05-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ આખી
દુનિયા રોગીઓ ની મોટી હોસ્પિટલ છે , બાબા આવ્યાં છે આખી દુનિયા ને નિરોગી બનાવવાં”
પ્રશ્ન :-
કઈ સ્મૃતિ રહે તો
ક્યારેય પણ મૂરઝાઈશ (નિરાશાપણું) કે દુઃખ ની લહેર નથી આવી શકતી?
ઉત્તર :-
હવે આપણે આ જૂની દુનિયા, જૂનાં શરીર ને છોડી ઘરે જઈશું પછી નવી દુનિયા માં
પુનર્જન્મ લઈશું. આપણે હમણાં રાજયોગ શીખી રહ્યાં છીએ - રાજાઈ માં જવા માટે. બાપ આપણા,
બાળકો માટે રુહાની રાજસ્થાન સ્થાપન કરી રહ્યાં છે, આ જ સ્મૃતિ માં રહે તો દુઃખ ની
લહેર નથી આવી શકતી.
ગીત :-
તુમ્હીં હો
માતા…
ઓમ શાંતિ!
ગીત કોઈ આપ
બાળકો માટે નથી, નવાં-નવાં ને સમજાવવા માટે છે. એવું પણ નથી કે અહીં બધા સમજદાર જ
છે. ના, બેસમજ ને સમજદાર બનાવાય છે. બાળકો સમજે છે આપણે કેટલાં બેસમજ બની ગયા હતાં,
હવે બાપ આપણને સમજદાર બનાવે છે. જેમ સ્કૂલ માં ભણીને બાળકો કેટલાં સમજદાર બની જાય
છે. દરેક પોત-પોતાની સમજ થી બેરિસ્ટર, એન્જિનિયર વગેરે બને છે. આ તો આત્મા ને
સમજદાર બનાવવાનો છે. ભણે પણ આત્મા છે શરીર દ્વારા. પરંતુ બહાર જે પણ શિક્ષા મળે છે,
તે છે અલ્પકાળ માટે શરીર નિર્વાહ અર્થ. ભલે કોઈ કનવર્ટ (પરિવર્તન) પણ કરે છે,
હિન્દુઓ ને ક્રિશ્ચન બનાવી દે છે - શા માટે? થોડું સુખ મેળવવા માટે. પૈસા, નોકરી
વગેરે સહજ મેળવવા માટે, આજીવિકા માટે. હમણાં આપ બાળકો જાણો છો આપણે પહેલાં-પહેલાં
તો આત્મ-અભિમાની બનવું પડે. આ છે મુખ્ય વાત કારણકે આ છે જ રોગી દુનિયા. એવાં કોઈ
મનુષ્ય નથી જે રોગી ન બનતા હોય. કાંઈ ન કાંઈ થાય છે જરુર. આ આખી દુનિયા મોટા માં
મોટી હોસ્પિટલ છે, જેમાં બધા મનુષ્ય પતિત રોગી છે. આયુષ્ય પણ બહુ જ ઓછું હોય છે.
