01-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
ને આપ બાળકો જ પ્રિય છો , બાપ તમને જ સુધારવા માટે શ્રીમત આપે છે , સદા ઈશ્વરીય મત
પર ચાલી સ્વયં ને પવિત્ર બનાવો”
પ્રશ્ન :-
વિશ્વ માં શાંતિ ની સ્થાપના ક્યારે અને કઈ વિધિ થી થાય છે?
ઉત્તર :-
તમે જાણો છો વિશ્વ માં શાંતિ તો મહાભારત લડાઈ પછી જ થાય છે. પરંતુ તેનાં માટે તમારે
પહેલાં થી જ તૈયાર થવાનું છે. પોતાની કર્માતીત અવસ્થા બનાવવાની મહેનત કરવાની છે.
સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સિમરણ કરી બાપ ની યાદ થી સંપૂર્ણ પાવન બનવાનું
છે ત્યારે આ સૃષ્ટિ નું પરિવર્તન થશે.
ગીત :-
આજ અંધેરે મેં
હૈ ઇન્સાન…
ઓમ શાંતિ!
આ ગીત છે
ભક્તિમાર્ગ નું ગવાયેલું. કહે છે અમે અંધકાર માં છીએ, હવે જ્ઞાન નું ત્રીજું નેત્ર
આપો. જ્ઞાન માંગે છે જ્ઞાન સાગર પાસે થી. બાકી છે અજ્ઞાન. કહેવાય છે કળિયુગ માં બધા
અજ્ઞાન ની આસુરી નિંદ્રા માં સૂતેલા કુંભકરણ છે. બાપ કહે છે જ્ઞાન તો ખૂબ જ સિમ્પલ
(સહજ) છે. ભક્તિમાર્ગ માં કેટલાં વેદ-શાસ્ત્ર વગેરે વાંચે છે, હઠયોગ કરે છે, ગુરુ
વગેરે કરે છે. હવે તે બધાને છોડવા પડે છે કારણકે તે ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે.
બાપ જ તો રાજાઈ આપશે. મનુષ્ય, મનુષ્ય ને આપી ન શકે. પરંતુ તેનાં માટે જ સંન્યાસી કહે
છે કાગ વિષ્ટા સમાન સુખ છે કારણકે પોતે ઘરબાર છોડીને ભાગે છે. આ જ્ઞાન, જ્ઞાન સાગર
બાપ સિવાય બીજું કોઈ આપી ન શકે. આ રાજયોગ ભગવાન જ શીખવાડે છે. મનુષ્ય, મનુષ્ય ને
પાવન બનાવી ન શકે. પતિત-પાવન એક જ બાપ છે. મનુષ્ય ભક્તિમાર્ગ માં કેટલાં ફસાયેલા
છે. જન્મ-જન્માન્તર થી ભક્તિ કરતા આવ્યાં છે. સ્નાન કરવા જાય છે. એવું પણ નથી ફક્ત
ગંગા માં સ્નાન કરે છે. જ્યાં પણ પાણી નું તળાવ વગેરે જોશે તો તેને પણ પતિત-પાવન
સમજે છે. અહીં પણ ગૌમુખ છે. ઝરણા માંથી પાણી આવે છે. જેમ કૂવા માં પાણી આવે છે તો
તેને પતિત-પાવની ગંગા થોડી કહેવાશે? મનુષ્ય સમજે છે આ પણ તીર્થ છે. ઘણાં મનુષ્ય
ભાવના થી ત્યાં જઈને સ્નાન વગેરે કરે છે. આપ બાળકો ને હમણાં જ્ઞાન મળ્યું છે. તમે
કહો છો તો પણ માનતા નથી. પોતાનો દેહ-અહંકાર ખૂબ છે. અમે આટલાં શાસ્ત્ર વાંચ્યા છે…!
બાપ કહે છે આ ભણેલું બધું ભૂલો. હવે તે બધી વાતો ની મનુષ્યો ને કેવી રીતે ખબર પડે
એટલે બાબા કહે છે એવાં-એવાં પોઈન્ટ્સ (વાત) લખીને એરોપ્લેન (વિમાન) દ્વારા નાખો.
જેમ આજકાલ કહે છે - વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? કોઈએ સલાહ આપી તો તેમને ઈનામ
મળતું રહે છે. હવે તે શાંતિ ની સ્થાપના તો કરી ન શકે. શાંતિ છે ક્યાં? જુઠ્ઠી
પ્રાઈઝ (ઇનામ) આપતા રહે છે.
