01-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  09.03.2009    બાપદાદા મધુબન


“ પરમાત્મ - સંગ નાં રંગ ની અને કમ્બાઇન્ડ સ્વરુપ ની યથાર્થ હોળી મનાવો”
 


આજે હોલીએસ્ટ બાપ પોતાનાં હોલી બાળકો સાથે હોળી મનાવવા આવ્યાં છે. બધા બાળકો હોલી (પવિત્ર) બાળકો છે. તમે બધા પણ હોળી મનાવવા આવ્યાં છો. વિચારો, આપ હોલી આત્માઓ નાં ઉપર કયો રંગ લાગ્યો જે હોલી બની ગયાં! રંગ તો અનેક છે પરંતુ તમારા ઉપર કયો રંગ લાગ્યો? સૌથી શ્રેષ્ઠ રંગ કયો છે, જેનાથી તમે હોલી બની ગયાં? સૌથી શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ રંગ છે પરમાત્મ-સંગ નો રંગ. તો પરમાત્મ-સંગ નો રંગ લાગવાથી સહજ હોલી બની ગયા કારણકે પરમાત્મ-સંગ અવિનાશી સંગ નો રંગ છે બીજા રંગ તો થોડા સમય માટે હોય છે પરંતુ પરમાત્મ-સંગ નો રંગ લાગવાથી સહજ જ હોલી અર્થાત્ પવિત્ર બની ગયાં. આત્મા નો રંગ અપવિત્રતા થી પવિત્ર બની ગયો કારણકે તમે બધાએ પરમાત્મા ને પોતાનાં કમ્પેનિયન (સાથી) બનાવી લીધાં, કંપની બનાવી લીધાં એટલે કમ્બાઇન્ડ થઈ ગયાં. આ કમ્બાઇન્ડ સ્વરુપ પ્રિય લાગે છે ને? આ કમ્બાઇન્ડ રુપ ક્યારેય પણ અલગ નથી થઈ શકતું. અનુભવ છે ને? સદા કમ્બાઇન્ડ રહો છો ને? એકલા નથી. માયા એકલા કરવાની કોશિશ કરે છે પરંતુ જે સદા કમ્બાઇન્ડ રહેવાવાળા છે તે ક્યારેય પણ અલગ થઈ નથી શકતાં કારણકે માયા અલગ કરીને પછી જૂનાં સંસ્કારો ને ઈમર્જ કરે છે અને જૂનાં સંસ્કાર ઈમર્જ થઈ જાય છે તો શુદ્ધ સંસ્કાર મર્જ થઈ જાય છે. જૂનાં સંસ્કાર છે અલબેલાપણું અને આળસ, આ ભિન્ન-ભિન્ન રુપ માં ઈમર્જ થવાથી કમ્બાઇન્ડ રુપ અલગ થઈ જાય છે. તો દરેક પોતાને ચેક કરો કે સદા કમ્બાઇન્ડ રહો છો કે ક્યારેક એકલા પણ થઈ જાઓ છો. માયા નાં અનેક સ્વરુપો ને તો જાણી ગયા છો ને? તે ચતુરાઈ થી પોતાનો રંગ લગાવી દે છે. અલગ થવું અર્થાત્ માયા નાં રંગ માં રંગાવું. આ અલબેલાપણું, આળસ ખૂબ ભિન્ન-ભિન્ન રુપ થી આવે છે અને બાળકો પણ એને ઓળખી નથી શકતા કારણકે માયા પોતાની તરફ આકર્ષિત કરી દે છે. આ અલબેલાપણું અને આળસ જે રાવણ નો ખજાનો છે, આ બાપ નો ખજાનો નથી, રાવણ નાં ખજાના ને બાળકો પણ ખૂબ નશા થી કહે છે કે હું ઈચ્છતો નથી, ઈચ્છતી નથી પરંતુ મારા સંસ્કાર છે. સંસ્કાર મારા કહેવા લાગે છે. શું આ પરમાત્મ-ખજાનો છે કે રાવણ નો ખજાનો છે? એને મારા સંસ્કાર કહેવા - વિચારો, રાઈટ (સાચ્ચું) છે? મારા બનાવી દેવા, આ માયા ની ચતુરાઈ છે. બાપ નો ખજાનો પ્રિય છે કે આ રાવણ નો ખજાનો પ્રિય છે? સાધારણ રીતે બાળકો પોતાને છોડાવવા માટે કહી દે છે મારા સંસ્કાર છે, ઈચ્છતાં નથી. તો વિચારો શું આ મારા છે? બાપ કહે છે કે રાવણ નાં ખજાના ને પોતાનાં બનાવવા થી ધીરે-ધીરે જે શુભ સંસ્કાર છે તે સમાપ્ત થતા જાય છે. પરમાત્મ-સંગ નો રંગ ઢીલો થતો જાય છે અને માયા નો રંગ ઈમર્જ થઈ જાય છે. તો ચાલતાં-ચાલતાં પોતાને જ ઠીક કરવાનું છે, કયો રંગ ચઢેલો છે? લોકો પણ હોળી માં શું કરે છે? પહેલાં ખરાબી ને બાળે છે પછી રંગ લગાવે છે, મનાવે છે. તો તમારા ઉપર બાપદાદાએ સંગ નો રંગ તો લગાવ્યો પરંતુ સાથે જ્ઞાન નો રંગ, શક્તિઓ નો રંગ, ગુણો નો રંગ, તે લાગતો રહે છે.

તો બધાનાં ઉપર આ રુહાની રંગ ચઢેલો છે ને? ચઢેલો છે? હાથ ઉઠાવો. રુહાની રંગ ચઢી ગયો, ઉતરવા વાળો તો નથી ને? જેમનાં ઉપર રુહાની રંગ ચઢી ગયો, અવિનાશી રંગ ચઢી ગયો, એમનાં ઉપર બીજો કોઈ રંગ લાગી નથી શકતો. આ રંગ થી કેટલાં હોલી બની ગયા છો? જે આખાં કલ્પ માં તમારા જેવા હોલી, પવિત્ર બીજા કોઈ બની નથી શકતાં. તમારી પવિત્રતા પ્રભુ નાં સંગ નો રંગ પરમાત્મ-કમ્બાઇન્ડ રહેવાનો અનુભવ સૌથી ન્યારો અને પ્યારો છે. બીજા જે પણ હોલી, પવિત્ર બને છે તો એમનું શરીર પવિત્ર નથી બનતું, આત્મા પવિત્ર બને છે પરંતુ તમે એવાં હોલી, પવિત્ર બનો છો જે તમારું શરીર અને આત્મા બંને પવિત્ર રહે છે અને પવિત્રતા ને સુખ, શાંતિ, પ્રેમ, આનંદ ની જનની કહેવાય છે. જ્યાં પવિત્રતા છે ત્યાં સુખ-શાંતિ સાથે છે જ છે કારણકે જ્યાં જનની હોય છે ત્યાં બાળકો હોય છે કારણકે બાપ આવીને તમને એવાં હોલી બનાવે છે જે તમારા જડચિત્ર કેટલાં વિધિપૂર્વક પૂજાય છે. કળિયુગ નાં અંતિમ જન્મ માં પણ તમે પોતાનાં ચિત્ર જુઓ છો કે કેવી રીતે વિધિપૂર્વક એમની પૂજા થાય છે, આ પવિત્રતા ની વિશેષતા છે બીજા કેટલાં પણ મહાન આત્માઓ, ધર્મ આત્માઓ પવિત્ર બને છે પરંતુ મંદિર કોઈનું પણ નથી બનતું. એવી વિધિપૂર્વક પૂજા કોઈની પણ નથી થતી અને અંતિમ જન્મ સુધી તમારા ચિત્ર પણ દુવાઓ આપતા રહે છે. થોડા સમય ની સુખ-શાંતિ અનુભવ કરાવે છે. તો તમારી હોળી અને દુનિયાવાળાઓ ની હોળી કેટલો ફરક છે! ભલે મનોરંજન માટે તમે પણ થોડુંક મનાવો છો પરંતુ સાચ્ચી હોળી પરમાત્મ-સંગ નાં રંગ ની અને કમ્બાઇન્ડ સ્વરુપ ની યથાર્થ હોળી તમે મનાવો છો. હોળી ને લોકો પણ ભિન્ન-ભિન્ન રુપ થી મનાવે છે, એમ તો તમે જાણો છો કે હોલી શબ્દ નું પણ રહસ્ય છે, જે તમે જ જાણો છો, તમે જ માનો છો. હોલી નો અર્થ છે હો લી, વીતી ગયું તે વીતી ગયું. તો તમે બધાએ જૂનું જીવન, જૂની વાતો, જૂનાં સંસ્કાર, જૂનાં વ્યર્થ સંકલ્પ ની હોલી કરી દીધી ને? વીત્યું સો વીત્યું કરવું અર્થાત્ હો લી. તો એવું કર્યુ છે? કે હજી પણ ક્યારેક ભૂલ થી જૂનાં સંસ્કાર આવી જાય છે? જ્યારે તમારો જન્મ જ નવો છે, તમે બધા મરજીવા બન્યાં છો ને? બન્યાં છો? મરજીવા બન્યાં છો? હાથ ઉઠાવો. સારું. નવો જન્મ થઈ ગયો તો જૂનો જન્મ કેવી રીતે યાદ આવે? જૂનો, જૂનો થઈ ગયો. જો વીતેલી વાતો કે સંકલ્પ, સંસ્કાર ઈમર્જ થાય છે તો શું કહેવાશે? હોળી મનાવી? હો લી કર્યુ નથી. પરમાત્મ-સંગ નો રંગ સારી રીતે લાગ્યો નથી. પરમાત્મ-સંગ નો રંગ લાગવો અર્થાત્ પહેલાં નો જન્મ ભૂલી જવો. પહેલાં ની વાતો ભૂલી જવી કારણકે મરજીવા થઈ ગયા ને? જેમ શરીર થી એક જન્મ છોડીને બીજો લો છો તો શું પહેલાં નો જન્મ યાદ રહે છે? તો તમે બધા બ્રાહ્મણ જન્મ ધારણ કરવાવાળા છો. તો પાછલા જન્મ નાં સંસ્કાર જેને ભૂલ થી કહો છો મારા સંસ્કાર છે, શું તમારા છે? બ્રાહ્મણ-જીવન નાં આ સંસ્કાર છે? ક્યારેક અલબેલાપણું, ક્યારેક રોયલ આળસ, આળસ નાં ઘણાં ભિન્ન-ભિન્ન રુપ છે. ક્યારેક આનાં પર ક્લાસ કરજો. આળસ કેટલાં પ્રકારની છે અને કેટલાં રોયલ રુપ થી આવે છે.

