03-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.01.2010    બાપદાદા મધુબન


“ બ્રહ્મા બાપ સમાન નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બનવા માટે , મન નું ટાઈમ ટેબલ બનાવી કર્મ કરતા

 કર્મયોગી અશરીરી બનવાનો અભ્યાસ કરો”
 


આજે ચારેય તરફ નાં બાળકો માં વિશેષ સ્નેહ સમાયેલો છે. આજ નાં દિવસ ને કહે જ છે સ્મૃતિ દિવસ. બાપદાદાએ અમૃતવેલા થી ચારેય તરફ જોયું, ભલે દેશ માં, ભલે વિદેશ માં બધા બાળકો નાં દિલ માં બાપ નાં સ્નેહ ની તસવીર દેખાઈ અને બાપ નાં દિલ માં પણ દરેક બાળક નાં સ્નેહ ની તસ્વીર સમાયેલી હતી. આજ નાં દિવસ ને વિશેષ સ્નેહ નો, સ્મૃતિ નો દિવસ કહો છો. બાપદાદાએ અમૃતવેલા થી પણ પહેલાં બાળકો નાં તરફથી અનેક સ્નેહ નાં મોતીઓની માળાઓ જોઈ. દરેક બાળક નાં દિલ માં ઓટોમેટિક આ ગીત વાગી રહ્યું છે - “મારા બાબા, બ્રહ્મા બાબા, મીઠાં બાબા” અને બાપદાદા નાં દિલ માં આ ગીત વાગી રહ્યું છે - “મીઠાં બાળકો, પ્યારા બાળકો.” આજે દરેક ની અંદર બીજી શક્તિઓનાં સિવાય સ્નેહ ની શક્તિ વધારે સમાયેલી છે. આ પરમાત્મ-સ્નેહ, ઈશ્વરીય-સ્નેહ ફક્ત સંગમ પર જ અનુભવ થાય છે. આ પરમાત્મ-સ્નેહ અનુભવી જ જાણે, જે દરેક બાળક ને સહજયોગી બનાવી દે છે. બાપદાદાએ જોયું સર્વ બાળકો માં સ્નેહ નો અનુભવ ખૂબ-ખૂબ સમાયેલો છે. તમારા બધા નાં જન્મ નો આધાર સ્નેહ છે. એવું કોઈ પણ બાળક નથી દેખાતું, બીજી શક્તિઓ ઓછી પણ હોય પરંતુ બાપ નો સ્નેહ કે નિમિત્ત બનેલાં વિશેષાત્મા નાં સ્નેહ નો અનુભવ મેજોરીટી બધાનાં દિલ માં, ચહેરા માં દેખાય છે. હમણાં તમને બધાને આજે વિશેષ અહીં સુધી કોણે પહોંચાડ્યાં? કયા વિમાન માં આવ્યાં? ટ્રેન માં આવ્યાં કે વિમાન માં આવ્યાં? બધા ની સૂરત માં સ્નેહ સમાયેલો છે તો સ્નેહ નાં પ્લેન થી પહોંચી ગયાં ને? કંઈ પણ કરવું પડે પરંતુ સ્નેહ નાં પ્લેન માં બધા પહોંચી ગયાં છો.

