02-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 31.10.2007
બાપદાદા મધુબન
“ પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન
નાં ફખુર ( નશા ) માં રહી અસંભવ ને સંભવ કરતા બેફિકર બાદશાહ બનો”
આજે બાપદાદા પોતાનાં
ચારેય તરફ નાં શ્રેષ્ઠ સ્વમાનધારી વિશેષ બાળકો ને જોઈ રહ્યાં છે. દરેક બાળકો નું
સ્વમાન એટલું વિશેષ છે જે વિશ્વ માં કોઈ પણ આત્મા નું નથી. તમે બધા વિશ્વ નાં
આત્માઓ નાં પૂર્વજ પણ છો અને પૂજ્ય પણ છો. આખી સૃષ્ટિ નાં વૃક્ષ ની જડ માં તમે
આધારમૂર્ત છો. આખાં વિશ્વ નાં પૂર્વજ પહેલી રચના છો. બાપદાદા દરેક બાળકો ની વિશેષતા
ને જોઈ ખુશ થાય છે. ભલે નાનાં બાળકો છે કે વૃદ્ધ માતાઓ છે, અથવા પ્રવૃત્તિ વાળા છે.
દરેક ની અલગ-અલગ વિશેષતાઓ છે. આજકાલ કેટલાં પણ મોટા માં મોટા સાયન્સદાન છે, દુનિયાનાં
હિસાબ થી વિશેષ છે જે પ્રકૃતિજીત તો બન્યાં, ચંદ્ર સુધી પણ પહોંચી ગયા પરંતુ આટલાં
નાનાં જ્યોતિ સ્વરુપ આત્મા ને નથી ઓળખી શકતાં! અને અહીં નાનાં બાળકો પણ હું આત્મા
છું, જ્યોતિ બિંદુ ને જાણે છે. ફલક થી કહે છે “હું આત્મા છું.” કેટલાં પણ મોટા
મહાત્માઓ છે અને બ્રાહ્મણ માતાઓ છે, માતાઓ ફલક થી કહે છે અમે પરમાત્મા ને પામી લીધાં.
મેળવી લીધાં છે ને? અને મહાત્માઓ શું કહે છે? પરમાત્મા ને પામવા ખૂબ મુશ્કેલ છે.
પ્રવૃત્તિ વાળા ચેલેન્જ કરે છે કે અમે બધા પ્રવૃત્તિ માં રહેતાં, સાથે રહેતાં
પવિત્ર રહીએ છીએ કારણકે અમારી વચ્ચે બાપ છે એટલે બંને સાથે રહેતાં પણ સહજ પવિત્ર રહી
શકીએ છીએ કારણકે પવિત્રતા અમારો સ્વધર્મ છે. પરધર્મ મુશ્કેલ હોય છે, સ્વધર્મ સહજ
હોય છે. અને લોકો શું કહે છે? આગ અને રુ સાથે રહી ન શકે. ખૂબ મુશ્કેલ છે અને તમે બધા
શું કહો છો? બહુ જ સહજ છે. તમારા બધાનું શરુઆત નું એક ગીત હતું - કેટલાં પણ શેઠ,
સ્વામી છે પરંતુ એક અલ્ફ ને નથી જાણતાં. નાનકડા બિંદુ આત્મા ને નથી જાણતા પરંતુ તમે
બધા બાળકોએ જાણી લીધો, મેળવી લીધો. એટલાં નિશ્ચય અને ફખુર થી બોલો છો, અસંભવ સંભવ
છે. બાપદાદા પણ દરેક બાળકો ને વિજયી રત્ન જોઈ હર્ષિત થાય છે કારણકે હિંમતે બાળકો
મદદે બાપ છે એટલે દુનિયા માટે તો જે અસંભવ વાતો છે તે તમારા માટે સહજ અને સંભવ થઈ
ગઈ છે. ફખુર રહે છે કે અમે પરમાત્મા નાં ડાયરેક્ટ બાળકો છીએ? આ નશા નાં કારણે,
નિશ્ચય નાં કારણે પરમાત્મ બાળકો હોવાનાં કારણે માયા થી પણ બચેલા છો. બાળક બનવું
અર્થાત્ સહજ બચી જવું. તો બાળકો છો અને બધા વિઘ્નો થી, સમસ્યાઓ થી બચેલા છો.
