04-09-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ બેહદ નાં ડ્રામા માં હીરો - હીરોઈન નો પાર્ટ તમારો છે , બાપ નો નહીં , બાપ નાં પાસે ફક્ત પતિતો ને પાવન બનાવવાની હુનર ( કળા ) છે”

પ્રશ્ન :-
બ્રહ્મા નાં ચિત્ર ને જોઈ જે પ્રશ્ન ઉઠાવે છે, એમને કયું રહસ્ય સમજાવવાનું છે?

ઉત્તર :-
એમને સમજાવો કે આ આદિ સો અંત વાળો આત્મા છે. જે ફર્સ્ટ પ્રિન્સ શ્રીકૃષ્ણ છે, એમનાં જ લાસ્ટ જન્મ માં બાપ આવે છે. આ પતિત તન છે, એમને જ પાવન બનવાનું છે. આ કોઈ ભગવાન નથી. ભગવાન તો એવરપ્યોર (સદા પવિત્ર) છે. એમણે આમનાં તન નો આધાર લીધો છે.

ગીત :-
મુખડા દેખ લે પ્રાણી…

ઓમ શાંતિ!
બાપે બાળકોને સમજાવ્યું છે કે શાંતિ નાં માટે કોઈ બહાર દર-દર ધક્કા નથી ખાવાનાં. જેમ હઠયોગી સંન્યાસી સમજે છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં શાંતિ મળી નથી શકતી. શાંતિ જંગલ માં મળે છે. પરતું બાપ સમજાવે છે શાંતિ ત્યાં પણ નથી મળી શકતી. આનાં પર એક કથા અથવા દૃષ્ટાંત સંભળાવે છે કે રાણી નાં ગળા માં હાર પડ્યો હતો અને શોધતી હતી બહાર… એમ શાંતિ તો તમારા ગળા માં પડી છે. બહાર ક્યાં શોધો છો? બાપ આવીને સમજાવે છે બાળકો, તમારો આત્મા નો સ્વધર્મ છે જ શાંત. આ શરીર તો તમારી કર્મેન્દ્રિયો છે, જેનાથી તમારે પાર્ટ ભજવવો પડે છે. આત્મા તો અવિનાશી છે. આત્મા કોઈ નાનો-મોટો નથી થતો, ન વિનાશ થાય છે. હાં, આત્મા પતિત બને છે, એને જ પાવન બનવાનું હોય છે. આત્માને પહેલાં કિશોર શરીર મળે છે પછી યુવા, વૃદ્ધ થાય છે. આત્મા તો છે જ એકરસ. પહેલાં-પહેલાં તો આત્મા ને જાણવાનો હોય છે. હું આત્મા જ બેરિસ્ટર (વકીલ) વગેરે બનું છું. આને કહેવાય છે - આત્મ-અભિમાની ભવ. બાપ સમજાવે છે બાળકો, તમે દેહ-અભિમાની બની પડ્યાં છો એટલે પોતાને શરીર સમજી લો છો, આ ભૂલી જાઓ છો કે હું આત્મા છું, આ મારું શરીર છે. તો પોતે અનુભવ કરવાનો છે. ૮૪ જન્મ પણ આત્મા લે છે. હમણાં બાપે સમજાવ્યું છે જે બ્રાહ્મણ બન્યાં છે તે જ પછી દેવતા બનવા વાળા છે. એવું પણ નથી કે બધાં ૮૪ જન્મ લે છે. કોઈ પહેલાં આવશે, કોઈ ૫૦-૧૦૦ વર્ષ પછી પણ આવતાં રહેશે. કોઈનાં ૮૦-૮૨, કોઈનાં કેટલાં જન્મ હશે. મનુષ્ય તો ૮૪ લાખ જન્મ કહી દે છે, એનાથી પણ સેટિસ્ફાય (સંતુષ્ટ) નથી થતાં પછી કહી દે કણ-કણ માં ભગવાન છે. હવે ભગવાન કહે છે કે હું કોઈ મનુષ્ય તન માં પણ નથી તો જાનવર, પથ્થર, ઠિક્કર કણ-કણ માં