આજ નાં દિવસ ને સ્મૃતિ દિવસ કહેવાય છે પરંતુ સ્મૃતિ દિવસ ની સાથે-સાથે સમર્થી દિવસ પણ કહેવાય છે. આજ નાં દિવસ ને તાજપોશી નો દિવસ પણ કહેવાય છે કારણકે આજ નાં દિવસે બાપદાદાએ વિશેષ બ્રહ્મા બાપ નાં નિમિત્ત બનેલા મહાવીર બાળકો ને વિશ્વ સેવા નો તાજ પહેરાવ્યો. બ્રહ્મા બાપ સ્વયં અનનોન (ગુપ્ત) થયા અને બાળકોને વિશ્વ સેવા ની સ્મૃતિ નું તિલક આપ્યું. બાળકો ને કરનહાર બનાવ્યાં અને સ્વયં કરાવનહાર બન્યાં. પોતાનાં સમાન ફરિશ્તા રુપ નું વરદાન આપીને લાઈટ નો તાજ પહેરાવ્યો અને બાપદાદાએ જે તાજ, તિલક નું વરદાન આપ્યું, એ પ્રમાણે બાળકો નાં કર્તવ્ય જોઈ ખુશ છે. બાળકો એ સેવા નાં વરદાન કાર્ય માં લાવ્યાં, આ જોઈ બાપદાદા ખુશ છે. હમણાં સુધી જે પાર્ટ ભજવ્યો છે અને આગળ પણ ભજવવાનો છે, એની પદમગણી બ્રહ્મા બાપ વિશેષ મુબારક આપી રહ્યાં છે. વાહ બાળકો વાહ! વિદેશ માં પણ ચક્ર લગાવ્યું તો શું જોયું? દરેક બાળક સ્નેહ માં સમાયેલું છે, તો બાપ દ્વારા સમર્થીઓ મળેલી છે કારણકે આ દિવસ વિશેષ સ્નેહ થી સમર્થીઓ નો વરદાન પ્રાપ્ત કરવાનો દિવસ છે. બાપદાદાએ જોયું કોઈ-કોઈ બાળક ખુબ સારા યાદ ની લગન માં, સેવા માં લાગેલા છે. અમૃતવેલા ખૂબ સારી રીતે થી અનુભવ કરે છે. અશરીરી પણા નો પણ અનુભવ કરે છે પરંતુ જ્યારે કર્મયોગી બનવાનો સમય આવે છે તો બંને કામ યોગી નું પણ અને કર્મ નું પણ, બે કામ સાથે કરવામાં ફરક પડી જાય છે. પુરુષાર્થ કરે છે કે કર્મ અને યોગ નું બેલેન્સ હોય પરંતુ જેવી રીતે અમૃતવેલા શક્તિશાળી અવસ્થા નો અનુભવ કરો છો, તેવી રીતે કર્મ માં ફરક પડી જાય છે, મહેનત કરવી પડે છે અને બાપદાદાએ બધા બાળકોને કહી દીધું છે કે વિશ્વ નો વિનાશ અચાનક થવાનો છે, જો આખો દિવસ અટેન્શન ને બદલે, કોઈ પણ ધારણાની કમી હોવાનાં કારણે કર્મયોગી ની સ્ટેજ માં ફરક આવે છે. તો વિશ્વ નાં વિનાશ ની ડેટ તો બાપદાદા એનાઉન્સ નહીં કરશે પરંતુ પોતાનું જીવન કાળ સમાપ્ત ક્યારે થવાનો છે, આ ખબર છે? કોઈને ખબર છે કે મારું મૃત્યુ ફલાણી તારીખ પર થવાનું છે, છે ખબર? તે હાથ ઉઠાવો. અચાનક કંઈ પણ થઈ શકે છે, કોઈ પ્રકૃતિ કારણ બને છે તો કેટલાનું મૃત્યુ સાથે થઈ જાય છે. તો વિશ્વ ની તારીખ નાં સંકલ્પ થી અલબેલા નહીં બનતાં. તમારી જગત અંબા નું સ્લોગન હતું - તો ક્યારેય પણ ક્યારેય નહીં કહો, હમણાં. કાલે કંઈ પણ થઈ જાય પરંતુ મારે એવરરેડી રહેવાનું જ છે. તો આટલી તૈયારી બધાનાં અટેન્શન માં છે. પોતાનાં કર્મો નો હિસાબ ચુક્તું કર્યો છે? ચારેય સબ્જેક્ટ જ્ઞાન, યોગ, સેવા અને ધારણા, ચારેય તરફ, ચારેય માં એવી તૈયારી છે? પૂરો બેહદ નો વૈરાગ્ય નો અનુભવ ચેક કર્યો છે? તમારા દિલ માં આ ચેક કર્યું છે કે એવરરેડી છો? નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ કારણકે બ્રહ્મા બાપે પણ સ્વયં ને પુરુષાર્થ કરીને એવાં બનાવ્યાં જે અનુભવી બાળકોએ જોયું, કોઈ પણ તરફ આ વાતાવરણ નહોતું, કોઈ હિસાબ-કિતાબ નું, અચાનક અશરીરી બનવાનો અભ્યાસ અશરીરી બનાવીને ઉડી ગયાં. કોઈએ સમજ્યું કે બ્રહ્મા બાપ જવાનાં છે? પરંતુ નષ્ટોમોહા, બાળકો નાં હાથ માં હાથ હોવા છતાં ક્યાં આકર્ષણ રહ્યું? ફરિશ્તા બની ગયાં. બાળકોને ફરિશ્તા બનવાનું તિલક આપી ગયાં. આનું કારણ ઘણા સમય અશરીરી પણાનો અભ્યાસ રહ્યો. ઘણાં અનુભવી બાળકો જે સાથે રહ્યાં છે એમણે અનુભવ કર્યો, કર્મ કરતા-કરતા એવાં અશરીરી બની જતાં. તો આજે કર્મયોગ માં અંતર પડી જાય છે આનું કારણ કર્મ કરતા સ્મૃતિ માં ઈમર્જ નથી હોતું, હું આત્મા છું, આ તો બધા જાણો જ છો પરંતુ હું આત્મા, કયો આત્મા છું? હું કરાવનહાર આત્મા છું અને આ કર્મેન્દ્રિયો કરનહાર છે, આ કરાવનહાર નું સ્વમાન કર્મ કરતા સ્મૃતિ સ્વરુપ માં રહે, ભલે કર્મેન્દ્રિયો થી કર્મ કરાવવાનું છે પરંતુ હું કરાવનહાર છું, માલિક છું, આ સીટ પર જો સેટ છો તો કોઈ પણ કર્મેન્દ્રિયો ઓર્ડર માં રહેશે. સીટ પર સેટ થયાં વગર કોઈ કોઈનું નથી માનતું. તો કરાવનહાર આત્મા છું, આ કર્મેન્દ્રિયો કરનહાર છે, કરાવનહાર નથી.

