04-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સંગમ પર તમને નવું અને નિરાળું જ્ઞાન મળે છે , તમે જાણો છો આપણે બધા આત્માઓ એક્ટર્સ છીએ , એક નો પાર્ટ ન મળે બીજા સાથે”

પ્રશ્ન :-
માયા પર જીત મેળવવા માટે આપ રુહાની યોદ્ધાઓ (ક્ષત્રિયો) ને કઈ યુક્તિ મળેલી છે?

ઉત્તર :-
હે રુહાની ક્ષત્રિય, તમે સદા શ્રીમત પર ચાલતાં રહો. આત્મ-અભિમાની બની બાપ ને યાદ કરો, રોજ સવારે-સવારે ઉઠી યાદ માં રહેવાનો અભ્યાસ કરો તો માયા પર વિજય પ્રાપ્ત કરી લેશો. ઉલ્ટા-સુલ્ટા સંકલ્પો થી બચી જશો. યાદ ની મીઠી યુક્તિ માયાજીત બનાવી દેશે.

ગીત :-
જિસકા સાથી હૈ ભગવાન…

ઓમ શાંતિ!
આ મનુષ્યો નાં બનાવેલા ગીત છે. આનો અર્થ કોઈ કાંઈ પણ નથી જાણતાં. ગીત-ભજન વગેરે ગાય છે, મહિમા કરે છે ભક્ત લોકો પરંતુ જાણતા કાંઈ નથી. મહિમા ખૂબ કરે છે. આપ બાળકોએ કોઈ મહિમા નથી કરવાની. બાળકો બાપ ની ક્યારેય મહિમા નથી કરતાં. બાપ જાણે છે આ મારા બાળકો છે. બાળકો જાણે છે આ અમારા બાબા છે. હવે આ બેહદ ની વાત છે. તો પણ સૌ બેહદ નાં બાપ ને યાદ કરે છે. હજી સુધી પણ યાદ કરતા રહે છે. ભગવાન ને કહે છે - હે બાબા, આમનું નામ શિવબાબા છે. જેમ આપણે આત્માઓ છીએ તેમ શિવબાબા છે. એ છે પરમ આત્મા, જેમને સુપ્રીમ કહેવાય છે, એમનાં આપણે બાળકો છીએ. એમને સુપ્રીમ સોલ (પરમ આત્મા) કહેવાય છે. એમનું નિવાસ સ્થાન ક્યાં છે? પરમધામ માં. સર્વ આત્માઓ ત્યાં રહે છે. એક્ટર્સ જ આત્માઓ છે. તમે જાણો છો નાટક માં એક્ટર્સ નંબરવાર હોય છે. દરેક નાં પાર્ટ અનુસાર એટલો પગાર મળે છે. બધા આત્માઓ જે ત્યાં રહે છે, બધા પાર્ટધારી છે, પરંતુ નંબરવાર બધાને પાર્ટ મળેલો છે. રુહાની બાપ બેસીને સમજાવે છે કે રુહો માં કેવી રીતે અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. બધા રુહો નો પાર્ટ એક જેવો ન હોય શકે. બધામાં તાકાત એક જેવી નથી. તમે જાણો છો કે સૌથી સારો પાર્ટ એમનો છે જે પહેલાં શિવ ની રુદ્ર માળા માં છે. નાટક માં જે ખૂબ સારા-સારા એક્ટર્સ હોય છે તેમની કેટલી મહિમા થાય છે. ફક્ત એમને જોવા માટે પણ લોકો જાય છે. તો આ બેહદ નો ડ્રામા છે. આ બેહદ નાં ડ્રામા માં પણ ઊંચ એક બાપ છે. ઊંચા માં ઊંચા એક્ટર, ક્રિયેટર, ડાયરેક્ટર પણ કહેવાય, તે બધા છે હદ નાં એક્ટર્સ, ડાયરેકટર્સ વગેરે. તેમને પોતાનો નાનો પાર્ટ મળેલો છે. પાર્ટ આત્મા ભજવે છે પરંતુ દેહ-અભિમાન નાં કારણે કહી દે છે કે મનુષ્ય નો એવો પાર્ટ છે. બાપ કહે છે પાર્ટ બધો આત્મા નો છે. આત્મ-અભિમાની બનવું પડે છે. બાપે સમજાવ્યું છે કે સતયુગ માં આત્મ-અભિમાની હોય છે. બાપ ને નથી જાણતાં. અહીં કળિયુગ માં તો આત્મ-અભિમાની પણ નથી અને બાપ ને પણ નથી જાણતાં. હવે તમે આત્મ-અભિમાની બનો છો. બાપ ને પણ જાણો છો.

