પ્રાતઃમુરલી       ઓમ શાંતિ      અવ્યક્ત-બાપદાદા    રીવાઈઝ ૩૧-૧૨-૨૦૦૮    મધુબન


આ નવાં વર્ષ માં પરિવર્તન શક્તિ નાં વરદાન દ્વારા નકારાત્મક ને સકારાત્મક માં પરિવર્તન કરી, સંકલ્પ, શ્વાસ, સમય ને સફળ કરો, સફળતામૂર્ત બનો


આજે નવું જીવન દેવાવાળા બાપ પોતાનાં ચારે બાજુનાં નવું જીવન ધારણ કરવાવાળા બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. આ નવું જીવન છેજ નવયુગ બનાવવા માટે. લોકો નવું વર્ષ મનાવે છે અને તમે બધાં નવાં જીવનવાળા બાળકો બધી આત્માઓને શુભેચ્છાઓ પણ આપો છો અને સાથે આજ ખુશખબરી આપો છો કે નવો યુગ આવ્યો કે આવ્યો. તમને બધાં બાળકોને તો બાપએ વારસા નાં રુપમાં સ્વર્ણિમ દુનિયાની ભેટ આપી દીધી છે. જે સ્વર્ણિમ દુનિયામાં અનેક સુવર્ણ ભેટ છે જ. આપ સર્વ ને આ નશો છે ને કે આ સ્વર્ણિમ દુનિયાની ભેટ તો આ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. આજની દુનિયામાં કોઈ કોઈને કેટલી પણ મોટા થી મોટી ભેટ આપે, તો મોટામાં મોટું શું આપશે! તાજ અથવા તખ્ત. પરંતુ તમારી સ્વર્ણિમ દુનિયાની ભેટ નાં આગળ તે શું ચીજ છે? કોઈ મોટી ચીજ છે! તમારા દિલમાં ખુશી છે કે અમારાં બાપએ અમને સૌથી ઊંચે થી ઊંચી નવાં યુગ ની ભેટ આપી દીધી છે. નિશ્ચય છે અને નિશ્ચિત છે. આ ભાવી કોઈ ટાળી નથી શકતું. આ અટલ નિશ્ચય સદા સ્મૃતિમાં રહે છે! સદા રહે છે કે ક્યારેક-ક્યારેક ઓછો થઈ જાય છે? જન્મસિદ્ધ અધિકાર છે તો જન્મસિદ્ધ અધિકાર ક્યારે પણ ટળી ન શકે.

આજે આપ સર્વ અલગ-અલગ સ્થાનો થી નવું વર્ષ મનાવવા આવ્યાં છો. તો આ નવાં વર્ષનું લક્ષ શું રાખ્યું છે? આ નવાં વર્ષમાં શું વિશેષ કરવાનું છે? આ નવાં વર્ષની વિશેષતા છે કે બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ બનવાનું જ છે. કંઈ પણ પુરુષાર્થ કરવો પડે પરંતુ નિશ્ચિત છે કે બાપ સમાન બનવાનું જ છે. બોલો બધાં નાં મનમાં આ જ પાક્કો સંકલ્પ છે ને! છે? કાંધ હલાવો. બાપ પણ આજ ઈચ્છે છે કે દરેક બાળક બાપ સમાન બને. બાપ તો બાપ છે પરંતુ બાળકો બાપ થી પણ ઊંચા છે. તો બાપ સમાન બનવાનાં લક્ષને પૂરું કરવાનાં માટે બાપનું અનુકરણ કરવું પડે. વિચારો, બાપ, બ્રહ્મા બાપ સંપૂર્ણ કેવી રીતે બન્યાં? તેમની