૧૮-૦૧-૨૦૨૦    પ્રાતઃમુરલી    ઓમ શાંતિ  અવ્યક્ત-બાપદાદા રીવાઈઝ ૧૮-૦૧-૨૦૦૭ મધુબન


હવે સ્વયંને મુક્ત કરી માસ્ટર મુક્તિદાતા બની સર્વને મુક્તિ અપાવવા નાં નિમિત્ત બનો


આજે સ્નેહનાં સાગર બાપદાદા ચારે બાજુનાં સ્નેહી બાળકોને જોઈ રહ્યાં છે. બે પ્રકારનાં બાળકો ને જોઈ-જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. એક છે લવલીન (પ્રેમમાં મગન) બાળકો અને બીજા છે લવલી (પ્રેમાળ) બાળકો, બંનેનાં સ્નેહની લહેરો બાપની પાસે અમૃતવેલા નાં પણ પહેલાં થી પહોંચી રહી છે. દરેક બાળકનાં દિલથી સ્વતઃ જ ગીત વાગી રહ્યું છે - મારા બાબા બાપદાદા નાં દિલથી પણ આજ ગીત વાગતું - મારા બાળકો, લાડકાં બાળકો, બાપદાદાનાં પણ સરતાજ બાળકો.
આજે સ્મૃતિ દિવસ નાં કારણે સર્વનાં મનમાં સ્નેહ ની લહેર વધારે છે. અનેક બાળકોનાં સ્નેહની મોતીઓની માળાઓ બાપદાદાનાં ગળામાં પરોવાઈ રહી છે. બાપ પણ પોતાનાં સ્નેહી બાહો ની માળા બાળકોને પહેરાવી રહ્યા છે. બેહદનાં બાપદાદાની બેહદની બાહોમાં સમાઈ ગયા છે. આજે બધાં વિશેષ સ્નેહનાં વિમાનમાં પહોંચી ગયા છે અને દૂર-દૂર થી પણ મનનાં વિમાનમાં અવ્યક્ત રુપથી, ફરિશ્તાનાં રુપથી પહોંચી ગયા છે. બધાં બાળકો ને બાપદાદા આજે સ્મૃતિ દિવસ સો સમર્થી દિવસની પદ્માપદમ યાદ આપી રહ્યાં છે. આ દિવસ કેટલી સ્મૃતિઓ અપાવે છે અને દરેક સ્મૃતિ સેકન્ડમાં સમર્થ બનાવી દે છે. સ્મૃતિઓની લિસ્ટ (યાદી) સેકન્ડમાં સ્મૃતિમાં આવી જાય છે ને. સ્મૃતિ સામે આવતાં સમર્થી નો નશો ચઢી જાય છે. પહેલી-પહેલી સ્મૃતિ યાદ છે ને! જ્યારે બાપનાં બન્યાં તો બાપએ કઈ સ્મૃતિ અપાવી? તમે કલ્પ પહેલાવાળી ભાગ્યવાન આત્મા છો. યાદ કરો આ પહેલી સ્મૃતિથી શું પરિવર્તન આવી ગયું? આત્મ-અભિમાની બનવા થી પરમાત્મા બાપનાં સ્નેહનો નશો ચઢી ગયો. કેમ નશો ચઢ્યો? દિલથી પહેલો સ્નેહનો શબ્દ કયો નીકળ્યો? મારા મીઠા બાબા અને આ એક ગોલ્ડન શબ્દ નીકળવાથી નશો શું ચઢ્યો? બધી પરમાત્મ પ્રાપ્તિઓ મારા બાબા કહેવાથી, જાણવાથી, માનવાથી તમારી પોતાની પ્રાપ્તિઓ થઈ ગઈ. અનુભવ છે ને! મારા બાબા કહેવાથી કેટલી પ્રાપ્તિઓ તમારી થઈ ગઈ! જ્યાં પ્રાપ્તિઓ હોય છે ત્યાં યાદ કરવી નથી પડતી પરંતુ સ્વતઃ જ આવે છે, સહજ આવે છે કારણ કે મારી થઈ ગઈ ને! બાપનો ખજાનો મારો ખજાનો થઈ ગયો, તો મારુંપણું યાદ કરાતું નથી, યાદ રહે જ છે. મારું ભૂલાવવું મુશ્કેલ હોય છે, યાદ કરવું મુશ્કેલ નથી હોતું. જેમ અનુભવ છે મારું શરીર, તો ભૂલાય છે? ભૂલાવવું પડે છે, કેમ? મારું છે ને! તો જ્યાં મારુંપણું આવે છે ત્યાં સહજ યાદ રહી જાય છે. તો સ્મૃતિએ સમર્થ આત્મા બનાવી દીધી - એક શબ્દ મારા બાબા એ. ભાગ્યવિધાતા અખૂટ ખજાનાનાં દાતા ને મારા બનાવી લીધા. આવી કમાલ કરવા વાળા બાળકો છો ને! પરમાત્મ પાલના નાં અધિકારી બની ગયા, જે પરમાત્મ પાલના આખાં કલ્પમાં એક વાર મળે છે, આત્માઓ અને દેવ આત્માઓની પાલના તો મળે છે પરંતુ પરમાત્મ પાલના ફક્ત એક જન્મ માટે મળે છે.
