03-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
યાદ માં રહેવાનો પુરુષાર્થ જરુર કરવાનો છે , કારણકે યાદ નાં બળ થી જ તમે વિકર્માજીત
બનશો”
પ્રશ્ન :-
કયો વિચાર આવ્યો તો
પુરુષાર્થ માં નીચે પડશો? ખુદાઈ ખિદ્દમતગાર બાળકો કઈ સેવા કરતા રહેશે?
ઉત્તર :-
ઘણાં બાળકો સમજે છે હજી સમય પડ્યો છે, પાછળ થી પુરુષાર્થ કરી લઈશું, પરંતુ મોત નો
નિયમ થોડી છે? કાલે-કાલે કરતા મરી જશો એટલે એવું નહીં સમજો ઘણાં વર્ષ પડ્યાં છે,
પાછળ થી ગૈલપ કરી લઈશું. આ વિચાર વધારે જ નીચે પાડી દેશે. જેટલું થઈ શકે યાદ માં
રહેવાનો પુરુષાર્થ કરી, શ્રીમત પર પોતાનું કલ્યાણ કરતા રહો. રુહાની ખુદાઈ
ખિદ્દમતગાર બાળકો રુહો ને સેલવેજ (મુક્ત) કરવાની, પતિતો ને પાવન બનાવવાની સેવા કરતા
રહેશે.
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
આ તો બાળકોને
સમજાવાયું છે નિરાકાર બાપ સાકાર વગર કોઈ પણ કર્મ નથી કરી શકતાં. પાર્ટ ભજવી નથી શકતાં.
રુહાની બાપ આવીને બ્રહ્મા દ્વારા રુહાની બાળકો ને સમજાવે છે. યોગબળ થી જ બાળકોએ
સતોપ્રધાન બનવાનું છે પછી સતોપ્રધાન વિશ્વ નાં માલિક બનવાનું છે. આ બાળકો ની બુદ્ધિ
માં છે. કલ્પ-કલ્પ બાપ આવીને રાજયોગ શીખવાડે છે. બ્રહ્મા દ્વારા આવીને આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. એટલે મનુષ્ય ને દેવતા બનાવે છે. મનુષ્ય જે
દેવી-દેવતા હતા તે હવે બદલાઈને શૂદ્ર, પતિત બની પડ્યાં છે. ભારત જ્યારે પારસપુરી હતું
તો પવિત્રતા-સુખ-શાંતિ બધું હતું. આ ૫ હજાર વર્ષ ની વાત છે. એક્યુરેટ હિસાબ-કિતાબ
બાપ સમજાવે છે. એમનાં થી ઊંચ તો કોઈ નથી. સૃષ્ટિ અથવા ઝાડ, જેને કલ્પવૃક્ષ કહેવાય
છે, તેનાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બાપ જ બતાવી શકે છે. ભારત નો જે દેવી-દેવતા ધર્મ
હતો તે હવે પ્રાયઃલોપ થઈ ગયો છે. દેવી-દેવતા ધર્મ તો હમણાં રહ્યો નથી. દેવતાઓ નાં
ચિત્ર જરુર છે. આ તો ભારતવાસી જાણે છે. સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું.
ભલે શાસ્ત્રો માં આ ભૂલ કરી દીધી છે જે કૃષ્ણ ને દ્વાપર માં લઈ ગયા છે. બાપ જ આવીને
ભૂલેલા ને આખો રસ્તો બતાવે છે. રસ્તો બતાવવા વાળા આવે છે તો બધા આત્માઓ મુક્તિધામ
માં ચાલ્યાં જાય છે એટલે એમને કહેવાય છે સર્વ નાં સદ્દગતિ દાતા. રચયિતા એક જ હોય
છે. એક જ સૃષ્ટિ છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી એક જ છે, તે રીપીટ થતી રહે છે.
સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ પછી હોય છે સંગમયુગ. કળિયુગ માં છે પતિત, સતયુગ માં
છે પાવન. સતયુગ આવશે તો જરુર કળિયુગ વિનાશ થશે. વિનાશ નાં પહેલાં સ્થાપના થશે.
સતયુગ માં તો સ્થાપના નહીં થશે. ભગવાન આવશે જ ત્યારે જ્યારે પતિત દુનિયા છે. સતયુગ
તો છે જ પાવન દુનિયા. પતિત દુનિયા ને પાવન દુનિયા બનાવવા ભગવાન ને આવવું પડે છે.
હમણાં બાપ સહજ થી સહજ યુક્તિ બતાવે છે. દેહ નાં બધા સંબંધ છોડી દેહી-અભિમાની બની
બાપ ને યાદ કરો. કોઈ એક તો પતિત-પાવન છે ને? ભક્તો ને ફળ આપવા વાળા એક જ ભગવાન છે.
ભક્તો ને જ્ઞાન આપે છે. પતિત દુનિયા માં જ્ઞાન-સાગર જ આવે છે પાવન બનાવવા માટે.
પાવન બનો છો યોગ થી. બાપ વગર તો કોઈ પાવન બનાવી ન શકે. આ બધી વાતો બુદ્ધિ માં
બેસાડાય છે બીજાઓને સમજાવવા માટે. ઘર-ઘર માં સંદેશ આપવાનો છે. એવું નહીં કહેતાં કે
ભગવાન આવ્યાં છે. ખૂબ યુક્તિ થી સમજાવવાનું હોય છે. બોલો, એ બાપ છે ને? એક છે લૌકિક
બાપ, બીજા પારલૌકિક બાપ. દુઃખ નાં સમયે પારલૌકિક બાપ ને જ યાદ કરે છે. સુખધામ માં
કોઈ પણ યાદ નથી કરતાં. સતયુગ માં લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં સુખ જ સુખ હતું.
પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસપર્ટી (સમૃધ્ધી) હતી. બાપ નો વારસો મળી ગયો
પછી પોકારે કેમ? આત્મા જાણે છે અમને સુખ છે. આ તો કોઈ પણ કહેશે ત્યાં સુખ જ સુખ છે.
બાપે દુઃખ માટે તો સૃષ્ટિ નથી રચી. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. જેનો પાર્ટ પાછળ માં
છે, ૨-૪ જન્મ લે છે તે જરુર બાકી સમય શાંતિ માં રહેશે. બાકી ડ્રામા નાં ખેલ થી જ
નીકળી જાય, આ બની ન શકે. ખેલ માં તો બધાને આવવું પડશે. એક-બે જન્મ મળે છે. તો બાકી
સમય જાણે મોક્ષ માં છે. આત્મા પાર્ટધારી છે ને? કોઈ આત્મા ને ઊંચ પાર્ટ મળેલો છે
કોઈને ઓછો. આ પણ હમણાં તમે જાણો છો, ગવાય છે ઈશ્વર નો કોઈ અંત મેળવી નથી શકતાં. બાપ
જ આવીને અંત આપે છે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નો. જ્યાં સુધી રચયિતા સ્વયં
ન આવે ત્યાં સુધી રચયિતા અને રચના ને જાણી ન શકાય. બાપ જ આવીને બતાવે છે. હું
સાધારણ તન માં પ્રવેશ કરું છું. હું જેમનાં માં પ્રવેશ કરું છું તે પોતાનાં જન્મો
ને નથી જાણતાં. તેમને બેસી ૮૪ જન્મો ની કહાણી સંભળાવું છું. કોઈનાં પાર્ટ માં ચેન્જ
(પરિવર્તન) નથી થઈ શકતો. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. આ પણ કોઈની બુદ્ધિ માં નથી બેસતું.