શું વિશેષતા રહી? સંપૂર્ણતા નો વિશેષ આધાર શું રહ્યો? બ્રહ્મા બાપએ પોતાની દરેક પળ સફળ કરી. શ્વાંસ-શ્વાંસ, સેકન્ડ-સેકન્ડ સફળ કરી. તો બાપ સમાન બનવાનાં માટે આ વર્ષનું લક્ષ શું રાખશો? સફળ કરવાનું છે અને સફળતામૂર્ત બનવાનું જ છે. સફળતા આપણા ગળાનો હાર છે. સફળતા આપણા બાપનો વારસો છે. તો આ લક્ષથી તપાસ કરજો - પ્રતિદિન સ્વયં સ્વયંની તપાસ કરવાની છે કે સફળતામૂર્ત બની સમય, શ્વાંસ, ખજાનાં, શક્તિઓ, ગુણ બધું સફળ કર્યુ. કારણકે હમણાંની સફળતા થી ભવિષ્ય જમા થાય છે. હમણાં જે પણ સફળ કર્યુ, તેનું ફળ ૨૧ જન્મોનાં માટે જમા થાય છે. જાણો છો ને! પહેલાં પણ સંભળાવ્યું છે કે જો તમે સમય સફળ કરો છો તો ભવિષ્યમાં પણ તમને રાજ્ય-ભાગ્ય નો પૂરો સમય, રાજ્ય ભાગ્ય ની પ્રાપ્તિ હોય છે. શ્વાંસ સફળ કરો છો તો ૨૧ જન્મ સ્વસ્થ રહેશો. ક્યારેય પણ કોઈ પણ સ્વાસ્થ્ય માં કમી નહીં રહેશે અને સાથે જે ખજાનાં જમા કરો છો, સૌથી મોટો ખજાનો છે જ્ઞાન નો, જ્ઞાન નો અર્થ છે સમજ. તો જ્ઞાનનો ખજાનો સફળ કરવા થી ભવિષ્યમાં તમે એવાં સમજદાર બની જાઓ છો જે તમને કોઈ વજીર ની સલાહ નથી લેવી પડતી. સ્વયં જ અખંડ, અટલ રાજ્ય ચલાવો છો અને તમારાં રાજ્યમાં કોઇ વિઘ્ન નથી. નિર્વિઘ્ન અખંડ, અટલ છે. આ છે જ્ઞાન નાં ખજાનાં જમા કરવાનું ફળ. એક જન્મ સફળ કર્યુ અને અનેક જન્મ સફળતાનું ફળ ખાઓ છો. એવી રીતે જ શક્તિઓ જે પ્રાપ્ત છે તેને સ્વયં પ્રતિ અથવા બીજા નાં પ્રતિ સફળ કરો છો તો ભવિષ્ય માં તમારા રાજ્યમાં સર્વ શક્તિઓ છે ક્યારેય શક્તિ ઓછી નથી થતી. કોઈપણ શક્તિની ખોટ નથી. એવી રીતે જ જો ગુણ દાન કરો છો તો તમારાં અંતિમ ૮૪ માં જન્મ સુધી પણ જે જડ ચિત્રો બનાવે છે તેમાં છેલ્લે સુધી તમારી મહિમા શું કરે છે? સર્વગુણ સંમ્પન્ન. તો એક-એક સફળતાની પ્રાપ્તિ નાં અનેક જન્મનાં અધિકારી બની જાઓ છો. તો આ વર્ષે શું કરવાનું છે? લક્ષ રાખવાનું છે એક શ્વાંસ, એક સેકન્ડ પણ અસફળ ન થાય. જમા કરવાનું છે. જમા નો સમય એક નાનો જન્મ અને તેનાં ફળનો સમય ૨૧ જનમ, તો આ વર્ષ માં બાપ સમાન બનવાનું લક્ષ છે? બધાં ને લક્ષ છે કે બાપ સમાન બનવાનું જ છે. બનવાનું નથી, બનવાનું જ છે. બનવાનું જ છે અન્ડરલાઇન. અચ્છા.


