05-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે તમને રાવણ રાજ્ય થી લિબ્રેટ ( મુક્ત ) કરી સદ્દગતિ આપવા , નર્કવાસીઓ ને સ્વર્ગવાસી બનાવવાં”

પ્રશ્ન :-
બાપે આપ ભારતવાસી બાળકો ને કઈ-કઈ સ્મૃતિ અપાવી છે?

ઉત્તર :-
હે ભારતવાસી બાળકો! તમે સ્વર્ગવાસી હતાં. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું, હીરા-સોના નાં મહેલ હતાં. તમે આખાં વિશ્વ નાં માલિક હતાં. ધરતી, આકાશ બધું તમારું હતું. ભારત શિવબાબા નું સ્થાપન કરેલું શિવાલય હતું. ત્યાં પવિત્રતા હતી. હવે ફરીથી એવું ભારત બનવાનું છે.

ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ (આત્માઓએ) આ ગીત સાંભળ્યું. કોણે કહ્યું? આત્માઓ નાં રુહાની બાપે. તો રુહાની બાપ ને રુહાની બાળકોએ કહ્યું કે હે બાબા. એમને ઈશ્વર પણ કહેવાય છે, પિતા પણ કહેવાય છે. કયા પિતા? પરમપિતા કારણકે બાપ બે છે - એક લૌકિક, બીજા પારલૌકિક. લૌકિક બાપ નાં બાળકો પારલૌકિક બાપ ને પોકારે છે - હે બાબા. અચ્છા બાબા નું નામ? શિવ. એ તો નિરાકાર પૂજાય છે. એમને કહેવાય છે સુપ્રીમ ફાધર (પરમપિતા). લૌકિક બાપ ને સુપ્રીમ નથી કહેવાતાં. ઊંચા માં ઊંચા સર્વ આત્માઓ નાં બાપ એક જ છે. બધા જીવ આત્માઓ એ બાપ ને યાદ કરે છે. આત્માઓ આ ભૂલી ગયા છે કે અમારા બાપ કોણ છે? પોકારે છે ઓ ગોડ ફાધર અમને નયનહીન ને નયન આપો તો અમે પોતાનાં બાપ ને ઓળખીએ. ભક્તિમાર્ગ ની ઠોકરો થી છોડાવો. સદ્દગતિ માટે ત્રીજું નેત્ર લેવા માટે, બાપ ને મળવા માટે પોકારે છે કારણકે બાપ જ કલ્પ-કલ્પ ભારત માં આવીને ભારત ને સ્વર્ગ બનાવે છે. હમણાં કળિયુગ છે, કળિયુગ પછી સતયુગ આવવાનો છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. બેહદ નાં બાપ આવીને જે પતિત ભ્રષ્ટાચારી બની ગયા છે તેમને પુરુષોત્તમ બનાવે છે. આ (લક્ષ્મી-નારાયણ) પુરુષોત્તમ ભારત માં હતાં. લક્ષ્મી-નારાયણ ની ડિનાયસ્ટી (રાજધાની) નું રાજ્ય હતું. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સતયુગ માં શ્રી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ બાળકો ને સ્મૃતિ અપાવે છે. તમે ભારતવાસી આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગવાસી હતાં. હવે તો બધા નર્કવાસી છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત હેવન (વૈકુંઠ) હતું. ભારત ની ખૂબ મહિમા હતી, હીરા-સોના નાં મહેલ હતાં. હમણાં તો કાંઈ પણ નથી. તે સમયે બીજા કોઈ ધર્મ નહોતાં, ફક્ત સૂર્યવંશી જ હતાં. ચંદ્રવંશી પણ પાછળ આવે છે. બાપ સમજાવે છે તમે સૂર્યવંશી ડિનાયસ્ટી (વંશ) નાં હતાં. હજી સુધી પણ આ લક્ષ્મી-નારાયણ નાં મંદિર બનાવતા રહે છે. પરંતુ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું? કેવી રીતે મેળવ્યું? તે કોઈને ખબર નથી. પૂજા કરે છે, જાણતા નથી. તો બ્લાઈન્ડફેથ (અંધવિશ્વાસ) થયો ને? શિવ ની, લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે, બાયોગ્રાફી ને પણ જાણતા નથી. હમણાં ભારતવાસી પોતે કહે છે - અમે પતિત છીએ. અમને પતિતો ને પાવન બનાવવા વાળા બાબા આવો. આવીને અમને દુઃખો થી, રાવણ રાજ્ય થી લિબરેટ (મુક્ત) કરો, બાપ જ આવીને બધાને લિબ્રેટ કરે છે. બાળકો જાણે છે સતયુગ માં બરાબર એક રાજ્ય હતું. બાપુજી પણ કહેતાં હતાં કે અમને ફરી થી રામરાજ્ય જોઈએ, ગૃહસ્થ ધર્મ જે પતિત બની ગયો છે તે પાવન જોઈએ. અમે સ્વર્ગવાસી બનવા ઈચ્છીએ છીએ. હવે નર્કવાસીઓની શું હાલત છે, જોઈ રહ્યાં છો ને? આને કહેવાય છે હેલ, ડેવિલ વર્લ્ડ (નર્ક). આ જ ભારત ડીટી વર્લ્ડ (સ્વર્ગ) હતું. બાપ સમજાવે છે તમે ૮૪ જન્મ લીધાં છે, નહીં કે ૮૪ લાખ. બાપ સમજાવે છે તમે અસલ શાંતિધામ નાં રહેવાવાળા છો. તમે અહીં પાર્ટ ભજવવા આવ્યાં છો. ૮૪ જન્મો નો પાર્ટ ભજવ્યો છે. પુનર્જન્મ તો જરુર લેવા પડે ને? પુનર્જન્મ ૮૪ હોય છે.

