05-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે હવે નામ - રુપ ની બીમારી થી બચવાનું છે , ઉલ્ટું ખાતુ નથી બનાવવાનું , એક બાપ ની યાદ માં રહેવાનું છે”

પ્રશ્ન :-
ભાગ્યવાન બાળકો કયા મુખ્ય પુરુષાર્થ થી પોતાનું ભાગ્ય બનાવી લે છે?

ઉત્તર :-
ભાગ્યવાન બાળકો બધા ને સુખ આપવાનો પુરુષાર્થ કરે છે. મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ નથી આપતાં. શીતળ થઈને ચાલે છે તો ભાગ્ય બનાવતા જાય છે. તમારી આ સ્ટુડન્ટ લાઈફ છે, તમારે હવે ઘુટકા નથી ખાવાનાં, અપાર ખુશી માં રહેવાનું છે.

ગીત :-
તુમ્હીં હો માતા-પિતા…

ઓમ શાંતિ!
બધા બાળકો મોરલી સાંભળે છે, જ્યાં પણ મોરલી જાય છે, બધા જાણે છે કે જેમની મહિમા ગવાય છે એ કોઈ સાકાર નથી, નિરાકાર ની મહિમા છે. નિરાકાર સાકાર દ્વારા હમણાં સન્મુખ મોરલી સંભળાવી રહ્યાં છે. એવું પણ કહેવાશે હમણાં આપણે આત્મા એમને જોઈ રહ્યાં છીએ! આત્મા ખૂબ સૂક્ષ્મ છે, આ આંખો થી દેખાતો નથી. ભક્તિમાર્ગ માં પણ જાણે છે કે આપણે આત્મા સૂક્ષ્મ છીએ. પરંતુ પૂરું રહસ્ય બુદ્ધિ માં નથી કે આત્મા છે શું? પરમાત્મા ને યાદ કરે છે પરંતુ એ છે શું? આ દુનિયા નથી જાણતી. તમે પણ નહોતા જાણતાં. હવે આપ બાળકો ને આ નિશ્ચય છે કે આ કોઈ લૌકિક શિક્ષક અથવા સંબંધી પણ નથી. જેમ સૃષ્ટિ માં બીજા મનુષ્ય છે તેમ આ દાદા પણ હતાં. તમે જ્યારે મહિમા ગાતા હતાં ત્વમેવ માતા ચ પિતા… તો સમજતા હતાં ઊપર છે. હવે બાપ કહે છે મેં આમનાં માં પ્રવેશ કર્યો છે, હું એ જ આમનાં માં છું. પહેલાં તો ખૂબ પ્રેમ થી મહિમા ગાતા હતાં, ડર પણ રાખતાં હતાં. હમણાં તો એ અહીં આ શરીર માં આવ્યાં છે. જે નિરાકાર હતાં એ હવે સાકાર માં આવી ગયા છે. એ બેસીને બાળકો ને શીખવાડે છે. દુનિયા નથી જાણતી કે એ શું શીખવાડે છે? એ તો ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ સમજે છે. કહી દે છે-એ રાજયોગ શીખવાડે છે. અચ્છા, બાકી બાપ શું કરે છે? ભલે ગાતા હતાં તુમ માત-પિતા પરંતુ એમની પાસે થી શું અને ક્યારે મળે છે? આ કાંઈ નથી જાણતાં. ગીતા સાંભળતા હતાં તો સમજતા હતાં શ્રીકૃષ્ણ દ્વારા રાજયોગ શીખ્યા હતાં પછી એ ક્યારે આવીને શીખવાડશે. તે પણ ધ્યાન માં આવતું હશે. આ સમયે આ એ જ મહાભારત લડાઈ છે તો જરુર શ્રીકૃષ્ણ નો સમય હશે. જરુર એ જ હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ (પુનરાવર્તિત) થવી જોઈએ. દિવસે-દિવસે સમજતા જશે. જરુર ગીતા નાં ભગવાન હોવા જોઈએ. બરોબર મહાભારત લડાઈ પણ દેખાય છે. જરુર આ દુનિયા નો અંત થશે. દેખાડે છે પાંડવ પહાડ પર ચાલ્યાં ગયાં. તો એમની બુદ્ધિ માં આ આવતું હશે, બરોબર વિનાશ તો સામે છે. હવે શ્રીકૃષ્ણ છે ક્યાં? શોધતાં રહેશે, જ્યાં સુધી તમારી પાસે થી સાંભળે કે ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ નથી, શિવ છે. તમારી બુદ્ધિ માં તો આ વાત પાક્કી છે. આ તમે ક્યારેય ભૂલી નથી શકતાં. કોઈને પણ તમે સમજાવી શકો છો ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ નથી, શિવ છે. દુનિયા માં તો કોઈ પણ નહીં કહેશે આપ બાળકો સિવાય. હવે ગીતા નાં ભગવાન રાજયોગ શીખવાડતા હતાં તો જરુર એનાંથી સિદ્ધ થાય છે નર થી નારાયણ બનાવતાં હતાં. આપ બાળકો જાણો છો ભગવાન આપણને ભણાવે છે. બરોબર નર થી નારાયણ બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ નું સ્વર્ગ માં રાજ્ય હતું ને? હમણાં તો તે સ્વર્ગ પણ નથી, તો નારાયણ પણ નથી, દેવતાઓ પણ નથી. ચિત્ર છે જેનાંથી સમજે છે આ થઈને ગયાં છે. હમણાં તમે સમજો છો એમને કેટલાં વર્ષ થયાં? તમને પાક્કી ખબર છે, આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આમનું રાજ્ય હતું. હવે તો છે અંત. લડાઈ પણ સામે છે. જાણો છો બાપ આપણને ભણાવી રહ્યાં છે. બધા સેવાકેન્દ્ર માં ભણે પણ છે તો ભણાવે પણ છે. ભણાવવા ની યુક્તિ ખૂબ સરસ છે. ચિત્રો દ્વારા સમજણ સારી મળી શકશે. મુખ્ય વાત છે ગીતા નાં ભગવાન શિવ કે શ્રીકૃષ્ણ? ફરક તો ખૂબ છે ને? સદ્દગતિ દાતા સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા અથવા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની ફરી થી સ્થાપના કરવા વાળા શિવ કે શ્રીકૃષ્ણ? મુખ્ય છે જ ૩ વાતો નો ફેંસલો. આનાં પર જ બાબા જોર આપે છે. ભલે ઓપિનિયન (અભિપ્રાય) લખીને આપે છે કે આ ખૂબ સરસ છે પરંતુ એનાંથી કાંઈ પણ ફાયદો નથી. તમારી જે મુખ્ય વાત છે તેનાં પર જોર આપવાનું છે. તમારી જીત પણ છે આમાં. તમે સિદ્ધ કરીને બતાવો છો ભગવાન એક હોય છે. એવું નથી કે ગીતા સંભળાવવા વાળા પણ ભગવાન બની ગયાં. ભગવાને આ રાજયોગ અને જ્ઞાન દ્વારા દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી.

