04-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જ્ઞાનવાન બનો તો ધનવાન બની જશો , જગદંબા જ્ઞાન - જ્ઞાનેશ્વરી જ રાજ - રાજેશ્વરી બને છે”

પ્રશ્ન :-
બાપ ને પોતાનાં બાળકો પર તરસ પડે છે એટલે શ્રેષ્ઠ તકદીર બનાવા માટે કઈ શ્રીમત આપે છે?

ઉત્તર :-
મીઠાં બાળકો - માથા પર જે પાપ નો બોજો છે, એને મોત પહેલાં યાદ ની યાત્રા માં રહીને ઉતારી દો. કોઈ પણ વિકર્મ નહીં કરો. બાપ આવ્યાં છે તમને જમઘટો ની ફાંસી થી છોડાવવાં, એટલે હવે એવું કોઈ કર્મ નહીં કરતાં.

ગીત :-
રાત કે રાહી થક મત જાના…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત નો અર્થ સમજ્યો. બાપ આવ્યાં છે ભક્તિ રુપી રાત નો વિનાશ કરી દિવસ સ્થાપન કરવા કારણકે બાપ ને જ બોલાવે છે - હે પતિત-પાવન આવો. સમજે છે કોઈ સમયે અમે પાવન હતાં, હમણાં પતિત છીએ. વસ્તુ તે મંગાય છે જે પહેલાં હતી હમણાં નથી. આપ બાળકો જાણો છો પવિત્ર દેવી-દેવતાઓની રાજધાની હતી. જ્ઞાન-જ્ઞાનેશ્વરી જ પછી રાજ-રાજેશ્વરી બનશે. જેમ જગત અંબા, લક્ષ્મી અલગ-અલગ છે. લક્ષ્મી ને ક્યારેય જગદંબા નહીં કહેશે. લક્ષ્મી ને તેમનાં બે બાળકો જ માતેશ્વરી કહેશે. અહીં જગત અંબા ને બધાં ભારતવાસી જે પણ રિલીજિયસ માઇન્ડેડ (ધાર્મિક વૃતિવાળા) છે, બધાં માં કહે છે. દેવી-દેવતાઓનાં મંદિર માં જઈને એમની ભક્તિ કરે છે. હમણાં તમને ખબર પડી છે કે અમે બહુજ ભક્તિ કરી છે. દાન-પુણ્ય વગેરે જેટલું તમે કર્યું છે એટલું બીજા કોઈએ નહીં કર્યું હશે. તમે સૌથી વધારે ભક્તિ કરી છે. હવે તમે પોતાનું યાદગાર જીવતે જીવ જોયું છે. આદિ દેવ અને આદિ દેવી છે, જેને જગદંબા કહે છે. હમણાં તમે જાણો છો જગત અંબા ધનવાન બને છે. તમે એમનાં બાળકો છો ને. હમણાં તમે ભણી રહ્યાં છો. તે છે ગોડેઝ ઓફ નોલેજ (જ્ઞાન ની દેવી). એ નોલેજ થી ક્યારેય રાજા-રાણી નથી બનતાં. તમે જાણો છો આપણે આત્માઓ શિવબાબા નાં બાળકો છીએ અને આ છે પ્રજાપિતા બ્રહ્મા. શિવબાબા આમનાં દ્વારા નવી દુનિયાની સ્થાપના કરી રહ્યાં છે. ગવાયું પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના. આ સારી રીતે સમજીને ધારણ કરવાનું છે. કહે છે ને સિંહણ નાં દૂધ માટે સોના નું વાસણ જોઈએ. આ જ્ઞાન પણ છે સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા નું. એનાં માટે પણ બુદ્ધિરુપી વાસણ સોના નું જોઈએ. નવી દુનિયા માં આત્મા અને શરીર બંને સોના નાં બને છે. હમણાં તમારો આત્મા પથ્થર નું વાસણ છે. તો શરીર પણ એવું જ છે. ભારત માં જ શ્યામ અને સુંદર, પતિત અને પાવન કહે છે. બીજા કોઈ ખંડો માં એવું નહીં કહેશે કે અમને પતિતો ને આવીને પાવન બનાવો. કહે છે દુઃખ થી છોડાવો, શાંતિ માં લઈ જાઓ. વિવેક પણ કહે છે કે આપણે ભારતવાસી પાવન હતાં, આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ભલે કેટલાં પણ મોટાં વ્યક્તિ છે. તે પણ ગુરુ નાં પગ માં પડે છે કારણકે ગુરુએ સંન્યાસ ધારણ કરેલો છે. ૫ વિકારોને છોડ્યાં છે તો વિકારી નિર્વિકારીઓ ને માન આપે છે. પવિત્રતા નું જ માન છે. દ્વાપર થી રાજા-રાણી અને વજીર હોય છે. સતયુગ માં રાજા-રાણી અને વજીર હોતાં નથી. જ્યારે પતિત રાજા-રાણી હોય છે તો એક વજીર રાખે છે, હવે તો બહુજ પતિત થઈ ગયાં છે તો અનેક વજીર રાખે છે. આ છે ડ્રામા ની ભાવી. બાબા બતાવે છે જુઓ કેવી રીતે ડ્રામા ની ભાવી બનેલી છે. તો પહેલાં જરુર ભારત જ હતો પછી બીજા ધર્મ વાળા આવ્યાં. બાપ સમજાવે છે આ સમયે તમે છો જ્ઞાન-જ્ઞાનેશ્વરી. જગત અંબા છે બ્રહ્મા ની દિકરી, જ્ઞાન ની દેવી. જગત અંબા જ્ઞાનવાન છે, જે બીજા જન્મ માં ધનલક્ષ્મી બને છે. તમને હમણાં બાપ જ્ઞાન શિખવાડી રહ્યાં છે. તમે જાણો છો આપણે અહીં ધનવાન બનીશું. દુનિયામાં આ કોઈને ખબર નથી કે આ લક્ષ્મી-નારાયણ ધનવાન કેવી રીતે બન્યાં. લક્ષ્મી-નારાયણ તે જ બ્રહ્મા સરસ્વતી છે. બ્રહ્મા જગત પિતા છે તો જરુર બ્રાહ્મણ બ્રાહ્મણીઓ બહુજ હશે. તમે કેટલાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છો. તમે જાણો છો આપણે આ જ્ઞાન થી ભવિષ્ય માં આવાં ધનવાન બનીશું. એકદમ ગોડેઝ ઓફ વેલ્થ (ધન ની દેવી), એનાથી અધિક સંપતિ કોઈની પાસે હોઈ ન શકે એટલે ગવાય છે - નોલેજ ઈઝ સોર્સ ઓફ ઇન્કમ (જ્ઞાન છે આવક નું સાધન), જ્જ (ન્યાયાધીશ), બેરિસ્ટર (વકીલ) વગેરે નોલેજ થી જ બને છે ને. તો આ આવક છે ને. કોઈ-કોઈ ડોક્ટર ને એક-એક કેસ નાં લાખ રુપિયા મળે છે. કોઈ રાજા-રાણી અથવા પ્રિન્સ (રાજકુમાર) બિમાર થયાં, ડોક્ટરે બિમારી થી છોડાવ્યાં તો ખુશી માં આવીને મોટાં-મોટાં મકાન બનાવવાનાં માટે પૈસા આપી દે છે. કેટલી આવક થઈ. તો અભ્યાસ થી જ પદ મેળવે છે. આ તમારો અભ્યાસ પણ છે, ધંધો પણ છે.

