04-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જ્ઞાનસાગર બાપ તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપવા આવ્યાં છે , જેનાથી આત્મા ની જ્યોત જાગી જાય છે”

પ્રશ્ન :-
બાપ ને કરનકરાવનહાર કેમ કહેવાય છે? એ શું કરે અને શું કરાવે છે?

ઉત્તર :-
બાબા કહે - હું આપ બાળકો ને મોરલી સંભળાવવાનું કાર્ય કરું છું. મોરલી સંભળાવું, મંત્ર આપું, તમને લાયક બનાવું અને પછી તમારા દ્વારા સ્વર્ગ નું ઉદ્દઘાટન કરાવું છું. તમે પૈગંબર બની બધાને પૈગામ (સંદેશ) આપો છો. હું આપ બાળકોને ડાયરેક્શન (માર્ગદર્શન) આપું, આ જ મારી કૃપા કે આશીર્વાદ છે.

ગીત :-
કોન આજ આયા સવેરે - સવેરે…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. આપણને બાળકોને સવારે-સવારે જગાડવા કોણ આવ્યું છે - જે આપણું ત્રીજું જ્ઞાન નું નેત્ર એકદમ ખુલી ગયું? જ્ઞાનસાગર, પરમપિતા પરમાત્મા દ્વારા આપણું ત્રીજું નેત્ર જ્ઞાન નું ખુલ્યું છે. કહે પણ છે બાપ જ્યોતિ જગાડવા વાળા છે. પરંતુ એ બાપ છે - આ કોઈ નથી જાણતું. બ્રહ્મ-સમાજી કહે છે એ શમા છે, જ્યોતિ છે. મંદિર માં હંમેશા એ જ્યોતિ જ જગાડે છે કારણકે એ પરમાત્મા ને જ્યોતિ સ્વરુપ માને છે, એટલે ત્યાં મંદિર માં દીવો પ્રગટાવતાં જ રહે છે. હવે આ બાપ કોઈ માચીસ થી દીવો નથી પ્રગટાવતાં. આ તો વાત જ ન્યારી છે. ગવાય પણ છે - ઈશ્વર ની ગતિ-મત ન્યારી છે. આપ બાળકો હવે સમજો છો બાપ સદ્દગતિ નાં માટે આવીને જ્ઞાન-યોગ શીખવાડે છે. શીખવાડવા વાળા તો જરુર જોઈએ ને. શરીર તો નહીં શીખવાડશે. આત્મા જ બધું કરે છે. આત્મા માં જ સારા-ખરાબ સંસ્કાર રહે છે. આ સમયે રાવણ ની પ્રવેશતા નાં કારણે મનુષ્ય નાં સંસ્કાર પણ ખરાબ છે અર્થાત્ ૫ વિકારો ની પ્રવેશતા છે. દેવતાઓમાં આ ૫ વિકાર હોતાં નથી. ભારત માં જ્યારે દેવી સ્વરાજ્ય હતું તો આ ખરાબ સંસ્કાર નહોતાં. સર્વગુણ સમ્પન્ન હતાંં, કેટલાં સારા સંસ્કાર હતાંં દેવી-દેવતાઓનાં, જે હમણાં તમે ધારણ કરી રહ્યાંં છો. બાપ જ આવીને સેકન્ડમાં સર્વ ને સદ્દગતિ આપે છે. બાકી ગુરુ-ગોસાઈ વગેરે આ તો ભક્તિમાર્ગ માં ચાલતાં આવ્યાં છે, જે એક ની પણ ગતિ-સદ્દગતિ નથી કરી શકતાં. બાપ નાં આવવાથી જ સર્વ ની સદ્દગતિ થાય છે. પરમપિતા પરમાત્મા ને બોલાવે જ એટલે છે કે આવીને પતિત દુનિયાનો વિનાશ કરી પાવન દુનિયા નું ઉદ્દઘાટન કરો કે દરવાજો ખોલો. બાપ આવીને ગેટ (દ્વાર) ખોલાવે છે - શિવશક્તિ માતાઓ દ્વારા. વંદે માતરમ ગવાયેલું છે. આ સમય ની કોઈ પણ માતા ની વંદના નથી કરાતી કારણ કે કોઈ પણ શ્રેષ્ઠાચારી માતા નથી. શ્રેષ્ઠાચારી તેમને કહેવાય છે જે યોગબળ થી જન્મ થાય. લક્ષ્મી-નારાયણ શ્રેષ્ઠાચારી કહેવાય છે. ભારત માં દેવી-દેવતા જ્યારે હતાંં તો ભારત શ્રેષ્ષ્ઠાચારી હતું. આ વાતો ને મનુષ્ય તો જાણતાં જ નથી. તે પોતાનાં જ પ્લાન બનાવી રહ્યાંં છે. ગાંધી પણ રામરાજ્ય ઇચ્છતાં હતાંં, આનાંથી સિદ્ધ છે કે રાવણ રાજ્ય છે. ભારત પતિત છે. પરંતુ રામરાજ્ય સ્થાપન કરવા માટે તો બેહદ નાં બાપુજી જોઈએ, જે રામરાજ્ય ની સ્થાપના અને રાવણ રાજ્ય નો વિનાશ કરે. બાળકો જાણે છે - રાવણ રાજ્ય ને હવે આગ લાગવાની છે. બધા આત્માઓ અજ્ઞાન અંધકાર માં સૂતેલાં છે. તમે જાણો છો આપણે પણ સૂતેલા હતાંં, બાપે આવી ને જગાડ્યાં છે. ભક્તિ ની રાત પૂરી થઈ, દિવસ શરું થાય છે. રાત પૂરી થઈ હવે દિવસ થઇ રહ્યો છે. બાપ સંગમ પર આવેલાં છે. બાળકો ને દિવ્ય દૃષ્ટિ અને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે, જેનાથી તમે આખાં વિશ્વ ને જાણી ચૂક્યાં છો. તમારી બુદ્ધિ માં બેઠેલું છે કે આ પૂર્વ નિર્ધારિત અવિનાશી ડ્રામા (નાટક) છે, જે ફરતો જ રહે છે. હવે તમે કેટલાં જાગી ગયાંં છો, આખી દુનિયા સૂતેલી છે.

