03-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
આ ડ્રામા ( નાટક ) નાં આદિ - મધ્ય - અંત ને જાણો છો , તમને બાપ દ્વારા જ્ઞાન નું
ત્રીજું નેત્ર મળ્યું છે એટલે તમે છો આસ્તિક”
પ્રશ્ન :-
બાપ નું કયું ટાઇટલ (શીર્ષક)
ધર્મ સ્થાપકો ને નથી આપી શકાતું?
ઉત્તર :-
બાબા છે સદ્દગુરુ. કોઈ પણ ધર્મ સ્થાપક ને ગુરુ ન કહી શકાય કારણ કે ગુરુ તે જે દુ:ખ
થી છોડાવે, સુખ માં લઈ જાય. ધર્મ સ્થાપન કરવા વાળાઓની પાછળ તો એમનાં ધર્મ નાં
આત્માઓ ઉપર થી નીચે આવે છે, તે કોઇને લઇ નથી જતાં. બાપ જ્યારે આવે છે તો બધા આત્માઓ
ને ઘરે લઈ જાય છે એટલે એ સર્વ નાં સદ્દગુરુ છે.
ગીત :-
ઈસ પાપ કી
દુનિયા સે…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત ની લાઈન સાંભળી. આ છે પાપ ની દુનિયા. બાળકો જાણે પણ છે, આ પાપ
આત્માઓની દુનિયા છે. કેટલો ખરાબ શબ્દ છે. પરંતુ મનુષ્ય સમજી નથી શકતાં કે ખરેખર આ
પાપ આત્માઓની દુનિયા છે. જરુર કોઈ પુણ્ય આત્માઓની દુનિયા પણ હતી, એને કહેવાય છે
સ્વર્ગ. પાપ આત્માઓની દુનિયા ને કહેવાય છે નર્ક. ભારત માં જ સ્વર્ગ અને નર્ક ની
ચર્ચા બહુજ છે. મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં, તો આનાંથી સિદ્ધ થાય છે
કે નર્કવાસી હતાં. પતિત દુનિયાથી પાવન દુનિયામાં ગયાં. પરંતુ મનુષ્ય ને કંઈ પણ ખબર
નથી, જેમ આવે તેમ બોલી દે છે. યથાર્થ અર્થ કંઈ પણ નથી સમજતાં.
બાપ આવીને આપ બાળકો
ને સાંત્વના આપે છે કે હવે થોડી ધીરજ ધરો. તમે પાપો નાં ભાર થી બહુજ ભારે થઈ ગયાં
છો. હવે તમને પુણ્ય આત્મા બનાવી એવી દુનિયામાં લઈ જાય છે, જેને સ્વર્ગ કહેવાય છે.
ત્યાં ન કોઈ પાપ હશે, ન કોઈ દુઃખ હશે. બાળકો ને ધીરજ મળેલી છે. આજે અહીં છે કાલે
પોતાનાં શાંતિધામ, સુખધામ માં જશે. જેમ બીમાર મનુષ્ય થોડાં પણ ઠીક થવાનાં હોય છે તો
ડોક્ટર ધીરજ આપે છે - જલ્દી થી તમે બહુજ સારા થઈ જશો. હવે આ તો છે બેહદ ની ધીરજ.
બેહદ નાં બાપ કહે છે - તમે તો બહુજ દુઃખી પતિત થઈ ગયાં છો. હવે હું આપ બાળકો ને
આસ્તિક બનાવું છું. પછી રચના નો પણ પરિચય આપું છું. ઋષિ વગેરે તો કહેતાં આવ્યાં છે
અમે રચયિતા અને રચના ને નથી જાણતાં. હવે એને કોણ જાણે છે. ક્યારે અને કોનાં દ્વારા
જાણી શકાય છે? આ કોઈને ખબર નથી. ડ્રામા (નાટક) નાં આદિ-મધ્ય-અંત ને કોઈ જાણતું જ નથી.
બાપ કહે છે - હું સંગમયુગ પર આવીને ડ્રામા અનુસાર આપ બાળકોને પહેલાં-પહેલાં આસ્તિક
બનાવું છું પછી તમને રચનાનાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવું છું અર્થાત્ તમારું
જ્ઞાન નું ત્રીજું નેત્ર ખોલું છું. તમને રોશની (પ્રકાશ) મળી ગઈ છે. આંખો ની રોશની
ચાલી જાય છે તો મનુષ્ય આંધળા થઈ જાય છે. આ સમયે મનુષ્ય ને જ્ઞાન નું ત્રીજું નેત્ર
નથી. મનુષ્ય થઈને એ બાપ અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં તો એમને બુદ્ધિહીન
કહેવાય છે. ગીત માં પણ છે - એક છે આંધળાઓનાં સંતાન આંધળા. બીજા છે નેત્રવાળા. દેખાડે
છે - મહાભારત લડાઈ લાગી હતી અને એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઇ હતી.