તમે મીઠાં બાળકો હમણાં સોદો (વેપાર) કરવા આવ્યાં છો. કખપણું આપી લાખ કમાવો છો. બાપ અવિનાશી સર્જન પણ છે, સદૈવ તંદુરસ્ત બનવાનાં માટે બાબા યોગ શિખવાડી રહ્યાં છે. બાબા કહે છે હું ગેરંટી (ખાતરી) કરું છું - તમે સદા તંદુરસ્ત ૨૧ જન્મો નાં માટે બનશો. તો એવાં સર્જન ની દવા અર્થાત્ શ્રીમત પર કેમ નહીં ચાલવું જોઈએ. બાપ ની મત માનો. મને યાદ કરો. કહે છે ને સિમર-સિમર સુખ પામો, કલહ કલેશ મિટે બધાં તન નાં. ભક્તિમાર્ગ માં કોઈ કલહ-કલેશ મટતા નથી. ઘણાં સંન્યાસી લોકો પણ બીમારી માં અર્ધાંગ માં પડ્યાં રહે છે. જેમ કે પાગલ થઈ જાય છે. આપ બાળકો જાણો છો બાપ ની શ્રીમત પર ચાલીશું તો અમે સદા તંદુરસ્ત બનીશું. ત્યાં આયુષ્ય અંદાજે ૧૨૫-૧૫૦ વર્ષ રહે છે. એવું નથી કે દ્વાપર માં એકદમ ૩૫ વર્ષ નું થઈ જાય છે. ના, પહેલાં ૧૦૦-૧૨૫ હશે. પછી ૭૦-૮૦ નું થશે, હમણાં તો ૩૫-૪૦ વર્ષ સુધી આવીને પહોંચ્યું છે. નાનપણ માં જ મરી પડે છે કારણકે ભોગી છે. તમે જાણો છો - હવે ભોગી થી યોગી બની રહ્યાં છો. ત્યાં આયુષ્ય એટલું મોટું (વધારે) હશે જે અકાળે મૃત્યુ ક્યારેય થશે નહીં. બાપ સ્મૃતિ અપાવે છે, તમને કેટલું રાજ્ય ભાગ્ય હતું. હવે રાવણે લૂંટી લીધું. ત્યાં આ મંદિર વગેરે હોતાં નથી. તમારું સ્લોગન પણ છે - ભારત નો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ઝિંદાબાદ, બાકી બધાં મુર્દાબાદ અર્થાત્ અનેક ધર્મ વિનાશ. ત્યાં ફક્ત એક જ ભારત ખંડ હતો. એક ખંડ માં મનુષ્ય પણ જરુર થોડાં હશે. તમે લખી શકો છો થોડાં સમય માં ભારત ની આબાદી (જનસંખ્યા) ૯ લાખ હશે અને બીજા બધાં ખતમ થઈ જશે. એક ધર્મ ની સ્થાપના હમણાં થઈ રહી છે. નવાં દૈવી રાજ્ય માં એક જ ભાષા, એક જ રીત-રિવાજ હશે. અહીં દરેક નાં રિવાજ પોતાનાં. ત્યાં એક રાજ્ય એક સમાજ હતો. તમે આવાં-આવાં સ્લોગન સમાચાર પત્ર માં પણ નાંખી શકો છો. બાબા થી સલાહ લે છે કે પૈસા ખર્ચ કરી સમાચાર પત્ર માં નાખીએ? બાબા કહેશે ભલે નાંખો. મનુષ્યો ને ખબર પડે કે શું થઈ રહ્યું છે. કહે પણ છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું. એક રિલીજન (ધર્મ), એક સમાજ હતો, સૂર્યવંશી દેવી-દેવતાઓનો. આ મહાભારત લડાઈ નાં પછી સ્વર્ગ નાં ગેટ (દ્વાર) ખુલ્યાં હતાં. સમાચાર-પત્ર માં નાખો નામ બી.કે. નું હોય. પરતું બી.કે. ત્યારે કહેવાઈ શકે છે જ્યારે પવિત્ર રહે. બાપ ને બોલાવ્યાં છે. હમણાં બાપ આવ્યાં છે તો હવે બાપ થી પ્રતિજ્ઞા કરો. ભક્તિમાર્ગ માં કેટલાં ધક્કા ખાધાં, યજ્ઞ, તપ, દાન વગેરે કર્યું. પહેલાં એક શિવ ની ભક્તિ કરતાં હતાં પછી દેવતાઓ ની, હમણાં તો વ્યભિચારી બની પડ્યાં છે. હવે બાપ તમને બધાં દુઃખો થી છોડાવે છે. બાપ આપ બાળકોને નોલેજ આપી કેટલાં ઊંચા, મનુષ્ય થી દેવતા બનાવે છે. સતયુગ માં તમારી પાસે બધું જ સોના નું હશે. બાપ તમને શ્રીમત આપી સ્વર્ગ નાં માલિક બનાવે છે. તમે પછી શ્રીમત પર કેમ નથી ચાલતાં. બાપ જમઘટો ની ફાંસી થી છોડાવે છે, ગર્ભજેલ ની સજાઓ થી છોડાવે છે. તમે સ્વર્ગ માં ગર્ભમહેલ માં રહો છો. અહીં છે