05-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
ને જ્ઞાની તૂ આત્મા બાળકો જ પ્રિય છે એટલે બાપ સમાન માસ્ટર જ્ઞાનસાગર બનો”
પ્રશ્ન :-
કલ્યાણકારી યુગ માં
બાપ બધા બાળકો ને કઈ સ્મૃતિ અપાવે છે?
ઉત્તર :-
બાળકો, તમને પોતાનું ઘર છોડ્યાં ને ૫ હજાર વર્ષ થયા છે. તમે ૫ હજાર વર્ષ માં ૮૪
જન્મ લીધાં, હવે આ અંતિમ જન્મ છે, વાનપ્રસ્થ અવસ્થા છે એટલે હવે ઘરે જવાની તૈયારી
કરો પછી સુખધામ માં આવશો. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો પરંતુ આ અંતિમ જન્મ માં
પવિત્ર બની બાપ ને યાદ કરો.
ગીત :-
મહેફિલ મેં જલ
ઉઠી શમા…
ઓમ શાંતિ!
બાળકોએ આ
સમજ્યું છે કે ભગવાન એક છે, ગોડ ઈઝ વન. સર્વ આત્માઓ નાં પિતા એક છે. એમને પરમપિતા
પરમાત્મા કહેવાય છે. સૃષ્ટિ નાં રચયિતા એક છે. અનેક હોઈ જ ન શકે. આ સિદ્ધાંત અનુસાર
મનુષ્ય પોતાને ભગવાન કહી ન શકે. હમણાં તમે ઈશ્વરીય સર્વિસ નાં નિમિત્ત બન્યાં છો.
ઈશ્વર નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છે, જેને સતયુગ કહેવાય છે, એનાં માટે તમે લાયક
બની રહ્યાં છો. સતયુગ માં કોઈ પતિત નથી રહેતાં. હમણાં તમે પાવન બની રહ્યાં છો. કહે
છે પતિત-પાવન હું છું અને આપ બાળકો ને શ્રેષ્ઠ મત આપું છું કે મુજ પોતાનાં નિરાકાર
બાપ ને યાદ કરવાથી તમે પતિત તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. યાદ રુપી યોગ અગ્નિ થી
તમારા પાપ નાશ થઈ જશે. સાધુ વગેરે તો કહી દે છે ઈશ્વર સર્વવ્યાપી છે. એક તરફ કહે છે
ભગવાન એક છે પછી અહીં તો ઘણાં પોતાને ભગવાન કહેવડાવે છે. શ્રી-શ્રી ૧૦૮ જગતગુરુ
કહેવડાવે છે. હવે જગત નાં ગુરુ તો એક જ બાપ છે. આખાં જગત ને પાવન બનાવવા વાળા એક
પરમાત્મા આખી દુનિયા ને મુક્ત કરે છે દુઃખ થી. એ જ દુઃખહર્તા સુખકર્તા છે. મનુષ્યો
ને આ ન કહી શકાય. આ પણ આપ બાળકો સમજો છો. આ છે જ પતિત દુનિયા. બધા પતિત છે. પાવન
દુનિયા માં છે યથા મહારાજા-મહારાણી તથા પ્રજા. સતયુગ માં પૂજ્ય મહારાજા-મહારાણી હોય
છે. પછી ભક્તિમાર્ગ માં પુજારી બની જાય છે. સતયુગ માં જે મહારાજા-મહારાણી છે, એ
જ્યારે બે કળાઓ ઓછી થાય છે તો રાજા-રાણી કહેવાય છે. આ બધી વાતો ડીટેલ (વિસ્તાર) ની
છે. નહીં તો એક સેકન્ડ માં જીવનમુક્તિ. બાપ સમજાવે છે ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો
પરંતુ આ અંતિમ જન્મ પવિત્ર રહો. હમણાં વાનપ્રસ્થ અવસ્થા છે. વાનપ્રસ્થ કે શાંતિધામ
એક જ વાત છે. અહીં આત્માઓ બ્રહ્મ તત્વ માં રહે છે, જેને બ્રહ્માંડ કહેવાય છે. હકીકત
માં આત્માઓ કોઈ ઈંડા જેવાં નથી. આત્મા તો સ્ટાર છે. બાબાએ સમજાવ્યું છે જે પણ
