04-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હમણાં
તમે સત્ય બાપ દ્વારા સત્ય દેવતા બની રહ્યાં છો , એટલે સતયુગ માં સત્સંગ કરવાની જરુર
નથી”
પ્રશ્ન :-
સતયુગ માં દેવતાઓ થી કોઈ પણ વિકર્મ નથી થઈ શકતાં, કેમ?
ઉત્તર :-
કારણકે તેમને સત્ય બાપ નું વરદાન મળેલું છે. વિકર્મ ત્યારે થાય છે જ્યારે રાવણ નો
શ્રાપ મળે છે. સતયુગ-ત્રેતા માં છે જ સદ્દગતિ, તે સમયે દુર્ગતિ નું નામ નથી. વિકારો
જ નથી જે વિકર્મ થાય. દ્વાપર-કળિયુગ માં બધાની દુર્ગતિ થઈ જાય છે એટલે વિકર્મ થતા
રહે છે. આ પણ સમજવાની વાતો છે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે - આ સુપ્રીમ બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક પણ છે,
સુપ્રીમ સદ્દગુરુ પણ છે. બાપ ની આવી મહિમા બતાવવાથી આપમેળે સિદ્ધ થઈ જાય છે કે
શ્રીકૃષ્ણ કોઈ નાં બાપ હોય ન શકે. તે તો નાનું બાળક, સતયુગ નાં પ્રિન્સ છે. તે
શિક્ષક પણ ન હોય શકે. સ્વયં જ બેસીને શિક્ષક પાસે થી ભણે છે. ગુરુ તો ત્યાં હોતાં
નથી કારણકે ત્યાં બધા સદ્દગતિ માં છે. અડધોકલ્પ છે સદ્દગતિ, અડધોકલ્પ છે દુર્ગતિ.
તો ત્યાં છે સદ્દગતિ એટલે જ્ઞાન ની ત્યાં જરુર નથી રહેતી. નામ પણ નથી કારણ કે જ્ઞાન
થી ૨૧ જન્મો માટે સદ્દગતિ મળે છે પછી દ્વાપર થી કળિયુગ અંત સુધી છે દુર્ગતિ. તો
શ્રીકૃષ્ણ પછી દ્વાપર માં કેવી રીતે આવી શકે? આ પણ કોઈને ધ્યાન માં નથી આવતું.
એક-એક વાત માં ખૂબ ગુહ્ય રહસ્ય ભરાયેલું છે, જે સમજાવવું ખૂબ જરુરી છે. એ સુપ્રીમ
બાપ, સુપ્રીમ શિક્ષક છે. અંગ્રેજી માં સુપ્રીમ જ કહેવાય છે. અંગ્રેજી શબ્દ કોઈ-કોઈ
સારા હોય છે. જેમ ડ્રામા શબ્દ છે. ડ્રામા ને નાટક નહીં કહેવાશે, નાટક માં તો
અદલા-બદલી થાય છે. આ સૃષ્ટિ નું ચક્ર ફરે છે - એવું કહે પણ છે, પરંતુ કેવી રીતે ફરે
છે? હૂબહૂ ફરે છે કે પરિવર્તન થાય છે? આ કોઈને પણ ખબર નથી. કહે પણ છે બની-બનાઈ બન
રહી… જરુર કોઈ ખેલ છે જે ફરી થી ચક્કર ખાતું રહે છે. આ ચક્કર માં મનુષ્યો ને જ
ચક્કર લગાવવું પડે છે. સારું, આ ચક્ર ની આયુ કેટલી છે? કેવી રીતે રિપીટ (પુનરાવૃત્તિ)
થાય છે? આને ફરવામાં કેટલો સમય લાગે છે? આ કોઈ નથી જાણતું. ઈસ્લામી-બૌદ્ધિ વગેરે આ
બધા છે વંશજ, જેમનો ડ્રામા માં પાર્ટ છે.
