31-07-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આ વન્ડરફુલ પાઠશાળા છે જેમાં તમે ભણવા વાળી આત્મા પણ જોવામાં નથી આવતી તો ભણાવવા વાળા પણ દેખાતા નથી , આ છે નવી વાત

પ્રશ્ન :-
આ પાઠશાળા માં તમને મુખ્ય શિક્ષા કઈ મળે છે જે બીજી કોઈ પાઠશાળા માં નથી અપાતી?

ઉત્તર :-
અહીંયા બાપ પોતાનાં બાળકોને શિક્ષા આપે છે - બાળકો, પોતાની કર્મેન્દ્રિયો ને વશ માં રાખજો. ક્યારેય પણ કોઈ બહેન પર ખરાબ દૃષ્ટિ ન થાય. તમે આત્મા રુપ માં ભાઈ-ભાઈ છો અને પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બહેન-ભાઈ છો. તમને ખરાબ વિચાર ક્યારેય ન આવવા જોઈએ. આવી શિક્ષા આ યુનિવર્સિટી નાં સિવાય ક્યાંય પણ નથી અપાતી.

ગીત :-
દૂર દેશ કા રહને વાલા ...

ઓમ શાંતિ!
ન દૂરદેશ ની રહેવાવાળી આત્મા જોવામાં આવે છે, ન દૂરદેશ માં રહેવા વાળા પરમાત્મા જોવામાં આવે છે. એક જ પરમાત્મા અને આત્મા છે જે આ આંખોથી જોવામાં નથી આવતાં. બીજી બધી ચીજો જોવામાં આવે છે. આ સમજવામાં આવે છે કે આપણે આત્મા છીએ. આ મનુષ્ય સમજે છે કે આત્મા અલગ છે, શરીર અલગ છે. આત્મા દૂરદેશ થી આવીને શરીર માં પ્રવેશ કરે છે. તમે દરેક વાત ને સારી રીતે સમજી રહ્યાં છો. આપણે આત્મા કેવી રીતે દૂરદેશ થી આવીએ છીએ. આત્મા પણ જોવામાં નથી આવતી, ભણાવવા વાળા બાપ પરમાત્મા પણ જોવામાં નથી આવતાં. આવું તો ક્યારેય કોઈ સતસંગ માં અથવા શાસ્ત્રો માં સાંભળ્યું નથી. ન ક્યારેય સાંભળ્યું, ન ક્યારેય જોયું. હમણાં તમે જાણો છો આપણે આત્મા જોવામાં નથી આવતી. આત્માને જ ભણવાનું છે. આત્મા તો બધું કરે છે ને. આ નવી વાત છે ને જે બીજું કોઈ સમજાવી ન શકે. પરમપિતા પરમાત્મા જે જ્ઞાનનાં સાગર છે, એ પણ જોવામાં નથી આવતાં. નિરાકાર ભણાવે કેવી રીતે? આત્મા પણ શરીર માં આવે છે ને. એમ પરમપિતા પરમાત્મા બાપ પણ ભાગ્યશાળી રથ અથવા ભાગીરથ માં આવે છે. આ રથને પણ પોતાની આત્મા છે. તે પણ પોતાની આત્માને જોઈ થોડી શકે છે. બાપ આ રથનાં આધાર થી આવીને બાળકોને ભણાવે છે. આત્મા પણ એક શરીર છોડી પછી બીજું લે છે. આત્મા ની ઓળખ છે, દેખાતી નથી. એ બાપ જે દેખાતા નથી, એ તમને ભણાવી રહ્યાં છે. આ છે બિલકુલ નવી વાત. બાપ કહે છે હું પણ ડ્રામા પ્લાન અનુસાર પોતાનાં સમય પર આવીને શરીર ધારણ કરું છું. નહીં તો આપ મીઠા-મીઠા બાળકોને દુઃખ થી કેવી રીતે છોડાવું. હવે તમે બાળકો જાગેલાં છો. દુનિયાનાં મનુષ્ય બધાં સૂતેલાં છે. જ્યારે કે તમારી પાસે આવીને સમજે અને બ્રાહ્મણ બને. બીજા સતસંગો માં કોઈ પણ જઈને બેસી શકે છે. અહીંયા એમ કોઈ આવી ન શકે કારણ કે આ પાઠશાળા છે ને. બેરિસ્ટર ની પરીક્ષામાં તમે જઈને બેસો તો કંઈ પણ સમજી નહીં શકો. આ છે બિલકુલ નવી વાત. ભણાવવા વાળા પણ જોવામાં નથી આવતાં. ભણવાવાળા પણ જોવામાં નથી આવતાં. આત્મા અંદર સાંભળે છે, ધારણ કરે છે. અંદર નિશ્ચય થતો જાય છે. આ વાત તો બરાબર ઠીક છે. પરમાત્મા અને આત્મા બંને જોવામાં નથી આવતાં. બુદ્ધિ થી સમજાય છે-હું આત્મા છું. ઘણાં તો આ પણ નથી માનતાં, કહી દે છે નેચર (કુદરતી) છે. પછી તેનું વર્ણન પણ કરે છે. અનેક મત છે ને. આપ બાળકોએ આ નોલેજ માં બીઝી (વ્યસ્ત) રહેવાનું છે. કર્મેન્દ્રિયો જે પણ દગો આપે છે, તેને પણ વશમાં કરવાની છે. મુખ્ય છે આંખો જે બધું જુએ છે. આંખો જ બાળક જુએ છે તો કહે છે આ અમારું બાળક છે. નહીં તો સમજે કેવી રીતે! કોઈ જન્મ થી જ આંધળા હોય છે તો પછી તેમને સમજાવે છે આ તમારો ભાઈ છે, જોઈ નથી શકતાં. બુદ્ધિ થી સમજે છે. વાસ્તવ માં કોઈ આંધળા સૂરદાસ હોય તો જ્ઞાન ને સારું ઉઠાવી શકે છે, કારણ કે દગો આપવાવાળી આંખો નથી. ભલે બીજું કંઈ કામ તે ન કરી શકે, જ્ઞાન સારું લઈ શકે છે. સ્ત્રી ને પણ નહીં જોશે. બીજાઓને જુએ તો બુદ્ધિ જાય. તેમને પકડે પણ. જોતાં જ નથી તો પકડે કેવી રીતે? તો બાપ સમજાવે છે કર્મેન્દ્રિયોને પાક્કી કરવાની છે. ક્રિમિનલ અર્થાત્ ખરાબ દૃષ્ટિ થી કોઈ પણ બહેન ને નથી જોવાનું. તમે પણ બહેન-ભાઈ છો ને. ખરાબ દૃષ્ટિ નો જરા પણ ખ્યાલ ન આવે. ભલે આજકાલ કળયુગ છે, ભાઈ-બહેન પણ ખરાબ થઇ જાય છે. પરંતુ લો (કાયદા) મુજબ ભાઈ-બહેન નાં ખરાબ ખ્યાલાત નહીં રહેશે.

