04-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
ધંધો છે મનુષ્યો ને સજાગ ( જાગૃત ) કરવાં , રસ્તો બતાવવો , જેટલાં તમે દેહી -
અભિમાની બનીને બાપ નો પરિચય સંભળાવશો એટલું કલ્યાણ થશે”
પ્રશ્ન :-
ગરીબ બાળકો પોતાની કઈ
વિશેષતા નાં આધાર પર સાહૂકારો થી આગળ જાય છે?
ઉત્તર :-
ગરીબો માં દાન-પુણ્ય ની બહુજ શ્રદ્ધા રહે છે. ગરીબ ભક્તિ પણ લગન થી કરે છે.
સાક્ષાત્કાર પણ ગરીબો ને થાય છે. સાહૂકારો ને પોતાનાં ધન નો નશો રહે છે. પાપ વધારે
થાય છે એટલે ગરીબ બાળકો એમનાં કરતાં આગળ ચાલ્યાં જાય છે.
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
તુમ માત-પિતા
હમ બાલક તેરે… આ તો જરુર પરમપિતા પરમાત્મા ની મહિમા ગવાઈ છે. આ તો સ્પષ્ટ મહિમા છે
કારણકે એ રચયિતા છે. લૌકિક મા-બાપ પણ બાળકો નાં રચયિતા છે. પારલૌકિક બાપ ને પણ
રચયિતા કહેવાય છે. બંધુ, સહાયક… ખૂબ મહિમા ગાય છે. લૌકિક બાપ ની એટલી મહિમા નથી.
પરમપિતા પરમાત્મા ની મહિમા જ અલગ છે. બાળકો પણ મહિમા કરે છે જ્ઞાન નાં સાગર છે,
નોલેજફુલ છે. એમનાં માં બધું જ્ઞાન છે. નોલેજ કોઈ શરીર નિર્વાહ નું ભણતર નથી. એમને
જ્ઞાન નાં સાગર નોલેજફુલ કહેવાય છે. તો જરુર એમની પાસે જ્ઞાન છે પરંતુ કયું જ્ઞાન?
આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? એનું જ્ઞાન છે. તો એ જ જ્ઞાનસાગર પતિત-પાવન છે.
શ્રીકૃષ્ણ ને ક્યારેય પતિત-પાવન કે જ્ઞાન નાં સાગર નથી કહેવાતાં. એમની મહિમા બિલકુલ
ન્યારી છે. બંને છે ભારત નાં નિવાસી. શિવબાબા ની પણ ભારત માં મહિમા છે. શિવજયંતી પણ
અહીં મનાવે છે. શ્રીકૃષ્ણ ની જયંતી પણ મનાવે છે. ગીતા ની પણ જયંતી મનાવે છે. ૩ જયંતી
મુખ્ય છે. હવે પ્રશ્ન ઉઠે છે કે પહેલાં જયંતી કોની થઈ હશે? શિવ ની કે શ્રીકૃષ્ણ ની?
મનુષ્ય તો બિલકુલ જ બાપ ને ભૂલેલા છે. શ્રીકૃષ્ણ ની જયંતી ખૂબ જ ધૂમધામ થી, પ્રેમ
થી મનાવે છે. શિવજયંતી ની એટલી કોઈને ખબર નથી, નથી ગાયન. શિવે આવીને શું કર્યું?
એમની બાયોગ્રાફી (જીવનકથા) ની કોઈને ખબર નથી. શ્રીકૃષ્ણની તો ખૂબ વાતો લખી દીધી છે.