જેવી રીતે બ્રહ્મા બાપ નો અનુભવ સાંભળ્યો કે બ્રહ્મા બાપે શરુ માં આ અભ્યાસ કર્યો જે રોજ દિવસ ની સમાપ્તિ નાં સમયે (રાત્રે) આ કર્મેન્દ્રિયો ની રાજ દરબાર લગાવતા હતાં. પહેલાં નાં બાળકોએ તે ડાયરી જોઈ હશે તો રોજ દરબાર લગાવતા હતાં અને કરાવનહાર માલિક બની દરેક કર્મેન્દ્રિયો નાં સમાચાર લેતા હતાં, આપતા હતાં. આટલું અટેન્શન શરુ માં જ બ્રહ્મા બાપે પણ આપ્યું તો તમારે પણ કરાવનહાર માલિક સમજી કર્મેન્દ્રિયો થી કર્મ કરવાના છે કારણકે આત્મા રાજા છે આ કર્મેન્દ્રિયો સાથી છે. તો આ ચેક કરવું જોઈએ કે આજ નાં દિવસે વિશેષ મન-બુદ્ધિ-સંસ્કાર, સ્વભાવ કહો સંસ્કાર કહો એની શું હાલત રહી? અને તરત ચેક કરવાથી કર્મેન્દ્રિયો નું અટેન્શન રહે છે કે અમારા રાજા અમારી હાલચાલ લેશે, તો આત્મા રાજા કરનહાર કર્મેન્દ્રિયો થી કરાવનહાર બની ચેક કરો. નહીં તો જોવાયું છે ઘણા બાળકો કહે છે કે અમે કર્મેન્દ્રિયો ને ઓર્ડર કરીએ છીએ પરંતુ ફરી થઈ જાય છે. પુરુષાર્થ કરીએ છીએ પરંતુ કોઈ-કોઈ સંસ્કાર કે સ્વભાવ ઓર્ડર માં નથી રહેતાં. એનું કારણ આ પોતાનાં સ્વમાન ની સીટ પર સેટ નથી રહેતાં. વગર સીટ પર બેઠાં ઓર્ડર કેટલો પણ કરો તો ઓર્ડર માનવા વાળા માનતા નથી. તો કર્મ કરતા પોતાનાં કરાવનહાર માલિકપણા ની સીટ પર સેટ રહો. ઘણા બાળકો આ પણ બાપદાદા થી રુહરિહાન કરે છે કે બાબા તમે અમને સર્વશક્તિવાન બનાવ્યાં, શક્તિવાન પણ નહીં સર્વશક્તિવાન નું વરદાન દરેક બાળક ને બ્રાહ્મણ જન્મ લેતા આપ્યું છે, યાદ છે પોતાનાં જન્મ નું વરદાન! દરેક બાળકો ને બાપે માસ્ટર સર્વશક્તિવાન ભવ નું વરદાન આપ્યું છે. કોણે વરદાન આપ્યું? ઓલમાઈટી ઓથોરિટીએ. પરંતુ કમ્પલેન કરો છો કે જે સમયે જે શક્તિ જોઈએ તે આવતી નથી. ઓર્ડર નથી માનતી. તે કેમ? જ્યારે ઓલમાઈટી ઓથોરિટી નું વરદાન છે, એનાથી મોટું કોઈ નથી. તો વરદાન ની સ્થિતિમાં સ્થિત રહીને જો ઓર્ડર કરો તો બની ન શકે કે તમે ઓર્ડર કરો અને શક્તિ ન માને. એક તો આત્મા માલિક છે, સર્વશક્તિમાન નું વરદાન મળેલું છે, એ સ્વરુપ માં સ્થિત થઈને માલિક છું, વરદાન છે, બંને સ્વરુપ ની સ્મૃતિ ની સ્થિતિ માં રહીને ઓર્ડર કરો. શક્તિ તમારું ન માને અસંભવ કારણકે વરદાન અને બાપ ની પ્રોપર્ટી નો અધિકાર છે. સંગમ પર તમને બધાને સર્વશક્તિવાન નું ટાઈટલ મળેલું છે ફક્ત એ સ્થિતિ માં સ્થિત નથી રહેતાં, સદા નથી રહેતાં. ક્યારેક-ક્યારેક આવી જાય છે. આ ક્યારેક શબ્દ પોતાની બ્રાહ્મણ ડિક્શનરી થી કાઢી નાખો. હમણાં-હમણાં હાજર. તમે કહો છો ને કે બાબા તમને અમે યાદ કરીએ છીએ તો તમે હાજર થઈ જાઓ છો. છે અનુભવ? હાથ ઉઠાવો. અનુભવ છે? હવે જુઓ, હાથ તો ઉઠાવી રહ્યાં છો. બાપ હાજર થઈ જાય છે, હજૂર હાજર થઈ જાય છે, તો આ શક્તિ શું છે? આ શક્તિઓ પણ તમને બાપ ની પ્રોપર્ટી માં મળેલી છે. તો માલિક બનીને ઓર્ડર કરો. માલિક બનીને ઓર્ડર નથી કરતા, શક્તિ ખોવાઈ જાય છે ને તો એ જ સ્થિતિ માં રહેતા ઓર્ડર કરો છો, તો માલિક જ નથી તો ઓર્ડર કેમ માને!