હવે આપ બાળકો ને આખાં વિશ્વ નાં આદિ-મધ્ય-અંત, મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન ની ખબર છે. બાકી આખી દુનિયા કુંભકરણ ની અજ્ઞાન નિંદર માં સૂતેલી છે. આ કોઈને ખબર નથી કે પતિત-પાવન કોણ છે. પોકારે છે હેં પતિત-પાવન આવો. એવું નથી કહેતાં કે આવીને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવો. બાપ કહે છે - તમે આ સૃષ્ટિ ચક્ર ને સમજવાથી જ ચક્રવર્તી રાજા બનો છો. યાદ થી જ પાવન બનો છો. આ પણ જાણો છો વિનાશ સામે ઉભો છે, લડાઈ પણ થવાની છે. બાકી કૌરવો, પાંડવો ની લડાઈ નથી. પાંડવ કોણ હતાંં! આ પણ કોઈને ખબર નથી. સેના વગેરેની કોઈ વાત જ નથી. તમારી તરફ છે સાક્ષાત્ પારલૌકિક પરમપિતા. એ બાપ પાસેથી જ વારસો મળે છે. તમે જાણી ગયાંં છો કૃષ્ણ નો આત્મા ૮૪ જન્મ ભોગવી હવે ફરી બાપ પાસેથી વારસો લઈ રહ્યો છે. વર્લ્ડ (દુનિયા) ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ (પુનરાવર્તન) થાય છે. હવે આપ બાળકોએ વિનાશ નાં પહેલાં સતોપ્રધાન જરુર બનવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહેવાનું છે. ગવાયેલું પણ છે ભગવાનુવાચ, ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં આ એક જન્મ પવિત્ર બનો. પાસ્ટ ઈઝ પાસ્ટ (ભૂતકાળ એ ભૂતકાળ). આ તો ડ્રામા માં નોંધ છે. સૃષ્ટિ ને સતોપ્રધાન બનવાનું જ છે, આ ડ્રામા ની ભાવી છે. ઈશ્વર ની ભાવી નહીં, ડ્રામા ની ભાવી એવી બનેલી છે. એ બાપ બેસી સમજાવે છે. અડધોકલ્પ જ્યારે પૂરો થાય છે ત્યારે બાપ આવે છે. બાપ કહે છે - જ્યારે રાત પૂરી થઈ દિવસ શરું થાય છે ત્યારે જ હું આવું છું. શિવરાત્રિ પણ કહે છે ને. શિવ નાં પુજારી શિવરાત્રી મનાવે છે ગવર્મેન્ટે તો હોલીડે (રજા) પણ બંધ કરી દીધી છે. નહીં તો ઓછા માં ઓછી એક મહિનો રજા ચાલવી જોઈએ. કોઈને પણ ખબર નથી શિવબાબા સર્વ ની સદ્દગતિ કરવાવાળા છે. એ જ સર્વ દુઃખહર્તા સુખકર્તા છે. એમની જયંતી તો ખૂબ ધૂમધામ થી એક મહિનો બધા ધર્મ વાળાઓએ મનાવવી જોઈએ. ખાસ ભારત ને બાપ ડાયરેક્ટ આવીને સદ્દગતિ આપે છે. જ્યારે ભારત સ્વર્ગ હતું તો દેવી-દેવતાઓનું રાજ્ય હતું, એ સમયે બીજો કોઈ ધર્મ જ નહોતો, દેવતાઓ વિશ્વનાં માલિક હતાંં કોઈ પાર્ટીશન (વિભાજન) વગેરે નહોતું એટલે કહેવાય છે અટલ, અખંડ, સુખ-શાંતિ, સંપત્તિ નું દેવીરાજ્ય ફરી થી આપણે પ્રાપ્ત કરી રહ્યાંં છીએ. બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો ૫૦૦૦ વર્ષ પહેલાં પણ મળ્યો હતો. સૂર્યવંશી-ચંદ્રવંશી રાજ્ય માં કોઈ દુઃખ નું નામ નહોતું. ગવાયેલું પણ છે રામ રાજા, રામ પ્રજા, રામ... ત્યાં અધર્મ ની કોઈ વાત નથી. બાબાએ તમને બ્રહ્મા અને વિષ્ણુ નાં વિષય માં પણ સમજાવ્યું છે કે આ બન્નેનો પરસ્પર શું સંબંધ છે. બ્રહ્મા ની નાભી માંથી વિષ્ણુ નીકળ્યાં… આ કેવું વન્ડરફુલ (અદ્ભૂત) ચિત્ર બનાવ્યું છે. બાપ સમજાવે છે - આ લક્ષ્મી-નારાયણ જ અંત માં આવીને