05-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે આ વૈશ્યાલય ને શિવાલય બનાવવાં . તમારું કર્તવ્ય છે - વૈશ્યાઓ ને પણ ઈશ્વરીય સંદેશ આપી તેમનું પણ કલ્યાણ કરવાનું”

પ્રશ્ન :-
કયા બાળકો પોતાનું ખૂબ મોટું નુકસાન કરે છે?

ઉત્તર :-
જે કોઈ પણ કારણ થી મોરલી (ભણતર) મિસ કરે છે, તે પોતાનું ખૂબ મોટું નુકસાન કરે છે. ઘણાં બાળકો તો પરસ્પર રિસાઈ જવાનાં કારણે ક્લાસ માં જ નથી આવતાં. કોઈ ન કોઈ બહાનું બનાવીને ઘર માં જ સૂઈ જાય છે, આનાથી તે પોતાનું જ નુકસાન કરે છે કારણકે બાબા તો રોજ કોઈ ન કોઈ નવી યુક્તિયો બતાવતા રહે છે, સાંભળશે જ નહીં તો અમલ માં કેવી રીતે લાવશે?

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો આ તો જાણે છે કે હમણાં આપણે વિશ્વ નાં માલિક બનવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. ભલે માયા પણ ભુલાવી દે છે. કોઈ-કોઈને તો આખો દિવસ ભુલાવી દે છે. ક્યારેય યાદ જ નથી કરતા જે ખુશી પણ થાય. આપણને ભગવાન ભણાવે છે આ પણ ભૂલી જાય છે. ભૂલી જવાનાં કારણે પછી કોઈ સર્વિસ (સેવા) નથી કરી શકતાં. રાત્રે બાબાએ સમજાવ્યું - અધમ થી અધમ જે વૈશ્યાઓ છે તેમની સર્વિસ કરવી જોઈએ. વૈશ્યાઓ માટે તમે એલાન (ઘોષણા) કરો કે તમે બાપ નાં આ જ્ઞાન ને ધારણ કરવાથી સ્વર્ગનાં વિશ્વની મહારાણી બની શકો છો, સાહૂકાર લોકો નથી બની શકતાં. જે જાણે છે, ભણેલા-ગણેલા છે તે પ્રબંધ કરશે, તેમને જ્ઞાન આપવાનો, તો બિચારી ખૂબ ખુશ થશે કારણકે તે પણ અબળાઓ છે, તેમને તમે સમજાવી શકો છો. યુક્તિઓ તો ખૂબ જ બાપ સમજાવતા રહે છે. બોલો, તમે જ ઊંચા માં ઊંચા, નીંચા માં નીંચા બન્યાં છો. તમારા નામ થી જ ભારત વૈશ્યાલય બન્યું છે. પછી તમે શિવાલય માં જઈ શકો છો - આ પુરુષાર્થ કરવાથી. તમે હમણાં પૈસા માટે કેટલું ગંદુ કામ કરો છો. હવે આ છોડો. આવું સમજાવવા થી તે ખૂબ ખુશ થશે. તમને કોઈ રોકી નથી શકતું. આ તો સારી વાત છે ને? ગરીબો નાં છે જ ભગવાન. પૈસા નાં કારણે ખૂબ ગંદા કામ કરે છે. તેમનો જાણે ધંધો ચાલે છે. હમણાં બાળકો કહે છે અમે યુક્તિઓ કાઢીશું, સર્વિસ ની વૃદ્ધિ કેવી રીતે થાય! કોઈ બાળકો કોઈ ન કોઈ વાત માં રિસાઈ પણ જાય છે. ભણતર પણ છોડી દે છે. આ નથી સમજતા કે અમે નહીં ભણીશું તો પોતાનું જ નુકસાન કરીશું. રિસાઈ ને બેસી જાય છે. ફલાણીએ આ કહ્યું, આવું કહ્યું એટલે આવતા નથી સપ્તાહ માં એક વખત મુશ્કેલ થી આવે છે. બાબા તો મોરલીઓ માં ક્યારેક શું સલાહ, ક્યારેક શું સલાહ આપતા રહે છે. મોરલી સાંભળવી તો જોઈએ ને? ક્લાસ માં જ્યારે આવશે તો સાંભળશે. એવાં ઘણાં છે, કારણ-અકારણે બહાના બનાવીને સૂઈ જશે. સારું, આજે નથી જવું. અરે, બાબા એવાં સારા-સારા પોઈન્ટ્સ (વાત) સંભળાવે છે. સર્વિસ કરશે તો ઊંચ પદ પણ મેળવશે. આ તો છે ભણતર. બનારસ હિંદુ યુનિવર્સિટી વગેરે માં શાસ્ત્ર ખૂબ ભણે છે. બીજો કોઈ ધંધો નહીં હશે તો બસ શાસ્ત્ર કંઠ કરી સત્સંગ શરું કરી દે છે. તેમનો ઉદ્દેશ વગેરે તો કાંઈ નથી. આ ભણતર થી તો બધાનો બેડો પાર થાય છે. તો આપ બાળકોએ આવાં-આવાં અધમ ની સર્વિસ કરવાની છે. સાહૂકાર લોકો જ્યારે જોશે અહીં આવાં-આવાં આવે છે તો તેમને આવવાનું દિલ (મન) નહીં થશે. દેહ-અભિમાન છે ને? તેમને શરમ આવશે. સારું, તો તેમની એક અલગ સ્કૂલ ખોલી દો. તે ભણતર તો છે પાઈ પૈસા નું, શરીર નિર્વાહ અર્થ. આ તો છે ૨૧ જન્મો માટે. કેટલાઓ નું કલ્યાણ થઈ જશે. ખાસ કરીને માતાઓ પણ પૂછે છે કે બાબા ઘર માં ગીતા પાઠશાળા ખોલીએ? તેમને ઈશ્વરીય સેવા નો શોખ રહે છે. પુરુષ લોકો તો અહીં-ત્યાં ક્લબ વગેરે માં ફરતા રહે છે. સાહૂકારો માટે તો અહીં જ સ્વર્ગ છે. કેટલી ફેશન વગેરે કરતા રહે છે. પરંતુ દેવતાઓ ની તો નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) જુઓ કેવી છે! કેટલો ફરક છે! એમ અહીં તમને સાચ્ચું સંભળાવાય છે તો કેટલાં થોડા આવે છે. તે પણ ગરીબ. તે તરફ ઝટ ચાલ્યાં જાય છે. ત્યાં પણ શૃંગાર વગેરે કરીને જાય છે. ગુરુ લોકો સગાઈ પણ કરાવે છે. અહીં કોઈની સગાઈ કરાવાય છે તો પણ બચાવવા માટે. કામ ચિતા પર ચઢવાથી બચી જાય. જ્ઞાન ચિતા પર બેસી પદમ ભાગ્યશાળી બની જાય. મા-બાપ ને કહે છે આ બરબાદી નો ધંધો છોડી ચાલો સ્વર્ગ માં. તો કહે છે શું કરીએ, આ દુનિયા વાળા અમારી ઉપર બગડશે કે કુળ નું નામ બદનામ કરે છે. લગ્ન ન કરાવવા કાયદા ની વિરુદ્ધ છે. લોક-લાજ, કુળ ની મર્યાદા છોડતા નથી. ભક્તિમાર્ગ માં ગાય છે - મારા તો એક, બીજું ન કોઈ. મીરા નાં પણ ગીત છે. ફિમેલ્સ (નારી) માં નંબરવન ભક્તણ મીરા, મેલ્સ (નર) માં નારદ ગવાયેલા છે. નારદ ની પણ કથા છે ને? તમને કોઈ નવાં વ્યક્તિ કહે - હું લક્ષ્મી ને વરી શકું છું. તો બોલો, પોતાને જુઓ લાયક છો? પવિત્ર સર્વગુણ સંપન્ન… છો? આ તો વિકારી પતિત દુનિયા છે. બાપ આવ્યાં છે આનાથી કાઢી પાવન બનાવવાં. પાવન બનો ત્યારે તો લક્ષ્મી ને વરવા લાયક બની શકશો. અહીં બાબા ની પાસે આવે છે, પ્રતિજ્ઞા કરી પછી ઘર માં જઈને વિકાર માં પડે છે. એવાં-એવાં સમાચાર આવે છે. બાબા કહે છે એવાં-એવાં ને જે બ્રાહ્મણી લઈ આવે છે તેમનાં ઉપર પણ અસર પડી જાય છે. ઈન્દ્રસભા ની વાર્તા પણ છે ને? તો લઈ આવવા વાળા પર પણ દંડ પડી જાય છે. બાબા બ્રાહ્મણીઓ ને હંમેશા કહે છે કાચ્ચા-કાચ્ચા ને નહીં લઈ આવો. તમારી અવસ્થા પણ નીચી થઈ જશે કારણકે બેકાયદેસર લઈ આવ્યાં. હકીકત માં બ્રાહ્મણી બનવાનું છે ખૂબ સહજ. ૧૦-૧૫ દિવસ માં બની શકે છે. બાબા કોઈને પણ સમજાવવા ની ખૂબ સહજ યુક્તિ બતાવે છે. તમે ભારતવાસી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં, સ્વર્ગવાસી હતાં. હવે નર્કવાસી છો ફરી સ્વર્ગવાસી બનવાનું છે તો આ વિકાર છોડો. ફક્ત બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. કેટલું સહજ છે. પરંતુ કોઈ બિલકુલ સમજતા નથી. પોતે જ નથી સમજતા તો બીજાઓ ને શું સમજાવશે. વાનપ્રસ્થ અવસ્થા માં પણ મોહ ની રગ જતી રહે છે. આજકાલ વાનપ્રસ્થ અવસ્થા માં એટલાં નથી જતાં. તમોપ્રધાન છે ને? અહીં જ ફસાઈ રહે છે. પહેલાં વાનપ્રસ્થીઓ નાં મોટાં-મોટાં આશ્રમ હતાં. આજકાલ એટલાં નથી. ૮૦-૯૦ વર્ષ નાં થઈ જાય છે તો પણ ઘર ને નથી છોડતાં. સમજતા જ નથી કે વાણી થી પરે જવાનું છે. હવે ઈશ્વર ને યાદ કરવાના છે. ભગવાન કોણ છે, આ બધા નથી જાણતાં. સર્વવ્યાપી કહી દે છે તો યાદ કોને કરે? આ પણ નથી સમજતા કે અમે પુજારી છીએ. બાપ તો તમને પુજારી થી પૂજ્ય બનાવે છે તે પણ ૨૧ જન્મો માટે. આને માટે પુરુષાર્થ તો કરવો પડશે.

