05-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સુખ
- શાંતિ નું વરદાન એક બાપ પાસેથી જ મળે છે , કોઈ દેહધારી થી નહીં , બાબા આવ્યાં છે
- તમને મુક્તિ - જીવનમુક્તિ ની રાહ દેખાડવાં”
પ્રશ્ન :-
બાપ ની સાથે જવાં અને
સતયુગ આદિ માં આવવાનો પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
બાપ ની સાથે જવું છે તો પૂરું પવિત્ર બનવાનું છે. સતયુગ આદિ માં આવવા માટે બીજા સંગ
બુદ્ધિયોગ તોડી એક બાપ ની યાદ માં રહેવાનું છે. આત્મ-અભિમાની જરુર બનવાનું છે. એક
બાપ ની મત પર ચાલશો તો ઉંચ પદ નો અધિકાર મળી જશે.
ગીત :-
નયનહીન કો રાહ
દિખાઓ…
ઓમ શાંતિ!
આ ગીત કોણે
ગાયું? બાળકોએ કારણકે બાપ તો એક જ છે, એમને જ રચયિતા કહેવાય છે. રચના, રચયિતા ને
પોકારે છે. બાબાએ સમજાવ્યું છે - ભક્તિમાર્ગ માં તો તમને બે બાપ છે. એક લૌકિક, બીજા
છે પારલૌકિક. બધા આત્માઓ નાં બાપ એક જ છે. એક બાપ હોવાથી બધા આત્માઓ પોતાને બ્રધર્સ
(ભાઈ-ભાઈ) કહે છે. એ બાપ ને પોકારે છે ઓ ગોડ ફાધર, ઓ પરમપિતા રહેમ કરો, ક્ષમા કરો.
ભક્તો નાં રક્ષક એક ભગવાન જ છે. પહેલાં-પહેલાં તો આ સમજાવવું જોઈએ કે આપણા બે બાપ
છે. હવે પારલૌકિક બાપ તો બધાનાં એક છે. બાકી લૌકિક બાપ દરેક નાં અલગ-અલગ છે. હવે
લૌકિક બાપ મોટા કે પારલૌકિક બાપ મોટા? લૌકિક બાપ ને તો ક્યારેય ભગવાન કે પરમપિતા નહીં
કહેશે. આત્માનાં બાપ એક જ પરમપિતા પરમાત્મા છે. આત્માનું નામ ક્યારેય બદલાતું નથી.
શરીર નું નામ બદલાય છે. આત્મા ભિન્ન-ભિન્ન શરીર લઇ પાર્ટ ભજવે છે અર્થાત્ પુનર્જન્મ
લે છે. છતાં પણ કેટલાં જન્મ મળે છે? તે બાપ જ આવીને સમજાવે છે. બાળકો તમે પોતાનાં
જન્મો ને નથી જાણતાં. બાપ આવે જ ભારત માં છે, એમનું નામ શિવ છે. સમજે પણ છે શિવ
પરમાત્મા છે. શિવજયંતી કે શિવરાત્રી પણ મનાવે છે. એ નિરાકાર છે જેવી રીતે આત્મા પણ
નિરાકાર છે, નિરાકાર થી સાકાર માં આવે છે પાર્ટ ભજવવાં. હવે નિરાકાર શિવ તો શરીર
વગર પાર્ટ ભજવી ન શકે. મનુષ્ય આ વાતો ને કંઈ પણ નથી સમજતાં, નયનહીન છે. આ શરીર નાં
બે નેત્ર તો બધાને છે. ત્રીજું જ્ઞાન નું નેત્ર આત્મા ને નથી, જેને દિવ્ય-ચક્ષુ પણ
કહે છે. આત્મા પોતાનાં બાપ ને ભૂલી ગયો છે, એટલે પોકારે છે નયનહીન કો રાહ બતાવો.
ક્યાંની રાહ? શાંતિધામ અને સુખધામ ની. સર્વ નાં સદ્દગતિ દાતા, સદ્દગુરુ એક જ છે.
મનુષ્ય, મનુષ્ય નાં ગુરુ બની સદ્દગતિ આપી નથી શકતાં. ન સ્વયં સદ્દગતિ પામે છે, ન
બીજાઓને આપે છે. એક બાપ જ સર્વ ને સદ્દગતિ આપે છે. એ અલ્ફ બાપ ને જ યાદ કરવાનાં છે.
