૨૦-૦૨-૨૦૨૦    પ્રાતઃમુરલી   ઓમ શાંતિ   અવ્યક્ત-બાપદાદા રીવાઈઝ ૧૫-૦૨-૨૦૦૭ મધુબન


અલબેલાપણું, આળસ અને બહાનાબાજી ની નિંદ્રાથી જાગવું જ શિવરાત્રી નું સાચું જાગરણ છે
 


આજે આપ બાપદાદા વિશેષ પોતાનાં ચારે બાજુનાં અતિ લાડકા, અતિ સિકીલધા, પરમાત્મા પ્રેમનાં પાત્ર બાળકો ને મળવા અને વિચિત્ર બાપ બાળકોનો જન્મદિવસ મનાવવા આવ્યાં છે તમે બધાં પણ આજે વિશેષ વિચિત્ર જન્મદિવસ મનાવવા આવ્યાં છો ને! આ જન્મદિવસ આખાં કલ્પમાં કોઈનો પણ નથી હોતો. ક્યારેય પણ નહીં સાંભળ્યું હોય કે બાપ અને બાળકોનો એક જ દિવસમાં જન્મદિવસ હોય. તો તમે બધાં બાપનો જન્મદિવસ મનાવવા આવ્યાં છો કે બાળકોનો પણ મનાવવા આવ્યાં છો? કારણ કે આખાં કલ્પમાં પરમાત્મ બાપ અને પરમાત્મ બાળકોનો એટલો અથાહ પ્રેમ છે જે જન્મ પણ સાથે-સાથે છે. બાપ એકલા એ વિશ્વ પરિવર્તનનું કાર્ય નથી કરવાનું, બાળકોની સાથે-સાથે કરવાનું છે. આ અલોકિક સાથે રહેવાનો પ્રેમ, સાથી બનવાનો પ્રેમ આ સંગમ પર જ અનુભવ કરો છો. બાપ અને બાળકોનો એટલો ઊંડો પ્રેમ છે, જન્મ પણ સાથે છે અને રહો પણ ક્યાં છો? એકલા કે સાથે? દરેક બાળક ઉમંગ-ઉત્સાહથી કહે છે કે અમે બાપની સાથે કમ્બાઈન્ડ છીએં. કમ્બાઈન્ડ રહો છો ને! એકલા તો નથી રહેતા ને! સાથે જન્મ છે, સાથે રહો છો અને આગળ પણ શું વાયદો છે? સાથે છે, સાથે રહેશું, સાથે ચાલશું આપણાં સ્વીટ હોમ માં. આટલો પ્રેમ કોઈ બીજા બાપ અને બાળકોનો જોયો છે? કોઈ પણ બાળક હોય, ક્યાંય પણ છે, કેવો પણ છે, પરંતુ સાથે છે અને સાથે જ ચાલવા વાળા છે. તો એવો આ વિચિત્ર અને પ્રિય થી પ્રિય જન્મદિવસ મનાવવા આવ્યાં છે. ભલે સમ્મુખ મનાવી રહ્યાં છો, ભલે દેશ-વિદેશમાં ચારે બાજુ એક જ સમયે સાથે-સાથે મનાવી રહ્યાં છે.

બાપદાદા ચારેબાજુ જોઈ રહ્યાં છે કે કેવી રીતે બધાં બાળકો ઉમંગ-ઉત્સાહ થી મનમાં ને મનમાં વાહ બાબા! વાહ બાબા! વાહ જન્મદિવસ! નું ગીત ગાઈ રહ્યાં છે. જો બટન ચાલું કરે છે તો ચારેબાજુ નો અવાજ, દિલ નો અવાજ, ઉમંગ-ઉત્સાહ નો અવાજ બાપદાદાના કાનમાં સંભળાઈ રહ્યો છે. બાપદાદા બધાં બાળકોનો ઉત્સાહ જોઈ બાળકોને પણ એમનાં દિવ્ય જન્મની પદમ-પદમ-પદમગુણા શુભેચ્છા આપી રહ્યાં છે. હકીકતમાં ઉત્સવ નો અર્થ જ છે ઉમંગ-ઉત્સાહ માં રહેવું. તો તમે બધાં ઉત્સાહથી આ ઉત્સવ મનાવી રહ્યાં છો. નામ પણ ભક્તોએ શિવરાત્રી રાખ્યું છે.