અચાનક મૃત્યુ થઈ જાય છે. કાળ નાં પંજા માં આવી જાય છે. આ પણ આપ બાળકો જાણો છો. આપ
બાળકો ફક્ત ભારત ની જ નહીં, આખાં વિશ્વ ની સેવા કરો છો ગુપ્ત રીતે. મૂળ વાત છે કે
બાપ ને કોઈ નથી જાણતાં. મનુષ્ય થઈને અને પારલૌકિક બાપ ને નથી જાણતા, એમની સાથે
પ્રેમ નથી રાખતાં. હવે બાપ કહે છે મારી સાથે પ્રેમ રાખો. મારી સાથે પ્રેમ
રાખતાં-રાખતાં તમારે મારી સાથે જ પાછા જવાનું છે. જ્યાં સુધી પાછા જાઓ ત્યાં સુધી આ
છી-છી દુનિયા માં રહેવું પડે છે. પહેલાં-પહેલાં તો દેહ-અભિમાની થી દેહી-અભિમાની બનો
ત્યારે તમે ધારણા કરી શકો છો અને બાપ ને યાદ કરી શકો છો. જો દેહી-અભિમાની નથી બનતાં
તો કોઈ કામ નાં નથી. દેહ-અભિમાની તો બધા છે. તમે સમજો પણ છો કે અમે આત્મ-અભિમાની નથી
બનતાં, બાપ ને યાદ નથી કરતા તો અમે તે જ છીએ જે પહેલાં હતાં. મૂળ વાત જ છે
દેહી-અભિમાની બનવાની. નહીં કે રચના ને જાણવાની. ગવાય પણ છે રચયિતા અને રચના નું
જ્ઞાન. એવું નથી કે પહેલાં રચના પછી રચયિતા નું જ્ઞાન કહેશે. ના, પહેલાં રચયિતા, એ
જ બાપ છે. કહેવાય પણ છે - હે ગોડ ફાધર (પરમપિતા). એ આવીને આપ બાળકો ને આપ સમાન બનાવે
છે. બાપ તો સદૈવ આત્મ-અભિમાની છે જ એટલે એ સુપ્રીમ છે. બાપ કહે છે હું તો
આત્મ-અભિમાની છું. જેમાં પ્રવેશ કર્યો છે એમને પણ આત્મ-અભિમાની બનાવું છું. આમનાં
માં પ્રવેશ કરું છું આમને કન્વર્ટ કરવા, કારણકે આ પણ દેહ-અભિમાની હતાં, આમને પણ કહું
છું સ્વયં ને આત્મા સમજી મને યથાર્થ રીતે યાદ કરો. એવાં ઘણાં મનુષ્ય છે જે સમજે છે
આત્મા અલગ છે, જીવ અલગ છે. આત્મા દેહ માંથી નીકળી જાય છે તો બે ચીજ થઈ ને? બાપ
સમજાવે છે તમે આત્મા છો. આત્મા જ પુનર્જન્મ લે છે. આત્મા જ શરીર લઈને પાર્ટ ભજવે
છે. બાબા વારંવાર સમજાવે છે પોતાને આત્મા સમજો, આમાં ખૂબ મહેનત જોઈએ. જેમ વિદ્યાર્થી
ભણવા માટે એકાંત માં, બગીચા વગેરે માં જઈને ભણે છે. પાદરી લોકો પણ ફરવા જાય છે તો
એકદમ શાંત રહે છે. તે કોઈ આત્મ-અભિમાની નથી રહેતાં. ક્રાઈસ્ટ ની યાદ માં રહે છે. ઘર
માં રહીને પણ યાદ તો કરી શકે છે પરંતુ ખાસ એકાંત માં જાય છે ક્રાઈસ્ટ ને યાદ કરવાં,
બીજી કોઈ તરફ જોતાં પણ નથી. જે સારા-સારા હોય છે, સમજે છે અમે ક્રાઈસ્ટ ને યાદ
કરતાં-કરતાં એમની પાસે ચાલ્યાં જઈશું. ક્રાઈસ્ટ હેવન (સ્વર્ગ) માં બેઠાં છે, અમે પણ
હેવન માં ચાલ્યાં જઈશું. આ પણ સમજે છે ક્રાઈસ્ટ હેવનલી ગોડફાધર ની પાસે ગયાં. અમે
પણ યાદ કરતાં-કરતાં એમની પાસે જઈશું. બધા ક્રિશ્ચન તે એક નાં બાળકો થયાં. એમનાં માં
થોડું જ્ઞાન ઠીક છે. પરંતુ ક્રાઈસ્ટ નો આત્મા તો ઉપર ગયો જ નથી. ક્રાઈસ્ટ નામ તો
શરીર નું છે, જેમને ફાંસી પર ચઢાવ્યાં. આત્મા તો ફાંસી પર નથી ચઢતો. હવે ક્રાઈસ્ટ
નો આત્મા ગોડ ફાધર ની પાસે ગયો, આ કહેવું પણ ખોટું થઈ જાય છે. પાછા કોઈ કેવી રીતે
જશે? દરેકે સ્થાપના પછી પાલના જરુર કરવાની હોય છે. મકાન નું સમારકામ વગેરે કરાય છે,
આ પણ પાલના છે ને?
