04-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
નિશ્ચયબુદ્ધિ બની બાપની દરેક આજ્ઞા પર ચાલતાં રહો , આજ્ઞા પર ચાલવાથી જ શ્રેષ્ઠ બનશો”
પ્રશ્ન :-
કયા બાળકોને
સાચાં-સાચાં ખુદાઈ ખિદ્દમતગાર કહેવાશે?
ઉત્તર :-
જે રાજાઈ મેળવવાનો પુરુષાર્થ કરે છે અને બીજાને પણ આપ સમાન બનાવે છે. એવાં ઈશ્વરીય
સેવા પર લાગવા વાળા બાળકો સાચાં-સાચાં ખુદાઈ ખિદ્દમતગાર છે. એમને જોઇને બીજા પણ
સહયોગી બને છે.
ઓમ શાંતિ!
તમે જ્યારે અહીં
બેસો છો તો બધાને કહેવાનું છે કે શિવબાબા ને યાદ કરો. આ તો તમે જાણો છો શિવબાબા છે,
એમનાં મંદિરમાં પણ જાય છે પરંતુ આ કોઈ પણ નથી જાણતું કે શિવબાબા કોણ છે-સિવાય આપ
બાળકોનાં. તો શિવબાબા ની યાદ અપાવવાની છે. અહીં બેઠાં ઘણાનો બુદ્ધિયોગ
ક્યાંય-ક્યાંય ભટકતો રહેશે એટલે તમારી ફરજ છે યાદ અપાવવી. ભાઈઓ અને બહેનો બાપ ને
યાદ કરો, જે બાપ પાસેથી વારસો મળવાનો છે. તમે હમણાં સાચાં ભાઈ-બહેન છો. તે તો ફક્ત
પુરુષ, સ્ત્રી નાં કારણે ભાઈ-બહેન કહી દે છે. લેક્ચર્સ (પ્રવચન) માં પણ એવું કહેશે
- ભાઈઓ-બહેનો… તે છે ભાઈ-બહેન શરીર નાં સંબંધ થી. અહીં તે વાત નથી. અહીંયા તો
આત્માઓને સમજાવાય છે કે પોતાનાં રચયિતા બાપ ને યાદ કરો, એમનાથી વારસો મળે છે. ફરક
છે ને! ભાઈ-બહેન શબ્દ તો સામાન્ય છે. અહીં બાપ બાળકોને કહે છે મુજ બાપ ને યાદ કરો.
તે શિવબાબા છે રુહાની બાપ અને પ્રજાપિતા બ્રહ્મા છે શરીરધારી બાપ. તો બાપદાદા બંને
કહે છે બાળકો, બાપ ને યાદ કરો બીજે ક્યાંય પણ બુદ્ધિયોગ ન જાય. બુદ્ધિ બહુજ ભટકે
છે. ભક્તિમાર્ગ માં પણ એવું થાય છે. શ્રીકૃષ્ણ ની આગળ કે કોઈ પણ દેવતાની આગળ બેસે
છે, માળા ફેરવે છે. બુદ્ધિ ક્યાંય-ક્યાંય ભાગતી રહે છે. દેવતાઓ કોણ છે? એમને આ
રાજાઈ કેવી રીતે મળી? કયારે મળી? આ કોઈને ખબર નથી. સિક્ખ લોકો જાણે છે - ગુરુ નાનકે
સિક્ખ પંથ સ્થાપન કર્યો. પછી એમનાં ગુરુ પૌત્ર ચાલતાં આવ્યાં છે. તે પુનર્જન્મ માં
આવતા રહે છે, આ વાતો કોઈ જાણતું નથી. સદૈવ થોડી ગુરુનાનક ને યાદ કરશે. અચ્છા સમજો,
ગુરુનાનક ને કે બુદ્ધ ને કે કોઈ પણ પોતાનાં ધર્મ-સ્થાપક ને યાદ કરે છે પરંતુ આ કોઈને
થોડી ખબર છે કે હમણાં તે ક્યાં છે. તેઓ તો કહી દે છે જ્યોતિ જ્યોત સમાયા. વાણી થી
પરે ચાલ્યાં ગયાં અથવા કહી દે શ્રીકૃષ્ણ હાજરા-હાજર છે, જ્યાં જુઓ કૃષ્ણ જ કૃષ્ણ
છે. રાધે જ રાધે છે. એમ કહેતા રહે છે. બાપ બેસી સમજાવે છે - તમે ભારતવાસી દેવતા હતાં.