આજે બાપદાદા તે ભક્ત આત્માને શુભેચ્છા આપી રહ્યા હતાં, જેમણે તમારાં આ વિચિત્ર જન્મદિવસ મનાવવાની નકલ બહુજ સરસ કરી છે. તમે જ્ઞાન અને પ્રેમ રુપમાં મનાવો છો અને તે ભગત આત્માએ ભાવના, શ્રદ્ધાનાં રુપમાં તમારા મનાવવાની નકલ કરી છે. તો આજે તે બાળકને શુભેચ્છા આપી રહ્યાં હતા કે નકલ કરવામાં સારો પાર્ટ ભજવ્યો છે. જુઓ દરેક વાતની નકલ કરી છે. નકલ કરવા માટે પણ અક્કલ જોઇએ ને! મુખ્ય વાત તો આ દિવસે ભક્ત લોકો પણ વ્રત રાખે છે, તેઓ વ્રત ખાવા-પીવાનું રાખે છે, ભાવનામાં વૃત્તિ ને શ્રેષ્ઠ બનાવવાં માટે વ્રત રાખે છે, તેઓએ દર વર્ષ રાખવું પડે છે અને તમે કયું વ્રત લીધું? એક જ વાર વ્રત લો છો, વર્ષે-વર્ષે વ્રત નથી લેતાં. એક જ વાર વ્રત લીધું પવિત્રતાનું. બધાં એ પવિત્રતાનું વ્રત લીધું છે, પાક્કું લીધું છે? જેમણે પાક્કું લીધું છે તેઓ હાથ ઉપાડે, પાક્કું, થોડું પણ કાચ્ચું નહીં. પાક્કું? અચ્છા. બીજો પણ પ્રશ્ન છે, અચ્છા વ્રત તો લીધું તેની શુભેચ્છા છે. પરંતુ અપવિત્રતાના મુખ્ય પાંચ સાથી છે, ઠીક છે ને! ખભા હલાવો. અચ્છા પાંચેવ નું વ્રત લીધું છે? કે બે ત્રણનું લીધું છે? કારણ કે જ્યાં પવિત્રતા છે ત્યાં જો અંશ માત્ર પણ અપવિત્રતા છે તો શું સંપૂર્ણ પવિત્ર આત્મા કહેવાશે? અને આપ બ્રાહ્મણ આત્માઓની તો પવિત્રતા બ્રાહ્મણ જન્મની પ્રોપર્ટી (મિલકત) છે, પર્સનાલિટી (ચરિત્ર) છે, રોયલ્ટી (ગૌરવ) છે. તો તપાસ કરો - કે મુખ્ય પવિત્રતાનાં ઉપર તો ધ્યાન છે પરંતુ સંપૂર્ણ પવિત્રતાનાં માટે બીજા પણ જે સાથી છે, તેમને હલકા તો નથી છોડ્યાં? નાનાંઓ થી પ્રેમ રાખ્યો છે અને મોટાઓને ઠીક કર્યા છે. તો શું બાપ ની રજા છે કે જે બીજા ચાર છે તેને ભલે સાથી બનાવો? પવિત્રતા ફક્ત બ્રહ્મચર્યને નથી કહેવાતું પરંતુ બ્રહ્મચર્યની સાથે બ્રહ્માચારી બનવું અર્થાત્ પવિત્રતાનું વ્રત પાલન કરવું. ઘણાં બાળકો રુહ-રુહાનમાં કહે છે, રુહરુહાન તો બધાં કરે છે ને. તો ખૂબ જ મીઠી-મીઠી વાતો કરે છે. કહે છે બાબા મુખ્ય તો બરાબર છે ને, બાકી નાનાં-નાનાં આમ ક્યારેક મન્સા સંકલ્પમાં આવી જાય છે. મન્સા માં આવે છે, વાચામાં નથી આવતાં અને મન્સાને તો કોઈ જોતું નથી. અને કોઈ પછી કહે છે કે નાનાં-નાનાં બાળકોથી પ્રેમ હોય છે ને. તો આ ચારેય થી પણ પ્રેમ થઈ જાય છે. ક્રોધ આવી જાય છે, મોહ આવી જાય છે, ઇચ્છતાં નથી આવી જાય છે. બાપદાદા કહે છે કોઈ પણ આવે છે તો તમે દરવાજો ખોલ્યો છે ત્યારે આવે છે ને! દરવાજો ખોલ્યો કેમ છે? કમજોરી નો દરવાજો ખોલ્યો છે, તો કમજોરી નો દરવાજો ખોલવો અર્થાત્ આવાહન કરવું.

