04-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 20.02.2005
બાપદાદા મધુબન
“ દિલ થી મારા બાબા કહો
અને સર્વ અવિનાશી ખજાનાઓ નાં માલિક બની બેફિકર બાદશાહ બનો”
આજે ભાગ્ય વિધાતા
બાપદાદા પોતાનાં સર્વ બાળકો નાં મસ્તક ની વચ્ચે ભાગ્ય ની રેખાઓ જોઈ રહ્યાં છે. દરેક
બાળકો નાં મસ્તક માં ચમકતા દિવ્ય સિતારા ની રેખા દેખાઈ રહી છે. દરેક નાં નયનો માં
સ્નેહ અને શક્તિ ની રેખા જોઈ રહ્યાં છે. મુખ માં શ્રેષ્ઠ મધુર વાણી ની રેખા જોઈ
રહ્યાં છે. હોઠો પર મીઠી મુસ્કાન (મીઠાં સ્મિત) ની રેખા ચમકી રહી છે. દિલ માં
દિલારામ નાં સ્નેહ માં લવલીન ની રેખા જોઈ રહ્યાં છે. હાથો માં સદા સર્વ ખજાનાઓ ની
સંપન્નતા ની રેખા જોઈ રહ્યાં છે. પગ માં દરેક કદમ માં પદમ ની રેખા જોઈ રહ્યાં છે.
આવું શ્રેષ્ઠ ભાગ્ય આખા કલ્પ માં કોઈ નું નથી હોતું, જે આપ બાળકો ને આ સંગમયુગ માં
ભાગ્ય પ્રાપ્ત થયું છે. આવું પોતાનું ભાગ્ય અનુભવ કરો છો? એટલાં શ્રેષ્ઠ ભાગ્ય નો
રુહાની નશો અનુભવ કરો છો? દિલ માં સ્વત: ગીત વાગે છે - વાહ મારું ભાગ્ય! આ સંગમયુગ
નું ભાગ્ય અવિનાશી ભાગ્ય થઈ જાય છે. કેમ? અવિનાશી બાપ દ્વારા અવિનાશી ભાગ્ય પ્રાપ્ત
થયું છે. પરંતુ પ્રાપ્ત આ સંગમ પર જ થાય છે. આ સંગમયુગ પર જ અનુભૂતિ કરો છો, આ
વિશેષ સંગમયુગ ની પ્રાપ્તિ અતિ શ્રેષ્ઠ છે. તો એવાં શ્રેષ્ઠ ભાગ્ય નો અનુભવ સદા
ઈમર્જ રહે છે કે ક્યારેક મર્જ, ક્યારેક ઈમર્જ રહે છે? અને પુરુષાર્થ શું કર્યો? આટલાં
મોટા ભાગ્ય ની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કેટલો સહજ થયો! ફક્ત દિલ થી જાણ્યા, માન્યા
અને પોતાનાં બનાવ્યા “મારા બાબા”. દિલ થી ઓળખ્યા, હું બાબા નો, બાબા મારા. મારા
માનવા અને અધિકારી બની જવું. અધિકાર પણ કેટલો મોટો છે! વિચારો, કોઈ પૂછે શું-શું
મળ્યું છે? તો શું કહેશો? જો પાના થા વહ પા લિયા. અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ પરમાત્મ
ખજાના માં. એવી પ્રાપ્તિ સ્વરુપ નો અનુભવ કરી લીધો કે કરી રહ્યાં છો? ભવિષ્ય ની વાત
અલગ છે, આ સંગમયુગ નાં જ પ્રાપ્તિ સ્વરુપ નો અનુભવ છે. જો સંગમયુગ પર અનુભવ નથી
કર્યો તો ભવિષ્ય માં પણ નથી થઈ શકતો. કેમ? ભવિષ્ય પ્રારબ્ધ છે પરંતુ પ્રારબ્ધ આ
પુરુષાર્થ નાં શ્રેષ્ઠ કર્મ થી બને છે. એવું નહીં કે છેલ્લે અનુભવ સ્વરુપ બનીશું.