બાપે આત્માઓ ને આવીને રાજયોગ શીખવાડ્યો હતો - સતયુગી સ્વરાજ્ય આપવા માટે. આત્માઓ કહે
છે હું રાજા છું, હું બેરિસ્ટર (વકીલ) છું. તમારો આત્મા હમણાં જાણે છે - આપણે વિશ્વ
નું સ્વરાજ્ય મેળવી રહ્યાં છીએ - વિશ્વ નાં રચયિતા બાપ દ્વારા. એ કોનાં રચયિતા છે?
નવી દુનિયાનાં. બાપ નવી સૃષ્ટિ રચે છે. ક્રિયેટર (રચયિતા) પણ છે તો એમનામાં બધું
જ્ઞાન પણ છે. આખાં વર્લ્ડ (દુનિયા) ની હિસ્ટ્રી કોઈ એક પણ નથી જાણતું. કોઈને જ્ઞાન
નું ત્રીજું નેત્ર નથી. સિવાય બાપ નાં કોઈ ત્રીજું નેત્ર આપી નથી શકતું. વર્લ્ડ ની
હિસ્ટ્રી, જોગ્રોફી, મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન… આ બધું તમે જાણો છો. મૂળવતન છે
આત્માઓ ની સૃષ્ટિ. સંન્યાસી કહે છે અમે બ્રહ્મ માં લીન થઈ જઈશું અથવા જ્યોતી જ્યોત
સમાઈ જશે. એવું નથી. તમે જાણો છો બ્રહ્મ તત્વ માં જઈને નિવાસ કરશે. એ શાંતિધામ ઘર
છે. એ કહી દે છે બ્રહ્મ જ ભગવાન છે, કેટલો ફરક છે. બ્રહ્મ તો તત્વ છે. જેમ આકાશ
તત્વ છે, તેમ બ્રહ્મ પણ તત્વ છે. જ્યાં આપણે આત્માઓ અને પરમપિતા પરમાત્મા નિવાસ કરે
છે, એને સ્વીટ હોમ કહેવાય છે. તે છે આત્માઓનું ઘર. બાળકો ને ખબર પડી છે, બ્રહ્મ
મહતત્વ માં કોઈ આત્માઓ લીન નથી થતો અને આત્મા ક્યારેય વિનાશ ને પ્રાપ્ત નથી થતો.
આત્મા અવિનાશી છે. આ ડ્રામા પણ પૂર્વ-નિર્ધારિત, અવિનાશી છે. આ ડ્રામા નાં કેટલાં
એક્ટર્સ છે. હમણાં છે સંગમયુગ, જ્યારે કે બધાં એક્ટર્સ હાજર છે. નાટક પૂરું થાય છે
તો બધાં એક્ટર્સ, ક્રિયેટર (રચયિતા) વગેરે બધાં આવીને હાજર થાય છે. આ સમયે આ બેહદ
નો ડ્રામા (નાટક) પણ પૂરો થાય છે પછી રીપીટ (પુનરાવર્તન) થવાનો છે. તે હદ નાં નાટકો
માં ચેન્જ (પરિવર્તન) થઇ શકે છે. ડ્રામા જૂનો થઈ જાય છે. આ તો બેહદ નો ડ્રામા અનાદિ
અવિનાશી છે. બાપ ત્રિકાળદર્શી, ત્રિનેત્રી બનાવે છે. દેવતાઓ કોઈ ત્રિકાળદર્શી નથી
હોતાં. ન શૂદ્ર વર્ણ વાળા ત્રિકાળદર્શી હોય છે. ત્રિકાળદર્શી તો ફક્ત આપ બ્રાહ્મણ
વર્ણ વાળા છો. જ્યાં સુધી બ્રાહ્મણ ન બને ત્યાં સુધી ત્રીજું નેત્ર જ્ઞાન નું મળી ન
શકે. તમે ઝાડ નાં આદિ-મધ્ય-અંત ને, સર્વ ધર્મો ને પણ જાણો છો. તમે પણ માસ્ટર
નોલેજફુલ થઇ જાઓ છો. બાપ બાળકો ને આપસમાન બનાવશે ને! જ્ઞાન નાં સાગર તો એક જ બાપ
છે, જે સર્વ આત્માઓનાં બાપ છે. સર્વ બાળકો ને આસ્તિક બનાવી ત્રિકાળદર્શી બનાવે છે.
હવે આપ બાળકોએ બધાને આ કહેવાનું છે કે શિવબાબા આવ્યાં છે, એમને યાદ કરો. જે આસ્તિક
બને છે એ બાપ ને સારી રીતે પ્રેમ કરે છે. તમારાં ઉપર બાપ નો પણ પ્રેમ છે. તમને
સ્વર્ગ નો વારસો આપે છે. ગવાયેલું છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશયન્તી અને
વિનાશકાળે પ્રીત બુદ્ધિ વિજયન્તિ. ગીતા માં કોઈ-કોઈ શબ્દ સાચાં છે. શ્રીમત્ ભગવત્
ગીતા છે સર્વોત્તમ શાસ્ત્ર. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર. આ પણ સમજાવ્યું
છે મુખ્ય ધર્મ શાસ્ત્ર છે જ ૪. બીજા જે ધર્મ વાળા છે, એ આવે જ છે ફક્ત પોતાનાં ધર્મ
ની સ્થાપના કરવાં. રાજાઈ વગેરે ની વાત નથી. એમને ગુરુ પણ નથી કહી શકાતું. ગુરુ નું
તો કામ જ છે - પાછાં લઈ જવું. ઈબ્રાહીમ, બુદ્ધ, ક્રાઈસ્ટ વગેરે તો આવે છે પછી એમની
પાછળ એમની વંશાવલી પણ આવે છે. ગુરુ એ જે દુઃખ થી છોડાવે અને સુખ માં લઈ જાય. તે તો
ફક્ત ધર્મ સ્થાપન કરવા આવે છે. અહીં તો અનેકોને ગુરુ કહી દે છે. બ્રહ્મા, વિષ્ણુ,
શંકર ને પણ ગુરુ ન કહી શકાય. એક શિવબાબા સર્વ નાં સદ્દગતિ દાતા છે. પોકારે પણ એક
રામ ને છે. શિવબાબા ને પણ રામ કહે છે. ઘણી ભાષાઓ છે, તો નામ પણ ઘણાં રાખી દીધાં છે.
અસલ નામ છે શિવ. એમને સોમનાથ પણ કહે છે. સોમરસ પીવડાવ્યો અર્થાત્ જ્ઞાન ધન આપ્યું.
બાકી પાણી વગેરે ની તો વાત જ નથી. તમને સન્મુખ નોલેજફુલ, બ્લિસફુલ બનાવી રહ્યાં છે.
બાપ તો જ્ઞાન નાં સાગર છે. આપ બાળકોને જ્ઞાન-નદીઓ બનાવે છે. સાગર એક હોય છે. એક
સાગર થી અનેક નદીઓ નીકળે છે. હમણાં તમે છો સંગમ પર. આ સમયે આ આખી ધરતી રાવણ નું
સ્થાન છે. ફકત એક લંકા નહોતી, આખી ધરતી પર રાવણ નું રાજ્ય છે. રામરાજ્ય માં બહુજ
થોડાં મનુષ્ય હશે. આ ફક્ત હમણાં તમારી બુદ્ધિ માં છે. બાબાએ સમજાવ્યું છે - હું
ત્રણ ધર્મ ની સ્થાપના કરું છું - બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, પછી વૈશ્ય, શૂદ્ર વર્ણ
માં બીજા બધાં આવીને પોત-પોતાનાં ધર્મ સ્થાપન કરે છે. અનેક ધર્મો નો વિનાશ પણ કરાવે
છે. ભારત માં ત્રિમૂર્તિ નું ચિત્ર પણ બનાવે છે. પરંતુ એમાં શિવ નું ચિત્ર ગુમ કરી
દીધું છે. શિવ થી જ સિદ્ધ થાય છે કે પરમપિતા પરમાત્મા શિવ બ્રહ્મા દ્વારા સ્થાપના,
વિષ્ણુ દ્વારા પાલના કરાવે છે, એમને કરનકરાવનહાર કહેવાય છે. પોતે પણ કર્મ કરે છે,
