02-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - યાદ
માં રહી ને બીજાઓને યાદ નો અભ્યાસ કરાવો , યોગ કરાવવા વાળા નો બુદ્ધિ યોગ અહીં -
ત્યાં ભટકવો ન જોઈએ”
પ્રશ્ન :-
કયા બાળકો નાં ઉપર
બહુજ મોટી રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) છે? એમણે કયું ધ્યાન જરુર આપવું જોઈએ?
ઉત્તર :-
જે બાળકો નિમિત્ત શિક્ષક બનીને બીજા ને યોગ કરાવે છે, એમનાં પર ખૂબ મોટી જવાબદારી
છે. જો યોગ કરાવતી વખતે બુદ્ધિ બહાર ભટકે છે તો સર્વિસ નાં બદલે ડિસસર્વિસ (કુસેવા)
કરે છે એટલે આ ધ્યાન રાખવાનું છે કે મારા દ્વારા પુણ્ય નું કામ થતું રહે.
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
બાપ બધા બાળકો
ને પહેલાં-પહેલાં તો અહીં બેસી ને લક્ષ માં સ્થિત થવા માટે દૃષ્ટિ આપે છે કે જેમ
હું શિવબાબા ની યાદ માં બેઠો છું, તમે પણ શિવબાબા ની યાદ માં બેસો. પ્રશ્ન ઉઠે છે
કે જે સામે બેઠાં છે નેષ્ઠા (યોગ) કરાવવા માટે, તે પૂરો સમય શિવબાબા ની યાદ માં રહે
છે? જે બીજાઓ ને પણ કશિશ થાય. યાદ માં રહેવાથી ખૂબ શાંતિ માં રહેશે. અશરીરી થઈ
શિવબાબા ની યાદ માં રહેશે તો બીજાઓ ને પણ શાંતિ માં લઈ જશે કારણકે શિક્ષક બનીને બેસો
છો ને? જો શિક્ષક જ ઠીક રીતે યાદ માં નહીં હશે તો બીજા રહી નહીં શકશે. પહેલાં તો આ
વિચાર કરવાનો છે કે હું જે એ માશૂક બાબા નો આશિક છું, એમની યાદ માં બેઠો છું? દરેક
એવું પોતાને પૂછે. જો બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે, દેહ-અભિમાન માં આવી જાય છે તો
એટલે તે સર્વિસ નહીં, ડિસસર્વિસ કરવા બેઠાં છે. આ વાત સમજવાની છે ને? કાંઈ સર્વિસ (સેવા)
તો કરી નહીં, એમ જ બેઠાં છે તો નુકસાન જ કરશે. શિક્ષક નો જ બુદ્ધિયોગ ભટકતો હશે તો
તે મદદ શું કરશે? જે શિક્ષક બનીને બેસે છે તે પોતાને પૂછે કે હું પુણ્ય નું કામ કરી
રહ્યો/રહી છું? જો પાપ નું કામ કરશે તો દુર્ગતિ થશે. પદ ભ્રષ્ટ થઈ જશે. જો એવાં ને
ગાદી પર બેસાડો છો તો તમે પણ જવાબદાર છો. શિવબાબા તો બધાને જાણે છે. આ બાબા પણ બધાની
અવસ્થા ને જાણે છે. શિવબાબા કહેશે આ શિક્ષક બનીને બેઠાં છે અને એમનો બુદ્ધિયોગ તો
ભટકતો રહે છે. આ શું બીજાઓ ને મદદ કરશે? આપ બ્રાહ્મણ બાળકો નિમિત્ત બન્યાં છો,
શિવબાબા નાં બનીને એમની પાસે થી વારસો લેવાં. બાબા કહે છે હે આત્માઓ, મામેકમ્ યાદ
કરો. શિક્ષક બનીને બેસો છો તો ખૂબ સારી રીતે તે અવસ્થા માં બેસો. આમ તો દરેકે બાપ
ને યાદ કરવાના છે. વિદ્યાર્થી પોતાની અવસ્થા ને સમજી શકે છે. જાણે છે કે અમે પાસ
થઈશું કે નહીં. શિક્ષક પણ જાણે છે. જો પ્રાઇવેટ શિક્ષક રાખે છે, તે પણ જાણે છે. તે
ભણતર માં તો કોઈ ખાસ શિક્ષક રાખવા ઈચ્છે તો રાખી શકે છે. અહીં જો કોઈ કહે અમને યોગ
માં બેસાડો તો બાપ ની યાદ માં બેસવાનું છે. બાપ નું ફરમાન જ છે મામેકમ્ યાદ કરો. આપ
આશિક છો, ચાલતાં-ફરતાં પોતાનાં માશૂક ને યાદ કરો. સંન્યાસી બ્રહ્મ ને યાદ કરે છે.