બ્રહ્મા-સરસ્વતી, જગત-અંબા, જગત-પિતા બને છે, જે બંને પછી વિષ્ણુ અર્થાત્ લક્ષ્મી-નારાયણ બને છે. બાપ બેસી સમજાવે છે જે પણ ચિત્ર જુઓ છો - આમાં કોઈ પણ યથાર્થ નથી. શિવ નું મોટું ચિત્ર બનાવે છે, તે પણ અયથાર્થ છે. ભક્તિ નાં કારણે મોટું બનાવ્યું છે. નહીં તો બિંદી ની પૂજા કેવી રીતે થઈ શકે? સારું પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં માટે પણ સમજી નથી શકતાં. ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના. આ પણ કહે છે પરંતુ બ્રહ્મા તો સ્થાપના કરતાં નથી. સ્વર્ગ ની સ્થાપના બ્રહ્મા કરશે? ના. સ્વર્ગની સ્થાપના તો પરમપિતા પરમાત્મા જ કરે છે. આ આત્મા તો પતિત છે, આમને વ્યક્ત બ્રહ્મા કહેવાય છે. આ જ આત્મા પાવન બની જશે અને જતો રહેશે. પછી સતયુગ માં જઈને નારાયણ બને છે. તો પ્રજાપિતા બ્રહ્મા જરુર અહીં જોઈએ ને. ચિત્ર પછી ત્યાં આપી દીધાં છે. જેવી રીતે આ જ્ઞાન નાં અલંકાર હકીકત માં છે તમારાં, પરંતુ વિષ્ણુ ને આપી દીધાં છે. નૌધા ભક્તિ માં પણ સાક્ષાત્કાર થાય છે. મીરા નું પણ નામ ગાય છે ને પુરુષોમાં નંબરવન ભક્ત છે નારદ. માતાઓમાં મીરા ગવાયેલી છે. તમે હમણાં નારાયણ અથવા લક્ષ્મી ને વરવા માટે આ જ્ઞાન સાંભળી રહ્યાંં છો. તમારો જ સ્વયંવર થાય છે. નારદ નાં માટે પણ દેખાડે છે - સભા માં આવી ને કહ્યું હું લક્ષ્મી ને વરી શકું છું! હવે લક્ષ્મી ને વરવા લાયક તમે બની રહ્યાંં છો. બાકી એ તો બધી છે ભક્તિમાર્ગ ની કથાઓ. બાપ સત્ય વાત બેસી સમજાવે છે. લક્ષ્મી સતયુગ માં, નારદ ભગત દ્વાપર માં. સતયુગ માં પછી નારદ ક્યાંથી આવ્યાં? રાધા-કૃષ્ણ નું જ સ્વયંવર નાં પછી નામ લક્ષ્મી-નારાયણ પડે છે. આ પણ ભારતવાસી નથી જાણતાં. કેટલું અજ્ઞાન અંધારું છે. બાપ છે કલ્યાણકારી. તમને પણ કલ્યાણકારી બનાવે છે. હવે વિચાર સાગર મંથન કરવું જોઈએ બીજાઓને પણ કેવી રીતે સમજાવીએ! તો બાપ સમજાવે છે કે ચિત્ર વગેરે કેવી રીતે બેસી બનાવ્યાં છે. ગાંધી ની નાભી થી નહેરુ નીકળ્યાં, હવે ક્યાં એ વિષ્ણુ દેવતા, ક્યાં આ મનુષ્ય... આ બધી વાતો ને આપ બાળકો હવે સમજો છો. નંબરવાર તમને ખુશી રહે છે. બેહદ નાં બાપ આપણને ભણાવી રહ્યાંં છે. આ તો ક્યારેય સાંભળ્યું નહોતું કારણ કે ગીતા માં તો કૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે. ભગવાન ક્યારે આવ્યાં? ક્યારે આવીને ગીતા સંભળાવી? તિથિ-તારીખ કંઈ નથી. કલ્પ ની આયુ જ લાખો વર્ષ કહી દીધી છે. કોઈની પણ બુદ્ધિ માં આવતું નથી. હવે બાપ બેસી બાળકો ને સમજાવે છે. બ્રાહ્મણો નું ઝાડ વૃદ્ધિ ને પામતું રહે છે. પામતાં-પામતાં અસંખ્ય થઈ જશે. આપ બાળકો જાણો છો વર્ણ કેવી રીતે ચક્ર લગાવે છે? આપણો બ્રાહ્મણો નો વર્ણ સૌથી ઉંચો છે. આપણે છીએ ભારતનાં ગુપ્ત સાચાં રુહાની સોશિયલ વર્કર (સમાજસેવક). પરમપિતા પરમાત્મા આપણાથી સેવા કરાવી રહ્યાંં છે. આપણે રુહાની સેવા કરીએ છીએ, તેઓ શારીરિક