તમારી સૂરત (ચહેરો) મનુષ્ય ની, સીરત (ચરિત્ર) દેવતાઓની હતી. દેવતાઓનાં ચિત્ર તો છે
ને! ચિત્ર ન હોત તો આ પણ સમજત નહીં. રાધા-કૃષ્ણની સાથે પછી લક્ષ્મી-નારાયણ નો શું
સંબંધ છે, આ બાપ જ આવી ને સમજાવે છે. તમે કોઈને પણ સમજાવી શકો છો - આ તો નિરાકાર
બાબા આપણને સમજાવે છે. હકીકત માં નિરાકાર તો બધાં છે. આત્મા નિરાકાર છે, પછી એ
સાકાર દ્વારા બોલે છે. નિરાકાર તો બોલી ન શકે. તમે સમજાવી શકો છો - અમારા બાબા એ
તમારા બાબા છે. શિવબાબા જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર છે. બેહદ નાં બાપ છે. એમને
પણ શરીર તો જોઈએ ને? પોતે કહે છે - હું આ બ્રહ્મા તન માં આવું છું, ત્યારે તો આ
બ્રાહ્મણ ધર્મ ની સ્થાપના થાય. બ્રહ્મા દ્વારા રચના થાય જ છે બ્રાહ્મણો ની. તો બાપ
બ્રાહ્મણ બાળકો ને જ સમજાવે છે, બીજા કોઈને નથી સમજાવતાં, બાળકો ને જ સમજાવે છે. એવું
નથી કે અમે શિવબાબા નાં બાળકો છીએ એટલે ભગવાન છીએ. ના. બાપ, બાપ છે, બાળકો, બાળકો
છે. હાં, જ્યારે બાળક મોટું થાય, બાપ બને, બાળક જન્મે, ત્યારે બાપ કહેવાય. આમનાં તો
અનેક બાળકો છે ને, બાળકો ને જ સમજાવે છે. જે નિશ્ચયબુદ્ધિ છે, નિશ્ચયબુદ્ધિ બાપ ની
આજ્ઞા પર ચાલશે કારણ કે શ્રીમત થી જ શ્રેષ્ઠ બની શકાય છે.
હમણાં તમે જાણો છો
આપણે એ દેવતાઓ જેવાં બની રહ્યાં છીએ. જન્મ-જન્માંતર આપણે દેવતાઓની મહિમા ગાતાં આવ્યાં
છીએ. હવે આપણે શ્રીમત પર એવાં બનવાનું છે, રાજાઈ સ્થાપન થવાની છે. બધાં તો પૂરી રીતે
શ્રીમત પર નહીં ચાલશે, નંબરવાર ચાલશે કારણ કે બહુજ મોટી રાજાઈ છે. રાજાઈ માં પ્રજા,
નોકર-ચાકર, ચંડાલ વગેરે બધાં જોઈએ. એવી ચલન વાળાઓનો પણ સાક્ષાત્કાર થશે કે આ ચંડાલ
ની ફેમિલી માં જશે. ચંડાલ એક તો નહીં હશે, એમની પણ ફેમિલી હશે. ચંડાલો ની પણ યુનિયન
હોય છે. બધાં પરસ્પર મળે છે. હડતાલ વગેરે કરે તો બધાં કામ છોડી દે. સતયુગ માં તો આવી
વાત જ હોતી નથી. તમારું એક ચિત્ર પણ છે, જેનાં પર તમે પૂછો છો કે શું બનવા ઈચ્છો
છો-બેરિસ્ટર બનશો, દેવતા બનશો? તમારી આખી રાજધાની સ્થાપન થઈ રહી છે, ઓછું થોડી છે!
બેહદ નાં બાપ, બેહદની વાતો બેસી સમજાવે છે. આ બુદ્ધિ માં બેસી જવું જોઈએ. આપણે
ભવિષ્ય માટે પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવશું. શ્રીમત પર આપણે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ
રાજાઈ પદ મેળવશું અને પછી બીજાને જ્યારે આપ સમાન બનાવે ત્યારે કહેવાય
ખુદાઈ-ખિદ્દમતગાર . કોઈનું કાંઈ પણ છુપું નથી રહી શકતું. આગળ ચાલી બધું ખબર પડશે.
