06-03-2020    પ્રાતઃમુરલી   ઓમ શાંતિ   અવ્યક્ત-બાપદાદા રીવાઈઝ 31-03-2007 મધુબન


સપૂત બની પોતાની સૂરતથી બાપની સૂરત દેખાડવી નિર્માણ (સેવા) ની સાથે નિર્મલ વાણી, નિર્માન સ્થિતિનું બેલેન્સ (સંતુલન) રાખવું


આજે બાપદાદા ચારેય તરફનાં બાળકોનાં ભાગ્યની રેખાઓ જોઈને હર્ષિત થઈ રહ્યાં છે. બધાં બાળકોનાં મસ્તકમાં ચમકતી જ્યોતિની રેખા ચમકી રહી છે. નયનોમાં રુહાનિયત ની ભાગ્યરેખા દેખાઈ રહી છે. મુખમાં શ્રેષ્ઠ વાણીનાં ભાગ્યની રેખા દેખાઈ રહી છે. હોઠોમાં રુહાની મુસ્કુરાહટ (સ્મિત) જોઈ રહ્યાં છે. હાથોમાં સર્વ પરમાત્મા ખજાનાઓની રેખા દેખાઈ રહી છે. દરેક યાદનાં કદમમાં પદમોની રેખા જોઈ રહ્યાં છે. દરેકનાં હૃદયમાં બાપનાં લવ (પ્રેમ) માં લવલીન ની રેખા જોઈ રહ્યાં છે. આવું શ્રેષ્ઠ ભાગ્ય દરેક બાળક અનુભવ કરી રહ્યાં છે ને! કારણકે આ ભાગ્યની રેખાઓ સ્વયં બાપે દરેકનાં શ્રેષ્ઠ કર્મની કલમથી ખેંચી છે. આવું શ્રેષ્ઠ ભાગ્ય જે અવિનાશી છે, ફક્ત આ જન્મનાં માટે નથી પરંતુ અનેક જન્મોની અવિનાશી ભાગ્ય રેખાઓ છે. અવિનાશી બાપ છે અને અવિનાશી ભાગ્યની રેખાઓ છે. આ સમયે શ્રેષ્ઠ કર્મનાં આધાર પર સર્વ રેખાઓ પ્રાપ્ત થાય છે. આ સમયનો પુરુષાર્થ અનેક જન્મની પ્રાલબ્ધ બનાવી દે છે.