તો આજનાં સ્મૃતિ સો સમર્થી દિવસ પર પરમાત્મ પાલના નો નશો અને ખુશી સહજ યાદ રહી ને! કારણકે આજનું વાયુમંડળ સહજ યાદ ન હતું. તો આજનાં દિવસે સહજયોગી રહ્યા કે આજનાં દિવસે પણ યાદ માટે યુદ્ધ કરવી પડી? કારણ કે આજનો દિવસ સ્નેહ નો દિવસ કહેશું ને, તો સ્નેહ મહેનતને મટાડી દે છે. સ્નેહ બધી વાતો સહજ કરી દે છે. તો બધાં આજનાં દિવસે વિશેષ સહજયોગી રહ્યા કે મુશ્કેલી આવી? જેમને આજનાં દિવસે મુશ્કેલી આવી હોય તે હાથ ઉઠાવો. કોઈને પણ નથી આવી? બધાં સહજયોગી રહ્યાં. અચ્છા જે સહજયોગી રહ્યા તે હાથ ઉઠાવો. (બધાએ ઉપાડ્યો) અચ્છા-સહયોગી રહ્યાં? આજે માયાને રજા આપી દીધી હતી. આજે માયા ન આવી? આજે માયાને વિદાય આપી દીધી? અચ્છા આજે તો વિદાય આપી દીધી, તેની મુબારક છે જો આવી રીતે જ સ્નેહમાં સમાયેલા રહો તો માયાને તો વિદાઈ સદાનાં માટે થઇ જશે.
બાપદાદા આ વર્ષને ન્યારું વર્ષ, સર્વ નું પ્રિય વર્ષ, મહેનત થી મુક્ત વર્ષ, સમસ્યા થી મુક્ત વર્ષ મનાવવા ઈચ્છે છે. આપ સૌને પસંદ છે? પસંદ છે? મુક્ત વર્ષ મનાવશો? કારણ કે મુક્તિધામ માં જવાનું છે, અનેક દુઃખી અશાંત આત્માઓને મુક્તિદાતા બાપથી સાથી બની મુક્તિ અપાવવાની છે. તો માસ્ટર મુક્તિદાતા જ્યારે સ્વયં મુક્ત બનશે ત્યારે તો મુક્તિ વર્ષ મનાવશે ને! કારણકે આપ બ્રાહ્મણ આત્માઓ સ્વયં મુક્ત બની અનેકોને મુક્તિ અપાવવાનાં નિમિત્ત છો. એક ભાષા જે મુક્તિ અપાવવાના બદલે બંધનમાં બાંધે છે, સમસ્યાનાં અધીન બનાવે છે, તે છે આવું નહીં, તેવું. તેવું નહીં આવું. જ્યારે સમસ્યા આવે છે તો એજ કહે છે બાબા આવું નહોતું, તેવું હતું ને. આવું ન હોત, એવું હોત ને. આ છે બહાનાબાજી કરવાની રમત.