સમજે છે કે અમે જઈને બ્રહ્મા માં લીન થઈશું. જે અધિક યાદ કરતા હશે એમની અવસ્થા સારી
હશે. દરેક માં કોઈ ન કોઈ ખૂબી (વિશેષતા) તો રહે છે ને? કહે છે કે યાદ ની યાત્રા માં
રહો. પોતે પણ યાદ માં રહેવાનું છે. બાબા ની પાસે કોઈ તો સાચાં પણ છે, કોઈ જુઠ્ઠા પણ
છે. પોતે નિરંતર યાદ માં રહે, ખૂબ મુશ્કેલ છે. કોઈ તો બાપ સાથે બિલકુલ સાચાં રહે
છે. આ બાબા પણ પોતાનો અનુભવ આપ બાળકો ને બતાવે છે કે થોડો સમય યાદ માં રહું છું પછી
ભૂલી જાઉં છું કારણકે આમનાં ઉપર તો ખૂબ બોજો છે. કેટલાં અનેક બાળકો છે. આપ બાળકો ને
આ પણ ખબર નથી પડતી કે આ મોરલી શિવબાબાએ ચલાવી કે બ્રહ્મા ચલાવે છે કારણકે બંને સાથે
છે ને? આ કહે છે કે હું પણ શિવબાબા ને યાદ કરું છું. આ બાબા પણ બાળકો ને યોગ કરાવે
છે. આ બેસે છે તો જુઓ છો સન્નાટો સારો થઈ જાય છે. અનેક ને ખેંચે છે. બાપ છે ને? કહે
છે બાળકો, યાદ ની યાત્રા માં રહો. પોતે પણ રહેવાનું છે, ફક્ત પંડિત નથી બનવાનું.
યાદ માં નહીં રહેશે તો અંત માં ફેલ (નાપાસ) થઈ પડશે. બાબા-મમ્મા નું તો ઊંચ પદ છે,
બાકી તો હજી માળા બની નથી. એક પણ દાણો કમ્પ્લીટ (સંપૂર્ણ) બનેલો નથી. પહેલાં માળા
બનાવતા હતાં બાળકો ને લિફ્ટ આપવા માટે. પરંતુ જોવાયું કે માયાએ અનેક ને ખતમ કરી દીધાં.
