02-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ શિવ ભગવાનુવાચ -
મીઠાં બાળકો , તમે મને યાદ કરો અને પ્રેમ કરો કારણ કે હું જ તમને સદા સુખી બનાવવા
આવ્યો છું”
પ્રશ્ન :-
જે બાળકો થી ગફલત (ભૂલ)
થતી રહે છે એમનાં મુખ થી કયા બોલ સ્વતઃ નીકળી જાય છે?
ઉત્તર :-
તકદીર માં જે હશે તે મળી જશે. સ્વર્ગ માં તો જઈશું જ. બાબા કહે છે આ બોલ પુરુષાર્થી
બાળકો નાં નથી. ઊંચ પદ મેળવવાનો જ પુરુષાર્થ કરવાનો છે. જ્યારે બાપ આવ્યાં છે ઊંચ
પદ આપવા તો ગફલત ન કરો.
ગીત :-
બચપન કે દિન
ભુલા ન દેના…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત ની લાઈન નો અર્થ સમજ્યો. હમણાં જીવતે જીવ તમે બેહદ નાં બાપ નાં
બન્યાં છો. આખો કલ્પ તો હદ નાં બાપ નાં બન્યાં છો. હમણાં ફક્ત તમે બ્રાહ્મણ બાળકો
બેહદ બાપ નાં બન્યાં છો. તમે જાણો છો બેહદ નાં બાપ પાસે થી આપણે બેહદ નો વારસો લઈ
રહ્યાં છીએ. જો બાપ ને છોડ્યાં તો બેહદ નો વારસો મળી નહીં શકે. ભલે તમે સમજાવો છો
પરંતુ થોડા માં તો કોઈ રાજી નથી થતાં. મનુષ્ય ધન ઈચ્છે છે. ધન વગર સુખ નથી મળતું.
ધન પણ જોઈએ, શાંતિ પણ જોઈએ, નિરોગી કાયા પણ જોઈએ. આપ બાળકો જ જાણો છો દુનિયા માં આજે
શું છે, કાલે શું થવાનું છે! વિનાશ તો સામે છે. બીજા કોઈની બુદ્ધિ માં આ વાતો નથી.
જે સમજે પણ વિનાશ ઉભો છે, તો પણ કરવાનું શું છે, એ નથી સમજતાં. આપ બાળકો સમજો છો
ક્યારેય પણ લડાઈ લાગી શકે છે, થોડી ચિનગારી લાગી તો ભંભટ પ્રસરી જવામાં વાર નહીં
લાગશે. બાળકો જાણે છે આ જૂની દુનિયા ખતમ થઈ કે થઈ એટલે હવે જલ્દી જ બાપ પાસે થી
વારસો લેવાનો છે. બાપ ને સદૈવ યાદ કરતા રહેશે તો ખૂબ હર્ષિત રહેશે. દેહ-અભિમાન માં
આવવા થી બાપ ને ભૂલી દુઃખ ઉઠાવો છો. જેટલાં બાપ ને યાદ કરશો એટલું બેહદ નાં બાપ પાસે
થી સુખ ઉઠાવશો. અહીં તમે આવ્યાં જ છો એવાં લક્ષ્મી-નારાયણ બનવાં. રાજા-રાણી નાં અને
પ્રજા નાં નોકર-ચાકર બનવું - આમાં બહુજ ફરક છે ને? હમણાંનો પુરુષાર્થ પછી
કલ્પ-કલ્પાંતર માટે કાયમ થઈ જાય છે. અંત માં બધાને સાક્ષાત્કાર થશે-અમે કેટલો
પુરુષાર્થ કર્યો છે? હમણાં પણ બાપ કહે છે પોતાની અવસ્થા ને જોતા રહો. મીઠાં-મીઠાં
બાબા જેમની પાસેથી સ્વર્ગ નો વારસો મળે છે, એમને આપણે કેટલાં યાદ કરીએ છીએ? તમારો
બધો આધાર યાદ પર છે. જેટલાં યાદ કરશો એટલી ખુશી પણ રહેશે. સમજશો હવે નજીક આવીને
પહોંચ્યાં છીએ. કોઈ થાકી પણ જાય છે, ખબર નહીં મંઝિલ કેટલી દૂર છે? પહોંચે તો મહેનત
પણ સફળ થાય. હમણાં જે મંઝિલ પર તમે જઈ રહ્યાં છો, દુનિયા નથી જાણતી. દુનિયા ને આ પણ
ખબર નથી કે ભગવાન કોને કહેવાય છે? કહે પણ છે ભગવાન. પછી કહી દે ઠીક્કર-ભિત્તર માં
છે.