ગોપીઓ ને ભગાવી, આ કર્યુ. શ્રીકૃષ્ણ નાં ચરિત્રો નું ખાસ એક મેગેઝીન પણ નીકળેલું
છે. શિવ નાં ચરિત્ર વગેરે કાંઈ નથી. શ્રીકૃષ્ણ ની જયંતી ક્યારે થઈ પછી ગીતા ની જયંતી
ક્યારે થઈ? શ્રીકૃષ્ણ જ્યારે મોટા થાય ત્યારે તો જ્ઞાન સંભળાવે. શ્રીકૃષ્ણ નાં
બાળપણ ને તો દેખાડે છે, ટોકરી માં નાખીને (બેસાડીને) પાર લઈ ગયાં. યુવાની નું દેખાડે
છે, રથ પર ઉભાં છે. ચક્ર ચલાવે છે. ૧૬-૧૭ વર્ષ નાં હશે. બાકી ચિત્ર નાનપણ નાં
દેખાડ્યાં છે. હવે ગીતા ક્યારે સંભળાવી? એ જ સમયે તો નહીં સંભળાવી હશે. જ્યારે લખે
છે ફલાણીને ભગાવી, આ કર્યુ. એ સમયે તો જ્ઞાન શોભે પણ નહીં. જ્ઞાન તો જ્યારે અનુભવી
થાય ત્યારે સંભળાવે. ગીતા પણ થોડા સમય પછી સંભળાવી હશે. હવે શિવે શું કર્યુ, કાંઈ
ખબર નથી. અજ્ઞાન નિંદ્રા માં સૂતેલા છે. બાપ કહે છે મારી બાયોગ્રાફી ની કોઈને ખબર
નથી. મેં શું કર્યું? મને જ પતિત-પાવન કહે છે. હું આવું છું તો સાથે ગીતા છે. હું
સાધારણ વૃદ્ધ અનુભવી તન માં આવું છું. શિવજયંતી તમે ભારત માં જ મનાવો છો. શ્રીકૃષ્ણ
જયંતી, ગીતા જયંતી આ ૩ મુખ્ય છે. રામ ની જયંતી તો પછી થાય છે. આ સમયે જે કાંઈ થાય
છે તે પછી મનાવાય છે. સતયુગ-ત્રેતા માં જયંતી વગેરે હોતી નથી. સૂર્યવંશી થી
ચંદ્રવંશી વારસો લે છે બીજા કોઈની મહિમા નથી. ફક્ત રાજાઓ નો કોરોનેશન (રાજ્યભિષેક)
મનાવતા હશે. બર્થ ડે (જન્મદિવસ) તો આજકાલ બધા મનાવે છે. તો તે કોમન (સાધારણ) વાત થઈ.
શ્રીકૃષ્ણએ જન્મ લીધો, મોટા થઈને રાજધાની ચલાવી, એમાં મહિમા ની તો વાત જ નથી.
સતયુગ-ત્રેતા માં સુખ નું રાજ્ય ચાલ્યું આવ્યું છે. તે રાજ્ય ક્યારે, કેવી રીતે
સ્થાપન થયું? આ આપ બાળકો ની બુદ્ધિ માં છે. બાપ કહે છે બાળકો હું કલ્પ-કલ્પ, કલ્પ
નાં સંગમયુગ પર આવું છું. કળિયુગ નો અંત છે પતિત દુનિયા. સતયુગ આદિ પાવન દુનિયા.
હું બાપ પણ છું. આપ બાળકો ને વારસો પણ આપીશ. કલ્પ પહેલાં પણ તમને વારસો આપ્યો હતો
એટલે તમે મનાવતા આવ્યાં છો. પરંતુ નામ ભૂલી જવાથી શ્રીકૃષ્ણ નું નામ લખી દીધું છે.
મોટા માં મોટા શિવ છે ને? પહેલાં તો જ્યારે એમની જયંતી થાય ત્યાર પછી સાકાર મનુષ્ય
ની થાય. આત્માઓ તો બધા હકીકત માં ઉપર થી ઉતરે છે. મારું પણ અવતરણ છે. શ્રીકૃષ્ણએ તો
માતા નાં ગર્ભ માંથી જન્મ લીધો, પાલના લીધી. બધાએ પુનર્જન્મ માં આવવાનું જ છે.
