાહ્મણ થી ફરી શૂદ્ર બની જાય છે. આને કહેવાય છે માયાથી હાર ખાવી. બાબાનાં ખોળાથી હારીને રાવણનાં ખોળામાં ચાલ્યા જાય છે. ક્યાં બાપનો શ્રેષ્ઠ બનવાનો ખોળો, ક્યાં ભ્રષ્ટ બનવાનો ખોળો. સેકન્ડમાં જીવનમુક્તિ. સેકન્ડમાં પૂરી દુર્દશા થઈ જાય છે. બ્રાહ્મણ બાળકો સારી રીતે જાણે છે - કેવી દુર્દશા થઈ જાય છે. આજે બાપનાં બને છે, કાલે ફરી માયાનાં પંજા માં આવીને રાવણનાં બની જાય છે. પછી તમે બચાવવાની કોશિશ કરો છો તો કોઈ-કોઈ બચી પણ જાય છે. તમે જુઓ છો ડૂબે છે તો બચાવવાની કોશિશ કરતા રહો. કેટલી ખિટ-પિટ થાય છે.

બાપ બેસીને બાળકોને સમજાવે છે. અહીંયા સ્કૂલમાં તમે ભણો છો ને. તમને ખબર છે કેવી કેવી રીતે આપણે આ ચક્ર લગાવીએ છીએ. આપ બાળકોને શ્રીમત મળે છે આમ-આમ કરો. ભગવાનુવાચ તો જરૂર છે. એમની શ્રીમત થઈ ને. હું આપ બાળકોને હવે શુદ્ર થી દેવતા બનાવવા આવ્યો છું. હમણાં કળયુગ માં છે શુદ્ર સંપ્રદાય. તમે જાણો છો કળયુગ પૂરો થઈ રહ્યો છે. તમે સંગમ પર બેઠા છો. આ બાપ દ્વારા તમને નોલેજ મળી છે. શાસ્ત્ર જે પણ બનાવેલા છે તે બધાં માં છે મનુષ્ય મત. ઈશ્વર તો શાસ્ત્ર બનાવતા નથી. એક ગીતા નાં ઉપર જ કેટલા નામ રાખી દીધા છે. ગાંધી ગીતા, ટાગોર ગીતા, વગેરે-વગેરે. ઘણા નામ છે. ગીતા ને મનુષ્ય આટલું કેમ વાંચે છે? સમજતા તો કંઈ પણ નથી. અધ્યાય તેજ ઉઠાવીને અર્થ પોત-પોતાનાં કરતાં રહે છે. તે તો બધાં મનુષ્યનાં બનાવેલા થઈ ગયા ને. તમે કહી શકો છો મનુષ્ય મતની બનાવેલી ગીતા વાંચવાથી આજે આ હાલ થયો છે. ગીતા જ પહેલા નંબર નું શાસ્ત્ર છે ને. તે છે દેવી-દેવતા ધર્મનું શાસ્ત્ર. આ તમારુ બ્રાહ્મણ કુળ છે. આ પણ બ્રાહ્મણ ધર્મ છે ને. કેટલા ધર્મ છે, જેણે-જેણે જે ધર્મ રચેલો છે તેમનું તે નામ ચાલે છે. જૈની લોકો મહાવીર કહે છે. આપ બાળકો બધાં મહાવીર-મહાવીરનિયો છો. તમારા મંદિર માં યાદગાર છે. રાજયોગ છે ને. નીચે યોગ તપસ્યામાં બેઠા છો, ઉપર માં રાજાઈ નું ચિત્ર છે. રાજયોગનું એક્યુરેટ મંદિર છે. પછી કોઈએ શું નામ રાખી દીધું છે, કોઈએ શું. યાદગાર છે બિલકુલ એક્યુરેટ, બુદ્ધિથી કામ લઈ ઠીક બનાવ્યું છે પછી જેમણે જે નામ કહ્યું તેં રાખી દીધું છે. આ મોડલ રુપમાં બનાવ્યું છે. સ્વર્ગ અને રાજ્યોગ સંગમયુગ નું બનાવેલ છે. તમે આદિ-મધ્ય-અંત ને જાણો છો. આદિને પણ તમે જોયું છે. આદિ સંગમયુગ ને કહો કે સતયુગ ને કહો. સંગમયુગ નું દ્રશ્ય નીચે દેખાડે છે પછી રાજાઈ ઉપરમાં દેખાડે છે. તો સતયુગ છે આદિ પછી મધ્ય માં છે દ્વાપર. અંત ને તમે જુઓ જ છો. આ બધું ખતમ થઈ જવાનું છે. પૂરો યાદગાર બનેલો છે. દેવી-દેવતાઓ જ ફરી વામમાર્ગ માં જાય છે. દ્વાપર માં વામ માર્ગ શરુ થાય છે. યાદગાર પૂરો એક્યુરેટ છે. યાદગાર માં બહુજ મંદિર બનાવ્યા છે. અહિયાં જ બધી નિશાનીઓ છે. મંદિર પણ અહિયાં જ બને છે. દેવી-દેવતાઓ ભારતવાસી જ રાજ્ય કરીને ગયા છે ને. પછી કેટલા મંદિર બનાવે છે. શીખ લોકો ઘણા હશે તો તેઓ પોતાનાં મંદિર બનાવી દેશે. મિલેટ્રી વાળા પણ પોતાનાં મંદિર બનાવી દે છે. ભારતવાસી પોતાનાં કૃષ્ણ અથવા લક્ષ્મી-નારાયણ નું મંદિર બનાવશે. હનુમાન, ગણેશ નાં બનાવશે. આ આખું સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે, કેવી રીતે સ્થાપના, વિનાશ, પાલના થાય છે - આ તમે જ જાણો છો. આને કહેવાય છે અંધારી રાત. બ્રહ્માનો દિવસ અને રાત જ ગવાય છે કારણ કે બ્રહ્મા જ ચક્રમાં આવે છે. હમણાં તમે બ્રાહ્મણ છો ફરી દેવતા બનશો. મુખ્ય તો બ્રહ્મા થયા ને. બ્રહ્મા ને રાખે કે વિષ્ણુને રાખે! બ્રહ્મા છે રાતના અને વિષ્ણુ છે દિવસના. તેઓ જ રાત થી ફરી દિવસમાં આવે છે. દિવસ થી ફરી ૮૪ જન્મોનાં બાદ રાત માં આવે છે. કેટલી સહજ સમજાણી છે. આ પણ પૂરું યાદ નથી કરી શકતા. પૂરી રીતે નથી ભણતા તો નંબરવાર પુરુષાર્થ અનુસાર પદ પામેં છે. જેટલું યાદ કરશો સતોપ્રધાન બનશો. સતોપ્રધાન સો ભારત તમોપ્રધાન. બાળકોમાં કેટલું જ્ઞાન છે. આ નોલેજ સિમરણ કરવાની છે. આ જ્ઞાન છે જ નવી દુનિયાને માટે, જે બેહદનાં બાપ આવીને આપે છે. બધાં મનુષ્ય બેહદનાં બાપને યાદ કરે છે. અંગ્રેજ લોકો પણ કહે છે ઓ ગોડ ફાદર લીબરેટર, ગાઈડ અર્થ તો આપ બાળકોની બુદ્ધિમાં છે. બાપ આવીને દુઃખની દુનિયા આયરન એજ થી નિકાળી ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) માં લઈ જાય છે. ગોલ્ડન એજ જરુર પાસ થઈને ગયો છે ત્યારે તો યાદ કરો છો ને. આપ બાળકોને અંદર માં બહુજ ખુશી રહેવી જોઈએ અને દૈવી કર્મ પણ કરવા જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) બાપ થી જે અવિનાશી જ્ઞાન રત્નોનો અખૂટ ખજાનો મળી રહ્યો છે - તેને સ્મૃતિ માં રાખી બુદ્ધિને બેહદ માં લઇ જવાની છે. આ બેહદ નાટકમાં કેવી રીતે આત્માઓ પોત-પોતાનાં તખ્ત પર વિરાજમાન છે - આ કુદરતને સાક્ષી થઈ જોવાનું છે.

