01-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે આ રુહાની યુનિવર્સીટી નાં વિદ્યાર્થી છો , તમારું કામ છે આખાં યુનિવર્સ ને બાપ નો સંદેશ આપવાનું”

પ્રશ્ન :-
હમણાં આપ બાળકો કયો ઢંઢોરો પીટો છો અને કઈ વાત સમજાવો છો?

ઉત્તર :-
તમે ઢંઢોરો પીટો છો કે આ નવી દૈવી રાજધાની ફરી થી સ્થાપન થઈ રહી છે. અનેક ધર્મો નો હવે વિનાશ થવાનો છે. તમે બધાને સમજાવો છો કે બધા બેફિકર રહો, આ ઇન્ટરનેશનલ રોલા (ગડબડ) છે. લડાઈ જરુર લાગવાની છે, એનાં પછી દૈવી રાજધાની આવશે.

ઓમ શાંતિ!
આ છે રુહાની યુનિવર્સિટી. આખાં વિશ્વ નાં જે પણ આત્માઓ છે, યુનિવર્સિટી માં આત્માઓ જ ભણે છે. યુનિવર્સ અર્થાત્ વિશ્વ. હવે કાયદા અનુસાર યુનિવર્સિટી શબ્દ આપ બાળકો નો છે. આ છે રુહાની યુનિવર્સિટી. શારીરિક યુનિવર્સિટી હોતી જ નથી. આ એક જ ગોડ ફાધરલી યુનિવર્સિટી છે. બધા આત્માઓ ને શીખવા મળે છે. તમારો આ સંદેશ કોઈ ન કોઈ પ્રકાર થી બધાને જરુર પહોંચવો જોઈએ, સંદેશ આપવાનો છે ને અને આ સંદેશ બિલકુલ સરળ છે. બાળકો જાણે છે એ આપણા બેહદ નાં બાપ છે, જેમને બધા યાદ કરે છે. એવું પણ કહેશું એ આપણા બેહદ નાં માશૂક છે, જે પણ વિશ્વ નાં જીવાત્માઓ છે તે એ માશૂક ને યાદ જરુર કરે છે. આ વાત સારી રીતે ધારણ કરવાની છે. જે સ્વચ્છ બુદ્ધિ હશે તે સારી રીતે ધારણ કરી શકશે. વિશ્વ માં જે પણ આત્માઓ છે તે બધાનાં બાપ એક જ છે. યુનિવર્સિટી માં તો મનુષ્ય જ ભણશે ને? હમણાં આપ બાળકો આ પણ જાણો છો - આપણે જ ૮૪ જન્મ લઈએ છીએ. ૮૪ લાખ ની તો વાત જ નથી. વિશ્વ માં જે પણ આત્માઓ છે, આ સમયે બધા પતિત છે. આ છે છી-છી દુનિયા, દુઃખધામ. તેને સુખધામ માં લઈ જવા વાળા એક જ બાપ છે, એમને લિબ્રેટર (મુક્તિદાતા) પણ કહે છે. તમે આખાં યુનિવર્સ તથા વિશ્વ નાં માલિક બનો છો ને? બાપ બધા માટે કહે છે આ સંદેશ પહોંચાડીને આવો. બાપ ને બધા યાદ કરે છે, એમને ગાઈડ (માર્ગદર્શક), લિબ્રેટર, મર્સીફુલ (રહેમદિલ) પણ કહે છે. અનેક ભાષાઓ છે ને? બધા આત્માઓ એક ને પોકારે છે તો એ એક જ આખાં વિશ્વ નાં શિક્ષક પણ થયા ને? બાપ તો છે જ પરંતુ આ કોઈને ખબર નથી કે એ આપણા સર્વ આત્માઓ નાં શિક્ષક પણ છે, ગુરુ પણ છે. બધાને ગાઈડ પણ કરે છે. આ બેહદ નાં ગાઈડ ને ફક્ત આપ બાળકો જ જાણો છો. આપ બ્રાહ્મણો સિવાય બીજું કોઈ નથી જાણતું. આત્મા ને પણ તમે જાણ્યો છે કે આત્મા શું ચીજ છે! દુનિયામાં તો એક પણ મનુષ્ય નથી, ખાસ ભારત સામાન્ય રીતે દુનિયા કોઈને પણ ખબર નથી કે આત્મા શું ચીજ છે? ભલે કહે છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ સિતારો. પરંતુ સમજ કાંઈ નથી. હવે તમે જાણો છો આત્મા તો અવિનાશી છે. તે ક્યારેય મોટો કે નાનો નથી થતો. જેવો તમારો આત્મા છે, બાપ પણ એ જ બિંદુ છે. મોટા-નાનાં નથી. એ પણ છે આત્મા ફક્ત પરમ આત્મા છે, સુપ્રીમ (સર્વોચ્ચ) છે. બરોબર બધા આત્માઓ પરમધામ માં રહેવા વાળા છે. અહીં આવે છે પાર્ટ ભજવવાં. પછી પોતાનાં પરમધામ જવાની કોશિશ કરે છે. પરમપિતા પરમાત્મા ને બધા યાદ કરે છે કારણકે આત્માઓ ને પરમપિતાએ જ મુક્તિ માં મોકલ્યાં હતાંં તો એમને જ યાદ કરે છે. આત્મા જ તમોપ્રધાન બન્યો છે. યાદ કેમ કરે છે? એટલી પણ ખબર નથી. જેમ બાળક કહેશે - “બાબા”, બસ. તેને કાંઈ પણ ખબર જ નથી. તમે પણ બાબા-મમ્મા કહો છો, જાણતા કાંઈ નથી. ભારત માં એક રાષ્ટ્રીયતા હતી, તેને દૈવી રાષ્ટ્રીયતા કહેવાય છે. પછી બીજા પણ એમાં આવ્યાં છે. હવે કેટલાં અસંખ્ય થઈ ગયા છે, એટલે આટલાં ઝઘડા વગેરે થાય છે. જ્યાં-જ્યાં વધારે ઘુસી ગયા છે, તેમને ત્યાંથી કાઢવા ની કોશિશ કરતા રહે છે. ખૂબ ઝઘડા થઈ ગયા છે. અંધકાર પણ ખૂબ થઈ ગયો છે. કાંઈક તો સીમા પણ હોવી જોઈએ ને? એક્ટર્સ ની લિમિટ હોય છે. આ પણ પૂર્વ નિર્ધારિત ખેલ છે. આમાં જેટલાં પણ એક્ટર્સ છે, તેમાં ઓછા વધારે થઈ ન શકે. જ્યારે બધા એક્ટર્સ સ્ટેજ પર આવી જાય છે પછી તેમને પાછું પણ જવાનું છે. જે પણ એક્ટર્સ રહેલા હશે, આવતા રહેશે. ભલે કેટલું પણ કંટ્રોલ વગેરે કરવા માટે માથું મારતા રહે છે, પરંતુ કરી નથી શકતાં. બોલો, અમે બી.કે. એવો બર્થ કંટ્રોલ કરી દઈએ છીએ જે બાકી ૯ લાખ જઈને રહેશે. પછી આખી જનસંખ્યા જ ઓછી થઈ જશે. અમે તમને સત્ય બતાવીએ છીએ, હમણાં સ્થાપના કરી રહ્યાંં છીએ. નવી દુનિયા, નવું ઝાડ જરુર નાનું જ હશે. અહીં તો આ કંટ્રોલ કરી નહીં શકાય કારણકે તમોપ્રધાન વધારે થતા જાય છે. વૃદ્ધિ થતી જાય છે. એક્ટર્સ જે પણ આવવા વાળા છે, અહીં જ આવીને શરીર ધારણ કરશે. આ વાતો ને કોઈ સમજતા નથી. તીક્ષ્ણ બુદ્ધિ સમજે છે રાજધાની માં તો દરેક પ્રકાર નાં પાર્ટધારી હોય છે. સતયુગ માં જે રાજધાની હતી તે ફરી થી સ્થાપન થઈ રહી છે. ટ્રાન્સફર થઈ જશો. તમે હમણાં તમોપ્રધાન થી સતોપ્રધાન ક્લાસ માં ટ્રાન્સફર થાઓ છો. જૂની દુનિયા માંથી નવી દુનિયા માં જાઓ છો. તમારું ભણતર આ દુનિયા માટે નથી. આવી યુનિવર્સિટી બીજી કોઈ હોય ન શકે. ગોડ ફાધર જ કહે છે હું તમને અમરલોક માટે ભણાવું છું. આ મૃત્યુલોક ખલાસ થવાનો છે. સતયુગ માં આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની હતી. આ સ્થાપના કેવી રીતે થઈ, આ કોઈને ખબર નથી.