બધાં બાળકોને જે પ્રાલબ્ધ અનેક જન્મ મળવાની છે, બાપદાદા તે હમણાં આ સમયે, આ જન્મમાં પુરુષાર્થનાં પ્રાલબ્ધની પ્રાપ્તિ જોવા ઈચ્છે છે. ફક્ત ભવિષ્ય નહીં પરંતુ હમણાં પણ આ બધી રેખાઓ સદા અનુભવમાં આવે કારણકે હમણાં આ દિવ્ય સંસ્કાર તમારો નવો સંસાર બનાવી રહ્યાં છે. તો તપાસ કરો, તપાસ કરતા આવડે છે ને! સ્વયં જ સ્વયં નાં ચેકર બનો. તો સર્વ ભાગ્યની રેખાઓ હમણાં પણ અનુભવ થાય છે? એવું તો નથી સમજતા કે આ પ્રાલબ્ધ અંતમાં દેખાશે? પ્રાપ્તિ પણ હમણાં જ છે તો પ્રાલબ્ધનો અનુભવ પણ હમણાં કરવાનો છે. ભવિષ્ય સંસારના સંસ્કાર હમણાં પ્રત્યક્ષ જીવનમાં અનુભવ કરવાનાં છે. તો શું તપાસ કરશો? ભવિષ્ય સંસાર ના સંસ્કારો નું ગાયન કરો છો કે ભવિષ્ય સંસારમાં એક રાજ્ય હશે. યાદ છે ને તે સંસાર! કેટલી વાર તે સંસારમાં રાજ્ય કર્યું છે? યાદ છે તે યાદ અપાવવાથી યાદ આવે છે? શું હતાં, તે સ્મૃતિમાં છે ને? પરંતુ તે જ સંસ્કાર હમણાં આ જીવનમાં પ્રત્યક્ષ રુપમાં છે? તો તપાસ કરો હમણાં પણ મનમાં, બુદ્ધિમાં, સંબંધ-સંપર્કમાં, જીવનમાં એક રાજ્ય છે? કે ક્યારેક-ક્યારેક આત્માનાં રાજ્યની સાથે-સાથે માયાનું રાજ્ય પણ તો નથી? જેમ ભવિષ્ય પ્રાલબ્ધમાં એક જ રાજ્ય છે, બે નથી. તો હમણાં પણ બે રાજ્ય તો નથી? જેમ ભવિષ્ય રાજ્યમાં એક રાજ્યની સાથે એક ધર્મ છે, તે ધર્મ કયો છે? સંપૂર્ણ પવિત્રતા ની ધારણાનો ધર્મ છે. તો હમણાં તપાસ કરો કે પવિત્રતા સંપૂર્ણ છે? સ્વપ્નમાં પણ અપવિત્રતાનું નામ-નિશાન ન હોય. પવિત્રતા અર્થાત સંકલ્પ, બોલ, કર્મ અને સંબંધ-સંપર્ક માં એક જ ધારણા સંપૂર્ણ પવિત્રતા ની હોય. બ્રહ્માચારી છો. પોતાની તપાસ કરતાં આવડે છે? જેમને પોતાની તપાસ કરતાં આવડે છે તે હાથ ઉઠાવો. આવડે છે અને કરો પણ છો? કરો છો, કરો છો? ટીચર્સને આવડે છે? ડબલ વિદેશી ને આવડે છે? કેમ? હમણાં એની પવિત્રતાને કારણે તમારા જડ ચિત્રોથી પણ પવિત્રતાની માંગણી કરે છે. પવિત્રતા અર્થાત એક ધર્મ હમણાં ની સ્થાપના છે જે ભવિષ્યમાં પણ ચાલે છે. એમ જ ભવિષ્યનું શું ગાયન છે? એક રાજ્ય, એક ધર્મ અને સાથે સદા સુખ-શાંતિ, સંપત્તિ, અખંડ સુખ, અખંડ શાંતિ, અખંડ સંપત્તિ. તો હમણાં આ તમારા સ્વરાજ્યનાં જીવનમાં, તે છે વિશ્વરાજય અને આ સમયે છે સ્વરાજ્ય, તો તપાસ કરો અવિનાશી સુખ, પરમાત્મ સુખ, અવિનાશી અનુભવ થાય છે? કોઈ સાધન અથવા કોઈ સૈલવેશન નાં આધાર પર સુખનો અનુભવ તો નથી થતો? ક્યારેય કોઇ પણ કારણથી દુઃખની લહેર અનુભવ ન આવવી જોઈએ. કોઈ નામ, માન-શાન નાં આધાર પર તો સુખનો અનુભવ નથી થતો? કેમ? આ નામ-માન, શાન, સાધન, સૈલવેશન આ સ્વયં જ વિનાશી છે, અલ્પકાળનાં છે. તો વિનાશી આધારથી અવિનાશી સુખ ન મળે. તપાસ કરતા જાઓ. હમણાં પણ સાંભળતા પણ જાઓ અને પોતાનામાં તપાસ પણ કરતા જાઓ તો ખબર પડશે કે હમણાં નાં સંસ્કાર અને ભવિષ્ય સંસારની પ્રાબ્ધમાં કેટલું અંતર છે! તમે બધાયે જન્મતાં જ બાપદાદા થી વાયદો કર્યો છે, યાદ છે વાયદો કેમ ભૂલી ગયા છો? એ જ વાયદો કર્યો કે અમે બધાં બાપનાં સાથી બની, વિશ્વ કલ્યાણકારી બની નવો સુખ શાંતિમય સંસાર બનાવવા વાળા છીએ. યાદ છે? પોતાનો વાયદો યાદ છે? યાદ છે તો હાથ ઉઠાવો. પાક્કો વાયદો છે કે થોડી ગડબડ થઈ જાય છે? નવો સંસાર હવે પરમાત્મ સંસ્કારનાં આધારથી બનાવવા વાળા છીએ. તો ફક્ત હમણાં પુરુષાર્થ નથી કરવાનો પરંતુ પુરુષાર્થ ની પ્રાલબ્ધ પણ હમણાં અનુભવ કરવાની છે. સુખની સાથે શાંતિની પણ તપાસ કરો - અશાંત પરિસ્થિતિ, અશાંત વાયુમંડળ તેમાં પણ તમે શાંતિ સાગર નાં બાળકો સદા કમળ પુષ્પ સમાન અશાંતિને પણ શાંતિનાં વાયુમંડળમાં પરિવર્તન કરી શકો છો? શાંત વાયુમંડળ છે, તેમાં તમે શાંતિ અનુભવ કરી, આ કોઈ મોટી વાત નથી પરંતુ તમારો વાયદો છે અશાંતિને શાંતિમાં પરિવર્તન કરવાવાળા છીએ. તો તપાસ કરો-તપાસ કરી રહ્યાં છો ને? પરિવર્તક છો, પરવશ તો નથી ને? પરિવર્તક છો. પરિવર્તક ક્યારેય પરવશ ન હોઈ શકે. આજ પ્રકારથી સંપત્તિ, અખૂટ સંપત્તિ, તે સ્વરાજ્ય અધિકારીની કઈ છે? જ્ઞાન, ગુણ અને શક્તિઓ સ્વરાજ્ય અધિકારીની સંપત્તિઓ આ છે. તો તપાસ કરો-જ્ઞાનનાં આખા વિસ્તારનાં સાર ને સ્પષ્ટ જાણી ગયા છો ને? જ્ઞાનનો અર્થ એ નથી કે ફક્ત ભાષણ કર્યું, કોર્સ કરાવ્યો, જ્ઞાનનો અર્થ છે સમજ. તો દરેક સંકલ્પ, દરેક કર્મ બોલ, જ્ઞાન અર્થાત સમજદાર, નોલેજફુલ, બનીને કરો છો? સર્વ ગુણ પ્રેક્ટીકલ (વ્યવહારિક) જીવનમાં ઈમર્જ ( જાગૃત) રહે છે? સર્વ છે કે યથાશક્તિ છે? આજ પ્રકારે સર્વ શક્તિઓ-તમારું ટાઇટલ (શીર્ષક) છે-માસ્ટર સર્વશક્તિવાન, શક્તિવાન નથી. તો સર્વ શક્તિઓ સંપન્ન છે? અને બીજી વાત સર્વ શક્તિઓ સમય પર કાર્ય કરે છે? સમય પર હાજર થાય છે કે સમય વીતી જાય છે પછી યાદ આવે છે? તો તપાસ કરો ત્રણેય વાતો એક રાજ્ય, એક ધર્મ અને અવિનાશી સુખ-શાંતિ, સંપત્તિ કારણકે નવા સંસારમાં આ વાતો જે હમણાં સ્વરાજ્યના સમયનો અનુભવ છે, તેમ નહીં થઈ શકે. હમણાં આ બધી વાતો નો અનુભવ કરી શકો છો. હમણાંથી આ સંસ્કાર ઈમર્જ હશે ત્યારે અનેક જન્મ પ્રાલબ્ધનાં રુપમાં ચાલશે. એવું તો નથી સમજતા કે ધારણ કરી રહ્યાં છીએ, થઇ જશે, અંત સુધી તો થઇ જ જશું!