બાબા સમજાવે છે - બાળકો પર માયા નો વાર થતો રહે છે. હજી સુધી કર્માતીત અવસ્થા ને કોઈએ મેળવી નથી. પુરુષાર્થ કરતા-કરતા અંત માં તમે એક બાબા ની યાદ માં સદૈવ હર્ષિત રહેશો. કોઈ મુરઝાઈશ નહીં આવે. હમણાં તો માથા પર પાપો નો બોજો ખુબ છે. તે યાદ થી જ ઉતરશે. બાપે પુરુષાર્થ ની યુક્તિઓ બતાવી છે. યાદ થી જ પાપ કપાય છે. ઘણાં બુધ્ધુ છે જે યાદ માં ન રહેવાનાં કારણે પછી નામ-રુપ વગેરે માં ફસાઈ જાય છે. હર્ષિતમુખ થઈ કોઈને જ્ઞાન સમજાવે, તે પણ મુશ્કેલ છે. આજે કોઈને સમજાવ્યું, કાલે પછી ઘુટકા આવવા થી ખુશી ગુમ થઈ જાય છે. સમજવું જોઈએ આ માયા નો વાર થાય છે એટલે પુરુષાર્થ કરી બાપ ને યાદ કરવાના છે. બાકી રડવાનું, પીટવાનું કે બેહાલ નથી થવાનું. સમજવું જોઈએ માયા પાદર (જૂત્તા) મારે છે એટલે પુરુષાર્થ કરી બાપ ને યાદ કરવાના છે. બાપ ની યાદ થી ખૂબ ખુશી રહેશે. મુખ થી ઝટ વાણી નીકળશે. પતિત-પાવન બાપ કહે છે કે મને યાદ કરો. મનુષ્ય તો એક પણ નથી જેમને રચયિતા બાપ નો પરિચય હોય. મનુષ્ય થઈ અને બાપ ને ન જાણે તો જાનવર થી પણ બદતર થયાં. ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ લખી દીધું છે તો બાપ ને યાદ કેવી રીતે કરે? આ જ મોટી ભૂલ છે, જે તમારે સમજાવવાની છે. ગીતા નાં ભગવાન શિવબાબા છે, એ જ વારસો આપે છે. મુક્તિ-જીવનમુક્તિ દાતા એ જ છે, બીજા ધર્મવાળાઓની બુદ્ધિમાં બેસતું નથી. તે તો હિસાબ-કિતાબ ચૂક્તું કરી પાછા ચાલ્યાં જશે. અંત માં થોડો પરિચય મળ્યો તો પણ જશે પોતાનાં ધર્મ માં. તમને બાપ સમજાવે છે તમે દેવતા હતાં, હવે ફરી બાપ ને યાદ કરવાથી તમે દેવતા બની જશો. વિકર્મ વિનાશ થઇ જશે. તો પણ ઉલ્ટા-સુલ્ટા ધંધા કરી લે છે. બાબા ને લખે છે આજે અમારી અવસ્થા મુરઝાયેલી છે, બાપ ને યાદ નથી કર્યાં. યાદ નહીં કરો તો જરુર મુરઝાશો. આ છે જ મડદાઓ ની દુનિયા. બધા મરેલા પડ્યાં છે. તમે બાપ નાં બન્યાં છો તો બાપ નું ફરમાન છે-મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. આ શરીર તો જૂનું તમોપ્રધાન છે. અંત સુધી તો કાંઈ ને કાંઈ થતું રહેશે. જ્યાં સુધી બાપ ની યાદ માં રહી કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરીએ, ત્યાં સુધી માયા હલાવતી રહેશે, કોઈને પણ છોડશે નહીં. તપાસ કરતા રહેવું જોઈએ કે માયા કેવાં ધક્કા ખવડાવે છે. ભગવાન આપણને ભણાવે છે, આ ભૂલવું કેમ જોઈએ? આત્મા કહે છે-અમારા પ્રાણો થી પ્રિય એ બાપ જ છે. એવાં બાપ ને પછી તમે ભૂલો છો કેમ? બાપ ધન આપે છે, દાન કરવા માટે. પ્રદર્શન-મેળા માં તમે અનેક ને દાન કરી શકો છો. જાતે જ શોખ થી ભાગવું જોઈએ. હમણાં તો બાબાએ તાકીદ કરવી પડે છે (ઉમંગ અપાવવો પડે છે) જઈને સમજાવો. એમાં પણ સારા સમજેલા હોવા જોઈએ. દેહ-અભિમાની નું તીર લાગશે નહીં. તલવારો પણ અનેક પ્રકાર ની હોય છે ને? તમારી પણ યોગ ની તલવાર ખૂબ ધારદાર જોઈએ. સર્વિસ નો ઉલ્લાસ જોઈએ. અનેક નું જઈને કલ્યાણ કરીએ. બાપ ને યાદ કરવાની એવી પ્રેક્ટિસ (અભ્યાસ) થઈ જાય જે અંત માં બાપ સિવાય બીજા કોઈ યાદ ન આવે, ત્યારે જ તમે રાજાઈ પદ મેળવશો. અંતકાળ જે અલફ ને સિમરે અને પછી નારાયણ ને સિમરે. બાપ અને નારાયણ (વારસો) જ યાદ કરવાના છે. પરંતુ માયા ઓછી નથી. કાચ્ચાં તો એકદમ ઢગલો થઈ જાય છે. ઉલ્ટા કર્મો નું ખાતું ત્યારે બને છે જ્યારે કોઈનાં નામ-રુપ માં ફસાઈ જાય છે. એક-બીજા ને પ્રાઇવેટ (ખાનગી) ચિઠ્ઠીઓ લખે છે. દેહધારીઓ સાથે પ્રીત થઈ જાય છે તો ઉલ્ટા કર્મો નું ખાતુ બની જાય છે. બાબા ની પાસે સમાચાર આવે છે. ઉલ્ટા-સુલ્ટા કામ કરી પછી કહે છે બાબા થઈ ગયું! અરે, ખાતું ઉલ્ટું તો થઈ ગયું ને? આ શરીર તો પલીત છે, એને તમે યાદ કેમ કરો છો? બાપ કહે છે મને યાદ કરો તો સદૈવ ખુશી રહે. આજે ખુશી માં છે, કાલે પછી મડદા બની જાય છે. જન્મ-જન્માંતર નામ-રુપ માં ફસાતાં આવે છે ને? સ્વર્ગ માં આ બીમારી નામ-રુપ ની હોતી નથી. ત્યાં તો મોહજીત કુટુંબ હોય છે. જાણે છે અમે આત્મા છીએ, શરીર નથી. તે છે જ આત્મ-અભિમાની દુનિયા. અહીં છે દેહ-અભિમાની દુનિયા. પછી અડધોકલ્પ તમે દેહી-અભિમાની બની જાઓ છો. હવે બાપ કહે છે દેહ-અભિમાન છોડો. દેહી-અભિમાની બનવાથી ખૂબ મીઠાં શીતળ થઈ જશો. એવાં ખૂબ થોડા છે, પુરુષાર્થ કરાવતા રહે છે કે બાપ ની યાદ નહીં ભૂલો. બાપ ફરમાન કરે છે મને યાદ કરો, ચાર્ટ રાખો. પરંતુ માયા ચાર્ટ પણ રાખવા નથી દેતી. આવાં મીઠાં બાપ ને તો કેટલાં યાદ કરવા જોઈએ? આ તો પતિઓ નાં પતિ, બાપો નાં બાપ છે ને? બાપ ને યાદ કરી અને પછી બીજાઓ ને પણ આપ સમાન બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે, તેમાં દિલચસ્પી ખૂબ સારી રાખવી જોઈએ. સર્વિસેબલ બાળકો ને તો બાપ નોકરી થી છોડાવી દે છે. પરિસ્થિતિ જોઈને કહેશે હવે આ ધંધા માં લાગી જાઓ. મુખ્ય-ઉદ્દેશ તો સામે છે. ભક્તિમાર્ગ માં પણ ચિત્રો ની આગળ યાદ માં બેસે છે ને? તમારે તો ફક્ત આત્મા સમજી પરમાત્મા બાપ ને યાદ કરવાના છે. વિચિત્ર બની વિચિત્ર બાપ ને યાદ કરવાના છે. આ મહેનત છે. વિશ્વ નાં માલિક બનવું, કોઈ માસી નું ઘર નથી. બાપ કહે છે - હું વિશ્વ નો માલિક નથી બનતો, તમને બનાવું છું. કેટલું માથું મારવું પડે છે? સપૂત બાળકો ને તો જાતે જ ફિકર લાગેલી રહેશે, રજા લઈને પણ સર્વિસ માં લાગી જવું જોઈએ. ઘણાં બાળકો ને બંધન પણ છે, મોહ પણ રહે છે. બાપ કહે છે તમારી બધી બિમારીઓ બહાર નીકળશે. તમે બાપ ને યાદ કરતા રહો. માયા તમને હટાવવા ની કોશિશ કરે છે. યાદ જ મુખ્ય છે, રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન મળ્યું, બાકી બીજું શું જોઈએ? ભાગ્યવાન બાળકો બધા ને સુખ આપવાનો પુરુષાર્થ કરે છે, મન્સા, વાચા, કર્મણા કોઈને દુઃખ નથી આપતા, શીતળ બનીને ચાલે છે તો ભાગ્ય બનતું જાય છે. જો કોઈ નથી સમજતું તો સમજાય છે તેમનાં ભાગ્ય માં નથી. જેમનાં ભાગ્ય માં છે તે સારી રીતે સાંભળે છે. અનુભવ પણ સંભળાવે છે ને - શું-શું કરતા હતાં? હવે ખબર પડી છે, જે કંઈ કર્યુ તેનાંથી દુર્ગતિ થઈ. સદ્દગતિ ને ત્યારે મેળવે જ્યારે બાપ ને યાદ કરે. ખૂબ મુશ્કેલ કોઈ કલાક, અડધો કલાક યાદ કરતા હશે. નહીં તો ઘુટકા ખાતાં રહે છે. બાપ કહે છે અડધો કલ્પ ઘુટકા ખાધાં હવે બાપ મળ્યાં છે, સ્ટુડન્ટ લાઈફ છે તો ખુશી હોવી જોઈએ ને? પરંતુ બાપ ને ઘડી-ઘડી ભૂલી જાય છે.