સેવા કરે છે. તમને કહે છે તમે ભારત ની શું સેવા કરો છો? બોલો, અમે છીએ રુહાની સેવાધારી. સ્વર્ગ નું ઉદ્દઘાટન કરાવી રહ્યાંં છીએ, સ્થાપના કરાવી રહ્યાંં છીએ. શિવબાબા છે કરનકરાવનહાર, જે કરાવી રહ્યાંં છે. એ કરે પણ છે. મોરલી કોણ ચલાવે છે? તો કર્મ કરે છે! તમને પણ શીખવાડે છે કે આવી રીતે ચલાવો. મહામંત્ર આપે છે મનમનાભવ. કર્મ શીખવાડયું ને. પછી તમને કહે છે બીજાઓને શીખવાડો એટલે કરનકરાવનહાર કહેવાય છે. આપ બાળકો પણ આ જ શિક્ષા આપો છો. બાપ ને યાદ કરો અને વારસા ને યાદ કરો. આ જ આપ બાળકોએ પૈગામ પહોંચાડવાનો છે. એવું નહીં બીજાઓને પૈગામ આપે અને સ્વયં યાદ માં ન રહે પછી શું થશે. બીજા પુરુષાર્થ કરી ઊંચા ચાલ્યાં જશે, મેસેજ (સંદેશ) આપવા વાળા રહી જશે. યાદ નો પુરુષાર્થ ન કરવાથી એટલું ઊંચ પદ નથી મેળવતાં. બીજા યાદ ની યાત્રા થી પાવન બની જાય છે. જેવી રીતે બાબા બાંધેલીઓ નું ઉદાહરણ આપે છે. તે યાદ માં વધારે રહે છે, જોયા વગર પણ પત્ર લખે છે. બાબા અમે તમારાં થઈ ચૂક્યા છીએ, અમે પવિત્ર જરુર રહીશું. આપ બાળકોની છે બાપ થી પ્રીત બુદ્ધિ. તમારી જ માળા બનેલી છે. વિષ્ણુ ની માળા અને રુદ્રાક્ષ ની માળા માં ઉપર છે મેરુ. માળા ઉપાડતાં જ પહેલાં ફૂલ અને બે દાણા હાથ માં આવે છે, એને નમસ્કાર કરે છે. પછી છે માળા. તમે ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાંં છો તો આ માળા તમારું જ યાદગાર છે. બાપે આ ગીતા-જ્ઞાન-યજ્ઞ રચ્યો છે, આમાં આખી જૂની દુનિયા સ્વાહા થશે. બાપ છે મોસ્ટ બિલોવેડ ફાધર (સૌથી પ્રિય પિતા). તમને ભવિષ્ય નાં માટે સદા સુખ નો વારસો આપે છે - ૨૧ જન્મો નાં માટે. જેમણે કલ્પ પહેલાં વારસો લીધો છે એ જરુર આવશે, ડ્રામા પ્લાન અનુસાર. બાપ કહે છે બાળકો સુખધામ ચાલવાનું છે તો પવિત્ર બનવાનું છે. મને યાદ કરો, માંગવાનું કાંઈ પણ નથી કે કૃપા કરો કે મદદ કરો. ના. હું તો બધાને મદદ કરું છું. પુરુષાર્થ તો તમારે કરવાનો છે આશીર્વાદ ની વાત નથી. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. યાદ કરવાનું તમારું કામ છે. ડાયરેક્શન આપવું - આ જ કૃપા છે બાકી તો ભલે ખાઓ, પીવો, હરો, ફરો… તમારે પવિત્ર ભોજન જ ખાવાનું છે. આપણે દેવી-દેવતા બનીએ છીએ, ત્યાં કાંદા (ડુંગળી) વગેરે થોડી હશે. આ બધું અહીં છોડવાનું છે. આ વસ્તુઓ ત્યાં હોતી નથી. બીજ જ નથી. જેવી રીતે સતયુગ માં બીમારી વગેરે હોતી નથી. હમણાં જુઓ કેટલી બીમારીઓ નીકળી છે. ત્યાં તમોગુણી કોઈ ચીજ હોતી નથી. દરેક વસ્તુ સતોપ્રધાન. અહીં જુઓ મનુષ્ય શું-શું ખાય છે! હવે બાપ બાળકો ને કહે છે - મને યાદ કરો બીજો સંગ તોડી મારો સંગ જોડો તો તમે પાવન બની જશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પાસ્ટ ઈઝ પાસ્ટ (ભૂતકાળ એ ભૂતકાળ) જે વીત્યું એ ભૂલીને, ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. વિનાશ નાં પહેલા પાવન જરુર બનવાનું છે