તો બ્રાહ્મણ-જીવન અર્થાત્ નવું જીવન, આમાં જૂનું કાંઈ હોય ન શકે. તો આજે હોળી મનાવવા આવ્યાં છો ને? તો હોલી અર્થાત્ હો લી, તો આજે હોળી મનાવવી અર્થાત્ પહેલાં નાં સંસ્કારો ની હોળી કરવી (બાળવી). બાળ્યા પછી જ મનાવવાની હોય છે. તો હમણાં તમારું મનાવવાનું સ્વરુપ છે. બાળી દીધું, હવે મનાવવાની છે. પ્રભુ નાં સંગ નાં રંગ ની મજા લેવા વાળા છો. કમ્બાઇન્ડ રહેવાનો અનુભવ કરવાવાળા છો, કેમ? હોલીએસ્ટ બાપે તમારા ઉપર હોલી બનવાનો, પવિત્ર બનવાનો રંગ લગાવ્યો છે.

તો આજે કઈ હોળી મનાવી રહ્યાં છો? આજ થી વિશેષ કોઈ પણ જૂનાં સંસ્કાર ને આવવા નહીં દેતા, આ હોળી મનાવવાની છે. મનાવી શકો છો કે ક્યારેક-ક્યારેક આવી જશે? આ રોયલ શબ્દ કે હું કરવા નહોતી ઈચ્છતી, નહોતો ઈચ્છતો પરંતુ મારા સંસ્કાર છે. આ શબ્દ આજે દૃઢ સંકલ્પ ની વિધિ થી સમાપ્ત કરી લો. એવી હોળી આજે સદા માટે મનાવવાની હિંમત રાખો છો? કે ક્યારેક-ક્યારેક મનાવશો? જે સમજે છે કે આજ થી જૂનાં સંસ્કારો ની હોલી, હો લી, વીત્યું તે વીત્યું, જન્મ નવો છે, તે જૂનો જન્મ ખતમ. એવી હિંમત રાખવા વાળા તમે બાપ નાં મીઠાં-મીઠાં લાડલા સિકિલધા બાળકો છો ને? તો આ સંકલ્પ નહીં, દૃઢ સંકલ્પ કરવાની હિંમત છે? હાથ ઉઠાવો. જુઓ, બધાએ હિંમત રાખી છે. ચાલો થોડા રહી પણ ગયાં, પરંતુ તમે બધા તો સાથી છો ને? પાક્કા સાથી, બે હાથ ઉઠાવો. આ ફોટો કાઢો બધાનો. સારું. ડબલ વિદેશી પણ ઉઠાવી રહ્યાં છે.

તો બાપદાદા તમને પદમ પદમગુણા મુબારક આપી રહ્યાં છે, હોલી ની, હોળી મનાવવા ની. હવે ભૂલ થી પણ પોતાનાં મુખ માંથી આ શબ્દ નહીં બોલતાં. મારા સંસ્કાર, રાવણ નાં સંસ્કાર ને મારા કહો છો, કમાલ છે! રાવણ ને દુશ્મન કહેવાય છે, દુશ્મન નો ખજાનો પોતાનો બનાવ્યો આ તો આશ્ચર્ય ની વાત