સંગમયુગ નાં લાંબાકાળ નો આ અનુભવ છે. જીવનમુક્ત નો વિશેષ અનુભવ હમણાં નો છે. બેફિકર
બાદશાહ બનવાનો અનુભવ હમણાં છે. તો બધા બેફિકર બાદશાહ છો કે ફિકર છે? જે બેફિક
બાદશાહ બન્યાં છે તે હાથ ઉઠાવો. બની ગયા છો કે બની રહ્યાં છો? બની ગયા છો ને? શું
ફિકર છે? જ્યારે દાતા નાં બાળકો બની ગયા તો ફિકર શું રહી ગઈ? મારા બાબા એટલે વધારે
ફિકર ની અનેક ટોકરીઓ નો બોજ ઉતરી ગયો. બોજ છે શું? છે? પ્રકૃતિ નો ખેલ પણ જુઓ છો,
માયા નો ખેલ પણ જુઓ છો પરંતુ બેફિકર બાદશાહ થઈને, સાક્ષી થઈને ખેલ જુઓ છો. દુનિયા
વાળા તો ડરે છે, ખબર નહીં શું થશે? તમને ડર છે? ડરો છો? નિશ્ચય અને નિશ્ચિંત છો જે
થશે તે સારા માં સારું થશે. કેમ? ત્રિકાળદર્શી બની દરેક દૃશ્ય ને જુઓ છો. આજે શું
છે, કાલે શું થવાનું છે? એને સારી રીતે જાણી ગયા છો, નોલેજફુલ છો ને? સંગમ પછી શું
થવાનું છે, તમારા બધાની આગળ સ્પષ્ટ છે ને? નવયુગ આવવાનો જ છે. દુનિયા વાળા કહેશે,
આવશે? પ્રશ્ન છે આવશે? અને તમે શું કહો છો? આવી જ ગયો છે એટલે શું થશે, પ્રશ્ન નથી.
ખબર છે - સ્વર્ણ યુગ આવવાનો જ છે. રાત પછી હવે સંગમ પ્રભાત છે, અમૃતવેલા છે,
અમૃતવેલા પછી દિવસ આવવાનો જ છે. નિશ્ચય જેમને પણ હશે તે નિશ્ચિંત, કોઈ ચિંતા નહીં
હશે, બેફિકર. વિશ્વ રચયિતા દ્વારા રચના ની સ્પષ્ટ નોલેજ મળી ગઈ છે.
બાપદાદા જોઈ રહ્યાં
છે બધા બાળકો સ્નેહ નાં, સહયોગ નાં અને સંપર્ક નાં પ્રેમ માં બંધાયેલા પોતાનાં ઘર
માં પહોંચી ગયા છે. બાપદાદા બધા સ્નેહી બાળકો ને, સહયોગી બાળકો ને, સંપર્ક વાળા
બાળકો ને પોતાનો અધિકાર લેવા માટે પોતાનાં ઘરમાં પહોંચવા ની મુબારક આપી રહ્યાં છે.
મુબારક છે, મુબારક છે. બાપદાદા નો પ્રેમ બાળકો કરતાં વધારે છે કે બાળકો નો બાપદાદા
કરતાં વધારે છે? કોનો છે? તમારો કે બાપ નો ? બાપ કહે છે બાળકો નો વધારે છે. જુઓ,
બાળકો નો પ્રેમ છે ત્યારે તો ક્યાં-ક્યાં થી પહોંચી ગયા છે ને? કેટલાં દેશો થી આવ્યાં
છે? (૫૦ દેશો થી) ૫૦ દેશો થી આવ્યાં છે. પરંતુ સૌથી દૂર થી દૂર કોણ આવ્યું છે?