બાપદાદાએ બધાંની ફાઈલ જોઈ, તો ફાઇલમાં શું જોયું? મેજોરીટી (અધિકાંશ) ની ફાઈલ પ્રતિજ્ઞા કરવાનાં પેપર થી ભરેલી છે. પ્રતિજ્ઞા કરવાનાં સમયે બહુજ દિલથી કરે છે, વિચારે પણ છે પરંતુ હમણાં સુધી જોયું કે ફાઈલ મોટી થતી જાય છે પરંતુ ફાઇનલ નથી થયું. દૃઢ પ્રતિજ્ઞા નાં માટે કહેવાયું છે - પ્રાણ જાય પરંતુ પ્રતિજ્ઞા ન જાય. તો બાપદાદાએ આજે બધાની ફાઈલ જોઈ. બહુજ પ્રતિજ્ઞાઓ સારી-સારી કરી છે. મનથી પણ કરી છે અને લખીને પણ કરી છે. તો આ વર્ષ શું કરશો? ફાઇલને વધારશો કે પ્રતિજ્ઞાને ફાઇનલ કરશો? શું કરશો? પહેલી લાઈનવાળા બતાવો, પાંડવ સંભળાવો, ટીચર્સ સંભળાવો. આ વર્ષ જે બાપદાદાની પાસે ફાઈલ મોટી થતી જાય છે, તેને ફાઇનલ કરશો કે આ વર્ષે પણ ફાઈલમાં કાગળ વધારશો? શું કરશો? બોલો પાંડવ, ફાઇનલ કરશો? જે સમજે છે - ઝૂકવું પડે, બદલાવું પડે, સહન કરવું પણ પડે, સાંભળવું પણ પડે, પરંતુ બદલાવું જ છે, તે હાથ ઉઠાવો. જુઓ ટી.વી.માં બધાનો ફોટો નીકાળો. બધાનો ફોટો નીકાળજો, બે ત્રણ ચાર ટી.વી. છે, બધી બાજુનાં ફોટા નીકાળો. આ રેકોર્ડ રાખજો, બાપને આ ફોટા નીકાળીને આપજો. ક્યાં છે ટી.વી. વાળા? બાપદાદા પણ ફાઇલનો ફાયદો તો ઉઠાવે. મુબારક છે, મુબારક છે, પોતાની માટે જ તાળી વગાડો.
જુઓ જેમ એક બાજુ વિજ્ઞાન બીજી બાજુ ભ્રષ્ટાચારી, ત્રીજી બાજુ પાપાચારી, બધાં પોત-પોતાનાં કાર્યમાં વૃદ્ધિ કરતા જઈ રહ્યા છે. બહુજ નવાં-નવાં પ્લાન (યોજનાઓ) બનાવતા જાય છે. તો તમે તો વિશ્વ રચયિતા નાં બાળકો છો, તો તમે આ વર્ષ એવી નવીનતા નાં સાધન અપનાવો જે પ્રતિજ્ઞા દૃઢ થઈ જાય કારણ કે બધાં પ્રત્યક્ષતા ઈચ્છે છે. કેટલાં ખર્ચા કરી રહ્યા છે, જગ્યા-જગ્યા પર મોટા-મોટા પ્રોગ્રામ કરી રહ્યા છે. દરેક વર્ગ મહેનત સારી કરી રહ્યા છે પરંતુ હવે આ વર્ષ આ એડિશન (વધારો) કરો કે જે પણ સેવા કરો, સમજો મુખ થી સેવા કરો છો, તો ફક્ત મુખ થી સેવા નહીં, મન્સા, વાચા અને સ્નેહ સહયોગ રુપી કર્મ એક જ સમયમાં ત્રણેય સેવા સાથે હોય. અલગ-અલગ ન હોય. એક સેવામાં જોવાય છે કે જે બાપદાદા રીઝલ્ટ (પરિણામ) જોવા ઈચ્છે છે તે નથી હોતું. જે તમે પણ ઈચ્છો છો કે પ્રત્યક્ષતા થઈ જાય. હમણાં સુધી પહેલા થી આ રીઝલ્ટ બહુ સારું છે - બધાં સારું-સારું, બહુજ સારું કહીને જાય છે. પરંતુ સારું બનવું અર્થાત્ પ્રત્યક્ષતા થવી. તો હવે એડિશન કરો કે એક જ સમય પર મન્સા-વાચા-કર્મણા માં સ્નેહી સહયોગી બનવું, દરેક સાથી ભલે બ્રાહ્મણ સાથી છે, ભલે બહારવાળા સેવાનાં નિમિત્ત જે બને છે, તે સાથી હોય પરંતુ સહયોગ અને સ્નેહ આપવો - આ છે કર્મણા સેવામાં નંબર લેવો. આ ભાષા નહીં કહેતાં, આમણે આવું કર્યુ ને, ત્યારે આવું કરવું પડ્યું. સ્નેહનાં બદલે થોડું-થોડું કહેવું પડ્યું, બાબા