05-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.12.2010    બાપદાદા મધુબન


“ મારા ને તારા માં પરિવર્તન કરી બેફિકર બાદશાહ બનો , સેકન્ડ માં વ્યર્થ ને બિંદી લગાવવાનાં

 અભ્યાસી બની દરેક સંકલ્પ અને સમય ને સફળ કરો”
 


આજે ચારેય તરફનાં પોતાનાં બેફિકર બાદશાહ બાળકોને જોઈ રહ્યાં છે. આવી બેફિકર બાદશાહોની સભા હમણાં જ દેખાય છે કારણકે હમણાં જ બાપ ફિકર લઈને બેફિકર બાદશાહ બનાવે છે એટલે આ સેવા આ સમયે જ તમારી દેખાય છે. તમે બધા સવાર થી ઉઠો છો તો બેફિકર સ્થિતિ માં સ્થિત થાઓ છો, ખાતાં-પીતાં, કર્મ કરતા કોઈ ફિકર નથી. સૂવો છો તો પણ બેફિકર, એવાં બાદશાહ અને બેફિકર, ઉઠો-સૂવો, બેફિકર, એવો અનુભવ કરો છો? કારણકે તમે બધાએ બાપ ને ફિકર આપીને ફખુર લઈ લીધો એટલે બેફિકર બાદશાહ બની ગયાં. જો ચાલતા-ચાલતા કોઈ ફિકર આવી જાય છે તો ફિકર શું બનાવી દે છે? ફખુર છે તો તમારા મસ્તક માં લાઈટ ની ચમક ચમકે છે. જો ફિકર આવી જાય છે તો બોજ ની ટોકરી આવી જાય છે. બતાવો, તમને લાઈટ ની ચમક ગમે છે કે બોજ ની ટોકરી? બેફિકર બાદશાહ સ્વયં ને પણ પ્રિય લાગે અને જે એવી સ્થિતિ માં ઉડે છે, તો એમની ચમકતી લાઈટ જોઈ બીજાઓને કેટલો પ્રેમ આવે છે એટલે બાપદાદા સદા બાળકોને બેફિકર બાદશાહ ની સ્થિતિ માં, આ જ સ્મૃતિ સ્વરુપ માં સ્થિત કરતા રહે છે, એટલે તમારા લોકોનું ચિત્ર પણ ભક્ત લોકો ડબલ તાજધારી દેખાડે છે. એક લાઈટ નો તાજ અને બીજો વિકારો ને જીતવાનો બાદશાહપણા નો તાજ, ડબલ તાજ દેખાડે છે એટલે બાપદાદા સદા દરેક બાળક ને આ જ શિક્ષા આપે છે, સદા મોજ માં રહેવું ખૂબ સહજ છે, કેમ સહજ છે? ફક્ત હદ નું મારાપણું બાપ ને આપી દો. મારાં થી તારું કર્યું તો બેફિકર બાદશાહ બની ગયાં. એક જ શબ્દ નો અંતર છે - તારું, મારું. ત અને મ, આ શબ્દ નાં અંતર માં બેફિકર બાદશાહ બની જાઓ. સહજ છે ને! બનો છો ને બેફિકર બાદશાહ? કે હમણાં ફિકર રહે છે? જો ક્યારેય પણ ફખુર નાં બદલે ફિકર આવે છે તો અંતર ફક્ત તારા ની બદલે મારું માનવાથી ફિકર આવે છે. તો બધાનું પ્રેક્ટિકલ રિઝલ્ટ શું છે? ફિકર આપી દીધી કે વચ્ચે-વચ્ચે ફખુર છોડીને ફિકર માં આવી જાઓ છો? ફિકર આવે છે કે બેફિકર જ રહો છો? જે સદા બેફિકર બાદશાહ રહે છે તે હાથ ઉઠાવો. બેફિકર બાદશાહ, પાક્કું કે ક્યારેક-ક્યારેક! બેફિકર બાદશાહ, હાથ ઊંચો ઉઠાવો. ક્યારેક-ક્યારેક વાળા પણ છે. સેવા ની ફિકર તે અલગ વાત છે. પરંતુ તે ફિકર બીજાઓને પણ બેફિકર બનાવવાનું સાધન છે. પોતાનાં સંસ્કાર થી જો ફિકર આવે છે તો એને એ જ સમયે જો મારા ને બદલે તારા માં ચેન્જ કરી દો. બાપ ને ફિકર આપી દો અને ફખુર લઈ લો કારણકે બાપ આવ્યાં જ છે બાળકોને ફિકર લઈને ફખુર આપવાં. તો ચેક કરો મારા માં ક્યારેક-ક્યારેક લાંબા સમય નાં સંસ્કાર ઈમર્જ તો નથી થતાં? કારણકે બાપદાદા થોડા સમય થી બાળકોને આ બતાવી રહ્યાં છે કે વર્તમાન સમય નાં પ્રમાણે ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે અને ક્યારેય પણ થઈ શકે છે એટલે દરેક બાળકે પોતાને આ અટેન્શન આપવાનું છે કે એક સેકન્ડ માં બિન્દી લગાવવા ઈચ્છો તો લગાવી શકો છો? માનો, કોઈ પણ વ્યર્થ સંકલ્પ આવી જાય તો બિંદી દ્વારા એક સેકન્ડ માં વ્યર્થ ને સમાપ્ત કરી શકો છો? આટલો અભ્યાસ છે? કે એ સમયે, સમય ની પરિસ્થિતિ પ્રમાણે પુરુષાર્થ કરીને વ્યર્થને મિટાવવાની આવશ્યકતા પડશે! લગાવો બિંદી અને લાગી જાય ક્વેશ્ચન માર્ક, કેમ, શું, કેવી રીતે… એ સમયે આ વિચારતા રહો તો આવવા વાળા સમય માં જે લક્ષ્ય છે બાપ ની સાથે ચાલીશું, બાપ તો સેકન્ડમાં ચાલ્યાં જશે, કારણ કે બિંદુ છે અને સેકન્ડ પણ બિંદુ છે અને ફુલસ્ટોપ પણ બિંદુ જ છે. તો તમારો પણ એટલો અભ્યાસ છે? એનાં માટે હમણાં થી આ અભ્યાસ નાં અભ્યાસી હશો તો બાપ સમાન શ્રીમત નાં હાથ માં હાથ આપતા પોતાનાં ઘરે પહોંચી જશો એટલે બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું કે બે વાતો નું અટેન્શન અન્ડરલાઇન કરો. બે વાત કઈ?