બાબાએ સમજાવ્યું છે આ જૂની દુનિયા તો ખતમ થવાની છે. હવે આપણે જવાનું છે ઘરે - બસ, આ જ લગન રહે. ત્યાં ક્રિમિનલ (વિકારી) વાત હોતી જ નથી. બાપ આવીને તે પવિત્ર દુનિયા માટે તૈયારી કરાવે છે. સર્વિસએબલ (સેવાધારી) લાડકા બાળકો ને તો નયનો પર બેસાડીને લઈ જાય છે. તો અધમો નો ઉદ્ધાર કરવા માટે બહાદુરી જોઈએ, તે ગવર્મેન્ટ (સરકાર) માં તો મોટાં-મોટાં ઝુંડ હોય છે. ટીપ-ટોપ થઈ જાય છે ભણેલાં-ગણેલાં. અહીં તો ઘણાં ગરીબ સાધારણ છે. તેમને બાપ એટલાં ઊંચા ઉઠાવે છે. ચલન પણ ખૂબ રોયલ જોઈએ. ભગવાન ભણાવે છે. તે ભણતર માં કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો કેટલાં ટીપ-ટોપ થઈ જાય છે. અહીં તો બાપ ગરીબ નિવાઝ છે. ગરીબ જ કાંઈ ને કાંઈ મોકલી દે છે. એક-બે રુપિયા નો પણ મનીઓર્ડર મોકલી દે છે. બાપ કહે છે તમે તો મહાન ભાગ્યશાળી છો. રિટર્ન (વળતર) માં ખૂબ મળી જાય છે. આ પણ કોઈ નવી વાત નથી. સાક્ષી થઈ ડ્રામા જુએ છે. બાપ કહે છે બાળકો સારી રીતે ભણો. આ ઈશ્વરીય યજ્ઞ છે જે ઈચ્છો તે લો. પરંતુ અહીં લેશો તો ત્યાં ઓછું થઈ જશે. સ્વર્ગ માં તો બધું જ મળવાનું છે. બાબા ને તો સર્વિસ માં ખૂબ સ્ફૂર્તિ વાળા બાળકો જોઈએ. સુદેશ જેવી, મોહિની જેવી, જેમને સર્વિસ નો ઉમંગ હોય. તમારું નામ ખૂબ પ્રસિદ્ધ થઈ જશે. પછી તમને ખૂબ માન આપશે. બાબા બધું ડાયરેક્શન (માર્ગદર્શન) આપતા રહે છે. બાબા તો કહે છે અહીં બાળકો ને જેટલો સમય મળે, યાદ માં રહો. પરીક્ષા નાં દિવસો નજીક હોય છે તો એકાંત માં જઈને ભણે છે. પ્રાઇવેટ (વ્યક્તિગત) શિક્ષક પણ રાખે છે. આપણી પાસે શિક્ષક તો ઘણાં છે, ફક્ત ભણવાનો શોખ જોઈએ. બાપ તો ખૂબ સહજ સમજાવે છે. ફક્ત સ્વયં ને આત્મા નિશ્ચય કરો. આ શરીર તો વિનાશી છે. તમે આત્મા અવિનાશી છો. આ જ્ઞાન એક જ વાર મળે છે પછી સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી કોઈને મળતું જ નથી. તમને જ મળે છે. આપણે આત્મા છીએ આ તો પાક્કો નિશ્ચય કરી લો. બાપ પાસે થી આપણને વારસો મળે છે. બાપ ની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. બસ. આ અંદર રટતા રહે તો પણ ખૂબ કલ્યાણ થઈ શકે છે. પરંતુ ચાર્ટ રાખતા જ નથી. લખતાં-લખતાં પછી થાકી જાય છે. બાબા ખૂબ સહજ કરીને બતાવે છે. હું આત્મા સતોપ્રધાન હતો, હવે તમોપ્રધાન બન્યો છું. હવે બાપ કહે છે મને યાદ કરો તો સતોપ્રધાન બની જશો. કેટલું સહજ છે છતાં પણ ભૂલી જાય છે. જેટલો સમય બેસો સ્વયં ને આત્મા સમજો. હું આત્મા બાબા નું બાળક છું. બાપ ને યાદ કરવા થી સ્વર્ગ ની બાદશાહી મળશે. બાપ ને યાદ કરવા થી અડધાકલ્પ નાં પાપ ભસ્મ થઈ જશે. કેટલી સહજ યુક્તિ બતાવે છે. બધા બાળકો સાંભળી રહ્યાં છે. આ બાબા સ્વયં પણ પ્રેક્ટિસ (અભ્યાસ) કરે છે ત્યારે તો શીખવાડે છે ને? હું બાબા નો રથ છું, બાબા મને ખવડાવે છે. આપ બાળકો પણ એવું સમજો. શિવબાબા ને યાદ કરતા રહો તો કેટલો ફાયદો થઈ જાય. પરંતુ ભૂલી જાય છે. ખૂબ સહજ છે. ધંધા માં કોઈ ગ્રાહક નથી તો યાદ માં બેસી જાઓ. હું આત્મા છું, બાબા ને યાદ કરવાના છે. બીમારી માં પણ યાદ કરી શકો છો. બાંધેલી છો તો ત્યાં બેસીને તમે યાદ કરતા રહો તો ૧૦-૨૦ વર્ષ વાળા કરતાં પણ ઊંચું પદ મેળવી શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસ માં ખૂબ-ખૂબ સ્ફૂર્તિવાળું બનવાનું છે. જેટલો સમય મળે એકાંત માં બેસી બાપ ને યાદ કરવાના છે. ભણતર નો શોખ રાખવાનો છે. ભણતર થી રિસાવાનું નથી.