બુદ્ધિ માં ત્યારે બેસે જ્યારે પવિત્ર બનીને સમજે. સારી રીતે સમજવા માટે જ ૭ દિવસ
ની ભઠ્ઠી છે. ભાગવત્ વગેરે પણ ૭ દિવસ રાખે છે. અહીં પણ સમજ માં આવે છે - ઓછા માં ઓછા
૭ દિવસ સિવાય કોઈ સમજી ન શકે. કોઈ-કોઈ તો સારું સમજી લે છે. કોઈ-કોઈ તો ૭ દિવસ
સમજીને પણ કાંઈ નથી સમજતાં. બુદ્ધિ માં બેસતું નથી. કહી દે છે અમે તો ૭ દિવસ આવ્યાં.
અમારી બુદ્ધિ માં કાંઈ બેસતું નથી. ઊંચ પદ મેળવવાનું નહીં હશે તો બુદ્ધિ માં નહીં
બેસશે. સારું, છતાં પણ તેમનું કલ્યાણ તો થયું ને? પ્રજા તો એમ જ બને છે. બાકી
રાજ્ય-ભાગ્ય લેવું એમાં તો ગુપ્ત મહેનત છે. બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થાય
છે. હવે કરો ન કરો પરંતુ બાપ નું ડાયરેક્શન (માર્ગદર્શન) આ છે. પ્રિય વસ્તુ ને તો
યાદ કરાય છે ને? ભક્તિમાર્ગ માં પણ ગાય છે હે પતિત-પાવન, આવો. હવે એ મળ્યાં છે, કહે
છે મને યાદ કરો તો કાટ ઉતરી જશે. બાદશાહી સહજ થોડી મળી શકે? થોડી તો મહેનત હશે ને?
યાદ માં જ મહેનત છે. મુખ્ય છે જ યાદ ની યાત્રા. ખુબ જ યાદ કરવા વાળા કર્માતીત અવસ્થા
ને મેળવી લે છે. પૂરું યાદ ન કરવાથી વિકર્મ વિનાશ થશે નહીં. યોગબળ થી જ વિકર્માજીત
બનવાનું છે. પહેલાં પણ યોગબળ થી જ વિકર્મો ને જીત્યાં છે. લક્ષ્મી-નારાયણ આટલાં
પવિત્ર કેવી રીતે બન્યાં જ્યારે કળિયુગ અંત માં કોઈ પણ પવિત્ર નથી. આમાં તો સ્પષ્ટ
છે, આ ગીતા નાં જ્ઞાન નો એપિસોડ રીપિટ થઈ રહ્યો છે. “શિવ ભગવાનુવાચ’’ ભૂલો તો થતી
રહે છે ને? બાપ જ આવીને અભૂલ બનાવે છે. ભારત નાં જે પણ શાસ્ત્ર છે તે બધા છે
ભક્તિમાર્ગ નાં. બાપ કહે છે મેં જે કહ્યું હતું તે કોઈને પણ ખબર નથી. જેમને કહ્યું
હતું તેમણે પદ મેળવ્યું. ૨૧ જન્મો ની પ્રારબ્ધ મેળવી પછી જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય
છે. તમે જ ચક્ર લગાવીને આવ્યાં છો. કલ્પ પહેલાં જેમણે સાંભળ્યું છે એ જ આવશે. હમણાં
તમે જાણો છો આપણે સૈપલિંગ (કલમ) લગાવી રહ્યાં છીએ, મનુષ્ય ને દેવતા બનાવવાની. આ છે
દૈવી ઝાડ નું સૈપલિંગ. તે લોકો પછી તે ઝાડો ની સૈપલિંગ ખૂબ લગાવતા રહે છે. બાપ આવીને
કોન્ટ્રાસ્ટ (તફાવત) બતાવે છે. બાપ દૈવી ફૂલો ની સૈપલિંગ લગાવે છે. તેઓ તો જંગલ ની
સૈપલિંગ લગાવતા રહે છે. તમે દેખાડો પણ છો - કૌરવ ક્યાં કરત ભયે, પાંડવ ક્યાં કરત ભયે.