બાપ સમજાવે છે - કોઈ પણ મનુષ્ય-માત્ર મુક્તિ-જીવનમુક્તિ, શાંતિ અને સુખ સદાકાળ માટે
નથી આપી શકતું. સુખ-શાંતિ નું વરદાન તો એક બાપ જ આપી શકે છે. મનુષ્ય, મનુષ્ય ને નથી
આપી શકતાં. ભારતવાસી સતોપ્રધાન હતાં તો સતયુગી સ્વર્ગવાસી હતાં. આત્મા પવિત્ર હતો.
ભારત ને સ્વર્ગ કહેવાય છે જ્યારે કે આત્માઓ પવિત્ર, સતોપ્રધાન હતાં.
તમે જાણો છો બરાબર આજ
થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ, સતોપ્રધાન હતું. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું.
હમણાં કળિયુગ નો પણ અંત છે, આને નર્ક કહેવાય છે. આ જ ભારત સ્વર્ગ હતું તો ખૂબ ધનવાન
હતું. હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. બાપ બાળકો ને યાદ અપાવે છે. સતયુગ આદિ માં આ
લક્ષ્મી-નારાયણ ની રાજધાની હતી. તેને સ્વર્ગ વૈકુંઠ કહેવાય છે. હમણાં તો સ્વર્ગ નથી,
આ બાપ સમજાવે છે. બાબા ભારત માં જ આવે છે. નિરાકાર શિવ ની જયંતી પણ મનાવે છે, પરંતુ
એ શું કરે છે, આ કોઈ નથી જાણતું. આપણા આત્માઓ નાં બાપ શિવ છે, એમની આપણે જયંતી
મનાવીએ છીએ. બાપ ની બાયોગ્રાફી (જીવનકહાણી) ને પણ નથી જાણતાં. ગવાય પણ છે - દુઃખ
મેં સિમરણ સબ કરે. પોકારે છે ઓ ગોડફાધર રહેમ કરો. અમે ખૂબ દુઃખી છીએ કારણકે આ રાવણ
રાજ્ય છે. વર્ષે-વર્ષે રાવણ ને બાળે છે ને. પરંતુ આ કોઈને ખબર નથી કે ૧૦ માથા વાળો
રાવણ શું ચીજ છે. અમે તેને બાળીએ કેમ છીએ, આ કયો દુશ્મન છે જેમની એફીજી (પુતળું)
બનાવી બાળીએ છીએ. ભારતવાસી બિલકુલ નથી જાણતાં કારણ કે જ્ઞાન નું ત્રીજું નેત્ર નથી
ત્યારે તો રામરાજ્ય માંગે છે. ૫ વિકાર સ્ત્રી માં, ૫ વિકાર પુરુષ માં છે એટલે આને
રાવણ સંપ્રદાય કહેવાય છે. આ રાવણ ૫ વિકાર જ મોટા માં મોટો દુશ્મન છે, જેની એફીજી
બનાવી બાળે છે. ભારતવાસીઓને આ ખબર નથી પડતી કે રાવણ છે કોણ, જેને બાળે છે. આ રાવણ
રાજ્ય ક્યાર થી શરું થયું, આ પણ કોઈને ખબર નથી. બાપ સમજાવે છે - રામરાજ્ય - સતયુગ,
ત્રેતા. રાવણ રાજ્ય - દ્વાપર, કળિયુગ. સતયુગ માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું,
તેમને આ રાજ્ય ક્યાંથી, કેવી રીતે મળ્યું? આ કોઈ નથી જાણતું. આ સમજવાની વાતો છે. આમાં
અટેન્શન (ધ્યાન) આપવું પડે છે. મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ છે ત્યારે તો એમને
ભક્તિમાર્ગ માં પણ પોકારે છે. ભારત માં જ્યારે આમનું (લક્ષ્મી-નારાયણનું) રાજ્ય હતું
તો દુઃખ નું નામ નહોતું. હમણાં દુઃખધામ છે, કેટલાં અનેક ધર્મ છે. સતયુગ માં એક ધર્મ
હતો, આટલાં બધા આત્માઓ ક્યાં ચાલ્યાં જશે, કોઈને ખબર નથી કારણકે નયનહીન છે. શાસ્ત્રો
માં જ્ઞાન નું ત્રીજું નેત્ર કોઈને નથી મળતું. જ્ઞાન નેત્ર જ્ઞાન સાગર પરમપિતા
પરમાત્મા જ આપે છે. આત્મા ને ત્રીજું નેત્ર મળે છે. આત્મા ભૂલી ગયો કે અમે કેટલાં
જન્મ લીધાં છે. સતયુગ માં જે દેવી-દેવતાઓનું રાજ્ય હતું, તે ક્યાં ગયું? ગાય પણ છે
મનુષ્ય ૮૪ જન્મ લે છે. ૮૪ નું ચક્ર કહે છે. પરંતુ કયા આત્મા ૮૪ જન્મ લે છે? જે પહેલાં
ભારત માં આવે છે તે હતાં દેવી-દેવતા. પછી ૮૪ જન્મ ભોગવી અંત માં પતિત બની જાય છે.