તો આજનાં દિવસે બાપનો અને પોતાનો જન્મદિવસ મનાવી તો રહ્યાં છો પરંતુ જે જન્મતા જ વ્રત નો વાયદો કર્યો છે. પહેલું-પહેલું વરદાન બાપએ શું આપ્યું, યાદ છે? જન્મદિવસનું વરદાન યાદ છે? શું આપ્યું? પવિત્ર ભવ, યોગી ભવ. બધાને વરદાન યાદ છે ને? યાદ છે ભૂલી તો નથી ગયાં? પવિત્ર ભવ નું વરદાન એકનું નથી આપ્યું, પાંચેવ નું આપ્યું છે. તો આજે બાપદાદા શું ઈચ્છે છે? જન્મદિવસ મનાવવા આવ્યાં છો. બાપનો પણ મનાવવા આવ્યાં છો ને. શિવરાત્રી મનાવવા આવ્યાં છો તો જન્મદિવસની ભેટ લાવ્યા છો કે ખાલી હાથે આવ્યાં છો?

આજનાં દિવસે બાપદાદાની શુભ આશા છે પોતાનાં આશાઓ નાં દિપક બાળકો પ્રત્યે. તે શુભ આશા કઈ છે, બતાવે? બતાવવું અથવા સાંભળવું એનો અર્થ શું? એક કાન થી સાંભળવું અને દિલમાં સમાવી લેવું, એવી રીતે? નીકાળશો તો નહીં, એટલું તો નથી પરંતુ દિલમાં જ સમાવી લે છે. તો આજનાં દિવસે તે શુભ આશા બતાવે, પહેલી લાઈનવાળા બોલો, ખભા હલાવો, ટીચર્સ ખભા હલાવો. ડબલ ફોરેનર્સ (ડબલ વિદેશી) બતાવો! પોતાને બાંધવા પડશે, ત્યારે કહો હાં, એમ જ નહીં.

તો આજનાં દિવસે ભક્ત જાગરણ કરે છે, સૂતાં નથી, તો આપ બાળકોનું જાગરણ કયું છે? કઈ નિંદ્રામાં ઘડી-ઘડી સુઇ જાઓ છો, અલબેલાપણું, આળસ અને બહાનાબાજી ની નિંદ્રામાં આરામથી સુઈ જાય છે. તો આજે બાપદાદા આ ત્રણેય વાતોનું દરેક સમયે જાગરણ જોવા ઈચ્છે છે. ક્યારેય પણ જુઓ ક્રોધ આવે છે, અભિમાન આવે છે, લોભ આવે છે, કારણ શું બતાવે છે? બાપદાદા ને એક ટ્રેડમાર્ક દેખાય છે, કોઈ પણ વાત હોય છે ને! તો શું કહે છે, આ તો ચાલે છે., ખબર નહીં કોણે ચલાવ્યું છે? પરંતુ શબ્દ આ જ કહે છે - આ તો હોય જ છે, આ તો ચાલે જ છે. આ કોઈ નવી વાત થોડી છે, આ થાય જ છે. આ શું છે? અલબેલાપણું નથી? આ પણ તો કરે છે, અધિકાંશ ક્રોધ થી બચવા માટે આ કર્યુ ત્યારે થયું. મેં ખોટું કર્યુ, એ નહીં કહેશે. આમણે આ કર્યુ ને, આ થયું ને, એટલે થયું. બીજા પર દોષ રાખવો ખૂબ જ સહજ છે. આ ન કરે તો નહીં થશે. અને બાપે જે કહ્યું તે નહીં થશે. તે કરે તો થશે, બાપની શ્રીમત પર શું ક્રોધને નથી ખત્મ કરી શકતાં? આજકાલ ક્રોધનું બાળક રોબ, રોબ પણ ભિન્ન-ભિન્ન પ્રકારનાં છે. તો શું આજે ચારેય નું પણ વ્રત લેશો? જેવી રીતે પહેલી વાતનો વિશેષ દૃઢ સંકલ્પ અધિકાંશે કર્યો છે. શું આવી જ રીતે ચારેય નો પણ સંકલ્પ કરશો! આ બહાનું નહિં આપતાં, આમણે આ કર્યુ ત્યારે મારું થયું, અને બાપ જે વારંવાર કહે છે, તે યાદ નથી, તેમણે જે કહ્યું તે યાદ આવી ગયું, તો આ બહાનાબાજી થઈ ને! તો આજે બાપદાદા જન્મદિવસની ભેટ ઈચ્છે છે આ ત્રણ વાતો, જે ચારેય ને હલકી કરી નાખે છે. સંસ્કાર નો સામનો તો કરવાનો જ છે, સંસ્કારનો સામનો નહિ, આ પેપર છે. એક જન્મનું ભણતર અને આખાં કલ્પની પ્રાપ્તિ, અડધું કલ્પ રાજ્ય ભાગ્ય, અડધું કલ્પ પૂજ્ય, આખાં કલ્પની એક જન્મમાં પ્રાપ્તિ, તે પણ નાનો જન્મ, આખો જન્મ નથી, નાનો જન્મ છે. તો શું હિંમત છે? જે સમજે છે, હિંમત રાખશું જરૂર, એવું નહીં પુરુષાર્થ કરશું, ધ્યાન રાખશું... શું શું નથી જોઈતું.

