03-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
રુપ - વસંત છો , તમારા મુખ માંથી સદૈવ જ્ઞાન - રત્ન જ નીકળવા જોઈએ , જ્યારે પણ નવું
કોઈ આવે તો તેમને બાપ નો પરિચય આપો”
પ્રશ્ન :-
પોતાની અવસ્થા ને
એકરસ બનાવવાનું સાધન કયું છે?
ઉત્તર :-
સંગ ની સંભાળ કરો તો અવસ્થા એકરસ બનતી જશે. હંમેશા સારા સર્વિસેબલ (સેવાધારી)
સ્ટુડન્ટ નો સંગ કરવો જોઈએ. જો કોઈ જ્ઞાન અને યોગ સિવાય ઉલ્ટી વાતો કરે છે, મુખ થી
રત્નો ની બદલે પથ્થર કાઢે છે તો તેમનાં સંગ થી હંમેશા સાવધાન રહેવું જોઈએ.
ગીત :-
રાત કે રાહી...
ઓમ શાંતિ!
જ્ઞાન અને
વિજ્ઞાન. આને કહેવાશે અલ્ફ અને બે. બાપ જ્ઞાન આપે છે અલ્ફ અને બે નું. દિલ્લી માં
વિજ્ઞાન ભવન છે પરંતુ તે કોઈ અર્થ નથી જાણતાં. આપ બાળકો જાણો છો જ્ઞાન અને યોગ. યોગ
થી આપણે પવિત્ર બનીએ છીએ, જ્ઞાન થી આપણી ચોલી (આત્મા રુપી વસ્ત્ર) રંગાય છે. આપણે
આખાં ચક્ર ને જાણી જઈએ છીએ. યોગ ની યાત્રા માટે પણ આ જ્ઞાન મળે છે. તે કોઈ યોગ નાં
માટે જ્ઞાન નથી આપતાં. તે તો સ્થૂળ માં ડ્રિલ (કસરત) વગેરે શીખવાડે છે. આ છે
સૂક્ષ્મ અને મૂળ વાત. ગીત પણ તેની સાથે સબંધ રાખે છે. બાપ કહે છે હે બાળકો, હે
મૂળવતન નાં રાહી, પતિત-પાવન બાપ જ સર્વ નાં સદ્દગતિ દાતા છે. એ જ બધાને રસ્તો બતાવશે
ઘરે જવાનો. તમારી પાસે મનુષ્ય આવે છે સમજવા માટે. કોની પાસે આવે છે? પ્રજાપિતા
બ્રહ્માકુમાર કુમારીઓ ની પાસે આવે છે તો તમારે એમને પૂછવું જોઈએ - તમે કોની પાસે
આવ્યાં છો? મનુષ્ય સાધુ-સંત મહાત્મા ની પાસે જાય છે. તેમનું નામ પણ હોય છે - ફલાણા
મહાત્માજી. અહીં તો નામ જ છે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારી. બી.કે. તો અનેક છે.
