03-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
બેહદ નાટક માં તમે વન્ડરફુલ એક્ટર છો , આ અનાદિ નાટક છે , આમાં કાંઈ પણ બદલી નથી થઈ
શકતું”
પ્રશ્ન :-
બુદ્ધિવાન, દુરાંદેશી બાળકો જ કયા ગુહ્ય રહસ્ય ને સમજી શકે છે?
ઉત્તર :-
મૂળવતન થી લઈને આખા ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નું જે ગુહ્ય રહસ્ય છે, તે દુરાંદેશી
બાળકો જ સમજી શકે છે, બીજ અને ઝાડ નું બધું જ્ઞાન તેમની બુદ્ધિ માં રહે છે. તે જાણે
છે - આ બેહદ નાં નાટક માં આત્મા રુપી એક્ટર જે આ વસ્ત્ર પહેરીને પાર્ટ ભજવી રહ્યો
છે, એને સતયુગ થી લઈને કળિયુગ સુધી પાર્ટ ભજવવાનો છે. કોઈ પણ એક્ટર વચ્ચે થી પાછાં
જઈ નથી શકતાં.
ગીત :-
તુને રાત ગવાઈ…
ઓમ શાંતિ!
આ ગીત બાળકોએ
સાંભળ્યું. હવે આમાં કોઈ શબ્દ રાઈટ (સાચાં) પણ છે, તો રોંગ (ખોટા) પણ છે. સુખ માં
તો સિમરણ કરાતું નથી. દુઃખ પણ આવવાનું છે જરુર. દુઃખ હોય ત્યારે તો સુખ આપવા માટે
બાપ ને આવવું પડે. મીઠાં-મીઠાં બાળકોને ખબર છે, હમણાં આપણે સુખધામ નાં માટે ભણી
રહ્યાં છીએ. શાંતિધામ અને સુખધામ. પહેલાં મુક્તિ પછી હોય છે જીવનમુક્તિ. શાંતિધામ
ઘર છે, ત્યાં કોઈ પાર્ટ નથી ભજવાતો. એક્ટર્સ ઘર માં ચાલ્યા જાય છે, ત્યારે કોઈ
પાર્ટ નથી ભજવતાં. પાર્ટ સ્ટેજ પર ભજવાય છે. આ પણ સ્ટેજ છે. જેમ હદ નું નાટક હોય છે
તેમ આ બેહદ નું નાટક છે. આનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સિવાય બાપ નાં કોઈ બીજું
સમજાવી ન શકે. હકીકત માં આ યાત્રા અથવા યુદ્ધ શબ્દ ફક્ત સમજાવવાનાં કામ માં આવે છે.
બાકી આમાં યુદ્ધ વગેરે કંઈ છે નહીં. યાત્રા પણ શબ્દ છે. બાકી છે તો યાદ. યાદ
કરતાં-કરતાં પાવન બની જશો. આ યાત્રા પૂરી પણ અહીં જ થશે. ક્યાંય જવાનું નથી. બાળકોને
સમજાવાય છે પાવન બનીને પોતાનાં ઘરે જવાનું છે. અપવિત્ર તો જઈ ન શકે. સ્વયં ને આત્મા
સમજવાનો છે. મુજ આત્મા માં આખા ચક્ર નો પાર્ટ છે. હવે તે પાર્ટ પૂરો થયો છે. બાપ
સલાહ આપે છે ખુબ સહજ, મને યાદ કરો. બાકી બેઠાં તો અહીં જ છો. ક્યાંય જતાં નથી. બાપ
આવીને કહે છે મને યાદ કરો તો તમે પાવન બની જશો. યુદ્ધ કોઈ નથી. સ્વયં ને તમોપ્રધાન
થી સતોપ્રધાન બનાવવાનાં છે. માયા પર જીત મેળવવાની છે. બાળકો જાણે છે ૮૪ નું ચક્ર
પૂરું થવાનું છે, ભારત સતોપ્રધાન હતું. એમાં જરુર મનુષ્ય જ હશે. જમીન થોડી બદલાશે?