જેલ, કારણકે મનુષ્ય પાપ કર્મ કરે છે. ત્યાં ૫ વિકાર જ નથી તો પણ રાજા-રાણી, પ્રજા નાં પદ માં તો ફર્ક હશે ને. પૈસા કમાવવા માટે મનુષ્ય મહેનત તો કરે છે ને. ત્યાં વજીર નથી કારણકે તમે અહીં ની પ્રારબ્ધ મેળવો છો. હવે બાપ કહે છે બાળકો તમે શ્રીમત પર ચાલો. હું દૂરદેશ થી આવ્યો છું - પતિત શરીર માં, પતિત રાજ્ય માં. આ છે રાવણ નો દેશ, આપ બાળકોને આવીને વારસો આપું છું. આવાં બાપ ની આજ્ઞા ન માનવી, તે તો કપૂત થયાં. વિકાર ની પાછળ એટલાં થોડી હેરાન થવું જોઈએ. બાબા કહે છે - આ વિકાર દુ:ખ આપવા વાળા છે. પતિતો ને પાવન બનાવવાં - આ મારું કામ છે. કેટલાં પ્રેમ થી સમજાવે છે - ખાવો, પીવો, સુખી રહો, આ યાદ રાખો આપણે શિવબાબા ની પાસે આવ્યાં છીએ, એમનાથી આપણી પાલના થાય છે. જો મિત્ર-સંબંધીઓ વગેરેની વસ્તુ પહેરશો તો તે યાદ આવશે, પદ ભ્રષ્ટ થઈ જશે. અહીં શિવબાબા નાં ભંડારા થી, પતિત-પાવન બાપ નાં યજ્ઞ થી પરવરિશ થવાની છે, ન કે પતિત-ઘર થી. બીજા કોઈની આપેલી વસ્તુ હશે તો તે યાદ આવશે. એનાં માટે ગાયન છે અંતકાળે જે સ્ત્રી સિમરે… કેટલી સારી અવસ્થા હોવી જોઈએ. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં બુદ્ધિ થી સમજવાનું છે કે આ બધાં ખતમ થઈ પડ્યાં છે. આપણાં તો એક બાબા છે. હવે બાપ ની ક્યારેય માળા સિમરણ કરાય છે શું? હું આપ બાળકો ને સ્મૃતિ અપાવું છું કે મને યાદ કરો, તમને બહુજ બળ મળશે, વિકર્મ વિનાશ થશે, બળવાન બની જશો. આ લક્ષ્મી-નારાયણ બળવાન છે ને. જે બળવાન હોય છે તે રાજાઈ મેળવે છે. બાબા પોતાનું દૃષ્ટાંત બતાવે છે. મેં બાર (૧૨) ગુરુ કર્યાં, ગુરુએ કહ્યું સવાર નાં ઉઠીને ૧૦૦૦ માળાઓ જપો. હું કહેતો હતો કોઈ બીજો સમય બતાવો. આખો દિવસ ધંધાધોરી થી થાકી જાઉં છું. જેમ તમે પણ કહો છો - બાબા સવારે ઉઠી નથી શકતાં. બાપ કહે છે - એવું નહીં કહો અમે પવિત્ર નથી રહી શકતાં, યાદ માં નથી રહી શકતાં. યાદ નહીં કરશો તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે? તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન જરુર બનવાનું છે. આ અંતિમ જન્મ છે જરુર પવિત્ર બનો. બાપ ની શ્રીમત પર નહીં ચાલશો તો શું પદ મેળવશો. અડધાકલ્પ થી મને બોલાવ્યો. હવે હું કહું છું પાવન બનીને મને યાદ કરો. બીજાઓને પણ રસ્તો બતાવતાં રહો, સંદેશ આપતાં રહો. બાપ કહે છે મનમનાભવ. મોત સામે છે. તમને જ મેસેન્જર (સંદેશવાહક) અથવા પૈગંબર કહેવાય છે. આપ બ્રાહ્મણોનાં સિવાય કોઈ મેસેન્જર બની નથી શકતાં. પતિત-પાવન શિવબાબા આવે છે. કોનામાં પ્રવેશ કરે છે, આ પણ લખેલું છે. બ્રહ્મા દ્વારા સ્થાપના. આ સમજે થોડી છે! સૂક્ષ્મવતન માં પ્રજાપિતા બ્રહ્મા હશે શું? અહીં જ પતિત થી પાવન બને છે. સાઈલેન્સ (શાંતિ) બળ થી સ્થાપના થાય છે, સાયન્સ (વિજ્ઞાન) બળ થી વિનાશ. બધાં કહે છે શાંતિ કેવી રીતે મળે? હવે આત્મા તો છે જ શાંત સ્વરુપ. અહીં આવે છે પાર્ટ ભજવવાં, અહીં શાંત કેવી રીતે રહેશે? તે શાંતિ શાંતિધામ માં મળશે, અહીં તો દુઃખ મળશે. સતયુગ માં સુખ-શાંતિ બંને હશે.