હવે બેહદ નાં બાપ આવ્યાં છે આપ બાળકો ને બેહદ નો વારસો આપવાં. બાપ આપ બાળકો (આત્માઓ) સાથે વાત કરી રહ્યાં છે. બીજા સત્સંગો માં મનુષ્ય, મનુષ્યો ને ભક્તિમાર્ગ ની વાતો સંભળાવે છે. અડધોકલ્પ ભારત જ્યારે સ્વર્ગ હતું તો એક પણ પતિત નહોતાં. આ સમયે એક પણ પાવન નથી. આ છે જ પતિત દુનિયા. ગીતા માં શ્રીકૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે. તેમણે તો ગીતા સંભળાવી નથી. તે લોકો પોતાનાં ધર્મશાસ્ત્ર ને પણ નથી જાણતાં. પોતાનાં ધર્મ ને જ ભૂલી ગયા છે. હિન્દુ કોઈ ધર્મ નથી. ધર્મ મુખ્ય છે ચાર. પહેલો છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. સૂર્યવંશી અને ચંદ્રવંશી બંને ને મળાવીને કહેવાય છે દેવી-દેવતા ધર્મ, ડીટીઝ્મ. ત્યાં દુઃખ નું નામ નહોતું. ૨૧ જન્મ તો તમે સુખધામ માં હતાં પછી રાવણ રાજ્ય, ભક્તિમાર્ગ શરુ થાય છે. ભક્તિ માર્ગ છે જ નીચે ઉતરવાનો. ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. હમણાં છે ઘોર અંધકાર ભરી રાત. શિવ જયંતી અને શિવરાત્રી, બંને શબ્દ આવે છે. શિવબાબા ક્યારે આવે છે? જ્યારે રાત હોય છે. ભારતવાસી ઘોર અંધકાર માં આવી જાય છે ત્યારે બાપ આવે છે. ગુડ્ડીઓ (ઢીંગલીઓ) ની પૂજા કરતા રહે છે, એક ની પણ બાયોગ્રાફી (જીવન કહાણી) નથી જાણતાં. આ ભક્તિમાર્ગ નાં શાસ્ત્રો પણ બનવાના જ છે. આ ડ્રામા, સૃષ્ટિ ચક્ર ને પણ સમજવાનું છે. શાસ્ત્રો માં આ નોલેજ નથી. તે છે ભક્તિ નું જ્ઞાન, ફિલોસોફી (તત્વજ્ઞાન). તે કોઈ સદ્દગતિ માર્ગ નું જ્ઞાન નથી. બાપ કહે છે - હું આવીને તમને બ્રહ્મા દ્વારા યથાર્થ જ્ઞાન સંભળાવું છું. પોકારે પણ છે, અમને સુખધામ, શાંતિધામ નો રસ્તો બતાવો. બાપ કહે છે આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સુખધામ હતું. જેમાં તમે આખાં વિશ્વ પર રાજ્ય કરતા હતાં. સૂર્યવંશી ડીનાયસ્ટી (વંશજ) નું રાજ્ય હતું. બાકી બધા આત્માઓ શાંતિધામ માં હતાં. ત્યાં ૯ લાખ ગવાય છે. આપ બાળકો ને આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ખૂબ સાહૂકાર બનાવ્યાં હતાં. આટલું ધન આપ્યું પછી તમે તે ક્યાં ગુમાવ્યું? તમે કેટલાં સાહૂકાર હતાં. ભારત કોણ (શું) કહેવાય? ભારત જ સૌથી ઊંચા માં ઊંચો ખંડ છે. બધાનું હકીકત માં આ તીર્થ છે, કારણકે પતિત-પાવન બાપ નું જન્મસ્થાન છે. જે પણ ધર્મ વાળા છે, બધાની બાપ આવીને સદ્દગતિ કરે છે. હમણાં રાવણ નું રાજ્ય આખી સૃષ્ટિ માં છે, ફક્ત લંકા માં નહોતું. બધામાં ૫ વિકાર પ્રવેશ છે. જ્યારે સૂર્યવંશી રાજ્ય હતું તો આ વિકાર જ નહોતાં. ભારત વાઈસલેસ (નિર્વિકારી) હતું. હમણાં વિશશ (વિકારી) છે. સતયુગ માં દૈવી સંપ્રદાય હતો. તે પછી ૮૪ જન્મ ભોગવી હમણાં આસુરી સંપ્રદાય બન્યાં છે ફરી દૈવી સંપ્રદાય બને છે. ભારત ખૂબ સાહૂકાર હતું. હવે ગરીબ બન્યું છે એટલે ભીખ માંગી રહ્યાં છે.