ગાય પણ છે - હે પતિત-પાવન, તો સિદ્ધ કરે છે અમે પતિત છીએ એટલે પોકારે છે, હે
પતિત-પાવન અમને પાવન બનાવવા આવો. જે પોતે જ પતિત છે તે પછી બીજાઓને પાવન કેવી રીતે
બનાવશે. બાપ સમજાવે છે અડધોકલ્પ ભક્તિમાર્ગ માં રાવણ રાજ્ય, ૫ વિકાર હોવાનાં કારણે
ભારત આટલાં દુઃખ ને પામ્યું છે. ૮૪ જન્મ તો લે જ છે. આનો પણ હિસાબ સમજાવવો જોઈએ.
પહેલાં-પહેલાં સતયુગ માં છે સતોપ્રધાન, પછી ત્રેતા માં છે સતો… આત્મા માં ખાદ પડે
છે. બાપ આવે જ ભારત માં છે. શિવ જયંતી છે ને. બીજા બધા આત્માઓ તો ગર્ભ માં જન્મ લે
છે. બાપ કહે છે - હું સાધારણ વૃદ્ધ તન માં પ્રવેશ કરું છું, જેમનો આ અનેક જન્મો નાં
અંત નો જન્મ છે. આ સમજણ કોઈ એક ને નથી અપાતી. આ ગીતા પાઠશાળા છે. મનુષ્ય ને દેવતા
બનાવવા માટે આ રાજયોગ શીખવાડાય છે. તમે અહીં આવ્યાં છો સ્વર્ગ ની બાદશાહી પ્રાપ્ત
કરવા જે બાપ જ આપી શકે છે. ગીતા વાંચવાથી કોઈ રાજા બનતા નથી વધારે જ રંક બની જાય
છે. બાપ ગીતા નું જ્ઞાન સંભળાવી રાજા બનાવે છે, બીજા દ્વારા ગીતા સાંભળવાથી રંક બની
ગયાં છે. ભારત માં જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો
પ્યોરિટી-પીસ-પ્રોસપર્ટી (પવિત્રતા-શાંતિ-સમૃદ્ધિ) હતાં, પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો.