તો આ વર્ષનું લક્ષ પણ રાખ્યું અને સાથે બાપનું અનુકરણ કરવાનો મંત્ર, સફળ કરી સફળતામૂર્ત બનવાનું છે. આનાં માટે બાપદાદા બાળકોને વધારે મહેનત કરવાની તકલીફ પણ નથી આપતાં, બહુ સહજ વિધિ બતાવે છે, સહજ વિધિ શું છે? જે પણ સંકલ્પ કરો, પહેલાં તપાસ કરો બાપનો આ સંકલ્પ રહ્યો! બોલ બોલો છો તો તપાસ કરો, બાપ સમાન બનવાનું છે ને! તો સંકલ્પ, બોલ, અને કર્મ, સબંધ-સંપર્ક પહેલાં વિચારો, તપાસ કરો બાપ નો આ રહ્યો? અને એવું જ સ્વરુપ બનો. બ્રહ્મા બાપનું અનુકરણ કરો. ફોલો ફાધર તો ગવાયેલું છે ને! ઘણાં બાળકો ખૂબ સારી-સારી રમતો દેખાડે છે. ખબર છે કઈ રમત દેખાડે છે? અનુકરણ નથી કરતા પરંતુ શું કહે છે? ઈચ્છતો તો નહોતો, થઈ ગયું. પહેલાં વિચારીને, ફક્ત વિચારો નહીં સ્વરુપ બનો. જો સ્વરુપ બની જશો તો એ નહીં કહેશો વિચાર્યુ નહોતું પરંતુ થઈ ગયું. કરવા વાળી, વિચારવા વાળી આપ શ્રેષ્ઠ આત્માઓ છો, માલિક છો. થઈ ગયું નો અર્થ છે કર્મેન્દ્રિયોં નાં ઉપર નિયંત્રણ નથી.


તો આ વર્ષમાં આજ સુવિચાર યાદ રાખજો - બાપ સમાન કરવું જ છે, બનવું જ છે. મુશ્કેલ તો નથી ને? જેવી રીતે બાપે કર્યુ તેવી રીતે કરવાનું છે. નકલ કરવી તો સહજ છે ને, વિચારવાની જરુર જ નથી. અને નિશ્ચિત છે કે આપ સર્વને જેવી રીતે બાપ, બ્રહ્મા બાપ ફરિશ્તા બન્યાં તો નિશ્ચિત છે ફરિશ્તા સો દેવતા બનવાનું જ છે. તો તમારે પણ ફરિશ્તા સો દેવતા બનવાનું જ છે. ઘણાં બાળકો કહે છે કે ચાલતાં-ચાલતાં ઓપોઝિશન (વિરોધ) બહું થાય છે, તો વિરોધ નાં કારણે પોઝિશન (સ્થિતિ) થી નીચે આવી જાય છે. પરંતુ યાદ કરો બાપ સમાન બનવું છે તો સ્થાપના નાં આદિ માં બ્રહ્મા બાપએ કેટલાં ઓપોઝિશનને પોઝિશનમાં પરિવર્તન કર્યા? દરેક વાત નવી, ચેલેન્જ (પડકાર) હતી. હવે તો ખૂબ જમાનો બદલાઈ ગયો છે પરંતુ એકલા બ્રહ્મા બાપ, કેટલાં સ્વમાનની સીટ પર બેસી પોઝિશન દ્વારા આ ઓપોઝિશન નો સામનો કર્યો. જ્યાં પોઝિશન છે ત્યાં ઓપોઝિશન કંઈ નથી કરી શકતી. પહેલા શું કહેતા હતાં? ધમાલ કરી રહ્યા છે અને હવે શું કહે છે? કમાલ કરી રહ્યા છે. આટલો ફરક થઈ ગયો. કારણ શું? બ્રહ્મા બાપએ સ્વયં સ્વમાન ની સીટ અને દૃઢ નિશ્ચય નાં શસ્ત્રો દ્વારા ઓપોઝિશનને સમાપ્ત કર્યુ. તો તમે આ વર્ષમાં શું કરશો? સમાન બનવું છે ને! તો જો ઓપોઝિશન થાય પણ છે તો તમે સ્વમાન ની સીટ પર બેસી જાઓ, તો ઓપોઝિશન, પોઝીશન માં બદલાઈ જાય. છે હિમ્મત? બ્રહ્મા બાપ સમાન બનવાનું જ છે, એમાં તો હાથ ઉપાડ્યો, પરંતુ એટલી હિમ્મત છે? પહેલાં સ્વ ના પરિવર્તન માં, પછી છે અનેક સંબંધ-સંપર્કવાળી આત્માઓ અને પછી વિશ્વની આત્માઓ. આ બધાંને પોતાની મન્સા શુભ ભાવના, શુભકામના દ્વારા, દૃઢ સંકલ્પ દ્વારા પરિવર્તન કરજો.