શબ્દ નથી બોલતા. આ કરવું જ પડે છે, કેહવું જ પડે છે, જોવું જ પડે છે.. આ નહીં. આટલા વર્ષો માં જોઈ લીધું, બાપદાદાએ રજા આપી દીધી. આવું નહીં તેવું કરતા રહ્યા,પરંતુ હજી પણ ક્યાં સુધી? બાપદાદા થી બધાં રુહ-રુહાનમાં અધિકાંશ કહે છે બાબા આખરે પણ પણ પડદો ક્યારે ખોલશો? ક્યાં સુધી ચાલશે? તો બાપદાદા આપ સૌને કહે છે કે આ જૂની ભાષા, જૂની ચાલ, અલબેલાપણા ની, કડવાશ ની ક્યાં સુધી? બાપદાદાનો પણ પ્રશ્ન છે ક્યાં સુધી? તમે ઉત્તર આપો તો બાપદાદા પણ ઉત્તર આપશે ક્યાં સુધી વિનાશ થશે કારણ કે બાપદાદા વિનાશનો પડદો તો હમણાં પણ આજ ક્ષણમાં ખોલી શકે છે પરંતુ પહેલાં રાજ્ય કરવાવાળા તો તૈયાર થાય. તો હમણાં થી તૈયારી કરશો ત્યારે સમાપ્તિ સમીપ લાવશો. કોઈ પણ કમજોરીની વાતમાં કારણ નહીં બતાવો, નિવારણ કરો, આ કારણ હતું ને. બાપદાદા આખાં દિવસમાં બાળકોની રમત તો જુએ છે ને, બાળકોથી પ્રેમ છે ને, તો ઘડી-ઘડી રમત જોતા રહે છે. બાપદાદાનું ટી.વી. બહુ મોટું છે. એક સમય પર વિશ્વ દેખાઈ શકે છે, ચારે બાજુનાં બાળકો દેખાઈ શકે છે. ભલે અમેરિકા હોય, ભલે ગુરુગ્રામ હોય, બધું દેખાય છે. તો બાપદાદા રમત બહુ જ જુએ છે. ટાળવાની ભાષા પણ બહુ સારી છે, આ કારણ હતું ને, બાબા મારી ભૂલ નથી, તેમણે આવું કર્યુ ને. તેમણે તો કર્યુ પરંતુ તમે સમાધાન કર્યુ? કારણને કારણ જ બનવા દીધું કે કારણને નિવારણમાં બદલી કર્યુ? તો બધાં પૂછે છે ને કે બાબા તમારી શું આશા છે? તો બાપદાદા આશા સંભળાવી રહ્યા છે. બાપદાદાની એક જ આશા છે - નિવારણ દેખાય, કારણ ખતમ થઈ જાય. સમસ્યા સમાપ્ત થઈ જાય, સમાધાન થતું રહે. થઈ શકે છે? થઈ શકે છે? પહેલી લાઇન-થઇ શકે છે? ખભા તો હલાવો. પાછળવાળા થઈ શકે છે? (બધાએ હાથ ઉઠાવ્યો) સારું. તો કાલે જો ટી.વી. ખોલશે, ટી.વી. માં જોશે તો જરુર ને. તો કાલે ટી.વી. જોશે તો ભલે વિદેશ, ભારત, ભલે નાનું ગામ, ભલે પછી મોટું રાજ્ય, ક્યાંય પણ કારણ દેખાશે નહિ.? પાક્કું? આમાં હા નથી કરી રહ્યા? થશે? હાથ ઉઠાવો. હાથ બહુ સારો ઉઠાવો છો, બાપદાદા ખુશ થઈ જાય છે. કમાલ છે હાથ ઉઠાવવાની. ખુશ કરતાં તો આવડે છે બાળકોને કારણ કે બાપદાદા જુએ છે વિચારો - જો તમે કોટોમાં કોઈ, કોઈમાં કોઈ નિમિત્ત બન્યા છો, હવે આ બાળકો સિવાય બીજું કોણ કરશે? તમારે જ તો કરવાનું છે ને! તો બાપદાદાની આપ બાળકોમાં ઉમ્મીદો છે. બીજા જે આવશે ને, તેઓ તો તમારી અવસ્થા જોઈને જ ઠીક થઈ જશે, તેઓને મહેનત નહીં કરવી પડશે. તમે બની જાઓ બસ કારણ કે આપ સહુએ જન્મ લેતા જ બાપથી વાયદો કર્યો છે-સાથે રહીશું, સાથી બનીશું અને સાથે ચાલશું અને અને બ્રહ્મા બાપની સાથે રાજ્યમાં આવશું. આ વાયદો કર્યો છે ને? જ્યારે સાથે રહેશો, સાથે ચાલશો તો સાથમાં સેવાનાં સાથી પણ તો છો ને!