બાબા હંમેશા કહે છે જ્યાં તમે ભાષણ કરો છો તો આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જરુર રાખો. આમાં તારીખ પણ જરુર લખેલી હોય. તમે સમજાવી શકો છો કે નવાં વિશ્વ ની શરુઆત થી ૧૨૫૦ વર્ષ સુધી આ રાજાઈ નું રાજ્ય હતું. જેમ કહે છે ને - ક્રિશ્ચન રાજાઈ નું રાજ્ય હતું. એક-બીજા ની પાછળ ચાલ્યાં આવે છે. તો જ્યારે આ દેવતા ડિનાયસ્ટી (દૈવી રાજધાની) હતી તો બીજું કોઈ નહોતું. હવે ફરી આ ડિનાયસ્ટી સ્થાપન થઈ રહી છે. બાકી બધાનો વિનાશ થવાનો છે. લડાઈ પણ સામે છે. ભાગવત્ વગેરે માં આનાં પર પણ કથા લખી દીધી છે. નાનપણ માં આ કથાઓ વગેરે સાંભળતા રહેતાં હતાંં. હમણાં તમે જાણો છો આ રાજાઈ કેવી રીતે સ્થાપન થાય છે? જરુર બાપે જ રાજયોગ શીખવાડયો છે. જે પાસ થાય છે તે વિજય માળા નાં દાણા બને છે અને બીજા કોઈ આ માળા ને જાણતા નથી. તમે જ જાણો છો. તમારો પ્રવૃત્તિ માર્ગ છે. ઉપર બાબા ઉભા છે, તેમને પોતાનું શરીર નથી. પછી બ્રહ્મા-સરસ્વતી સો લક્ષ્મી-નારાયણ. પહેલાં જોઈએ બાપ પછી જોડી. રુદ્રાક્ષ નાં દાણા હોય છે ને? નેપાળ માં એક વૃક્ષ છે, જ્યાંથી આ રુદ્રાક્ષ નાં દાણા આવે છે. એમાં સાચાં પણ હોય છે. જેટલાં નાનાં એટલી કિંમત વધારે. હવે તમે અર્થ ને સમજી ગયા છો. આ વિષ્ણુ ની વિજય માળા અથવા રુંડ માળા બને છે. તે લોકો તો ફક્ત માળા ફેરવતાં-ફેરવતાં રામ-રામ કરતા રહેશે, અર્થ કાંઈ પણ નથી. માળા નો જાપ કરે છે. અહીં તો બાપ કહે છે મને યાદ કરો. આ છે અજપાજાપ. મુખ થી કાંઈ બોલવાનું નથી. ગીત પણ સ્થૂળ થઈ જાય છે. બાળકોએ તો ફક્ત બાપ ને યાદ કરવાના છે. નહીં તો પછી ગીત વગેરે યાદ આવતા રહેશે. અહીંયા મૂળ વાત છે જ યાદ ની. તમારે અવાજ થી પરે જવાનું છે. બાપ નું ડાયરેક્શન (માર્ગદર્શન) છે જ મનમનાભવ. બાપ થોડી કહે છે ગીત ગાઓ, બુમો પાડો. મારી મહિમા ગાયન કરવાની પણ જરુર નથી. આ તો તમે જાણો છો એ જ્ઞાન નાં સાગર, સુખ-શાંતિ નાં સાગર છે. મનુષ્ય નથી જાણતાં. એમ જ નામ રાખી દીધાં છે. તમારા સિવાય બીજા કોઈ પણ નથી જાણતાં. બાપ જ આવીને પોતાનું નામ-રુપ વગેરે બતાવે છે - હું કેવો છું, તમે આત્મા કેવા છો? તમે ખૂબ મહેનત કરો છો - પાર્ટ ભજવવાં. અડધોકલ્પ ભક્તિ કરી છે, હું તો એવાં પાર્ટ માં આવતો નથી. હું દુઃખ-સુખ થી ન્યારો છું. તમે દુઃખ ભોગવો છો પછી તમે જ સુખ ભોગવો છો - સતયુગ માં. તમારો પાર્ટ મારા કરતાં પણ ઊંચો છે. હું તો અડધોકલ્પ ત્યાં જ આરામ થી બેસી રહું છું વાનપ્રસ્થ માં. તમે મને પોકારતા આવો છો. એવું નથી કે હું ત્યાં બેસીને તમારી પોકાર સાંભળું છું. મારો પાર્ટ જ આ સમય નો છે. ડ્રામા નાં પાર્ટ ને હું જાણું છું. હવે ડ્રામા પૂરો થયો છે, મારે જઈને પતિતો ને પાવન બનાવવાનો પાર્ટ ભજવવાનો છે બીજી કોઈ વાત નથી. મનુષ્ય સમજે છે પરમાત્મા સર્વશક્તિમાન્ છે, અંતર્યામી છે. બધાની અંદર શું-શું ચાલે છે, તે જાણે છે. બાપ કહે છે એવું નથી. તમે જ્યારે બિલકુલ તમોપ્રધાન બની જાઓ છો - ત્યારે એક્યુરેટ સમય પર મારે આવવું પડે છે. સાધારણ તન માં જ આવું છું. આપ બાળકો ને આવીને દુઃખ થી છોડાવું છું. એક ધર્મ ની સ્થાપના બ્રહ્મા દ્વારા, અનેક ધર્મો નો વિનાશ શંકર દ્વારા… હાહાકાર પછી જયજયકાર થઈ જશે. કેટલો હાહાકાર થવાનો છે. આફતો માં મરતા રહેશે. પ્રાકૃતિક આપદાઓ ની પણ ખૂબ મદદ રહે છે. નહીં તો મનુષ્ય ખુબ રોગી, દુઃખી બની જાય. બાપ કહે છે બાળકો દુઃખી ન પડ્યાં રહે એટલે પ્રાકૃતિક આપદાઓ પણ એવી જોર થી આવે છે જે બધાને ખતમ કરી દે છે. બોમ્બ્સ તો કાંઈ નથી, પ્રાકૃતિક આપદાઓ ખૂબ મદદ કરે છે. ધરતીકંપ માં અસંખ્ય ખતમ થઈ જાય છે. પાણી નાં એક-બે મોજા આવ્યાં આ ખતમ. સમુદ્ર પણ જરુર ઉછળશે. ધરતી ને હપ કરશે, ૧૦૦ ફૂટ પાણી ઉછળશે તો શું કરી દેશે? આ છે હાહાકાર નાં દૃશ્ય. આવું દૃશ્ય જોવા માટે હિંમત જોઈએ. મહેનત પણ કરવાની છે, નિર્ભય પણ બનવાનું છે. આપ બાળકો માં અહંકાર બિલકુલ ન હોવો જોઈએ. દેહી-અભિમાની બનો. દેહી-અભિમાની રહેવાવાળા ખૂબ મીઠાં હોય છે. બાપ કહે છે - હું તો છું નિરાકાર અને વિચિત્ર. અહીં આવું છું - સર્વિસ (સેવા) કરવા માટે. મારી મહિમા જુઓ કેટલી કરે છે. જ્ઞાન નાં સાગર… હે બાબા અને પછી કહે છે પતિત દુનિયામાં આવો. તમે નિમંત્રણ તો ખૂબ સારું આપો છો. એવું પણ નથી કહેતાં કે સ્વર્ગ માં આવીને સુખ તો જુઓ. કહે છે હે પતિત-પાવન અમે પતિત છીએ, અમને પાવન બનાવવા આવો. નિમંત્રણ જુઓ કેવું છે. એકદમ તમોપ્રધાન પતિત દુનિયા અને પછી પતિત શરીર માં બોલાવે છે. ખૂબ સારું નિમંત્રણ આપે છે ભારતવાસી! ડ્રામા માં રહસ્ય જ આવું છે. આમને પણ થોડી ખબર હતી કે મારા અનેક જન્મો નાં અંત નો જન્મ છે. બાબાએ પ્રવેશ કર્યો છે ત્યારે બતાવે છે. બાબાએ દરેક વાત નાં રહસ્ય સમજાવ્યાં છે. બ્રહ્માએ જ વન્ની (પત્ની) બનવાનું છે. બાબા સ્વયં કહે છે - મારી આ પત્ની છે. હું આમનાં માં પ્રવેશ કરી આમનાં દ્વારા તમને પોતાનાં બનાવું છું. આ સાચ્ચી-સાચ્ચી મોટી મા થઈ ગઈ અને તે અડોપ્ટેડ મા થઈ. મા-બાપ તમે આમને કહી શકો છો. શિવબાબા ને તો ફક્ત ફાધર જ કહેવાશે. આ છે બ્રહ્મા બાબા. મમ્મા ગુપ્ત છે. બ્રહ્મા છે મા, પરંતુ તન પુરુષ નું છે. આ તો સંભાળી નહીં શકે એટલે એડોપ્ટ કરી છે બાળકી ને. નામ રાખી દીધું છે માતેશ્વરી. હેડ (મુખ્ય) થઈ ગઈ. ડ્રામા અનુસાર છે જ એક સરસ્વતી. બાકી દુર્ગા, કાળી વગેરે બધા અનેક નામ છે. મા-બાપ તો એક જ હોય છે ને? તમે બધા છો બાળકો. ગાયન પણ છે બ્રહ્મા ની બાળકી સરસ્વતી. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો ને? તમારા ઉપર નામ અનેક છે. આ બધી વાતો તમારા માં પણ નંબરવાર સમજશે. ભણતર માં પણ નંબરવાર તો હોય છે ને? એક ન મળે બીજા સાથે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. આને વિસ્તાર થી સમજવાનો છે. ખૂબ અસંખ્ય પોઈન્ટસ છે. બૅરીસ્ટરી ભણે છે પછી તેમાં પણ નંબરવાર હોય છે. કોઈ બૅરીસ્ટર તો ૨-૩ લાખ કમાય છે. કોઈ જુઓ કપડાં પણ ફાટેલા પહેરશે. આમાં પણ એવું છે.