હમણાં તમે જાણો છો આપણે સતોપ્રધાન હતાં પછી તમોપ્રધાન બન્યાં હવે પાછાં સતોપ્રધાન
બનવાનું છે. મનુષ્ય પોકારે પણ છે કે આવીને અમને પતિત થી પાવન બનાવો. પરંતુ એ કોણ
છે? કેવી રીતે આવે છે? કાંઈ નથી જાણતાં. હમણાં બાબાએ તમને સમજદાર બનાવ્યાં છે. કેટલુ
ઊંચું પદ તમે મેળવો છો. ત્યાંના ગરીબ પણ ખુબ ઉંચા છે, અહીં નાં સાહૂકારો થી. ભલે
કેટલાં પણ મોટા-મોટા રાજાઓ હતાં, ધન ખુબ હતું પરંતુ છે તો વિકારી ને. એમનાથી ત્યાંની
સાધારણ પ્રજા પણ ખુબ ઊંચી બને છે. બાબા ફરક બતાવે છે. રાવણ નો પડછાયો પડવાથી પતિત
બની જાય છે. નિર્વિકારી દેવતાઓ ની આગળ પોતાને પતિત કહી માથું જઈને ટેકવે છે. બાપ અહીં
આવે છે તો ફટ થી ઉંચા ચઢાવી દે છે. સેકન્ડ ની વાત છે. હમણાં બાપે ત્રીજું નેત્ર
આપ્યું છે જ્ઞાન નું. આપ બાળકો દુરાંદેશી બની જાઓ છો. ઉપર મૂળવતન થી લઈને આખા ડ્રામા
નું ચક્ર તમારી બુદ્ધિ માં યાદ છે. જેમ હદ નો ડ્રામા જોઈને પછી આવીને સંભળાવે છે ને
- શું-શું જોયું. બુદ્ધિ માં ભરેલું છે, જે વર્ણન કરે છે. આત્મા માં ભરીને આવે છે
પછી આવીને ડિલેવરી (ભજવે) કરે છે. આ પછી છે બેહદની વાતો. આપ બાળકોની બુદ્ધિમાં આ
બેહદ ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય રહેવાં જોઈએ. જે રીપીટ (પુનરાવર્તન) થતાં
રહે છે. તે હદ નાં નાટક માં તો એક્ટર નીકળી જાય છે તો પછી બદલી માં બીજો આવી શકે
છે. કોઈ બીમાર થયું તો તેની બદલે પછી બીજો એડ કરી દેશે (અદલી-બદલી). આ તો ચૈતન્ય
ડ્રામા છે, આમાં જરા પણ અદલી-બદલી નથી થઈ શકતી. આપ બાળકો જાણો છો આપણે આત્મા છીએ. આ
શરીરરુપી વસ્ત્ર છે, જે પહેરીને આપણે બહુરુપી પાર્ટ ભજવીએ છીએ. નામ, રુપ, દેશ,
ફિચર્સ બદલાતાં જાય છે. એક્ટર્સ ને પોતાની એક્ટ ની તો ખબર હોય છે ને? બાપ બાળકો ને
આ ચક્રનું રહસ્ય તો સમજાવતા રહે છે. સતયુગ થી લઈને કળિયુગ સુધી આવે છે પછી જાય છે
ફરી નવેસર આવીને પાર્ટ ભજવે છે. એની ડિટેલ (વિસ્તાર) સમજાવામાં સમય લાગે છે. બીજ
માં ભલે નોલેજ છે તો પણ સમજાવામાં સમય તો લાગે છે ને? તમારી બુદ્ધિ માં આખા બીજ અને
ઝાડ નાં રહસ્ય છે, તે પણ જે સારા બુદ્ધિવાન છે, એ જ સમજે છે કે આનું બીજ ઉપર માં
છે. આની ઉત્પત્તિ, પાલના અને સંહાર કેવી રીતે થાય છે, એટલે ત્રિમૂર્તિ પણ દેખાડ્યા
છે. આ સમજણ જે બાપ આપે છે, બીજા કોઈ પણ મનુષ્ય આપી ન શકે. જ્યારે અહીં આવે ત્યારે