આપણે એક બાપ નાં બાળકો છીએ. બાબા ડાયરેક્શન આપે છે-તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો તો આ જ્ઞાન પાક્કું થઈ જવું જોઈએ કે આપણે ભાઈ-બહેન છીએ. આપણે આત્માઓ ભગવાન નાં બાળકો ભાઈ-ભાઈ છીએ પછી શરીર માં પ્રજાપિતા બ્રહ્મા દ્વારા ભાઈ-બહેન બનીએ છીએ કારણ કે એડોપ્ટ થઈએ છીએ ને. ખરાબ દૃષ્ટિ જઈ ન શકે. આ પાક્કું-પાક્કું સમજો-આપણે આત્મા છીએ. બાબા આપણને ભણાવે છે, આપણે આત્મા ભણીએ છીએ આ શરીર થી. આ ઓર્ગન્સ (અવયવો) છે. આપણે આત્મા આનાથી અલગ છીએ, આ કર્મેન્દ્રિયો થી હું કર્મ કરું છું. હું કર્મેન્દ્રિય થોડી છું. હું આનાથી ન્યારી આત્મા છું. આ શરીર લઈને પાર્ટ ભજવું છું, તે પણ અલૌકિક. બીજા કોઈ મનુષ્ય આ પાર્ટ નથી ભજવતાં. તમે ભજવો છો. ઘડી-ઘડી સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. પછી એજ આપણા શિક્ષક પણ છે, ગુરુ પણ છે. તે સાકાર બાપ-શિક્ષક-ગુરુ અલગ-અલગ હોય છે. આ નિરાકારી એક જ બાપ-શિક્ષક-ગુરુ છે. અહીંયા બાળકોને હવે નવી શિક્ષા મળી રહી છે. બાપ-શિક્ષક-ગુરુ ત્રણેય નિરાકારી છે. આપણે પણ નિરાકાર આત્મા ભણીએ છીએ ત્યારે તો સમજાય આત્મા-પરમાત્મા અલગ રહે બહુકાળ. મળવાનું અહીંયા જ થાય છે. જ્યારે કે બાપને આવીને પાવન બનાવવાનાં હોય છે. મૂળવતન માં આત્માઓ જઈને મળશે. ત્યાં તો કોઇ ખેલ નથી, તે તો છે પોતાનું ઘર. ત્યાં બધી આત્માઓ રહે છે. અંતમાં બધી આત્માઓ ત્યાં ચાલી જશે. આત્માઓ જે પાર્ટ ભજવવા આવે છે, તે વચમાં થી પાછી જઈ નથી શકતી. અંત સુધી પાર્ટ ભજવવાનો છે. પુનર્જન્મ લેતા રહેવાનું છે, જેથી બધાં આવી જાય. સતોપ્રધાન થી સતો-રજો-તમો માં આવી જાય. પછી અંત માં નાટક પૂરું થાય છે તો તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાપ બધી વાતો તો ઠીક સમજાવે છે ને. જ્ઞાન માર્ગ છે જ સત્ય. સત્યમ શિવમ સુંદરમ કહેવાય છે ને. સત્ય બોલવા વાળા એક બાપ છે, આ સંગમ પર પુરુષાર્થી બનવાનાં માટે આ એક જ સત નો સંગ હોય છે. બાપ જ્યારે આવે છે, બાળકો થી મળે છે, ત્યારે તેને જ સતસંગ કહેવાય છે. બાકી બધાં છે કુસંગ. ગવાય છે-સત નો સંગ તારે કુસંગ બોરે. કુસંગ છે રાવણ નો. બાપ કહે છે હું તો તમને પાર લઈ જાઉં છું. પછી તમને ડુબાડે કોણ છે? તમોપ્રધાન કેવી રીતે બની જાઓ છો, તે પણ બતાવવું પડે છે. સામે દુશ્મન છે માયા. શિવબાબા છે મિત્ર. એમને કહેવાય છે-પતિઓનાં પતિ. આ મહિમા કોઈ રાવણ ની નથી. ફક્ત કહેશે રાવણ છે, બસ બીજું કાંઈ નહીં. રાવણને કેમ બાળે છે? ત્યાં પણ તમે ખુબ જ સર્વિસ (સેવા) કરી શકો છો? કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા કે રાવણ કોણ છે? ક્યારે આવે છે, કેમ બાળે છે? બ્લાઈન્ડફેથ (અંધશ્રદ્ધા) છે ને. આપ બાળકોને સમજાવવાની ઓથોરિટી (સત્તા) છે. જેમ તેઓ શાસ્ત્ર ઓથોરિટી થી સંભળાવે છે ને. સાંભળવા વાળા પણ ખુબ મસ્ત હોય છે. પૈસા આપતા રહે છે. સંસ્કૃત શીખવાડો, ગીતા શીખવાડો. તેનાં માટે પણ પૈસા ખુબ આપે છે. બાપ સમજાવે છે બાળકો તમે કેટલો વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની કરતાં આવ્યાં છો.