હવે તમે જાણો છો
વિશ્વ માં શાંતિ તો થાય છે લડાઈ નાં પછી. આ લડાઈ તો કોઈ પણ સમયે લાગી શકે છે. એવી
તૈયારી છે. ફક્ત આપ બાળકો ની જ વાર છે. જ્યારે આપ બાળકો કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરો,
આમાં જ મહેનત છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો અને ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ
સમાન પવિત્ર બનો અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સિમરણ કરતા રહો. તમે લખી પણ
શકો છો - ડ્રામા અનુસાર કલ્પ પહેલાં ની જેમ વિશ્વ માં શાંતિ સ્થાપન થઈ જશે. તમે આ
પણ સમજાવી શકો છો કે વિશ્વ માં શાંતિ તો સતયુગ માં જ હોય છે. અહીં જરુર અશાંતિ રહેશે.
પરંતુ ઘણાં છે જે તમારી વાતો પર વિશ્વાસ નથી કરતા કારણ કે તેમને સ્વર્ગ માં આવવાનું
જ નથી તો શ્રીમત પર ચાલશે નહીં. અહીં પણ ઘણાં છે જે શ્રીમત પર પવિત્ર રહી નથી શકતાં.
ઊંચા માં ઊંચા ભગવાન ની તમને મત મળે છે. કોઈની ચલન સારી નથી હોતી તો કહે છે ને તમને
ઈશ્વર સારી મત આપે. હવે તમારે ઈશ્વરીય મત પર ચાલવું જોઈએ. બાપ કહે છે ૬૩ જન્મ તમે
વિષય સાગર માં ગોતા ખાધાં છે. બાળકો સાથે વાત કરે છે. બાળકો ને જ બાપ સુધારશે ને?
આખી દુનિયા ને કેવી રીતે સુધારશે? બહાર વાળાઓ ને કહેશે બાળકો પાસે થી સમજો. બાપ
બાહર વાળાઓ સાથે વાત નથી કરી શકતાં. બાપ ને બાળકો જ પ્રિય લાગે છે. સોતેલા (સાવકા)
બાળકો થોડી લાગશે? લૌકિક બાપ પણ સપૂત બાળકો ને ધન આપે છે. બધા બાળકો સમાન તો નહીં
હશે. બાપ પણ કહે છે જે મારા બને છે, તેમને જ હું વારસો આપું છું. જે મારા નથી બનતા,
તે હજમ નહીં કરી શકે. શ્રીમત પર ચાલી નહીં શકશે. તે છે ભગત. બાબાએ ઘણાં જોયેલા છે.
કોઈ મોટા સંન્યાસી આવે છે તો ખૂબ એમનાં ફોલોઅર્સ (અનુયાયી) હોય છે. ફંડ (મૂડી) ભેગો
કરે છે. પોત-પોતાની તાકાત અનુસાર ફંડ્સ આપે છે. અહીં બાપ તો એવું નહીં કહેશે - ફંડ
ભેગો કરો. ના, અહીં તો જે બીજ વાવશે ૨૧ જન્મ એનું ફળ મેળવશે. મનુષ્ય દાન કરે છે તો
સમજે છે ઈશ્વર અર્થ અમે કરીએ છીએ. ઈશ્વર સમર્પણમ્ કહે છે અથવા તો કહેશે શ્રીકૃષ્ણ
સમર્પણમ્. શ્રીકૃષ્ણ નું નામ કેમ લે છે? કારણકે ગીતા નાં ભગવાન સમજે છે. શ્રી રાધે
અર્પણમ્ ક્યારેય નહીં કહેશે. ઈશ્વર અથવા શ્રીકૃષ્ણ અર્પણમ્ કહે છે. જાણે છે ફળ આપવા
વાળા ઈશ્વર જ છે. કોઈ સાહૂકાર નાં ઘર માં જન્મ લે છે તો કહે છે ને, પહેલાં નાં જન્મ
માં ખૂબ દાન-પુણ્ય કર્યા છે ત્યારે આ બન્યાં છે. રાજા પણ બની શકે છે. પરંતુ તે છે
અલ્પકાળ કાગ વિષ્ટા સમાન સુખ. રાજાઓ ને પણ સંન્યાસી લોકો સંન્યાસ કરાવે છે તો તેમને
કહે છે સ્ત્રી તો સર્પિણી છે, પરંતુ દ્રોપદીએ તો પોકાર્યા છે, દુઃશાસન મને નંગન કરે
છે. હમણાં પણ અબળાઓ કેટલું પોકારતી રહે છે - અમારી લાજ રાખો. બાબા, આ અમને ખૂબ મારે
છે. કહે છે વિષ આપો નહીં તો ખુન કરું છું. બાબા આ બંધનો થી છોડાવો. બાપ કહે છે બંધન
તો ખલાસ થવાના જ છે પછી ૨૧ જન્મ ક્યારેય નંગન નહીં થશો. ત્યાં વિકાર હોતાં નથી. આ
મૃત્યુલોક માં આ અંતિમ જન્મ છે. આ છે જ વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા).