તો આ વર્ષમાં બાપદાદા વિશેષ એક શક્તિનું વરદાન પણ આપી રહ્યા છે. મારાં બાબા દિલથી કહેશો તો શક્તિ હાજર, એમ જ મારાં બાબા નહીં, દિલથી કહ્યું, અધિકાર રાખ્યો, મારાં બાબા અને શક્તિ તમારી આગળ હાજર થઇ જશે. તે કઈ શક્તિ? પરિવર્તન ની શક્તિ. પરિવર્તન ની શક્તિ માં વિશેષ નકારાત્મક ને સકારાત્મક માં પરિવર્તન કરો. નકારાત્મક સંકલ્પ, નકારાત્મક ચલન ને જોતાં પણ સકારાત્મક માં પરિવર્તન કરો. સકારાત્મક જોવું, બોલવું, કરવું, ફક્ત શુભ ભાવના અને શુભ કામના દ્વારા સહજ થઇ જશે કારણકે આ ઓપોઝિશન આવશે, પરંતુ તમારી પરિવર્તન ની શક્તિ તમને સહજ સફળતા અપાવશે. તો સમજ્યા આ વર્ષનું વિશેષ વરદાન પરિવર્તન શક્તિને દૃઢ સંકલ્પ થી કાર્યમાં લગાડજો. કરી શકો છો ને પરિવર્તન? પડકાર છે તમારો, યાદ છે ને! વિશ્વ પરિવર્તક છો ને! જ્યારે ટાઈટલ (શીર્ષક) જ છે વિશ્વ પરિવર્તક નું છે તો શું સ્વયંને પરિવર્તન કરવું મુશ્કેલ છે કે! દિલમાં કોઈ પણ મુશ્કેલ વાત આવે, જોકે મુશ્કેલ વાત હોતી નથી પરંતુ તમે બનાવી દો છો. માસ્ટર સર્વશક્તિવાન તેમની આગળ મુશ્કેલ શું છે? પરંતુ તમે એક ભૂલ કરો છો અને મુશ્કેલ બનાવી દો છો. જેમ જુઓ અચાનક અહિયાં અંધારું થઈ જાય છે તો જો કોઈ ભૂલથી અંધકારને ભગાવવાં લાગે તો અંધકાર ભાગશે? સાચી વિધિ છે તમે પ્રકાશનું બટન દબાવો તો અંધકાર સેકન્ડમાં ભાગી જશે. તો તમે પણ આ ભૂલ કરો છો જે વાત થઈ ગઈ ને, તેને કેમ, શું, ક્યારે, કેવી રીતે... આ કેમકે માં ચાલ્યા જાઓ છો. નાનકડી વાત મોટી કરી દો છો અને મોટી વાતો મુશ્કેલ હોય છે. નાની વાત કરી દો તો સહજ થઈ જાય. બાપએ કોઈપણ શક્તિને કાર્યમાં લગાવવાની વિધિ બહુજ સહજ બતાવી છે - હું માસ્ટર સર્વશક્તિવાન છું, પોતાની આ સ્મૃતિ ની સીટ પર બેસી જાઓ, જો આ સીટ પર બેસશો તો અપસેટ (નિરાશ) નહીં થશો. વગર સીટ નાં અપસેટ થાઓ છો, સીટ છે તો અપસેટ નહીં થશો. ૬૩ જન્મ નાં સંસ્કાર ઈમર્જ થઈ જાય છે. ૬૩ જન્મ શું રહ્યું? હમણાં-હમણાં સેટ, હમણાં-હમણાં અપસેટ. તો સદા સ્વમાન ની સીટ પર સેટ રહો. બીજું આ વર્ષમાં શું કરશો? નવાં વર્ષમાં ભેટ તો બધાંને આપશો ને. તો કઈ ભેટ આપશો? શુભેચ્છા પણ આપશો અને સાથે ભેટ શું આપશો? ભેટ તો તમારી પાસે ઘણી છે. જેટલી આપવા માંગો આપી શકો છો. સ્થૂળ ભેટ તો અલ્પકાળ માટે ચાલશે પરંતુ તમે અવિનાશી બાપ સમાન બનવાવાળા અવિનાશી ભેટ આપો. મન્સા દ્વારા શક્તિઓની ભેટ આપો, વાચા દ્વારા જ્ઞાનની ભેટ આપો અને કર્મણા દ્વારા