આજનાં દિવસનાં હજી સમાચાર સંભળાવે! આજનાં દિવસે એડવાન્સ પાર્ટી પણ બાપદાદા ની પાસે ઈમર્જ થાય છે. એડવાન્સ પાર્ટી પણ આપ સૌને યાદ કરી રહી છે કે ક્યારે બાપની સાથે મુક્તિધામ નો દરવાજો ખોલશે! આજે આખી એડવાન્સ પાર્ટી બાપદાદાને એજ કહી રહી હતી કે અમને તારીખ બતાવો. તો શું જવાબ આપે? બતાવો શું જવાબ આપે? જવાબ આપવામાં પણ હોશિયાર છે? બાપદાદા તો આજ ઉત્તર આપે છે કે જલ્દી થી જલ્દી થઇ જ જશે. પરંતુ આમાં આપ બાળકોનો બાપને સહયોગ જોઈએ. બધાં સાથે ચાલશો ને! સાથે ચાલવાવાળા છો કે થોભી-થોભી ને ચાલવાવાળા છો? સાથે ચાલવાવાળા છો ને! સાથે ચાલવું પસંદ છે ને? તો સમાન બનવું પડશે. જો સાથે ચાલવું છે તો સમાન તો બનવું જ પડશે ને! કહેવત શું છે? હાથમાં હાથ હોય, સાથમાં સાથ હોય. તો હાથમાં હાથ અર્થાત્ સમાન. તો બોલો દાદીઓ બોલો, તૈયારી થઈ જશે? દાદીઓ બોલો. દાદીઓ હાથ ઉઠાવો. દાદાઓ હાથ ઉઠાવો. તો બતાવો દાદીઓ, દાદાઓ શું તારીખ છે કોઈ? (હમણાં નહીં તો ક્યારેય નહીં) હમણાં નહીં તો ક્યારેય નહીં નો અર્થ શું થયો? હમણાં તૈયાર છે ને! જવાબ તો સારો આપ્યો. દાદીઓ? પૂરું થવાનું જ છે. દરેક નાનાં-મોટા આમાં સ્વયંને જ જવાબદાર સમજે. આમાં નાનું નથી થવાનું. ૭ દિવસનો બાળક પણ જવાબદાર છે કારણ કે સાથે ચાલવાનું છે ને. એકલા બાપ જવા ઈચ્છે તો જતા રહે પરંતુ બાપ જઈ નથી શકતાં. સાથે જવાનું છે. વાયદો છે બાપનો પણ અને આપ બાળકોનો પણ. વાયદો તો નિભાવવાનો છે ને! નિભાવવાનો છે ને? આ મધુબન વાળા બેઠા છે ને!
મધુબનમાં જે પણ વિભાગનાં પ્રભારી છે. વિભાગ તો ઘણાં છે ને, શાંતિવન, જ્ઞાન સરોવર, પાંડવ ભવન બધી જગ્યાએ છે. તો જે વિભાગવાળા છે તેમનાં નામોની યાદી બાપદાદાને આપજો, તેમનાંથી હિસાબ લેશે. અને જે બધી ટીચર્સ પ્રભારી છે, સેવાકેન્દ્ર પ્રભારી છે અથવા જોન(ક્ષેત્ર) પ્રભારી છે, તેઓનું એક દિવસ સંગઠન કરશું, હિસાબ-કિતાબ તો પૂછશે ને! કારણ કે બાપદાદાની પાસે બહુજ દુઃખ અને અશાંતિ નાં અવાજો આવે છે. ચિંતાનાં અવાજ આવે છે. તમારી પાસે નથી સાંભળવામાં આવતાં? તમારા પણ તો ભક્ત હશે ને! તો ભક્તોની પોકાર આપ ઇષ્ટ દેવોને નથી આવતી? ટીચર્સ ને ભક્તોની અવાજ સંભળાય છે? અચ્છા.
