05-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
નાં સહયોગી બનવા માટે બધાને મનમનાભવ નો મંત્ર પાક્કો કરાવો , એક બાપ ને સદા ફોલો કરો”
પ્રશ્ન :-
પુરુષોત્તમ બનવાનો
સહજ અને શ્રેષ્ઠ પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
હે પુરુષોત્તમ બનવાવાળા બાળકો - તમે સદા શ્રીમત પર ચાલતાં રહો. એક બાપ ને યાદ કરો
બીજી કોઈ પણ વાત માં ઇન્ટરફિયર (દખલગીરી) ન કરો. ખાઓ-પીઓ બધું કરો પરંતુ બાપ ને યાદ
કરતાં રહો તો પુરુષોત્તમ બની જશો. પુરુષોત્તમ તે જ બનશે જેનાં પર બૃહસ્પતિ (ગુરુ)
ની દશા છે. તે ક્યારેય શ્રીમત ની અવજ્ઞા નથી કરતાં. તેનાથી કોઈ ઉલ્ટા કર્મ નથી થતાં.
ગીત :-
ઓમ નમો શિવાય…
ઓમ શાંતિ!
આ મહિમા કોની
છે? એક પરમપિતા પરમાત્મા ની, જે સારું કામ કરે છે તેમની મહિમા જરુર થાય છે. જે ખરાબ
કર્તવ્ય કરે છે તેમની નિંદા થાય છે. જેમ અકબર હતો તો તેની મહિમા હતી, ઓરંગઝેબ ની
નિંદા હતી. રામ ની મહિમા કરશે, રાવણ ની નિંદા કરશે. ભારત માં જ રામરાજ્ય, રાવણ
રાજ્ય પ્રસિદ્ધ છે. રામરાજ્ય ને કહેવાશે પુરુષોત્તમ રાજ્ય અને રાવણરાજ્ય ને કહેવાશે
આસુરી રાજ્ય. બાળકોને તો હમણાં સંગમયુગ ની ખબર પડી છે. આ છે જ પુરુષોત્તમયુગ. આ
ભારત ને પુરુષોત્તમ બનાવીને જ છોડવાનું છે. રહેવા વાળાને પણ પુરુષોત્તમ બનાવવાનાં
છે અને રહેવાની જગ્યા ને પણ પુરુષોત્તમ બનાવવાની છે. ભારત ને જ સ્વર્ગ કહે છે, રહેવા
વાળા ને દેવી-દેવતા, સ્વર્ગવાસી કહે છે. તો બંને ઉત્તમ બને છે. બધાંને ખબર છે કે નવી
દુનિયા ઉત્તમ હોય છે અને જૂની દુનિયા કનિષ્ટ હોય છે. જેવી દુનિયા, તેવાં રહેવા વાળા.
ગવાય પણ છે, ભારત નવો, ભારત જૂનો બીજા કોઈ ખંડ ને નવો ખંડ નહીં કહેશે. એવું નથી કે
નવી દુનિયામાં નવું અમેરિકા, નવું ચાઈના હોય છે. ના, નવી દુનિયામાં તો નવું ભારત
ગવાય છે એટલે ન્યુ ઈન્ડિયા કહેવાય છે. નવું ભારત તો નામ રાખે છે, પરંતુ છે બધું વગર
અર્થ. ન્યુ ઈન્ડિયા પછી આ સમયે ક્યાંથી આવ્યું! ન્યુ ઈન્ડિયામાં તો દિલ્લી પરિસ્તાન
(સ્વર્ગ) છે. હમણાં પરિસ્તાન ક્યાં છે? તમે બાળકો અહીં આવો છો પુરુષોત્તમ બનવાં.
ઊંચા માં ઊંચી બૃહસ્પતિ (ગુરુ) ની દશા છે. પુરુષોત્તમ બનવાથી બૃહસ્પતિ ની દશા બેસે
છે. તમે જાણો છો કે નવી દુનિયા ની સ્થાપના કરવા વાળા બેહદ નાં બાપ દ્વારા અમે બેહદ
નું સુખ લેવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. સતયુગ માં પુરુષોત્તમ હોય છે. પછી નીચે
આવે છે તો મધ્યમ પછી કનિષ્ટ બની જાય છે. તમે બાળકો જાણો છો કે હવે બાપ અમને
સતોપ્રધાન સતયુગી સ્વર્ગવાસી પુરુષોત્તમ બનાવી રહ્યાં છે. આ છે ખૂબ-ખૂબ સહજ. ન કોઈ
ખાવાની દવા છે, ન કાંઈ કરવાની વાત. ફક્ત યાદ કરવાનાં છે, એટલે કહેવાય છે સહજ યાદ.