કેવી રીતે હોઈશ? બાપે સમજાવ્યું છે નંબરવન જ છેલ્લા નંબર માં તમોપ્રધાન બને છે. હું પોતે કહું છું કે હું અનેક જન્મો નાં અંત માં સાધારણ તન માં પ્રવેશ કરું છું. જેણે પૂરાં ૮૪ જન્મ લીધાં છે તે તો જરુર પતિત હશે. પાવન તો હોઈ ન શકે. બાપ પોતે કહે છે પ્રથમ નંબર માં છે શ્રીકૃષ્ણ, ફર્સ્ટ પ્રિન્સ. શ્રી નારાયણ તો પછી બને છે, જ્યારે મોટાં થાય છે. તે પણ ૨૦-૨૫ વર્ષ ઓછાં થઈ જાય છે. એમનાં પણ પૂરાં ૮૪ જન્મ નહીં કહીશું. નંબરવન છે શ્રીકૃષ્ણ. ભલે તે જ પછી સ્વયંવર પછી નારાયણ બને છે. પરતું હિસાબ તો બાળકોએ કરવાનો છે ને. પૂરાં ૮૪ જન્મ, ૫ હજાર વર્ષ શ્રીકૃષ્ણ નાં જ કહેવાશે. તો બાપ બેસી સમજાવે છે હું કલ્પ-કલ્પ એ જ તન માં આવું છું, જેમનો આદિ થી લઈને અંત સુધી પાર્ટ છે. બીજા કોઈમાં આવી ન શકું. હિસાબ છે ને. બ્રહ્મા જ પ્રથમ નંબર થયાં. હું બીજા કોઈમાં આવી કેવી રીતે શકું. તમને ઘણાં લોકો પૂછે છે ફક્ત એક જ બ્રહ્મા માં કેમ આવે છે! પરંતુ આ હિસાબ છે ને! આ સમજવાની વાતો છે. ગવાયેલું પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. વિષ્ણુ કે શંકર દ્વારા સ્થાપના નથી કરતાં. આ બીજા કોઈનું કામ નથી. મનુષ્ય રચતા અને રચના ને નથી જાણતાં. આ પણ ડ્રામા માં નોંધ છે. બની બનાઈ બન રહી… ચિંતા‌ તાકી કીજીયે… આ હમણાંની વાત છે, જે થવાનું છે તે જ થાય છે. તે બદલાઈ ન શકે. આજે જે કાંઈ થાય છે તે ફરી પ હજાર વર્ષ પછી થશે. બાબાએ સમજાવ્યું પણ હતું - કોઈ પણ વાત એવી જુઓ તો બોલો આ કોઈ નવી વાત નથી. ૫ હજાર વર્ષ પહેલાં પણ થયું હતું. એકદમ એવું લખી દો. પછી ભલે તે આવીને પૂછે, લખવામાં કાંઈ વાંધો નથી. આ લડાઈ પહેલાં લાગી હતી, નથિંગ ન્યુ (કાંઈ નવું નથી). મહાભારત ની લડાઈ ૫ હજાર વર્ષ પહેલાં પણ થઈ હતી. ક્રિશ્ચને ભારત માં આવીને રાજ્ય છિનવ્યું, નથિંગ ન્યુ. ફરી કલ્પ પછી પણ આમ જ થશે. આ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી રિપીટ થતી રહે છે. હમણાં ફરીથી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ રહી છે. જેમનાં ૮૪ જન્મ પૂરાં થયાં છે તે જ પહેલાં નંબર માં લક્ષ્મી-નારાયણ બનશે. આ બધું રહસ્ય બાપ જ બેસી સમજાવે છે. બાપ કહે છે - હું મનુષ્ય સૃષ્ટિ નું બીજરુપ છું, આને ઉલ્ટું ઝાડ કહેવાય છે. આ કલ્પ વૃક્ષ ની આયુ ૫ હજાર વર્ષ છે. સ્વસ્તિકા માં ૪ ભાગ એક સરખા જોશો. યુગ એક સરખા છે, એમાં ફરક નથી પડતો.

