૦૨-૦૨-૨૦૨૦    પ્રાતઃમુરલી   ઓમ શાંતિ   અવ્યક્ત-બાપદાદા રીવાઈઝ ૩૦-૧૧-૨૦૧૦ મધુબન


દર કલાકે ૫ સ્વરુપો ની કસરત કરી મનને શક્તિશાળી બનાવો, જ્યારે બાબા જ સંસાર છે તો સંસ્કાર પણ બાપ જેવાં બનાવો


આજે બાપદાદા સર્વ એક દેશી બાળકોથી મળવા આવ્યાં છે, જે ઓરિજનલ (વાસ્તવમાં) બધાનો દેશ છે જાણો છો ને એક દેશ કેટલો પ્રિય છે! બાપદાદા પણ એજ દેશ થી સર્વ બાળકોને મળવાં આવ્યાં છે. બાળકોને બાપથી મળવાની ખુશી છે અને બાપને બાળકોથી મળવાની ખુશી છે. આજે બાપદાદા સર્વ બાળકોનાં સ્વરુપો ને, વિશેષ ૫ રુપોને જોઈ રહ્યાં છે એટલે ૫ મુખી બ્રહ્માનું પણ ગાયન છે. તો સ્વયંનાં ૫ રુપોને જાણો છો ને! પહેલું સર્વનું જ્યોતિ બિંદુ રુપ, આવી ગયું તમારી સામે! કેટલું ચમકતું પ્યારું રુપ છે. બીજું દેવતા રુપ, તે રુપ પણ કેટલુ પ્યારું અને ન્યારું છે. ત્રીજું રુપ મધ્યમાં પૂજનીય રુપ, ચોથું રુપ બ્રાહ્મણ રુપ સંગમવાસી તે પણ એટલું મહાન છે અને પાંચમુ રુપ ફરિશ્તા રુપ. આ પાંચેવ રુપ કેટલાં પ્યારાં છે. બાપદાદા આજે બાળકોને મનની કસરત શીખવાડે છે કારણ કે મન બાળકોને ક્યારેક-ક્યારેક પોતાની તરફ ખેંચી લે છે. તો આજે બાપદાદા મનને એકરસ બનાવવાની કસરત શીખવાડી રહ્યાં છે. આખાં દિવસમાં આ ૫ રુપોની કસરત કરો અને અનુભવ કરો જે રુપ વિચારો તેનું મનમાં અનુભવ કરો. જેવી રીતે જ્યોતિ બિન્દુ કહેવાથી તે ચમકતું રુપ સામે આવી ગયું! એવી રીતે પાંચેવ રુપ સામે લાવો અને તે રુપ નો અનુભવ કરો. દર કલાકમાં ૫ સેકન્ડ આ ડ્રિલમાં લગાવો. જો સેકન્ડ નહીં તો ૫ મિનિટ લગાવો. દરેક રુપ સામે લાવો, અનુભવ કરો. મનને આ રુહાની કસરતમાં વ્યસ્ત કરો તો મન કસરત થી સદા ઠીક રહેશે. જેમ શરીરની કસરત શરીરને તંદુરસ્ત રાખે છે, તેમ આ કસરત મનને શક્તિશાળી રાખશે. એક સેકન્ડ પણ મનમાં તે રુપને લાવો, સમજો છો સહજ છે ને આ, કે મુશ્કેલ લાગે છે? મુશ્કિલ નહિ લાગશે કારણ કે આ કસરત તમે અનેકવાર કરેલી છે. દરેક કલ્પ કરી છે. પોતાનું જ રુપ સામે લાવવું આ મુશ્કેલ ન હોય. એક-એક રુપને સામે આવતાં જ દરેક રુપની વિશેષતાનો અનુભવ થશે. ક્યારેક-ક્યારેક ઘણાં બાળકો કહે છે કે અમે આજ રુપો નો અનુભવ કરવાં ઈચ્છીએ છીએ પરંતુ મન બીજી તરફ ચાલ્યું જાય છે. જેટલો સમય જ્યાં મન લગાવવાં ઈચ્છીએ છીએ એટલાં સમયને બદલે વ્યર્થ, અયથાર્થ સંકલ્પ પણ આવી જાય છે. ક્યારેક મનમાં અલબેલાપણું પણ આવી જાય, તો બાપદાદા દર કલાકે ૫ સેકન્ડ અથવા ૫ મિનિટ આ કસરતને અનુભવ કરાવવા ઈચ્છે છે. ૫ મિનિટ કરીને મનને આ તરફ ચલાવો. ચાલવું તો સારું હોય છે ને! પછી પોતાનાં કામમાં લાગી જાઓ કારણ કે કાર્ય તો કરવાનું જ છે. કાર્ય વગર