તો પોતાનાં આટલાં
શ્રેષ્ઠ સ્વમાન ને જાણો છો ને? કેમ સહજ છે? કારણકે તમે સાયલેન્સ ની શક્તિ દ્વારા,
પરિવર્તન શક્તિ ને કાર્ય માં લગાવો છો. નેગેટિવ ને પોઝિટિવ માં પરિવર્તન કરી લો છો.
માયા કેટલી પણ સમસ્યા નાં રુપ માં આવે છે પરંતુ તમે પરિવર્તન ની શક્તિ થી, સાઈલેન્સ
ની શક્તિ થી સમસ્યા ને સમાધાન સ્વરુપ બનાવી દો છો. કારણ ને નિવારણ રુપ માં બદલી દો
છો. છે ને એટલી તાકાત? કોર્સ પણ કરાવો છો ને? નેગેટિવ ને પોઝિટિવ કરવાની વિધિ
શીખવાડો છો. આ પરિવર્તન શક્તિ બાપ દ્વારા વારસા માં મળી છે. એક જ શક્તિ નથી,
સર્વશક્તિઓ પરમાત્મ-વારસા માં મળી છે, એટલે બાપદાદા દરરોજ કહે છે, દરરોજ મોરલી
સાંભળો છો ને! તો દરરોજ બાપદાદા આ જ કહે છે - બાપ ને યાદ કરો અને વારસા ને યાદ કરો.
બાપ ની યાદ પણ સહજ કેમ આવે છે? જ્યારે વારસા ની પ્રાપ્તિ ને યાદ કરો છો તો બાપ ની
યાદ પ્રાપ્તિ નાં કારણે સહજ આવી જાય છે. દરેક બાળક ને આ રુહાની ફખુર રહે છે, દિલ
માં ગીત ગાય છે - પાના થા વો પા લિયા. બધાનાં દિલ માં આ જ સ્વત: જ ગીત વાગે છે ને?
ફખુર છે ને? જેટલાં આ ફખુર માં રહેશે તો ફખુર ની નિશાની છે, બેફિકર હશે. જો કોઈ પણ
પ્રકાર નાં સંકલ્પ માં, બોલ માં અથવા સંબંધ-સંપર્ક માં ફિકર (ચિંતા) રહે છે તો ફખુર
નથી. બાપદાદાએ બેફિકર બાદશાહ બનાવ્યાં છે. બોલો, બેફિકર બાદશાહ છો? છો તો હાથ ઉઠાવો
જે બેફિકર બાદશાહ છે? બેફિકર છો કે ક્યારેક-ક્યારેક ફિકર આવી જાય છે? સારું છે.
જ્યારે બાપ બેફિકર છે, તો બાળકો ને શું ફિકર છે?
બાપદાદાએ તો કહી દીધું
છે બધી ફિકર અથવા કોઈપણ પ્રકાર નો બોજ છે તો બાપદાદા ને આપી દો. બાપ સાગર છે ને? તો
બોજ બધો સમાઈ જશે. ક્યારેક બાપદાદા બાળકો નું એક ગીત સાંભળીને હસે છે. ખબર છે કયું
ગીત? શું કરીએ, કેવી રીતે કરીએ… ક્યારેક-ક્યારેક તો ગાઓ છો ને? બાપદાદા તો સાંભળતા
રહે છે. પરંતુ બાપદાદા બધા બાળકો ને આ જ કહે છે - હે મીઠાં બાળકો, લાડલા બાળકો
સાક્ષી-દૃષ્ટા ની સ્થિતિ ની સીટ પર સેટ થઈ જાઓ અને સીટ પર સેટ થઈને ખેલ જુઓ, ખૂબ મજા
આવશે, વાહ! ત્રિકાળદર્શી સ્થિતિ માં સ્થિત થઈ જાઓ. સીટ થી નીચે આવો એટલે અપસેટ થાઓ
છો. સેટ રહો તો અપસેટ નહીં થશો. કઈ ત્રણ વસ્તુ બાળકો ને હેરાન કરે છે? ૧. ચંચળ મન,