અમેરિકા વાળા દૂર થી આવ્યાં છે? તમે પણ દૂર થી આવ્યાં છો પરંતુ બાપદાદા તો પરમધામ
થી આવ્યાં છે. એમની તુલના માં અમેરિકા શું છે? અમેરિકા દૂર છે કે પરમધામ દૂર છે?
સૌથી દૂરદેશી બાપદાદા છે. બાળકો યાદ કરે અને બાપ હાજર થઈ જાય છે.
હવે બાપ બાળકો થી શું
ઈચ્છે છે? પૂછે છે ને- બાપ શું ઈચ્છે છે? તો બાપદાદા આ જ મીઠાં- મીઠાં બાળકો થી
ઈચ્છે છે કે એક-એક બાળક સ્વરાજ્ય અધિકારી રાજા હોય. બધા રાજા છો? સ્વરાજ્ય છે? સ્વ
પર રાજ્ય તો છે ને? જે સમજે છે સ્વરાજ્ય અધિકારી રાજા બન્યો છું, તે હાથ ઉઠાવો. બહુ
જ સારું. બાપદાદા ને બાળકો ને જોઈને પ્રેમ આવે છે કે ૬૩ જન્મ ખૂબ મહેનત કરી છે,
દુઃખ-અશાંતિ થી દૂર થવાની. તો બાપ આ જ ઈચ્છે છે કે દરેક બાળક હવે સ્વરાજ્ય અધિકારી
બને. મન-બુદ્ધિ સંસ્કાર નાં માલિક બને, રાજા બને. જ્યારે ઈચ્છો, જ્યાં ઈચ્છો, જેવી
રીતે ઈચ્છો તેવી રીતે મન-બુદ્ધિ-સંસ્કાર ને પરિવર્તન કરી શકો. ટેન્શન ફ્રી લાઈફ નો
અનુભવ સદા ઈમર્જ (સ્મૃતિ માં) હોય. બાપદાદા જુએ છે ક્યારેક મર્જ પણ થઈ જાય છે.
વિચારે છે આ નથી કરવું, આ રાઈટ છે, આ રોંગ છે, પરંતુ વિચારે છે, સ્વરુપ માં નથી
લાવતાં. વિચારવું એટલે મર્જ રહેવું, સ્વરુપ માં લાવવું અર્થાત્ ઈમર્જ થવું. સમય માટે
તો પ્રતિક્ષા નથી કરી રહ્યા ને? ક્યારેક-ક્યારેક કરે છે. રુહરિહાન કરે છે ને તો ઘણાં
બાળકો કહે છે, સમય આવવા પર ઠીક થઈ જઈશું. સમય તો તમારી રચના છે. તમે તો માસ્ટર
રચયિતા છો ને? તો માસ્ટર રચયિતા, રચના નાં આધાર પર નથી ચાલતાં. સમય ને સમાપ્તિ ની
નજીક આપ માસ્ટર રચયિતાએ લાવવાનો છે.
એક સેકન્ડ માં મન નાં
માલિક બની મન ને ઓર્ડર કરી શકો છો? કરી શકો છો? મન ને એકાગ્ર કરી શકો છો? ફુલ સ્ટોપ
લગાવી શકો છો કે લગાવશો ફુલ સ્ટોપ અને લાગી જશે ક્વેશન માર્ક? કેમ, શું, કેવી રીતે
આ શું, તે શું, આશ્ચર્ય ની માત્રા પણ નહીં. ફુલસ્ટોપ, સેકન્ડ માં પોઈન્ટ બની જાઓ.