ગુણોની ભેટ આપો છો. છે ને બધાંની પાસે? છે તો કાંધ હલાવો. ખજાના બહુજ છે ને, ઓછા તો નથી ને. કોઈ પણ કાર્યમાં આવો, કાર્યમાં તો આવું પડશે ને. તેમને ખૂબ આ વર્ષમાં ભેટ આપો. પરંતુ અવિનાશી ભેટ. સંભળાવ્યું ને કોઈને પણ ખાલી હાથે જવા નહીં દો, ભલે મન્સા ની ભેટ આપો, ભલે વાણીની, ભલે કર્મની. આનાં માટે તમારે સદા એક ધ્યાન રાખવું પડશે, દર સમયે મન્સા માં શક્તિઓનો ખજાનો ઈમર્જ રાખવો પડશે, કેટલી શક્તિઓ છે? લીસ્ટ (યાદી) તો છે ને! વાચા નાં કારણે સદા મનમાં મનન શક્તિ, જ્ઞાનને મનન કરવાની શક્તિ, સ્મૃતિમાં રાખવી પડશે. ચલનમાં, ચહેરામાં, કર્મમાં, ગુણો નાં સ્વરુપ બનવું પડશે. સદા સ્વયંને ગુણમૂર્ત, જ્ઞાનમૂર્ત, શક્તિ સ્વરુપ ઈમર્જ રાખવું પડશે. એવું નથી શક્તિઓ તો છે જ, જ્ઞાન તો છે જ... પરંતુ સ્વરુપ બનવું પડશે. દરેકને ઈશ્વરીય પરિવારની દ્રષ્ટિએ વૃત્તિથી જોવાં પડશે. આ વર્ષે જ્યારે કે સમાન બનવાનું જ છે, એમાં હાથ ઉપાડ્યો છે, બાપદાદા નાં વતન માં બધાંનો હાથ દેખાશે. ત્યાં આ નાનું ટીવી નથી, બહુજ મોટું છે. એક સેકન્ડમાં સર્વ સેવાકેન્દ્રનાં પરિણામ ને જોઈ શકાય છે. તો બાપદાદા તમારો જે ઉમંગ છે, બાપ સમાન બનવાનું જ છે. એનાં માટે ખુશ છે. ખુશનસીબ છો, ખુશ ચહેરાવાળા છો, ક્યારેય પણ ગુસ્સાવાળો ચહેરો નહીં બનાવતાં. કોઈપણ તમને જુએ તો સદા ખુશ જુએ, ભલે કેટલાં પણ કામમાં વ્યસ્ત હોવ, ભૂલોને ઠીક કરી રહ્યા છો, સમજાવી રહ્યા છો પરંતુ ગુસ્સાનો ચહેરો, બોલ ન હોય. આ વર્ષમાં આ પરિવર્તન કરીને દેખાડો. ઇનામ આપશે. આખા વર્ષમાં જે સદા મુસ્કુરાતા રહેશે, કોઈ પણ વાત આવે, ઘણાં ભાઇ-બહેનો કહે છે, રુહ-રુહાન તો કરે છે ને બધાં, તો કહે છે જો ગુસ્સાથી નહીં કહેશું ને તો સમજશે નહીં. બદલાશે નહીં. પહેલાં થી જ તમે ભાવના રાખી દીધી કે આ બદલાશે જ નહીં તો તેમને તમારાં વાયબ્રેશન (પ્રકંપન) પહેલાથી જ પહોંચી ગયાં એટલે આ વર્ષમાં ક્રોધ અથવા તેનાં બાલ-બચ્ચા તેને વિદાય આપવાની છે. થઈ શકે છે? ગુસ્સો પણ નહીં. બાપ પૂછે છે જે પણ સમય પ્રતિ સમય ક્રોધ કરે છે, કામ બનાવવા માટે, સુધારવાનાં માટે, પરંતુ તે સુધરે છે? ક્રોધ કરવાથી કોઈ સુધર્યુ છે? તે લિસ્ટ બતાવો. વધારે જ ચિડાઈ જાય છે, સુધારતા નથી. ઓપોઝિશન કરે છે મનમાં. જો મોટો હશે તો મનમાં ઓપોઝીશન કરે છે, બોલી તો સકતા નથી અને નાનાં છે તો રડવા લાગી જાય છે. તો આ વર્ષ શું-શું કરવાનું છે, તે બધું સંભળાવી રહ્યા છે. પસંદ છે? કરવું છે?