તો ચાલવાનું નથી. યજ્ઞ સેવા, વિશ્વ સેવા તો બધાં કરી રહ્યાં છો અને કરવાની જ છે. આ ૫ મિનિટની ડ્રિલ કર્યા પછી જે પોતાનું કાર્ય છે એમાં લાગી જાઓ. ભલે ૫ સેકન્ડ લગાવો, ભલે ૫ મિનિટ લગાવો પરંતુ કોઈ એવું છે જેમને આટલો સમય પણ નથી મળતો! છે કોઈ હાથ ઉપાડો, જેમને ૫ મિનિટ પણ નથી. કોઈ નથી. છે કોઈ? બધાં નીકાળી શકે છે. તો ઘડી-ઘડી આ કસરત કરો તો કાર્ય કરતાં પણ આ નશો રહેશે કારણ કે બાપનો મંત્ર પણ છે મનમનાભવ. તો આજ મંત્ર મનનાં અનુભવ થી માયાજીત બનવામાં યંત્ર બની જશે કારણ કે બાપદાદાએ બતાવી દીધું છે કે જેટલો સમય આગળ વધશે, તે અનુસાર એક સેકન્ડમાં પૂર્ણવિરામ લગાવવું પડશે. તો આ કસરત કરવાથી મનમનાભવ થવામાં મદદ મળશે કારણ કે બાપદાદાએ જોયું કે જે પણ ભાષણ કરો છો અથવા કોઈને પણ સંદેશ આપો છો તો શું કહો છો? અમે વિશ્વને પરિવર્તન કરવાં વાળા છીએં. તો જ્યારે વિશ્વને પરિવર્તન કરવાનું છે તો પહેલાં પોતાનાં મનને એવું શક્તિશાળી બનાવો જેથી જે સમયે જે સંકલ્પ કરવાં ઈચ્છો તેજ મન સંકલ્પ કરી શકે. સેકન્ડમાં આદેશ આપો, જેમ આ શરીરની બીજી કર્મેન્દ્રિયો ને આદેશ આપો છો, ઉપર થાઓ, નીચે થાઓ તો કરે છે ને! એમ મન વ્યર્થ અયથાર્થ થી બચી જાય, મનનાં માલિક છો, મારું મન કહો છો ને! તો મારું મન એટલું આદેશમાં રહે તેનાં માટે આ મનની કસરત બતાવી.
બાપદાદાએ જોયું દરેક બાળક એજ ઈચ્છે છે કે એ અમારે મનજીત જગતજીત બનવું છે એટલે આવવાવાળા સમય પહેલાં આ અભ્યાસ જ્યાં ઈચ્છો ત્યાં મન સહજ ટકી જાય. તો આજે બાપદાદા એજ ઈચ્છે છે કે દરેક બાળક એવો શક્તિશાળી બને જેથી જે સંકલ્પ કરે તેજ પ્રમાણે મન બુદ્ધિ સંસ્કાર આદેશમાં હોય. જેમનો આ અભ્યાસ હશે તે જગતજીત અવશ્ય બનશે. બાપદાદાથી, પરિવાર થી પ્રેમ તો બધાનો છે. જેટલો બાળકોને બાપથી પ્રેમ છે તેનાંથી વધારે બાપનો બાળકોથી પ્રેમ છે. તો બાળકોએ ચતુરાઈ સારી કરી છે, મારાં બાબા, મારાં બાબા કહીને મારાં બનાવી લીધાં છે. દરેક બાળક આજ નિશ્ચય થી કહે છે મારાં બાબા. અને બાપ પણ કહે મારાં બાળકો. આ મારાં શબ્દ એ કમાલ કરી દીધી. દરેકનાં દિલમાં કેટલો ઉમંગ આવે છે મારાં બાબા, પ્યારા બાબા અને બાપ પણ વારં-વાર કહે છે મારાં બાળકો. કોઈ પણ માયાનો વાર થાય કારણ કે અડધોકલ્પ માયાને પોતાની બનાવી છે ને! તો માયાનો પણ આપ સર્વ થી પ્રેમ તો હશે ને! તો તે ઘડી-ઘડી આવવાની કોશિશ કરે છે પરંતુ જે દિલથી મારાં બાબા કહે છે તો બાપનો સહયોગ મળે છે. એક વાર દિલથી કીધુંકહ્યું મારાં બાબા તો હજાર વાર બાપ બંધાયેલાં છે, શક્તિશાળી સહયોગ આપવા માટે. અનુભવ છે ને! ફક્ત સમય પર આ અનુભવ ને પ્રેકટિકલ (વ્યવહાર) માં લાવો.