બધો આધાર સર્વિસ પર છે. તો જે સામે નેષ્ઠા કરાવવા બેસે છે એમણે સમજવાનું છે કે હું
સાચ્ચો શિક્ષક બનીને બેસું. નહીં તો બોલવું જોઈએ કે અમારી બુદ્ધિ અહીં-ત્યાં ચાલી
જાય છે. હું અહીં બેસવા લાયક નથી. સ્વયં કહેવું જોઈએ. એવું નહીં કે જાતેજ કોઈ પણ
આવીને બેસે. કોઈ છે જે મુખ થી મોરલી નથી ચલાવતાં, પરંતુ યાદ માં રહે છે. પરંતુ અહીં
તો બંને માં આગળ જવું જોઈએ. સાજન ખૂબ પ્રેમાળ છે, એમને તો ખૂબ યાદ કરવા જોઈએ. મહેનત
છે આમાં. બાકી પ્રજા બનવું તો સહજ છે. દાસ-દાસીઓ બનવું મોટી વાત નથી. જ્ઞાન ઉઠાવી
નથી શકતાં. જેમ જુઓ યજ્ઞ ની ભંડારી છે, બધાને ખૂબ ખુશ કરે છે, કોઈને દુઃખ નથી આપતી,
બધા મહિમા કરે છે. તો વાહ, શિવબાબા ની ભંડારી તો નંબરવન છે. અનેક નાં દિલ ને ખુશ કરે
છે. બાબા પણ બાળકો નાં દિલ ને ખુશ કરતા આવ્યાં છે. બાપ કહે છે મને યાદ કરો અને આ
ચક્ર બુદ્ધિ માં રાખો. હવે દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે. હડ્ડી (અથક) સર્વિસ
કરવી જોઈએ. તમારે બહુજ રહેમદિલ બનવું જોઈએ. મનુષ્ય મુક્તિ-જીવનમુક્તિ માટે ખૂબ ધક્કા
ખાય છે. કોઈને પણ સદ્દગતિ ની ખબર જ નથી. સમજે છે કે જ્યાંથી આવ્યાં ત્યાં પાછા જવાનું
છે. નાટક પણ સમજે છે પરંતુ એનાં પર ચાલતાં નથી. જુઓ, ક્લાસ માં ક્યાંક-ક્યાંક
મુસલમાન પણ આવે છે. કહે છે અમે અસલ દેવી-દેવતા ધર્મ નાં છીએ પછી જઈને અમે મુસલમાન
ધર્મ માં કન્વર્ટ (બદલી) થઈ ગયા છીએ. અમે ૮૪ જન્મ ભોગવ્યાં છે. સિંધ માં પણ ૫-૬
મુસલમાન આવતા હતાં. હજી પણ આવે છે, હવે આગળ ચાલી શકે છે કે નહીં, તે તો જોઈ લઈશું
કારણકે માયા પણ તો પરીક્ષા લે છે. કોઈ તો પાક્કા થઈ જાય છે, કોઈ પાક્કા નથી થઈ શકતાં.
જે અસલ બ્રાહ્મણ ધર્મ નાં હશે, જેમણે ૮૪ જન્મ લીધાં હશે તે તો ક્યારેય હલશે નહીં.
બાકી કોઈ ન કોઈ કારણે, અકારણે ચાલ્યાં જશે. દેહ-અભિમાન પણ ખૂબ આવી જાય છે. આપ
બાળકોએ તો અનેક નું કલ્યાણ કરવાનું છે. નહીં તો શું પદ મેળવશો? ઘરબાર છોડ્યું છે,
પોતાનાં કલ્યાણ માટે. કોઈ બાપ નાં ઉપર મહેરબાની નથી કરતાં. બાપ નાં બન્યાં છો તો પછી
સર્વિસ પણ એવી કરવી જોઈએ. તમને તો રાજાઈ નું મેડલ મળે છે, ૨૧ જન્મ સદા સુખ ની રાજાઈ
મળે છે. માયા પર ફક્ત જીત મેળવવાની છે અને બીજાઓ ને પણ શીખવાડવાનું છે. ઘણાં ફેલ પણ
થઈ જાય છે. સમજે છે કે બાદશાહી લેવી તો મુશ્કેલ છે. બાપ કહે છે કે એવું સમજવું
કમજોરી છે. બાપ અને વારસા ને યાદ કરવા તો ખૂબ સહજ છે. બાળકો માં હિમ્મત નથી આવતી
રાજાઈ લેવાની, તો કાયર થઈ બેસી જાય છે. નથી પોતે લેતાં, નથી બીજાઓ ને લેવા દેતાં.