સેવાનો ટર્ન ગુજરાતનો છે :- ગુજરાત દર પર છે ને. ગુજરાતમાં બાપદાદાએ જોયું છે કે અધિકાંશ એક તો ગીતા પાઠશાળાઓ બહુ છે અને ગીતા પાઠશાળાઓ ચલાવવા વાળા હેન્ડ્સ (મદદગાર) પણ બહુ છે. હવે ગુજરાત શું કરશે? સેવાધારી પણ બહુ છે, સેવા પણ બહુ છે, હવે નવી સેવા શું કરશો? જે કોઈએ ન કરી હોય, એવો કોઈ પ્લાન બનાવ્યો છે? જે કોઈએ ન કરી હોય, તે ગુજરાત કરીને દેખાડે. તો ગુજરાત શું કરશે? મન્સા સેવામાં નંબરવન થઈને દેખાડો. બધાં માટે છે. પરંતુ ગુજરાત નો ટર્ન છે તો ગુજરાતને કહી રહ્યા છે પરંતુ હવે સ્વયંની મન્સા પાવરફુલ થવાથી મન્સા સેવાની રીઝલ્ટ સામે આવશે. જેમ કે વાચાની પહેલાં નહોતી, હવે વાચા સેવાની રીઝલ્ટ સામે આવી રહી છે. મહેનત તો સારી કરી છે. બાપદાદા નિમિત્ત મહેનતની મુબારક પણ આપે છે પરંતુ સમય ફાસ્ટ (તીવ્ર) છે, હમણાં પણ સમય બહુ ઝડપી જઈ રહ્યો છે. અચ્છા મુબારક છે. ગુજરાત જેમ સ્થાનનાં હિસાબથી નજીક છે તેમ બાપનાં દિલમાં પણ નજીક છે. સારા-સારા છે, શરુઆત થી જુઓ તો પાંડવ અથવા શક્તિઓ સારા-સારા નીકળ્યાં છે. હવે આવાં સ્પીકર (વક્તા) તૈયાર કરો. તમે સકાશ આપો અને તેઓ ભાષણ કરે. અચ્છા, બહુજ સરસ. પદમગુણા મુબારક છે.
ડબલ વિદેશી :- બાપદાદા એ પહેલાં પણ કહ્યું હતું જ્યારે ડબલ વિદેશી આવે છે તો મધુબન નો શ્રુંગાર થઈ જાય છે. ડબલ વિદેશીઓથી સર્વનો ખૂબ પ્રેમ છે. જ્યારે પણ તમારા ગ્રુપ ને જુએ છે ને તો બધાં ખુશ થઇ જાય છે કારણ કે તમે પણ કોટોમાં કોઈ, કોઈમાં કોઈ નીકળ્યાં છો અને આજકાલ વિદેશ સેવાનાં સારા સમાચાર છે. આજે હમણાં સંભળાવ્યું ને કે એક સમય પર એક સેવા નહીં કરો, ત્રણેય સેવાઓ સાથે-સાથે થાય તો તેનો પ્રભાવ જલ્દી પડશે. પોતાનાં ચહેરાથી, પોતાની ચલનથી પણ સેવા કરી શકો છો. હરતાં-ફરતાં મ્યુઝિયમ છો. જેવી રીતે મ્યુઝિયમમાં અથવા પ્રદર્શનીમાં ભિન્ન-ભિન્ન નાં ચિત્ર હોય છે ને તેવી રીતે તમારા નયન, તમારું મસ્તક, તમારા સ્મિત કરતાં હોઠ, આ ભિન્ન-ભિન્ન જે સાધન છે, તેનાંથી સેવા કરી શકો છો. સારા છો, બાપદાદાને હિંમતવાળા પણ લાગે છે ફક્ત હવે થોડી સૂક્ષ્મ અનુભૂતિ જોઈએ. અનુભવ કરો છો પરંતુ થોડું સૂક્ષ્મ રુપથી અનુભવ કરીને નંબરવન બની જાઓ. વિન કરો અને વન બનો, સેકન્ડ નંબર નહીં, વન. ઠીક છે ને! વન છે ને, ટૂ તો નથી ને! વન નંબર છે? ખભા હલાવો. સારું છે. વિદેશીઓનું ગ્રુપ મધુબનમાં આવતું રહે, આ બાપદાદા ને બહુ સારું લાગે છે. મધુબન સજી જાય છે. અચ્છા.