૨. ભટકતી બુદ્ધિ અને ૩. જૂનાં સંસ્કાર. બાપદાદા ને બાળકો ની એક વાત સાંભળીને હસવું
આવે છે, ખબર છે કઈ વાત છે? કહે છે બાબા શું કરીએ, મારા જૂનાં સંસ્કાર છે ને? બાપદાદા
હસે છે. જ્યારે કહી જ રહ્યાં છો, મારા સંસ્કાર, તો મારા બનાવ્યાં છે? તો મારા પર તો
અધિકાર હોય હોય જ છે. જ્યારે જૂનાં સંસ્કાર ને મારા બનાવી દીધાં, તો મારા તો જગ્યા
લેશે જ ને? શું આ બ્રાહ્મણ આત્મા કહી શકે છે કે મારા સંસ્કાર? મારા-મારા કહ્યું છે
તો મારાએ પોતાની જગ્યા બનાવી દીધી છે. તમે બ્રાહ્મણ મારા ન કહી શકો. આ પાસ્ટ જીવન
નાં સંસ્કાર છે. શુદ્ર જીવન નાં સંસ્કાર છે. બ્રાહ્મણ-જીવન નાં નથી. તો મારા-મારા
કહ્યું છે તો તે પણ મારા અધિકાર થી બેસી ગયા છે. બ્રાહ્મણ-જીવન નાં શ્રેષ્ઠ સંસ્કાર
જાણો છો ને? અને આ સંસ્કાર જેમને તમે જૂનાં કહો છો, તે પણ જૂનાં નથી, આપ શ્રેષ્ઠ
આત્માઓ નાં જૂનાં માં જૂનાં સંસ્કાર અનાદિ અને આદિ સંસ્કાર છે. આ તો દ્વાપર, મધ્ય
નાં સંસ્કાર છે. તો મધ્ય નાં સંસ્કાર ને બાપ ની મદદ થી સમાપ્ત કરી દેજો, કોઈ
મુશ્કેલ નથી. પરંતુ થાય છે શું? બાપ જે સદા તમારી સાથે કમ્બાઇન્ડ છે, એમને
કમ્બાઇન્ડ જાણી સહયોગ નથી લેતા, કમ્બાઇન્ડ નો અર્થ જ છે સમય પર સહયોગી. પરંતુ સમય
પર સહયોગ ન લેવાનાં કારણે મધ્ય નાં સંસ્કાર મહાન બની જાય છે.
બાપદાદા જાણે છે કે
બધા બાળકો બાપ નાં પ્રેમ નાં પાત્ર છે, અધિકારી છે. બાબા જાણે છે કે પ્રેમ નાં કારણે
જ બધા પહોંચી ગયા છે. ભલે વિદેશ થી આવ્યાં છે, ભલે દેશ થી આવ્યા છે, પરંતુ બધા
પરમાત્મ-પ્રેમ નાં આકર્ષણ થી પોતાનાં ઘર માં પહોંચ્યા છે. બાપદાદા પણ જાણે છે -
પ્રેમ માં મેજોરીટી પાસ છે. વિદેશ થી પ્રેમ નાં પ્લેન માં પહોંચી ગયા છો. બોલો, બધા
પ્રેમ ની ડોર થી બંધાયેલા અહીં પહોંચી ગયા છો ને? આ પરમાત્મ-પ્રેમ દિલ ને આરામ આપવા
વાળો છે. અચ્છા - જે પહેલી વાર અહીં પહોંચ્યાં છે તે હાથ ઉઠાવો. હાથ હલાવો. ભલે
પધાર્યા.
હવે બાપદાદાએ જે
હોમવર્ક આપ્યું હતું, યાદ છે હોમ વર્ક? યાદ છે? બાપદાદા ની પાસે ઘણાં તરફ થી રીઝલ્ટ
આવ્યું છે. બધાનું રીઝલ્ટ નથી આવ્યું. કોઈ નું કેટલાં પર્સન્ટ માં પણ આવ્યું છે.