બાપ કહે છે તમે કર્મયોગી છો. તે ધંધો વગેરે તો કરવાનો જ છે. નિંદ્રા પણ ઓછી કરવી સારી છે. યાદ થી કમાણી થશે, ખુશી પણ રહેશે. યાદ માં બેસવું જરુરી છે. દિવસ માં તો ફુરસદ નથી મળતી એટલે રાત્રે સમય કાઢવો જોઈએ. યાદ થી ખુબ ખુશી રહેશે. કોઈ ને બંધન છે તો કહી શકે છે અમારે તો બાપ પાસે થી વારસો લેવાનો છે, તેમાં કોઈ રોકી ન શકે. ફક્ત ગવર્મેન્ટ (સરકાર) ને જઈ સમજાવો કે વિનાશ સામે છે, બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. અને આ અંતિમ જન્મ તો પવિત્ર રહેવાનું છે એટલે આપણે પવિત્ર બનીએ છીએ. પરંતુ કહેશે તે જેમને જ્ઞાન ની મસ્તી હશે. એવું નથી કે અહીં આવીને પછી દેહધારી ને યાદ કરતા રહે. દેહ-અભિમાન માં આવીને લડવું-ઝઘડવું જાણે ક્રોધ નું ભૂત થઈ જાય છે. બાબા ક્રોધ કરવાવાળા ની તરફ ક્યારેય જોતાં પણ નથી. સર્વિસ કરવાવાળા સાથે પ્રેમ હોય છે. દેહ-અભિમાન ની ચલન દેખાઈ આવે છે. ગુલ-ગુલ ત્યારે બનશે જ્યારે બાપ ને યાદ કરશે. મૂળ વાત છે આ. એક-બીજા ને જોતાં બાપ ને યાદ કરવાના છે. સર્વિસ માં તો હાડકાઓ આપવા જોઈએ. બ્રાહ્મણોએ પરસ્પર ક્ષીરખંડ બનવું જોઈએ. લૂણપાણી ન થવું જોઈએ. સમજ ન હોવાનાં કારણે એક-બીજા થી નફરત, બાપ થી પણ નફરત કરતા રહે છે. એવાં શું પદ મેળવશે? તમને સાક્ષાત્કાર થશે પછી તે સમયે સ્મૃતિ આવશે - આ અમે ગફલત (ભૂલ) કરી. બાપ પછી કહી દે છે તકદીર માં નથી તો શું કરી શકે છે? અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. નિર્બંધન બનવા માટે જ્ઞાન ની મસ્તી હોય. દેહ-અભિમાન ની ચલન ન હોય. પરસ્પર લૂણપાણી થવાનાં સંસ્કાર ન હોય. દેહધારીઓ સાથે પ્રેમ છે તો બંધનમુક્ત બની ન શકે.