બાપદાદા જોઈ રહ્યાં છે કે સમયનો કોઈ ભરોસો નથી અને આ જ્ઞાનનાં આધાર પર દરેક પુરુષાર્થની વાત માં લાંબાકાળ નો હિસાબ છે. અચ્છા હમણાં-હમણાં કરી લઈશું, પરંતુ લાંબાકાળ નો હિસાબ છે કારણ કે પ્રાપ્તિ દરેક શું ઈચ્છે છે? હમણાં હાથ ઉપડાવે છે, કોઈ રામ સીતા બનશે? જે રામ સીતા બનવા ઈચ્છે છે તે હાથ ઉપાડો, રાજાઈ મળશે. કોઈ હાથ ઉપાડી રહ્યાં છે - રામ સીતા બનશો? લક્ષ્મી-નારાયણ નહીં બનશો? ડબલ વિદેશીમાં કોઈ હાથ ઉપાડે છે? (કોઈ નહીં) જ્યારે લાંબાકાળનું ભાગ્ય પ્રાપ્ત કરવા ઈચ્છો છો, લક્ષ્મી-નારાયણ બનવું અર્થાત્ લાંબાકાળનું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરવું. તો લાંબાકાળની પ્રાપ્તિ છે. તો દરેક વાતમાં લાંબોકાળ તો જોઈએ ને! હમણાં ૬૩ જન્મનાં લાંબાકાળનાં સંસ્કાર છે તો કહો છે ને, અમારો ભાવ નથી, ભાવના નથી, સંસ્કાર છે ૬૩ જન્મનાં. તો લાંબાકાળ નો હિસાબ છે ને. એટલે બાપદાદા આ જ ઈચ્છે છે કે સંકલ્પ માં દૃઢતા હોય, દૃઢતાની જ કમી થઈ જાય છે, થઇ જશે... ચાલી જશે, ચાલવા દો, કોણ બન્યું છે, અને એક તો બહુ સરસ વાત બધાને આવડે છે, બાપદાદાએ વાતો નોંધ કરી છે, પોતાની હિંમત નથી હોતી તો કહે છે મહારથી પણ આવું કરે છે, અમે કર્યુ તો શું થયું? પરંતુ બાપદાદા પૂછે છે કે શું જે સમયે મહારથી ભૂલ કરે છે, તે સમયે મહારથી છે? તો મહારથી નું નામ કેમ ખરાબ કરો છો? તે સમયે તે મહારથી છે જ નહીં, તો મહારથી કહીને પોતાને કમજોર કરવાં આ પોતાને દગો દેવો છે. બીજાઓને જોવું સહજ હોય છે, પોતાને જોવામાં થોડી હિંમત જોઈએ. તો આજે બાપદાદા હિસાબની ચોપડી ખતમ કરાવાની ભેટ લેવાં આવ્યાં છે. કમજોરી અને બહાનાબાજી નાં હિસાબ-કિતાબની બહુ મોટી ચોપડી છે, તેને ખતમ કરવાનાં છે. તો દરેક જે સમજે છે અમે કરીને દેખાડશું, કરવાનું જ છે, ઝુકવાનું જ છે, બદલવાનું જ છે, પરિવર્તન સેરિમની (કાર્યક્રમ) મનાવવી જ છે, જે સમજે છે સંકલ્પ કરશું તે હાથ ઉઠાવો. દૃઢ કે સાધારણ? સાધારણ સંકલ્પ પણ હોય છે અને દૃઢ સંકલ્પ પણ હોય છે. તો તમે બધાએ દૃઢ ઉપાડ્યો છે? દૃઢ ઉપાડ્યો છે? મધુબન વાળા મોટો હાથ ઉપાડો. અહીંયા સામે મધુબન વાળા બેસે છે, બહુ નજીક બેસવાની તક છે. પહેલી બેઠક મધુબન વાળાઓને મળે છે, બાપદાદા ખુશ છે. પહેલાં બેઠાં છો, પહેલાં જ રહેજો.