બીજી વાત, બાપ સમજાવે
છે કે આ સમયે મનુષ્ય કેટલાં બેસમજ બની ગયા છે. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ
પધાર્યાં. પરંતુ સ્વર્ગ છે ક્યાં? આ તો નર્ક છે. સ્વર્ગવાસી થયા તો જરુર નર્ક માં
હતાં. પરંતુ કોઈને સીધું કહો - તમે નર્કવાસી છો તો ક્રોધ માં આવીને બગડી જશે.
આવાં-આવાં ને તમારે લખવું જોઈએ. ફલાણા સ્વર્ગવાસી થયા તો એનો અર્થ તમે નર્કવાસી છો
ને? અમે તમને એવી યુક્તિ બતાવીએ જે તમે સાચ્ચાં-સાચ્ચાં સ્વર્ગ માં જાઓ. આ જૂની
દુનિયા તો હવે ખતમ થવાની છે. સમાચાર માં લખો કે આ લડાઈ નાં પછી વિશ્વ માં શાંતિ
થવાની છે, ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ. ત્યાં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો.
તે લોકો પછી કહે છે ત્યાં પણ કંસ, જરાસંધી વગેરે અસુર હતાં, ત્રેતા માં રાવણ હતો.
હવે તેમની સાથે માથું કોણ મારે? જ્ઞાન અને ભક્તિ માં રાત-દિવસ નો ફરક છે. આટલી સહજ
વાત પણ મુશ્કેલ કોઈ ની બુદ્ધિ માં બેસે છે. તો એવાં-એવાં સ્લોગન (સુવિચાર) બનાવવા
જોઈએ. આ લડાઈ પછી વિશ્વ માં શાંતિ થવાની છે ડ્રામા અનુસાર. કલ્પ-કલ્પ વિશ્વ માં
શાંતિ થાય છે પછી કળિયુગ અંત માં અશાંતિ થાય છે. સતયુગ માં જ શાંતિ હોય છે. આ પણ તમે
લખી શકો છો, ગીતા માં ભૂલ કરવાથી જ ભારત નો આ હાલ થયો છે. પૂરાં ૮૪ જન્મ લેવા વાળા
શ્રી કૃષ્ણ નું નામ નાખી દીધું છે. શ્રી નારાયણ નું પણ નથી નાખ્યું. તેમનાં છતાં પણ
૮૪ જન્મ થી થોડા ઓછા દિવસ કહેવાશે ને? શ્રીકૃષ્ણ નાં પૂરાં ૮૪ જન્મ હોય છે. શિવબાબા
આવે છે બાળકો ને હીરા જેવાં બનાવવા, તો એમનાં માટે પછી ડબ્બી પણ એવી સોનાની જોઈએ,
જેમાં બાપ આવીને પ્રવેશ કરે. હવે આ સોનાનાં કેવી રીતે બને તો ફટ થી તેમને
સાક્ષાત્કાર કરાવ્યો - તમે તો વિશ્વ નાં માલિક બનો છો. હવે મામેકમ્ યાદ કરો, પવિત્ર
બનો તો ઝટ પવિત્ર બનવા લાગી પડ્યાં. પવિત્ર બન્યાં વગર તો જ્ઞાન ની ધારણા થઈ ન શકે.
સિંહણ નાં દૂધ માટે સોના નું વાસણ જોઈએ. આ જ્ઞાન તો છે - પરમપિતા પરમાત્મા નું. આને
ધારણ કરવા માટે પણ સોના નું વાસણ જોઈએ. પવિત્ર જોઈએ, ત્યારે ધારણા થાય. પવિત્રતા ની
પ્રતિજ્ઞા કરીને પછી નીચે પડે છે તો યોગ ની યાત્રા જ ખતમ થઈ જાય છે. જ્ઞાન પણ ખતમ
થઈ જાય છે. કોઈને કહી ન શકે - ભગવાનુવાચ, કામ મહાશત્રુ છે. તેમનું તીર લાગશે નહીં.
તે પછી કુક્કડ-જ્ઞાની થઈ જાય. કોઈપણ વિકાર ન હોય. રોજ પોતામેલ રાખો. જેમ બાપ
સર્વશક્તિમાન્ છે તેમ માયા પણ સર્વશક્તિમાન્ છે. અડધોકલ્પ રાવણ નું રાજ્ય ચાલે છે.