શિવબાબા પુનર્જન્મ નથી લેતાં. આવે તો છે ને? તો આ બધું બાપ સમજાવે છે. બ્રહ્મા,
વિષ્ણુ, શંકર ની ત્રિમૂર્તિ દેખાડે છે ને? બ્રહ્મા દ્વારા સ્થાપના, કારણકે શિવ ને
તો પોતાનું શરીર નથી. પોતે બેસીને બતાવે છે હું આમનાં વૃદ્ધ તન માં આવું છું. આ
પોતાનાં જન્મો ને નથી જાણતાં. આમનાં અનેક જન્મો નાં અંત નો આ જન્મ છે. તો
પહેલાં-પહેલાં સમજાવવું પડે. શિવ જયંતી મોટી (ઊંચી) કે શ્રીકૃષ્ણ જયંતી મોટી? જો
શ્રીકૃષ્ણએ ગીતા સંભળાવી તો ગીતા જયંતી તો શ્રીકૃષ્ણ નાં અનેક વર્ષો પછી હોઈ શકે,
જ્યારે શ્રીકૃષ્ણ મોટા હોય. આ બધી સમજવાની વાતો છે ને? પરંતુ હકીકત માં શિવ જયંતી
પછી થઈ તરત ગીતા જયંતી. આ પણ પોઈન્ટ્સ (વાત) બુદ્ધિ માં રાખવાના છે. પોઈન્ટ તો અનેક
છે. નોંધ કર્યા વગર યાદ રહી ન શકે. બાબા આટલાં નજીક છે, એમનો રથ છે, તે પણ કહે છે
બધા પોઈન્ટ્સ સમય પર યાદ આવી જાય, મુશ્કેલ છે. બાબાએ સમજાવ્યું છે બધાને બે બાપ નાં
રહસ્ય સમજાવો. શિવબાબા ની જયંતી મનાવે છે, જરુર આવતા હશે. જેમ ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે
આવીને પોતાનો ધર્મ સ્થાપન કરે છે. તે પણ આત્મા આવીને પ્રવેશ કરીને ધર્મ સ્થાપન કરે
છે. એ છે હેવનલી ગોડ ફાધર, સૃષ્ટિ નાં રચયિતા. તો જરુર નવી સૃષ્ટિ રચશે. જૂની થોડી
રચશે. નવી સૃષ્ટિ ને સ્વર્ગ કહેવાય છે, હમણાં છે નર્ક. બાબા કહે છે હું કલ્પ-કલ્પ
નાં સંગમ પર આવીને આપ બાળકો ને રાજયોગ નું જ્ઞાન આપું છું. આ છે ભારત નો પ્રાચીન
યોગ. કોણે શીખવાડ્યો? શિવબાબા નું નામ તો ગુમ કરી દીધું છે. એક તો કહે છે ગીતા નાં
ભગવાન શ્રીકૃષ્ણ અને વિષ્ણુ વગેરે નાં નામ આપી દે છે. શિવબાબાએ રાજ્યોગ શીખવાડ્યો
હતો. કોઈને ખબર નથી. શિવ જયંતી નિરાકાર ની જયંતી જ દેખાડે છે. એ કેવી રીતે આવ્યાં?
શું આવીને કર્યું? એ તો સર્વ નાં સદ્દગતિ દાતા, લિબ્રેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક)
છે. હવે સર્વ આત્માઓ ને ગાઈડ જોઈએ પરમાત્મા. એ પણ આત્મા છે. જેમ મનુષ્યો નાં ગાઈડ
પણ મનુષ્ય હોય છે, તેમ આત્માઓ નાં ગાઈડ પણ આત્મા જોઈએ. એ તો સુપ્રીમ આત્મા જ કહેવાશે.