હમણાં આપ જાણો છો આપણે
બાપ નાં બની ચૂક્યાં છીએ. હવે બાપ ની જ મત પર ચાલવાનું છે. ભલે વિલાયત માં છો, ત્યાં
રહેતાં પણ ફક્ત બાપ ને યાદ કરવાના છે. તમને શ્રીમત મળે છે. આત્મા તમોપ્રધાન થી
સતોપ્રધાન યાદ સિવાય બની ન શકે. તમે કહો છો બાબા અમે તમારી પાસે થી પૂરો વારસો લઈશું.
જેમ અમારા મમ્મા-બાબા વારસો લે છે, અમે પણ પુરુષાર્થ કરી એમની ગાદી પર જરુર બેસીશું.
મમ્મા-બાબા, રાજ-રાજેશ્વરી બને છે તો અમે પણ બનીશું. પરીક્ષા તો બધા માટે એક જ છે.
તમને બહુજ થોડું શીખવાડાય છે ફક્ત બાપ ને યાદ કરો. આને કહેવાય છે સહજ રાજયોગ બળ. તમે
સમજો છો યોગ થી ખૂબ બળ મળે છે. સમજે છે અમે કોઈ વિકર્મ કરીશું તો સજા ખૂબ ખાઈશું.
પદ ભ્રષ્ટ થઈ જશે. યાદ માં જ માયા વિઘ્ન નાખે છે, ગવાય છે સદ્દગુરુ કા નિંદક ઠોર ન
પાયે. તે તો કહે છે ગુરુ નાં નિંદક… નિરાકાર ની કોઈને ખબર નથી. ગવાય પણ છે ભક્તો ને
ફળ આપવા વાળા છે ભગવાન. સાધુ-સંત વગેરે બધા ભક્ત છે. ભક્ત જ ગંગા-સ્નાન કરવા જાય
છે. ભક્ત ભક્તો ને ફળ થોડી આપશે? ભક્ત ભક્તો ને ફળ આપે તો પછી ભગવાન ને યાદ કેમ કરે?
આ છે જ ભક્તિમાર્ગ. બધા ભક્ત છે. ભક્તો ને ફળ આપવા વાળા છે ભગવાન. એવું નથી કે વધારે
ભક્તિ કરવા વાળા થોડી ભક્તિ કરવા વાળા ને ફળ આપશે. ના. ભક્તિ એટલે ભક્તિ. રચના, રચના
ને કેવી રીતે વારસો આપશે? વારસો રચયિતા પાસે થી જ મળે છે. આ સમયે બધા છે ભક્ત.
જ્યારે જ્ઞાન મળે છે તો પછી ભક્તિ જાતે જ છૂટી જાય છે. જ્ઞાન જિંદાબાદ થઈ જાય છે.
જ્ઞાન વગર સદ્દગતિ કેવી રીતે થશે? બધા પોતાનાં હિસાબ-કિતાબ ચૂક્તું કરી ચાલ્યાં જાય
છે. તો હવે આપ બાળકો જાણો છો વિનાશ સામે છે. એનાં પહેલાં પુરુષાર્થ કરી બાપ પાસે થી
પૂરો વારસો લેવાનો છે.