આત્માઓ છે આ ડ્રામા માં એક્ટર્સ છે. જેમ એક્ટર્સ નાટક માં ડ્રેસ બદલે છે,
ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવે છે, આ પણ બેહદ નું નાટક છે. આત્માઓ આ સૃષ્ટિ પર ૫ તત્વો નાં
બનેલાં શરીર માં પ્રવેશ કરી પાર્ટ ભજવે છે - શરુ થી લઈને. પરમાત્મા અને બ્રહ્મા,
વિષ્ણુ, શંકર બધા એક્ટર્સ છે. નાટક માં ભિન્ન-ભિન્ન પ્રકાર નાં ડ્રેસ મળે છે પાર્ટ
ભજવવાં. ઘર (પરમધામ) માં આત્માઓ બધા શરીર વગર રહે છે. પછી જ્યારે ૫ તત્વો નું શરીર
તૈયાર થાય છે, ત્યારે એમાં પ્રવેશ કરે છે. ૮૪ શરીર મળે છે તો નામ પણ એટલાં બદલાય
છે. આત્મા નું નામ એક છે. હવે શિવબાબા તો છે જ પતિત-પાવન. એમને પોતાનું શરીર નથી.
શરીર નો આધાર લેવો પડે છે. કહે છે મારું નામ શિવ જ છે. ભલે જૂનાં શરીર માં આવું
છું. એમનાં શરીર નું નામ પોતાનું છે. એમનું વ્યક્ત નામ છે, પછી અવ્યક્ત નામ પડે છે.
એક ધર્મ વાળા બીજા ધર્મ માં જાય છે તો નામ બદલાય છે. તમે પણ શૂદ્ર ધર્મ થી બદલાઈ
બ્રાહ્મણ ધર્મ માં આવ્યાં છો તો નામ બદલાયું છે. તમે લખો છો શિવબાબા થ્રુ બ્રહ્મા (બ્રહ્મા
દ્વારા). શિવબાબા પરમપિતા પરમાત્મા છે, એમનું નામ નથી બદલાતું. શિવબાબા બ્રહ્મા
દ્વારા સ્થાપના કરાવી રહ્યાં છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની. જે પ્રાયઃલોપ થઈ ગયો
છે, જે પાવન પૂજ્ય હતાં તે જ પતિત પુજારી બન્યાં છે. ૮૪ જન્મ પૂરાં કર્યા છે. હવે
ફરી થી દેવી-દેવતા ધર્મ સ્થાપન થાય છે. ગવાયેલું છે પરમપિતા પરમાત્મા આવીને બ્રહ્મા
દ્વારા ફરી થી સ્થાપના કરે છે તો બ્રાહ્મણ જરુર જોઈએ. બ્રહ્મા અને બ્રાહ્મણ ક્યાંથી
આવ્યાં? શિવબાબા આવીને બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે. કહે છે તમે અમારા છો. શિવબાબા
નાં બાળકો તો છો જ પછી બ્રહ્મા દ્વારા પોત્રા થઈ જાઓ છો. પિતા તો એક જ છે આખી પ્રજા
નાં. આટલાં બધા બાળકો કુમાર-કુમારીઓ છે. તેમને શિવબાબા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે
છે. મનુષ્યો ને ખબર થોડી છે. બાપ આવીને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરે છે.
તો એવું નથી કે નવેસર આવતા રહે છે. જેમ દેખાડે છે પ્રલય થયો પછી પાંદડા પર સાગર માં
આવ્યાં… હવે આ તો બધી કહાણીઓ બનાવેલી છે. આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થતી
રહે છે. આત્મા અમર છે. તેમાં પાર્ટ પણ અમર છે. પાર્ટ ક્યારેય ઘસાતો નથી. સતયુગ માં
એ જ લક્ષ્મી-નારાયણ ની સૂર્યવંશી રાજધાની ચાલી આવી છે. ક્યારેય બદલાતી નથી. દુનિયા
નવી થી જૂની, જૂની થી નવી થતી રહે છે. દરેક ને અવિનાશી પાર્ટ મળેલો છે.