મનુષ્ય તો બધા પુનર્જન્મ લઈ પતિત બને છે. પછી પાવન બનાવી પાછું કોણ લઈ જાય? બાપ કહે
છે હું જ આવીને પાવન બનવાની યુક્તિ બતાવું છું. તમે મને યાદ કરો. શ્રીકૃષ્ણ તો કહી
ન શકે કે દેહ નાં સબંધ છોડો. એ તો ૮૪ જન્મ લે છે. બધા સંબંધો માં આવે છે. બાપ ને
પોતાનું શરીર નથી. તમને આ રુહાની યાત્રા બાપ શીખવાડે છે. આ છે રુહાની બાપ ની રુહાની
બાળકો પ્રત્યે રુહાની નોલેજ. શ્રીકૃષ્ણ કોઈ નાં રુહાની બાપ થોડી છે? બધાનો રુહાની
બાપ હું છું. હું જ ગાઈડ બની શકું છું. લિબ્રેટર, ગાઈડ, બ્લિસફુલ, પીસફુલ, એવરપ્યોર
બધું મારા માટે કહે છે. હમણાં આપ આત્માઓ ને નોલેજ આપી રહ્યો છું. બાપ કહે છે હું આ
શરીર દ્વારા તમને આપી રહ્યો છું. તમે પણ શરીર દ્વારા નોલેજ લઈ રહ્યાં છો. એ છે
ગોડફાધર. એમનું રુપ પણ બતાવ્યું છે. જેમ આત્મા બિંદુ છે, તેમ પરમાત્મા પણ બિંદુ છે.
આ કુદરત છે ને? હકીકત માં મોટી કુદરત તો આ છે. આટલાં નાનાં સ્ટાર (તારા) માં ૮૪
જન્મો નો પાર્ટ છે. આ છે કુદરત. બાપ નો પણ ડ્રામા માં પાર્ટ છે. ભક્તિમાર્ગ માં પણ
તમારી સેવા કરે છે. તમારા આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ અવિનાશી છે, આને કહેવાય છે
કુદરત, આનું વર્ણન કેવી રીતે કરે? આટલો નાનો આત્મા છે. આ વાતો સાંભળીને વન્ડર (આશ્ચર્ય)
ખાય છે. આત્મા છે પણ સ્ટાર જેવો. ૮૪ જન્મ એક્યુરેટ ભોગવે છે. સુખ પણ તે એક્યુરેટ
ભોગવશે. આ છે કુદરત. બાપ પણ છે આત્મા, પરમ આત્મા. એમનામાં બધી નોલેજ ભરેલી છે, જે
બાળકો ને સમજાવે છે. આ છે નવી વાતો, નવાં મનુષ્ય સાંભળીને કહેશે આમનું જ્ઞાન તો કોઈ
શાસ્ત્ર વગેરે માં પણ નથી. છતાં પણ જેમણે કલ્પ પહેલાં સાંભળ્યું છે, વારસો લીધો છે
એમની જ વૃદ્ધિ થતી રહે છે. સમય લાગે છે. પ્રજા અનેક બને છે. તે તો સહજ છે. રાજા
બનવામાં મહેનત છે. મનુષ્ય જે ખૂબ ધન દાન કરે છે તો રાજાઈ ઘર માં જન્મ લે છે. ગરીબ
પણ પોતાની હિંમત અનુસાર જે કાંઈ દાન કરતા હશે તો તે પણ રાજા બને છે. જે પૂરાં ભગત
હોય છે તે દાન-પુણ્ય પણ કરે છે. સાહૂકારો થી પાપ વધારે થતા હશે. ગરીબો માં શ્રદ્ધા
ખૂબ રહે છે. તે ખૂબ પ્રેમ થી થોડું પણ દાન કરે છે તો ખૂબ મળે છે. ગરીબ ભક્તિ પણ ખૂબ
કરે છે. દર્શન આપો નહીં તો અમે ગળું કાપી નાખીએ છીએ. સાહૂકારો એવું નહીં કરશે.
સાક્ષાત્કાર પણ ગરીબો ને થાય છે. તે જ દાન-પુણ્ય કરે છે, રાજાઓ પણ તે બને છે. પૈસા
વાળા ને અહંકાર રહે છે. અહીં પણ ગરીબો ને ૨૧ જન્મો નું સુખ મળે છે. ગરીબ વધારે છે.