તમારે પૂછવાનું છે - કોની પાસે આવ્યાં છો? પ્રજાપિતા બ્રહ્મા તમારા શું લાગે છે? તે
તો બધાનાં બાપ થયા ને? કોઈ કહે છે તમારા મહાત્માજી, ગુરુજી નાં દર્શન કરીએ. બોલો,
તમે ગુરુ કેવી રીતે કહો છો? નામ જ રાખેલું છે પ્રજાપિતા બ્રહ્માકુમારી તો એ બાપ થયા
ને, નહીં કે ગુરુ. પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારી એટલે જ તેમનાં કોઈ બાપ છે. એ તો
તમારા પણ બાપ થયાં. બોલો, અમે બી.કે નાં બાપ ને મળવા ઈચ્છીએ છીએ. પ્રજાપિતા નું નામ
ક્યારેય સાંભળ્યું છે? આટલાં બાળકો અને બાળકીઓ છે. બાપ ની ખબર પડે ત્યારે સમજે બેહદ
નાં બાપ છે. પ્રજાપિતા બ્રહ્મા નાં પણ જરુર કોઈ બાપ હશે. તો કોઈ પણ આવે એમને પૂછવાનું
છે કોની પાસે આવ્યાં છો? બોર્ડ પર શું લખેલું છે? જ્યારે આટલાં અનેક સેવાકેન્દ્રો
છે. બ્રહ્માકુમાર-કુમારી આટલાં છે તો જરુર બાપ હશે. ગુરુ હોઈ ન શકે. પહેલાં તો આ
બુદ્ધિ માંથી નીકળે, સમજે કે આ ઘર છે, કોઈ ફેમિલી (પરિવાર) માં આવ્યો છું. અમે
પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન છીએ તો જરુર તમે પણ હશો. સારું, એ બ્રહ્મા પછી કોનું
બાળક છે? બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં રચયિતા તો પરમપિતા પરમાત્મા શિવ છે. એ છે જ
બિંદુ. એમનું નામ છે શિવ. એ આપણા દાદા છે. તમારો આત્મા પણ તેમની સંતાન છે. બ્રહ્મા
ની તમે પણ સંતાન છો. તો તમે એવું કહો કે અમે બાપદાદા ને મળવા ઈચ્છીએ છીએ. તેમને એવું
સમજાવવું જોઈએ જે તેમની બુદ્ધિ ચાલી જાય બાપ ની તરફ. સમજે હું કોની પાસે આવ્યો છું?
પ્રજાપિતા બ્રહ્મા અમારા બાપ છે. એ છે સર્વ આત્માઓ નાં બાપ. તો પહેલાં આ સમજો અમે
કોની પાસે આવ્યાં છીએ? એવી યુક્તિ થી સમજાવવાનું છે જે તેમને ખબર પડે કે આ શિવબાબા
ની સંતાન છે. આ એક ફેમિલી છે. તેમને બાપ અને દાદા નો પરિચય થઈ જાય. તમે સમજાવી શકો
છો - સર્વ નાં સદ્દગતિ દાતા નિરાકાર બાપ છે. એ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સર્વ ની
સદ્દગતિ કરે છે. એમને બધા પોકારે છે. જુઓ છો ને - કેટલાં બાળકો છે જે આવીને બાપ પાસે
થી વારસો લે છે. પહેલાં તેમને બાપ નો પરિચય મળે ત્યારે સમજે અમે બાપદાદા ને મળવા
આવ્યાં છીએ. બોલો, અમે એમને બાપદાદા કહીએ છીએ. નોલેજફુલ, પતિત-પાવન એ શિવબાબા છે
ને? પછી સમજાવવું જોઈએ - ભગવાન સર્વ નાં સદ્દગતિ દાતા નિરાકાર છે, એ જ્ઞાન નાં સાગર
છે. બ્રહ્મા દ્વારા બેહદ નો વારસો લઈ રહ્યાં છીએ. તો તે સમજે આ
બ્રહ્માકુમાર-કુમારીઓ શિવબાબા ની સંતાન છે, એ જ બધાનાં બાપ છે. ભગવાન એક છે. એ જ આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. એ સ્વર્ગ નાં રચયિતા, સર્વ નાં બાપ પણ
છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે અર્થાત્
ત્રિકાળદર્શી બનાવે છે. જે પણ જુઓ - સમજવા લાયક છે તો તેમને આ સમજાવવું જોઈએ. પહેલાં
તો પૂછો - તમારા બાપ કેટલાં છે? લૌકિક અને પારલૌકિક. બાપ તો સર્વવ્યાપી હોઈ ન શકે.