આપ બ્રાહ્મણો ની
ડિનાયસ્ટી નથી, આ છે બ્રાહ્મણ કુળ. સર્વોત્તમ બ્રાહ્મણ કુળ કહેવાય છે. દેવી-દેવતાઓ
નો પણ કુળ છે. આ તો સમજાવવું ખૂબ સહજ છે. સૂક્ષ્મવતન માં ફરિશ્તા રહે છે. ત્યાં
હાડ-માંસ હોતાં નથી. દેવતાઓ ને તો હાડ-માંસ છે ને? બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો
બ્રહ્મા. વિષ્ણુ ની નાભિ કમળ માંથી બ્રહ્મા ને કેમ દેખાડ્યાં છે? સૂક્ષ્મવતન માં તો
આ વાતો હોતી નથી. ન ઝવેરાત વગેરે હોઈ શકે, એટલે બ્રહ્મા ને સફેદ પોશધારી બ્રાહ્મણ
દેખાડ્યાં છે. બ્રહ્મા, સાધારણ મનુષ્ય અનેક જન્મો નાં અંત માં ગરીબ થયા ને? આ સમયે
છે જ ખાદી નાં કપડાં. તે બિચારાઓ સમજતા નથી સૂક્ષ્મ શરીર શું હોય છે? તમને બાપ
સમજાવે છે - ત્યાં છે જ ફરિશ્તાઓ, જેમને હાડ-માંસ હોતાં નથી. સૂક્ષ્મવતન માં તો આ
શૃંગાર વગેરે હોવા ન જોઈએ. પરંતુ ચિત્રો માં દેખાડ્યું છે તો બાબા તેમનો જ
સાક્ષાત્કાર કરાવી પછી અર્થ સમજાવે છે. જેમ હનુમાન નો સાક્ષાત્કાર કરાવે છે. હવે
હનુમાન જેવાં કોઈ મનુષ્ય હોતાં નથી. ભક્તિમાર્ગ માં અનેક પ્રકાર નાં ચિત્રો બનાવ્યાં
છે, જેમનો વિશ્વાસ બેસી ગયો છે તેમને એવું કાંઈ બોલો તો બગડી જશે. દેવીઓ વગેરે ની
કેટલી પૂજા કરે છે પછી ડૂબાડી દે છે. આ બધો છે ભક્તિમાર્ગ. ભક્તિમાર્ગ માં દલદલ માં
ગળા સુધી ડૂબેલા છે તો પછી કાઢી કેવી રીતે શકશે? કાઢવા જ મુશ્કેલ થઈ જાય છે.
કોઈ-કોઈ તો બીજાઓ ને કાઢવાનાં નિમિત્ત બની પોતે જ ડૂબી જાય છે. પોતે ગળા સુધી દુબન
(દલદલ) માં ફસાય અર્થાત્ કામ વિકાર માં પડી જાય છે. આ છે સૌથી મોટું દુબન (દલદલ).
સતયુગ માં આ વાતો હોતી નથી. હમણાં તમે સત્ય બાપ દ્વારા સત્ય દેવતા બની રહ્યાં છો.
પછી ત્યાં સત્સંગ થતા નથી. સત્સંગ અહીંયા ભક્તિમાર્ગ માં કરતા રહે છે, સમજે છે બધા
ઈશ્વર નાં રુપ છે. કાંઈ પણ નથી સમજતાં. બાપ સમજાવે છે-કળિયુગ માં છે બધા પાપ આત્માઓ,
સતયુગ માં હોય છે પુણ્ય આત્માઓ. રાત-દિવસ નો ફરક છે. તમે હમણાં સંગમ પર છો. કળિયુગ
અને સતયુગ બંને ને જાણો છો. મૂળ વાત છે આ પાર થી તે પાર જવાની. ક્ષીરસાગર અને
વિષયસાગર નું ગાયન પણ છે પરંતુ અર્થ કાંઈ નથી સમજતાં. હવે બાપ બેસી કર્મ-અકર્મ નાં
રહસ્ય સમજાવે છે. કર્મ તો મનુષ્ય કરે જ છે પછી કોઈ કર્મ અકર્મ થાય છે, કોઈ વિકર્મ
થાય છે. રાવણ રાજ્ય માં બધા કર્મ વિકર્મ થઈ જાય છે, સતયુગ માં વિકર્મ થતા નથી કારણકે
ત્યાં છે રામરાજ્ય. બાપ પાસે થી વરદાન મેળવેલા છે. રાવણ આપે છે શ્રાપ. આ સુખ અને
દુઃખ નો ખેલ છે ને? દુઃખ માં બધા બાપ ને યાદ કરે છે. સુખ માં કોઈ યાદ નથી કરતાં.