આપ બાળકો ને પણ શીખવાડે છે. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ પણ સમજાવે છે. રાવણ રાજ્ય માં
તમે જે કર્મ કરો છો તે વિકર્મ બની જાય છે. સતયુગ માં જે કર્મ કરો છો તે અકર્મ થઈ
જાય છે. અહીં વિકર્મ જ થાય છે કારણ કે રાવણ નું રાજ્ય છે. સતયુગ માં ૫ વિકાર હોતાં
જ નથી. એક-એક વાત સમજવાની છે અને સેકન્ડ માં સમજાવાય છે. ઓમ્ નો અર્થ એ લોકો તો
બહુજ વિસ્તાર થી સમજાવે છે. બાપ કહે છે-ઓમ્ એટલે અહમ્ આત્મા અને આ મારું શરીર. કેટલું
સહજ છે. અને તમે સમજો છો અમે સુખધામ માં જઈ રહ્યાં છીએ. કૃષ્ણ નાં મંદિર ને સુખધામ
કહે છે. છે પણ કૃષ્ણપુરી. માતાઓ, કૃષ્ણપુરી માં જવા માટે બહુજ મહેનત કરે છે. તમે
હમણાં ભક્તિ નથી કરતાં. તમને જ્ઞાન મળ્યું છે બીજાં કોઈ મનુષ્ય-માત્ર માં આ જ્ઞાન
નથી. હું તમને પાવન બનાવીને જાઉં છું પછી પતિત કોણ બનાવે છે? આ કોઈ બતાવી ન શકે. બધાં
મેલ (પુરુષ) અથવા ફીમેલ (સ્ત્રી) ભક્તિઓ છે, સીતાઓ છે. સર્વ ની સદ્દગતિ કરવા વાળા
બાપ છે. બધાં રાવણ ની જેલ માં છે. આ છે જ દુઃખધામ. બાપ તમને સુખધામ નાં માલિક બનાવે
છે. એવાં બાપ ને પાંચ હજાર વર્ષ પછી ફક્ત તમે જુઓ છો. લક્ષ્મી-નારાયણ નાં આત્મા ને
હમણાં નોલેજ છે. અમે નાનપણ માં આ (કૃષ્ણ) છીએ પછી મોટાં બનીશું, આમ શરીર છોડીશું.
પછી બીજું લઈશું બીજા કોઈ ને આ નોલેજ (જ્ઞાન) નથી.
બાપ કહે છે - તમે બધા
પાર્વતીઓ છો, શિવબાબા તમને અમરકથા સંભળાવી રહ્યાં છે - અમર બનાવવા માટે, અમરલોક માં
લઈ જવા માટે. આ મૃત્યુલોક છે. તમે બધી પાર્વતીઓ અમરનાથ દ્વારા અમરકથા સાંભળી રહી
છો. તમે સાચાં-સાચાં બનો છો ફક્ત બાપ ને યાદ કરવાથી તમારો આત્મા અમર બને છે, જ્યાં
દુઃખ ની વાત નથી હોતી. જેમ સર્પ એક ખાલ છોડી બીજી લે છે. આ બધાં દૃષ્ટાંત અહીં નાં
છે. ભ્રમરી નું દૃષ્ટાંત પણ અહીં છે. આપ બ્રાહ્મણ શું કરો છો? વિકારી કીડા ને બદલી
દેવતા બનાવો છો. મનુષ્ય ની જ વાત છે. ભ્રમરી નું તો આ એક દૃષ્ટાંત છે. આપ બ્રાહ્મણ
બાળકો હમણાં બાપ દ્વારા અમરકથા સાંભળી રહ્યાં છો, બીજાઓ ને બેસી જ્ઞાન ની ભૂઁ-ભૂઁ
કરો છો, જેનાંથી મનુષ્ય થી દેવતા, સ્વર્ગ ની પરી બની જશો. બાકી એવું નથી કે
માનસરોવર માં ડૂબકી લગાવવાથી કોઈ પરી બની જશે. આ બધું છે જુઠ્ઠું. તમે જુઠ્ઠું જ
સાંભળતા આવ્યાં છો, હવે બાપ સાચું સંભળાવે છે. હમણાં બાપ કહે છે - પોતાને આત્મા સમજો.