યાદ થી જ પાપ આત્મા થી પુણ્ય આત્મા બનવાનું છે. આ તો જરુર છે બધાને મુક્તિ મળવાની
છે. બાપ કહે છે કે હું સર્વ નો સદ્દગતિ દાતા છું તો જરુર મનુષ્યોનાં શરીર ખતમ થઈ જશે.
બાકી આત્માઓ જેને પવિત્ર બનાવીને લઈ જઈશ. પાછા જવાનાં માટે તૈયારી કરવી પડે. બાપ
તૈયારી કરાવી રહ્યાં છે કારણ કે આત્મા ની પાંખો તૂટી ચુકી છે અર્થાત્ તમોપ્રધાન
આત્મા છે. તમે યોગબળ થી પવિત્ર બનવાની મહેનત કરો છો. જે નથી કરતાં તેમને
હિસાબ-કિતાબ આપવો પડશે, આમાં કોઈ વિચાર કરવાની વાત નથી. બાળકો નું કામ છે બાપ થી
પૂરો વારસો લેવો, બાપ નાં મદદગાર બની સહયોગ આપવો પડે છે. બાપ નો પણ સહયોગ, બાળકો નો
પણ સહયોગ. કેવી રીતે સહયોગ આપીએ, એ બાપ ને જોઈ ફોલો (અનુકરણ) કરો. બધાને મારો મંત્ર
આપતાં જાઓ - પુરુષોત્તમ બનવાનાં માટે. બાબા કલ્પ-કલ્પ આવીને કહે છે - પતિત થી પાવન
મને યાદ કર્યાં વગર નહીં બનશો. હું કોઈ ગંગા સ્નાન કરાવું છું શું? ફક્ત મહામંત્ર
યાદ કરવાનો છે “મનમનાભવ”. આનો અર્થ છે મને યાદ કરો તો તમે પાવન બની, પુરુષોત્તમ બની
સ્વર્ગ નાં માલિક બનશો. સ્ત્રી-પુરુષ બંને પવિત્ર પ્રવૃત્તિ વાળા માલિક બનશે. બાપ આ
બધી વાતો ડિટેલ (વિસ્તાર) માં સમજાવે છે. તમે પ્રેક્ટિકલ માં બનો છો. તમે જાણો છો
ભગવાને આવીને બાળકોને પુરુષોત્તમ બનાવ્યાં છે ત્યારે તો કહે છે કે પતિતો ને પાવન
બનાવવા વાળા પતિત-પાવન આવો. પુરુષોત્તમ માસ ની ખૂબ મહિમા સંભળાવે છે ને. તો આ
પુરુષોત્તમ યુગ ની મોટી મહિમા છે. કળિયુગ અર્થાત્ રાત નાં પછી દિવસ જરુર આવવાનો છે.
દુઃખ નાં પછી સુખ આવે છે. આ શબ્દ પણ ક્લિયર (સ્પષ્ટ) છે. સ્ત્રી-પુરુષ બંને ઉત્તમ
થી ઉત્તમ, શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બને છે કારણકે પ્રવૃત્તિ માર્ગ છે. સતયુગ તો
નામીગ્રામી છે, તેને જ સુખધામ કહેવાય છે, પછી જ્યારે દ્વાપર યુગ આવે છે ત્યારે
મનુષ્ય સંન્યાસ ધારણ કરી ઉત્તમ બને છે એટલે પતિત મનુષ્ય જઈને તેમને માથું ટેકવે છે.