તેમનાં શું પ્લાન છે અને તમારા શું પ્લાન્સ છે? તેઓ પોતાનાં પ્લાન બનાવે છે કે
દુનિયા વધે નહીં. ફેમિલી પ્લાનિંગ કરે જે મનુષ્ય વધારે ન વધે, તેનાં માટે મહેનત કરતા
રહે છે. બાપ તો ખૂબ સારી વાત બતાવે છે, અનેક ધર્મ વિનાશ થઈ જશે અને એક જ દેવી-દેવતા
ધર્મ ની ફેમિલી સ્થાપન કરે છે. સતયુગ માં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની ફેમિલી
(પરિવાર) હતી અને આટલી ફેમિલીઝ હતી નહીં. ભારત માં કેટલી ફેમિલી છે. ગુજરાતી ફેમિલી,
મહારાષ્ટ્રીયન ફેમિલી… હકીકત માં ભારતવાસીઓ ની એક જ ફેમિલી હોવી જોઈએ. અનેક ફેમિલીઝ
હશે તો જરુર પરસ્પર ખિટપિટ જ રહેશે. પછી સિવિલવોર (ગૃહયુદ્ધ) થઈ જાય છે. ફેમિલી માં
પણ સિવિલવોર થઈ જાય છે. જેમ ક્રિશ્ચન ની પોતાની ફેમિલી છે. તેમની પણ પરસ્પર લડાઈ
લાગે છે. પરસ્પર બે ભાઈ નથી મળતાં. પાણી પણ વહેંચાઈ જાય છે. સિક્ખ ધર્મ વાળા સમજે
છે અમે સિક્ખ ધર્મ વાળાને વધારે સુખ આપીએ, રગ જાય છે તો માથું મારતા રહે છે. જ્યારે
અંત થાય છે તો પછી સિવિલવોર વગેરે બધું આવી જાય છે. પરસ્પર લડવા લાગી જાય છે. વિનાશ
તો થવાનો જ છે. બોમ્બ્સ અસંખ્ય બનાવતા રહે છે. મોટી લડાઈ જ્યારે લાગી હતી જેમાં બે
બોમ્બસ છોડ્યાં હતાં, હવે તો અસંખ્ય બનાવ્યાં છે. સમજવાની વાત છે ને? તમારે
સમજાવવાનું છે આ લડાઈ એ જ મહાભારત ની છે. મોટા-મોટા લોકો જે પણ છે, કહે છે જો આ
લડાઈ ને બંધ નથી કરી તો આખી દુનિયા ને આગ લાગી જશે. આગ તો લાગવાની જ છે, આ તમે જાણો
છો. બાપ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપન કરી રહ્યાં છે. રાજયોગ છે જ સતયુગ નો.
તે દેવી-દેવતા ધર્મ હવે પ્રાયઃલોપ છે. ચિત્ર પણ બન્યાં છે. બાપ કહે છે કલ્પ પહેલાં
ની જેમ જે વિઘ્ન પડવાના હશે તે પડશે. પહેલાં થોડી ખબર પડે છે? પછી સમજાય છે કલ્પ
પહેલાં આવું થયું હશે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. ડ્રામા માં આપણે બંધાયેલા છીએ.
યાદ ની યાત્રા ને ભૂલી ન જવી જોઈએ, આને પરીક્ષા કહેવાય છે. યાદ ની યાત્રા માં રહી
નથી શકતાં, થાકી જાય છે. ગીત છે ને - રાત કે રાહી… આનો અર્થ કોઈ સમજી ન શકે. આ છે
યાદ ની યાત્રા. જેનાથી રાત પૂરી થઈ દિવસ આવી જશે. અડધોકલ્પ પૂરો થઈ પછી સુખ શરુ થશે.