સાહૂકાર અંત માં આવશે. તો ભારત જે આટલું ઊંચ હતું તે પછી આટલું ગરીબ કેવી રીતે થયું,
તમે સમજો છો. અર્થક્વેક (ધરતીકંપ) વગેરે માં બધા મહેલ વગેરે ચાલ્યાં જશે તો ગરીબ થઈ
જશે. રાવણ રાજ્ય હોવાથી હાહાકાર થઈ જાય છે તો પછી એવી વસ્તુ રહી ન શકે. દરેક વસ્તુ
ની આયુ તો હોય છે ને? ત્યાં જેમ મનુષ્યો નું આયુષ્ય લાંબુ હોય છે તેમ મકાન ની પણ આયુ
મોટી હોય છે. સોના નાં, માર્બલ નાં મોટાં-મોટાં મકાન બનતા જશે. સોના નાં તો વધારે જ
મજબૂત હશે. નાટક માં પણ દેખાડે છે ને - લડાઈ થાય છે, મકાન તૂટી-ફૂટી જાય છે. પછી બની
જાય છે. એમની બનાવટ એવી હોય છે. આ જે સ્વર્ગ નાં મહેલ વગેરે બનાવશે, એવું તો નહીં
દેખાડશે મિસ્ત્રી લોકો કેવી રીતે મકાન બનાવે છે. હા, સમજે છે એ જ મકાન હશે. આગળ ચાલી
તમને સાક્ષાત્કાર થશે. એવું વિવેક (બુદ્ધિ) કહે છે. આ વાતો સાથે બાળકો ને મતલબ નથી.
બાળકોએ તો ભણતર ભણવાનું છે. સ્વર્ગ નાં માલિક બનવાનું છે. સ્વર્ગ અને નર્ક અનેક વખત
પસાર થયાં છે. હમણાં બંને પસાર થયાં છે. હમણાં છે સંગમ. સતયુગ માં આ નોલેજ નહીં હશે.
આ સમયે આપ બાળકો ને પૂરી નોલેજ છે. લક્ષ્મી-નારાયણ ને આ રાજ્ય કોણે આપ્યું હતું.
હમણાં આપ બાળકો ને ખબર છે. આમણે આ વારસો ક્યાંથી મેળવ્યો? અહીંયા ભણતર ભણીને સ્વર્ગ
નાં માલિક બને છે. પછી ત્યાં જઈને મહેલ વગેરે બનાવે છે. સર્જન પણ મોટી-મોટી
હોસ્પિટલ બનાવે છે ને?
બાપ આપ બાળકો ને
દિવસે-દિવસે સારા-સારા પોઈન્ટ્સ સંભળાવી રહ્યાં છે. તમારો ધંધો જ છે - મનુષ્યો ને
સજાગ કરવાં, રસ્તો બતાવવો. જેમ બાપ કેટલાં પ્રેમ થી બેસીને સમજાવે છે. દેહ-અભિમાન
ની જરુર નથી. બાપ ને ક્યારેય દેહ-અભિમાન ન હોઈ શકે. તમને મહેનત બધી દેહી-અભિમાની
બનવામાં લાગે છે. જે દેહી-અભિમાની બની બાપ નો પરિચય આપે છે, એટલે અનેક નું કલ્યાણ
કરે છે. પહેલાં દેહ-અભિમાન આવવા થી પછી બીજા વિકાર આવે છે. લડવું, ઝઘડવું, નવાબી થી
ચાલવું, દેહ-અભિમાન છે. ભલે પોતાનો રાજયોગ છે, તો પણ ખૂબ સાધારણ રહેવાનું છે. થોડી
વસ્તુ માં અહંકાર આવી જાય છે. ઘડિયાળ ફેશનેબલ (ફેન્સી) જોઈ તો મન થશે આ પહેરું.
વિચાર ચાલતાં રહેશે. આને પણ દેહ-અભિમાન કહેવાય છે. સારી ઊંચી વસ્તુ હશે તો સંભાળવી
પડશે. ખોવાઈ જશે તો વિચાર ચાલશે. અંત સમયે કાંઈ પણ યાદ આવ્યું તો પદ ભ્રષ્ટ થઈ જશે.