એક સંકલ્પ નો ખજાનો અને બીજો સમય નો ખજાનો, ખજાના તો ઘણા મળ્યાં છે, જ્ઞાન નો ખજાનો, શક્તિઓ નો ખજાનો, યોગ દ્વારા જે પણ મુખ્ય સંપન્ન બનવાની યુક્તિઓ છે, બધી પ્રાપ્ત કરાવેલી છે કારણકે આ સંગમ નો સમય આખાં કલ્પ નો અમૂલ્ય વિશેષ સમય છે, આ સમયે જેટલી પ્રાપ્તિ કરવા ઈચ્છો એટલી કરી શકો છો કારણકે આ એક જન્મ મહાન જન્મ છે. એક જન્મ માં અનેક જન્મો ની પ્રારબ્ધ બનાવવાનો છે. સંગમયુગ નો સમય એક સેકન્ડ પણ ગુમાવવાનો નથી. એક સેકન્ડ નું કનેક્શન અનેક જન્મો ની સાથે છે. જમા કરવાનું એક વર્ષ અનેક વર્ષો ની પ્રાપ્તિનું છે એટલે આ સમયની વેલ્યુ સેકન્ડ કે મિનિટ નહીં, એક કલાક પણ મહાન છે, એક સેકન્ડ પણ મહાન છે. અને સંકલ્પ આ સંગમ નાં જન્મ નો વિશેષ આધાર છે. જુઓ, જે યોગ લગાવો છો તો મનમનાભવ કહો છો અને આ આધાર છે ફાઉન્ડેશન નું. મન નું કામ જ છે સંકલ્પ કરવા, સંકલ્પ દ્વારા જ યાદ ની યાત્રા ની અનુભૂતિ કરો છો. એકબીજા માં પણ ખાસ ભિન્ન-ભિન્ન સંકલ્પ આપીને અભ્યાસ કરાવો છો ને! તો બધા ચેક કરો - સમય ની રફતાર આખાં દિવસ માં ચાલતાં-ફરતાં, કર્મ કરતા, સંબંધ માં આવતાં અમૂલ્ય રુપ થી રહી? કારણકે સમય અમૂલ્ય છે. સંકલ્પ સર્વશક્તિવાન બનાવે છે.