છે! તમને પણ આશ્ચર્ય લાગી રહ્યું છે ને કે શું કહીએ છીએ! ભૂલ થી કહી દો છો. કહી દો છો પછી અંદર માં દિલ ખાય પણ છે, મહેસુસ પણ કરે છે, બાપ સાથે વાતો પણ કરે છે, માફી પણ લે છે. બાબા, કાલ થી નહીં કરીશું. છતાં પણ કરી દે છે. હવે બાપદાદા શું કરે? જોતા રહે? હવે આ શબ્દ ની હોળી બાળી લો. જુઓ, બાળવામાં પણ એક ખૂબ સારી વાત બતાવે છે, કોકી ને દોરો બાંધીને પકાવે છે, તો જ્યારે કોકી પાકી જાય છે અને કાઢે છે તો કોકી પાકી જાય છે પરંતુ દોરો નથી બળતો. આ નિશાની પણ તમે જે પહેલો પાઠ ભણ્યો છે કે આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે, એની બનાવી દીધી છે. તો બાપદાદા જુએ છે કે આ તહેવાર કે શાસ્ત્ર બનાવવા વાળા બાળકો ની પણ કમાલ ઓછી નથી. છે તો તે પણ બાપ નાં બાળકો જ પરંતુ તમે છો સિકિલધા. તો ભલે તેમાં લોટ માં મીઠું છે પરંતુ બનાવ્યાં ખૂબ રમણીક છે. તમે જુઓ, દરેક તહેવાર નાં યાદગાર બનાવ્યાં છે, પરંતુ ઘણી વાતો જે સૂક્ષ્મ છે એને સ્થૂળ રુપ માં આપી દીધી છે. પરંતુ યાદગાર તો બનાવ્યાં છે ને? ભક્તિ માં પણ ઓછું તો નથી કર્યુ, ભક્તિ માં દ્વાપર-કળિયુગ માં છતાં પણ કાંઈ ન કાંઈ સ્મૃતિ ની વાતો રાખી, અતિ વિકારી બનવાથી બચાવ્યાં. તો બાપદાદા આ સામગ્રી, તહેવાર કે શાસ્ત્ર બનાવવા વાળા ને પણ એમનું ફળ આપે છે. છતાં પણ ભક્તિ માં થોડું તો યાદ કરે છે, વિકારો થી થોડા સમય માટે બચી જાય છે.

તો તમે આજે કઈ હોળી મનાવી? કઈ હોળી મનાવી? હો લી, બધા કહો હો લી. આવી રીતે કરો (હાથ નો ઈશારો) હો લી. પાક્કું છે ને? મનાવી? મનાવી? સારું. પાછી કાલે માયા આવશે, કારણકે માયા પણ સાંભળી રહી છે પરંતુ તમે એવું નહીં કરતાં. (પોતાની તરફ નહીં બોલાવતા) મજા છે ને, આમાં મજા છે ને? તો મજા માં રહેજો.