હમણાં હાથ ઉપાડો. કરવું છે? ટી.વી. વાળા આ ફોટો નીકાળો. હાથ ઉપાડો, થોડો ઉભો રાખો. ટી.વી. વાળા નીકાળી રહ્યા છે. તો બાપદાદા એ જે પણ વાત સંભળાવી તે દરેકને આ વર્ષે કરવાની છે. અચ્છા.
બહુજ કામ આપી દીધું છે ને પરંતુ બાપદાદા તમારાં સાથી છે, જ્યાં પણ મુશ્કેલી આવે ને, બસ દિલથી કહેજો, બાબા, મારાં બાબા, મારાં સાથી આવી જાઓ, મદદ કરો. તો બાબા પણ બંધાયેલા છે. ફક્ત દિલથી કહેજો કારણકે સમય અને સ્વયં બન્નેવ ને જોવાનું છે. સમય ચેલેન્જ (પડકાર) કરી રહ્યો છે અને તમે માયાને ચેલેન્જ કરો, શું કરશે.


તો સમયનાં પ્રમાણ બાપદાદા જોઈ રહ્યા હતા કે સમય ની રફતાર આ સમયે તીવ્ર છે. તો સમયને સામનો કોણ કરશે? તમે જ તો કરશો. બાપદાદા એ જોયું કે દુઃખીયોની પોકાર, ભક્તોની પોકાર, સમયની પોકાર આટલું સાંભળો, ઓછું છે. બિચારાઓ હિમ્મતહીન છે, તેમને પાંખ લગાવો તો ઊડી તો શકે. હિમ્મત ની પાંખ, ઉમંગ ઉત્સાહ ની પાંખ લગાવો. અચ્છા.


સેવાનો ટર્ન પંજાબ નો છે :-
બાપદાદાનો પણ પંજાબ થી પ્રેમ છે, કેમ પ્રેમ છે? જમ્મુ કાશ્મીર તેને પણ પોતાનું બનાવ્યું છે પરંતુ થોડું હજી, જમ્મુ કાશ્મીરનું નામ પ્રસિદ્ધ છે, ભલે પાકિસ્તાન માં, ભલે અમેરિકામાં.. બધાંની નજર જમ્મુ કાશ્મીર પર છે. તો ત્યાં કોઈ જલવો નીકાળો. એવું નહીં કે ત્યાંની બહેનો કરે, તમે સહયોગ આપીને એમાં કઈ એવું વન્ડરફુલ કરીને દેખાડો. થોડું ધ્યાન આપો તો પ્રસિદ્ધિ થઈ જશે. જેનાં પર ઝઘડા છે ત્યાં શાંતિ નો ઝંડો લહેરાવો. ઠીક છે. સંખ્યા બહુ જ છે, એક નિર્વિઘ્ન બનો અને બીજું સેવામાં શાંતિ નો ઝંડો લહેરાવવો. બધાંને દેખાઈ આવે ઝંડો કે હા અશાંતિ નાં સ્થાન માં શાંતિ નો ઝંડો લહેરાઈ રહ્યો છે. ઠીક છે. અચ્છા.