2. પોતાની ચલન ખૂબ-ખૂબ રોયલ રાખવાની છે, બસ હવે ઘરે જવાનું છે, જૂની દુનિયા ખતમ થવાની છે એટલે મોહ ની રગ તોડી દેવાની છે. વાનપ્રસ્થ (વાણી થી પરે) અવસ્થા માં રહેવાનો અભ્યાસ કરવાનો છે. અધમો નો પણ ઉદ્ધાર કરવાની સેવા કરવાની છે.

વરદાન :-
શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા વૃત્તિઓ નું પરિવર્તન કરવા વાળા સદા સિદ્ધિ સ્વરુપ ભવ

સિદ્ધિ સ્વરુપ બનવા માટે વૃત્તિ દ્વારા વૃત્તિઓ ને, સંકલ્પ દ્વારા સંકલ્પો ને પરિવર્તન કરવાનું કાર્ય કરો, આનું રિસર્ચ કરો. જ્યારે આ સેવા માં બીઝી થઈ જશો તો આ સૂક્ષ્મ સેવા સ્વતઃ અનેક કમજોરીઓ થી પાર કરી દેશે. હવે આનો પ્લાન બનાવો તો જિજ્ઞાસુ પણ વધારે વધશે, મદોગરી પણ ખૂબ વધશે, મકાન પણ મળી જશે - બધી સિદ્ધિઓ સહજ થઈ જશે. આ વિધિ-સિદ્ધિ સ્વરુપ બનાવી દેશે.

સ્લોગન :-
સમયને સફળ કરતા રહો તો સમય નાં દગા થી બચી જશો.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો

બાપ નો બાળકો સાથે એટલો પ્રેમ છે જે રોજ પ્રેમ નો રેસપોન્સ આપવા માટે આટલો મોટો પત્ર લખે છે. યાદ-પ્યાર આપે છે અને સાથી બની સદા સાથ નિભાવે છે, તો આ પ્રેમ માં પોતાની બધી કમજોરીઓ કુરબાન કરી દો. પરમાત્મ-પ્રેમ માં એવાં સમાયેલા રહો જે ક્યારેય હદ નો પ્રભાવ પોતાની તરફ આકર્ષિત ન કરી શકે. સદા બેહદ ની પ્રાપ્તિઓ માં મગન રહો જેનાથી રુહાનિયત ની સુગંધ વાતાવરણ માં ફેલાઈ જાય.