તમારી પાસે જે આ બ્રાહ્મણ કુળ નાં હશે તે આવતા રહેશે એટલે તમે પ્રદર્શની વગેરે કરો છો. અહીંયા નાં ફૂલ હશે તો આવશે જરુર. આ ઝાડ વધતું જાય છે. બાપે બીજ લગાવ્યું છે એક બ્રહ્મા એનાથી પછી બ્રાહ્મણ કુળ થાય. એક થી વધતા ગયાં. પહેલાં ઘરવાળા પછી મિત્ર-સંબંધી આસપાસ વાળા આવવા લાગ્યાં. પછી સાંભળતા-સાંભળતા કેટલાં આવી જાય છે. સમજે છે આપણ સતસંગ છે. પરંતુ આમાં છે પવિત્રતા ની મહેનત, જેનાથી જ હંગામો થયો. હમણાં પણ થતા રહે છે એટલે ગાળો આપે છે. કહે છે ભગાવતા હતાં, પટરાણી બનાવતા હતાં. પટરાણી તો સ્વર્ગમાં બનશે ને. જરુર અહીંયા પવિત્ર બનાવ્યાં હશે. તમે બધાને સંભળાવો છો-આ મહારાણી-મહારાજા બનવાનાં માટે નોલેજ છે. નર થી નારાયણ બનવાની સાચી-સાચી કથા તમે સાચાં ભગવાન થી સાંભળો છો. આ લક્ષ્મી-નારાયણ ને કોઈ ભગવાન-ભગવતી કહી નથી શકાતું. પરંતુ પૂજારી લોકો નારાયણ નાં ચિત્ર ને એટલું નથી માનતા જેટલું કૃષ્ણને. કૃષ્ણ નાં ચિત્ર ખુબ ખરીદી કરે છે. કૃષ્ણ નું આટલું માન કેમ છે? કારણ કે નાનું બાળક છે ને. મહાત્મા થી પણ બાળકોને ઉંચા રાખે છે કારણ કે મહાત્મા તો ઘરબાર વગેરે બધું બનાવીને પછી છોડે છે. કોઈ બાળ બ્રહ્મચારી પણ હોય છે. પરંતુ તેમને ખબર છે કામ-ક્રોધ શું હોય છે. નાનાં બાળક ને ખબર નથી રહેતી એટલે મહાત્મા થી ઉંચા કહેવાય છે એટલે કૃષ્ણ ને વધારે માન આપે છે. કૃષ્ણ ને જોઈ ખુબ ખુશ થાય છે. ભારત નાં લોર્ડ (દેવતા) કૃષ્ણ છે. બાળકીઓ પણ કૃષ્ણ ને ખુબ પ્રેમ કરે છે. એમનાં જેવો પતિ મળે, એમનાં જેવો બાળક મળે. કૃષ્ણ માં કશિશ (આકર્ષણ) ખુબ છે. સતોપ્રધાન છે ને. બાપ કહેતાં રહે, જેટલું યાદ માં રહેશો એટલાં તમોપ્રધાન થી તમો રજો માં આવતા જશો અને ખુશી પણ થશે. પેહલાં તમે સતોપ્રધાન હતાં તો ખુબ ખુશી માં હતાં પછી કળા ઓછી થતી જાય છે. તમે જેટલું યાદ કરતાં રહેશો તો સુખ પણ એટલું ફીલ (અનુભવ) થશે અને તમે ટ્રાન્સફર (પરિવર્તન) થતા જશો. તમો થી રજો સતો માં આવતા જશો તો તાકાત, ખુશી, ધારણા વધતી જશે. આ સમયે તમારી ચઢતી કળા છે. સિક્ખ લોકો ગાએ પણ છે તેરે ભાને સર્વ કા ભલા. તમે જાણો છો હમણાં આપણી ચઢતી કળા થાય છે યાદ થી. જેટલું યાદ કરીશું એટલી ઉંચ ચઢતી કળા થશે. સંપૂર્ણ બનવાનું છે