બાપ ને યાદ રાખજો તો બાપ તમારાં પર કેટલાં રુહાની રંગ નાખી રહ્યાં છે, જેનાથી તમે હોલીહંસ બની ગયાં. હોલી હંસ અર્થાત્ નિર્ણય શક્તિવાળા હોલી હંસ. કોઈ પણ કામ કરો ને, તો એક સીટ ફિક્સ કરી લો, પહેલાં એ સીટ પર સેટ થઈ પછી નિર્ણય કરો, તે સીટ જાણો છો, તે સીટ છે ત્રિકાળદર્શી ની સીટ. પહેલાં ત્રિકાળદર્શી ની સીટ પર સેટ થઈ ત્રણેય કાળો ને જુઓ, ફક્ત વર્તમાન નહીં, આદિ-મધ્ય-અંત, ત્રણેય કાળો ને જુઓ, ત્રણેય કાળ માં ફાયદો છે કે નુકસાન? ઘણાં બાળકો ખૂબ ચતુર છે. ચતુરાઈ સંભળાવે? શું કહે છે આ કામ ને ચલાવવાનું હતું ને, એટલે કામ ચલાવી લીધું. બાકી હું સમજુ છું, સમજુ છું કરવું ન જોઈએ પરંતુ કરી લીધું. પરંતુ કરી લીધું તો કર્મ નું ફળ તો મળશે ને? તો ચતુરાઈ નહીં કરતાં, બાપ ને પણ ખૂબ રીઝવે (સમજાવે) છે. ભૂલ કરે છે ને પછી બાપદાદા ને એવી-એવી વાતો સંભળાવે છે - બાબા, તમે તો રહેમદિલ છો ને? તમે તો ક્ષમા નાં સાગર છો ને? બાપ ને પણ યાદ કરાવે છે તો તમે કોણ છો? તમે કહ્યું હતું ને, મને સંભળાવીને ખતમ કરી દો. પરંતુ મહેસુસતા થી સંભળાવીને ખતમ કરી લો. એક શબ્દ પાક્કો કરો છો, સંભળાવી તો દો છો પરંતુ પહેલાં દૃઢ સંકલ્પ થી સ્વ ને પરિવર્તન કરીને પછી સંભળાવો. રીઝવો ખૂબ છો, તમે કહ્યું હતું ને? બાપ ને પણ યાદ અપાવે છે - તમે આ કહ્યું છે ને, તમે આ કહ્યું છે ને? ખૂબ ચતુરાઈ કરે છે. હવે ચતુરાઈ નહીં કરતાં, હિંમત રાખજો. કરવાનું જ છે, ગે ગે (કરીશું, કરીશું) નહીં કરતાં.

બાપદાદા આખાં દિવસ માં ગે ગે (કરીશું, કરીશું) નાં ગીત ખૂબ સાંભળે છે. કરીશું, દેખાડીશું, બનીશું, પરંતુ સ્પીડ શું? ગે ગે વાળા બાપ ની સાથે ચાલશે? બાપ તો એવરરેડી છે અને ગે ગે વાળા એવરરેડી તો નથી. તો બાપ ની સાથે કેવી રીતે ચાલશો? જોતા રહેશો, બાપ ની સાથે જઈ રહ્યાં છે. બાપ ને એક-એક બાળક સાથે પદમગુણા પ્રેમ છે. બાપ નથી ઈચ્છતા કે મારું બાળક અને સાથે ન ચાલે. જ્યારે ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે તો શું ઘરે નહીં ચાલશો? કારણકે ઘરે જઈને પછી રાજ્ય માં આવવાનું છે. ઘરે નહીં ચાલશો સાથે તો બ્રહ્મા બાપ ની સાથે રાજ્ય માં પણ નહીં આવશો, પાછળ આવશો. તો તમારો વાયદો શું છે? સાથે ચાલીશું કે આવી જઈશું… આમાં પણ ગે ગે લગાવશે. પહોંચી જઈશું, જોજો બાબા જરુર પહોંચી જઈશું. તો આ ભાષા હવે સમાપ્ત કરો. સારું.