આનાં પર જીત બાપ વગર કોઈ અપાવી ન શકે. ડ્રામા અનુસાર રાવણ રાજ્ય પણ થવાનું જ છે.
ભારત ની જ હાર અને જીત પર આ ડ્રામા બનેલો છે. આ બાપ આપ બાળકો ને જ સમજાવે છે. મુખ્ય
છે પવિત્ર બનવાની વાત. બાપ કહે છે હું આવું જ છું પતિતો ને પાવન બનાવવાં. બાકી
શાસ્ત્રો માં પાંડવો અને કૌરવો ની લડાઈ, જુગાર વગેરે દેખાડ્યાં છે. એવી વાત હોય કેવી
રીતે શકે? રાજયોગ નું ભણતર એવું હોય છે શું? યુદ્ધ નાં મેદાન માં ગીતા પાઠશાળા હોય
છે શું? ક્યાં જન્મ-મરણ રહિત શિવબાબા, ક્યાં પૂરાં ૮૪ જન્મ લેવાવાળા શ્રીકૃષ્ણ.
તેમનાં જ અંતિમ જન્મ માં બાપ આવીને પ્રવેશ કરે છે. કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે.
ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર પણ બનવાનું છે. સંન્યાસી તો કહે છે - બંને સાથે
રહીને પવિત્ર નથી રહી શકતાં. કહો તમને તો કોઈ પ્રાપ્તિ નથી, તો કેવી રીતે રહેશો? અહીં
તો વિશ્વ ની બાદશાહી મળે છે. બાપ કહે છે મારા ખાતર કુળ ની લાજ રાખો. શિવબાબા કહે છે
આમની દાઢી ની લાજ રાખો. આ એક અંતિમ જન્મ પવિત્ર રહો તો સ્વર્ગ નાં માલિક બનશો.
પોતાનાં માટે જ મહેનત કરો છો. બીજું કોઈ સ્વર્ગ માં આવી ન શકે. આ તમારી રાજધાની
સ્થાપન થઈ રહી છે. આમાં બધું જોઈએ ને? ત્યાં વજીર તો હોતાં નથી. રાજાઓ ને સલાહ ની
જરુર નથી. પતિત રાજાઓ ને પણ એક વજીર હોય છે. અહીં તો જુઓ કેટલાં મિનિસ્ટર્સ (મંત્રી)
છે. પરસ્પર લડતા રહે છે. બાપ બધી ઝંઝટો થી છોડાવી દે છે. ૩ હજાર વર્ષ સુધી કોઈ લડાઈ
નહીં થશે. જેલ વગેરે નહીં હશે. કોર્ટ વગેરે કાંઈ નહીં હશે. ત્યાં તો સુખ જ સુખ છે.
આનાં માટે પુરુષાર્થ કરવાનો છે. મોત માથા પર ઉભું છે. યાદ ની યાત્રા થી વિકર્માજીત
બનવાનું છે. તમે જ મેસેન્જર્સ (સંદેશવાહક) છો જે બધા ને બાપ નો મેસેજ (સંદેશ) આપો
છો કે મનમનાભવ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન ની
ધારણા કરવા માટે પવિત્ર બની બુદ્ધિ રુપી વાસણ ને સ્વચ્છ બનાવવાનું છે. ફક્ત
કુક્કડ-જ્ઞાની નથી બનવાનું.
2. ડાયરેક્ટ બાપ ની
આગળ પોતાનું બધું જ અર્પણ કરી શ્રીમત પર ચાલીને ૨૧ જન્મો માટે રાજાઈ પદ લેવાનું છે.
વરદાન :-
દરેક શક્તિ ને
કાર્ય માં લગાવીને વૃદ્ધિ કરવા વાળા શ્રેષ્ઠ ધનવાન તથા સમજદાર ભવ
સમજદાર બાળકો દરેક
શક્તિ ને કાર્ય માં લગાવવા ની વિધિ જાણે છે. જે જેટલી શક્તિઓ ને કાર્ય માં લગાવે છે
એટલી એમની તે શક્તિઓ ની વૃદ્ધિ થાય છે. તો એવું ઈશ્વરીય બજેટ બનાવો જે વિશ્વ નાં
દરેક આત્મા આપ દ્વારા કાંઈ ન કાંઈ પ્રાપ્ત કરીને તમારા ગુણગાન કરે. બધાને કાંઈ ન
કાંઈ આપવાનું જ છે. ભલે મુક્તિ આપો, કે જીવનમુક્તિ આપો. ઈશ્વરીય બજેટ બનાવીને
સર્વશક્તિઓ ની બચત કરી જમા કરો અને જમા થયેલી શક્તિ દ્વારા સર્વ આત્માઓ ને ભિખારીપણા
થી, દુઃખ-અશાંતિ થી મુક્ત કરો.