આપ બ્રાહ્મણો ને નિરાળું જ્ઞાન મળે છે. તમે આત્મા ને જાણી ગયા છો કે આપણે બધા આત્માઓ એક્ટર્સ છીએ. સૌને પાર્ટ મળેલો છે, જે એક ન મળે બીજા સાથે. તે પાર્ટ બધો આત્મા માં છે. આમ તો જે નાટક બનાવે છે તે પણ પાર્ટ આત્મા જ ધારણ કરે છે. સારો પાર્ટ પણ આત્મા જ લે છે. આત્મા જ કહે છે હું ગવર્નર છું, ફલાણો છું. પરંતુ આત્મ-અભિમાની નથી બનતાં. સતયુગ માં સમજશે કે હું આત્મા છું. એક શરીર છોડી બીજું લેવાનું છે. પરમાત્મા ને ત્યાં કોઈ નથી જાણતા આ સમયે તમે બધું જ જાણો છો. શૂદ્રો અને દેવતાઓ કરતાં તમે બ્રાહ્મણ ઉત્તમ છો. આટલાં અનેક બ્રાહ્મણ ક્યાંથી આવશે, જે બનશે. લાખો આવે છે પ્રદર્શન માં. જેમણે સારી રીતે સમજ્યું, જ્ઞાન સાંભળ્યું તે પ્રજા બની ગયાં. એક-એક રાજા ની પ્રજા ખૂબ હોય છે. તમે પ્રજા ખૂબ બનાવી રહ્યાં છો. પ્રદર્શન, પ્રોજેક્ટર થી કોઈ સમજીને સારા પણ બની જશે. શીખશે, યોગ લગાવશે. હમણાં તે નીકળતા જશે. પ્રજા પણ નીકળશે પછી સાહૂકાર, રાજા-રાણી, ગરીબ વગેરે બધા નીકળશે. પ્રિન્સ-પ્રિન્સેસ ખૂબ હોય છે. સતયુગ થી ત્રેતા સુધી પ્રિન્સ-પ્રિન્સેસ બનવાના છે. ફક્ત ૮ કે ૧૦૮ તો નહીં હશે. પરંતુ હમણાં બધા બની રહ્યાં છે. તમે સર્વિસ કરતા રહો છો. આ પણ નથિંગન્યુ. તમે કોઈ ફંકશન (કાર્યક્રમ) કર્યું, આ પણ નવી વાત નથી, અનેક વખત કર્યું છે પછી સંગમ પર એ જ ધંધો કરશો બીજું શું કરશો! બાપ આવશે પતિતો ને પાવન બનાવવાં. આને કહેવાય છે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી. નંબરવાર તો દરેક વાત માં હોય જ છે. તમારા માં જે સારું ભાષણ કરે છે તો બધા કહેશે કે આમણે ખૂબ સારું ભાષણ કર્યું. બીજા નું સાંભળશે તો પણ કહેશે કે પહેલાં વાળા સારું સમજાવતા હતાં. ત્રીજા પછી એમનાં થી હોશિયાર હશે તો કહેશે આ એનાથી પણ આગળ છે. દરેક વાત માં પુરુષાર્થ કરવાનો હોય છે કે અમે તેમનાં થી ઉપર (આગળ) જઈએ. હોંશિયાર જે હોય છે તે ઝટ હાથ ઉઠાવશે, ભાષણ કરવા માટે. તમે બધા પુરુષાર્થી છો, આગળ ચાલી મેલ-ટ્રેન બની જશે. જેમ મમ્મા સ્પેશિયલ મેલ-ટ્રેન હતી. બાબા ની તો ખબર નહીં પડશે કારણકે બંને સાથે છે. તમે સમજી નહીં શકશો કે કોણ કહે છે? તમે સદૈવ સમજો કે શિવબાબા સમજાવે છે. બાપ અને દાદા બંને જાણે છે પરંતુ એ અંતર્યામી છે. બહાર થી કહે છે આ તો ખૂબ હોંશિયાર છે. બાપ પણ મહિમા સાંભળી ખુશ થાય છે. લૌકિક બાપ નું પણ કોઈ બાળક સારી રીતે ભણી ને ઊંચ પદ મેળવે છે તો બાપ સમજે છે કે આ બાળક સારું નામ કાઢશે. આ પણ સમજે છે કે ફલાણું બાળક આ રુહાની સર્વિસ માં હોંશિયાર છે. મુખ્ય તો ભાષણ છે, કોઈને બાપ નો સંદેશ આપવો, સમજાવવું. બાબાએ દૃષ્ટાંત પણ બતાવ્યું હતું કે કોઈને ૫ બાળકો હતાં તો કોઈને પૂછ્યું કે તમને કેટલાં બાળકો છે? તો બોલ્યાં કે બે બાળકો છે. કહ્યું કે તમને તો ૫ બાળકો છે! કહ્યું સપૂત બે છે. અહીં પણ એવું છે. બાળકો તો ખૂબ છે. બાપ કહેશે કે આ ડોક્ટર નિર્મલા બાળકી ખૂબ સારી છે. ખૂબ પ્રેમ થી લૌકિક બાપ ને સમજાવી સેવાકેન્દ્ર ખોલાવી દીધું છે. આ ભારતની સર્વિસ (સેવા) છે. તમે ભારત ને સ્વર્ગ બનાવો છો. આ ભારત ને નર્ક રાવણે બનાવ્યું. એક સીતા કેદ માં નહોતી પરંતુ તમે સીતાઓ રાવણ ની કેદ માં હતાં. બાકી શાસ્ત્રો માં બધી દંત કથાઓ છે. આ ભક્તિમાર્ગ પણ ડ્રામા માં છે. તમે જાણો છો સતયુગ થી લઈને જે પસાર થયું તે રિપીટ થશે. જાતે જ પૂજ્ય જાતે જ પુજારી બને છે. બાપ કહે છે મારે આવીને પુજારી થી પૂજ્ય બનાવવાના છે. પહેલાં ગોલ્ડન એજડ (સતોપ્રધાન) પછી આયરન એજડ (તમોપ્રધાન) બનવાનું છે. સતયુગ માં સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. રામરાજ્ય તો ચંદ્રવંશી હતું.