2) સદા બુદ્ધિમાં યાદ રહે કે આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ, આપણને બાપનો શ્રેષ્ઠ ખોળો મળ્યો છે. આપણે રાવણનાં ખોળામાં જઈ નથી શકતા. આપણું કર્તવ્ય છે - ડૂબવાવાળા ને પણ બચાવવું.

વરદાન :-
સેવા - ભાવ થી સેવા કરતા આગળ વધવા અને વધારવા વાળા નિર્વિઘ્ન સેવાધારી ભવ :

સેવા-ભાવ સફળતા અપાવે છે, સેવામાં જો અહમ ભાવ આવી ગયો તો તેને સેવા-ભાવ નહી કહેવાશે. કોઈ પણ સેવામાં જો અહમ-ભાવ મિક્સ થાય છે તો મહેનત પણ વધારે, સમય પણ વધારે લાગે અને સ્વયંની સંતુષ્ટિ પણ નથી થતી. સેવા-ભાવ વાળા બાળકો સ્વયં પણ આગળ વધે અને બીજાને પણ આગળ વધારે છે. તેઓ સદા ઉડતી કળાનો અનુભવ કરે છે. તેમનો ઉમંગ-ઉત્સાહ સ્વયંને નિર્વિઘ્ન બનાવે અને બીજાઓનું કલ્યાણ કરે છે.

સ્લોગન :-
જ્ઞાની તુ આત્મા તે છે જે સુક્ષ્મ અને આકર્ષણ કરવાવાળા દોરાઓ થી પણ મુક્ત છે.