પરંતુ હવે શું કરવાનું છે? બાપદાદા શું ઈચ્છે છે? બાપદાદા આ જ ઈચ્છે છે કે બધા
પૂજ્યનીય આત્માઓ છે, તો પૂજ્યનીય આત્માઓનાં વિશેષ લક્ષણ દુવાઓ આપવાનાં છે. તો તમે
બધા જાણો છો કે તમે બધા પૂજ્યનીય આત્માઓ છો? તો આ દુવા આપવી અર્થાત્ દુવા લેવી
અન્ડરસ્ટુડ થઈ (સમજાય) જાય છે. જે દુવાઓ આપે છે, જેમને આપે છે એમનાં દિલ માંથી
વારંવાર આપવા વાળા માટે દુવાઓ નીકળે છે. તો હે પૂજ્ય આત્માઓ, તમારા તો નિજી (મૂળ)
સંસ્કાર છે - દુવાઓ આપવી. અનાદિ સંસ્કાર છે દુવાઓ આપવી. જ્યારે તમારા જડ ચિત્ર પણ
દુવાઓ આપી રહ્યાં છે તો આપ ચૈતન્ય પૂજ્ય આત્માઓ નાં તો દુવાઓ આપવી આ નેચરલ સંસ્કાર
છે. આને કહો મારા સંસ્કાર. મધ્ય, દ્વાપર નાં સંસ્કાર નેચરલ અને નેચર થઈ ગયા છે.
હકીકત માં આ સંસ્કાર દુવાઓ આપવાનાં નેચરલ નેચર છે. જ્યારે કોઈને દુવાઓ આપો છો, તો
તે આત્મા કેટલી ખુશ થાય છે, તે ખુશી નું વાયુમંડળ કેટલું સુખદાયી હોય છે! તો જેમણે
પણ હોમવર્ક કર્યુ છે એ બધાને, ભલે આવ્યાં છે કે નથી આવ્યાં, પરંતુ બાપદાદા ની સામે
છે. તો એમને બાપદાદા મુબારક આપી રહ્યાં છે. હોમવર્ક કર્યુ છે તો એમને પોતાની નેચરલ
નેચર બનાવતા આગળ પણ કરતા, કરાવતા રહેજો. અને જેમણે થોડુંક કર્યુ છે, નથી પણ કર્યુ
તો તે બધા પોતાને સદા હું પૂજ્ય આત્મા છું, હું બાપ ની શ્રીમત પર ચાલવા વાળો વિશેષ
આત્મા છું, આ સ્મૃતિ ને વારંવાર પોતાની સ્મૃતિ અને સ્વરુપ માં લાવજો કારણકે દરેક ને
જ્યારે પૂછે છે કે તમે શું બનવાના છો? તો બધા કહે છે કે અમે લક્ષ્મી-નારાયણ બનવાના
છીએ. રામ-સીતા માં કોઈ નથી હાથ ઉઠાવતાં. જ્યારે લક્ષ છે, ૧૬ કળા બનવાનું. તો સોળે
કળા અર્થાત્ પરમપૂજ્ય, પૂજ્ય આત્મા નું કર્તવ્ય જ છે - દુવાઓ આપવી. આ સંસ્કાર
ચાલતાં-ફરતાં સહજ અને સદા નાં માટે બનાવો. છો જ પૂજ્ય. છો જ સોળે કળા. લક્ષ તો આ જ
છે ને?
બાપદાદા ખુશ છે કે
જેમણે કર્યુ છે, એમણે પોતાનાં મસ્તક માં વિજય નું તિલક બાપ દ્વારા લગાવી દીધું. સાથે
સેવા નાં સમાચાર પણ બાપદાદા ની પાસે બધાનાં તરફ થી, વર્ગો ની તરફ થી, સેન્ટર્સ ની
તરફ થી, બહુ જ સારા રીઝલ્ટ સહિત પહોંચી ગયા છે. તો એક હોમવર્ક કરવાની મુબારક અને
સાથે સેવા ની પણ મુબારક, પદમ-પદમગુણા છે. બાપે જોયું કે ગામ-ગામ માં સંદેશ આપવાની
સેવા ખૂબ સારી રીતે મેજોરીટી એરિયા માં કરી છે. તો આ સેવા પણ રહેમદિલ બનીને કરી એટલે
સેવા નાં ઉમંગ-ઉત્સાહ માં રીઝલ્ટ પણ સારું દેખાય છે. આ મહેનત નથી કરી, પરંતુ બાપ
સાથે પ્રેમ અર્થાત્ સંદેશ આપવાથી પ્રેમ, તો પ્રેમ ની મહોબ્બત માં સેવા કરી છે, તો
પ્રેમ નું રિટર્ન બધા સેવાધારીઓ ને સ્વતઃ જ બાપ નો પદમ-પદમગુણા પ્રેમ પ્રાપ્ત છે અને
થતો રહેશે. સાથે બધા પોતાની પ્રિય દાદી ને બહુ જ સ્નેહ થી યાદ કરતા, દાદી નાં પ્રેમ
નું રિટર્ન આપી રહ્યાં છે, આ પ્રેમ ની સુગંધ બાપદાદા ની પાસે ખૂબ સારી રીતે પહોંચી
ગઈ છે.