આ સમયે તમે બધા રુહાની ક્ષત્રિય (યોદ્ધા) છો. લડાઈ નાં મેદાન માં આવવા વાળા ને ક્ષત્રિય કહેવાય છે. તમે છો રુહાની ક્ષત્રિય. બાકી તે છે શરીરધારી ક્ષત્રિય. આને કહેવાય છે બાહુબળ થી લડવું-ઝઘડવું. શરુઆત માં મલ્લ યુદ્ધ થતું હતું બાહો (ભુજાઓ) વગેરે થી. પરસ્પર લડતા હતાં પછી વિજય મેળવતા હતાં. હમણાં તો જુઓ બોમ્બ્સ વગેરે બનેલા છે. તમે પણ ક્ષત્રિય છો, તે પણ ક્ષત્રિય છે. તમે માયા પર જીત મેળવો છો, શ્રીમત પર ચાલીને. તમે છો રુહાની ક્ષત્રિય. રુહ જ બધું કરી રહ્યો છે આ શરીર ની કર્મેન્દ્રિયો દ્વારા. રુહ ને બાપ આવીને શીખવાડે છે - બાળકો, મને યાદ કરવાથી પછી માયા ખાશે નહીં. તમારા વિકર્મ વિનાશ થશે અને તમને ઉલ્ટા-સુલ્ટા સંકલ્પ નહીં આવશે. બાપ ને યાદ કરવાથી ખુશી પણ રહેશે એટલે બાપ સમજાવે છે કે સવારે ઉઠીને અભ્યાસ કરો. બાબા તમે કેટલાં મીઠાં છો. આત્મા કહે છે-બાબા. બાપે પરિચય આપ્યો છે - હું તમારો બાપ છું, તમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવવા આવ્યો છું. આ મનુષ્ય સૃષ્ટિ નું ઉલ્ટું ઝાડ છે. આ વેરાઈટી (વિવિધ) ધર્મો ની મનુષ્ય સૃષ્ટિ છે, આને કહેવાય છે વિરાટ લીલા. બાપે સમજાવ્યું છે કે આ મનુષ્ય ઝાડ નું હું બીજું રુપ છું. મને યાદ કરે છે. કોઈ કયા ઝાડ નાં છે, કોઈ કયા ઝાડ નાં છે! પછી નંબરવાર નીકળે છે. આ ડ્રામા બનેલો છે. કહેવત છે કે ફલાણાએ ધર્મ સ્થાપક પૈગંબર ને મોકલ્યાં. પરંતુ ત્યાં થી મોકલતા નથી. આ ડ્રામા અનુસાર રીપીટ થાય છે. આ એક જ છે જે ધર્મ અને રાજધાની સ્થાપન કરી રહ્યાં છે. આ દુનિયા માં કોઈ પણ નથી જાણતાં. હમણાં છે સંગમ. વિનાશ ની જ્વાળા પ્રજ્જવલિત થવાની છે. આ છે શિવબાબા નો જ્ઞાન-યજ્ઞ. તેમણે રુદ્ર નામ રાખી દીધું છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા તમે બ્રાહ્મણ ઉત્પન્ન થયા છો. તમે ઊંચ થયા ને? પાછળ બીજા સંપ્રદાય નીકળે છે. હકીકત માં તો બધા બ્રહ્મા નાં બાળકો છો. બ્રહ્મા ને કહેવાય છે ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. સિજરો (વંશજ) છે, પહેલાં-પહેલાં બ્રહ્મા ઊંચ પછી સિજરો નીકળે છે. કહે છે ભગવાન સૃષ્ટિ કેવી રીતે રચે છે. રચના તો છે. જ્યારે તે પતિત થાય છે ત્યારે એમને બોલાવે છે. એ જ આવી ને દુઃખી સૃષ્ટિ ને સુખી બનાવે છે એટલે બોલાવે છે બાબા દુઃખહર્તા-સુખકર્તા આવો. નામ રાખ્યું છે હરિદ્વાર. હરિદ્વાર અર્થાત્ હરિ નો દ્વાર. ત્યાં ગંગા વહે છે. સમજે છે અમે ગંગા માં સ્નાન કરવાથી હરિ નાં દ્વારે ચાલ્યાં જઈશું. પરંતુ હરિ નો દ્વાર છે ક્યાં? તે પછી શ્રીકૃષ્ણ ને કહી દે છે. હરિ નો દ્વાર તો શિવબાબા છે. દુઃખહર્તા સુખકર્તા. પહેલાં તમારે જવાનું છે પોતાનાં ઘરે. આપ બાળકો ને પોતાનાં બાપ ની અને ઘર ની હમણાં ખબર પડી છે. બાપ ની ગાદી થોડી ઊંચી છે. ફૂલ છે ઉપર માં પછી યુગલ દાણો એનાથી નીચે. પછી છે વૈજયન્તી માળા સો વિષ્ણુ ની માળા. વિષ્ણુ નાં ગળા નો હાર એ જ પછી વિષ્ણુપુરી માં રાજ્ય કરે છે. બ્રાહ્મણો ની માળા નથી કારણ કે ઘડી-ઘડી તૂટી પડે છે. બાપ સમજાવે છે કે નંબરવાર તો છે ને? આજે ઠીક છે કાલે તોફાન આવી જાય છે, ગ્રહચારી આવવાથી ઠંડા થઈ જાય છે. બાપ કહે છે કે મારા બનન્તી, આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ધ્યાન માં જાવન્તી, માળા માં પિરવોન્તી… પછી એકદમ ભાગન્તી, ચંડાળ બનન્તી. પછી માળા કેવી રીતે બને? તો બાપ સમજાવે છે કે બ્રાહ્મણો ની માળા નથી બનતી. ભક્ત માળા માં મુખ્ય છે ફિમેલ્સ (સ્ત્રી) માં મીરા અને મેલ (પુરુષ) માં નારદ. સંગમ પર બાપ જ આવીને મુક્તિ-જીવન મુક્તિ આપે છે. બાળકો સમજે છે કે અમે જ સ્વર્ગ નાં માલિક હતાં. હમણાં નર્ક માં છીએ. બાપ કહે છે કે નર્ક ને લાત મારો, સ્વર્ગ ની બાદશાહી લો, જે તમારી રાવણે છીનવી લીધી છે. આ તો બાપ જ આવીને બતાવે છે. એ આ બધા શાસ્ત્રો, તીર્થો વગેરે ને જાણે છે. બીજરુપ છે ને? જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર… આ આત્મા કહે છે.