ને. ચંદ્રમાની પણ કિનારી રહી જાય છે પછી કળા વધતાં-વધતાં સંપૂર્ણ બની જાય છે. તમારું પણ એવું છે. ચંદ્રમા પર પણ ગ્રહણ લાગે છે તો કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. તમે ફટ થી ૫ વિકારો નું દાન આપી નથી શકતાં. આંખો પણ કેટલી દગો આપે છે. સમજતા નથી કે અમારી ખરાબ દૃષ્ટિ જાય છે. આપણે જ્યારે કે બ્રહ્માકુમાર-કુમારી બન્યાં તો ભાઈ-બહેન થઈ ગયાં. પછી જો દિલ થાય છે આમને હાથ લગાવીએ, તો તે ભાઈ-ભાઈ નો પ્રેમ નીકળી સ્ત્રીપણા નો ક્રિમિનલ (અપવિત્ર) પ્રેમ થઈ જાય છે. કોઈનું દિલ અંદર ખાય છે અમે બાપનાં બન્યાં છીએ તો અમને કોઈ પણ ખરાબ દૃષ્ટિ થી હાથ લગાવી ન શકે. પછી કહે છે બાબા અમને આ હાથ લગાવે છે, અમને ઠીક નથી લાગતું. બાબા પછી મુરલી ચલાવે છે-આનાથી તમારી અવસ્થા ઠીક નહિં રહેશે. ભલે મુરલી ખુબ સારી સંભળાવે, અનેકોને સમજાવે છે પરંતુ અવસ્થા નથી. ખરાબ દૃષ્ટિ થઈ જાય છે. એટલી ગંદી દુનિયા છે. બાળકો સમજે છે મંઝિલ ખુબ ઊંચી છે. બાપની યાદ માં સેન્સીબલ (સમજદાર) થઈ રહેવાનું છે. આપણે બ્રહ્માકુમાર-કુમારી છીએ. આપણું રુહાની કનેક્શન (સંબંધ) છે, બ્લડ કનેક્શન (લોહી નો સંબંધ) નથી. આમ તો લોહી થી બધાં પેદા થાય છે, સતયુગ માં પણ બ્લડ કનેક્શન હોય છે પરંતુ તે શરીર યોગબળ થી મળે છે. કહેશે વિકાર વગર બાળકો પેદા કેવી રીતે થશે! બાપ કહે છે તે છે નિર્વિકારી દુનિયા, ત્યાં વિકાર હોતાં જ નથી. ત્યાં પણ જો નગ્ન થાય તો ત્યાં પણ રાવણ રાજ્ય થઈ જાએ. પછી અહીંયા અને ત્યાં માં ફર્ક જ શું રહ્યો! આ સમજવાની વાતો છે. ખરાબ દૃષ્ટિ મટી જવામાં ખુબ મહેનત લાગે છે. કોલેજ માં બાળકો-બાળકીઓ સાથે ભણે છે, તો અનેકો ની ક્રિમિનલ આંખો (કુદૃષ્ટિ) થઈ જાય છે. બાળકોએ સમજાવવાનું છે અમે ગોડ ફાધર નાં બાળકો છીએ તો આપસ માં બહેન-ભાઈ થઈ ગયાં. પછી ખરાબ દૃષ્ટિ કેમ રખાય. બધાં કહે પણ છે અમે ઈશ્વરની સંતાન છીએ. આત્માઓ તો થઈ નિરાકારી સંતાન. પછી બાપ રચે છે તો જરુર સાકારી બ્રાહ્મણ રચશે. પ્રજાપિતા બ્રહ્મા તો સાકાર હશે ને. તે થઈ ગયું એડોપ્શન (દત્તક). ખોળાનાં બાળક. મનુષ્યની બુદ્ધિ માં આ બિલકુલ નથી આવતું કે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ કેવી રીતે રચી.