તો આજ ની ભેટ તો સરસ થઇ ને. બાપદાદા ને પણ ખુશી છે કારણ કે તમે એક નથી. તમારી પાછળ આપણી રાજધાનીમાં તમારી રોયલ ફેમિલી, તમારી રોયલ પ્રજા, પછી દ્વાપર થી તમારા ભક્ત, સતો રજો તમોગુણી, ત્રણ પ્રકારનાં ભક્ત, તમારી પાછળ લાંબી લાઈન છે. જે તમે કરશો તે તમારી પાછળવાળા કરે છે. તમે બહાનાબાજી આપો છો તો તમારાં ભક્ત પણ બહુજ બહાનાબાજી કરે છે. હમણાં બ્રાહ્મણ પરિવાર પણ તમને જોઈ, ખોટી નકલ કરવામાં તો હોશિયાર હોય છે ને. તો હવે દૃઢ સંકલ્પ કરો, સંસ્કારની ટક્કર હોય, સ્વભાવમાં મતભેદ હોય, ત્રીજી વાત કમજોરી ની હોય છે, કોઈએ કોઈનાં ઉપર જુઠ્ઠી વાત કહી દીધી, તો ઘણાં બાળકો કહે છે અમને વધારે ક્રોધ આવે છે જુઠ્ઠા પર. પરંતુ સાચાં બાપથી વેરીફાઈ કરાવ્યું, સાચાં બાપ તમારી સાથે છે, તો આખી જુઠ્ઠી દુનિયા એક તરફ હોય અને એક બાપ તમારી સાથે છે, વિજય તમારી નિશ્ચિત થઇ પડી છે. કોઈ તમને હલાવી નથી શકતું, કારણ કે બાપ તમારી સાથે છે. કહી રહ્યાં છે જુઠ્ઠું છે. તો જુઠ્ઠાને જુઠ્ઠું જ કરી દો ને, વધારો કેમ છો! તો બાપને બહાનાબાજી સારી નથી લાગતી, આ થયું, આ થયું, આ થયું. આ આ આનું ગીત હવે સમાપ્ત થવું જોઈએ. સારું થયું, સારું થશે, સારા રહેશું, સારા સર્વને બનાવશું. સારું-સારું-સારું નાં ગીત ગાઓ. તો પસંદ છે? પસંદ છે? બહાનાબાજી ને ખતમ કરશો? કરશો? બંને હાથ ઉપાડો. હાં, સારી રીતે હલાવો. સારું, જોવા વાળા પણ હાથ હલાવી રહ્યાં છે. ક્યાંય પણ જોઈ રહ્યાં છે, હાથ હલાવો. તમે તો હલાવી રહ્યાં છો. અચ્છા હવે નીચે કરો, હવે પોતાનાં પરિવર્તનની તાળી પાડો. (બધાએ જોરદાર તાળીઓ વગાડી) અચ્છા.

દિવસ, આ સમય, સંગઠનનું ચિત્ર સદા પોતાની સામે રાખજો. ક્યારે પણ કમજોરી આવી જાય, આવવાં નહી દેતાં, દરવાજો બંધ. દરવાજો તો ખબર છે ને! બંધ કરો. બે વાર બંધ કરો, બે તાળા લગાવો, આજકાલ એક તાળું નથી ચાલતું. તેથી યાદનું, એક મનને સેવામાં વ્યસ્ત રાખવાનું, આ બે સર્વ શક્તિવાન તાળા લગાવી દેજો. ગોદરેજ નું નહીં ગોડ નું (ભગવાનનું). પાક્કું જાગરણ કરજો, પાક્કું વ્રત રાખજો.