બધા ચારેય તરફ નાં બાળકો ને પણ બાપદાદા જોઈ રહ્યાં છે કે દૂર બેઠાં પણ સાયન્સ નાં સાધન દ્વારા મેજોરીટી સ્થાનો માં સેન્ટર્સ પર તેઓ પણ બાપદાદા ને જોતા રહે છે, તમે ટોલી ખાઓ છો ને તો તે પણ ટોલી વહેંચે છે. તો બધાને બાપદાદા પણ જોઈ રહ્યાં છે કે કેવી રીતે દૂર બેસી નજીક નો અનુભવ કરી રહ્યાં છે. તો ચારેય તરફ નાં બાળકો ને જે સદા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ બનવાનું છે, આ સંકલ્પ ને ધારણ કર્યો છે અને દૃઢતા નું બળ સમય પ્રત્યે સમય આ સંકલ્પ ને આપતા રહે છે, એવાં ચારેય તરફ નાં શુભ સંકલ્પ ધારણ કરવા વાળા, સાથે-સાથે બાપ ની આશાઓ ને પૂર્ણ કરવા વાળા આશાઓ નાં તારા, સાથે-સાથે દાદી નાં બોલ, કર્માતીત બનવાનું જ છે, બનવાનું જ છે, બનવાનું જ છે… અને મમ્મા નાં આ બોલ કે સદા જે કરવાનું છે તે આજે કરો, કાલ પર ન છોડો અને દીદી નાં આ બોલ હવે ઘરે ચાલવાનું છે, આ કાનો માં ગુંજવા જોઈએ. વારંવાર, હવે ઘરે ચાલવાનું છે. તો ધૂન લગાવી દો - કર્માતીત બનવાનું છે, હવે ઘરે ચાલવાનું છે. આ બોલ વારંવાર સ્મૃતિ માં લાવવા વાળા સમર્થ આત્માઓ ને બાપદાદા નાં હોલી બાળકો ને હોળી ની મુબારક છે અને સાથે બધાને બાપદાદા પહેલાં જ મધુબન નાં ઘેવર નાં પહેલાં બધા મુખ ખોલો અને ઘેવર ખાઓ, ખાધા, તો બધાને ખૂબ-ખૂબ પદમગુણા બાપદાદા અને એડવાન્સ પાર્ટી નાં સર્વ બાળકો ને યાદ-પ્યાર અને બાપ નાં નમસ્તે.

વરદાન :-
સર્વ આત્માઓ પ્રત્યે સ્નેહ અને શુભચિંતક ની ભાવના રાખવા વાળા દેહી - અભિમાની ભવ

જેમ મહિમા કરવા વાળા આત્મા પ્રત્યે સ્નેહ ની ભાવના રહે છે, એમ જ જ્યારે કોઈ શિક્ષા નો ઈશારો આપે છે તો એમાં પણ એ આત્મા પ્રત્યે એવી જ સ્નેહ ની, શુભચિંતન ની ભાવના રહે કે આ મારા માટે મોટાં માં મોટાં (સારા માં સારા) શુભચિંતક છે - એવી સ્થિતિ ને કહેવાય છે દેહી-અભિમાની. જો દેહી-અભિમાની નથી તો જરુર અભિમાન છે. અભિમાન વાળા ક્યારેય પોતાનું અપમાન સહન નથી કરી શકતાં.

સ્લોગન :-
સદા પરમાત્મ-પ્રેમ માં ખોવાયેલા રહો તો દુઃખો ની દુનિયા ભૂલાઈ જશે.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

જ્યારે કોઈ મોટા નાં હાથ માં હાથ હોય છે તો નાનાં ની સ્થિતિ બેફિકર, નિશ્ચિંત રહે છે. તમને નિશ્ચય છે કે દરેક કર્મ માં બાપદાદા મારી સાથે પણ છે અને અમારા આ અલૌકિક જીવન નો હાથ એમનાં હાથ માં છે અર્થાત્ જીવન એમને હવાલે છે તો જવાબદારી એમની થઈ જાય છે. બધા બોજ બાપ ઉપર રાખી પોતાને હલકા કરી દો તો સદા નિશ્ચિંત રહેશો અને દરેક કાર્ય એક્યુરેટ થશે.