બાપ કહે છે તમે કેટલાં સાહૂકાર હતાં. તમારા જેટલું સુખ કોઈને પણ મળી નથી શકતું. તમે આખાં વિશ્વ નાં માલિક હતાં, ધરતી, આકાશ બધું તમારું હતું. બાપ સ્મૃતિ અપાવે છે. ભારત શિવબાબા નું સ્થાપન કરેલું શિવાલય હતું. ત્યાં પવિત્રતા હતી, તે નવી દુનિયા માં દેવી-દેવતાઓ રાજ્ય કરતા હતાં. ભારતવાસી તો આ પણ નથી જાણતા કે રાધા-કૃષ્ણ નો પરસ્પર શું સંબંધ છે? બંને અલગ-અલગ રાજધાની નાં હતાં પછી સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બને છે. આ જ્ઞાન કોઈ મનુષ્ય માં નથી. પરમપિતા પરમાત્મા જ જ્ઞાન નાં સાગર છે, એ જ તમને આ રુહાની જ્ઞાન આપે છે, આ સ્પ્રિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન) ફક્ત એક બાપ જ આપી શકે છે. હવે બાપ કહે છે - આત્મ-અભિમાની બનો. મુજ પોતાનાં પરમપિતા પરમાત્મા શિવ ને યાદ કરો. યાદ થી જ સતોપ્રધાન બનશો. તમે અહીં આવો જ છો મનુષ્ય થી દેવતા અથવા પતિત થી પાવન બનવાં. હમણાં આ છે રાવણ રાજ્ય. ભક્તિમાર્ગ માં રાવણ રાજ્ય શરુ થાય છે. રાવણે કોઈ એક સીતા ને નથી ચોરી. તમે બધા ભક્તિ કરવા વાળા, રાવણ નાં ચંબા (પંજા) માં છો. આખી સૃષ્ટિ ૫ વિકારો રુપી રાવણ ની કેદ માં છે. બધા શોકવાટિકા માં દુઃખી છે. બાપ આવીને બધાને લિબ્રેટ કરે છે. હવે બાપ ફરીથી સ્વર્ગ બનાવી રહ્યાં છે. એવું નથી કે હમણાં જેમને ધન ખૂબ છે, તે સ્વર્ગ માં છે. ના, હમણાં છે જ નર્ક. બધા પતિત છે એટલે ગંગા માં જઈને સ્નાન કરે છે, સમજે છે ગંગા પતિત-પાવની છે. પરંતુ પાવન તો કોઈ બનતું નથી. પતિત-પાવન તો બાપ ને જ કહેવાય છે, નહીં કે નદીઓ ને. આ બધો છે ભક્તિમાર્ગ. બાપ જ આ વાતો આવીને સમજાવે છે. હવે તમે આ તો જાણો છો એક છે લૌકિક બાપ, બીજા પછી પ્રજાપિતા બ્રહ્મા છે અલૌકિક બાપ અને એ પારલૌકિક બાપ. ત્રણ બાપ છે. શિવબાબા, પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણો ને દેવતા બનાવવા માટે રાજયોગ શીખવાડે છે. એક જ વખત તો બાપ આવીને આત્માઓ ને રાજયોગ શીખવાડે છે. આત્મા પુનર્જન્મ લે છે. આત્મા જ કહે છે - હું એક શરીર છોડી બીજું લઉં છું. બાપ કહે છે પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો તમે પાવન બનશો. કોઈ પણ દેહધારી ને યાદ ન કરો. હમણાં આ છે મૃત્યુલોક નો અંત. અમરલોક ની સ્થાપના થઈ રહી છે. બાકી બધા અનેક ધર્મ ખલાસ થઈ જશે. સતયુગ માં એક જ દેવતા ધર્મ હતો. પછી ત્રેતા માં ચંદ્રવંશી રામ-સીતા. આપ બાળકો ને આખાં ચક્ર ની યાદ અપાવે છે. શાંતિધામ, સુખધામ ની સ્થાપના કરે જ છે બાપ. મનુષ્ય, મનુષ્ય ને સદ્દગતિ આપી નથી શકતાં. તે બધા છે ભક્તિમાર્ગ નાં ગુરુ. ભક્તિમાર્ગ માં મનુષ્ય અનેક પ્રકારના ચિત્ર બનાવી પૂજા કરી પછી જઈને કહે છે ડુબી જા, ડુબી જા. ખૂબ પૂજા કરે, ખવડાવે-પીવડાવે, હવે ખાય તો બ્રાહ્મણ લોકો છે. આને કહેવાય છે ગુડ્ડીઓની પૂજા. કેટલી અંધશ્રદ્ધા છે! હવે તેમને કોણ સમજાવે?