બાપ કહે છે
ભક્તિમાર્ગ માં ભક્ત જેવી-જેવી ભાવના થી ભક્તિ કરે છે તેવાં સાક્ષાત્કાર કરાવું
છું. કોઈ ને હનુમાન નો, ગણેશ નો પણ સાક્ષાત્કાર કરાવું છું. તેમની એ શુભભાવના પૂરી
કરું છું. આ પણ ડ્રામા માં નોંધ છે. મનુષ્ય પછી સમજે છે કે ભગવાન બધામાં છે એટલે
સર્વવ્યાપી કહી દે છે. ભક્ત માળા પણ છે, મેલ્સ (પુરુષ) માં નારદ શિરોમણી ગવાય છે.
ફિમેલ (સ્ત્રી) માં મીરા. ભક્તમાળા અલગ છે, રુદ્ર માળા અલગ છે, જ્ઞાન ની માળા અલગ
છે. ભક્તો ની માળા ક્યારેય પુજાતી નથી. રુન્ડ માળા (વૈજયન્તી માળા) પૂજાય છે. ઉપર
છે ફૂલ પછી મેરુ… પછી છે બાળકો, જે રાજગાદી પર બેસે છે. વૈજયન્તી માળા જ વિષ્ણુ ની
માળા છે. ભક્તો ની માળા નું ફક્ત ગાયન થાય છે. આ રુદ્ર માળા તો બધા ફેરવે છે. તમે
ભક્ત નથી જ્ઞાની છો. બાપ કહે છે મને જ્ઞાની તૂ આત્મા પ્રિય લાગે છે. બાપ જ જ્ઞાન
નાં સાગર છે, આપ બાળકો ને જ્ઞાન આપી રહ્યાં છે. માળા પણ તમારી પૂજાય છે. ૮ રત્નો
નું પણ પૂજન થાય છે કારણકે જ્ઞાની તૂ આત્મા છે તો એમની પૂજા થાય છે. વીંટી બનાવીને
પહેરે છે કારણકે એ ભારત ને સ્વર્ગ બનાવે છે. પાસ વિથ ઓનર થાય છે તો એમનું ગાયન છે.
૯ મો દાણો વચ્ચે શિવબાબા ને રાખે છે. એને કહે છે ૯ રત્ન. આ છે વિસ્તાર ની સમજણ. બાપ
તો ફક્ત કહે છે બાપ અને વારસા ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે પછી તમે ચાલ્યાં
જશો. પતિત આત્માઓ પાવન દુનિયા માં જઈ ન શકે. અહીં બધા પતિત છે. દેવતાઓ નાં શરીર તો
પવિત્ર નિર્વિકારી છે. તે છે પૂજ્ય, યથા રાજા-રાણી તથા પ્રજા પૂજ્ય છે. અહીં બધા છે
પુજારી. ત્યાં દુઃખ ની વાત નથી. તેને કહેવાય છે સ્વર્ગ, સુખધામ. ત્યાં સુખ, સંપત્તિ,
શાંતિ બધું હતું. હમણાં તો કાંઈ નથી એટલે આને નર્ક, એને સ્વર્ગ કહેવાય છે. આપણે
આત્માઓ શાંતિધામ માં રહેવા વાળા છીએ. ત્યાંથી આવીએ છીએ પાર્ટ ભજવવાં. ૮૪ જન્મ પૂરાં
ભોગવવા પડે છે. હમણાં દુઃખધામ છે પછી આપણે જઈએ છીએ શાંતિધામ પછી સુખધામ માં આવીશું.
બાપ સુખધામ નાં માલિક બનાવવા, મનુષ્ય થી દેવતા બનાવવા પુરુષાર્થ કરાવી રહ્યાં છે.
તમારો છે આ સંગમયુગ. બાપ કહે છે હું કલ્પ નાં સંગમયુગે આવું છું, યુગે-યુગે નહીં.