હવે બેહદ નાં બાપ ને
તમે યાદ કરો. આ નોલેજ બેહદ નાં બાપ સિવાય કોઈ આપી ન શકે. પોતાનું જ કલ્યાણ કરવાનું
છે. રોગી થી નિરોગી બનવાનું છે. આ રોગીઓ ની મોટી હોસ્પિટલ છે. આખું વિશ્વ રોગીઓ ની
હોસ્પિટલ છે. રોગી જરુર જલ્દી મરી જશે, બાપ આવીને આ આખાં વિશ્વ ને નિરોગી બનાવે છે.
એવું નથી કે અહીં જ નિરોગી બનશે. બાપ કહે છે - નિરોગી હોય છે જ નવી દુનિયા માં. જૂની
દુનિયા માં નિરોગી હોય ન શકે. આ લક્ષ્મી-નારાયણ નિરોગી, એવરહેલ્થી (સદા સ્વસ્થ) છે.
ત્યાં આયુષ્ય પણ લાંબુ હોય છે, રોગી વિકારી હોય છે. નિર્વિકારી રોગી નથી હોતાં. તેઓ
છે જ સંપૂર્ણ નિર્વિકારી. બાપ સ્વયં કહે છે આ સમયે આખું વિશ્વ ખાસ ભારત રોગી છે. આપ
બાળકો પહેલાં-પહેલાં નિરોગી દુનિયામાં આવો છો, નિરોગી બનો છો યાદ ની યાત્રા થી. યાદ
થી તમે ચાલ્યાં જશો પોતાનાં સ્વીટ હોમ. આ પણ એક યાત્રા છે. આત્મા ની યાત્રા છે, બાપ
પરમાત્મા ની પાસે જવાની. આ છે આધ્યાત્મિક યાત્રા. આ શબ્દ કોઈ સમજી નહીં શકે. તમે પણ
નંબરવાર જાણો છો, પરંતુ ભૂલી જાઓ છો. મૂળ વાત છે આ, સમજાવવું પણ ખુબજ સહજ છે. પરતું
સમજાવે તે જે પોતે પણ રુહાની યાત્રા પર હોય. પોતે હશે નહીં, બીજાને બતાવશે તો તીર
નહીં લાગશે. સત્યતા નું બળ જોઈએ. અમે બાબા ને એટલું યાદ કરીએ છે જે બસ. સ્ત્રી પતિ
ને કેટલાં યાદ કરે છે. આ છે પતિઓ નાં પતિ, બાપો નાં બાપ, ગુરુઓ નાં ગુરુ. ગુરુ લોકો
પણ એ બાપ ને જ યાદ કરે છે. ક્રાઈસ્ટ પણ બાપ ને જ યાદ કરતા હતાં. પરંતુ એમને કોઈ
જાણતું નથી. બાપ જ્યારે આવે ત્યારે આવીને પોતાનો પરિચય આપે. ભારતવાસીઓ ને જ બાપ ની
ખબર નથી તો બીજાઓ ને ક્યાંથી મળી શકે? વિદેશ થી પણ અહીં આવે છે, યોગ શીખવા માટે.
સમજે છે પ્રાચીન યોગ ભગવાને શીખવાડ્યો. આ છે ભાવના. બાપ સમજાવે છે સાચ્ચો-સાચ્ચો
યોગ તો હું જ કલ્પ-કલ્પ આવીને શીખવાડું છું, એક જ વાર. મુખ્ય વાત છે સ્વયં ને આત્મા
સમજી બાપ ને યાદ કરો, આને જ રુહાની યોગ કહેવાય છે. બાકી બધાનો છે શારીરિક યોગ.