તો પરિણામ શું થશે? બાપ સમજાવે છે કે રાત-દિવસ સર્વિસ કરો. કોંગ્રેસીઓ એ પણ મહેનત
કરી. કેટલી ખેંચતાણ કરી ત્યારે તો ફોરેનર્સ (વિદેશીઓ) પાસે થી રાજ્ય લીધું. તમારે
રાવણ પાસે થી રાજ્ય લેવાનું છે. તે તો બધાનો દુશ્મન છે. દુનિયા ને ખબર નથી કે અમે
રાવણ ની મત પર ચાલી રહ્યાં છીએ ત્યારે દુ:ખી છીએ. કોઈને પણ સાચ્ચું સ્થાઈ દિલ નું
સુખ થોડી છે? શિવબાબા કહે છે હું આપ બાળકો ને સદા સુખી બનાવવા આવ્યો છું. હવે
શ્રીમત પર ચાલી શ્રેષ્ઠ બનવાનું છે. જે પણ ભારતવાસી છે, તે પોતાનાં ધર્મ ને ભૂલી ગયા
છે. યથા રાજા રાણી તથા પ્રજા. હમણાં આપ બાળકો ને સમજ મળે છે - સૃષ્ટિ નું ચક્ર કેવી
રીતે ચાલે છે. તે પણ ઘડી-ઘડી ભૂલી જાય છે. બુદ્ધિ માં રહેતું જ નથી. ભલે બ્રાહ્મણ
તો ખૂબ બને છે પરંતુ ઘણાં કાચ્ચા હોવાનાં કારણે વિકાર માં પણ જતા રહે છે. કહે છે કે
અમે બી.કે. છીએ, પરંતુ છે નહીં. બાકી જે પૂરી રીતે ડાયરેક્શન પર ચાલે છે, આપ સમાન
બનાવતા રહે છે, તે જ ઊંચ પદ મેળવી શકશે. વિઘ્ન તો પડશે. અમૃત પીતાં-પીતાં પછી જઈને
વિઘ્ન નાખે છે. આ પણ ગાયન છે, એમનું પદ શું હશે? ઘણી બાળકીઓ તો વિકાર નાં કારણે માર
પણ ખાય છે, કહે છે કે બાબા, આ દુ:ખ થોડું સહન કરી લઈશું. અમારા માશૂક તો બાબા છે
ને? માર ખાતા પણ હું શિવબાબા ને યાદ કરું છું. તે ખુશી માં ખૂબ રહે છે. આ કપારી ખુશી
માં રહેવું જોઈએ. બાપ પાસે થી આપણે વારસો લઈ રહ્યાં છીએ બીજાઓ ને પણ આપ સમાન બનાવતા
રહીએ છીએ.
બાબા ની બુદ્ધિ માં
તો આ સીડી નું ચિત્ર બહુજ રહે છે. આને ખૂબ મહત્વ આપે છે. બાળકો જે વિચાર સાગર મંથન
કરી આવાં-આવાં ચિત્ર બનાવે છે, તો બાબા પણ એમને ધન્યવાદ કરે છે અથવા તો એવું કહેવાશે
કે બાબાએ તે બાળકો ને ટચ કર્યુ (બુદ્ધિ માં સ્પર્શ કર્યુ) છે. સીડી ખૂબ સારી બનાવી
છે. ૮૪ જન્મો ને જાણવાથી આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયા છો. આ ફર્સ્ટ
ક્લાસ ચિત્ર છે. ત્રિમૂર્તિ ગોળા નાં ચિત્ર કરતાં પણ આમાં નોલેજ સારી છે. હમણાં આપણે
ચઢી રહ્યાં છીએ. કેટલું સહજ છે! બાપ આવીને લિફ્ટ આપે છે. શાંતિ થી બાપ પાસે થી વારસો
લઈ રહ્યાં છીએ. સીડી નું જ્ઞાન ખૂબ સારું છે. સમજાવવાનું છે કે તમે હિંદુ થોડી છો?