બાપદાદા હવે શું ઈચ્છે છે? ખબર છે ને? બાપ હવે આ જ ઈચ્છે છે કે મારું એક-એક બાળક કર્મ કરતા પણ રાજા બાળક બની, સ્વરાજ્ય અધિકારી બની સ્વરાજ્ય ની સીટ ને ન છોડે. તો રાજા આખો દિવસ રાજા જ હોય છે ને! કે ક્યારેક રાજા હોય છે, ક્યારેક નહીં. તખ્ત પર બેસવાનું કે નથી બેસવાનું તે અલગ વાત છે પરંતુ ઘર માં પણ રહેતા હું રાજા છું, આ તો નથી ભૂલતું. તો કર્મયોગી અને અમૃતવેલા નો યથાર્થ યોગ શક્તિશાળી સ્થિતિ માં એમાં ફરક ન પડવો જોઈએ. ડબલ કામ છે પરંતુ તમે કોણ છો? તમે તો વિશ્વ નાં પરિવર્તક છો, વિશ્વ-કલ્યાણકારી છો એટલે બાપ આ જ ઈચ્છે છે કે ચાલતાં-ફરતાં રાજાપણું નહીં ભૂલો, સીટ ને નહીં છોડો. વગર સીટ નાં કોઈ ઓર્ડર નથી માનતું. આજકાલ જુઓ સીટ ની પાછળ કેટલું કંઈક કરે છે? પોતાનો હક લેવા માટે કેટલો પ્રયત્ન કરે. પોતાનો હક કોઈ છોડવા નથી ઈચ્છતાં. તો તમે પોતાનો પરમાત્મ-હક હું કોણ! દરેક સમયે જે કામ કરો છો તો કામ કરતા પણ પોતાનાં મન નું ટાઈમ-ટેબલ બનાવી ને રાખો. આ કામ કરતા મન નું સ્વમાન શું રહેશે? આજ નાં દિવસે કયું લક્ષ રાખીશું? દરેક કામ નાં સમયે જે પણ પોતાનાં સ્વમાન ની લિસ્ટ છે, ભલે ભિન્ન-ભિન્ન ટાઈમ-ટેબલ બનાવો જેવી રીતે સ્થૂળ કર્મ માં ટાઈમ-ટેબલ ફિક્સ કરો છો તેવી રીતે મન નું ટાઈમ-ટેબલ ફિક્સ કરો. ખબર તો છે આ સમયે આ કામ કરવાનું છે, એની સાથે સ્વમાન કયું રાખવાનું છે? માલિકપણા નો અધિકાર કયા સ્વમાન નાં રુપ માં રાખવાનો છે, આ મન નું ટાઈમ-ટેબલ બનાવો. ટાઇમ-ટેબલ બનાવતા આવડે છે ને! માતાઓને આવડે છે? માતાઓ પોતાનો જાતે જ પ્રોગ્રામ બનાવો. સારું, જમવાનું બનાવવાનું છે એ સમય કયું સ્વમાન પોતાની બુદ્ધિ માં ઈમર્જ રાખવાનું છે. ઘણી માળા સ્વમાન ની છે. એટલી મોટી માળા છે જે સ્વમાન ગણતરી કરતા જાઓ અને માળા માં સમાવતા જાઓ. તો હવે બહુજકાળ નો અભ્યાસ જોઈએ. કોઈ-કોઈ બાળકો કહે છે, હમણાં સુધી તો વિનાશ નું કંઈ દેખાતું નથી. હજી તો ડેટ ફિક્સ નથી, કરી લઈશું, થઈ જશે, અલબેલાપણું છે. સંદેશ આપવામાં પણ વિશ્વ-કલ્યાણકારી છો, તો ઘણાં બાળકો સમજે છે હમણાં સમય બાકી છે, આગળ ચાલીને સંદેશ આપી દઈશું, પરંતુ નહીં. જેમને પાછળ સંદેશ આપશો તે પણ તમને ઉલ્હના (ઠપકો) આપશે, શું ઉલ્હના આપશે? તમે પહેલાં કેમ ન કહ્યું તો અમે પણ કંઈક કરી લેત, હવે તમે લાસ્ટ માં કહ્યું તો અમે તો ફક્ત ઓળખી અહો પ્રભુ તારી લીલા અપાર છે, આ જ કહી શકીશું. પદ તો મેળવી નહીં શકશું. કેમ? બહુજ સમય નો પણ સહયોગ જોઈએ. તમે બધા વારિસ બેઠા છો ને! જે પોતાને સમજે છે અમે વારિસ છીએ, તે હાથ ઉઠાવો, વારિસ છો? સારું, વારિસ છો તો તમારે ફુલ વારસો મેળવવાના છે કે થોડો? બધા કહેશે ફુલ વારસો મેળવવાનો છે. તો ફુલ વારસો છે ૨૧ જન્મ પૂરા, આદિ થી અંત સુધી રોયલ પ્રજા નહીં, રોયલ ફેમિલી માં આવવાનું છે. રાજ્ય ફેમિલી માં આવવાનું છે. તખ્ત પર તો એક જ બેસશે ને, યુગલ બેસશે. પરંતુ ત્યાં ની સભા જ્યારે પણ લાગે છે તો રોયલ ફેમિલી નાં વિશેષ નિમિત્ત આત્માઓ તે તાજધારી બનીને બેસે છે. તાજ વગર નથી બેસતાં. અને દરેક કાર્ય માં સલાહ, રાય આપવા વાળા, એવું નહીં કે ફક્ત તે રાજ્ય કરશે, સાથે સલાહ થી જ કરે છે એટલે જો સંપૂર્ણ વારસો લેવાનો છે તો પહેલાં જન્મ થી લઈને અંત સુધી ૨૧ જન્મ પૂરાં, અડધા પણ નહીં, વચ્ચે તો જવાનું નથી, અકાળે મૃત્યુ તો થવાનું નથી. તો પૂરો વારસો લેવાનો છે કે થોડા માં ખુશ થવાનું છે? તમારી જગત અંબા આ સદા લક્ષ રાખતી હતી બાપદાદાએ જે શ્રીમત આપી ભલે મન્સા, ભલે વાચા, ભલે કર્મણા, જે પણ શ્રીમત આપી તે અમારે કરવાની જ છે. એવો પૂરો વારસો લેવાવાળા આ જ લક્ષ બુદ્ધિ માં રાખો કે અચાનક, એવરરેડી અને બહુજ સમય, ત્રણેય શબ્દ સાથે યાદ રાખો એટલે બાપદાદા નાં બધા આશાઓનાં દીપક બાળકો પ્રત્યે આ જ વરદાન છે કે સદા આ ત્રણેય શબ્દ યાદ રાખીને બધા આશાઓનાં દીપક બનવાનું પ્રત્યક્ષ સબૂત દેખાડો. સારું.