બ્રહ્મ સાથે યોગ રાખે છે. એ પણ બાપ તો નથી. એ તો મહતત્વ છે, રહેવાનું સ્થાન. તો
સત્ય એક જ બાપ છે. એક બાપ ને જ સત્ય કહેવાય છે. આ પણ ભારતવાસીઓ ને ખબર નથી કે બાપ જ
સત્ય કેવી રીતે છે? એ જ સચખંડ ની સ્થાપના કરે છે. સચખંડ અને જૂઠખંડ. તમે જ્યારે
સચખંડ માં રહો છો તો ત્યાં રાવણ રાજ્ય જ નથી હોતું. અડધાકલ્પ પછી રાવણ રાજ્ય જૂઠખંડ
શરુ થાય છે. સચખંડ આખાં સતયુગ ને કહેવાશે. પછી જૂઠખંડ આખાં કળિયુગ નો અંત. હમણાં તમે
સંગમ પર બેઠાં છો. નથી અહીંયા, નથી ત્યાં. તમે યાત્રા કરી રહ્યાં છો. આત્મા યાત્રા
કરી રહ્યો છે, શરીર નહીં. બાપ આવીને યાત્રા કરતા શીખવાડે છે. અહીં થી ત્યાં જવાનું
છે. તમને આ શીખવાડે છે. તે લોકો પછી ચંદ્ર, તારા વગેરે તરફ જવાની યાત્રા કરે છે. હવે
તમે જાણો છો એમાં કોઈ ફાયદો નથી. આ વસ્તુઓ થી જ બધો વિનાશ થવાનો છે. બાકી જે પણ આટલી
મહેનત કરે છે તે બધું વ્યર્થ. તમે જાણો છો આ બધી ચીજો જે સાયન્સ (વિજ્ઞાન) થી બને
છે તે ભવિષ્ય માં તમારા જ કામ માં આવશે. આ ડ્રામા બનેલો છે. બેહદ નાં બાપ આવીને
ભણાવે છે તો કેટલો રિગાર્ડ (આદર) રાખવો જોઈએ. શિક્ષક નો આમ પણ ખૂબ આદર રાખે છે.
શિક્ષક ફરમાન કરે છે - સારી રીતે ભણીને પાસ થઈ જાઓ. જો ફરમાન ને નહીં માનશો તો
નાપાસ થઈ જશો. બાપ પણ કહે છે તમને પણ ભણાવું છું વિશ્વ નાં માલિક બનાવવાં. આ
લક્ષ્મી-નારાયણ માલિક છે. ભલે પ્રજા પણ માલિક છે, પરંતુ પદ તો ઘણાં છે ને? ભારતવાસી
પણ બધા કહે છે ને - અમે માલિક છીએ. ગરીબ પણ ભારત નાં માલિક પોતાને સમજશે. પરંતુ રાજા
અને એમનાં માં ફરક કેટલો છે? નોલેજ થી પદ માં ફરક થઈ જાય છે. નોલેજ માં પણ હોંશિયારી
જોઈએ. પવિત્રતા પણ જરુરી છે તો હેલ્થ-વેલ્થ પણ જોઈએ. સ્વર્ગ માં બધું છે ને? બાપ
મુખ્ય ઉદ્દેશ સમજાવે છે. દુનિયા માં બીજા કોઈ ની બુદ્ધિ માં આ મુખ્ય ઉદ્દેશ હશે નહીં.