પવિત્ર ની આગળ અપવિત્ર માથું ટેકવે છે, આ તો કોમન (સામાન્ય) વાત છે. પતિત-પાવન બાપ
ને ન જાણવાનાં કારણે પતિત-પાવની ગંગા ને પાવન સમજી જઈને માથું ટેકવે છે. ગંગા અને
સાગર નો પણ મેળો લાગે છે. આપ બાળકોને બાપ ખૂબ ક્લિયર કરી સમજાવે છે છતાં પણ બાપ કહે
છે - કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ સમજે છે. તેમાં પણ આશ્ચર્યવત્ સુનન્તી, ક્થન્તી,
ફારકતી દેવન્તી અને ભાગન્તી, ડીસસર્વિસ (કુસેવા) કરન્તી બની જાય છે. સર્વિસ (સેવા)
અને ડીસસર્વિસ બંને થતી રહે છે. ભાગન્તી પણ બહુજ થાય છે, જે બાપ ને નથી જાણતાં. તમે
પાપ આત્મા થી પુણ્ય આત્મા બનો છો. પછી બાળકો જ બેસી વિઘ્ન નાંખે છે, ડીસસર્વિસ કરે
છે તો કેટલું મહાન પાપ છે. રાવણ બધાંને મહાપાપી બનાવે છે પરંતુ જે બાળકો બની
ડીસસર્વિસ કરે તેમનાં માટે ટ્રિબ્યુનલ (ન્યાયપંચ) બેસે છે. ભક્તિમાર્ગ માં આટલી
કઠોર (આકરી) સજા નથી મળતી, પરંતુ અહીં બાપનાં બનીને પછી ડીસસર્વિસ કરે તો બાપ નાં
રાઈટહેન્ડ છે ધર્મરાજ એટલે બાપ કહે છે - બાળકો, મારી સર્વિસ માં મદદગાર બની પછી
વધારે જ ઉલ્ટા કામ નહીં કરતાં, ડીસસર્વિસ કરશો તો પછી અબળાઓ પર વિઘ્ન પડશે. માતાઓ
પર બાબા ને તરસ આવે છે. દ્રૌપદી નાં પણ ભગવાને પગ દબાવ્યાં છે ને. દ્રૌપદીએ પોકાર્યા
કે અમને નિર્વસ્ત્ર કરે છે. બાબા માતાઓનાં સિર (માથા) પર કળશ રાખે છે. પહેલાં છે
માતા, પછી છે પુરુષ. પરંતુ આજકાલ પુરુષો માં મગરુરી (અક્કડાઈ) ખૂબ છે કે હું
સ્ત્રીનો ગુરુ છું, પતિ ઈશ્વર છું, સ્ત્રી મારી દાસી છે. અહીં બાપ નિરહંકારી બની
માતાઓનાં પગ પણ દબાવે છે. તમે થાકી ગયાં છો. હું તમારો થાક દૂર કરવા માટે આવ્યો
છું. આપ માતાઓનો બધાએ તિરસ્કાર કર્યો. સંન્યાસી સ્ત્રી ને છોડી ચાલ્યાં જાય છે.
કોઈને ૫-૭ બાળકો હોય છે, સંભાળી નથી શકતાં તો હેરાન થઈને ભાગી જાય છે. રચના કરી પછી
તેમને ભટકાવીને ચાલ્યાં જાય છે. બાપ કહે છે - હું કોઈને ભટકાવતો નથી. હું તો બધાનો
દુઃખહર્તા-સુખકર્તા છું. માયા આવીને દુઃખી કરે છે. આ પણ ખેલ છે. અજ્ઞાનકાળ માં
મનુષ્ય સમજે છે કે ભગવાન જ દુઃખ-સુખ આપે છે પરંતુ બાપ ઈશ્વર આ ધંધો નથી કરતાં. આ તો
કર્મો નાં અનુસાર બનેલો ડ્રામા છે, જે જેવાં કર્મ કરે તેવું ફળ પામે છે. આ સમયે
શ્રેષ્ઠ કર્મ કરવાની વાત છે. કર્મ કુટવાની વાત નથી. કોઈ બીમાર થાય છે, દેવાળું મારે
છે તો કર્મ કૂટે છે. આપ બાળકો કેટલાં સૌભાગ્યશાળી બનો છો, જે ૨૧ જન્મ ક્યારેય કર્મ
નહીં કૂટવા પડશે. કેટલું ભારે ફળ છે. તો બાપની શ્રીમત પર ચાલવું જોઈએ. બાપ બીજી કોઈ
પણ વાત માં ઇન્ટરફિયર (દખલગીરી) નથી કરતાં. ખાઓ, પીઓ કાંઈપણ કરો ફક્ત બાપ અને વારસા
ને યાદ કરો. તમે કહો છો અમે પતિત છીએ તો બાપ જે પાવન બનવાની યુક્તિ બતાવે છે, તેનાં
પર ચાલો. ફક્ત યાદ ની મહેનત છે. માયાનાં તોફાનો થી ડરવાનું નથી. ગુપ્ત મહેનત છે.
જ્ઞાન પણ ગુપ્ત છે, મોરલી ચલાવવી તો પ્રત્યક્ષ છે. પરંતુ આ વાણી થી તમે પાવન નહીં
બનશો. પાવન યાદ થી જ બનશો. તો બેહદ નાં બાપ ને યાદ કરો અને મદદગર પણ બનવું જોઈએ.