બાપદાદા બાળકોની એક વાત જોઈને દિલમાં બાળકો ઉપર હસે છે. જાણો છો કઈ વાત? બધાં કહે છે કે બાબા જ મારો સંસાર છે, કહો છો ને બાપ જ અમારો સંસાર છે! કહો છો, જે કહે છે બાપ જ મારો સંસાર છે તે હાથ ઉઠાવો. સારું, બાપ જ સંસાર છે. બીજો તો કોઈ સંસાર નથી ને! સંસાર બીજો નથી પરંતુ બીજું શું છે! સંસ્કાર. જ્યારે બાપ જ મારો સંસાર છે, બીજો કોઈ સંસાર છે જ નહીં. સંસાર નથી પરંતુ સંસ્કાર કેવી રીતે પેદા થઈ જાય છે? આજકાલ બાપદાદા સમય પ્રમાણે સંસ્કાર શબ્દને ખતમ કરવા ઈચ્છે છે. ખતમ થઈ શકે છે? ખતમ થઈ શકે છે? જે સમજે છે કે સંસ્કાર વિઘ્ન રુપ ન બની શકે, આ દૃઢ સંકલ્પ કરી શકો છો, દૃઢ પુરુષાર્થ દ્વારા આજે પણ દૃઢ પુરુષાર્થ કરી શકો છો કે ખતમ કરવાં જ છે. કરશું, વિચારશું, જોઈશું..આ નહીં. કરવું જ છે. સંસ્કારનું કામ છે આવવું અને બાળકોનું કામ છે સમાપ્ત કરવું જ છે. છે હિંમત? છે હિંમત? પહેલાં પણ હાથ ઉઠાવ્યો હતો પરંતુ તપાસ કરો જે સંકલ્પ કર્યો તે થઈ રહ્યું છે? જે સમજે છે કે બાપએ કહ્યું, બાપનું કાર્ય છે લક્ષ આપવું અને બાળકોનું કાર્ય છે જે બાપએ કહ્યું તે કરવાનું જ છે. આની પણ એક તારીખ નક્કી કરો, જેમ ભક્ત લોકો એ તારીખ નક્કી કરી છે, શિવરાત્રી તો મનાવે છે! તો આની તારીખ પણ નક્કી કરો. અચ્છા બધાં ની તારીખ સાથે ન થાય તો પહેલાં એક-એક પોતાનાં માટે તો તારીખ નક્કી કરી સકે છે ને! કરી શકો છો! કરી શકો છો તો હાથ ઉઠાવો. તો કરી! કરી શકો છો તો કરી? ડબલ વિદેશીઓએ તારીખ નક્કી કરી! અચ્છા સામેવાળા કરી નક્કી? જે તારીખ નક્કી કરી ને, તે બાપદાદાને લખીને આપજો. બાપદાદા પણ બાળકોને પેપર પાસ કરવાની બહાદુરી તો આપશે ને. પછી ગીત ગાશે વાહ બાળકો વાહ! સેરીમની મનાવશે જેમણે સંકલ્પ કર્યો અને તે અનુસાર પ્રેક્ટિકલ કર્યું તેની સેરેમની મનાવશે કારણ કે ફરક તો આવતો રહેશે ને! જે તારીખ નક્કી કરશો તેમાં આગળ વધવાં માટે સમીપ તો આવશો ને. ફરક તો પડવાનો શરુ થશે. તો જેમનું તારીખ પ્રમાણે સંપન્ન થશે તેમની બાપદાદા સેરીમની મનાવશે. અંતર જે કરશે તો જોવાં વાળા પણ ચકાસણી કરશે કારણ કે સંપર્કમાં તો આવશો ને! સંસ્કાર કોઈને કોઈની સાથે નીકળે છે ને! કારણ કે બાપદાદાએ જોયું કે દરેક બાળકને આ શુદ્ધ નશો તો છે કે હું માસ્ટર સર્વશક્તિવાન છું. માસ્ટર તો છો ને? જયારે સર્વશક્તિવાન છો તો સંકલ્પ ને પૂરો કરવો આ પણ શક્તિ છે ને! અચ્છા.