હું સંગમયુગ માં એક જ વખત સૃષ્ટિ ને બદલવા આવું છું. સતયુગ હતો, હવે કળિયુગ છે પછી
સતયુગ આવવો જોઈએ, આ છે કલ્યાણકારી સંગમયુગ. બધાનું કલ્યાણ થવાનું છે, બધાને રાવણ ની
જેલ થી છોડાવે છે. એમને દુઃખહર્તા-સુખકર્તા કહેવાય છે. અહીં બધા દુઃખી છે. તમે
પુરુષાર્થ કરો છો સુખધામ માં જવા માટે. સુખધામ જવું છે તો પહેલાં શાંતિધામ માં જવાનું
છે. તમને પાર્ટ ભજવતાં-ભજવતાં ૫ હજાર વર્ષ થયા છે. બાપ સમજાવે છે તમને પોતાનું ઘર
છોડ્યાં ને ૫ હજાર વર્ષ થયા છે. એમાં તમે ભારતવાસીઓ એ ૮૪ જન્મ લીધાં છે. હવે તમારો
અંતિમ જન્મ છે, બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. બધાએ જવાનું છે. ગાયન પણ છે જ્ઞાન નાં
સાગર કે રુદ્ર. આ છે શિવ જ્ઞાન-યજ્ઞ. પતિત-પાવન શિવ છે, પરમાત્મા પણ શિવ છે. રુદ્ર
નામ ભક્તોએ રાખી દીધું છે. એમનું અસલ નામ એક જ શિવ છે. શિવબાબા પ્રજાપિતા બ્રહ્મા
દ્વારા સ્થાપના કરાવે છે. બ્રહ્મા એક જ છે. આ પતિત પછી એ જ બ્રહ્મા પાવન બને છે તો
ફરિશ્તા બની જાય છે. જે સૂક્ષ્મ વતન માં દેખાડે છે, એ બીજા બ્રહ્મા નથી. બ્રહ્મા એક
છે. આ વ્યક્ત, એ અવ્યક્ત. આ સંપૂર્ણ પાવન બની જશે તો સૂક્ષ્મવતન માં જોશો. ત્યાં
હાડકાં વગેરે હોતાં નથી.
બાબાએ સમજાવ્યું હતું
- જે આત્મા ને શરીર નથી મળતું તો તે ભટકતો રહે છે. એને ભૂત કહેવાય છે. જ્યાં સુધી
શરીર મળે ત્યાં સુધી ભટકે છે. કોઈ સારો હોય છે, કોઈ ખરાબ હોય છે. તો બાપ દરેક વાતની
સમજણ આપે છે. એ જ્ઞાન નાં સાગર છે તો જરુર સમજાવશે ને? એક સેકન્ડ માં જીવનમુક્તિ
છે. અલ્ફ અને બે ને યાદ કરો તો સેકન્ડ માં જીવનમુક્તિ નો વારસો મળશે. કેટલું સહજ
છે. નામ જ છે સહજ રાજયોગ. તે સમજે છે ભારત નો યોગ આ હતો. પરંતુ તે સંન્યાસીઓ નો
હઠયોગ છે. આ તો બિલકુલ જ સહજ છે. યોગ એટલે યાદ. એમનો છે હઠયોગ. આ છે સહજ. બાપ કહે
છે મને આ પ્રકારે યાદ કરો. કોઈ લોકેટ વગેરે લગાવવાની જરુર નથી. તમે તો બાળકો છો બાપ
નાં. બાપ ને ફક્ત યાદ કરો. તમે અહીં પાર્ટ ભજવવા આવ્યાં છો. હવે બધાએ પાછા ઘરે જવાનું
છે પછી એ જ પાર્ટ ભજવવાનો છે. ભારતવાસી જ સૂર્યવંશી, ચંદ્રવંશી, વૈશ્યવંશી,
શુદ્રવંશી બને છે. આની વચ્ચે બીજા ધર્મ વાળા પણ આવે છે. ૮૪ જન્મ તમે લો છો. પછી
તમારે જ નંબરવન માં જવાનું છે. પછી તમે સતયુગ માં આવશો તો બીજા બધા શાંતિધામ માં હશે.