તો બાપદાદા વારંવાર કહે છે જે બાપદાદા નાં લાડલા, દિલ માં રહેવાવાળા બાળકો હવે વ્યર્થ ખાતા ને સમાપ્ત કરો. સફળ કરો. સફળ કરવું જ સફળતા છે. એક સેકન્ડ ગઈ, આ નહીં વિચારો. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ સફળ થયાં, આટલું અટેન્શન પોતાનાં ઉપર રાખવાનું જ છે. આટલું ફુલસ્ટોપ લગાવવાની ચેકિંગ કરો. અલબેલા નહીં બનતાં. બાપદાદાએ કહ્યું હતું પરંતુ અમે સમજ્યું નહીં, સમય ને વિચારો નહીં, એટલો સમય ફાસ્ટ જઈ રહ્યો છે, જશે. હવે અલબેલાપણું બાપદાદા દરેક થી લેવા ઈચ્છે છે. આ નથી સાંભળવા ઈચ્છતા કે મેં સમજ્યું નહીં, વિચાર્યું નહીં. હવે વર્ષ પણ નવું આવવાનું છે, તો નવું વર્ષ શરુ થવાના પહેલાં બ્રાહ્મણ-સંસાર થી અલબેલાપણું સાથે આળસ, આળસ પણ ભિન્ન-ભિન્ન પ્રકાર ની છે, આનું હમણાં જે વર્ષ પૂરું થવામાં સમય પડ્યો છે, આમાં અભ્યાસ શરુ કરો અને જ્યારે નવું વર્ષ શરુ થાય ત્યારે હિંમત રાખી સંકલ્પ કરજો અને આને વિદાય આપજો. વર્ષ ની સાથે આને પણ વિદાય આપી દેજો. આપી શકો છો! આપી શકો છો? જે આપી શકે છે તે હાથ ઉઠાવો. (બધાએ હાથ ઉઠાવ્યો) વાહ! બાળકો વાહ! હાથ ઉઠાવવામાં તો બાપદાદા ને ખુશ ખુબ કરો છો. બાપદાદાએ જોયું છે કે ઘણા બાળકો ને હાથ ઉઠાવવાનું રિટર્ન કરવાનું યાદ રહે છે. અને કોઈ યાદ રાખવામાં પણ અલબેલા થઈ જાય છે. બાપદાદા થી રુહરિહાન ખૂબ સારી કરે છે. થઈ જશે, બાબા તમે જોજો હવે થશે, હવે થશે… બાપદાદા પણ એવાં અલબેલા બાળકો નું સાંભળીને હસે છે, બીજું શું કરે! સારું છે, વિચારે છે કરવું છે, કરવું છે, કરવું છે… આ ખૂબ વિચારે છે, પરંતુ કરી રહ્યાં છીએ કે નથી કરી રહ્યાં એમાં ચેકિંગ માં પછી શું કહેશો! અલબેલા થઈ જાઓ છો.