ત્યાં વિકાર હોતાં નથી. બાળકો ને સમજાવ્યું છે - સૈપલિંગ (કલમ) લગાવે છે. આ સૈપલિંગ
લગાવવા નો રીવાજ પણ હમણાં પડ્યો છે. બાપે સૈપલિંગ લગાવવાનું શરુ કર્યુ છે. પહેલાં
જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી તો ક્યારેય સમાચાર પત્ર માં નહોતું આવતું કે ઝાડ ની
સૈપલિંગ (કલમ) લગાવે છે. હવે બાપ દેવી-દેવતા ધર્મ ની સૈપલિંગ લગાવે છે, બીજી કોઈ
સૈપલિંગ નથી લગાવતાં. અનેક ધર્મ છે, દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ છે. ધર્મ ભ્રષ્ટ,
કર્મ ભ્રષ્ટ થવાનાં કારણે નામ જ ઉલ્ટું-સુલ્ટું રાખી દીધું છે. જે દેવતા ધર્મ નાં
છે તેમણે ફરી તે જ દેવી-દેવતા ધર્મ માં આવવાનું છે. દરેકે પોતાનાં ધર્મ માં જ જવાનું
છે. ક્રિશ્ચન ધર્મ નાં નીકળીને પછી દેવી-દેવતા ધર્મ માં આવી નહીં શકશે. મુક્તિ તો
થઈ ન શકે. હા, કોઈ દેવી-દેવતા ધર્મ નાં બદલાઈ ને ક્રિશ્ચન ધર્મ માં ચાલ્યાં ગયા હશે
તો તે ફરી પાછા પોતાનાં દેવી-દેવતા ધર્મ માં આવી જશે. તેમને આ જ્ઞાન અને યોગ ખૂબ
ગમશે, એનાથી સિદ્ધ થાય છે કે આ આપણા ધર્મ નાં છે. આમાં ખૂબ વિશાળબુદ્ધિ જોઈએ સમજવાની
અને સમજાવવાની. ધારણા કરવાની છે, પુસ્તક વાંચીને નથી સંભળાવવાનું. જેમ કોઈ ગીતા
સંભળાવે છે, મનુષ્ય બેસીને સાંભળે છે. કોઈ તો ગીતા નાં શ્લોક એકદમ કંઠસ્થ કરી લે
છે. બાકી તો એનો અર્થ દરેક પોત-પોતાનો કાઢે છે. શ્લોક બધા સંસ્કૃત માં છે. અહીં તો
ગાયન છે કે સાગર ને શાહી બનાવી દો, આખાં જંગલ ને કલમ બનાવી દો, તો પણ જ્ઞાન નો અંત
નથી થતો. ગીતા તો ખૂબ નાની છે. ૧૮ અધ્યાય છે. આટલી નાની ગીતા બનાવીને ગળા માં પહેરે
છે. ખૂબ પાતળા અક્ષર હોય છે. ગળા માં પહેરવાની પણ આદત હોય છે. કેટલું નાનું લોકેટ
બને છે. હકીકત માં છે તો સેકન્ડ ની વાત. બાપ નાં બન્યાં જાણે કે વિશ્વ નાં માલિક
બન્યાં. બાબા હું તમારું એક દિવસ નું બાળક છું, એવું પણ લખવાનું શરુ કરશે. એક દિવસ
માં નિશ્ચય થયો અને ફટ થી પત્ર લખશે. બાળક બન્યાં તો વિશ્વ નાં માલિક થયાં. આ પણ
કોઈની બુદ્ધિ માં મુશ્કેલ બેસે છે. તમે વિશ્વ નાં માલિક બનો છો ને? ત્યાં બીજો કોઈ
ખંડ નથી રહેતો, નામ-નિશાન ગુમ થઈ જાય છે. કોઈને ખબર પણ નથી રહેતી કે આ ખંડ હતાં. જો
હશે તો જરુર તેમની હિસ્ટ્રી-જોગ્રોફી જોઈએ. ત્યાં આ હોતાં જ નથી એટલે કહેવાય છે તમે
વિશ્વ નાં માલિક બનવા વાળા છો. બાબાએ સમજાવ્યું છે-હું તમારો બાપ પણ છું, જ્ઞાન નો
સાગર છું. આ તો ખૂબ ઊંચા માં ઊંચું જ્ઞાન છે જેનાથી આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ.
આપણા બાપ સુપ્રીમ છે, સત્ય બાપ, સત્ય શિક્ષક છે, સત્ય સંભળાવે છે. બેહદ ની શિક્ષા
આપે છે. બેહદ નાં ગુરુ છે, સર્વ ની સદ્દગતિ કરે છે. એક ની મહિમા કરી તો તે મહિમા પછી
બીજા ની થઈ નથી શકતી. પછી એ આપ સમાન બનાવે ત્યારે થઈ શકે. તો તમે પણ પતિત-પાવન થયાં.
સત્ નામ લખે છે. પતિત-પાવની ગંગાઓ આ માતાઓ છે. શિવશક્તિ કહો શિવ વંશી કહો. શિવ વંશી
બ્રહ્માકુમાર-કુમારીઓ. શિવ વંશી તો બધા છે. બાકી બ્રહ્મા દ્વારા રચના રચે છે તો
સંગમ પર જ બ્રહ્માકુમાર-કુમારીઓ હોય છે. બ્રહ્મા દ્વારા એડોપ્ટ (દત્તક લે) કરે છે.