રુહાની હોસ્પિટલ અને યુનિવર્સિટી ખોલવાનો પણ પુરુષાર્થ કરો. કોઈ સારી જગ્યા હોય તો
જઈને ભાષણ કરો. તમારે હાથ માં પુસ્તક નથી લેવાનું. તમને અંદર બધું જ્ઞાન છે, બાકી
સમજાવવાનાં માટે ઝાડ ત્રિમૂર્તિ, સૃષ્ટિ ચક્ર નું બધાંને રહસ્ય સમજાવવાનું છે. બાપ
કહે છે - હું બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચું છું. બ્રાહ્મણો નો મુખ્ય ઉદ્દેશ વિષ્ણુ
છે. બનાવવા વાળા ટીચર એ છે નિરાકાર. ગવાયેલું છે બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ
દ્વારા પાલના… કલ્પ પહેલાં પણ એવી રીતે જ ચિત્ર બનાવ્યાં હતાં. જુઓ, સાયન્સ વગેરેથી
કેટલાં મિસાઈલ્સ બનાવે છે. આપ બાળકોને પુરુષોત્તમ બનવામાં પણ મહેનત લાગે છે કારણ કે
જન્મ-જન્માંતર નો બોજો માથા પર છે. સેકન્ડમાં સગાઈ થઈ પછી આત્માઓએ બાપ ને યાદ કરવાનાં
છે, જે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જઈએ.
બાપ કહે છે - મનમનાભવ,
તમે કર્મયોગી છો. યાદ નો ચાર્ટ રાખવો જોઈએ. તમારી લડાઈ માયાની સાથે છે. ખૂબ કઠોર
લડાઈ છે. તમે કોશિશ કરશો યાદ માં રહેવાની, માયા ઉડાવી દેશે. જ્ઞાન માં કોઈ અડચણ નથી.
આત્મા માં ૮૪ જન્મોનાં સંસ્કાર ભરેલાં છે. આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. આ
ચક્ર ફરતું જ રહે છે. બંધ થવાનું જ નથી. સૃષ્ટિ રચી જ કેમ, આ સવાલ નથી ઉઠતો. આત્મા
કેવી રીતે બદલશે. નવો આત્મા ક્યાંય થી આવતો નથી. જે આત્માઓ છે તે જ છે, ઓછાં વધારે
થઈ ન શકે. એક્ટર બધા પૂરાં છે. તમે બેહદ નાં એક્ટર્સ છો, તમે જે કાંઈ જુઓ છો એટલાં
એક્ટર્સ ડ્રામા માં છે, આટલાં પછી હશે. મોક્ષ કોઈ પામતું નથી. મનુષ્ય આવાગમન નાં
ચક્ર થી છૂટવા ઈચ્છે છે, પરંતુ છૂટી ન શકે. જે પાર્ટ ભજવવા આવે છે, તેમને ફરી આવવાનું
છે. બાપ કહે છે - મને પણ આ પતિત દુનિયામાં આવવું અને જવું પડે છે. કલ્પ-કલ્પ હું આવું
છું. જ્યારે મને જ આવવું પડે છે તો બાળકોનું બંધ કેવી રીતે થઈ શકે છે. તમે ૮૪ વાર
શરીરમાં આવો છો, હું એક જ વાર આવું છું. મારું આવવું-જવું ખૂબ વન્ડરફુલ (અદ્દભુત)
છે, ત્યારે ગાય છે તુમ્હરી ગત મત તુમ હી જાનો… સદ્દગતિ કરવાનાં માટે જે મત છે તે તમે
જ જાણો બીજા ન જાણે કોઈ. તે ગાય છે તમે પ્રેક્ટિકલ માં છો. મૂળ વાત છે યાદ ની, પછી
આંધળાની લાઠી (લાકડી) બનવાનું છે. આ છે પુરુષોત્તમ યુગ. આ ૫૦૦૦ વર્ષ નાં પછી આવે
છે. પુરુષોત્તમ માસ ત્રણ વર્ષ નાં પછી આવે છે. તે બધું છે ભક્તિમાર્ગ. તેમનાં
જંત્ર-મંત્ર નાં અસંખ્ય પુસ્તકો છે. અહીં તો તે વાત નથી. ભક્તિ ન કરવા વાળા ને
ઈરિલીજિયસ (અધાર્મિક) કહે છે. તો તેમને રાજી કરવા માટે નિમિત્ત કાંઈ કરવું પણ પડે
છે. બાપ સમજાવે છે મીઠાં બાળકો, ક્યારેય ડીસસર્વિસ કરવાનો પુરુષાર્થ નહીં કરતાં.