લૌકિક બાપ પાસે થી આ વારસો મળે છે, પારલૌકિક પાસે થી એ વારસો મળે છે. પછી એમને
સર્વવ્યાપી કેવી રીતે કહી શકો છો? આ શબ્દ નોંધ કરી ધારણ કરો. આ સમજાવવું જરુર પડે
છે. સમજાવવા વાળા તમે થયાં. આ ઘર છે, અમારા ગુરુ નથી. જુઓ છો આ બધા
બ્રહ્માકુમાર-કુમારીઓ છે. વારસો અમને નિરાકાર શિવબાબા જ આપે છે જે સર્વ નાં સદ્દગતિ
દાતા છે. બ્રહ્મા ને સર્વ નાં સદ્દગતિ દાતા પતિત-પાવન લિબ્રેટર (મુક્તિદાતા) નથી કહી
શકાતાં. આ શિવબાબા ની જ મહિમા છે જે પણ આવે તેમને આ જ સમજાવો કે એ સર્વ નાં બાપદાદા
છે. એ જ બાપ સ્વર્ગ નાં રચયિતા છે. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના કરે છે.
આવી રીતે તમે કોઈને પણ સમજાવશો તો પછી બાપ પાસે આવવાની જરુર જ નહીં રહેશે. તે તો
ટેવાયેલા છે, કહેશે ગુરુજી નાં દર્શન કરીએ... ભક્તિમાર્ગ માં ગુરુ ની ખૂબ મહિમા કરે
છે. વેદ-શાસ્ત્ર, યાત્રા વગેરે બધું ગુરુ જ શીખવાડે છે. તમારે સમજાવવાનું છે મનુષ્ય
ગુરુ હોઈ ન શકે. આપણે બ્રહ્મા ને પણ ગુરુ નથી કહેતાં. સદ્દગુરુ એક છે. કોઈ મનુષ્ય
જ્ઞાન નાં સાગર હોઈ ન શકે. તે બધા છે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર વાંચવા વાળા. તેને
શાસ્ત્રો નું જ્ઞાન કહેવાય છે, જેને ફિલોસોફી (તત્વજ્ઞાન) કહે છે. અહીં આપણને
જ્ઞાનસાગર બાપ ભણાવે છે. આ સ્પ્રિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન) છે. જ્ઞાનસાગર
બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને નથી કહી શકાતાં, તો મનુષ્ય ને કેવી રીતે કહી શકાય. જ્ઞાન
ની ઓથોરિટી મનુષ્ય હોઈ ન શકે. શાસ્ત્રો ની ઓથોરિટી પણ પરમપિતા પરમાત્મા ને કહેવાય
છે. દેખાડે છે, પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા બધા વેદો-શાસ્ત્રો નો સાર આમનાં
દ્વારા સમજાવે છે. બાપ કહે છે મને કોઈ જાણતું જ નથી તો વારસો ક્યાંથી મળે. બેહદ નો
વારસો બેહદ નાં બાપ દ્વારા જ મળે છે. હવે આ બાબા શું કરી રહ્યાં છે? આ હોળી અને
ધુળેટી છે ને? જ્ઞાન અને વિજ્ઞાન શબ્દ ફક્ત બે છે. મનમનાભવ નું પણ જ્ઞાન આપે છે. મને
યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તો આ જ્ઞાન-વિજ્ઞાન છે - હોળી અને ધુળેટી,
મનુષ્યો માં જ્ઞાન ન હોવાનાં કારણે તે તો એક-બીજા નાં મુખ માં ધૂળ નાખે છે. છે પણ
એવાં. ગતિ-સદ્દગતિ કોઈની પણ થતી નથી. ધૂળ જ મુખ માં નાખે છે. જ્ઞાન નું ત્રીજું
નેત્ર કોઈને પણ નથી. દંતકથાઓ સાંભળતા આવ્યાં છે. આને કહેવાય છે બ્લાઇન્ડ ફેથ (અંધવિશ્વાસ).