તમે તો દેવી-દેવતા ધર્મ નાં છો. જો કહે કે અમે ૮૪ જન્મ થોડી લીધા છે? અરે, કેમ નથી
સમજતા કે આપણે ૮૪ જન્મ લીધાં છે? ફરી યાદ કરો તો તમે ફરી થી પહેલા નંબર માં આવી જશો.
આપણા કુળ નાં હશે તો આવાં પ્રશ્ન કરશે નહીં કે બધા થોડી ૮૪ જન્મ લેશે! અરે, તમે કેમ
સમજો છો કે અમે મોડે થી આવ્યાં છીએ. બાપ બધા બાળકો ને કહે છે તમે ભારતવાસીઓ એ ૮૪
જન્મ લીધાં છે. હવે ફરી થી પોતાનો વારસો લો, સ્વર્ગ માં ચાલો. આપ બાળકો યોગ માં બેસો
છો. સીડી ને યાદ કરો તો ખૂબ મોજ માં રહેશો. આપણે ૮૪ જન્મ પૂરાં કર્યા છે. હવે આપણે
પાછા જઈએ છીએ. કેટલી ખુશી થાય છે. સર્વિસ કરવાનો પણ ઉલ્લાસ રહેવો જોઈએ. સમજાવવા ની
રીત પણ ખૂબ મળી રહી છે. સીડી ઉપર સમજાવો. ચિત્ર તો બધા જ જોઈએ ને? ત્રિમૂર્તિ પણ
જોઈએ. બાબા કહે પણ છે કે તમે જાઓ જ મારા ભક્તો ની પાસે, તેમને આ જ્ઞાન સંભળાવો. તે
મળશે જ મંદિરો માં. મંદિરો માં પણ આ સીડી નાં ચિત્ર પર સમજાવી શકો છો. આખો દિવસ
બુદ્ધિ માં આ રહે કે અમે બાબા નો પરિચય આપીએ, કોઈનું કલ્યાણ કરીએ. દિવસે-દિવસે
બુદ્ધિ નું તાળું ખૂલતું જશે. જેમને વારસો મેળવવો હશે - તે આવશે. દિવસે-દિવસે શીખતા
પણ રહે છે. ઘણા પર ગ્રહચારી બેસે છે તો બાબા ને સમજાવવું પડે છે. તેઓ નથી સમજતા કે
અમારા ઉપર ગ્રહચારી છે એટલે અમારા થી સર્વિસ નથી થતી. બધી જવાબદારી આપ બાળકો પર છે.
આપ સમાન બ્રાહ્મણ બનાવતા રહો. સર્વિસ પર રહેવાથી ખૂબ ખુશી થાય છે. અનેક નું કલ્યાણ
થાય છે. બાબા ને મુંબઈ માં સર્વિસ કરવાની ખૂબ મજા આવતી હતી. ખૂબ નવાં-નવાં આવતા હતાં.
બાબા નું તો ખૂબ દિલ થાય છે કે સર્વિસ કરે. બાળકોએ પણ એવાં રહેમદિલ બનવું જોઈએ.
સર્વિસ પર લાગી જવું જોઈએ. દિલ માં આ રહેવું જોઈએ કે જ્યાં સુધી અમે કોઈને આપ સમાન
બનાવતા નથી ત્યાં સુધી ભોજન નથી ખાવું. પહેલાં પુણ્ય તો કરું. પાપ આત્મા ને પુણ્ય
આત્મા બનાવી પછી રોટલી ખાઉં. તો સર્વિસ માં જોડાઈ રહેવું જોઈએ. કોઈનું જીવન સફળ
બનાવીએ ત્યારે રોટલી ખાઈએ. આપ સમાન બ્રાહ્મણ બનાવવાની કોશિશ કરવી જોઈએ.