વિદેશ વાળા પણ મન્સા સેવા થી સહયોગી છો ને! બાપદાદાએ જોયું કે વૃદ્ધિ બધા ધર્મો માં થઈ રહી છે, એક ધર્મ નથી, ફક્ત હિન્દુ નથી પરંતુ મુસ્લિમ, બુદ્ધિષ્ઠ, ક્રિશ્ચિન બધા ધર્મ ધીરે-ધીરે આધ્યાત્મિકતા માં રુચિ લઈ રહ્યાં છે. પહેલાં જુઓ બ્રહ્માકુમારીઓનું નામ સાંભળતા ડરતા હતાં, વિનાશ-વિનાશ શું કહે છે. અને હવે શું કહે છે? હવે કહે છે બતાવો વિનાશ ક્યારે થશે? કેવી રીતે થશે અને શું કરીએ? એટલે થવાનું તો છે જ, આ તો ગેરેન્ટી છે. તમને બધાને ગેરંટી છે ને ભલે વિદેશ વાળા, ભલે ભારત વાળા ગેરંટી છે ને! બાપદાદાએ ફક્ત જે ઈશારો આપ્યો છે કે પુરુષાર્થ ને તીવ્ર કરો. પુરુષાર્થ નહીં, પુરુષાર્થ નો સમય ગયો, હવે તીવ્ર પુરુષાર્થ નો સમય છે. અને ક્યારેક-ક્યારેક પર નહીં થોભો, હમણાં. હમણાં કરવાનું છે, હમણાં બનવાનું છે. તો થવાનું જ છે. અચ્છા.