બાપદાદાએ પહેલાથી જ ઈશારો આપી દીધો છે કે લાંબાકાળ નો હમણાં નો અભ્યાસ લાંબાકાળ ની પ્રાપ્તિ નો આધાર છે. અંતમાં થઇ જશે નહીં વિચારતા, થઈ જશે નહીં, થવાનું જ છે. કેમ? સ્વરાજ્ય નો જે અધિકાર છે તે હમણાં લાંબાકાળ નો અભ્યાસ જોઈએ. જો એક જન્મમાં અધિકારી નથી બની શકતા, અધીન બની જાવ તો અનેક જન્મ કેવી રીતે થશો! એટલે બાપદાદા બધાં ચારેય તરફનાં બાળકોને ઘડી-ઘડી ઈશારો આપી રહ્યાં છે કે હમણાં સમયની રફતાર તીવ્રગતિમાં જઈ રહી છે એટલે બધાં બાળકો હમણાં ફક્ત પુરુષાર્થી નથી બનવાનું પરંતુ તીવ્ર પુરુષાર્થી બની, પુરુષાર્થની પ્રાલબ્ધનો હમણાં લાંબાકાળ થી અનુભવ કરવાનો છે. તીવ્ર પુરુષાર્થ ની નિશાનીઓ બાપ દાદાએ પહેલાં પણ સંભળાવી છે. તીવ્ર પુરુષાર્થી સદા માસ્ટર દાતા હશે, લેવતા નહી દેવતા, દેવા વાળા. આ હોય તો મારો પુરુષાર્થ થાય, આ કરે તો હું પણ કરું, આ બદલાય તો હું પણ બદલાઉ, આ બદલાય, આ કરે, આ દાતાપણા ની નિશાની નથી. કોઈ કરે ન કરે, પરંતુ હું બાપદાદા સમાન કરું, બ્રહ્મા બાપ સમાન પણ, સાકાર માં પણ જોયું, બાળકો કરે તો હું કરું-ક્યારેય નથી કહ્યું, હું કરીને બાળકોથી કરાવું. બીજી નિશાની છે તીવ્ર પુરુષાર્થની, સદા નિર્માન, કાર્ય કરતાં પણ નિર્માન, નિર્માણ અને નિર્માન બંનેવ નું બેલેન્સ (સંતુલન) જોઈએ. કેમ? નિર્માન બનીને કાર્ય કરવામાં સર્વ દ્વારા દિલનો સ્નેહ અને દુઆઓ મળે છે. બાપ દાદાએ જોયું કે નિર્માણ અર્થાત સેવાના ક્ષેત્રમાં આજકાલ બધા સારા ઉમંગ-ઉત્સાહથી નવા નવા પ્લાન બનાવી રહ્યાં છે. એની બાપદાદા ચારે તરફના બાળકોને શુભેચ્છા આપી રહ્યાં છે.