આને જ જ્ઞાન નો પ્રકાશ કહેવાય છે, રોશની મળતી જાય છે. મનુષ્ય ને કંઈ પણ ખબર થોડી પડે
છે. બોમ્બ્સ પણ અંદર બનાવતાં રહે છે. કોઈ પણ વસ્તુ રાખવા માટે થોડી બનાવાય છે.
પહેલાં-પહેલાં તલવાર થી લડાઈ ચાલે છે પછી બંદૂક બનાવી, કામ માં લાવવા માટે, રાખવા
માટે નહીં. સમજે પણ છે આનાંથી મોત થશે. ટ્રાયલ તો કરી છે ને! હિરોશિમા માં એક બોમ્બ
થી કેટલાં મર્યા હતાં, એનાં પછી જુઓ ફરી કેટલી ઉન્નતિ કરી છે, કેટલાં અનેક મકાન
બનાવ્યાં છે. હવે એવો વિનાશ નહીં થશે જે હોસ્પિટલ માં પડ્યાં રહે. હોસ્પિટલ વગેરે
તો રહેશે નહીં, એટલે ધરતીકંપ વગેરે સાથે થશે. કુદરતી આપદાઓ ને કોઈ રોકી નહીં શકે.
કહે પણ છે-આ બધું ઈશ્વર નાં હાથ માં છે. હમણાં આપ બાળકો સમજો છો વિનાશ તો થવાનો જ
છે, અકાળ પડવાનો છે, પાણી નહીં મળશે… એ તો તમે જાણો છો. કોઈ નવી વાત નથી. કલ્પ પહેલાં
પણ આવું થયું હતું. કલ્પ નું જ્ઞાન તો કોઈમાં નથી. કહે પણ છે ક્રાઇસ્ટ થી ૩ હજાર
વર્ષ પહેલાં સ્વર્ગ હતું. પછી શાસ્ત્રોમાં કલ્પ ની આયુ લાખો વર્ષ લખી દીધી છે! કોઈનું
પણ ધ્યાન નથી જતું, સાંભળી ને પછી પોતાનાં ધંધા વગેરે માં લાગી જાય છે. તો હવે બાપ
બાળકો ને સમજાવે છે - હવે જલ્દી-જલ્દી પુરુષાર્થ કરો. યાદ માં રહો તો ખાદ નીકળી જશે.
તમારે અહીંયા જ સતોપ્રધાન બનવાનું છે. નહીં તો સજાઓ ખાઈને પછી પોત-પોતાનાં ધર્મ માં
ચાલ્યાં જશો. શ્રીમત ભગવાન ની મળે છે. શ્રીકૃષ્ણ તો રાજકુમાર છે, તે શું કોઈને મત
આપશે! એ વાતો ને દુનિયામાં કોઈ પણ નથી જાણતું. પ્રેમ થી સમજાવવાનું છે કે શિવબાબા
ને યાદ કરો. શિવબાબા પોતે કહે છે કે મામેકમ્ યાદ કરો. એ પણ કલ્યાણકારી છે બીજો સંગ
તોડી એક સંગ જોડવાનો છે. તમે છો ભારતનો બેડો પાર કરવાવાળા. સત્ય-નારાયણ ની કથા પણ
ભારત થી જ સંબંધ રાખે છે. બીજા ધર્મ વાળા ક્યારેય સત્ય-નારાયણ ની કથા નહીં સાંભળશે.
આ સાંભળશે તે, જે નર થી નારાયણ બનવા વાળા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા હશે. તે જ
અમર કથા સાંભળશે. અમરલોક માં દેવી-દેવતા હતાં તો જરુર અમરલોક માં અમરકથા થી આ પદ
મેળવ્યું હશે. એક-એક વાત યાદ કરવા લાયક છે. એક વાત પણ બુદ્ધિમાં સારી રીતે બેસી જાય
તો બધાં આવી જશે. બાપ ને યાદ કરવાનાં છે અને સ્વદર્શન-ચક્ર ધ્યાન માં રાખવાનું છે.
શિવબાબા ની સાથે અહીં પાર્ટ ભજવી રહ્યાં છીએ પછી જવાનું છે.