પહેલાં-પહેલાં હોય છે બ્રહ્માકુમાર-કુમારીઓ. કોઈ પણ વાંધો ઉઠાવે છે તો તેમને કહો, આ
પ્રજાપિતા છે, આમનાં માં પ્રવેશ કરે છે. બાપ કહે છે કે અનેક જન્મો નાં અંત માં હું
પ્રવેશ કરું છું. દેખાડે છે વિષ્ણુ ની નાભી માંથી બ્રહ્મા નીકળ્યાં. સારું, વિષ્ણુ
પછી કોની નાભી થી નીકળ્યાં? તેમાં એરો (તીર) નું નિશાન આપી શકો છો કે બંને ઓત-પ્રોત
છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ તેમનાં માંથી, તે આમનાં માંથી ઉત્પન્ન
થયા છે. આમને લાગે છે એક સેકન્ડ, તેમને લાગે છે ૫ હજાર વર્ષ. આ વન્ડરફુલ (અદ્દભુત)
વાતો છે ને? તમે બેસીને સમજાવશો. બાપ કહે છે લક્ષ્મી-નારાયણ ૮૪ જન્મ લે છે પછી તેમનાં
જ અનેક જન્મો નાં અંત માં હું પ્રવેશ કરી આ બનાવું છું. સમજવાની વાત છે ને? બેસો તો
સમજાવે કે આમને બ્રહ્મા કેમ કહે છે? આખી દુનિયા ને દેખાડવા માટે આ ચિત્ર બનાવ્યાં
છે. આપણે સમજાવી શકીએ છીએ, સમજવા વાળા જ સમજશે. ન સમજવા વાળા માટે કહેવાશે આ આપણા
કુળ નાં નથી. બિચારા ભલે ત્યાં આવશે પરંતુ પ્રજા માં. આપણા માટે તો બધા બિચારા છે
ને - ગરીબ ને બિચારા કહેવાય છે. કેટલાં પોઈન્ટ્સ બાળકોએ ધારણ કરવાના છે. ભાષણ કરવાનું
હોય છે વિષય પર. આ વિષય કાંઈ ઓછો છે શું? પ્રજાપિતા બ્રહ્મા અને સરસ્વતી, ૪ ભુજાઓ
દેખાડે છે. તો ૨ ભુજા બાળકી ની થઈ જાય છે. યુગલ તો નથી. યુગલ તો હકીકત માં બસ વિષ્ણુ
જ છે. બ્રહ્મા ની બાળકી છે સરસ્વતી. શંકર ને પણ યુગલ નથી, આ કારણે શિવ-શંકર કહી દે
છે. હવે શંકર શું કરે છે? વિનાશ તો એટોમિક બૉમ્બ્સ થી થાય છે. બાપ કેવી રીતે બાળકો
નું મોત કરાવશે, આ તો પાપ થઈ જાય. બાપ તો બધાને શાંતિધામ પાછા લઈ જાય છે, વગર મહેનતે.
હિસાબ-કિતાબ ચૂક્તું કરી બધા ઘરે જાય છે કારણ કે કયામત નો સમય છે. બાપ આવે જ છે
સર્વિસ (સેવા) પર. બધાને સદ્દગતિ આપી દે છે. તમે પણ પહેલાં ગતિ માં પછી સદ્દગતિ માં
આવશો. આ વાતો સમજવાની છે. આ વાતો ને જરા પણ કોઈ નથી જાણતાં. તમે જુઓ છો કોઈ તો બહુ
જ માથું ખપાવે છે, બિલકુલ સમજતા નથી. જે થોડું સારું સમજવા વાળા હશે, તે આવીને સમજશે.
બોલો, એક-એક વાત પર સમજવું છે તો સમય આપો. અહીં તો ફક્ત હુકમ છે, બધાને બાપ નો
પરિચય આપો. આ છે જ કાટાઓ નું જંગલ કારણ કે એક-બીજા ને દુઃખ આપતા રહે છે, આને
દુઃખધામ કહેવાય છે. સતયુગ છે સુખધામ. દુઃખધામ થી સુખધામ કેવી રીતે બને છે આ તમને
સમજાવીએ. લક્ષ્મી-નારાયણ સુખધામ માં હતાં પછી એ ૮૪ જન્મ લઈ દુઃખધામ માં આવે છે. આ
બ્રહ્મા નું નામ પણ કેવી રીતે રાખ્યું. બાપ કહે છે હું આમનાં માં પ્રવેશ કરી બેહદ
નો સંન્યાસ કરાવું છું. ફટ થી સંન્યાસ કરાવી દે છે કારણકે બાપે સેવા કરાવવાની છે, એ
જ કરાવે છે. આમની પાછળ ઘણાં નીકળ્યાં જેમનું નામ રાખ્યું. તે લોકો પછી બિલાડી નાં
પુંગરા પર બેસીને દેખાડે છે. આ બધી છે દંતકથાઓ. બિલાડી નાં પુંગરા હોય કેવી રીતે શકે?