બાપદાદાની પાસે ફૂલોનાં શ્રુંગાર વાળા ગ્રુપની યાદપ્યાર પણ આવી છે, (કલકત્તા નાં ભાઈ-બહેનો), તે સંગઠન ઉઠો, ક્યાં છે. જુઓ બધાને ફૂલોનો શણગાર સારો લાગ્યો ને. (સ્મૃતિ દિવસ નિમિત્ત બાપદાદાનાં બધાં યાદગાર સ્થાનો ને ખુબ સુંદર ફૂલ માળાઓ થી સજાવ્યા છે) ફૂલોનાં શ્રુંગાર તો સાધારણ વાત છે, લોકો પણ કરે છે પરંતુ તમારા શ્રુંગાર અને લોકોનાં શ્રુંગાર માં ફરક છે-તમે સ્નેહી સ્વરુપ બની શ્રુંગાર કર્યો છે, તેઓ ફરજ સમજીને કરે છે અને તમે સ્નેહ થી કર્યો છે તો જ્યાં સ્નેહ હોય છે, તે ફૂલોની સુગંધ અને શ્રુંગાર ખુબ સુંદર થઈ જાય છે.
જે આવવાવાળા તમારા ભાઈ-બહેન છે તેઓ પણ જોઈને ખુશ થઈ જાય છે, વાહ! કમાલ છે, કમાલ છે. તો તમે બધાંએ જે સ્નેહથી સજાવ્યું છે, તો બાપદાદા તેનાંથી વધારે પદમગુણા તમને સ્નેહ આપી રહ્યા છે. મુબારક છે. અચ્છા.
ચારે બાજુનાં પત્ર, યાદ પત્ર ઈમેલ, ફોન, ચારો બાજુથી બહુ-બહુ આવ્યા છે. અહીંયા મધુબનમાં પણ આવ્યા છે તો વતનમાં પણ પહોંચ્યા છે. આજનાં દિવસે જે બંધનવાળી માતાઓ છે, તેમની પણ બહુજ સ્નેહભરી મનની યાદો બાપદાદાની પાસે પહોંચી ગઈ છે. બાપદાદા એવાં સ્નેહી બાળકોને ખુબ યાદ પણ કરે છે અને દુવાઓ પણ આપે છે.
આજકાલ બાપદાદા જુએ છે બધાં બહુ ખુશી-ખુશી થી દૂર બેસીને પણ નજીક નો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ મધુબનમાં સમ્મુખ આવવું, સ્વયંની ઝોલી ભરવી, આટલાં મોટા પરિવાર થી મળવું, આ પરિવાર ઓછો નથી, કોઈપણ રીતે થી જોઈએ પરંતુ સમ્મુખ પરિવારને જોઈ કેટલી ખુશી થાય છે કારણ કે ૫ હજાર વર્ષ બાદ મળ્યાં છે. તો તે અનુભવ પોતાનો છે પરંતુ મધુબન નિવાસી બનવું, આ ગોલ્ડન (સુવર્ણ) ચાન્સ (તક) બહુજ સહયોગ આપે છે. અનુભવ પણ કરે છે બધાં. પરંતુ બાપદાદા ખુશ છે કે બધાને મુરલી થી પ્રેમ છે અને મુરલી થી પ્રેમ અર્થાત્ મુરલીધર થી પ્રેમ. કોઈ કહે મુરલીધર થી તો પ્રેમ છે પરંતુ મુરલી ક્યારેક-ક્યારેક સાંભળી લઈએ છીએ, બાપદાદા કહે છે બાપદાદા તેમનો પ્રેમ, પ્રેમ નથી સમજતાં. પ્રેમ નિભાવવો અલગ છે, પ્રેમ કરવો અલગ છે. જેમને મુરલી થી પ્રેમ છે તે છે પ્રેમ નિભાવવા વાળા અને મુરલી થી પ્રેમ નથી તો પ્રેમ કરવાવાળા ની યાદીમાં છે, નિભાવવા વાળા ની નહીં. મધુબન માં મુરલી વાગે, મધુબન નું ગાયન છે. મધુબન ધરનીનું જ મહત્વ છે.અચ્છા.