તમે જાણો છો આપણે
પાવન દુનિયા માં જઈ રહ્યાં છીએ, જે બ્રાહ્મણ બનશે એ જ નિમિત્ત બનશે. બ્રહ્મા મુખ
વંશાવલી બ્રાહ્મણ બન્યાં વગર તમે બાપ પાસે થી વારસો લઈ નથી શકતાં. બાપ બાળકો ને રચે
જ છે વારસો આપવા માટે. શિવબાબા નાં તો આપણે જ છીએ. સૃષ્ટિ રચે છે બાળકો ને વારસો
આપવા માટે. શરીરધારી ને જ વારસો આપશે ને? આત્માઓ તો ઉપર રહે છે. ત્યાં તો વારસા અથવા
પ્રારબ્ધ ની વાત જ નથી. તમે હમણાં પુરુષાર્થ કરી પ્રારબ્ધ લઈ રહ્યાં છો, જે દુનિયા
ને ખબર નથી. હવે સમય નજીક આવતો જઈ રહ્યો છે. બોમ્બ્સ કોઈ રાખવા માટે નથી. તૈયારીઓ
ખૂબ થઈ રહી છે. હમણાં બાપ આપણને ફરમાન કરે છે કે મને યાદ કરો. નહીં તો અંત માં ખૂબ
રડવું પડશે. રાજ-વિદ્યા ની પરીક્ષા માં કોઈ નાપાસ થાય છે તો જઈને ડૂબી મરે છે ગુસ્સા
માં. અહીં ગુસ્સા ની તો વાત નથી. અંત માં તમને સાક્ષાત્કાર ખૂબ થશે. શું-શું આપણે
બનીશું તે પણ ખબર પડી જશે. બાપ નું કામ છે પુરુષાર્થ કરાવવાનું. બાળકો કહે છે બાબા
અમે કર્મ કરતા યાદ કરવાનું ભૂલી જઈએ છે, કોઈ પછી કહે છે યાદ કરવાની ફુરસદ નથી મળતી,
તો બાબા કહેશે સારું સમય કાઢીને યાદ માં બેસો. બાપ ને યાદ કરો. પરસ્પર જ્યારે મળો
છો તો પણ આ જ કોશિશ કરો, આપણે બાબા ને યાદ કરીએ. મળીને બેસવાથી તમે યાદ સારું કરશો,
મદદ મળશે. મૂળ વાત છે બાપ ને યાદ કરવાની. કોઈ વિલાયત જાય છે, ત્યાં પણ ફક્ત એક વાત
યાદ રાખો. બાપ ની યાદ થી જ તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. બાપ કહે છે ફક્ત એક
વાત યાદ કરો - બાપ ને યાદ કરો. યોગબળ થી બધા પાપ ભસ્મ થઈ જશે. બાપ કહે છે મનમનાભવ.
મને યાદ કરો તો વિશ્વ નાં માલિક બનશો. મૂળ વાત થઈ જાય છે યાદ ની. ક્યાંય પણ જવાની
વાત નથી. ઘર માં રહો, ફક્ત બાપ ને યાદ કરો. પવિત્ર નહીં બનશો તો યાદ નહીં કરી શકો.
એવું થોડી છે બધા આવીને ક્લાસ માં ભણશે. મંત્ર લીધો પછી ભલે ક્યાંય પણ ચાલ્યાં જાઓ.
સતોપ્રધાન બનવાનો રસ્તો બાપે બતાવ્યો જ છે. આમ તો સેવાકેન્દ્ર પર આવવાથી નવાં-નવાં
પોઈન્ટ્સ સાંભળતા રહેશે. જો કોઈ કારણ થી આવી નથી શકતા, વરસાદ પડે છે, કર્ફ્યુ લાગે
છે, કોઈ બહાર નથી નીકળી શકતા પછી શું કરશે? બાપ કહે છે કોઈ વાંધો નથી. એવું નથી કે
શિવ નાં મંદિર માં લોટી ચઢાવવી જ પડશે. ક્યાંય પણ રહેતા તમે યાદ માં રહો.