તમે સમજો છો નિરાકાર પરમપિતા પરમાત્મા આ મુખ દ્વારા સંભળાવી રહ્યાં છે. અમે આ કાનો
દ્વારા સાંભળી રહ્યાં છીએ. આત્મ-અભિમાની બનવાનું છે, પછી પરમાત્મા પણ રિયલાઇઝ (અનુભવ)
કરાવે છે. હું કોણ છું? બીજું કોઈ આત્મ-અભિમાની બનાવી ન શકે. સિવાય બાપ નાં બીજું
કોઈ કહી ન શકે કે તમે આત્મ-અભિમાની બનો. શિવજયંતી પણ મનાવે છે પરંતુ એમની જયંતી કેવી
રીતે છે, આ નથી જાણતાં. બાપ જ પોતે આવીને સમજાવે છે - હું સાધારણ વૃદ્ધ તન માં
પ્રવેશ કરું છું. નહીં તો બ્રહ્મા આવશે ક્યાંથી? પતિત તન જ જોઈએ. સૂક્ષ્મવતનવાસી
બ્રહ્મા માં વિરાજમાન થઇને તો બ્રાહ્મણ નહીં રચશે. કહે છે હું પતિત શરીર, પતિત
દુનિયામાં આવું છું. ગાય છે - બ્રહ્મા દ્વારા સ્થાપના. પછી જેની સ્થાપના કરે છે, જે
આ જ્ઞાન મેળવે છે તે દેવતા બની જાય છે. મનુષ્ય બ્રહ્મા નું ચિત્ર જોઈને મૂંઝાઈ જાય
છે. કહે છે આ તો દાદા નું ચિત્ર છે. પ્રજાપિતા બ્રહ્મા તો જરુર અહીં હશે.
સૂક્ષ્મવતન માં કેવી રીતે પ્રજા રચશે. પ્રજાપિતા નાં બાળકો હજારો
બ્રહ્માકુમાર-કુમારીઓ છે. ખોટું થોડી જ હશે. આપણે શિવબાબા દ્વારા વારસો મેળવી રહ્યાં
છીએ. આપ બાળકો ને સમજાવ્યું છે એ અવ્યક્ત બ્રહ્મા છે. પ્રજાપિતા તો સાકાર માં જોઈએ.
આ પતિત જ તો પાવન બને છે. તત્ ત્વમ્. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
આત્મ-અભિમાની બનીને આ કાનો દ્વારા અમરકથા સાંભળવાની છે. જ્ઞાન ની ભૂઁ-ભૂઁ કરી આપ
સમાન બનાવવાની સેવા માં રહેવાનું છે.
2. બાપ સમાન નોલેજફુલ,
બ્લિસફુલ બનવાનું છે. સોમરસ પીવાનો અને પીવડાવવાનો છે.
વરદાન :-
માયા નાં
વિઘ્નો ને ખેલ સમાન અનુભવ કરવાવાળા માસ્ટર વિશ્વ - નિર્માતા ભવ
જેવી રીતે કોઈ વૃદ્ધ
ની આગળ નાનું બાળક પોતાનાં બાળપણ નાં અલબેલાપણા નાં કારણે કંઈ પણ બોલી દે, કોઈ એવું
કર્તવ્ય પણ કરી લે તો વૃદ્ધ લોકો સમજે છે કે આ નિર્દોષ, અંજાન, નાનું બાળક છે. કોઈ
અસર નથી થતી. એવી રીતે જ્યારે તમે પોતાને માસ્ટર વિશ્વ-નિર્માતા સમજશો તો આ માયા
નાં વિઘ્ન બાળકોને ખેલ સમાન લાગશે. માયા કોઈ પણ આત્મા દ્વારા સમસ્યા, વિઘ્ન કે
પરીક્ષા પેપર બનીને આવી જાય તો એમાં ગભરાશો નહીં પરંતુ એમને નિર્દોષ સમજશો.
સ્લોગન :-
સ્નેહ, શક્તિ
અને ઈશ્વરીય આકર્ષણ સ્વયં માં ભરો તો બધા સહયોગી બની જશે.
આ અવ્યક્ત ઈશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શકિતશાળી યાદ નો અનુભવ કરો
હવે જ્વાળામુખી બની
આસુરી સંસ્કાર, આસુરી સ્વભાવ બધું ભસ્મ કરો. જેવી રીતે દેવીઓ નાં યાદગાર માં દેખાડે
છે કે જ્વાળા થી અસુરો નો સંહાર કર્યો. અસુર કોઈ વ્યક્તિ નથી પરંતુ આસુરી શક્તિઓને
ખતમ કરી. આ હવે તમારી જ્વાળા સ્વરુપ સ્થિતિ નું યાદગાર છે. હવે એવાં યોગ ની જ્વાળા
પ્રજ્વલિત કરો જેમાં આ કળિયુગી સંસાર બળીને ભસ્મ થઈ જાય.