બીજા ધર્મ વાળા નાં વર્ણ નથી. વર્ણ ભારત નાં જ છે. તમે જ સૂર્યવંશી-ચંદ્રવંશી બન્યાં
હતાં. હમણાં બ્રાહ્મણ વર્ણ માં છો. બ્રહ્માવંશી બ્રાહ્મણ બન્યાં છો. આ બધી વાતો બાપ
બેસીને સમજાવે છે. જેમની બુદ્ધિ માં ધારણા નથી થઈ શકતી એમને કહે છે ફક્ત બાપ ને યાદ
કરો. જેમ બાપ ને જાણવાથી બાળકો ને ખબર પડી જાય છે આ મિલકત છે. બાળકી ને તો વારસો નથી
મળતો. અહીં તમે બધા શિવબાબા નાં બાળકો છો, બધાનો હક છે. મેલ (પુરુષ) અથવા ફિમેલ (સ્ત્રી)
બધાનો હક છે. બધાને શીખવાડવાનું છે - શિવબાબા ને યાદ કરો. જેટલું યાદ કરશો એટલાં
વિકર્મ વિનાશ થશે, પતિત થી પાવન બનશો. આત્મા માં જે ખાદ પડી છે તે નીકળે કેવી રીતે?
બાપ કહે છે યોગ થી જ તમારી ખાદ ખતમ થઈ જશે. આ પતિત શરીર તો અહીં જ છોડવાનું છે.
આત્મા પવિત્ર બની જશે. બધા મચ્છરો સદૃશ્ય જશે. બુદ્ધિ પણ કહે છે સતયુગ માં ખૂબ થોડા
હોય છે. આ વિનાશ માં કેટલાં મનુષ્ય મરશે. બાકી થોડા જઈને રહેશે. રાજાઓ તો થોડા રહેશે,
બાકી ૯ લાખ પ્રજા સતયુગ માં રહે છે. આનાં પર ગાય પણ છે ને - ૯ લાખ તારા એટલે પ્રજા.
ઝાડ પહેલાં નાનું હોય છે પછી વૃદ્ધિ થાય છે. હમણાં તો કેટલાં આત્માઓ છે. બાપ આવે છે
બધાનાં ગાઈડ (માર્ગદર્શક) બનીને લઈ જાય છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગ-અગ્નિ
થી વિકર્મો ની ખાદ ને ભસ્મ કરી પાવન બનવાનું છે. હવે વાનપ્રસ્થ અવસ્થા છે એટલે પાછા
ઘરે જવા માટે સંપૂર્ણ સતોપ્રધાન બનવાનું છે.
2. આ કલ્યાણકારી યુગ
માં બાપ સમાન દુઃખહર્તા-સુખકર્તા બનવાનું છે.
વરદાન :-
સદા કમ્બાઈન્ડ
સ્વરુપ ની સ્મૃતિ દ્વારા મુશ્કેલ કાર્ય ને સહજ બનાવવા વાળા ડબલ લાઈટ ભવ
જે બાળકો નિરંતર યાદ
માં રહે છે તે સદા સાથ નો અનુભવ કરે છે. એની સામે કોઈ પણ સમસ્યા આવશે તો પોતાને
કમ્બાઇન્ડ અનુભવ કરશે, ગભરાશે નહીં. આ કમ્બાઇન્ડ સ્વરુપ ની સ્મૃતિ કોઈ પણ મુશ્કેલ
કાર્ય ને સહજ બનાવી દે છે. ક્યારેય કોઈ મોટી વાત સામે આવે તો પોતાનો બોજો બાપ નાં
ઉપર રાખી સ્વયં ડબલ લાઈટ થઈ જાઓ. તો ફરિશ્તા સમાન દિવસ-રાત ખુશી માં મન થી ડાન્સ
કરતા રહેશો.
સ્લોગન :-
કોઈ પણ કારણ
નું નિવારણ કરી સંતુષ્ટ રહેવા અને કરવાવાળા જ સંતુષ્ટમણી છે.
આ અવ્યક્ત ઇશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
શ્રીમત પ્રમાણે દરેક
કદમ હોય તો સદા નિશ્ચિંત રહેશો અને નિશ્ચિંત છો તો સદા યથાર્થ નિર્ણય આપશો. જ્યારે
નિર્ણય યથાર્થ હશે તો વિજય થશે. ત્રિકાળદર્શી આત્મા સદા જ નિશ્ચિંત રહે છે કારણકે
તેને નિશ્ચય છે કે અમારો વિજય થયેલો જ છે.