બાપ કહે છે હમણાં તમે છો ઈશ્વરીય સંતાન. તમે હમણાં બાપ પાસે થી રાજયોગ શીખી રહ્યાં છો. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. પ્રજા તો ખૂબ બનવાની છે. કોટો માં કોઈ રાજા બને છે. સતયુગ ને કહેવાય છે ફૂલો નો બગીચો. હમણાં છે કાંટાઓ નું જંગલ. હમણાં રાવણ રાજ્ય બદલાઈ રહ્યું છે. આ વિનાશ થવાનો જ છે. આ નોલેજ હમણાં ફક્ત આપ બ્રાહ્મણ ને મળે છે. લક્ષ્મી-નારાયણ ને પણ આ જ્ઞાન નથી રહેતું. આ જ્ઞાન પ્રાય:લોપ થઈ જાય છે. ભક્તિમાર્ગ માં કોઈ પણ બાપ ને જાણતા જ નથી. બાપ જ રચયિતા છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર પણ રચના છે. પરમાત્મા સર્વવ્યાપી કહેવાથી બધા બાપ થઈ જાય. વારસા નો હક નથી રહેતો. બાપ તો આવીને બધા બાળકો ને વારસો આપે છે. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. આ પણ સમજાવ્યું છે ૮૪ જન્મ તે લે છે જે પહેલાં-પહેલાં સતયુગ માં આવે છે. ક્રિશ્ચન લોકો નાં જન્મ કેટલાં હશે? કરીને ૪૦ જન્મ હશે. આ હિસાબ કાઢાય છે. એક ભગવાન ને શોધવા માટે કેટલાં ધક્કા ખાય છે. હવે તમે ધક્કા નહીં ખાશો. તમારે ફક્ત એક બાપ ને યાદ કરવાના છે. આ છે યાદ ની યાત્રા. આ છે પતિત-પાવન ગોડ ફાધરલી યુનિવર્સિટી. તમારો આત્મા ભણે છે. સાધુ-સંત પછી કહી દે છે આત્મા નિર્લેપ છે. અરે આત્મા ને જ કર્મો અનુસાર બીજો જન્મ લેવો પડે છે. આત્મા જ સારા કે ખરાબ કામ કરે છે. આ સમયે તમારા કર્મ વિકર્મ થાય છે. સતયુગ માં કર્મ અકર્મ થાય છે. ત્યાં વિકર્મ થતા નથી. તે છે પુણ્ય આત્માઓ ની દુનિયા. આ બધી સમજવાની અને સમજાવવાની વાત છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કાંટા થી ફૂલ બની ફૂલો નો બગીચો (સતયુગ) સ્થાપન કરવાની સેવા કરવાની છે. કોઈ પણ ખોટાં કર્મ નથી કરવાનાં.