હમણાં આપ બાળકો અહીં સન્મુખ સાંભળો છો. બાપ કહે છે - પતિત મારી સાથે ક્યારેય ન મળે. નહીં તો લાવવા વાળી બ્રાહ્મણી પર પાપ ચઢશે. (ઈન્દ્રસભા ની પરી નું દૃષ્ટાંત) હકીકત માં ઈન્દ્રસભા આ છે. આ જ્ઞાન સબ્જ પરીઓ, પોખરાજ પરીઓ છે. તો વધારે જ ધક્કો લાગશે. બાબા સખત મનાઈ કરે છે. કોઈ પતિત ને લઈ નથી આવવાનાં. આગળ બાબા હંમેશા પૂછતાં હતાં કે પ્રતિજ્ઞા કરી છે. કહેતાં હતાં પુરુષાર્થ કરી રહ્યો છું. જ્યારે પાક્કો નિશ્ચય હોય ત્યારે મળે. જો મળીને વિકાર માં ગયાં તો સો-ગણો દંડ પડશે. બાપ સમજશે કદાચ તેમની તકદીર માં નથી. બાપ તો તદબીર (પુરુષાર્થ) બતાવે છે તકદીર બનાવવાનાં માટે. પછી એવાં બાપ નું કહેવું ન માને તો શું ગતિ થશે! બાપ ને તરસ પડે છે, બાપ કહે છે - પોતાને કરેક્ટ (સુધારતા) કરતાં જાઓ. એવું ન થાય ચાલતાં-ચાલતાં મરી જાઓ. ડર રહેવો જોઈએ, અમે બાપ ને યાદ કરી પાપો નો બોજો ઉતારીએ. અચ્છા!