બાપદાદાની પાસે નિર્માણનાં, સેવાનાં પ્લાન બહુજ સારા-સારા આવ્યાં છે. પરંતુ બાપદાદાએ જોયું કે નિર્માણ ના કાર્ય તો બહુ જ સરસ પરંતુ જેટલો સેવાનાં કાર્યમાં ઉમંગ-ઉત્સાહ છે એટલો જો નિર્માન સ્ટેજ (અવસ્થા) નું બેલેન્સ હોય તો નિર્માણ અર્થાત સેવા નાં કાર્યમાં સફળતા હજી વધારે પ્રત્યક્ષ રુપમાં થઈ શકે છે. બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે-નિર્માન સ્વભાવ, નિર્માન બોલ, અને નિર્માન સ્થિતિથી સંબંધ-સંપર્કમાં આવવું, દેવતાઓનું ગાયન કરે છે પરંતુ છે બ્રાહ્મણોનું ગાયન, દેવતાઓ માટે કહે છે તેમના મુખ થી જે બોલ નીકળે તે જાણે હીરા મોતી, અમૂલ્ય, નિર્મલ વાણી, નિર્મલ સ્વભાવ. તો બાપ દાદાએ જોયું કે નિર્મલ વાણી, નિર્માન સ્થિતિ તેમાં હમણાં અટેન્શન (ધ્યાન) જોઈએ.