ચાલતાં-ફરતાં યાદ કરો, બીજાઓ ને પણ આ જ કહો કે બાપ ને યાદ કરવા થી વિકર્મ વિનાશ થશે
અને દેવતા બની જશો. શબ્દ જ બે છે - બાપ રચયિતા પાસે થી જ વારસો લેવાનો છે. રચયિતા
એક જ છે. તે કેટલો સહજ રસ્તો બતાવે છે. બાપ ને યાદ કરવાનો મંત્ર મળી ગયો. બાપ કહે
છે આ બાળપણ ભૂલી નહીં જતાં. આજે હસો છો કાલે રડવું પડશે, જો બાપ ને ભૂલ્યાં તો. બાપ
પાસે થી વારસો પૂરો લેવો જોઈએ. એવા ઘણાં છે, કહે છે સ્વર્ગ માં તો જઈશું ને, જે
તકદીર માં હશે… એમને કોઈ પુરુષાર્થી નહીં કહેવાશે. મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ઊંચ
પદ મેળવવા માટે. હવે જ્યારે બાપ પાસે થી ઊંચ પદ મળે છે તો ગફલત કેમ કરવી જોઈએ?
સ્કૂલ માં જો ભણશે નહીં તો ભણેલા નાં આગળ નમવું પડશે. બાપ ને પૂરાં યાદ નહીં કરશો
તો પ્રજા માં નોકર-ચાકર જઈને બનશો, આમાં ખુશ થોડી થવું જોઈએ? બાળકો સન્મુખ રિફ્રેશ
થઈને જાય છે. ઘણી બાંધેલીઓ છે, વાંધો નહીં, ઘરે બેસી બાપ ને યાદ કરતી રહો. કેટલું
સમજાવે છે મોત સામે છે, અચાનક જ લડાઈ શરુ થઈ જશે. જોવામાં આવે છે લડાઈ જેમ કે થઈ કે
થઈ. રેડિયો થી પણ બધી ખબર પડી જાય છે. કહે છે થોડી પણ ગડબડ કરી તો અમે આમ કરીશું.
પહેલાં થી જ કહી દે છે. બોમ્બ્સ નું અભિમાન ખૂબ છે. બાપ પણ કહે છે બાળકો, હજી યોગબળ
માં તો હોશિયાર થયા નથી. લડાઈ લાગી જાય, એવું ડ્રામા અનુસાર થશે જ નહીં. બાળકો એ
પૂરો વારસો જ નથી લીધો. હમણાં પૂરી રાજધાની સ્થાપન થઈ નથી. થોડો સમય જોઈએ.
પુરુષાર્થ કરાવતા રહે છે. ખબર નહીં કયા સમયે કાંઈ પણ થઈ જાય, એરોપ્લેન, ટ્રેન પડી
જાય. મોત કેટલું સહજ ઉભું છે. ધરતી હલતી રહે છે. સૌથી વધારે કામ કરવાનું છે
અર્થકવેક (ધરતીકંપ) ને. આ હલે ત્યારે તો બધા મકાન વગેરે પડે. મોત થયા પહેલાં બાપ
પાસે થી પૂરો વારસો લેવાનો છે એટલે ખૂબ પ્રેમ થી બાપ ને યાદ કરવાના છે. બાબા તમારા
સિવાય અમારું બીજું કોઈ નથી. ફક્ત બાપ ને યાદ કરતા રહો. કેટલી સહજ રીતે જાણે
નાનાં-નાનાં બાળકો ને બેસીને સમજાવે છે. બીજી કોઈ તકલીફ આપતો નથી, ફક્ત મને યાદ કરો
અને કામ ચિતા પર બેસી જે તમે બળી મર્યા છો હવે જ્ઞાન ચિતા પર બેસી પવિત્ર બનો. તમને
પૂછે છે તમારો ઉદ્દેશ શું છે? બોલો, શિવબાબા જે સર્વ નાં બાપ છે તે કહે છે મામેકમ્
યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. કળિયુગ
માં બધા તમોપ્રધાન છે. સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ છે.