કોઈ ટ્રેટર (દગાબાજ) બની જાય છે તો તેમને કહેવાશે અજામિલ. અજામિલ, સૂરદાસ વગેરેની
કેટલી કથાઓ છે. આ બધું છે ભક્તિ માર્ગ. તેનાથી પણ વધારે પાપ આત્માઓ તે છે જે અહીં
આવીને, મારા બનીને મને ફારકતી આપી દે છે. મારી નિંદા કરાવે છે, તેમનાં માટે ફરી
ટ્રિબ્યુનલ (નયાયપંચ) બેસે છે. પ્રતિજ્ઞા કરી પછી ડીસસર્વિસ કરશે તો કઠોર સજા મળશે.
પદ ઊંચું છે તો પછી ભૂલ ની પણ કઠોર સજા છે એટલે કોઈ પણ અવજ્ઞા ન કરવી જોઈએ. ગવાયેલું
છે સદ્દગુરુ કા નિંદક ઠોર ન પાયે અર્થાત્ મુખ્ય ઉદ્દેશ પામી ન શકે, નર થી નારાયણ
બનવાનું. ગુરુઓ થી તમે પૂછી શકો છો કે તમે કહો છો ગુરુ કા નિંદક… તે કયા ઠોર છે? તે
ઠોર તો બતાવી ન શકે. બાપ ની પાગ તેમણે પોતાની ઉપર રાખી દીધી છે. ટીચર કહે છે જો પૂરાં
ભણશો નહીં તો પદ પણ ઊંચું નહીં મેળવશો. પાવન સો દેવી-દેવતા બનવાનું છે. અહીં કોઈ
પાવન હોતાં નથી. હવે બધાંને પાવન બનવાનું છે. રાજ્ય ભાગ્ય ૨૧ જન્મોનાં માટે મળે છે
તો આ ફક્ત અંતિમ જન્મ પાવન બનવાનું છે, કેટલી મોટી પ્રાપ્તિ છે. પ્રાપ્તિ ન હોત તો
એવો પુરુષાર્થ કરત શું? પરંતુ માયા એવી છે જે ઊંચ પ્રાપ્તિ માં પણ વિઘ્ન નાખે છે અને
પાડી દે છે. અહો મમ્ માયા… અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
ડીસસર્વિસ નું કાર્ય નથી કરવાનું. કોઈ એવું પણ કર્મ ન થાય જેનાથી બાપ ની નિંદા થાય.
અવજ્ઞાઓ થી બચવાનું છે, પુરુષોત્તમ બનવાનું છે.
2. માયા નાં તોફાનો
થી ડરવાનું નથી પાવન બનવાનાં માટે યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
થાકેલા કે
તડપતા આત્માઓને સિદ્ધિ અપાવવા વાળા ખુદાઈ ખિદ્દમતગાર ભવ
આત્માઓની ઘણા સમય થી
ઈચ્છા કે આશા છે - નિર્વાણ કે મુક્તિધામ માં જવાની. એનાં માટે જ અનેક જન્મો થી અનેક
પ્રકારની સાધના કરતા-કરતા થાકી ચૂક્યાં છે. હવે દરેક સિદ્ધિ ઈચ્છે છે ન કે સાધના.
સિદ્ધિ અર્થાત્ સદ્દગતિ - તો એવાં તડપતા, થાકેલા તરસ્યા આત્માઓની તરસ બુઝાવવા માટે
આપ શ્રેષ્ઠ આત્માઓ પોતાની સાઈલેન્સ ની શક્તિ કે સર્વશક્તિઓથી એક સેકન્ડ માં સિદ્ધિ
આપો ત્યારે કહેવાશે ખુદાઈ ખિદ્દમતગાર.
સ્લોગન :-
કમજોર સંસ્કાર
જ માયા ને આવવાનો ચોર ગેટ છે, હવે આ ગેટ બંધ કરો.
અવ્યક્ત ઇશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
તમે ભાગ્યની લકીર
ખેંચવા વાળા બ્રહ્માનાં બાળકો બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ છો એટલે સદા તમારાં
ભંડારા ભરપૂર રહે. કોઈને પણ ખાલી હાથ જવા નહીં દેતા. સદા દાતા નાં બાળકો આપતા રહો
અને સર્વ ની ભાવનાઓ, સર્વની આશાઓ પૂર્ણ કરતા રહો. મહાદાની, વરદાની બનો આ જ તમારું
સ્વરુપ છે.