તો આજે ચારેય તરફ નાં બાળકોને, બાપદાદાએ સાંભળ્યાં તો જે પોતાનાં દેશ માં, પોતાનાં સ્થાનો માં જોતા રહે છે, ત્યાં પણ સારા દેખાય છે, સંભળાય પણ રહ્યું છે. તો બાપદાદા સન્મુખ આવવાવાળા બાળકોને અને પોતાનાં સ્થાનો પર સાંભળવા વાળા, જોવા વાળા બાળકો ને આ જ કહે છે હવે પુરુષાર્થ ને, સંકલ્પ ને અને સંગમ નાં સમય ને અન્ડરલાઇન કરો. બધા બાળકો પ્રેમ માં તો મેજોરીટી પાસ છે. પ્રેમ નાં આધાર પર પોતાની સારી પ્રોગ્રેસ કરી રહ્યાં છે. પ્રેમ નાં કારણે, બાપ નાં પ્રેમ નો રેસ્પોન્સ મળવાના કારણે આગળ વધી પણ રહ્યાં છે પરંતુ બાપ સમજે છે, જેવી રીતે પ્રેમ માં અનુભવી બની આગળ વધી રહ્યાં છો એવી રીતે જ યાદ ની સબ્જેક્ટ માં અનેક જન્મો નાં વિકર્મ વિનાશ કરવામાં વધારે અટેન્શન આપો. કેમ? વિકર્મ વિનાશ થશે તો સાથે-સાથે ચાલશો, નહીં તો પાછળ-પાછળ આવશો અને બાપ સમજે છે કે પ્રેમ નો રેસપોન્ડ આ છે જે પ્રેમ વાળો આત્મા કહે તે કરવાનું જ છે. બાપ ઈચ્છે છે જ્યારે બાળકો ને પ્રેમ બાપ સાથે છે, તો સાથે રહે. રાજધાની માં પણ બ્રહ્મા બાપ ની સાથે રાજધાની માં આવે. રાજધાની માં આવવું અર્થાત્ રોયલ ફેમિલી માં આવવું. તખ્ત પર નહીં બેસે પરંતુ રોયલ ફેમિલી નાં સાથી તો બને. બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે આની પરખ કેવી રીતે કરે! જ્યાર થી તમે આવ્યાં છો, જેટલી આયુ તમારી જ્ઞાન ની છે, એટલાં સમય માં જો તમે બાપદાદા નાં દિલતખ્તનશીન રહ્યાં છો તો જે વધારે સમય દિલતખ્ત પર રહ્યાં છે, માટી માં પગ નથી રાખ્યો તે એ અનુસાર રોયલ ફેમિલી માં નજીક સંબંધ માં રહેશે. રોયલ ફેમિલી વાળા રહેશે. તો પ્રેમ છે, તો પ્રેમ વાળા સાથે નિભાવવામાં પાછળ નથી રહેતાં. જે દિલતખ્તનશીન છે તે દ્વાપર, કળિયુગ નાં પણ સંબંધ માં રહેશે. નજીક રહેશે એટલે પ્રેમ નિભાવવા વાળા સદા દિલતખ્તનશીન રહો અને જન્મ-જન્મ નો હક લો, એટલે બાપદાદા દરેક બાળક ને પ્રેમ કરે છે. બાબાએ સર્ટિફિકેટ આપ્યું કે પ્રેમ નાં વિષય માં મેજોરીટી પાસ છે. હવે બધા વિષય માં પાસ થવાનું જ છે. પાસ થવાનું છે, પાસે રહેવાનું છે.