આ દેહ-અભિમાન ની આદતો છે. પછી સર્વિસ નાં બદલે ડિસસર્વિસ પણ જરુર કરશે. રાવણે તમને
દેહ-અભિમાની બનાવ્યાં છે. જુઓ છો બાબા કેટલાં સાધારણ ચાલે છે. દરેક ની સર્વિસ જોવાય
છે. મહારથી બાળકોએ પોતાનો શો કરવાનો છે. મહારથીઓ ને જ લખાય છે તમે ફલાણી જગ્યાએ જઈને
ભાષણ કરો. એક-બે ને બોલાવે છે. પરંતુ બાળકો માં દેહ-અભિમાન ખૂબ રહે છે. ભાષણ માં ભલે
સારા છે પરંતુ પરસ્પર રુહાની સ્નેહ નથી. દેહ-અભિમાન લૂણપાણી બનાવી દે છે. કોઈ વાત
માં ઝટ બગડી જવું, આ પણ થવું ન જોઈએ એટલે બાબા કહે છે કોઈ ને પણ પૂછવું છે તો બાબા
ને આવીને પૂછે. કોઈ કહે બાબા તમને કેટલાં બાળકો છે? કહીશ બાળકો તો અસંખ્ય છે પરંતુ
કોઈ કપૂત, કોઈ સપૂત સારા-સારા છે. આવાં બાપ નાં તો ફરમાનવરદાર, વફાદાર બનવું જોઈએ
ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહ-અભિમાન
માં આવીને કોઈ પણ પ્રકાર ની ફેશન નથી કરવાની. વધારે શોખ નથી રાખવાનાં. બહુજ-બહુજ
સાધારણ થઈને ચાલવાનું છે.
2. પરસ્પર ખૂબ-ખૂબ
રુહાની સ્નેહ થી ચાલવાનું છે, ક્યારેય પણ લૂણપાણી નથી બનવાનું. બાબા નાં સપૂત બાળક
બનવાનું છે. અહંકાર માં ક્યારેય નથી આવવાનું.
વરદાન :-
પોતાનાં ભાગ્ય
અને ભાગ્ય વિધાતા નાં ગુણ ગાવા વાળા સદા પ્રસન્નચિત્ત ભવ
બધા બ્રાહ્મણ બાળકો
ને જન્મ થી જ તાજ, તખ્ત, તિલક જન્મસિદ્ધ અધિકાર નાં રુપ માં પ્રાપ્ત થાય છે. તો આ
ભાગ્ય નાં ચમકતા સિતારા ને જોતા પોતાનાં ભાગ્ય અને ભાગ્ય વિધાતા નાં ગુણ ગાતા રહો
તો ગુણ સંપન્ન બની જશો. પોતાની કમજોરીઓનાં ગુણ ન ગાઓ, ભાગ્ય નાં ગુણ ગાતા રહો,
પ્રશ્નો થી પાર રહો ત્યારે સદા પ્રસન્નચિત્ત રહેવાનું વરદાન પ્રાપ્ત થશે. પછી બીજાઓ
ને પણ સહજ જ પ્રસન્ન કરી શકશો.
સ્લોગન :-
એકનામી અને
ઇકોનોમી થી ચાલવું જ બ્રાહ્મણ-જીવન માં સફળતા નો આધાર છે.
આ અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
નિશ્ચય સદા જ
નિશ્ચિંત બનાવે છે અને જે નિશ્ચિંત સ્થિતિ માં રહીને કોઈ પણ કાર્ય કરે છે તે એમાં
સફળ જરુર થાય છે કારણકે નિશ્ચિંત સ્થિતિ માં બુદ્ધિ યથાર્થ જજમેન્ટ કરે છે. યથાર્થ
નિર્ણય નો આધાર છે - નિશ્ચયબુદ્ધિ, નિશ્ચિંત સ્થિતિ, એમાં વિચારવાની પણ આવશ્યક્તા
નથી.