બાપ સમજાવે છે કે જુઓ દુનિયામાં તો શું-શું થઈ રહ્યું છે! કોઈ ચંદ્ર પર જાય, કોઈ આગ પર, કોઈ પાણી પર ચાલવાનું શીખે છે. આ બધું છે ફાલતું, તેમાં કોઈ પણ ફાયદો નથી. મનુષ્ય પાવન બની મુક્તિ-જીવનમુક્તિ માં તો જઈ નથી શકતાં. કાંઈ પણ કરે પરંતુ પાછાં ઘરે જઈ નથી શકતાં. આત્માને પોતાનું ઘર અને બાપ નું ઘર ભુલાઈ ગયું છે. આત્મા પોતાને જ ભૂલી દેહ-અભિમાની બની પડે છે. પછી મંદિરો માં જઈને મહિમા ગાય છે. આપ સર્વગુણ સંપન્ન, અમે નીંચ-પાપી છીએ. પોતાની ગ્લાનિ કરે છે. બાપ તો ક્યારેય પુજારી નથી બનતાં. સારું, પછી બીજા નંબર માં કહેશે શંકર પણ એવરપૂજ્ય છે. તે પણ પુજારી નથી બનતાં, તેમનો પાર્ટ જ અહીં નથી. આ સ્ટેજ પર પાર્ટ છે બ્રહ્મા અને વિષ્ણુ નો. બ્રહ્મા અને વિષ્ણુ નો શું-શું પાર્ટ છે, આ દુનિયામાં કોઈને પણ ખબર નથી. ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે, અર્થ કાંઈ પણ નથી સમજતાં. આ પણ ગાય છે બ્રહ્મા દ્વારા સ્થાપના, કોણ કરે છે? એમનું ચિત્ર જ નથી. મુખ થી કહે છે પરંતુ તે ક્યાં છે? શિવ શું ચીજ છે? તે પણ નથી જાણતાં. આત્મા નાં માટે કહે છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ તારો… હું આત્મા અવિનાશી છું, શરીર વિનાશી છે. કેટલાં શરીર લે છે, કાંઈ પણ ખબર નથી. મનુષ્ય કેટલાં દુઃખી છે, રડીઓ મારતાં (બૂમો પાડતાં) રહે છે - ઓ ગોડ ફાધર. જ્યાર થી દુઃખ શરું થયું છે, પોકારતાં આવ્યાં છે. આ પણ સમજાવાયું છે ભારત માં જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે તો એવું નહીં બીજા ધર્મો માં પણ રાવણ રાજ્ય થઈ ગયું. ના, એમને તો પોતાનાં સમય પર સતો, રજો, તમો માં આવવાનું જ છે. આ કથા આખી ભારત પર છે. એ તો બાઈપ્લાટ છે. બાપ વચ્ચે જ આવે છે. ભારત જ્યારે તમોપ્રધાન બની જાય છે તો પછી આખું ઝાડ તમોપ્રધાન બની જાય છે. એમણે પણ સુખ-દુઃખ ભોગવવાનું છે. ઝાડ માં નવાં-નવાં પાન નીકળે છે. તે બહુજ શોભનીય હોય છે. નવાં ને પછી સતો-રજો-તમો માં જરુર આવવાનું છે. અંત માં જે આવે છે એમનું થોડુંક માન રહે છે. એક જન્મ માં પણ સતો-રજો-તમો થી પાસ કરી શકે છે, પરંતુ એમની કોઈ વેલ્યુ (કિંમત) નથી રહેતી. વેલ્યુ તો એમની છે જે હીરો-હીરોઈન નો પાર્ટ ભજવે છે. એવું નહીં કહેવાશે બાબા જ હીરો-હીરોઈન નો પાર્ટ ભજવે છે. બાબા નાં માટે ન કહી શકાય. તે તો આવીને પતિતો ને પાવન બનાવે છે. પોતે પતિત નથી બનતાં. તમે પતિત થી પાવન બનવાની મહેનત કરો છો. શ્રીમત પર રાજ્યોગ થી જ રાજ્ય લીધું હતું. હવે તમે ફરી લઈ રહ્યાં છો. બાબા કહે છે - હું તો રાજ્ય નથી કરતો, તમને રાજાઓનાં રાજા બનાવું છું. હવે દુનિયામાં મનુષ્ય કહે તો ઘણું છે. ભગવાનુવાચ - હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. પરંતુ એનો અર્થ ન પોતે સમજે છે, ન કોઈને સમજાવી શકે છે. ભગવાનુવાચ, તો જરુર ભગવાન આવ્યાં હતાં ત્યારે તો કહ્યું હશે ને કે બાળકો, ભારત માં જ શિવ જયંતી, શિવરાત્રી મનાવે છે. બાપ આવે પણ છે ભારતખંડ માં. ભારત જ અવિનાશી ખંડ છે. એની મહિમા ખૂબ ભારે (વધારે) છે. જેમ બાપની મહિમા અપરમઅપાર છે. તેમ ભારતની મહિમા પણ અપરમઅપાર છે. ભારત માં જ પરમપિતા પરમાત્મા આવીને સર્વ મનુષ્ય માત્ર ની સદ્દગતિ કરે છે. બધાંને સુખ આપે છે. એમની જન્મભૂમિ ભારત છે. ભારત જ પ્રાચીન દેશ છે. ભગવાન રાજયોગ શીખવાડવા ભારત માં જ આવ્યાં હતાં. પરંતુ શ્રીકૃષ્ણને ભગવાન કહી દેવાથી એમની મહિમા નથી રહી. ભગવાન તો છે જ એક, એમને જ સદ્દગુરુ કહેવાય છે. બાકી ગુરુ તો અનેક છે. કોઈ ધંધો શીખવાડવા વાળા ને પણ ગુરુ કહી દે છે. આજકાલ તો બધાંને અવતાર માની લે છે. કાંઈ પણ સમજતાં નથી. જ્યારે બિલકુલ પતિત બની જાય છે ત્યારે પોકારે છે - બાબા આવીને અમને પાવન બનાવો.