પહેલીવાર જે બાળકો આવ્યાં છે તે ઉઠો. પહેલીવાર આવ્યાં! અડધો ક્લાસ તો નવો છે. આવ્યાં છે, બાપદાદા આવવાવાળા નું સ્વાગત કરી રહ્યાં છે. મુબારક છે. પહેલીવાર આવવાની મુબારક છે. ભલે લેટ આવ્યાં છો પરંતુ છતાં પણ ટુ-લેટ નાં પહેલાં આવ્યાં છો. હવે આ અટેન્શન રાખજો કે થોડા સમય માં તીવ્ર પુરુષાર્થી બની પોતાનું ભવિષ્ય જેટલું વધારવા ઈચ્છો તીવ્ર પુરુષાર્થ દ્વારા આગળ વધારી શકો છો. કારણકે છતાં પણ હમણાં પણ પુરુષાર્થ કરવાની માર્જીન છે. જેટલાં આગળ વધવા ઈચ્છો એટલાં આગળ વધી શકો છો. બાપદાદા અને આ દૈવી પરિવાર તમને સાથે-સાથે આગળ વધારવા માટે વાયબ્રેશન આપશે એટલે આગળ વધો, હિંમત રાખો. હિંમત તમારી અને મદદ બાપદાદા અને પરિવાર ની, આગળ વધો. ઠીક છે ને! હા કરો, આગળ વધો. સારું.

મધુબન નિવાસીઓ સાથે :- મધુબન વાળા તો લક્કી છે, થોડું ઘણું સંગઠન ને પાકું કરીને સાથી બનાવો બીજા કોઈમાં સાથી નહીં બનતાં, આમાં એકબીજા ને સાથી બનાવી પહેલો નંબર મધુબન ને લેવો જોઈએ. લેશો? વીત્યું સો વીત્યું, જે પણ થયું, બધાએ જોયું, સાંભળ્યું અને મધુબન વાળાઓને તો ખૂબ ગોલ્ડન ચાન્સ છે. મધુબન માં બધા આવી ગયાં. તો મધુબન વાળા જો મળીને, એવું નહીં પાંડવ ભવન અલગ છે કે કોઈ બીજું સ્થાન અલગ છે, ના, મધુબન એટલે બધા એક છે. તો મધુબન વાળા સમજે છે કરીશું! હાથ ઉઠાવો જે કરશે. બધાએ ઉઠાવ્યો, જે સમજે છે કરવું શું મોટી વાત છે, બાપદાદા છે, દાદીઓ છે, તો મોટી વાત તો નથી. દાદીઓ શું સમજો છે! મધુબન વાળા તો નંબરવન. સારું છે, બાબાએ આ કરીને દેખાડવાનું બધાને કહ્યું છે પરંતુ મધુબન, મધુબન તો મધુબન છે. તમે બધા વાયબ્રેશન આપજો, થઈ જશે, કોઈ મોટી વાત નથી. વિઘ્ન નું નામ-નિશાન નહીં. ચાલો, કોઈ વાત થઈ, લેવડ-દેવડ કર્યું, ખતમ. થોડા સમય પહેલાં જ્યારે દાદી હતાં તો એકવાર બધાએ પાઠ પાક્કો કર્યો હતો હા-જી નો. ના શબ્દ નહીં, હા-જી, ખૂબ સારું. તો મધુબન પહેલો નંબર જશે. બાપદાદા ને મધુબન નો ફખુર છે ને! દરેક ઝોન ને ફખુર છે, હવે મધુબન સામે આવ્યું છે પરંતુ બાપદાદા બધા ઝોન ને કહે છે, હા-જી, મીઠાં આત્મા, આ બધાનો પાઠ પાક્કો છે. પાક્કો છે ને? ઇનામ તો મધુબને લેવું જોઈએ. એક સેકન્ડ માં વીતેલા ને વીત્યું કરી શકો છો! ચાલો, પુરુષાર્થી છો, થઈ પણ ગયું પરંતુ વિતેલા ને વીતેલું કરી ઉડો. ઉડવાવાળા પાછળ વાળાને છોડી દે છે ત્યારે ઉડે છે. તો ખૂબ સારું.

હવે ગુજરાત કોઈ નવીનતા કરે. બાપદાદાએ દિલ્લી વાળાને પણ કહ્યું નવીનતા કરો હવે. બાપદાદા ને સમાચાર મળ્યાં તો હવે યુથે વિદેશ અને દેશ મળીને જે આરંભ કર્યું છે, એમાં સારી રીઝલ્ટ થઈ શકે છે. હમણાં તો ઇન્વેન્શન શરુ કર્યું છે, પરંતુ ભારત કે વિદેશ બંને મળીને વધારે જ કમાલ કરી શકે છે. હમણાં તો આરંભ કર્યું છે પરંતુ દિલ્લી વાળાએ હિંમત સારી રાખી. શરું કર્યું છે હવે વિશ્વમાં આ ફેલાઈ જાય તો વિદેશ અને દેશ મળીને એક બ્રાહ્મણ-પરિવાર બન્યો છે અને વિશ્વ ની આગળ વિશ્વ ને પણ એક બનાવશે. શરું તો થઈ ગયું છે, હવે મુસ્લિમ લોકો પણ આગળ તો વધી રહ્યાં છે. પરંતુ હવે એવો મોટો પ્રોગ્રામ બનાવો જેમાં મુખ્ય દેશો થી આવે અને વિશ્વ માં પ્રસિદ્ધ થાય તો બધા એક પિતા નાં બાળકો પરસ્પર ભાઈ-બહેન છે, બ્રધરહુડ, સિસ્ટર હુડ આ અવાજ ફેલાતો રહે. એક જ સ્ટેજ પર બધી તરફ નાં લોકો નો વિશેષ અનુભવ હોય. પ્લાન તો બનાવી રહ્યાં છે બધા. હવે બેહદ માં જઈ જ રહ્યાં છો. બધાને ખબર હોય તો આ એક ગોડ ફેમિલી છે, આ પ્રસિદ્ધ થાય. બાકી તો બધા જે પણ આવ્યાં છો, સેવા પણ કરી રહ્યાં છો, સ્વ-પુરુષાર્થ પણ કરી રહ્યાં છો અને ગોડલી કાર્ય છે, આ પણ દુનિયાને માટે પ્રસિદ્ધ થઈ જશે. એક ફેમિલી છે. સારું.

ચારેય તરફ નાં બાળકોને બાપદાદા હમણાં મુબારક આપી રહ્યાં છે. દરેક દિવસે દરેક કલાકે આગળ વધવાની મુબારક છે. સમય તમારો ઇન્તઝાર (પ્રતીક્ષા) કરી રહ્યો છે, તમે સમય નો ઇન્તઝાર નહીં કરતાં. તમે સમય ને જેટલો સમીપ લાવવા ઈચ્છો સમાપ્તિ નો, એટલી સમાપ્તિ ને સમીપ લાવી શકો છો. સમય આવવા પર તૈયાર થવું આ બ્રાહ્મણો નો સંકલ્પ ન હોય, તમે સમય ને સમીપ લાવો. સમય બાપ ને કહે છે, હવે બ્રાહ્મણ આત્માઓ મુજ સમય ને સમીપ લાવે. પ્રકૃતિ પણ બાપ ને કહે છે હવે સમાપ્તિ નો સમય સમીપ લાવો. તો બાપદાદા શું જવાબ આપે? શું જવાબ આપે? સમય આવ્યો કે આવ્યો, આ કહે! તમારા તરફ થી આ જવાબ આપે? શું જવાબ આપે? બોલો. શું જવાબ આપે? હવે સમાપ્તિ ને સમીપ લાવવી અર્થાત્ સ્વયં ને સંપન્ન સંપૂર્ણ બનાવવાં કારણકે બાપદાદા એકલા નહીં જશે, બાળકો સહિત જશે. તો ડેટ ફિક્સ કરજો. ક્યાં સુધી? કામ તો આપ્યું છે, હવે પરસ્પર સલાહ કરજો. બાપદાદા જવાબ શું આપે, પ્રકૃતિ ને? પ્રકૃતિ ખૂબ હેરાન છે. દુઃખી આત્માઓ ખૂબ મન માં બુમો પાડી રહ્યાં છે. મન્સા સેવા હવે વધારે વધારો. કરો છો મન્સા સેવા પરંતુ નિરંતર વધતી રહે, તે વધારે વધારો કારણકે પ્રકૃતિ અને દુઃખી આત્માઓ બાપ ની પાસે આવે છે, બુમો પાડે છે. તો તમે એને કંઈક શાંતિ કે સુખ ની અનુભૂતિ કરાવો. તે એક સેકન્ડ ની શાંતિ પણ ઈચ્છે છે, થોડી શાંતિ આપી દો. જેવી રીતે ભૂખ્યા હોય છે, તો સમજે છે કે કંઈક પણ મળી જાય, થોડું પણ મળી જાય, તો હવે મન્સા સેવા ને પણ વધારો. વાચા ની તો ચાલી રહી છે, બાપદાદા ખુશ છે. સારું, બાપદાદાએ જે હોમવર્ક આપ્યું તે યાદ રાખજો અને રખાવજો. સારું.