જે આજે પહેલી વાર આવ્યાં છે તે ઉઠો. બાપદાદા મુબારક આપે છે. મધુબનમાં આવવાની મુબારક છે, મુબારક છે, મુબારક છે. બાપદાદા તો પણ એવું સમજે છે કે ટૂ લેટ (ખુબ જ મોડું) નું બોર્ડ લાગવાનાં પહેલાં આવી ગયાં છો એટલે આખાં પરિવારની, બાપદાદાની તો છે આખાં પરિવારની પણ આપ સર્વ માં એજ શુભ આશા છે કે સદા ડબલ પુરુષાર્થ કરી છેલ્લે આવતાં પણ જલ્દી જઈ શકો છો. છે હિંમત! જે આજે આવ્યાં છે તેમનામાં આ હિંમત છે! કે છેલ્લે આવતાં પણ જલ્દી જઈ પ્રથમ આવી જાઓ. પ્રથમ નંબરમાં. એક પ્રથમ નહિ, પ્રથમ શ્રેણીમાં પ્રથમ આવો, થઈ શકે છે! જે સમજે છે અમે જલ્દી જઈને પ્રથમ થઇ શકીએ છીએ એ હાથ ઉઠાવો. સ્વયંમાં નિશ્ચય છે? અચ્છા.
સેવાનો ટર્ન દિલ્હી અને આગરા ઝોનનો છે :- બાપદાદાએ સાંભળ્યું કે દિલ્હી શરુ થી લઈને સેવાની નવી-નવી વાતો કરતું આવ્યું છે. કરી છે ને! દિલ્હી એ કરી છે. તો હવે કોઈ નવી ઇન્વેન્શન (શોધ) નીકાળો સેવાની. જે ભાષણ ચાલે છે, પ્રોગ્રામ ચાલે છે તે પણ સારા છે કારણ કે તેનાંથી વૃદ્ધિ થાય છે અને સંબંધમાં આવે છે. જે હમણાં ચાલી રહ્યાં છે એ પણ સરસ છે પરંતુ હવે આ પ્રોગ્રામ બહુજ સમય ચાલ્યાં છે. હવે કોઈ નવી વાત નીકાળો જે સેવા કરવાવાળા ને નવો ઉમંગ, નવો ઉત્સાહ આવે. કરશો ને! સારું છે. બધાને ઉત્સાહમાં લાવીને બધાને તેમાં વ્યસ્ત કરો. અચ્છા.