બાપદાદાએ ખજાનાનાં ત્રણેય ખાતા જમા કરો, આ પહેલાં બતાવ્યું છે. તો પરિણામમાં શું જોયું? ત્રણ ખાતા કયા છે? તે તો યાદ હશે ને! છતાં પણ રિવાઇઝ કરી રહ્યાં છે-એક છે પોતાના પુરુષાર્થથી જમાનું ખાતું વધારવું. બીજું છે-સદા સ્વયં પણ સંતુષ્ટ રહો અને બીજાઓને પણ સંતુષ્ટ કરો, ભિન્ન-ભિન્ન સંસ્કારને જાણતા પણ સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવું, આનાથી દુવાઓ નું ખાતું જમા થાય છે. જો કોઈ પણ કારણથી સંતુષ્ટ કરવામાં કમી રહી જાય છે પુણ્યના ખાતામાં જમા નથી થતું. સંતુષ્ટતા પુણ્યની ચાવી છે, ભલે રહેવું, ભલે કરવું. અને ત્રીજું છે- સેવામાં પણ સદા નિસ્વાર્થ ,હું-પણું નહીં. મેં કર્યું, કે મારું હોવું જોઈએ, આ હું અને મારા પણું જ્યાં સેવામાં આવી જાય છે ત્યાં પુણ્ય નું ખાતું જમા નથી થતું. મારાપણું, અનુભવી છો આ રોયલ રુપનું પણ મારા પણું બહુ જ છે. રોયલ રુપની મારાપણા ની યાદી સાધારણ મારાપણા થી લાંબી છે. તો જ્યાં પણ હો અને મારાપણાનો સ્વાર્થ આવી જાય છે, નિસ્વાર્થ નથી ત્યાં પુણ્યનું ખાતુ ઓછું જમા થાય છે. મારાપણા ની યાદી પછી ક્યારેક સંભળાવશે, બહુ જ લાંબી છે અને બહુ જ સૂક્ષ્મ છે. તો બાપદાદાએ જોયું કે પોતાના પુરુષાર્થથી યથાશક્તિ બધાં પોત-પોતાનું ખાતું જમા કરી રહ્યાં છે પરંતુ દુવાઓ નું ખાતુ અને પુણ્યનો ખાતુ તે હવે ભરવાની આવશ્યકતા છે. એટલે ત્રણેય ખાતા જમા કરવાનું એટેન્શન. સંસ્કાર વેરાઈટી હમણાં પણ દેખાશે, બધાનાં સંસ્કાર હમણાં સંપન્ન નથી થયા પરંતુ આપણા ઉપર બીજાનાં કમજોર સ્વભાવ, કમજોર સંસ્કારોનો પ્રભાવ ન પડવો જોઈએ. હું માસ્ટર સર્વશક્તિવાન છું, કમજોર સંસ્કાર શક્તિશાળી નથી. મુજ માસ્ટર સર્વશક્તિવાન ની ઉપર કમજોર સંસ્કારનો પ્રભાવ ન પડવો જોઈએ. સેફટી નું સાધન છે બાપદાદાની છત્રછાયામાં રહેવું. બાપદાદાની સાથે કમ્બાઈન્ડ રહેવું. છત્રછાયા છે શ્રીમત. અચ્છા.


સેવાનો ટર્ન ઈસ્ટર્ન ઝોનનો છે, (બંગાળ-બિહાર, ઉડીસા, આસામ, નેપાળ, તમિલનાડુ ઝોન) :- આ તો બહુ જ સરસ, બધા ઝોન વાળાએ ચાન્સ (તક) લેવાની વિધિ સરસ બનાવી છે. અચ્છા તમે બધાએ કોઈ નવી ઇન્વેન્શન નીકાળી છે, સેવાની નવીનતા વિચારી છે? જોનનાં બધા તરફ ની વિશેષ ટીચર્સ હાથ ઉઠાવો. ભિન્ન-ભિન્ન સ્થાનનાં હેડ (મુખ્ય), એક ઝોન હેડ નહીં, પરંતુ ભિન્ન-ભિન્ન સ્થાનના એક હેડ. અચ્છા. તો તમે બધાએ સેવામાં નવીનતાનો પ્લાન શું બનાવ્યો? કોઈ બનાવ્યો છે? આગળવાડી ટીચર્સ બનાવ્યો છે કે બનાવી રહ્યાં છો? બનાવી રહ્યાં છે કારણકે તમારો ઝોન જે છે તેમાં વિસ્તાર બહુજ છે, કેટલી આત્માઓ છે, કેટલાં રાજ્ય છે, કેટલાં ગામ છે. તો એવો પ્લાન બનાવો, જેમ બાપદાદાએ જોયું તો વિદેશમાં આફ્રિકા વાળાઓએ ફક્ત પ્લાન નથી બનાવ્યો, પરંતુ પ્રેક્ટીકલ માં બધાં ક્ષેત્ર કવર કર્યા છે, તો તમારી તરફ તો ઘણાં ક્ષેત્ર છે, તો કેટલાં લોકો સમય સમાપ્ત થવા પર વંચિત રહી જશે ને! તો મળીને એવો કોઈ પ્લાન બનાવો.