હવે બાપ કહે છે ફક્ત
મને યાદ કરો તો કાટ ઉતરી જશે. આ આટલો પૈગામ (સંદેશ) તો આપી શકો છો ને? પોતે યાદ કરશો
ત્યારે બીજાને યાદ કરાવી શકશો. પોતે યાદ કરતા હશે તો બીજા ને રુચિ થી કહેશે, નહીં
તો દિલ થી નહીં નીકળશે. બાપ સમજાવે છે કે ક્યાંય પણ છો જેટલું બની શકે ફક્ત યાદ કરો.
જે મળે એમને આ જ શિક્ષા આપો - મોત સામે છે. બાપ કહે છે તમે બધા તમોપ્રધાન પતિત બની
પડ્યાં છો. હવે મને યાદ કરો, પવિત્ર બનો. આત્મા જ પતિત બન્યો છે. સતયુગ માં હોય છે
પાવન આત્મા. બાપ કહે છે યાદ થી જ આત્મા પાવન બનશે, બીજો કોઈ ઉપાય નથી. આ પૈગામ બધાને
આપતા જાઓ તો પણ અનેક નું કલ્યાણ કરશો બીજી કોઈ તકલીફ આપતા નથી. સર્વ આત્માઓ ને પાવન
બનાવવા વાળા પતિત-પાવન બાપ જ છે. સૌથી ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનાવવા વાળા છે બાપ. જે
પૂજ્ય હતાં એ જ પછી પુજારી બન્યાં છે. રાવણ રાજ્ય માં આપણે પુજારી બન્યાં છીએ,
રામરાજ્ય માં પૂજ્ય હતાં. હવે રાવણ રાજ્ય નો અંત છે, આપણે પુજારી થી પછી પૂજ્ય બનીએ
છીએ - બાપ ને યાદ કરવા થી. બીજાઓ ને પણ રસ્તો બતાવવાનો છે, વૃદ્ધ માતાઓ ની પણ
સર્વિસ કરવી જોઈએ. મિત્ર-સંબંધીઓ ને પણ સંદેશ આપો. સત્સંગ, મંદિર વગેરે પણ અનેક
પ્રકાર નાં છે. તમારો તો છે એક પ્રકાર. ફક્ત બાપ નો પરિચય આપવાનો છે. શિવબાબા કહે
છે મામેકમ્ યાદ કરો તો તમે સ્વર્ગ નાં માલિક બનશો. નિરાકાર શિવબાબા સર્વ નાં સદ્દગતિ
દાતા બાબા આત્માઓ ને કહે છે મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આ
તો સમજાવવું સહજ છે ને? વૃદ્ધ માતાઓ પણ સર્વિસ કરી શકે છે. મૂળ વાત જ આ છે. લગ્ન
મુરાદી પર ક્યાંય પણ જાઓ, કાન માં આ વાત સંભળાવો. ગીતા નાં ભગવાન કહે છે મને યાદ કરો.
આ વાત ને બધા પસંદ કરશે. વધારે બોલવાની જરુર જ નથી. ફક્ત બાપ નો પૈગામ આપવાનો છે કે
બાપ કહે છે મને યાદ કરો. અચ્છા, એવું સમજો ભગવાન પ્રેરણા કરે છે. સ્વપ્ન માં
સાક્ષાત્કાર થાય છે. અવાજ સાંભળવામાં આવે છે કે બાપ કહે છે મને યાદ કરો તો તમે
તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. તમે સ્વયં પણ ફક્ત આ ચિંતન કરતા રહો તો બેડો પાર
થઈ જશે. આપણે પ્રેક્ટિકલ માં બેહદ નાં બાપ નાં બન્યાં છીએ અને બાપ પાસે થી ૨૧ જન્મો
નો વારસો લઈ રહ્યાં છીએ તો ખુશી રહેવી જોઈએ. બાપ ને ભૂલવાથી જ તકલીફ થાય છે. બાપ
કેટલું સહજ બતાવે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો આત્મા સતોપ્રધાન બની જશે.