દિલ્હી વાળા પુરુષાર્થ માં પણ પ્રથમ નંબર લે. બાપદાદાએ બહુજ સમય થી આ કહ્યું છે કે કોઈ પણ સેવાકેન્દ્ર ભલે દેશ, ભલે વિદેશનાં સેવાકેન્દ્ર અને તેનાં સંબંધનાં સેવાકેન્દ્ર ૬ મહિના નિર્વિઘ્ન રહી દેખાડે, કોઈ પણ વિઘ્ન ન આવે, નિર્વિઘ્ન. આમાં જો પ્રથમ નંબર બનશો તો તેનો પણ નિર્વિઘ્ન ભવ નો દિવસ મનાવશે. હમણાં ૬ મહિના કહી રહ્યાં છે, ૬ મહિનાનો અભ્યાસ હશે તો આગળ પણ આદત પડી જશે. પરંતુ ઇનામ લેવાં માટે ૬ મહિનાનો સમય આપે છે. તો દિલ્હી કયો નંબર લેશે? પ્રથમ નંબર. બાપદાદા ને ખુશી છે. આખાં પરિવારને પણ ખુશી છે. સંતુષ્ટતા ની બોલબાલા થાય. ભલે સેવામાં, ભલે જે નિયમ બનેલાં છે તે નિયમમાં, તો જોશે, બાપદાદાએ કહ્યું છે પરંતુ હજી સુધી નામ નથી આવ્યું. ઝોન નહિ તો જે પણ મોટા સેવાકેન્દ્ર છે તેનાં સંબંધવાળા સેવાકેન્દ્ર આટલું પણ કરશે તો બાપદાદા જોશે. હવે જલ્દી-જલ્દી કદમને તો આગળ કરશો, કેમ? અચાનક કાંઈ પણ થઇ શકે છે. તારીખ નહીં બતાવશે. અચ્છા દિલ્હી વાળા બેસી જાઓ.
આગરા સબઝોન :- આગરાએ એવું કોઈ કાર્ય કે સેવા કરવાની છે જે જેમ ગવર્મેન્ટની યાદીમાં આગરા પ્રસિદ્ધ છે તેમ આગરા વાળા કોઈને કોઈ એવી સેવા શોધો જેથી ઓલમાઈટી (સર્વશક્તિવાન) ગવર્મેન્ટમાં પણ પ્રસિદ્ધ થઈ જાઓ. તો જેમ આગરામાં તાજ છે, એવું કંઈક કરો. છે, ઉમ્મીદ છે! ઉમ્મીદ છે તેની મુબારક છે. શું કરશો? પરંતુ કેટલાં સમયમાં કરશો? એવું કોઈ કાર્ય કરો. વિચારજો, અમૃતવેલાએ બેસજો અને વિચારજો તો કોઈને કોઈ ટચિંગ આવી જશે. ઠીક છે, ટીચર્સ હાથ ઉઠાવો. બહુજ છે. તો કમાલ કરજો. બાકી બાપદાદા બધાં બાળકોને એજ કહે છે કોઈ નવીનતા કરો હમણાં. જે ચાલી રહ્યું છે, સમય અનુસાર તે નવીનતા છે પરંતુ હવે વધારે નવીનતા ઇન્વેન્શન (શોધ) કરો, કોઈ પણ ઝોન કરે, પરંતુ નવું નીકાળો. બાકી બાપદાદાને દરેક બાળક પ્રિય પણ છે અને બાપદાદા દરેક બાળકની વિશેષતા પણ જાણે છે. દરેકની વિશેષતા છે જરુર પરંતુ કોઇ કાર્યમાં લગાવે છે, કોઈની છુપાઇ જાય છે એટલે બાપ કહે છે દરેક બાળક બાપને પ્રિય છે, સિકીલધા છે અને બાપ એજ ઇચ્છે છે કે ઉડતાં રહો અને ઉડાવતાં રહો.
ડબલ વિદેશી ભાઈ-બહેનો થી :- ડબલ વિદેશી હંમેશા અનુભવ કરે છે કે અમે બ્રાહ્મણ પરિવાર અને બાપદાદાનાં વિશેષ સિકીલધા છીએં. કેમ! જેટલાં જ દેશનાં હિસાબથી દૂર છે તેટલાં જ બાપદાદાનાં દિલનાં નજીક છે. આ વિશેષતા છે, બાબા જ્યારે કહો છો તો બાબા કહેવામાં જ બધાની શકલ એવી પ્રેમમાં લવલીન થઈ જાય છે જે બાપ પણ જોઈ-જોઈ હર્ષિત થાય છે બીજી એક વાતની વિશેષતા છે કે જે પણ ભારતનાં નિયમ છે તેને પાલન કરવામાં હિંમત રાખે છે. શરુઆતમાં ભારતની સંસ્કૃતિ છે આ અનુભવ કરતાં હતાં પરંતુ હમણાં બાપદાદાએ જોયું કે હવે એવું કહે છે કે અમે પણ પહેલાં ભારતનાં હતાં. ભારતનો નશો, રાજધાની છે ને ભારત, તે સારું દિલમાં બેસી ગયું છે. સેવા પણ હમણાં સુધી સારી કરી છે અને આજકાલ જોયું છે કે પોતાની આસપાસ જ્યાં સેવા નથી, ત્યાં પણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને પરિણામ માં ઘણી જગ્યાએ સફળતા પણ મળી છે. એવું છે ને! કરી રહ્યાં છો ને સેવા? હાથ ઉઠાવો જે આસપાસની સેવા કરી રહ્યાં છે, સારું છે. બાપદાદા ખુશ છે. અચ્છા!