બાળકો માટે મેગેઝીન
નીકળે છે પરંતુ બી.કે. એટલું વાંચતા નથી. સમજે છે કે અમારે થોડી વાંચવાનું છે, આ
બહાર વાળા માટે છે. બાબા કહે છે બાહર વાળા તો કાંઈ સમજતા નથી, શિક્ષક વગર. આ છે
બ્રહ્માકુમાર-કુમારીઓ માટે તો વાંચીને રિફ્રેશ થાય. પરંતુ તે વાંચતા નથી. બધા
સેવાકેન્દ્રો વાળા ને પૂછે છે કે બધા મેગેઝીન કોણ વાંચે છે? મેગેઝીન માંથી શું સમજે
છે? ક્યાં સુધી ઠીક છે? મેગેઝીન કાઢવા વાળા ને પણ આફરીન આપવી જોઈએ કે તમે બહુજ સારું
મેગેઝીન લખ્યું છે, તમને ધન્યવાદ કરીએ છીએ. મહેનત કરવાની છે, મેગેઝીન વાંચવાના છે.
આ છે બાળકો ને રિફ્રેશ થવા માટે. પરંતુ બાળકો વાંચતા નથી. જેમનું નામ પ્રખ્યાત છે
એમને બધા બોલાવે છે કે બાબા ભાષણ કરવા માટે અમારી પાસે ફલાણા ને મોકલો. બાબા પછી
સમજાવે છે કે પોતે ભાષણ કરવાનું નથી જાણતાં ત્યારે તો માંગણી કરે છે. તો સર્વિસએબલ
(સેવાધારી) ને કેટલો રીગાર્ડ (સમ્માન) આપવો જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રાજાઈ નું
મેડલ લેવા માટે બધાનાં દિલ ને ખુશ કરવાનાં છે. ખૂબ-ખૂબ રહેમદિલ બની પોતાનું અને
સર્વ નું કલ્યાણ કરવાનું છે. હડ્ડી સેવા કરવાની છે.
2. દેહ-અભિમાન માં
આવીને ડિસસર્વિસ નથી કરવાની. સદા પુણ્ય નું કામ કરવાનું છે. આપ સમાન બ્રાહ્મણ
બનાવવાની સેવા કરવાની છે. સર્વિસએબલ નો રિગાર્ડ રાખવાનો છે.
વરદાન :-
મનન શક્તિ
દ્વારા વેસ્ટ નાં વેટ ( બોજા ) ને સમાપ્ત કરવા વાળા સદા શક્તિશાળી ભવ
આત્મા પર વેસ્ટ નો જ
વેટ છે. વેસ્ટ સંકલ્પ, વેસ્ટ વાણી, વેસ્ટ કર્મ એનાથી આત્મા ભારે થઈ જાય છે. હવે આ
વેટ ને ખતમ કરો. આ વેટ ને સમાપ્ત કરવા માટે સદા સેવા માં બિઝી રહો, મનન શક્તિ ને
વધારો. મનન શક્તિ થી આત્મા શક્તિશાળી બની જશે. જેવી રીતે ભોજન હજમ કરવાથી લોહી બને
છે પછી તે શક્તિ નું કામ કરે છે, એવી રીતે મનન કરવાથી આત્મા ની શક્તિ વધે છે.
સ્લોગન :-
જે પોતાનાં
સ્વભાવ ને સરળ બનાવી દે છે એનો સમય વ્યર્થ નથી જતો.
અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
જે નિશ્ચયબુદ્ધિ હશે
તે નિશ્ચિંત હશે, એમને કોઈ પણ પ્રકાર નું ચિંતન અથવા ચિંતા નહીં હશે. શું થયું, કેમ
થયું? એવું ન થાત - આ વ્યર્થ ચિંતન છે. નિશ્ચયબુદ્ધિ નિશ્ચિંત તે ક્યારેય વ્યર્થ
ચિંતન નહીં કરશે. સદા સ્વચિંતન માં રહેવા વાળા, સ્વસ્થિતિ થી પરિસ્થિતિ પર વિજય
પ્રાપ્ત કરી લે છે.