તો બાળકો ને સમજાવાયું છે કે આ ઇન્ટરનેશનલ ગડબડ છે. હમણાં તમે સમજાવો છો કે બધા બેફિકર રહો. લડાઈ તો જરુર લાગવાની જ છે. તમે ઢંઢેરો પીટો છો કે નવી રાજધાની ફરી થી સ્થાપન થઈ રહી છે. અનેક ધર્મો નો વિનાશ થશે. કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે? પ્રજાપિતા બ્રહ્મા દ્વારા આ પ્રજા રચાય છે. કહે છે આ છે મારી મુખ વંશાવલી. તમે મુખ વંશાવલી બ્રાહ્મણ છો. તે કુખ વંશાવલી બ્રાહ્મણ છે. તે છે પુજારી, તમે હવે પૂજ્ય બની રહ્યાંં છો. તમે જાણો છો આપણે સો દેવતા પૂજ્ય બની રહ્યાંં છીએ. તમારી ઉપર હમણાં લાઈટ (પ્રકાશ) નો તાજ નથી. તમારો આત્મા જ્યારે પવિત્ર બનશે ત્યારે આ શરીર છોડી દેશે. આ શરીર પર તમને લાઈટ નો તાજ ન આપી શકાય, શોભશે નહીં. આ સમયે તમે છો ગાયન લાયક. આ સમયે કોઈનો પણ આત્મા પવિત્ર નથી, એટલે કોઈની ઉપર પણ આ સમયે લાઈટ ન હોવી જોઈએ. લાઈટ સતયુગ માં હોય છે. બે કળા ઓછા વાળા ને પણ આ લાઈટ ન આપવી જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની સ્થિતિ એવી અચલ અને નિર્ભય બનાવવાની છે જે અંતિમ વિનાશ નાં દૃશ્ય ને જોઈ શકો. મહેનત કરવાની છે દેહી-અભિમાની બનવાની.