બીજી કોઈ મહેનત નથી, એક શબ્દ ફક્ત અભ્યાસ માં લાવો “પોઈન્ટ” (બિંદુ). પોઈન્ટ સ્વરુપ
બનવાનું છે, વેસ્ટ (વ્યર્થ) ને પોઈન્ટ લગાવવાનું છે અને મહાવાક્ય જે સાંભળો છો એ
પોઈન્ટ પર મનન કરવાનું છે, બીજી કોઈ પણ તકલીફ નથી. પોઈન્ટ યાદ રાખો, પોઈન્ટ લગાવો,
પોઈન્ટ બની જાઓ. આ અભ્યાસ આખા દિવસ માં વચ્ચે-વચ્ચે કરો, કેટલાં પણ વ્યસ્ત હોય પરંતુ
આ ટ્રાયલ (અભ્યાસ) કરો એક સેકન્ડ માં પોઈન્ટ બની શકો છો? એક સેકન્ડ માં પોઈન્ટ લગાવી
શકો છો? જ્યારે આ અભ્યાસ વારંવાર નો હશે ત્યારે જ આવવા વાળા અંતિમ સમય માં ફુલ
પોઈન્ટ લઈ શકશે. પાસ વિથ ઓનર બની જશો. આ જ પરમાત્મ-ભણતર છે, આ જ પરમાત્મ-પાલના છે.
તો જે પણ આવ્યાં છે,
જે પહેલી વાર આવવા વાળા છે, જે પહેલી વાર મિલન મનાવવા માટે આવ્યાં છે તે હાથ ઉઠાવો.
ઘણાં આવ્યાં છે. વેલકમ. જેવી રીતે હમણાં પહેલી વાર આવ્યાં છો ને, તો પહેલો નંબર પણ
લેજો. ચાન્સ (તક) છે, તમે વિચારશો અમે તો હમણાં-હમણાં પહેલી વાર આવ્યાં છીએ, અમારા
કરતાં પહેલાં વાળા તો ખૂબ છે પરંતુ ડ્રામા માં આ ચાન્સ રાખેલો છે કે લાસ્ટ સો ફાસ્ટ
અને ફાસ્ટ સો ફર્સ્ટ બની શકો છો. ચાન્સ છે અને ચાન્સ લેવા વાળા ને બાપદાદા ચાન્સલર
કહે છે. તો ચાન્સલર બનો. બનવું છે ચાન્સલર? ચાન્સલર બનવું છે? જે સમજે છે ચાન્સલર
બનીશું, તે હાથ ઉઠાવો. ચાન્સલર બનશો? વાહ! મુબારક છે. બાપદાદાએ જોયું અહીં તો જે પણ
આવ્યાં છે તે બધા હાથ ઉઠાવી રહ્યાં છે, મેજોરીટી ઉઠાવી રહ્યાં છે, મુબારક છે.
મુબારક છે. બાપદાદાએ તમને બધાને આવવા વાળા મીઠાં-મીઠાં, પ્યારા-પ્યારા બાળકો ને
વિશેષ યાદ કર્યા છે, કેમ યાદ કર્યાં? (આજે સભા માં દેશ-વિદેશ નાં ઘણાં વી.આઈ.પી બેઠાં
છે) કેમ નિમંત્રણ આપ્યું? ખબર છે? જુઓ, નિમંત્રણ તો અનેક ને મળ્યું પરંતુ આવવા વાળા
તમે પહોંચી ગયા છો. કેમ બાપદાદાએ યાદ કર્યાં? કારણકે બાપદાદા જાણે છે કે જે પણ આવ્યાં
છે તે સ્નેહી, સહયોગી થી સહજયોગી બનવા વાળી ક્વોલિટી છે. જો હિંમત રાખશો તો તમે સહજ
યોગી બની બીજાઓ ને પણ સહજયોગ નાં મેસેન્જર બની મેસેજ આપી શકો છો. મેસેજ આપવો અર્થાત્
ગોડલી મેસેન્જર બનવું. આત્માઓ ને દુઃખ, અશાંતિ થી છોડાવવાં. તો પણ તમારા જ ભાઈ-બહેનો
છે ને? તો પોતાનાં ભાઈ તથા બહેનો ને ગોડલી મેસેજ આપવો અર્થાત્ મુક્ત કરવા. આની
દુવાઓ ખૂબ મળે છે. કોઈ પણ આત્મા ને દુઃખ, અશાંતિ થી છોડાવવા ની દુવાઓ ખૂબ મળે છે અને
દુવાઓ મળવા થી અતિન્દ્રિય સુખ આંતરિક ખુશી ની ફીલિંગ બહુ જ આવે છે. કેમ? કારણકે ખુશી
વહેંચી ને? તો ખુશી વહેચવા થી ખુશી વધે છે. બધા ખુશ છો? વિશેષ બાપદાદા મહેમાનો ને
નહીં, અધિકારીઓ ને પૂછે છે. પોતાને મહેમાન નહીં સમજતા, અધિકારી છો. તો બધા ખુશ છે?