બિલાડી થોડી બેસીને જ્ઞાન સાંભળશે? બાબા યુક્તિઓ ખૂબ બતાવતા રહે છે. કોઈ વાત કોઈને
સમજ માં ન આવે તો તેમને કહો - જ્યાં સુધી અલ્ફ ને નથી સમજ્યાં તો બીજું કાંઈ સમજી
નહીં શકશો. એક વાત નિશ્ચય કરો અને લખો, નહીં તો ભૂલી જવાશે. માયા ભૂલાવી દેશે.
મુખ્ય વાત છે બાપ નાં પરિચય ની. આપણા બાપ સુપ્રીમ બાપ, સુપ્રીમ શિક્ષક છે જે આખાં
વિશ્વ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે, જેની કોઈને ખબર નથી, આ સમજાવવા માં
સમય જોઈએ. જ્યાં સુધી બાપ ને નથી સમજ્યાં ત્યાં સુધી પ્રશ્ન ઉઠતા જ જશે. અલ્ફ નથી
સમજ્યાં તો બે ને કાંઈ નહીં સમજશે. મફત સંશય ઉઠાવતા રહેશે- આવું કેમ, શાસ્ત્ર માં
તો આવું કહે છે એટલે પહેલાં બધાને બાપ નો પરિચય આપો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્મ,
અકર્મ અને વિકર્મ ની ગુહ્ય ગતિ ને બુદ્ધિ માં રાખી હવે કોઈ વિકર્મ નથી કરવાના,
જ્ઞાન અને યોગ ની ધારણા કરી બીજાઓ ને સંભળાવવાનું છે.
2. સત્ય બાપ નું સત્ય
જ્ઞાન આપીને મનુષ્યો ને દેવતા બનાવવાની સેવા કરવાની છે. વિકારો નાં દલદલ માંથી બધાને
કાઢવાના છે.
વરદાન :-
અલૌકિક નશા ની
અનુભૂતિ દ્વારા નિશ્ચય નું પ્રમાણ આપવા વાળા સદા વિજયી ભવ
અલૌકિક રુહાની નશો
નિશ્ચય નું દર્પણ છે. નિશ્ચય નું પ્રમાણ છે નશો અને નશા નું પ્રમાણ છે ખુશી. જે સદા
ખુશી અને નશા માં રહે છે તેમની સામે માયા ની કોઈ પણ ચાલ ચાલી નથી શકતી. બેફિકર
બાદશાહ ની બાદશાહી ની અંદર માયા આવી નથી શકતી. અલૌકિક નશો સહજ જ જૂનાં સંસાર અથવા
જૂનાં સંસ્કાર ભૂલાવી દે છે એટલે સદા આત્મિક સ્વરુપ નાં નશા માં, અલૌકિક જીવન નાં
નશા માં, ફરિશ્તા પણા નાં નશા માં તથા ભવિષ્ય નાં નશા માં રહો તો વિજયી બની જશો.
સ્લોગન :-
મધુરતા નો ગુણ
જ બ્રાહ્મણ-જીવન ની મહાનતા છે, એટલે મધુર બનો અને મધુર બનાવો.
અવ્યક્ત ઈશારા -
અશરીરી તથા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
જેવી રીતે વિદેહી
બાપદાદા ને દેહ નો આધાર લેવો પડે છે, બાળકો ને વિદેહી બનાવવા માટે. એવી રીતે તમે બધા
જીવન માં રહેતાં, દેહ માં રહેતાં, વિદેહી આત્મા-સ્થિતિ માં સ્થિત થઈ આ દેહ દ્વારા
કરાવનહાર બનીને કર્મ કરાવો. આ દેહ કરનહાર છે, તમે દેહી કરાવનહાર છો, આ જ સ્થિતિ ને
“વિદેહી સ્થિતિ” કહે છે. આને જ ફોલો ફાધર કહેવાય છે. બાપ ને ફોલો કરવાની સ્થિતિ છે
સદા અશરીરી ભવ, વિદેહી ભવ, નિરાકારી ભવ.