જુઓ, બાપદાદાએ બધાં બાળકોને ઉમંગ-ઉત્સાહ અને હિંમતનું વરદાન એક જેવું આપ્યું છે. કોઈને વધારે, કોઈને ઓછું નથી આપ્યું. તો જ્યાં ઉમંગ-ઉત્સાહ છે, ત્યાં હિંમત છે તો શું નથી થઈ શકતું. અસંભવ પણ સંભવ થઈ શકે છે.
બધા પૂછે છે આગળ શું કરવાનું છે? બાપદાદાનો સંકલ્પ છે કે હમણાં વધુમાં વધુ બની બનાવી સ્ટેજ પર તક લો. તેમને સહયોગ બનાવો અને તમે સકાશ આપો.


કારણકે બાપ દાદાએ જોયું કે સ્નેહી, સહયોગી દરેક ઝોનમાં યથાશક્તિ છે પરંતુ તેમને સેવાના સાથી બનાવો. તેમને પણ ઉમંગ-ઉત્સાહની પાંખો આપો. છે ચારેય તરફ કારણકે બાપદાદા ચક્કર લગાવે છે ને! તો પોતાના બાળકોને પણ જુએ છે અને સ્નેહી-સહયોગી આત્માઓને પણ જુએ છે. બાપદાદાની નજરમાં છે પરંતુ તક નથી આપી, પ્રેક્ટીકલ તક નથી લીધી. તો આ વર્ષ તેમને નિમિત્ત બનાવો, સ્નેહી-સહયોગીઓને ઉમંગ-ઉત્સાહ માં લાવો. લાવવા પડે છે. નહીં તો તેઓ પણ તમને ફરિયાદ આપશે કે અમને તો તમે બતાવ્યું જ નહીં કે આવું પણ કરી શકાય છે એટલે હમણાં તક આપવાવાળા બનો. અચ્છા.
ડબલ વિદેશી :- બાપદાદા સદા કહે છે કે ડબલ વિદેશી મધુબન નો વિશેષ શૃંગાર છે. જેમ દેશ પોત-પોતાના ઉમંગ-ઉત્સાહથી વધી રહ્યાં છે તેમ વિદેશી પણ ઓછાં નથી. વિદેશએ પણ થોડા સમયમાં વિસ્તાર સારો કર્યો છે. હમણાં વિદેશ ને ફક્ત એક જ નામ લેવાનું છે, બતાવે કયું એ નામ લેવાનું છે, ખાસ ડબલ વિદેશીઓને? ચારેય તરફ સ્વ અને સેવાનાં બેલેન્સ નું ઈનામ લેવાનું છે. પસંદ છે? વિદેશી પસંદ છે? લેવું છે? હાથ ઉઠાવો. વેલકમ. શુભેચ્છાઓ, પહેલાથી જ શુભેચ્છા.


અચ્છા. હમણાં બાપદાદા એ જે ડ્રિલ બતાવી હતી યાદ છે? ૫-૫ મિનિટ આખા દિવસમાં અનેકવાર ડ્રિલ કરવાની છે. તે કરી છે? જેમણે તે ડ્રિલ કરી છે, તે હાથ ઉઠાવો. થોડાઓએ જ હાથ ઉઠાવ્યો છે. કેમ? થોડો સમય કરી છે? લાંબો સમય નથી કરી તો હવે શું કરશો? ઓછામાં ઓછું બતાવે, ઓછામાં ઓછું ૮ વાર આખા દિવસમાં કરી શકો છો? કરી શકો છો? આમાં હાથ ઉઠાવો. કરશો? સારું છે. પછી જ્યારે બીજી સિઝન શરુ થશે ને, તો તેમાં બાપદાદા બધાથી પરિણામ મંગાવશે. પછી એક વાત બતાવશે, હમણાં નહીં બતાવે. પછી વાત બતાવશે. મધુબન વાળા તો કરશે ને? પહેલો નંબર. તો આ વર્ષમાં હોમ વર્ક, આ સિઝનનું હોમ વર્ક બીજી સીઝન સુધી ઓછામાં ઓછું ૮ વાર આ ડ્રિલ જરુર કરવાની છે. જરુર, જોઈશું નહીં, કરવાનું જ છે. ભલે છૂટી જાય તો એક કલાકમાં અનેક વાર કરીને પૂરી કરજો. નિંદ્રા પછી કરજો. સૂવાનું પછી, પહેલા ડ્રિલ, આઠ વાર પૂરી કરીને પછી સુઈ જાઓ. ઠીક છે ને ટીચર્સ! બહુ જ સારું, ટીચર્સનું વાયુમંડળ સ્વત:જ ફેલાશે.