ચારેય તરફ નાં તીવ્ર પુરુષાર્થી સદા ઉમંગ-ઉત્સાહ થી કદમ આગળ વધારવા વાળા બાળકો ને બાપદાદા સ્મૃતિ દિવસ નાં યાદ-પ્યાર આપી રહ્યાં છે. બાપદાદા નાં દિલ માં દરેક બાળક સમાયેલા છે અને દરેક બાળક નાં દિલ માં બાપ સમાયેલા છે, બાપ નાં દિલ માં બાળક સમાયેલા છે, તો મુબારક છે, મુબારક છે અને મુબારક ની સાથે નમસ્તે પણ.

વરદાન :-
પાવરફુલ સ્થિતિ દ્વારા રચના નાં સર્વ આકર્ષણો થી દૂર રહેવા વાળા માસ્ટર રચયિતા ભવ

જ્યારે માસ્ટર રચયિતા, માસ્ટર નોલેજફુલ ની પાવરફુલ સ્થિતિ કે નશા માં સ્થિત રહેશે ત્યારે રચના નાં સર્વ આકર્ષણો થી પરે રહી શકશે કારણકે હવે રચના હજી પણ ભિન્ન-ભિન્ન રંગ-ઢંગ, રુપ રચશે એટલે હવે બાળપણ ની ભૂલો, અલબેલાપણા ની ભૂલો, આળસ્ય ની ભૂલો, બેપરવાહી ની ભૂલો જે રહેલી છે - એને ભૂલીને પોતાનાં પાવરફુલ, શક્તિ-સ્વરુપ, શસ્ત્રધારી સ્વરુપ, સદા જાગતી જ્યોત સ્વરુપ ને પ્રત્યક્ષ કરો ત્યારે કહેવાશે માસ્ટર રચયિતા.

સ્લોગન :-
મન ની સ્થિતિ માં એવાં હાર્ડ બનો જે કોઈ પણ પરિસ્થિતિ એને પીગાળી ન શકે.

આ અવ્યક્ત ઈશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

કોઈ પણ વાતાવરણ માં, વાયુમંડળ માં રહો પરંતુ સ્થિતિ સદા અચળ, અડોલ, એકરસ હોય. ક્યારેક નિમિત્ત બનેલા કોઈ સલાહ આપે છે, એમાં કન્ફ્યુઝ નહીં થતાં, કારણકે જે નિમિત્ત બનેલા છે તે અનુભવી થઈ ચૂક્યા છે. જો એમનું કોઈ ડાયરેક્શન સ્પષ્ટ નથી પણ તો પણ હલચલ માં નહીં આવતાં. ધૈર્ય થી કહો આને સમજવાની કોશિશ કરીશું ત્યારે સ્થિતિ એકરસ, અચળ, અડોલ રહેશે.