બાપે જ મનમનાભવ નો અર્થ પણ સમજાવ્યો છે. ફક્ત ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ લખવાથી તે
તાકાત નથી રહી. હવે કલ્યાણ તો બધાનું થવાનું છે. એટલે આપણે બધા મનુષ્ય માત્ર નું
કલ્યાણ કરી રહ્યાં છીએ. ભારત ખાસ અને દુનિયા આમ. બધાનું શ્રીમત પર આપણે કલ્યાણ કરી
રહ્યાં છીએ. કલ્યાણકારી જે બનશે તો વારસો પણ તેમને મળશે. યાદ ની યાત્રા સિવાય
કલ્યાણ થઇ ન શકે.
હમણાં તમને સમજાવાય
છે, એ તો બેહદ નાં બાપ છે. બાપ પાસે થી વારસો મળ્યો હતો. ભારતવાસીઓ એ જ ૮૪ જન્મ લીધાં
છે, પુનર્જન્મ નો પણ હિસાબ છે. કોઈ સમજતા નથી કે ૮૪ જન્મ કોણ લે છે? પોતાનાં જ
શ્લોક વગેરે બનાવીને સંભળાવતાં રહે છે. ગીતા એ જ છે, ટીકાઓ અનેક લખી દીધી છે. ગીતા
કરતાં તો ભાગવત્ મોટું કરી દીધું છે. ગીતા માં છે જ્ઞાન. ભાગવત્ માં છે જીવન કહાણી.
હકીકત માં મોટી ગીતા હોવી જોઈએ. જ્ઞાન નાં સાગર બાપ છે, તેમનું જ્ઞાન તો ચાલતું જ
રહે છે. તે ગીતા તો અડધા કલાક માં વાંચી લે છે. હમણાં તમે આ જ્ઞાન તો સાંભળતા જ આવો
છો. દિવસે-દિવસે તમારા પાસે અનેક લોકો આવતા રહેશે. ધીરે-ધીરે આવશે. હમણાં જ જો
મોટાં-મોટાં રાજાઓ આવી જાય પછી તો વાર ન લાગે. ઝટ અવાજ નીકળી જાય એટલે યુક્તિ થી
ધીરે-ધીરે ચાલતું રહે છે. આ છે ગુપ્ત જ્ઞાન. કોઈને ખબર નથી કે આ શું કરી રહ્યાં છે.
રાવણ ની સાથે તમારું યુદ્ધ કેવી રીતે છે? આ તો તમે જ જાણો બીજા કોઈ જાણી ન શકે.
ભગવાનુવાચ - તમે સતોપ્રધાન બનવા માટે મને યાદ કરો તો પાપ નાશ થઈ જશે. પવિત્ર બનો
ત્યારે તો સાથે લઈ જાઉં. જીવનમુક્તિ બધાને મળવાની છે. રાવણ રાજ્ય થી મુક્તિ થઈ જશે.
તમે લખો પણ છો અમે શિવશક્તિ બ્રહ્માકુમાર-કુમારીઓ, શ્રેષ્ઠાચારી દુનિયા સ્થાપન કરીશું.
પરમપિતા પરમાત્મા ની શ્રીમત પર, ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ. ૫ હજાર વર્ષ પહેલાં
શ્રેષ્ઠચારી દુનિયા હતી. આ બુદ્ધિ માં બેસાડવું જોઈએ. મુખ્ય-મુખ્ય પોઈન્ટ્સ બુદ્ધિ
માં ધારણ હશે ત્યારે યાદ ની યાત્રા માં રહેશે. પથ્થર બુદ્ધિ છે ને? કોઈ સમજે છે હજી
સમય પડ્યો છે પાછળ પુરુષાર્થ કરી લઈશું. પરંતુ મોત નો નિયમ થોડી છે? કાલે મરી જાય
તો કાલ-કાલ કરતા મરી જશે. પુરુષાર્થ તો કર્યો નથી એટલે એવું નહીં સમજો ઘણાં વર્ષ
પડ્યાં છે. અંત માં ગૈલપ કરી લઈશું. આ વિચાર વધારે જ પાડી દેશે. જેટલું થઈ શકે
પુરુષાર્થ કરતા રહો. શ્રીમત પર દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે. પોતાની જાંચ (તપાસ)
કરવાની છે. કેટલું બાપ ને યાદ કરું છું અને કેટલી બાપ ની સર્વિસ શું કરું છું?