બાપ જ આવીને સાચ્ચી-સાચ્ચી અમરકથા સંભળાવે છે. હમણાં તમારી બુદ્ધિ માં છે કે આપણે ૮૪ જન્મો માં કેવી રીતે આવીએ છીએ. પહેલાં સારો જન્મ પછી ઉતરતાં આવીશું. દુનિયાની પણ ઉતરતી કળા થાય છે. મનુષ્યો ની બુદ્ધિ સતો, રજો, તમો બને છે. સતયુગ થી પછી થોડી-થોડી ઉતરતી કળા શરું થઈ જાય છે. ચઢતી કલા તેરે ભાને સર્વ કા ભલા. સર્વ નાં સદ્દગતિ દાતા તો એક બાપ છે ને. તે ગુરુ લોકો તો ફક્ત શાસ્ત્ર સંભળાવે છે. સાંભળતાં-સાંભળતાં પડતાં (નીચે) જ આવ્યાં છે. બેહદ નાં બાપ આવીને બાળકો થી પૂછે છે, હું તમને એટલાં સાહૂકાર બનાવીને ગયો, એટલાં હીરા-ઝવેરાતો નાં મહેલ આપીને ગયો, તે બધું ક્યાં ગયું? લૌકિક બાપ બાળકોને પૈસા આપે છે પરંતુ બાળકો પૈસા બરબાદ કરી દે છે તો બાપ બોલાવીને પૂછે છે તમે આટલાં પૈસા ક્યાં બરબાદ કર્યા? બાળકોની પાસે પૈસા હોવાથી ઉડાવે ખૂબ છે. બાપ ધર્માત્મા છે, બાળકો વિદેશ માં જઈને લાખો રુપિયા ઉડાવે છે. બાપ કાંઈ કરી નથી શકતાં. બાપ ફારકતી પણ ન આપી શકે (છોડી પણ ન શકે) કારણ કે દાદા ની મિલકત છે. પરંતુ અંદર બળતા રહે છે. બાપ નાં મરી ગયાં પછી, કોઈ-કોઈ તો એવા ગંદા બાળકો હોય છે, ૧૨ મહિના માં બધી મિલકત ઉડાવી દે છે. તે છે હદ ની વાતો. આ છે પછી બેહદ ની વાત. બેહદ નાં બાપ કહે છે તમે કેટલાં ધનવાન હતાં, વિશ્વ નાં માલિક હતાં. પછી કંગાળ કેમ બન્યાં છો? આટલું ક્યાં ગયું? બાળકો થી જ બાપ પૂછે છે - ભારતને આટલો સાહૂકાર બનાવ્યો, બધાં પૈસા ક્યાં ગયાં? પછી બાપ જ બેસી સમજાવે છે. ભક્તિમાર્ગ માં કેટલો ખર્ચો કરે છે. શાસ્ત્રો વગેરે નાં પાછળ કેટલો ખર્ચો કરે છે. માથું પણ ટેકતાં ગયાં, ટિપ્પડ પણ ઘસાઈ ગઈ. પૈસા વગેરે બધું ગુમાવી બેઠાં, આ છે ડ્રામા. હું તમને સાહૂકાર બનાવું છું. રાવણ તમને કંગાળ બનાવે છે. ભારતવાસીઓને જ બાપ સમજાવશે ને. ભારત જ સોને કી ચીડિયા હતું, એટલું ધન હતું જે બીજા ધર્મ વાળા લૂંટીને લઈ ગયાં. વિચાર તો કરો-ભારત શું હતું! આ પણ ડ્રામા બનેલો છે. ભારત જ હેવન (સ્વર્ગ), ભારત જ હેલ (નર્ક). હમણાં છે નર્ક, એટલે બાબાએ સીડી પણ એવી