ખબર પડે એટલે તમે બધાને કહો છો અહીં આવીને સમજો. કોઈ-કોઈ બહુજ કટ્ટર હોય છે તો કહે
છે અમારે કાંઈ સાંભળવું નથી. કોઈ પછી સાંભળે પણ છે, કોઈ લિટરેચર (સાહિત્ય) લે છે,
કોઈ નથી લેતાં. તમારી બુદ્ધિ હમણાં કેટલી વિશાળ, દુરાંદેશી થઈ ગઈ છે. ત્રણેય લોકો
ને તમે જાણો છો, મૂળવતન જેને નિરાકારી દુનિયા કહેવાય છે. બાકી સૂક્ષ્મ વતન નું કાંઈ
પણ નથી. કનેક્શન બધું છે મૂળવતન અને સ્થૂળવતન થી. બાકી સૂક્ષ્મ વતન થોડા સમય માટે
છે. બાકી આત્માઓ બધા ઉપર થી અહીં આવે છે પાર્ટ ભજવવાં. આ ઝાડ બધા ધર્મો નું નંબરવાર
છે. આ છે મનુષ્યો નું ઝાડ અને બિલકુલ એક્યુરેટ છે. કાંઈ પણ આગળ-પાછળ થઈ ન શકે. ન
આત્માઓ બીજી કોઈ જગ્યાએ બેસી શકે છે. આત્માઓ બ્રહ્મ મહતત્વ માં ઉભાં હોય છે, જેમ
સ્ટાર્સ (તારાઓ) આકાશ માં ઉભાં છે. આ સ્ટાર્સ તો દૂર થી નાનાં-નાનાં જોવામાં આવે
છે. છે તો મોટાં. પરંતુ આત્મા તો ન નાનો-મોટો થાય છે, ન વિનાશ થાય છે. તમે ગોલ્ડન
એજ (સ્વર્ણિમ યુગ) માં આવો છો પછી આયરન એજ (કળયુગ) માં આવો છો. બાળકો જાણે છે આપણે
ગોલ્ડન એજ માં હતાં, હવે આયરન એજ માં આવી ગયા છીએ. કોઈ વેલ્યુ (કિંમત) નથી રહી. ભલે
માયા ની ચમક કેટલી પણ છે પરંતુ આ છે રાવણ નું ગોલ્ડન એજ, તે છે ઇશ્વરીય ગોલ્ડન એજ.
મનુષ્ય કહેતા રહે છે
- ૬-૭ વર્ષો માં એટલું અનાજ થશે, જે વાત નહીં પૂછો. જુઓ, તેમનો પ્લાન શું છે અને આપ
બાળકો નો પ્લાન શું છે? બાપ કહે છે મારો પ્લાન છે જૂનાં ને નવું બનાવવું. તમારો એક
જ પ્લાન છે. જાણો છો બાપ ની શ્રીમત થી આપણે પોતાનો વારસો લઇ રહ્યા છીએ. બાબા રસ્તો
બતાવે છે, શ્રીમત આપે છે, યાદ માં રહેવાની મત આપે છે. મત શબ્દ તો છે ને! સંસ્કૃત
શબ્દ તો બાપ નથી બોલતાં. બાપ તો હિન્દી માં જ સમજાવતાં રહે છે. ભાષા ઓ તો અનેક છે
ને? ઈન્ટરપ્રેટર (ભાષાંતરકાર) પણ હોય છે, જે સાંભળી ને પછી સંભળાવે છે. હિન્દી અને
ઇંગ્લિશ તો ઘણાં જ જાણે છે. ભણે છે. બાકી માતાઓ ઘર માં રહેવાવાળી એટલું નથી ભણતી.
આજકાલ વિલાયત માં અંગ્રેજી શીખે છે તો પછી અહીં આવવાથી પણ ઇંગ્લિશ બોલતા રહે છે.
હિન્દી બોલી જ નથી શકતાં. ઘર માં આવે છે તો માં થી ઇંગ્લિશ માં વાત કરવા લાગી જાય
છે. તે બિચારી મુંઝાય પડે છે અમે શું જાણીએ ઇંગ્લિશ નું. પછી તેમને ટુટી-ફુટી હિન્દી
શીખવી પડે. સતયુગ માં તો એક રાજ્ય એક ભાષા હતી, જે હવે ફરીથી સ્થાપન કરી રહ્યાં છે.