બાપ સમજાવે છે કે આ લક્ષ્મી-નારાયણ સતયુગ નાં માલિક હતાં. એમની પહેલાં શું હતું? જરુર કળિયુગ નો અંત હશે તો સંગમયુગ થયો હશે પછી હવે સ્વર્ગ બને છે. બાપ ને સ્વર્ગ નાં રચયિતા કહેવાય છે, સ્વર્ગ સ્થાપન કરવા વાળા. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં. એમને વારસો ક્યાંથી મળ્યો? સ્વર્ગ નાં રચયિતા બાપ પાસે થી. બાપ નો જ આ વારસો છે. તમે કોઈ ને પણ પૂછી શકો છો કે આ લક્ષ્મી-નારાયણ ને સતયુગ ની રાજધાની હતી. કેવી રીતે લીધી? કોઈ બતાવી નહીં શકશે. આ દાદા પણ કહે છે કે હું નહોતો જાણતો. પૂજા કરતો હતો પરંતુ જાણતો નહોતો. હવે બાપે સમજાવ્યું છે - આ સંગમ પર રાજયોગ શીખે છે. ગીતા માં જ રાજયોગ નું વર્ણન છે. ગીતા સિવાય બીજા કોઈ પણ શાસ્ત્ર માં રાજયોગ ની વાત નથી. બાપ કહે છે કે હું તમને રાજાઓ નાં રાજા બનાવું છું. ભગવાને જ આવીને નર થી નારાયણ બનવાનું જ્ઞાન આપ્યું છે. ભારત નું મુખ્ય શાસ્ત્ર છે ગીતા. ગીતા ક્યારે રચાઈ, આ જાણતા નથી. બાપ કહે છે કલ્પ-કલ્પ સંગમ પર આવું છું. જેમને રાજ્ય આપ્યું હતું તે રાજ્ય ગુમાવીને પછી તમોપ્રધાન દુઃખી બની પડ્યાં છે. રાવણ નું રાજ્ય છે. બધી ભારતની જ કહાણી છે. ભારત છે ઓલરાઉન્ડ, બીજા તો બધા પછી થી આવે છે. બાપ કહે છે કે હું તમને ૮૪ જન્મો નાં રહસ્ય બતાવું છું. ૫ હજાર વર્ષ પહેલાં તમે દેવી-દેવતા હતાં, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં, હે ભારતવાસીઓ! બાપ આવે છે અંત માં. આદિ માં આવે તો આદિ-અંત નું જ્ઞાન કેવી રીતે સંભળાવે? સૃષ્ટિ ની વૃદ્ધિ થઈ નથી તો સમજાવે કેવી રીતે? ત્યાં તો નોલેજ ની જરુર જ નથી. બાપ હમણાં સંગમ પર જ નોલેજ આપે છે. નોલેજફુલ છે ને? જરુર નોલેજ સંભળાવવા અંત માં આવવું પડે. આદિ માં તમને શું સંભળાવશે? આ સમજવાની વાતો છે. ભગવાનુવાચ કે હું તમને રાજયોગ શીખવાડું છું. આ યુનિવર્સિટી છે પાંડવ ગવર્મેન્ટ ની. હમણાં છે સંગમ - યાદવ, કૌરવ અને પાંડવ, તેમણે બેસી સેનાઓ દેખાડી છે. બાપ સમજાવે છે યાદવ-કૌરવ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એક-બીજા ને ગાળ આપતા રહે છે. બાપ સાથે પ્રીત નથી. કહી દે છે કે કુતરા-બિલાડી બધામાં પરમાત્મા છે. બાકી પાંડવો ની પ્રીત બુદ્ધિ હતી. પાંડવો નાં સાથી સ્વયં પરમાત્મા હતાં. પાંડવ એટલે રુહાની પન્ડા. તે છે શરીરધારી પન્ડા. તમે છો રુહાની પન્ડા. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મ-અભિમાની બની આ બેહદ નાટક માં હીરો પાર્ટ ભજવવાનો છે. દરેક એક્ટર નો પાર્ટ પોત-પોતાનો છે એટલે કોઈ નાં પાર્ટ થી રીસ નથી કરવાની.