બનાવડાવી છે જે કોઈ પણ સમજે અમે પતિત છીએ. નાનાં-નાનાં બાળકો ને પણ ચિત્ર પર સમજાવાય છે ને. નક્શા વગર બાળકો શું સમજે. બાપ જ આવીને પતિત થી પાવન બનવાની સહજ યુક્તિ બતાવે છે. સહજ થી સહજ પણ છે, મુશ્કેલ થી મુશ્કેલ પણ છે. સતયુગ માં દેહી-અભિમાની રહે છે. આત્મા સમજે છે હવે શરીર મોટું થયું છે, આ જૂનું શરીર છોડી બીજું લેવાનું છે. જેમ સાક્ષાત્કાર થઈ જાય છે - હમણાં જઈને બાળક બનવાનું છે, જૂની ખાલ (ચામડી) છોડી દે છે. અહીં કોઈ મરે છે તો રડે પણ છે. બેન્ડ વાજા પણ લઈ જાય. સતયુગ માં તો ખુશી થી એક શરીર છોડી બીજું લે છે, તો ઉત્સવ મનાવે છે. અહીં કેટલો અફસોસ કરે છે. કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ પધાર્યા. તો એનો અર્થ નર્ક માં હતાં ને! હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો-સ્વર્ગવાસી બનવાનાં માટે. બાપ તમને સ્વર્ગવાસી બનાવે છે. બાપ આવે જ છે જીવનમુક્તિ આપવાં. રાવણ નાં બંધન થી છોડાવી જીવનમુક્ત કરે છે. બાપ કહે છે - હું કલ્પ પહેલાં ની જેમ આવીને રાજયોગ શીખવાડું છું. કલ્પ-કલ્પ બ્રહ્મા નાં જ તન માં આવું છું. તમારે બ્રાહ્મણ જરુર બનવાનું છે. યજ્ઞ માં બ્રાહ્મણ તો જરુર જોઈએ ને. આ છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી જ્ઞાન યજ્ઞ. આ રથ ને સ્વાહા કરવાનો છે. અશ્વ આ રથ ને કહેવાય છે. રાજસ્વ, સ્વરાજ્ય નાં માટે આ આખું અશ્વ (શરીર) આમાં સ્વાહા થવાનું છે. આત્મા તો સ્વાહા નહીં થશે. આત્માઓ હિસાબ-કિતાબ ચૂક્તું કરી ચાલ્યાં જશે. પછી નવેસર બધાનો પાર્ટ શરું થશે. આને કહેવાય છે હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ. બાપ આવે જ છે નવી દુનિયા સ્થાપન કરી જૂની દુનિયા ખલાસ કરવાં. આ એક જ મહાભારત લડાઈ છે, જે શાસ્ત્રો માં ગવાયેલી છે. તો સમજાવવું જોઈએ - આ લડાઈ થી એ સ્વર્ગનાં દ્વાર ખુલે છે, એટલે એનું ગાયન શાસ્ત્રો માં છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિતેલી વાતોનું ક્યારેય પણ ચિંતન નથી કરવાનું. જે વાત વીતી ગઈ, નથિંગન્યુ સમજી ભૂલી જવાનું છે.