બધા સમજશે આમને રસ્તો તો બરાબર સાચ્ચો મળ્યો છે. આ રસ્તો ક્યારેય કોઈ બતાવી ન શકે.
જો તે કહે શિવબાબા ને યાદ કરો તો પછી સાધુ વગેરે ની પાસે કોણ જશે? સમય એવો આવશે જે
તમે ઘર માંથી બહાર પણ નીકળી નહીં શકો. બાપ ને યાદ કરતાં-કરતાં શરીર છોડી દેશો.
અંતકાળે જે શિવબાબા સિમરે… સો પછી નારાયણ યોની વલ-વલ ઉતરે, લક્ષ્મી-નારાયણ ની
રાજધાની માં આવશે ને? ઘડી-ઘડી રાજાઈ પદ મેળવશે. બસ ફક્ત બાપ ને યાદ કરો અને પ્રેમ
કરો. યાદ વગર પ્રેમ કેવી રીતે કરશો? સુખ મળે છે ત્યારે પ્રેમ કરાય છે. દુઃખ આપવા
વાળા ને પ્રેમ નથી કરાતો. બાપ કહે છે હું તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું એટલે મને
યાદ કરો. બાપ ની મત પર ચાલવું જોઈએ ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ખુશી માં
રહેવા માટે યાદ ની મહેનત કરવાની છે. યાદ નું બળ આત્મા ને સતોપ્રધાન બનાવવા વાળું
છે. પ્રેમ થી એક બાપ ને યાદ કરવાના છે.
2. ઊંચ પદ મેળવવા માટે
ભણતર પર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે. એવું નહીં જે તકદીર માં હશે, ગફલત છોડી પૂરાં
વારસા નાં અધિકારી બનવાનું છે.
વરદાન :-
હદ ની
જવાબદારીઓ ને બેહદ માં પરિવર્તન કરવા વાળા સ્મૃતિ સ્વરુપ નષ્ટોમોહા ભવ
નષ્ટોમોહા બનવા માટે
ફક્ત પોતાનાં સ્મૃતિ સ્વરુપ ને પરિવર્તન કરો. મોહ ત્યારે આવે છે જ્યારે આ સ્મૃતિ રહે
છે કે અમે ગૃહસ્થી છીએ, અમારું ઘર, અમારો સંબંધ છે. હવે આ હદ ની જવાબદારી ને બેહદ
ની જવાબદારી માં પરિવર્તન કરી દો. બેહદ ની જવાબદારી નિભાવશો તો હદ ની સ્વત: પૂરી થઈ
જશે. પરંતુ જો બેહદ ની જવાબદારી ને ભૂલી ફક્ત હદ ની જવાબદારી નિભાવો છો તો એને વધારે
જ બગાડો છો કારણકે તે ફરજ, મોહ માં મર્જ થઈ જાય છે એટલે પોતાનાં સ્મૃતિ સ્વરુપ ને
પરિવર્તન કરી નષ્ટોમોહા બનો.
સ્લોગન :-
એવી તીવ્ર
ઉડાન ભરો જે વાતો રુપી વાદળ સેકન્ડ માં ક્રોસ થઈ જાય.
અવ્યક્ત ઈશારા - એકતા
અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
કોઈ પણ કાર્ય ની સફળતા
ની બે શ્રેષ્ઠ ભુજાઓ છે: ૧. પરસ્પર વિશ્વાસ અને ૨. એકતા, જ્યાં સંગઠિત રુપ માં બધાની
એકમત છે, પરસ્પર એકબીજા પ્રત્યે વિશ્વાસ છે, ત્યાં સફળતા ગળા નો હાર છે. સંસ્કાર
ભિન્ન-ભિન્ન છે અને રહેશે પણ જો કોઈનાં સંસ્કાર ટકરાવા વાળા છે તો બીજા તાળી નહીં
વગાડો. દરેક પોતાને ચેન્જ કરી લે તો એકતા કાયમ રહી શકે છે.