બાપદાદા ને દરેક બાળકથી અતિ પ્રેમ છે. ભલે છેલ્લો નંબર પણ હોય તો પણ બાપદાદાનો તે બાળક પર પણ અતિ પ્રેમ છે. કેમ? આવાં બાળકો કોઈ બાપ ને મળવાનાં છે? એક જ બાપદાદા છે જેમને બ્રાહ્મણ બાળકો મળે છે. કોઈ પણ મહાત્મા હોય, મહામંડલેશ્વર હોય, ધર્મપિતા હોય, કોઈને પણ આવાં બાળકો મળ્યાં છે, જે દરેક બાળક કહે મારાં બાબા. છે કોઈ, ઇતિહાસ માં છે? એટલે બાપદાદા દરેક બાળકનાં મહત્વને જાણે છે. બાળકો કહે છે અમે ગીત ગાઈએ છીએ વાહ બાબા વાહ! બાપ કહે છે તમારાથી પણ ૧૦૦ ગુણા વધારે બાપ ગીત ગાએ છે, વાહ બાળકો વાહ! ઠીક છે ને! વાહ વાહ છો ને! મધુબન વાળા વાહ વાહ બાળકો છો ને! પાછળવાળા વાહ વાહ બાળકો છો ને! અચ્છા.

ભોપાલ ઝોનની સેવાનો ટર્ન છે - સારું છે, ભોપાલ પણ મધ્યપ્રદેશમાં છે અને મધ્યપ્રદેશ બહુજ મોટો છે. ભોપાલ ને બાપદાદા વિશેષ બે સેવાઓ આપવાં ઈચ્છે છે, બતાવે કઈ? ટીચર્સ સાંભળજો ધ્યાનથી.

એવાં કોઈ વિશેષ વી.આઈ.પી. મધ્યપ્રદેશમાં છે, બાપદાદા જાણે છે, છુપાયેલા છે, ફક્ત તેમને મેદાન પર લાવવાનાં છે. અને બીજું જે પણ મોટા-મોટા સેવાકેન્દ્ર છે, જેને તમે મોટા કહો છો તે લીસ્ટ (યાદી) આપજો. તો દરેક મોટા સેન્ટર જેની નીચે નાનાં ઉપસેવાકેન્દ્ર, ગીતા પાઠશાળાઓ ખૂબ-ખૂબ છે તે મોટા સેવાકેન્દ્ર એ ઓછામાં ઓછા એક વર્ષની અંદર, ખુબ સમય આપી રહ્યાં છે, આટલો આપવો ન જોઈએ. પરંતુ એક વર્ષની અંદર ઓછામાં ઓછું મોટા સેન્ટરે પોતાનાં એક વારસદાર ને સામે લાવવાનાં છે.

ભલે હમણાં હોય પણ, પરંતુ યજ્ઞની અંદર તે વારિસ કોલીટી પ્રસિદ્ધ હોય. એવું નહીં, છે તો ઘણાં. ઘણાં સેન્ટર કહે છે અમારી પાસે વારિસ છે, પરંતુ વારિસ છુપાઈ ન શકે. વારિસ ની કોલેટી હશે તો તે છુપાઈ નથી શકતાં. બાપદાદા ગુપ્ત વારિસને નથી માનતાં. તેમનું કનેક્શન, તેમનો સંબંધ કાયદા પ્રમાણે હોવો જ જોઈએ. એવો વારિસ દરેક મોટા સેન્ટર સામે લાવે. લાવી શકે છે ને મોટા સેન્ટર્સ? આમાં નહીં કહેતા અમે તો નાનાં છીએ. નાનાં નહીં બનતાં. નાનાં પણ મોટા બનજો. ઠીક છે ટીચર્સ? ઠીક કહ્યું. હાથ ઉપાડો. તો આ બે કાર્ય ભોપાલે કરવાનાં છે, ઠીક છે ભોપાલવાળાઓ, તમારામાં થી જ કોઇ વારિસ બનશે ને. તો જોશે, આમ તો ૬ મહિનામાં તૈયાર થવા જોઈએ પરંતુ છતાં પણ બાપદાદા એક વર્ષની રજા આપે છે. ઠીક છે. બાકી સેવાનો આ ગોલ્ડન ચાન્સ (સ્વર્ણિમ તક) લો છો, તે સારું છે. બાપદાદા હંમેશા સંભળાવે છે કે સ્વ-ઉન્નતિનાં માટે ખુબ સરસ તક છે કારણ કે સેવાની જવાબદારી પણ અલગ નથી, યજ્ઞ સેવાની જવાબદારી છે. ત્યાં તો છતાં પણ સમય અને ધ્યાન આપવું પડે છે, અહીં તો એક જ એટેન્શન છે સ્વ ઉન્નતી અથવા યજ્ઞ સેવા. યજ્ઞ સેવાનું પુણ્ય જો દરેક સમયે જમા કરો તો તમારાં પુણ્યનું ખાતુ બહુજ જલદી વધી શકે છે. તો સારું કર્યું છે, સંખ્યા પણ સારી લાવ્યાં છો. તક સારી લીધી છે. હવે આગળનું પરિણામ જોશે. અચ્છા.