2. નવી રાજધાની માં ઊંચ પદ મેળવવા માટે ભણતર પર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે. પાસ કરીને વિજય માળા નાં દાણા બનવાનું છે.

વરદાન :-
સદા ભગવાન અને ભાગ્ય ની સ્મૃતિ માં રહેવા વાળા સર્વશ્રેષ્ઠ ભાગ્યવાન ભવ

સંગમયુગ પર ચૈતન્ય સ્વરુપ માં ભગવાન બાળકો ની સેવા કરી રહ્યાં છે. ભક્તિમાર્ગ માં બધા ભગવાન ની સેવા કરે પરંતુ અહીં ચૈતન્ય ઠાકુરો ની સેવા સ્વયં ભગવાન કરે છે. અમૃતવેલા ઉઠાડે છે, ભોગ લગાવે છે, સુવડાવે છે. રેકોર્ડ પર સૂવાનું અને રિગાર્ડ પર ઉઠાડવા વાળા, એવાં લાડલા તથા સર્વ શ્રેષ્ઠ ભાગ્યવાન આપણે બ્રાહ્મણ છીએ - આ જ ભાગ્ય ની ખુશી માં સદા ઝૂલતા રહો. ફક્ત બાપ નાં લાડલા બનો, માયા નાં નહીં. જે માયા નાં લાડલા બને છે તે ખૂબ લાડકોડ કરે છે.

સ્લોગન :-
પોતાનાં હર્ષિત મુખ ચેહરા થી સર્વ પ્રાપ્તિઓ ની અનુભૂતિ કરાવવી - સાચ્ચી સેવા છે.

અવ્યક્ત ઈશારા - અશરીરી તથા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો

અશરીરી બનવું અર્થાત્ અવાજ થી પરે થઈ જવું. શરીર છે તો અવાજ છે. શરીર થી પરે થઈ જાઓ તો સાઈલેન્સ. એક સેકન્ડ માં સર્વિસ નાં સંકલ્પ માં આવ્યાં અને એક સેકન્ડ માં સંકલ્પ થી પરે સ્વરુપ માં સ્થિત થઈ જાઓ. કાર્ય પ્રત્યે શારીરિક ભાન માં આવ્યાં પછી સેકન્ડ માં અશરીરી થઈ જાઓ, જ્યારે આ ડ્રિલ પાક્કી થશે ત્યારે બધી પરિસ્થિતિ નો સામનો કરી શકશો.