બધાંની સદ્દગતિ કરવા વાળા એક જ શિવબાબા છે, એમનો તો ફોટો નીકાળી ન શકાય એમને દિવ્ય દૃષ્ટિ થી જ જોઈ શકાય છે. બાકી જાણી શકાય છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એવી અવસ્થા બનાવવાની છે જે અંતકાળ માં એક બાપ ની યાદ આવે. બીજું કોઈ યાદ ન આવે, બુદ્ધિ માં રહે આ બધું વિનાશ થવાનું છે.

2 પોતે સ્વયં ને કરેક્ટ (સુધારવું) કરવાનું છે, આ અંતિમ જન્મ માં પવિત્ર જરુર બનવાનું છે. ડર રાખવાનો છે કે અમારા થી કોઈ પાપ કર્મ ન થઈ જાય.

વરદાન :-
ડ્રામા ની ઢાલ ને સામે રાખી ખુશી નો ખોરાક ખાવા વાળા સદા શક્તિશાળી ભવ

ખુશી રુપી ભોજન આત્મા ને શક્તિશાળી બનાવી દે છે, કહેવાય પણ છે- ખુશી જેવો ખોરાક નહીં. એના માટે ડ્રામા ની ઢાલ ને સારી રીતે કાર્યમાં લગાવો. જો સદા ડ્રામા ની સ્મૃતિ રહે તો ક્યારેય પણ મૂંઝાઈ નથી શકતાં, ખુશી ગાયબ થઈ નથી શકતી કારણકે આ ડ્રામા કલ્યાણકારી છે એટલે અકલ્યાણકારી દૃશ્ય માં પણ કલ્યાણ સમાયેલું છે, એવું સમજી સદા ખુશ રહેશો.

સ્લોગન :-
પરચિંતન અને પરદર્શન ની ધૂળ થી દૂર રહેવા વાળા જ સાચા અમૂલ્ય હીરા છે.

અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

સંપન્નતા કે સંપૂર્ણતા ને પ્રાપ્ત કરવા માટે દેહ નાં અભિમાન થી સંપૂર્ણ સમર્પણ થવાનું છે. દેહ નું અભિમાન બિલકુલ જ તૂટી જાય ત્યારે કહેવાશે સર્વ સમર્પણમયી જીવન, એવી રીતે જે સર્વ ત્યાગી, સર્વ સમર્પણ જીવન વાળા છે એમની જ સંપૂર્ણ અવસ્થા ગવાય છે અને જ્યારે સંપૂર્ણ બની જશો ત્યારે સાથે જઈશું.