ડબલ વિદેશી :-

ડબલ તીવ્ર પુરુષાર્થી. હવે ડબલ ફોરેનર નહીં, ડબલ તીવ્ર પુરુષાર્થી. ડબલ ફોરેનર્સની વિશેષતા છે તેઓ હાથમાં હાથ આપીને વધારે ચાલે છે. તો આપ સર્વે, બાપદાદા ને પાક્કું હાથમાં હાથ આપ્યો છે ને! હાથમાં હાથ દેવો અર્થાત્ સાથી બનાવવાં, મિત્ર બનાવવાં, પ્રિય મિત્ર, તો મિત્ર બનાંવ્યાં છે? મિત્રનો સંબંધ જલ્દી યાદ આવે છે, કોઈ પણ મુશ્કેલી આવે છે ને તો બાપને નહીં બતાવશે, મિત્રને બતાવશે. તો તમે ખુદાને મિત્ર બનાવ્યા છે ને! ખુદા દોસ્ત છે! સારું છે, બાપદાદા ને વિદેશીઓને જોઈ ખુશી થાય છે, કેમ કારણ શું છે? બાપનું એક નામ વિદેશવાળા ઓ એ સિદ્ધ કર્યુ, વિશ્વપિતા, વિશ્વ કલ્યાણકારી. પહેલાં ભારત કલ્યાણકારી હતાં પરંતુ વિદેશે બાપનું નામ વિશ્વ કલ્યાણકારી પ્રત્યક્ષ કર્યુ છે. પહેલાં વિશ્વની સેવા ફક્ત મન્સા દ્વારા કરતા હતાં, હવે નિમિત્ત બન્યા છે વિશ્વની બધી તરફથી સેવા કરવાનાં. અને જુઓ ખૂણા-ખૂણામાં વિખરાયેલા બાળકો કેટલાં વાહ વાહ! બાળકો નીકળી આવ્યાં. અને તમને નશો હશે અમે તો દરેક કલ્પ નાં સાથી છીએ. હતાં પણ, છે પણ અને રહેશો પણ. છે ને! નશો છે ને! જુઓ, તમે ખૂણા ખૂણામાં હોવા છતાં પણ બાપ ની નજરે ઓળખી લીધા, બાપએ પણ ઓળખ્યાં, તમે પણ ઓળખ્યાં. લોકો બિચારા આવશે, આવશે, આવશે કરે છે અને તમે શું કહો? આવી ગયાં. ગીત ગાઓ છો ને, મારાં બાબા આવી ગયાં. તો બહુજ સરસ, બધાંને બાપ દિલનાં દુલાર, યાદપ્યાર અને દિલની દુઆઓ વિશેષ આપી રહ્યા છે.


ચારેય તરફનાં બાળકો હવે બાપદાદાનાં ઘરકામને પ્રેકટીકલમાં કરીને સબૂત આપવાવાળા સપૂત બાળકોનો પોતાનો પ્રભાવ દેખાડશે. તો ચારેય તરફનાં બાળકોને ખુબ-ખુબ દિલનાં દુલાર અને દિલની પદમગુણા યાદ-પ્યાર સ્વીકાર થાય. અને આવાં લાયક બાળકો શ્રેષ્ઠ બાળકોને બાપદાદાનાં નમસ્તે.
દાદી જાનકી :- વન્ડરફુલ બાબા, મારાં બાબા, મીઠા બાબા, પ્યારા બાબા, શુક્રિયા બાબા. કાલે નવું વર્ષ શરુ થઇ જશે. નવા વર્ષમાં શું કરવાનું છે! જુની વાતો સમાપ્ત. હું એજ ઇચ્છું છું કે આપણે બધાં સદા જ ખુશ રહીએ, આબાદ રહીએ, જૂની વાતો ભૂલી જઈએ. આજે જે બાબાએ આટલું સરસ હોમવર્ક આપ્યું છે, હું એજ ઈચ્છું છું કે આ બધાં કરીને દેખાડે. તો આવતાં નવાં વરસની બધાંને ખુબ-ખુબ શુભેચ્છા.ઓમ શાંતિ.