બાપ જ સમજાવે છે -
સાચું શું છે, ખોટું શું છે. સત્ય એક છે બાકી બધું છે જુઠ્ઠું. લંકા માં રાવણ હતો
એક ની વાત છે શું! સતયુગ-ત્રેતા માં તો એવી વાત હોતી નથી. આ આખી મનુષ્યો ની દુનિયા
લંકા છે, આ છે જ રાવણ રાજ્ય. બધી સીતાઓ એક રામ ને યાદ કરે છે અથવા બધી ભક્તિઓ,
સજનીઓ એક ભગવાન, સાજન ને યાદ કરે છે કારણકે રાવણ રાજ્ય છે. સંન્યાસી આ વાતોને સમજી
ન શકે. બધાં દુઃખી છે, શોક વાટિકા માં છે, શોક વાટિકા છે કળિયુગ. અશોક વાટિકા છે
સતયુગ. અહીં તો કદમ-કદમ પર શોક છે, દુઃખ છે. તમને બાબા, અશોક સ્વર્ગ માં લઈ જાય છે.
અહીં તો મનુષ્ય કેટલો શોક કરે છે. કોઈ મરી જાય છે તો જેમ પાગલ થઈ જાય છે. સ્વર્ગ
માં તો આ બધી વાતો હોતી નથી. અકાળે મૃત્યુ ક્યારે થતું નથી, જે સ્ત્રી વિધવા બને,
ત્યાં તો સમય પર એક શરીર છોડી જઈને બીજું લે છે. પુરુષ કે સ્ત્રી માં લેશે, તો આ
સાક્ષાત્કાર થઈ જશે. પાછળ માં બધું ખબર પડી જશે. કોણ-કોણ શું બનશે! પછી એ સમય કહેશે
અમે એટલો સમય મહેનત ન કરી. પરંતુ એ સમયે કહેવાથી શું થશે! સમય તો વીતી ગયો ને એટલે
બાપ કહે છે-બાળકો, મહેનત કરો, સેવા માં સાચાં રાઈટહેન્ડ (સહયોગી) બનો તો રાજાઈ માં
આવી જશો. સેવા માં લાગ્યા રહો. દૃષ્ટાંત પણ છે ને, કેવાં કુટુંબ નાં કુટુંબ સેવામાં
લાગી ગયાં છે. કહેશે આ કુટુંબે કર્મ એવાં સારા કર્યા છે જે બધાં ઈશ્વરીય સેવા માં
લાગી ગયાં છે. મા-બાપ, બાળકો… આ તો સારું છે ને! સેવા પાછળ ચક્કર લગાવતાં રહે છે.
આપ બાળકોને બહુજ ઉલ્લાસ હોવો જોઈએ. કેવી રીતે મનુષ્ય ને રસ્તો બતાવીએ, જે એમની આત્મા
ખુશ થાય. કેટલાને રસ્તો બતાવો છો. આ તમે પ્રજા બનાવી, બીજ વાવ્યું ને. જન્મતાં જ
રાજા તો કોઈ હોતું નથી. પહેલાં પ્રજા નાં અધિકારી હોય છે પછી પુરુષાર્થ કરતાં-કરતાં
શું થી શું બની શકે છે. તમને સેવા પર જોઈ બીજાઓ ને પણ ઉમંગ થશે, અમે પણ કેમ ન આવો
પુરુષાર્થ કરીએ. નહીં તો પછી કલ્પ-કલ્પ એવાં હાલ થશે. બહુ જ આવશે, પછતાશે. એ સમય
જેવું દુઃખ મનુષ્ય આખાં જીવન માં ક્યારેય નહીં જુએ. શ્રીમત પર ન ચાલવાનાં કારણે
પાછળ માં એવું દુઃખ જોશે, વાત નહીં પૂછો કારણ કે અનેક વિકર્મ કર્યા છે. બાબા રસ્તો
પણ બહુજ સહજ બતાવે છે ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. બીજાઓને પણ આ રસ્તો બતાવો.
તમે દેવી-દેવતા ધર્મનાં
હતાં, જેમ ક્રિશ્ચન ધર્મ નાં મનુષ્ય, ઇસ્લામી ધર્મ નાં મનુષ્ય છે, તેમ આ છે. આ છે
સૌથી પવિત્ર. આનાં જેવો ધર્મ કોઈ હોઈ ન શકે, અડધોકલ્પ તમે પવિત્ર રહો છો. સ્વર્ગ અને
નર્ક ગવાયું છે. સ્વર્ગ કોને કહેવાય, આ પણ કોઈને ખબર નથી. બાપ ભારતમાં જ આવીને
બાળકોને જગાડે છે. ૫ હજાર વર્ષ ની વાત છે. જે સ્વર્ગવાસી હતા તે જ હમણાં નર્કવાસી
બન્યા છે પછી બાપ આવીને પાવન સ્વર્ગવાસી બનાવે છે. એક સાજન આવીને બધી સજનીઓ ને
પોતાની અશોક વાટિકા માં લઈ જાય છે. તો પહેલાં-પહેલાં બધાને આ કહો કે બાપ ને યાદ કરો.