હમણાં જે પણ મધુબન
માં કાર્ય ચાલી રહ્યાં છે, ભલે વિદેશીઓનાં કે ભારત નાં તે બધા કાર્ય પણ એક-બીજા નાં
સહયોગ, સન્માન નાં આધાર થી બહુ જ સારા સફળ થયા છે અને આગળ પણ થવા વાળા કાર્ય સફળ
થયેલા જ છે કારણકે સફળતા તો તમારા ગળા નો હાર છે. બાપ નાં ગળા નો પણ હાર છો, બાપે
યાદ અપાવ્યું હતું કે ક્યારેય પણ હાર નહીં ખાતા કારણકે તમે બાપ નાં ગળા નાં હાર છો.
તો ગળા નો હાર ક્યારેય હાર નથી ખાઈ શકતો. તો હાર બનવું છે કે હાર ખાવી છે? નહીં ને?
હાર બનવું સારું છે ને? તો હાર ક્યારેય નહીં ખાતાં. હાર ખાવા વાળા તો અનેક કરોડો
આત્માઓ છે, તમે હાર બનીને ગળા માં પરોવાઈ ગયા છો. એવું છે ને? તો સંકલ્પ કરો, બાપ
નાં પ્રેમ માં માયા કેટલાં પણ તોફાન સામે લાવે પરંતુ માસ્ટર સર્વશક્તિવાન્ આત્માઓ
નાં આગળ તોફાન પણ તોહફા (ઈનામ) બની જશે. એવું વરદાન સદા યાદ કરો. કેટલાં પણ ઊંચા
પહાડ હોય, પહાડ બદલાઈને રુ બની જશે. હવે સમય ની સમીપતા પ્રમાણે વરદાનો ને દરેક સમયે
અનુભવ માં લાવો. અનુભવ ની ઓથોરિટી બનો.
જ્યારે ઈચ્છો ત્યારે
પોતાની અશરીરી બનવાની, ફરિશ્તા સ્વરુપ બનવાની એક્સરસાઇઝ કરતા રહો. હમણાં-હમણાં
બ્રાહ્મણ, હમણાં-હમણાં ફરિશ્તા, હમણાં-હમણાં અશરીરી, ચાલતાં-ફરતાં, કામકાજ કરતા પણ
એક મિનિટ, બે મિનિટ કાઢીને અભ્યાસ કરો. ચેક કરો જે સંકલ્પ કર્યો, તે જ સ્વરુપ અનુભવ
કર્યો? અચ્છા.
ચારેય તરફ નાં સદા
શ્રેષ્ઠ સ્વમાનધારી, સદા સ્વયં ને પરમપૂજ્ય અને પૂર્વજ અનુભવ કરવા વાળા, સદા પોતાને
દરેક સબ્જેક્ટ (વિષય) માં અનુભવી સ્વરુપ બનાવવા વાળા, સદા બાપ નાં દિલતખ્ત નશીન,
ભ્રકુટી નાં તખ્ત નશીન, સદા શ્રેષ્ઠ સ્થિતિ નાં અનુભવો માં સ્થિત રહેવા વાળા, ચારેય
તરફ નાં બધા બાળકો ને યાદ- પ્યાર અને નમસ્તે.