ડબલ વિદેશી આવ્યાં છે - બાપદાદાને ડબલ વિદેશીઓને જોઈ એક વાતની વિશેષ ખુશી થાય છે, એક્સ્ટ્રા ખુશી થાય છે. તે આ વાતની કે શરુ-શરુમાં જ્યારે ડબલ ફોરેનર્સ (ડબલ વિદેશી) આવ્યાં હતાં, ટીચર્સને યાદ હશે તો ભિન્ન-ભિન્ન ધર્મથી રૂપાંતર થવામાં ખૂબ મહેનત લાગતી હતી પરંતુ હમણાં બાપદાદાએ જોયું છે કે આની ચર્ચા એટલી નથી થતી, કેમ કારણ શું છે? કારણ કે એક-બીજાનાં સંગઠનને જોઇ વૃદ્ધિ સારી થઈ છે ને! અને બાપદાદાએ સાંભળ્યું પણ છે કે અધિકાંશ પોત-પોતાની આસપાસ સંદેશ આપવાનું કોઈને કોઈ સાધન અપનાવે છે, સંદેશ આપવાનો ઉમંગ સારો છે. તો તેનાં પરિણામમાં જોવાયું છે કે દરેક ટર્નમાં વિદેશીઓનું ગ્રુપ ઓછું નથી હોતું. કોલેટી પણ સારી છે અને કોન્ટીટી પણ વધતી જાય છે એટલે એક ચંદનનું વૃક્ષ બની ગયું છે. તો ચંદનનું વૃક્ષ જોઇ બાપદાદા ખુશ થાય છે.

સમાચાર તો બાપદાદાની પાસે પહોંચી જ જાય છે. ભલે તમે ઈ-મેલમાં મોકલો છો, તો બાપદાદાની પાસે તો કોપી પહેલાં આવે છે. સેવાનો ઉમંગ સારો છે. હવે ફક્ત આજ નું વ્રત પાક્કું કરવાનું છે. નંબર લેશે ને વિદેશી? નંબર લેવો છે? કયો નંબર? પહેલો કે બીજો પણ ચાલશે? (પહેલો) જેમનો એક બાપથી પ્રેમ છે તેઓ એકનાં સમાન એક જ નંબર બનશે. જે સુવિચાર છે - એક બાપ જ સંસાર છે, જ્યારે છે જ એક સંસાર નંબર એક થયો ને. જેમ તમારું ટાઇટલ (શીર્ષક) છે ડબલ વિદેશી. તો પુરુષાર્થમાં સંકલ્પની દૃઢતામાં પણ ડબલ ફોર્સનો પુરુષાર્થ કરીને બતાવો. ધ્યાન રાખે છે, ફક્ત અંતર શું થઈ જાય છે? તીવ્રતા ની દૃઢતા ઓછી થઈ જાય છે, પ્રોગ્રામ બહુ સરસ બનાવો છો, બાપદાદા પણ વિષય સાંભળે છે, ગ્રુપ-ગ્રુપનાં પુરુષાર્થનાં વિષય જોઈને બહુ ખુશ થાય છે પરંતુ શું છે, જ્યારે વિષય શરુ કરતાં અથવા લક્ષ્ય રાખો છો તે ખૂબ જ ફોર્સનો રાખો છો પછી કોઈને કોઈ પેપર તો આવે જ છે, અને આવવાનું જ છે, વગર પેપર કોઈ પાસ થતું નથી. તેમાં દૃઢતાની કમી થઈ જાય છે અને સાધારણ પુરુષાર્થ થઈ જાય છે. સદા દૃઢતા રહે એની કમી થઈ જાય છે. તો બધાં માં ડબલ પુરુષાર્થી. કરીને જ દેખાડશું,બનીને જ દેખાડશું. ઠીક છે ને. આટલો ઉમંગ-ઉત્સાહ છે ને! છે, ફક્ત દૃઢતા ને તપાસ કરો, વાતોમાં નહીં જાઓ. દૃઢતા ને જુઓ. અચ્છા.