2. આ રાજસ્વ અશ્વમેધ યજ્ઞ માં પોતાનું તન-મન-ધન બધું સ્વાહા કરી સફળ કરવાનું છે. આ અંતિમ જન્મ માં સંપૂર્ણ પાવન બનવાની મહેનત કરવાની છે.

વરદાન :-
શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા પ્રવૃત્તિ ને પ્રગતિ નું સાધન બનાવવા વાળા સદા સમર્થવાન ભવ

પ્રવૃત્તિ માં પહેલાં વૃત્તિ થી પવિત્ર અથવા અપવિત્ર બનો છો. જો વૃત્તિ ને સદા એક બાપની સાથે લગાવી દો, એક બાપ બીજું ન કોઈ - એવી ઊંચી વૃત્તિ રહે તો પ્રવૃત્તિ પ્રગતિ નું સાધન બની જશે. વૃત્તિ ઊંચી અને શ્રેષ્ઠ છે તો ચંચળ નથી થઈ શકતી. એવી શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા પ્રગતિ કરવા સાથે ગતિ-સદ્દગતિ ને સહજ જ પામી લેશો. પછી બધી કમ્પ્લેન કમ્પ્લીટ થઈ જશે.

સ્લોગન :-
જો પવિત્રતા સ્વપ્ન માત્ર પણ હલાવે છે તો નિશ્ચય નું ફાઉન્ડેશન કાચ્ચું છે.

અવ્યક્ત ઈશારા - હવે પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો

જ્યારે તમે ચમકતા તારા-સૂર્ય, ચંદ્રમા સમાન પોતાની સંપૂર્ણ સ્ટેજ પર અથવા માસ્ટર દાતાપણા ની સ્ટેજ પર સ્થિત થશો તો ભટકતા આત્માઓ, શોધવા વાળા આત્માઓ પરવાના ની જેમ સ્વત: પામવા માટે, મળવા માટે ફાસ્ટ ગતિ થી તમારી પાસે આવશે અને તમારે બધાએ સેકન્ડમાં બાપ દ્વારા મુક્તિ-જીવનમુક્તિ નો અધિકાર અપાવવાની તીવ્રગતિ થી સેવા કરવી પડશે.