બધી બાજુ થી બધા નાં
પત્ર, ઈમેલ, સમાચાર બધું બાપદાદા ની પાસે પહોંચી ગયું છે, તો સેવા નું ફળ અને બળ,
બધા સેવાધારીઓ ને પ્રાપ્ત છે અને થતું રહેશે. પ્રેમ નાં પત્ર પણ ખૂબ આવે છે,
પરિવર્તન નાં પત્ર પણ ઘણાં આવે છે. પરિવર્તન ની શક્તિ વાળા ને બાપદાદા અમર ભવ નું
વરદાન આપી રહ્યાં છે. જે સેવાધારીઓ એ શ્રીમત ને પૂરી ફોલો કરી છે, એવાં ફોલો કરવા
વાળા બાળકો ને બાપદાદા કહે છે “સદા ફરમાનવરદાર બાળકો વાહ!” બાપદાદા આ વરદાન આપી
રહ્યાં છે અને પ્રેમ વાળા ને બહુ જ - બહુ જ પ્રેમ થી દિલ માં સમાવવાવાળા અતિ પ્રિય
અને અતિ માયા નાં વિઘ્નો થી ન્યારા, એવું વરદાન આપી રહ્યાં છે. અચ્છા.
હવે બધાનાં દિલ માં
શું ઉમંગ આવી રહ્યો છે? એક જ ઉમંગ બાપ સમાન બનવાનું જ છે. છે આ ઉમંગ? પાંડવ, હાથ
ઉઠાવો. બનવાનું જ છે. જોઈશું, બનીશું, ગે ગે…નહીં કરતાં… પરંતુ બનવાનું જ છે. પાક્કું.
પાક્કું? અચ્છા. દરેક પોતાનું ઓ.કે. નું કાર્ડ પોતાનાં ટીચર ની પાસે ચાર્ટ નાં રુપ
માં આપતા રહેજો. વધારે ન લખો, બસ, એક કાર્ડ લઈ લો એમાં ઓ.કે લખો અથવા લાઈન નાખો, બસ.
આ તો કરી શકો છો ને? લાંબો પત્ર નહીં. અચ્છા.
વરદાન :-
સંગમયુગ પર
પ્રત્યક્ષફળ દ્વારા શક્તિશાળી બનવા વાળા સદા સમર્થ આત્મા ભવ
સંગમયુગ પર જે આત્માઓ
બેહદ સેવા નાં નિમિત્ત બને છે એમને નિમિત્ત બનવાનું પ્રત્યક્ષ ફળ શક્તિ ની પ્રાપ્તિ
થાય છે. આ પ્રત્યક્ષફળ જ શ્રેષ્ઠ યુગ નું ફળ છે. એવું ફળ ખાવા વાળા શક્તિશાળી આત્મા
કોઈ પણ પરિસ્થિતિ ઉપર સહજ જ વિજય મેળવી લે છે. તે સમર્થ બાપ ની સાથે હોવાને કારણે
વ્યર્થ થી સહજ મુક્ત થઈ જાય છે. ઝેરીલા સાપ સમાન પરિસ્થિતિ પણ તેમની વિજય થઈ જાય છે
એટલે યાદગાર માં દેખાડે છે કે શ્રીકૃષ્ણ એ સાપ નાં માથા પર ડાન્સ કર્યો.
સ્લોગન :-
પાસ વિથ ઓનર
બનીને પાસ્ટ (ભૂતકાળ) ને પાસ કરો અને બાપ ની સદા પાસે રહો.
અવ્યક્ત ઈશારા -
અશરીરી તથા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો .
જેવી રીતે બાપદાદા
અશરીરી થી શરીર માં આવે છે તેવી રીતે જ બાળકોએ પણ અશરીરી બનીને શરીર માં આવવાનું
છે. અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈને પછી વ્યક્ત માં આવવાનું છે. જેવી રીતે આ શરીર ને
છોડવાનો અને શરીર ને લેવાનો, આ અનુભવ બધાને છે. એવી રીતે જ્યારે ઈચ્છો ત્યારે શરીર
નું ભાન છોડીને અશરીરી બની જાઓ અને જ્યારે ઈચ્છો ત્યારે શરીર નો આધાર લઈને કર્મ કરો.
બિલકુલ એવી રીતે જ અનુભવ થાય જેવી રીતે આ સ્થૂળ ચોલો (શરીર રુપી વસ્ત્ર) અલગ છે અને
વસ્ત્ર ને ધારણ કરવા વાળો હું આત્મા અલગ છું.