આજે બાપદાદા બધાને આ જોવા ઈચ્છે છે, હમણાં હમણાં જોવા ઈચ્છે છે કે એક સેકન્ડમાં સ્વરાજ્ય ની સીટ પર કંટ્રોલીંગ પાવર, રુલિંગ પાવરનાં સંસ્કારમાં ઈમર્જ રુપથી સેકન્ડ માં બેસી શકો છો! તો એક સેકન્ડમાં બે ત્રણ મિનીટ માટે રાજ્ય અધિકારી ની સીટ પર સેટ થઈ જાઓ. અચ્છા. (ડ્રિલ)
ચારે તરફનાં બાળકોની યાદ-પ્યાર નાં પત્ર અને સાથે-સાથે જે પણ વિજ્ઞાન નાં સાધન છે તેના દ્વારા યાદ પ્યાર બાપદાદા ની પાસે પહોંચી ગઈ છે. પોતાના દિલ નાં સમાચાર પણ ઘણાં બાળકો લખે પણ છે અને રુહરીહાન માં પણ સંભળાવે છે. બાપદાદા તે બધાં બાળકોને રિસ્પોન્ડ (પ્રતિઉત્તર) આપી રહ્યાં છે કે સદા સાચ્ચી દિલ પર સાહેબ રાજી છે. દિલ ની દુવા ઓ અને દિલનો દુલાર બાપદાદા નો વિશેષ તે આત્માઓ પ્રતિ છે. ચારે તરફનાં જે પણ સમાચાર આપે છે, બધા સારા-સારા ઉત્સાહનાં જે પણ બનાવ્યાં છે, તેની બાપદાદા શુભેચ્છાઓ પણ આપી રહ્યાં છે અને વરદાન પણ આપી રહ્યાં છે, વધતા જાઓ, વધતા જાઓ.
ચારે તરફનાં બાપદાદાનાં કોટોમાં કોઈ, કોઈ માં પણ કોઇ શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકો ને બાપદાદાનો વિશેષ યાદ પ્યાર, બાપદાદા બધાં બાળકો ને હિંમત અને ઉમંગ-ઉત્સાહ અને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આગળ તીવ્ર પુરુષાર્થી બનવાની, બેલેન્સની પદ્મા-પદમગુણા બ્લેસિંગ પણ આપી રહ્યાં છે. બધાનાં ભાગ્ય નો તારો સદા ચમકતો રહે અને બીજાઓનાં ભાગ્ય બનાવતા રહો એની પણ દુઆઓ આપી રહ્યાં છે. ચારેય તરફ નાં બાળકો પોત-પોતાના સ્થાન પર સાંભળી પણ રહ્યાં છે, જોઈ પણ રહ્યાં છે અને બાપદાદા પણ બધાં જ ચારે તરફનાં દૂર બેઠેલાં બાળકોને જોઈ જોઈને ખુશ થઈ રહ્યાં છે. જોતા રહો અને મધુબન ની શોભા વધારતા રહો. તો બધા બાળકોને દિલ ની દુવાઓ સાથે નમસ્તે.

દાદી જાનકીએ બધાને અમદાવાદ હોસ્પિટલ થી યાદ પ્યાર આપ્યા છે.

દાદી રતનમોહિની :- આપણે બધાએ આટલો સમય શાંતિપૂર્વક બાબાની સારી સારી વાતો સાંભળી. હવે જે આપણે બધાએ સાંભળ્યું છે તેને પોતાની અંદર મનન કરવાનું છે અને મનન કરતાં પોતાના કદમ આગળ વધારતા રહેવાનું છે. બાબા એ તો આપણને બધાને બહુ જ સારી શિક્ષાઓ આપી છે, તે શિક્ષાઓ ને આપણે હજી પણ પોતાની અંદર મનન કરીને સ્વયંનાં અંદર તે શક્તિ જાગૃત કરી બધાને સુખ આપતા રહેશું. જે બાબાએ કહ્યું છે તે વાતોને પોતાના જીવનમાં ધારણ કરતાં બધાંને બાપનો સંદેશ પહોંચાડતા રહેશું.