સ્લોગન :-
શુદ્ધ સંકલ્પો
ને પોતાનાં જીવન નો અનમોલ ખજાનો બનાવી લો તો માલામાલ બની જશો.
માતેશ્વરીજી નાં
અણમોલ મહાવાક્ય :-
“ હવે વિકર્મ બનાવવાની
કોમ્પિટિશન ( હરીફાઈ ) નથી કરવાની”
પહેલાં-પહેલાં તો
પોતાની પાસે આ લક્ષ અવશ્ય રાખવાનું છે કે અમારે કોઈ પણ રીતે પોતાનાં વિકારો ને વશ
કરવાના છે, ત્યારે જ ઈશ્વરીય સુખ-શાંતિ માં રહી શકાય છે. પોતાનો મુખ્ય પુરુષાર્થ છે
પોતે શાંતિ માં રહીને બીજાઓ ને શાંતિ માં લાવવા, આમાં સહનશક્તિ જરુર જોઈએ. બધો
પોતાનાં પર આધાર છે. એવું નહીં કોઈએ કાંઈક કહ્યું તો અશાંતિ માં આવી જવું જોઈએ, ના.
જ્ઞાન નો પહેલો ગુણ છે સહન શક્તિ ધારણ કરવી. જુઓ, અજ્ઞાનકાળ માં કહે છે ભલે કોઈ
કેટલી પણ ગાળો આપે, એવું સમજો કે મને ક્યાં લાગી? ભલે જેમણે ગાળ આપી તે પોતે તો
અશાંતિ માં આવી ગયાં, તેમનો હિસાબ-કિતાબ પોતાનો બન્યો. પરંતુ આપણે પણ અશાંતિ માં
આવ્યાં, કાંઈ કહી દીધું તો પછી આપણા વિકર્મ બનશે, તો વિકર્મ બનાવવાની કોમ્પિટિશન નથી
કરવાની. આપણે તો વિકર્મો ને ભસ્મ કરવાના છે, નહીં કે બનાવવાના છે, આવાં વિકર્મ તો
જન્મ-જન્માંતર બનાવતા આવ્યાં અને દુઃખ ઉઠાવતા આવ્યાં. હવે તો નોલેજ મળી રહી છે આ
પાંચ વિકારો ને જીતો. વિકારો નો પણ મોટો વિસ્તાર છે, ખૂબ સૂક્ષ્મ રીતે આવે છે.
ક્યારેક ઈર્ષા આવી જાય છે તો વિચારે છે આમણે આવું કર્યુ તો હું કેમ ન કરું? આ છે
મોટી ભૂલ. પોતાને તો અભૂલ બનાવવાના છે, જો કોઈએ કાંઈ કહ્યું તો એવું સમજો આ પણ મારી
પરીક્ષા છે, કેટલાં સુધી મારી અંદર સહનશક્તિ છે? જો કોઈ કહે મેં ખૂબ સહન કર્યુ, એક
વાર પણ જોશ આવી ગયો તો અંતે ફેલ (નાપાસ) થઈ ગયા. જેમણે કહ્યું એમણે પોતાનું બગાડ્યું
પરંતુ આપણે તો બનાવવાનું છે, નહીં કે બગાડવાનું છે એટલે સારો પુરુષાર્થ કરી
જન્મ-જન્માંતર માટે સારી પ્રારબ્ધ બનાવવાની છે. બાકી જે વિકારો ને વશ છે એટલે તેમનાં
માં ભૂત પ્રવેશ છે, ભૂતો ની ભાષા જ એવી નીકળે છે પરંતુ જે દૈવી આત્મા છે, તેમની ભાષા
દૈવી જ નીકળશે. તો પોતાને દૈવી બનાવવાના છે નહીં કે આસુરી. અચ્છા-ઓમ્ શાંતિ.
અવ્યક્ત ઈશારા -
સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો.
પરમાત્મ-પ્રેમ નાં
અનુભવી બનો તો આ અનુભવ થી સહજયોગી બની ઉડતા રહેશો. પરમાત્મ-પ્રેમ ઉડાવવા નું સાધન
છે. ઉડવા વાળા ક્યારેય ધરતી નાં આકર્ષણ માં આવી ન શકે. માયા નું કેટલું પણ આકર્ષિત
રુપ હોય પરંતુ તે આકર્ષણ ઉડતી કળા વાળા ની પાસે પહોંચી ન શકે.