ત્યાં હિંસા નું નામ નહોતું પછી દ્વાપર થી લઈને હિંસા શરુ થઇ છે. કામ કટારી
ચલાવતાં-ચલાવતાં તમારી આ હાલત આવીને થઈ છે. સતયુગ માં ૧૦૦ ટકા સોલવેન્ટ (ભરપુર) હતાં,
સતોપ્રધાન હતાં. આ રહસ્ય કોઈ પણ મનુષ્ય અથવા સાધુ-સંત વગેરે નથી જાણતાં. બાપ જે
જ્ઞાન નાં સાગર, પતિત-પાવન છે એ જ આવીને સતોપ્રધાન બનવાની યુક્તિ બતાવે છે. રાવણ ની
મત પર મનુષ્ય ની જુઓ શું હાલત થઈ ગઈ છે. રાજા લોકો પણ, તે જે પવિત્ર રાજાઓ થઈને ગયાં
છે તેનાં ચરણો માં જઈને પડે છે અને મહિમા ગાય છે - આપ સર્વગુણ સંપન્ન, અમે નીંચ-પાપી
છીએ. અમારા માં કોઈ ગુણ નથી પછી કહે છે, આપેહી તરસ પરોઈ. અમને આવીને મંદિર લાયક
બનાવો. કોઈની પણ સમજ માં નથી આવતું કે બાપ કેવી રીતે આવીને ફરી થી દેવી-દેવતા ધર્મ
ની સ્થાપના કરે છે. હવે તમે સમજો છો આપણે જ દેવી-દેવતા ધર્મ નાં હતાં. આપણે જ
ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બની આટલાં જન્મ લીધાં હવે ૮૪ જન્મ પૂરા થયાં છે. પછી દુનિયા
નું ચક્ર ફરવું જોઈએ એટલે ફરી તમારે પાવન અહીં બનવાનું છે. પતિત તો સુખધામ,
શાંતિધામ માં ન જઈ શકે. બાપ સમજાવે છે તમે જે સતોપ્રધાન હતાં તે તમોપ્રધાન બન્યાં
છો. ગોલ્ડન એજ (સતયુગ) થી ફરી આયરન એજ (કળિયુગ) માં આવ્યાં છો પછી ફરી ગોલ્ડન એજડ
બનવાનું છે ત્યારે મુક્તિધામ, સુખધામ માં જઈ શકશો. ભારત સુખધામ હતું. હવે દુઃખધામ
છે. ગીત માં પણ સાંભળ્યું - હમ નયનહીન કો રાહ બતાવો... અમે પોતાનાં શાંતિધામ માં
કેવી રીતે જઈએ? તે લોકો તો કહી દે છે - પરમાત્મા સર્વવ્યાપી છે, ફલાણા અવતાર છે,
પરશુરામ અવતાર છે. હવે બાપ પરશુરામ બની કોઈને મારતા હશે શું? થઈ ન શકે. બાપ સમજાવે
છે તમે આ ચક્ર માં કેવી રીતે ૮૪ જન્મ લીધાં છે. હવે મુજ અલ્ફ ને યાદ કરો. હે આત્માઓ,
દેહી-અભિમાની બનો. દેહ-અભિમાની બની તમે બિલકુલ જ દુઃખી-કંગાળ, નર્કવાસી બની પડ્યાં
છો. જો સ્વર્ગવાસી બનવું છે તો આત્મ-અભિમાની જરુર બનવાનું છે. આત્મા જ એક શરીર છોડી
બીજું લે છે. હવે ૮૪ જન્મ પૂરા થયાં છે ફરી સતયુગ આદિ માં જવાનું છે. હવે મને યાદ
કરો બીજા સંગ બુદ્ધિયોગ તોડો. રહો ભલે ગૃહસ્થ વ્યવહાર માં, પોતાને આત્મા નિશ્ચય કરો.
આત્મા એક શરીર છોડી બીજું લે છે. હવે દેહી-અભિમાની બનવાનું છે, મને યાદ કરો તો ખાદ
બધી બળી જશે. તમે પવિત્ર બની જશો પછી હું બધા બાળકોને લઈ જઈશ. જો મારી મત પર નહીં
ચાલશો તો આટલું ઉંચ પદ નહીં મેળવશો. આ લક્ષ્મી-નારાયણ નું ઉંચ પદ છે. જ્યારે આમનું
રાજ્ય હતું તો બીજા કોઈ ધર્મ નહોતાં. દ્વાપર થી પછી બીજા ધર્મ આવે છે. સતયુગ માં
મનુષ્ય પણ થોડાક હોય છે. હવે તો અનેક ધર્મ હોવાનાં કારણે કેટલાં દુઃખી થઈ ગયાં છે.
તે જ દેવતા ધર્મ વાળા હવે ફરી પતિત થવાથી પોતાને દેવતા કહેતાં નથી. હિંદુ નામ રાખી
દીધું છે. હિંદુ તો કોઈ ધર્મ નથી. બાપ સમજાવે છે રાવણે તમને આવાં બનાવી દીધાં છે.
તમે જ્યારે લાયક દેવી-દેવતા હતાં ત્યારે આખાં વિશ્વ પર રાજ્ય હતું, બધાં સુખી હતાં.