2. કર્મયોગી બનીને રહેવાનું છે, યાદ માં બેસવું જરુરી છે. આત્મ-અભિમાની બની ખૂબ મીઠાં અને શીતળ બનવાનો પુરુષાર્થ કરવાનો છે. સર્વિસ માં હાડકાઓ આપવાના છે.

વરદાન :-
શ્રીમત થી મનમત અને જનમત ની ભેળસેળ ને સમાપ્ત કરવાવાળા સાચાં કલ્યાણી ભવ

બાપે બાળકો ને બધા ખજાના સ્વ-કલ્યાણ અને વિશ્વ-કલ્યાણ પ્રત્યે આપેલા છે પરંતુ તેને વ્યર્થ તરફ લગાવવા, અકલ્યાણ નાં કાર્ય માં લગાવવા, શ્રીમત માં મનમત અને જનમત ની ભેળસેળ કરવી-આ અમાનત માં ખયાનત છે. હવે આ ખયાનત અને ભેળસેળ ને સમાપ્ત કરી રુહાનિયત ધારણ કરો. પોતાની ઉપર અને સર્વ ની ઉપર રહેમ કરી સ્વ-કલ્યાણી બનો. સ્વ ને જુઓ, બાપ ને જુઓ બીજાઓ ને ન જુઓ.

સ્લોગન :-
સદા હર્ષિત તે જ રહી શકે છે જે ક્યાંય પણ આકર્ષિત નથી થતાં.

અવ્યક્ત ઈશારા - કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો

“બાબા અને હું” - કમ્બાઇન્ડ છીએ, કરાવનહાર બાબા અને કરવાનાં નિમિત્ત આત્મા હું છું-આને કહેવાય છે અસોચ અર્થાત્ એક ની યાદ. શુભચિંતન માં રહેવા વાળા ને ક્યારેય ચિંતા નથી થતી. જેવી રીતે બાપ અને આપ કમ્બાઈન્ડ છો, શરીર અને આત્મા કમ્બાઈન્ડ છે, તમારું ભવિષ્ય વિષ્ણુ સ્વરુપ કમ્બાઈન્ડ છે, એવી રીતે સ્વ-સેવા અને સર્વ ની સેવા કમ્બાઇન્ડ હોય ત્યારે મહેનત ઓછી સફળતા વધારે મળશે.