ચારે બાજુનાં બાળકો બાપનાં દિલનાં દુલારા છે, દરેક બાળક આ જ લક્ષ વારં-વાર સ્મૃતિમાં લાવે છે અને લાવવાનું છે કે અમારે તીવ્ર પુરુષાર્થ કરી બાપને પ્રત્યક્ષ કરવાનાં છે. જે બધાનાં દિલ કહે મારા બાબા આવી ગયાં. એવાં ઉમંગ અને ઉત્સાહનો સંકલ્પ આજકાલ બાપદાદાની પાસે પહોંચી રહ્યો છે. આ ઉમંગ-ઉત્સાહ મેજોરીટીનાં દિલમાં આવી ગયો છે. બાપદાદાની આજ આશા છે કે હવે જલ્દી થી જલ્દી બધાને આ સંદેશ પહોંચાડવાનો છે, કોઇ વંચિત ન રહે. કાંઈક ને કાંઈક વારસો લઈ લે. ભલે જીવનમુક્તિ નો નહીં તો પ્રેમથી મુક્તિનો વારસો તો લઈ લે કારણ કે બાપને બધાને વારસો આપવાનો છે. જેટલાં ને વારસો અપાવશો એટલો તમને પણ પોતાનાં રાજ્યમાં રાજ્ય અધિકારી બનવાનો વરસો મળશે. બધી તરફનાં દરેક બાળકને બાપદાદાનો ખૂબ-ખૂબ પ્રેમ અને દુવાઓ સ્વીકાર થાય. અચ્છા.
દાદી રતનમોહિની :- આજની સભાને જોઈ એવું લાગે છે, હવે સમય બહુજ નજીક છે એટલે દિન-પ્રતિદિન બાપ પણ આપણને આગળ માટે પૂરે-પુરા તૈયાર કરી રહ્યાં છે અને સર્વનાં મનમાં આજ ઈચ્છા છે કે હવે જે કંઈ આપણને પ્રાપ્તિઓ થઈ છે તેઓ જલ્દી થી જલ્દી આ બધી વાતોને સમજી લે અને બાપથી દરેક પોત-પોતાનો વારસો લઈ લે. જેટલું આપણે બાબાની વાતોને સાંભળીને આપણામાં ભરતા જઈએ અને બીજાઓને પણ બાપ નો પરીચય આપીને તેઓને બાપની પ્રાપ્તિઓ કરાવતાં રહીએ તો તેમને પણ ખૂબ અનુભવ થતાં રહેશે.
હવે તો લાગે છે જલ્દી થી જલ્દી હવે આ દુનિયા બદલાઈ ફરીથી આપણી નવી દુનિયા આ સૃષ્ટિ પર આવી કે આવી. તો બાબાએ જે વાતો સંભળાવી છે તેના પર મનન કરતાં આપણે સ્વયંને એવાં યોગ્ય બનાવીએ તો જે આપણને જુએ તેઓને આપણા થી બાપનો પરિચય મળી જાય. આપ સર્વને જોઈ મને ખુબ ખુશી છે કે બાબાનાં બાળકોને કેટલો ઉમંગ છે, અને કેવી રીતે સમય અનુસાર પોત-પોતાનો વારસો લેવાં પહોંચી જાય છે. અચ્છા! ઓમ શાંતિ.