તમે પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બ્રહ્માકુમાર-કુમારીઓ ભાઈ-બહેન થયાં. ખરાબ દૃષ્ટિ ની બહુજ ખબરદારી જોઈએ. આમાં અનેકો ને તકલીફ થાય છે. ઉંચે થી ઉંચું પદ પામવું છે તો મહેનત કરવાની છે. બાપ કહે છે પવિત્ર બનો. આમનું પણ કોઈ માને છે, કોઈ નથી માનતાં. ખુબ મહેનત છે. મહેનત વગર ઉંચ કેવી રીતે બનશો? બાળકોને ખબરદાર રહેવાનું છે. ભાઈ-બહેન નો અર્થ જ છે-એક બાપ નાં બાળકો, પછી ખરાબ દૃષ્ટિ કેમ જવી જોઈએ. બાળકો સમજે છે બાબા ઠીક કહે છે-અમારી ક્રિમિનલ દૃષ્ટિ જાય છે. સ્ત્રી ની પણ જાય છે, તો પુરુષ ની પણ જાય છે. મંઝિલ છે ને. નોલેજ તો ખુબ સંભળાવે છે પરંતુ જ્યારે કે ચલન પણ પવિત્રતા ની હોય એટલે બાબા કહે છે સૌથી વધારે દગો આપવાવાળી આ આંખો છે. મુખ પણ મ્યાઉ-મ્યાઉ ત્યારે કરે છે જ્યારે આંખો થી વસ્તુ જોવે છે ત્યારે દિલ થાય છે આ ખાવું એટલે કર્મેન્દ્રિયો પર જીત પામવાની છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પવિત્રતા ની ચલન અપનાવવાની છે. ખરાબ દૃષ્ટિ, ખરાબ વિચાર સમાપ્ત કરવાનાં માટે પોતાને આ કર્મેન્દ્રિયો થી ન્યારા આત્મા સમજવાનું છે.