રુહાની ખુદાઈ ખિદ્દમતગાર તમે છો ને? તમે રુહો ને સૈલવેજ કરો છો. રુહ પતિત થી પાવન
કેવી રીતે બને, તેની યુક્તિઓ બતાવે છે. દુનિયા માં સારા અને ખરાબ મનુષ્ય તો હોય જ
છે, દરેક નાં પાર્ટ પોત-પોતાનાં છે. આ છે બેહદ ની વાત. મુખ્ય ડાળીઓ જ ગણાય છે. બાકી
તો પાન અનેક છે. બાપ સમજાવતા રહે છે - બાળકો, મહેનત કરો. બધાને બાપ નો પરિચય આપો તો
બાપ સાથે બુદ્ધિયોગ જોડાઈ જાય. બાપ બધા બાળકો ને કહે છે, પવિત્ર બનો તો મુક્તિધામ
માં ચાલ્યાં જશો. દુનિયા ને થોડી ખબર છે કે મહાભારત લડાઈ થી શું થશે? આ જ્ઞાન-યજ્ઞ
રચાયેલો છે કારણકે નવી દુનિયા જોઈએ. આપણો યજ્ઞ પૂરો થશે તો બધા આ યજ્ઞ માં સ્વાહા
થઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ પૂર્વ
નિર્ધારિત ડ્રામા છે એટલે વિઘ્નો થી ગભરાવાનું નથી. વિઘ્નો માં યાદ ની યાત્રા ને
ભૂલી નથી જવાની. ધ્યાન રહે - યાદ ની યાત્રા ક્યારેય થોભી ન જાય.
2. પારલૌકિક બાપ નો
પરિચય બધાને આપતા પાવન બનવાની યુક્તિ બતાવવાની છે. દૈવી ઝાડ નું સૈપલિંગ લગાવવાનું
છે.
વરદાન :-
“ હું પણા” નો
ત્યાગ કરી સેવા માં સદા ખોવાયેલા રહેવાવાળા ત્યાગમૂર્ત , સેવાધારી ભવ
સેવાધારી સેવા માં
સફળતા ની અનુભૂતિ ત્યારે કરી શકે છે જ્યારે “હું પણા” નો ત્યાગ હોય. હું સેવા કરી
રહી છું, મેં સેવા કરી - આ સેવા ભાવ નો ત્યાગ. મેં નથી કરી પરંતુ હું કરનહાર છું,
કરાવનહાર બાપ છે. “હું-પણું” બાબા નાં લવ માં લીન થઈ જાય - આને કહેવાય છે સેવા માં
સદા ખોવાયેલા રહેવાવાળા ત્યાગમૂર્ત સાચાં સેવાધારી. કરાવવા વાળા કરાવી રહ્યાં છે,
અમે નિમિત્ત છીએ. સેવામાં “હું પણું” મિક્સ થવું અર્થાત્ મોહતાજ બનવું. સાચાં
સેવાધારી માં આ સંસ્કાર ન હોય શકે.
સ્લોગન :-
વ્યર્થ ને
સમાપ્ત કરી દો તો સેવા ની ઓફર સામે થી આવશે.
આ અવ્યક્ત ઈશારા -
એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
એકતા માટે સ્વયં માં
સમાવવાની શક્તિ જોઈએ, આનાંથી બીજા નાં સંસ્કાર પણ અવશ્ય શીતળ થઈ જશે. સદા એક-બીજા
સાથે સ્નેહ ની, શ્રેષ્ઠતા ની ભાવના થી સંપર્ક માં આવો, ગુણગ્રાહી બનો તો એકતા કાયમ
રહી શકે છે. તમારા સંગઠન ની શુભભાવના અનેક આત્માઓ ને ભાવના નું ફળ અપાવવાના નિમિત્ત
બનશે. એમને નવો રસ્તો મળશે.