2. ભારત ને સ્વર્ગ બનાવવાની સાચ્ચી-સાચ્ચી સેવા માં તત્પર રહેવાનું છે. ખાવા-પીવાનું ખૂબ શુદ્ધ રાખવાનું છે. પવિત્ર ભોજન જ ખાવાનું છે

વરદાન :-
સ્થૂળ કાર્ય કર્તા પણ મન્સા દ્વારા વિશ્વ પરિવર્તન ની સેવા કરવા વાળા જિમ્મેદાર આત્મા ભવ

કોઈ પણ સ્થૂળ કાર્ય કર્તા સદા આ સ્મૃતિ રહે કે હું વિશ્વ ની સ્ટેજ પર વિશ્વ કલ્યાણ ની સેવા અર્થ નિમિત્ત છું. મને પોતાની શ્રેષ્ઠ મન્સા દ્વારા વિશ્વ પરિવર્તન નાં કાર્યની બહુજ મોટી જવાબદારી મળેલી છે આ જ સ્મૃતિ થી અલબેલાપણું સમાપ્ત થઈ જશે અને સમય પણ વ્યર્થ જવાથી બચી જશે. એક-એક સેકન્ડ અમૂલ્ય સમજતા વિશ્વ કલ્યાણ નાં અથવા જડ-ચૈતન્ય ને પરિવર્તન કરવાનાં કાર્ય માં સફળ કરતા રહેશો.

સ્લોગન :-
હવે યોદ્ધા બનવાને બદલે નિરંતર યોગી બનો.

અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

જેવી રીતે દુઃખી આત્માઓનાં મન માં આ અવાજ શરું થયો છે કે હવે વિનાશ થાય, તેવી રીતે આપ વિશ્વ કલ્યાણકારી આત્માઓ નાં મન માં આ સંકલ્પ ઉત્પન્ન થાય કે હવે જલ્દી જ સર્વ નું કલ્યાણ થાય ત્યારે જ સમાપ્તિ થશે. વિનાશકારીઓ ને કલ્યાણકારી આત્માઓ નાં સંકલ્પ નો ઈશારો જોઈએ એટલે પોતાનાં એવરરેડી બનવાનાં પાવરફુલ સંકલ્પ થી જ્વાળા સ્વરુપ યોગ દ્વારા વિનાશ જ્વાળા ને તેજ કરો.