2. સવારે-સવારે ઉઠીને પોતે પોતાની સાથે વાતો કરવાની છે, અભ્યાસ કરવાનો છે - હું આ શરીર ની કર્મેન્દ્રિયો થી અલગ છું, બાબા તમે કેટલાં મીઠાં છો, તમે અમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપો છો.

વરદાન :-
બાપ નાં સંસ્કારો ને પોતાનાં નિજી ( મૂળ ) સંસ્કાર બનાવવા વાળા વ્યર્થ તથા જૂનાં સંસ્કારો થી મુક્ત ભવ

કોઈ પણ વ્યર્થ સંકલ્પ તથા જૂનાં સંસ્કાર દેહ-અભિમાન નાં સંબંધ થી છે, આત્મિક સ્વરુપ નાં સંસ્કાર બાપ સમાન હશે. જેવી રીતે બાપ સદા વિશ્વ કલ્યાણકારી, પરોપકારી, રહેમદિલ, વરદાતા… છે, એવી રીતે સ્વયં નાં સંસ્કાર નેચરલ બની જાય. સંસ્કાર બનવા અર્થાત્ સંકલ્પ, બોલ અને કર્મ સ્વત: એ જ પ્રમાણે ચાલવા. જીવન માં સંસ્કાર એક ચાવી છે જેનાથી સ્વતઃ ચાલતાં રહે છે પછી મહેનત કરવાની જરુર નથી રહેતી.

સ્લોગન :-
આત્મિક સ્થિતિ માં સ્થિત રહી પોતાનાં રથ (શરીર) દ્વારા કાર્ય કરાવવા વાળા સાચાં પુરુષાર્થી છે.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

જેવી રીતે બાપે તમને બધાને ખૂણે-ખૂણે થી શોધીને કાઢી લીધાં. અનેક વૃક્ષો ની ડાળીઓ હવે એક જ ચંદન નું વૃક્ષ થઈ ગયું. લોકો કહે છે - બે-ચાર માતાઓ પણ એક સાથે ભેગી નથી રહી શકતી અને આપ માતાઓ આખાં વિશ્વ માં એકતા સ્થાપન કરવાના નિમિત્ત છો, આ જ તમારી આત્મીયતા, એકતા બાપ ની પ્રત્યક્ષતા કરશે.