હમણાં આપ આત્માઓ ને
જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. આપ બાળકોએ બાપ પાસે થી વારસા ની પ્રાપ્તિ માટે
સલાહ આપવાની છે તો તેમને ખબર પડે. આ વારસો લઈ રહ્યાં છે બ્રહ્મા દ્વારા બીજા કોઈ
દ્વારા મળી નથી શકતો. બધા સેવાકેન્દ્રો પર નામ લખેલું છે - પ્રજાપિતા
બ્રહ્માકુમાર-કુમારીઓ. જો ગીતા પાઠશાળા લખે તો કોમન (સાધારણ) વાત થઇ જાય છે. હવે તમે
પણ બી.કે. લખો ત્યારે તો બાપ નો પરિચય આપી શકો. મનુષ્ય બી.કે. નામ સાંભળીને ડરી જાય
છે એટલે ગીતા પાઠશાળા નામ લખે છે. પરંતુ આમાં ડરવાની કોઈ વાત નથી. બોલો આ ઘર છે. તમે
જાણો છો કોનાં ઘરે આવ્યાં છો? આ બધાનાં બાપ છે પ્રજાપિતા બ્રહ્મા. ભારતવાસી
પ્રજાપિતા બ્રહ્મા ને માને છે. ક્રિશ્ચન પણ સમજે છે આદિ દેવ થઈને ગયા છે, જેમની આ
મનુષ્ય વંશાવલી છે. બાકી તે માનશે તો પોતાનાં ક્રાઈસ્ટ ને જ, ક્રાઈસ્ટ ને, બુદ્ધ ને
ફાધર (પિતા) સમજે છે. સિજરો (વંશજ) છે ને? અસલ માં બાપે બ્રહ્મા દ્વારા આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી છે. તે થઈ ગયા ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. પહેલાં
બાપ નો પરિચય આપવાનો છે. તે કહે છે અમે તમારા બાપ ને મળવા ઈચ્છીએ છીએ. બોલો, વારસો
શિવબાબા પાસે થી મળે છે, નહીં કે બ્રહ્મા બાબા પાસે થી. તમારા બાપ કોણ છે? ગીતા નાં
ભગવાન કોણ છે? આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કોણે કરી? બાપ નામ કહેવાથી
સમજશે આ બધા બ્રહ્માકુમાર-કુમારીઓ શિવબાબા ની સંતાન છે. વારસો મળે છે શિવ પાસે થી
બ્રહ્મા દ્વારા ગતિ તથા સદ્દગતિ નો. એ આ સમયે આપણને જીવનમુક્તિ આપી રહ્યાં છે. બાકી
બધા મુક્તિ માં ચાલ્યાં જશે. આ જ્ઞાન આપ બાળકો ની બુદ્ધિ માં રહેવું જોઈએ. કોઈ પણ
આવે તો તેમને સમજાવો, કોને મળવા ઈચ્છો છો? એ તો અમારા પણ અને તમારા પણ બાપ છે.
ગુરુ-ગોસાઈ તો નથી. આ તો તમે સમજો છો. જાણે હોળી-ધુળેટી કરાવો છો. નહીં તો
હોળી-ધુળેટી નો કોઈ અર્થ નથી નીકળતો. જ્ઞાન થી ચોલી રંગો છો. આત્મા આ ચોલા ની અંદર
છે. એ પવિત્ર બનવાથી શરીર પણ પવિત્ર મળશે. આ તો પવિત્ર શરીર નથી. આ ખલાસ થઈ જવાનું
છે. ગંગા-સ્નાન શરીર ને કરાવે છે પરંતુ પતિત-પાવન બાપ સિવાય કોઈ નથી. પતિત આત્મા બને
છે તો આત્મા પાણી નાં સ્નાન થી પાવન થઈ નથી શકતો. આ કોઈને ખબર નથી. તે તો આત્મા સો
પરમાત્મા કહી દે છે. આત્મા નિર્લેપ છે. હવે જે સેન્સિબલ (સમજદાર) બને છે, તે જ ધારણ
કરી અને કરાવી શકે છે. જે બાળકો નાં મુખ માંથી સદૈવ રત્ન જ નીકળે, તેમને રુપ-વસંત
કહેવાય છે. જ્ઞાન-વિજ્ઞાન સિવાય બાકી પરસ્પર કાંઈ પણ લેન-દેન કરે છે એટલે પથ્થર જ
મારે છે. સર્વિસ (સેવા) ની બદલે ડિસસર્વિસ (કુસેવા) કરે છે. ૬૩ જન્મ એક-બીજા ને
પથ્થર મારતા આવ્યાં. હવે બાપ કહે છે તમારે જ્ઞાન-વિજ્ઞાન ની વાતો કરી દિલ ને ખુશ
કરવાનું છે. ઝરમુઈ-ઝઘમુઈ ની વાતો સાંભળવી ન જોઈએ. આ જ્ઞાન છે ને? પથ્થર તો આખી
દુનિયા એક-બીજા ને મારે છે.