2. રુહાની જ્ઞાન જે બાપ પાસે થી સાંભળ્યું છે એ જ બધાને સંભળાવવાનું છે. આત્મ-અભિમાની બનવાની મહેનત કરવાની છે. એક બાપ ને જ યાદ કરવાના છે, કોઈ દેહધારી ને નહીં.

વરદાન :-
નિંદા - સ્તુતિ , જય - પરાજય માં સમાન સ્થિતિ રાખવા વાળા બાપ સમાન સંપન્ન તથા સંપૂર્ણ ભવ

જ્યારે આત્મા ની સંપૂર્ણ તથા સંપન્ન સ્થિતિ બની જાય છે તો નિંદા-સ્તુતિ, જય-પરાજય, સુખ-દુઃખ બધામાં સમાનતા રહે છે. દુઃખ માં પણ સૂરત (ચહેરા) કે મસ્તક પર દુઃખ ની લહેર નાં બદલે સુખ કે હર્ષ ની લહેર દેખાય, નિંદા સાંભળતા પણ અનુભવ થાય કે આ નિંદા નથી, સંપૂર્ણ સ્થિતિ ને પરિપક્વ કરવા માટે આ મહિમા યોગ્ય શબ્દ છે - એવી સમાનતા રહે ત્યારે કહેવાશે બાપ સમાન. જરા પણ વૃત્તિ માં એ ન આવે કે આ દુશ્મન છે, ગાળો આપવા વાળા છે અને આ મહિમા કરવા વાળા છે.

સ્લોગન :-
નિરંતર યોગ અભ્યાસ પર અટેન્શન આપો તો ફર્સ્ટ ડિવિઝન માં નંબર મળી જશે.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

બ્રાહ્મણ પરિવાર ની વિશેષતા છે - અનેક હોવા છતાં એક. તમારા બધા સેવાકેન્દ્રો નાં વાયબ્રેશન એવાં હોય જે બધાને મહેસુસ (અનુભવ) થાય કે આ અનેક નથી પરંતુ એક છે. તમારી એકતા નાં વાયબ્રેશન આખાં વિશ્વ માં એક ધર્મ, એક રાજ્ય સ્થાપન કરશે. તો વિશેષ અટેન્શન આપીને ભિન્નતા ને ખતમ કરી એકતા કાયમ કરો.