હવે દુઃખી બની પડ્યાં છો. ભારત હેવન (સ્વર્ગ) હતું તે હવે હેલ (નર્ક) બની ગયું છે
ફરી હેલ ને હેવન બાપ વગર કોઈ બનાવી ન શકે. દેવતાઓને સંપૂર્ણ નિર્વિકારી કહેવાય છે.
અહીં નાં મનુષ્ય તો સંપૂર્ણ વિકારી છે, આને કહેવાય છે પતિત. ભારત શિવાલય હતું,
શિવબાબા એ સ્થાપના કરેલી હતી. બાપ સ્વર્ગ બનાવે છે પછી રાવણ નર્ક બનાવે છે. રાવણ
શ્રાપ આપે છે, બાપ ૨૧ જન્મ નાં માટે વારસો આપે છે. હવે તમે દરેક બાપ ને જ યાદ કરો,
કોઈ પણ દેહધારી ને નહીં. દેહધારી ને ભગવાન ન કહેવાય. ભગવાન તો એક જ છે. બાપ તો બેહદ
નો વારસો આપે છે પછી રાવણ શ્રાપિત બનાવી દે છે. આ સમયે ભારત શ્રાપિત છે, ખૂબ દુઃખી
છે. હવે આ રાવણ પર જીત મેળવવાની છે. ગવાય પણ છે દે દાન તો છૂટે ગ્રહણ. તે ગ્રહણ જે
લાગે છે તે તો પૃથ્વી નો પડછાયો છે. હવે બાપ કહે છે તમારી ઉપર ૫ વિકારો રુપી રાવણ
નું ગ્રહણ છે. આ ૫ વિકાર દાન માં આપી દેવાનાં છે. પહેલાં તો દાન દો કે અમે ક્યારેય
વિકાર માં નહીં જઈશું. આ કામ-કટારી જ મનુષ્ય ને પતિત બનાવે છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે
નોલેજ આપે છે તેને પૂરું અટેન્શન આપીને ભણવાનું છે. જ્ઞાન નાં ત્રીજા નેત્ર થી
પોતાનાં ૮૪ જન્મો ને જાણી હવે અંતિમ જન્મ માં પાવન બનવાનું છે.
2. રાવણ નાં શ્રાપ થી
બચવા માટે એક બાપ ની યાદ માં રહેવાનું છે. ૫ વિકારો નું દાન આપી દેવાનું છે. એક બાપ
ની મત પર ચાલવાનું છે.
વરદાન :-
તાજ અને તિલક
ને ધારણ કરી બાપદાદા નાં મદદગાર બનવા વાળા દિલતખ્તનશીન ભવ
જ્યારે કોઈ તખ્ત પર
બેસે છે તો તિલક અને તાજ એની નિશાની હોય છે. એવાં જે દિલ તખ્તનશીન છે એમનાં મસ્તક
પર સદૈવ અવિનાશી આત્મા ની સ્થિતિ નું તિલક દૂર થી જ ચમકતું નજર આવે છે. સર્વ આત્માઓ
નાં કલ્યાણ ની શુભભાવના એમનાં નયનો થી કે મુખડા થી દેખાય છે. એમનાં દરેક સંકલ્પ,
વચન અને કર્મ બાપ સમાન હોય છે
સ્લોગન :-
સરળ યાદ માટે
સરળતા નો ગુણ ધારણ કરો, સંસ્કારો ને સરળ બનાવો.
આ અવ્યક્ત ઇશારા - સદા
અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો
જેમને ડ્રામા નાં
જ્ઞાન ની શક્તિ પ્રેક્ટિકલ જીવન માં ધારણ છે તે ક્યારેય પણ હલચલ માં નથી આવી શકતાં.
સદા એકરસ, અચળ, અડોલ બનવાની અને બનાવવાની વિશેષ શક્તિ આ ડ્રામા ની પોઈન્ટ્સ છે. એને
શક્તિ નાં રુપ માં ધારણ કરવાવાળા ક્યારેય હાર નથી ખાઈ શકતાં. આ કલ્યાણકારી ડ્રામા
નાં દરેક સીન માં કોઈ ન કોઈ કલ્યાણ સમાયેલું છે, ધૈર્યવત બની સાક્ષી થઈ જોવાનો
અભ્યાસ કરો તો અચળ-અડોલ રહેશો.