આપ બાળકો તો રુપ-વસંત
છો. તમારે જ્ઞાન-વિજ્ઞાન સિવાય નથી કાંઈ સાંભળવાનું, નથી સંભળાવવાનું. જે ઉલ્ટી વાતો
કરે છે તેમનો સંગ જ ખરાબ છે. જે ખૂબ સર્વિસ કરવા વાળા છે, તેમનો સંગ તારે... કોઈ
બ્રાહ્મણ રુપ-વસંત છે, કોઈ બ્રાહ્મણ બનીને પછી ઉલ્ટી-સુલ્ટી વાતો કરે છે. એવાં નો
સંગ ન કરવો જોઈએ વધારે જ નુકસાન કરી દેશે. બાબા વારંવાર સાવધાની આપે છે.
ઉલ્ટી-સુલ્ટી વાતો એક-બીજા સાથે ક્યારેય ન કરો. નહીં તો પોતાનું પણ સત્યાનાશ, બીજાનું
પણ સત્યાનાશ કરી દે છે તો પછી પદ ભ્રષ્ટ થઈ પડે છે. બાબા કેટલું સહજ સંભળાવે છે.
શોખ હોવો જોઈએ, બાબા અમે જઈને અનેક ને આ નોલેજ આપીએ છીએ. એ જ બાપ નાં સાચાં બાળકો
છે. સર્વિસેબલ બાળકો ની બાપ પણ મહિમા કરે છે. તેમનો સંગ કરવો જોઈએ. કોણ સારા
વિદ્યાર્થી નો સંગ રાખે છે, બાબા ને પૂછો તો બતાવી શકે છે, કોનો સંગ કરવો જોઈએ, કોણ
બાબા નાં દિલ પર ચઢેલા છે, તે ઝટ બતાવશે. સર્વિસ કરવા વાળા નો બાબા ને પણ રિગાર્ડ
છે. કોઈ-કોઈ તો સર્વિસ પણ નથી કરી શકતાં. એવો અનેક ને ખરાબ સંગ મળવાથી અવસ્થા
નીચે-ઉપર થઈ જાય છે. હા, કોઈ સ્થૂળ સર્વિસ માં સારા છે, તે પણ સારો વારસો મેળવી લે
છે. અલ્ફ અને બે સમજવું તો ખૂબ સહજ છે. કોઈને પણ ફક્ત બોલો - બાપ ને અને વારસા ને
યાદ કરો. બસ, શબ્દ જ બે છે - અલ્ફ અને બે. આ તો બિલકુલ સહજ છે. કોઈ પણ આવે તો તેમને
ફક્ત કહો - બાબા નું ફરમાન છે મામેકમ્ યાદ કરો, બસ. સૌથી મોટી ખાતરી આ છે. બાપ કહે
છે મને યાદ કરો તો તમને સ્વર્ગ નો વારસો મળી જશે. દરેક સેવાકેન્દ્ર માં એવાં
નંબરવાર છે. કોઈ તો વિસ્તાર માં સમજાવી શકે છે. નથી સમજાવી શકતા તો ફક્ત આ બતાવો.