દર ૫ હજાર વર્ષ પછી આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે તે બુદ્ધિ માં રહેવું જોઈએ.
હવે એક બાપ ની જ યાદ માં રહેવાનું છે. અહીંયા તમને ફુરસદ સારી રહે છે. સવારે સ્નાન
વગેરે કરી બહાર હરવા-ફરવામાં ખુબ મજા આવે છે, અંદર માં આ જ યાદ રહે અમે બધા એક્ટર્સ
છીએ. આ પણ હવે સ્મૃતિ આવી છે. બાબાએ આપણને ૮૪ નાં ચક્ર નું રહસ્ય બતાવ્યું છે. આપણે
સતોપ્રધાન હતાં, આ ખુબ ખુશી ની વાત છે. મનુષ્ય હરે-ફરે છે, તેમની કાંઈ પણ કમાણી નથી.
તમે તો ખુબ કમાણી કરો છો. બુદ્ધિ માં ચક્ર પણ યાદ રહે પછી બાપ ને પણ યાદ કરતા રહો.
કમાણી કરવાની યુક્તિઓ બાબા ખુબ સારી-સારી બતાવે છે. જે બાળકો જ્ઞાન નો વિચાર સાગર
મંથન નથી કરતાં તેમની બુદ્ધિ માં માયા ખીટ-ખીટ કરે છે. તેમને જ માયા હેરાન કરે છે.
અંદર માં આ વિચાર કરો અમે આ ચક્ર કેવી રીતે લગાવ્યું છે. સતયુગ માં આટલાં જન્મ લીધાં
પછી નીચે ઉતરતા આવ્યાં. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. બાબાએ કહ્યું છે - મને યાદ
કરો તો સતોપ્રધાન બની જશો. હરતાં-ફરતાં બુદ્ધિ માં યાદ રહે તો માયા ની ખીટ-ખીટ
સમાપ્ત થઈ જશે. તમારો ખુબ-ખુબ ફાયદો થશે. ભલે સ્ત્રી-પુરુષ સાથે જાઓ છો. દરેકે
પોતાના માટે મહેનત કરવાની છે, પોતાનું ઉચ્ચ પદ મેળવવાં. એકલા જવાથી તો ખુબ જ મજા
છે. પોતાની જ ધૂન માં રહેશો. બીજા સાથે હશે તો પણ બુદ્ધિ અહીં-ત્યાં જશે. છે ખુબ
સહજ, બગીચા વગેરે તો બધી જગ્યાએ છે, એન્જિનિયર હશે તો તેમનું આ જ ચિંતન ચાલતું રહેશે
કે અહીં પુલ બનાવવાનો છે, આ કરવાનું છે. બુદ્ધિ માં પ્લાન આવી જાય છે. તમે પણ ઘર
માં બેસો છતાં પણ બુદ્ધિ એ તરફ લાગી રહે. આ આદત રાખો તો તમારા અંદર આ જ ચિંતન ચાલતું
રહે. ભણવાનું પણ છે, ધંધો વગેરે પણ કરવાનો છે. વૃદ્ધ, જવાન, બાળકો વગેરે બધાને પાવન
બનવાનું છે. આત્મા નો હક છે, બાપ થી વારસો લેવાનો. બાળકો ને પણ નાનપણ માં જ આ બીજ
પડી જાય તો ખુબ સારું. આધ્યાત્મિક વિદ્યા બીજું કોઈ શીખવાડી ન શકે.