હા, તમે આવવા વાળાઓ ને પૂછો છો, કહેવામાં આવે છે મહેમાન પરંતુ મહેમાન નથી, મહાન બની
મહાન બનવા વાળા છો. તો પૂછો ખુશ છો? ખુશ છો તો હાથ હલાવો. બધા ખુશ છે, હવે જઈને શું
કરશો? ખુશી વહેંચશો ને? બધાને ખૂબ ખુશી વહેંચજો. જેટલી ખુશી વહેંચશો એટલી વધશે, ઠીક
છે. અચ્છા-ખૂબ તાળીઓ વગાડો. (બધાએ ખૂબ તાળીઓ વગાડી) જેવી રીતે હમણાં તાળી વગાડી, એવી
રીતે સદા ખુશી ની તાળીઓ ઓટોમેટિક વાગતી રહે. અચ્છા.
બાપદાદા સદા ટીચર્સ
ને કહે છે, ટીચર્સ અર્થાત્ જેમનાં ફીચર્સ થી ફ્યુચર દેખાય. એવાં ટીચર્સ છો ને? તમને
જોઈને સ્વર્ગ નાં સુખ ની ફીલિંગ આવે. શાંતિ ની અનુભૂતિ થાય. ચાલતાં-ફરતાં ફરિશ્તા
દેખાય. એવાં ટીચર્સ છો ને? સારું છે, ભલે પ્રવૃત્તિ માં રહેવા વાળા છે કે સેવા ને
નિમિત્ત બનેલા છે પરંતુ બધા બાપદાદા સમાન બનવા વાળા નિશ્ચયબુદ્ધિ વિજયી છે. અચ્છા.
ચારેય તરફ નાં ભલે
સાકાર રુપ માં સામે છે કે દૂર બેઠાં પણ દિલ ની નજીક છે, એવાં સદા શ્રેષ્ઠ ભાગ્યવાન
આત્માઓ ને, સદા નિમિત્ત બની નિર્માણ નું કાર્ય સફળ કરવા વાળા વિશેષ આત્માઓ ને, સદા
બાપ સમાન બનવાનાં ઉમંગ-ઉત્સાહ માં આગળ વધવા વાળા હિંમતવાન બાળકો ને, સદા દરેક કદમ
માં પદમો ની કમાણી જમા કરવા વાળા ખૂબ-ખૂબ વર્લ્ડ માં પદમગુણા ધનવાન, ભરપૂર આત્માઓ
ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ડબલ વિદેશી નિમિત્ત
મોટી બહેનો સાથે :-
સારી સેવા નું
સબૂત (પ્રમાણ) આપી રહ્યાં છો. આનાથી જ અવાજ ફેલાશે. અનુભવ સંભળાવવા થી બીજાઓ નો પણ
અનુભવ વધે છે. તો બાપદાદા ખુશ છે, ફોરેન ની સેવા માં નિમિત્ત બનવા વાળા સારા
ઉમંગ-ઉત્સાહ થી સેવા માં બિઝી રહે છે. ગયા દેશ માંથી છે પરંતુ વિદેશ વાળાઓ ની સેવા
એમ જ નિમિત્ત બનીને કરી રહ્યાં છે જેવી રીતે ત્યાનાં જ છે. પોતાપણા ની ભાસના આપો
છો. અને બધી તરફ નાં છે. એક તરફ નાં નથી, લંડન તરફ નાં કે અમેરિકા નાં નથી, બેહદ
સેવાધારી છે. જવાબદારી તો વિશ્વ ની છે ને? તો બાપદાદા મુબારક આપી રહ્યાં છે. કરી
રહ્યાં છો, આગળ વધારે સારા માં સારા ઉડતા અને ઉડાવતા રહેશો. અચ્છા.