તમે ફટ થી કહેશો અમે આ બનીએ છીએ. આખાં વિશ્વ માં આપણી રાજધાની હશે. આ તો હમણાં
પંચાયતી રાજ્ય છે. પહેલાં હતાં ડબલ તાજધારી પછી એક તાજ, હમણાં તાજ નથી. બાબાએ મોરલી
માં કહ્યું હતું - આ પણ ચિત્ર હોય - ડબલ સિરતાજ રાજાઓ ની આગળ સિંગલ તાજવાળા માથું
નમાવે છે. હમણાં બાપ કહે છે હું તમને રાજાઓ નાં રાજા ડબલ સિરતાજ બનાવું છું. તે છે
અલ્પકાળ માટે, આ છે ૨૧ જન્મો ની વાત. પહેલી મુખ્ય વાત છે પાવન બનવાની. બોલાવે પણ છે
કે આવીને પતિત થી પાવન બનાવો. એવું નથી કહેતાં કે રાજા બનાવો. હમણાં આપ બાળકો નો છે
બેહદ નો સંન્યાસ. આ દુનિયા માંથી જ ચાલ્યાં જશો પોતાનાં ઘરે. પછી સ્વર્ગ માં આવશો.
અંદર ખુશી રહેવી જોઈએ જ્યારે સમજો છો આપણે ઘરે જઈશું પછી રાજાઈ માં આવીશું પછી
મુરઝાઈશ, દુઃખ વગેરે આ બધું કેમ થવું જોઈએ? આપણે આત્મા ઘરે જઈશું પછી પુનર્જન્મ નવી
દુનિયામાં લઈશું. બાળકો ને સ્થાઈ ખુશી કેમ નથી રહેતી? માયા નો વિરોધ ખૂબ છે એટલે
ખુશી ઓછી થઈ જાય છે. પતિત-પાવન સ્વયં કહે છે મને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર
નાં પાપ ભસ્મ થઈ જશે. તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. જાણો છો પછી આપણે આપણા
રાજસ્થાન માં ચાલ્યાં જઈશું. અહીં ભિન્ન-ભિન્ન પ્રકાર નાં રાજાઓ થયા છે, હવે ફરી
રુહાની રાજસ્થાન બનવાનું છે. સ્વર્ગ નાં માલિક બની જશો. ક્રિશ્ચન લોકો હેવન નો અર્થ
નથી સમજતાં. તે મુક્તિધામ ને હેવન કહી દે છે. એવું નથી કે હેવિનલી ગોડફાધર કોઈ હેવન
માં રહે છે. એ તો રહે છે જ શાંતિધામ માં. હમણાં તમે પુરુષાર્થ કરો છો પેરેડાઇઝ (વૈકુંઠ)
માં જવા માટે. આ ફરક બતાવવાનો છે. ગોડફાધર છે મુક્તિધામ માં રહેવા વાળા. હેવન નવી
દુનિયા ને કહેવાય છે. ફાધર (પિતા) જ આવીને પેરેડાઇઝ સ્થાપન કરે છે. તમે જેને
શાંતિધામ કહો છો એને તે લોકો હેવન સમજે છે. આ બધી સમજવાની વાતો છે.
બાપ કહે છે નોલેજ તો
ખૂબ સહજ છે. આ છે પવિત્ર બનવાની નોલેજ, મુક્તિ-જીવનમુક્તિ માં જવાની નોલેજ, જે બાપ
જ આપી શકે છે. જ્યારે કોઈને ફાંસી અપાય છે તો અંદર આ જ રહે છે કે અમે ભગવાન ની પાસે
જઈએ છીએ. ફાંસી આપવા વાળા પણ કહે છે ભગવાન ને યાદ કરો. ભગવાન ને બંને નથી જાણતાં.