તો ચારે બાજુનાં સ્નેહી બાળકોને લવલી અને લવલીન બંને બાળકોને, સદા બાપની શ્રીમત પ્રમાણ દરેક કદમમાં પદમ જમા કરવા વાળા નોલેજફુલ પાવરફુલ બાળકોને, સદા સ્નેહી પણ અને સ્વમાનધારી પણ, સમ્માનધારી પણ, એવાં સદા બાપની શ્રીમતનું પાલન કરવાવાળા વિજયી બાળકોને, સદા બાપનાં દરેક કદમ પર કદમ ઉઠાવવા વાળા સહયોગી બાળકોને બાપદાદાનાં પરંતુ આજે વતનમાં જે તમારા એડવાન્સ પાર્ટી વાળા બાળકો છે, તેઓએ પણ એક-એક એ એજ કીધું કે અમારા તરફથી પણ બધાને, ચારો બાજુનાં બાળકોને અમારી યાદપ્યાર આપજો અને અમારો સંદેશ આપજો કે અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. તમે જલ્દી થી જલ્દી ઇંતજામ (પ્રબંધ) કરો, વિશેષ આપ સર્વની પ્રિય માં, દીદી, ભાઉ વિશ્વકિશોર અને જે પણ સાથી ગયા છે તેઓએ બધાએ આપ સર્વને યાદપ્યાર આપ્યાં છે. અને સાથે-સાથે મીઠી માં તમારી એમણે એ જ કહ્યું છે કે તમે પણ વિજયી બની દુઃખ પીડા દુર કરી જલદી-જલદી મુક્તિધામનો દરવાજો ખોલવાનાં માટે બાપનાં સાથી બની જાઓ. બ્રહ્માં બાપએ પણ જેઓ એ સાકારમાં બાપને નથી જોયાં, તો બ્રહ્મા પણ વિશેષ આપ સર્વને બહુજ દિલથી યાદપ્યાર આપી રહ્યા છે તો યાદપ્યાર અને નમસ્તે.
દાદી જાનકી:- ત્રણ વાર ઓમ શાંતિ. વન્ડરફુલ બાબા, વન્ડરફુલ બાબાનાં બાળકો, બાબા દૃષ્ટિ કેટલી સરસ આપે છે અને આપણે દૃષ્ટિથી કઈ સૃષ્ટિમાં ચાલ્યા જઈએ છીએ. સૂક્ષ્મવતન, મૂળવતન. બંને વતન બહુ સરસ છે. સૂક્ષ્મવતન માં બાબા આવી જાય છે, પછી મૂળવતન માં ખેંચી લે છે. તો આપણે બાબાનાં બાળકો છીએ ને. બાળકો કહે છે બાબા, બાબા કહે છે બાળકો. આપણા દિલથી બાબા એવી રીતે નીકળે છે, દિલ કહે બાબા તમારો ધન્યવાદ. તમે બહુ સારા છો, અમે પણ સારા છીએ. સમય અનુસાર અહીંયા સામે હાજર થવું, બાબા આવી જાય છે. આપણે મહેનત નથી કરતાં પણ મહોબ્બત છે. હું કોણ છું, મારું કોણ છે! દરેકનો પોતાનો પાર્ટ છે.
કલકત્તા વાળા હંમેશા ફૂલોથી સજાવે છે. દરેકનો પોતાનો પાર્ટ છે, દરેકનાં પાર્ટને જોઈ આપણે ખુશ થઈએ છીએ. ખુશ રહેવું અને ખુશ કરવાં તે આપણી પર ફરજ કહે છે. ખુશ રહો, ખુશી વેચો. આ મિલનની રીત પણ બહુ જ પ્રિય લાગે છે. ઓમ શાંતિ.