2. આપસ માં રુહાની કનેક્શન (આત્મીય સંબંધ) રાખવાનું છે, બ્લડ કનેક્શન (લોહીનો સંબંધ) નહીં. પોતાનો અમૂલ્ય સમય અને પૈસા વેસ્ટ નથી કરવાનાં. સંગદોષ થી પોતાની ખુબ-ખુબ સંભાળ કરવાની છે.

વરદાન :-
બ્રહ્મા - મૂહર્ત નાં સમયે વરદાન લેવા અને દાન આપવાવાળા બાપ સમાન વરદાની , મહાદાની ભવ

બ્રહ્મ-મૂહર્ત નાં સમયે વિશેષ બ્રહ્મલોક નિવાસી બાપ જ્ઞાન સૂર્ય ની લાઈટ અને માઈટ ની કિરણો બાળકોને વરદાન રુપ માં આપે છે. સાથે-સાથે બ્રહ્મા બાપ ભાગ્ય વિધાતાનાં રુપ માં ભાગ્ય રુપી અમૃત વેંચે છે ફક્ત બુદ્ધિ રુપી કળશ અમૃત ધારણ કરવાનાં યોગ્ય હોય. કોઈ પણ પ્રકારનાં વિધ્ન અથવા રુકાવટ ન હોય, તો આખા દિવસનાં માટે શ્રેષ્ઠ સ્થિતિ અથવા કર્મ નું મૂહર્ત કાઢી શકો છો કારણ કે અમૃતવેલા નું વાતાવરણ જ વૃત્તિ ને બદલવા વાળું હોય છે એટલે તે સમયે વરદાન લેતા દાન આપો અર્થાત્ વરદાની અને મહાદાની બનો.

સ્લોગન :-
ક્રોધી નું કામ છે ક્રોધ કરવો અને તમારું કામ છે સ્નેહ આપવો.