નહીં તો અહીં બેઠાં-બેઠાં બુદ્ધિ ક્યાંય-ક્યાંય ભટકતી રહે છે. ભક્તિ માર્ગ માં પણ આ
જ હાલત થાય છે. બાબા અનુભવી તો છે ને. સૌથી સારો ધંધો ઝવેરી નો હોય છે. એમાં સાચાં
અને ખોટા ને બહુ મુશ્કેલ સમજે છે. અહીં પણ સાચું છુપાયેલું છે, ખોટું જ ખોટું ચાલતું
રહે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. તમે જાણો છો આપણે બધાં ડ્રામા નાં એક્ટર્સ છીએ,
એમાંથી કોઈ પણ નીકળી ન શકે. કોઈ પણ મોક્ષ ને મેળવી નથી શકતું. વિવેક થી કામ લેવાનું
હોય છે. પાર્ટ માં ચાલતા જ જાય છે ફરી કલ્પ પછી તે જ પાર્ટ રીપીટ કરશે. તમે જોશો
કેવી રીતે મનુષ્ય મરે છે, વિનાશ થાય છે. બધી આત્માઓ નિર્વાણધામ માં ચાલી જશે. આ
બુદ્ધિ માં જ્ઞાન છે. સર્વિસ પર લાગ્યાં રહેવાથી જ અનેકોનું કલ્યાણ થશે. આખો પરિવાર
જ જ્ઞાન માં લાગી જાય તો બહુ અદ્દભુત થઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પાછળ નાં
દર્દ નાં દૃશ્ય થી કે દુઃખો થી છૂટવા માટે હમણાં થી બાપ ની શ્રીમત પર ચાલવાનું છે.
આપ સમાન બનાવવાની સેવા શ્રીમત પર કરવાની છે.
2. સેવા માં બાપ નાં
રાઈટહેન્ડ (સહયોગી) બનવાનું છે. આત્માને ખુશ કરવાનો રસ્તો બતાવવાનો છે. સૌનું
કલ્યાણ કરવાનું છે.
વરદાન :-
સ્વયં નાં
સંકલ્પો ની ઉલઝન અથવા સજાઓથી પણ પરે રહેવા વાળા પાસ વિથ્ ઓનર ભવ
પાસ વિથ ઓનર અર્થાત્
મન માં પણ સંકલ્પો થી સજા ન ખાય. ધર્મરાજ ની સજાઓની વાત તો પાછળ છે પરંતુ પોતાનાં
સંકલ્પો ની પણ ઉલઝન અથવા સજાઓ થી પરે રહેવું - આ પાસ વિથ્ ઓનર થવા વાળાની નિશાની
છે. વાણી, કર્મ, સંબંધ-સંપર્ક ની વાત તો મોટી છે પરંતુ સંકલ્પોમાં પણ ઉલઝન ઉત્પન ન
થાય, એવી પ્રતિજ્ઞા કરો ત્યારે પાસ વિથ્ ઓનર બનશો.
સ્લોગન :-
જ્ઞાન ઘૃત અને
યોગ ની બત્તી ઠીક હોય તો ખુશી નો દિપક જાગતો રહેશે.
અવ્યક્ત ઇશારા - સદા
અચલ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો
દુનિયાની કોઈ પણ
પ્રકારની હલચલ અચલ-અડોલ સ્થિતિમાં વિઘ્ન ન નાખે. એવી રીતે વિધ્ન-વિનાશક અચલ-અડોલ બની
દરેક વિધ્ન ને પાર કરી લો, જેવી રીતે આ વિધ્ન નથી એક રમત છે. પહાડ રાઈ નાં સમાન
અનુભવ થાય કારણકે નોલેજફુલ આત્માઓ પહેલેથી જાણે છે કે આ બધું તો આવવાનું જ છે, થવાનું
જ છે.