તમારી આ જે
આધ્યાત્મિક વિદ્યા છે, આ તમને બાપ જ આવીને ભણાવે છે. તે સ્કૂલો માં મળે છે શારીરિક
વિદ્યા. અને તે છે શાસ્ત્રો ની વિદ્યા. આ પછી છે રુહાની વિદ્યા, જે તમને ભગવાન
શીખવાડે છે. આની કોઈને પણ ખબર નથી. એને કહેવાય જ છે સ્પિરિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક
જ્ઞાન). જે રુહ આવી ને ભણાવે છે, એમનું બીજું કોઈ નામ નથી રાખી શકાતું. આ તો સ્વયં
બાપ આવીને ભણાવે છે. ભગવાનુવાચ છે ને? ભગવાન એક જ વખત આ સમયે આવી ને સમજાવે છે, આને
રુહાની નોલેજ કહેવાય છે. તે શાસ્ત્રોની વિદ્યા અલગ છે. તમને ખબર છે કે નોલેજ એક છે
શરીરધારી કોલેજ વગેરે નું, બીજી છે આધ્યાત્મિક શાસ્ત્રો ની વિદ્યા, ત્રીજું છે આ
રુહાની નોલેજ. તે ભલે કેટલાં પણ મોટા-મોટા ડોક્ટર ઓફ ફિલોસોફી (તત્વજ્ઞાની) છે,
પરંતુ તેમની પાસે પણ શાસ્ત્રો ની વાતો છે. તમારું આ નોલેજ બિલકુલ અલગ છે. આ
સ્પિરિચ્યુઅલ નોલેજ જે સ્પિરિચ્યુઅલ ફાધર સર્વ આત્માઓનાં બાપ છે, એ જ ભણાવે છે. એમની
મહિમા છે શાંતિ, સુખ નાં સાગર… કૃષ્ણ ની મહિમા બિલકુલ અલગ છે, ગુણ-અવગુણ મનુષ્ય માં
હોય છે, જે બોલતાં રહે છે. બાપ ની મહિમા ને પણ યથાર્થ રીતે તમે જાણો છો. તેઓ તો
ફક્ત પોપટ ની જેમ ગાય છે, અર્થ કાંઈ નથી જાણતાં. તો બાળકોને બાબા સલાહ આપે છે પોતાની
ઉન્નતિ કેવી રીતે કરો. પુરુષાર્થ કરતા રહેશો તો પછી પાક્કું થતું જશે પછી ઓફિસમાં
કામ કરતી વખતે પણ આ સ્મૃતિ આવશે, ઈશ્વર ની સ્મૃતિ રહેશે. માયા ની સ્મૃતિ તો
અડધોકલ્પ ચાલી છે, હવે બાપ યથાર્થ રીતે બેસી સમજાવે છે. સ્વયં ને જુઓ - અમે શું હતાં,
હવે શું બની ગયા છીએ! પછી અમને બાબા આવાં દેવતા બનાવે છે. આ પણ આપ બાળકો જ નંબરવાર
પુરુષાર્થ અનુસાર જાણો છો. પહેલાં-પહેલાં ભારત જ હતું. ભારતમાં જ બાપ પણ આવે છે
પાર્ટ ભજવવાં. તમે પણ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છો ને? તમારે પવિત્ર બનવાનું
છે, નહીં તો પાછળ થી આવશો, પછી શું સુખ મેળવશો. ભક્તિ વધારે નહીં કરી હશે તો આવશે
નહીં. સમજી જશે આ આટલું ઉઠાવવા વાળા નથી. સમજી તો શકે છે ને? ખુબ મહેનત કરે છે તો
પણ કોઈ વિરલા નીકળે છે પરંતુ થાકવાનું નથી. મહેનત તો કરવાની છે. મહેનત વગર કાંઈ મળે
થોડી છે? પ્રજા તો બનતી રહે છે.