બાકી બાપદાદા જોઈ રહ્યાં છે - જે પણ બધાએ કાર્ડ મોકલ્યાં છે, પત્ર મોકલ્યાં છે, શુભેચ્છાઓ મોકલી છે, એ બાપદાદાએ સ્વીકાર કરી અને વળતરમાં એક-એકને નામ અને વિશેષતા સહિત યાદપ્યાર અને દુવાઓ આપી રહ્યાં છે. જેમણે કાર્ડ અને પત્ર દ્વારા નહીં પરંતુ દિલથી, સંકલ્પથી પણ પોતાનો ઉમંગ-ઉત્સાહ મોકલ્યો છે, તે સર્વ બાળકોને ખૂબ-ખૂબ જ પદમગુણા યાદપ્યાર અને બાપનાં દિલની દુવાઓ.

બાકી તમે બધાં સમ્મુખ બેઠા છો, સમ્મુખની મજા પોતાની જ છે. વિજ્ઞાનનાં સાધનો દ્વારા ભલે કેટલું પણ સ્પષ્ટ હોય, કેટલું પણ સારું લાગતું હોય, પરંતુ સમ્મુખ મધુબનમાં ઉન્નતિનાં દ્વાર પોતાનો જ અનુભવ કરાવે છે.

અચ્છા હમણાં જે બાપદાદાએ કહ્યું તે દરેક એક મિનિટ માટે દૃઢ સંકલ્પ સ્વરુપમાં બેસો કે બહાનાબાજી, આળસ, અલબેલાપણા ને દરેક સમયે દૃઢ સંકલ્પ દ્વારા સમાપ્ત કરી લાંબાકાળ નો હિસાબ જમા કરવાનો જ છે કાંઈ પણ થાય, કાંઈ પણ નથી જોવાનું પરંતુ બાપનાં દિલ તખ્તનશીન બનવાનું જ છે, વિશ્વનાં તખ્તનશીન બનવાનું જ છે. આ દૃઢ સંકલ્પ સ્વરુપમાં બધાં બેસો. અચ્છા.

ચારે બાજુનાં સદા ઉમંગ-ઉત્સાહ નાં અનુભવમાં રહેવાવાળા, સદા દૃઢતા સફળતાની ચાવીને કાર્યમાં લગાવવા વાળા, સદા બાપની સાથે અને દરેક કાર્યમાં સાથી બની રહેવાવાળા, સદા એકનામી અને ઈકોનોમી, એકાગ્રતા સ્વરુપમાં આગળ થી આગળ ઉડતાં રહેવાવાળા, બાપદાદાનાં અતિ લાડકા, સિકીલધા, વિશેષ બાળકોને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે. 


ડાયમંડ હોલના સ્ટેજ ઉપર શિવબાબા નો ધ્વજ ફરકાવ્યો. દાદી રતન મોહિનીજી અને ભ્રાતા નિર્વેરજી એ સર્વને શિવ જયંતી ની શુભેચ્છાઓ આપી

આજનાં દિવસે બાબાનાં મહાવાક્ય સાંભળતાં જાણે બધાં ખુશીઓમાં નાચી રહ્યાં છે. આવી રીતે સદા ખુશ રહો અને હંમેશા ખુશીઓ વેહ્ચતા રહો.

આપ સર્વે મળીને મનથી શિવબાબા નો ઝંડો લહેરાવ્યો. ૮૪મી ત્રિમૂર્તિ શિવજયંતી ની સમગ્ર દેશ-વિદેશનાં ભાઈ-બહેનોને ખુબ-ખુબ કોટી કોટી મુબારક છે, મુબારક છે.