કલ્પ પહેલાં પણ બાપે કહ્યું હતું કે મામેકમ્ યાદ કરો બીજા કોઈ પણ દેહધારી દેવતા
વગેરે ને પણ યાદ ન કરો. બાકી ઝરમુઈ-ઝઘમુઈ, ફલાણા આવું કહે છે, આ કરે છે... કાંઈ પણ
ન કરો. આ બાબાએ તમને હોળી અને ધુળેટી રમાડી. બાકી રંગ વગેરે લગાવવો તો આસુરી મનુષ્યો
નું કામ છે. કોઈ કોઈની ગ્લાનિ બેસીને સંભળાવે તો ન સાંભળવી જોઈએ. બાબા કેટલી સારી
વાતો સંભળાવે છે - મનમનાભવ, મધ્યાજી ભવ. કોઈ પણ આવે તો તેમને સમજાવો - શિવબાબા સર્વ
નાં બાપ છે, એ તો કહે છે મને યાદ કરો તો સ્વર્ગ નો વારસો મળશે. ગીતા નાં ભગવાન પણ એ
છે. મોત સામે છે. તો આપ બાળકો નું કામ છે સર્વિસ કરવી. બાપ ની યાદ અપાવવી. આ છે
મહાન મંત્ર, જેનાથી રાજધાની નું તિલક મળી જશે. કેટલી સહજ વાત છે બાપ ને યાદ કરો અને
કરાવો તો બેડો પાર થઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સેન્સિબલ (સમજદાર)
બની બધા ને બાપ નો પરિચય આપવાનો છે. મુખ થી ક્યારેય પથ્થર કાઢી ડિસસર્વિસ નથી કરવાની.
જ્ઞાન-યોગ સિવાય બીજી કોઈ ચર્ચા નથી કરવાની.
2. જે રુપ-વસંત છે,
સર્વિસેબલ છે તેમનો જ સંગ કરવાનો છે. જે ઉલ્ટી-સુલ્ટી વાતો સંભળાવે તેમનો સંગ નથી
કરવાનો.
વરદાન :-
નોલેજ દ્વારા
રાવણ નાં બહુરુપો ને જાણીને એનાં એટ્રેક્શન ( આકર્ષણ ) થી મુક્ત રહેવાવાળા હિંમતવાન
ભવ
જે બાળકો નોલેજ દ્વારા
રાવણ નાં બહુરુપો ને સારી રીતે જાણી ગયા છે, તેની આગળ તે નજીક પણ નથી આવી શકતો. ભલે
સોના નું, ભલે હીરા નું રુપ ધારણ કરે પરંતુ તેનાં એટ્રેકશન માં નહીં આવશે. એવી
સાચ્ચી સીતાઓ બની લકીર નાં અંદર રહેવાનું લક્ષ રાખો, હિંમતવાન બનો. પછી આ રાવણ ની
બહુ (મોટી) સેના વાર કરવાને બદલે તમારી સહયોગી બની જશે. પ્રકૃતિ નાં પ તત્વ અને પ
વિકાર ટ્રાન્સફર થઈને તમારી સેવા માટે આવશે.
સ્લોગન :-
સેવાઓ માં
સફળતા પ્રાપ્ત કરવી છે તો નિર્માણચિત્ત ની વિશેષતા ને ધારણ કરો.
આ અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
વિજયી બનવાનું
ફાઉન્ડેશન છે “નિશ્ચય”, ફાઉન્ડેશન જો પાક્કું છે ને તો બિલ્ડીંગ હલી નથી શકતું,
નિશ્ચિંત રહે છે. જો ફાઉન્ડેશન કાચ્ચું છે તો થોડા પણ તોફાન આવશે, થોડી પણ ધરણી હલશે
તો ભય લાગશે કે આ બિલ્ડીંગ અમારું પડી ન જાય કે ક્રેક (તિરાડ) ન થઈ જાય. પરંતુ
નિશ્ચય નું ફાઉન્ડેશન પાક્કું હશે તો નિર્ભય અને નિશ્ચિંત રહેશો.