પર્સનલ મુલાકાત :-
બધા હોલી અને હેપ્પી હંસ છો. હંસ નું કામ શું હોય છે? હંસ માં નિર્ણય શક્તિ બહુ જ
હોય છે. તો તમે પણ હોલી હેપ્પી હંસ વ્યર્થ ને સમાપ્ત કરવા વાળા અને સમર્થ બની સમર્થ
બનાવવા વાળા છો. બધા એવરહેપ્પી? એવર-એવર હેપ્પી. હવે ક્યારેય દુઃખ ને આવવા નહીં દેતાં.
દુઃખ ને ડાઈવોર્સ આપી દીધો, ત્યારે તો બીજાઓ નું દુઃખ નિવારણ કરશો ને? તો સુખી
રહેવાનું છે અને સુખ આપવાનું છે. આ કામ કરશો ને? અહીં થી જે સુખ મળ્યું છે તે જમા
રાખજો. ક્યારેય પણ કાંઈ પણ થાય ને - બાબા, મીઠાં બાબા, દુઃખ લઈ લો, પોતાની પાસે નહીં
રાખતાં. ખરાબ વસ્તુ રખાય છે શું? તો દુઃખ ખરાબ છે ને? તો દુઃખ કાઢી નાખો, સુખી રહો.
તો આ છે સુખી ગ્રુપ અને સુખદાઈ ગ્રુપ. ચાલતાં-ફરતાં સુખ આપતા રહો. કેટલી તમને દુવાઓ
મળશે. તો આ ગ્રુપ બ્લેસિંગ નાં પાત્ર છે. તો બધા ખુશ છો ને? બધા મુસ્કુરાઓ (હસો).
બસ, મુસ્કુરાતા રહેજો. ખુશી માં નાચો. અચ્છા.
વરદાન :-
યાદ અને સેવા
નાં બેલેન્સ દ્વારા ચઢતી કળા નો અનુભવ કરવા વાળા રાજ્ય અધિકારી ભવ
યાદ અને સેવા નું
બેલેન્સ છે તો દરેક કદમ માં ચઢતી કળા નો અનુભવ કરતા રહેશો. દરેક સંકલ્પ માં સેવા
હોય તો વ્યર્થ થી છૂટી જશો. સેવા જીવન નું એક અંગ બની જાય, જેવી રીતે શરીર માં બધા
અંગ જરુરી છે તેવી રીતે બ્રાહ્મણ જીવન નો વિશેષ અંગ સેવા છે. ખૂબ સેવા નો ચાન્સ મળવો,
સ્થાન મળવું, સંગ મળવો આ પણ ભાગ્ય ની નિશાની છે. આમ સેવા નો ગોલ્ડન ચાન્સ લેવા વાળા
જ રાજ્ય અધિકારી બને છે.
સ્લોગન :-
પરમાત્મ-પ્રેમ
ની પાલના નું સ્વરુપ છે - સહજયોગી જીવન.
અવ્યક્ત ઇશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
પવિત્રતા આપ બ્રાહ્મણો
નો સૌથી મોટા માં મોટો શૃંગાર છે, સંપૂર્ણ પવિત્રતા તમારા જીવન ની સૌથી મોટા માં
મોટી પ્રોપર્ટી છે, રોયલ્ટી અને પર્સનાલિટી છે, એને ધારણ કરી એવેરરેડી બનો તો
પ્રકૃતિ પોતાનું કામ શરુ કરે. પ્યોરિટી ની પર્સનાલિટી થી સંપન્ન રોયલ આત્માઓ ને
સભ્યતા ની દેવી કહેવાય છે.