બાબા બાળકો ને ઉન્નતિ
માટે યુક્તિ બતાવે છે - બાળકો, પોતાની ઉન્નતિ કરવી છે તો સવારે-સવારે સ્નાન વગેરે
કરી એકાંત માં જઇને ચક્ર લગાવો કે બેસી જાઓ. તંદુરસ્તી માટે પગપાળા કરવું પણ સારું
છે. બાબા પણ યાદ આવશે અને ડ્રામા નું રહસ્ય પણ બુદ્ધિ માં રહેશે, કેટલી કમાણી છે. આ
છે સાચી કમાણી, તે કમાણી પૂરી થઈ પછી આ કમાણી નું ચિંતન કરો. ડિફિકલ્ટ (મુશ્કેલ)
કાંઈ પણ નથી. બાબા નું જોયેલું છે આખી જીવન કહાણી લખે છે - આજે આટલા વાગે ઉઠ્યા, પછી
આ કર્યું… સમજે છે પાછળવાળા વાંચીને શીખશે. મોટા-મોટા મનુષ્યો ની બાયોગ્રાફી (જીવનકહાની)
વાંચે છે ને? બાળકો માટે લખે છે પછી બાળકો પણ ઘરમાં એવા સારા સ્વભાવ નાં હોય છે. હવે
આપ બાળકોએ પુરુષાર્થ કરી સતોપ્રધાન બનવાનું છે. સતોપ્રધાન દુનિયાનું ફરીથી રાજ્ય
લેવાનું છે. તમે જાણો છો કલ્પ-કલ્પ આપણે રાજ્ય લઈએ છીએ અને પછી ગુમાવીએ છીએ. તમારી
બુદ્ધિ માં આ બધું છે. આ છે નવી દુનિયા, નવાં ધર્મ નાં માટે નવી નોલેજ, એટલે
મીઠાં-મીઠાં બાળકોને ફરીથી સમજાવે છે - જલ્દી-જલ્દી પુરુષાર્થ કરો. શરીર પર ભરોસો
થોડી છે. આજકાલ મોત ખુબ ઈઝી (સહજ) થઈ ગયું છે. ત્યાં અમરલોક માં આવું મૃત્યુ
ક્યારેય હોતું નથી, અહીંયા તો બેઠા-બેઠા કેવી રીતે મરી જાય છે એટલે પોતાનો
પુરુષાર્થ કરતા રહો. જમા કરતા રહો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિ ને
જ્ઞાન-ચિંતન માં બીઝી (વ્યસ્ત) રાખવાની આદત રાખવાની છે. જ્યારે પણ સમય મળે એકાંત
માં જઇને વિચાર સાગર મંથન કરવાનું છે. બાપ ને યાદ કરી સાચી કમાણી જમા કરવાની છે.
2. દુરાંદેશી બનીને આ
બેહદ નાં નાટક ને યથાર્થ રીતે સમજવાનું છે. બધાં પાર્ટધારીઓ નાં પાર્ટ ને સાક્ષી
થઈને જોવાનું છે.
વરદાન :-
મધુરતા નાં
વરદાન દ્વારા સદા આગળ વધવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ
મધુરતા એવી વિશેષ
ધારણા છે જે કડવી ધરણી ને પણ મધુર બનાવી દે છે. કોઈને પણ બે ઘડી મીઠી દૃષ્ટિ આપી
દો, મીઠાં બોલ, બોલી દો તો કોઈ પણ આત્મા ને સદા માટે ભરપૂર કરી દેશો. બે ઘડી ની મીઠી
દૃષ્ટિ કે બોલ એ આત્માની સૃષ્ટિ બદલી દેશે. તમારા બે મધુર બોલ પણ સદા માટે એમને
બદલવાના નિમિત્ત બની જશે એટલે મધુરતા નું વરદાન સદા સાથે રાખજો. સદા મીઠાં રહેજો અને
સર્વ ને મીઠાં બનાવજો.
સ્લોગન :-
દરેક પરિસ્થિતિ
માં રાજી રહો તો રાઝયુક્ત બની જશો.
અવ્યક્ત ઈશારા -
સંકલ્પની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાનાં નિમિત્ત બનો.
જ્યારે બીજા બધા
સંકલ્પ શાંત થઈ જાય છે, બસ એક બાપ અને આપ - આ મિલન ની અનુભૂતિ નો સંકલ્પ રહે છે
ત્યારે સંકલ્પ શક્તિ જમા થાય છે અને યોગ પાવરફુલ થઈ જાય છે, એના માટે સમાવવાની કે
સમેટવાની શક્તિ ધારણ કરો. સંકલ્પો પર ફુલ બ્રેક લાગે, ઢીલી નહીં. જો એક સેકન્ડ નાં
બદલે વધારે સમય લાગી જાય છે તો સમાવવાની શક્તિ કમજોર છે.