બાપદાદા નાં દિલતખ્તનશીન બાળકો ને, વિશ્વ-કલ્યાણ નાં કર્તવ્ય માં સદા આગળ વધવા વાળા ને બાપદાદા દૃષ્ટિ આપતા દિલ નો પ્રેમ અને મુબારક, મુબારક…. આપી રહ્યાં છે. દરેક બાળક દૂર બેઠા પણ સન્મુખ અનુભવ કરી રહ્યાં છે અને બાપદાદા બધા બાળકો ને દિલ માં સમાવતા બધા બાળકો થી નમસ્તે, નમસ્તે કરી રહ્યા છે.

વરદાન :-
સ્નેહ અને શક્તિ રુપ નાં બેલેન્સ દ્વારા સેવા કરવાવાળા સફળતામૂર્ત ભવ

જેવી રીતે એક આંખ માં બાપ નો સ્નેહ અને બીજી આંખ માં બાપ દ્વારા મળેલા કર્તવ્ય (સેવા) સદા સ્મૃતિ માં રહે છે. એવી રીતે સ્નેહી-મૂર્ત ની સાથે-સાથે હવે શક્તિરુપ પણ બનો. સ્નેહ ની સાથે-સાથે શબ્દો માં એવું જૌહર (બળ) હોય જે કોઈનું પણ હૃદય વિદીરણ કરી દે. જેવી રીતે મા બાળકોને કેવા પણ શબ્દો માં શિક્ષા આપે છે તો મા નાં સ્નેહ ને કારણે તે શબ્દ તેજ કે કડવા મહેસુસ નથી થતાં. એવી રીતે જ જ્ઞાન ની જે પણ સત્ય વાતો છે એને સ્પષ્ટ શબ્દો માં આપો - પરંતુ શબ્દો માં સ્નેહ સમાયેલો હોય તો સફળતામૂર્ત બની જશો.

સ્લોગન :-
સર્વશક્તિમાન બાપ ને સાથી બનાવી લો તો પશ્ચાતાપ થી છૂટી જશો.

અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો .

જેવી રીતે સૂર્ય ની કિરણો ફેલાય છે, તેવી રીતે જ માસ્ટર સર્વશક્તિવાન ની સ્ટેજ પર શક્તિઓ કે વિશેષતાઓ રુપી કિરણો ચારેય તરફ ફેલાતી અનુભવ કરે, એનાં માટે “હું સર્વશક્તિવાન, વિઘ્ન-વિનાશક આત્મા છું”, આ ઊંચા સ્વમાન ની સ્મૃતિ ની સીટ પર સ્થિત થઈ યોગ ને જ્વાળા રુપ બનાવો તો કોઈ વિઘ્ન સામે સુધી પણ ન આવી શકે.