તેમને તો તે સમયે મિત્ર-સંબંધી વગેરે યાદ આવે છે. ગાયન પણ છે અંતકાલ જો સ્ત્રી સિમરે…
કોઈ ને કોઈ યાદ જરુર રહે છે. સતયુગ માં જ મોહજીત રહે છે. ત્યાં જાણે છે એક ખાલ છોડી
બીજી લઈ લેશે. ત્યાં યાદ કરવાની જરુર જ નથી એટલે કહે છે દુઃખ મેં સિમરણ સબ કરે… અહીં
દુઃખ છે એટલે યાદ કરે છે ભગવાન પાસે થી કાંઈક મળે. ત્યાં તો બધું મળેલું જ છે. તમે
કહી શકો છો અમારો ઉદ્દેશ છે મનુષ્ય ને આસ્તિક બનાવવાં, ધણી નાં બનાવવાં. હમણાં બધા
નિધણ નાં છે. આપણે ધણી નાં બનીએ છીએ. સુખ, શાંતિ, સંપત્તિ નો વારસો આપવા વાળા બાપ જ
છે. આ લક્ષ્મી-નારાયણ નું કેટલું લાંબુ આયુષ્ય હતું. આ પણ જાણે છે ભારતવાસીઓ નું
પહેલાં-પહેલાં આયુષ્ય બહુ જ લાંબુ રહેતું હતું. હમણાં ઓછું છે. કેમ ઓછું થયું છે -
આ કોઈ પણ નથી જાણતાં. તમારા માટે તો બહુ જ સહજ થઈ ગયું છે સમજવું અને સમજાવવાનું.
તે પણ નંબરવાર છે. સમજણ દરેક ની પોત-પોતાની છે, જે જેમ ધારણા કરે છે, એમ સમજાવે
છે.અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ
સદૈવ આત્મ-અભિમાની છે, તેમ આત્મ-અભિમાની રહેવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. એક
બાપ ને દિલ થી પ્રેમ કરતાં-કરતાં બાપ ની સાથે ઘરે જવાનું છે.
2. બેહદ નાં બાપ નો
પૂરે-પૂરો રિગાર્ડ (આદર) રાખવાનો છે અર્થાત્ બાપ નાં ફરમાન પર ચાલવાનું છે. બાપ નું
પહેલું ફરમાન છે - બાળકો સારી રીતે ભણીને પાસ થઈ જાઓ. આ ફરમાન નું પાલન કરવાનું છે.
વરદાન :-
શક્તિશાળી સેવા
દ્વારા નિર્બળ માં બળ ભરવાવાળા સાચાં સેવાધારી ભવ
સાચાં સેવાધારી ની
વાસ્તવિક વિશેષતા છે - નિર્બળ માં બળ ભરવાનાં નિમિત્ત બનવું. સેવા તો બધા કરે છે
પરંતુ સફળતા માં જે અંતર દેખાય છે એનું કારણ છે સેવા નાં સાધનો માં શક્તિ ની કમી.
જેમ તલવાર માં જો જૌહર (ધાર) નથી તો તે તલવાર નું કામ નથી કરતી, એમ સેવા નાં સાધનો
માં જો યાદ ની શક્તિ નું જૌહર (બળ) નથી તો સફળતા નથી એટલે શક્તિશાળી સેવાધારી બનો,
નિર્બળ માં બળ ભરીને ક્વોલિટી વાળા આત્માઓ કાઢો ત્યારે કહેવાશે સાચાં સેવાધારી.
સ્લોગન :-
દરેક પરિસ્થિતિ
ને ઉડતી કળા નું સાધન સમજી સદા ઉડતા રહો.
અવ્યક્ત ઈશારા -
અશરીરી તથા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
આમ અશરીરી થવું સહજ
છે પરંતુ જે સમયે કોઈ વાત સામે હોય, કોઈ સર્વિસ ની ઝંઝટ સામે હોય, કોઈ હલચલ માં
લાવવા વાળી પરિસ્થિતિ હોય, એવાં સમય માં વિચારો અને અશરીરી થઈ જાઓ, એનાં માટે લાંબા
સમય નો અભ્યાસ જોઈએ. વિચારવાનું અને કરવાનું સાથે-સાથે થાય ત્યારે અંતિમ પેપર માં
પાસ થઈ શકશો.