06-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હમણાં
આ ચઢતી કળા નો સમય છે , ભારત ગરીબ થી સાહૂકાર બને છે , તમે બાપ પાસે થી સતયુગી
બાદશાહી નો વારસો લઈ લો”
પ્રશ્ન :-
બાપ નું કયું ટાઈટલ (શીર્ષક)
શ્રીકૃષ્ણ ને ન આપી શકાય?
ઉત્તર :-
બાપ છે ગરીબ-નિવાઝ. શ્રીકૃષ્ણ ને એવું નહીં કહેવાશે. તે તો ખૂબ ધનવાન છે, એમનાં
રાજ્ય માં બધા સાહૂકાર છે. બાપ જ્યારે આવે છે તો સૌથી ગરીબ ભારત છે. ભારત ને જ
સાહૂકાર બનાવે છે. તમે કહો છો અમારું ભારત સ્વર્ગ હતું, હમણાં નથી, ફરીથી બનવાનું
છે. ગરીબ-નિવાઝ બાબા જ ભારત ને સ્વર્ગ બનાવે છે.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. જેમ આત્મા ગુપ્ત છે અને શરીર પ્રત્યક્ષ છે. આત્મા આ
આંખો થી દેખાતો નથી, ઇનકોગનીટો (ગુપ્ત) છે. છે જરુર પરંતુ આ શરીર થી ઢંકાયેલો છે
એટલે કહેવાય છે આત્મા ગુપ્ત છે. આત્મા પોતે કહે છે હું નિરાકાર છું, અહીં સાકાર માં
આવીને ગુપ્ત બનું છું. આત્માઓ ની નિરાકારી દુનિયા છે. એમાં તો ગુપ્ત ની વાત નથી.
પરમપિતા પરમાત્મા પણ ત્યાં રહે છે. એમને કહેવાય છે સુપ્રીમ (સર્વોચ્ચ). ઊંચા માં
ઊંચા આત્મા, પરે થી પરે રહેવા વાળા પરમ આત્મા. બાપ કહે છે જેમ તમે ગુપ્ત છો, મારે
પણ ગુપ્ત આવવું પડે. હું ગર્ભ જેલ માં નથી આવતો. મારું નામ એક જ શિવ ચાલ્યું આવે
છે. હું આ તન માં આવું છું તો પણ મારું નામ નથી બદલાતું. આમનાં આત્મા નું જે શરીર
છે, એનું નામ બદલાય છે. મને તો શિવ જ કહે છે - સર્વ આત્માઓ નો બાપ. તો આપ આત્માઓ આ
શરીર માં ગુપ્ત છો, આ શરીર દ્વારા કર્મ કરો છો. હું પણ ગુપ્ત છું. તો બાળકો ને આ
જ્ઞાન હમણાં મળી રહ્યું છે કે આત્મા આ શરીર થી ઢંકાયેલો છે. આત્મા છે ગુપ્ત. શરીર
છે કોગનીટો (સાકાર). હું પણ અશરીરી. બાપ ઇનકોગનીટો (અશરીરી) આ શરીર દ્વારા સંભળાવે
છે. તમે પણ ઇનકોગનીટો છો, શરીર દ્વારા સાંભળો છો. તમે જાણો છો બાબા આવેલા છે - ભારત
ને ફરીથી ગરીબ થી સાહૂકાર બનાવવાં. તમે કહેશો અમારું ભારત. દરેક પોતાનાં રાજ્ય માટે
કહેશે - અમારું ગુજરાત, અમારું રાજસ્થાન. અમારું-અમારું કહેવાથી એમાં મોહ રહે છે.
આપણું ભારત ગરીબ છે. આ બધા માને છે પરંતુ એમને આ ખબર નથી કે આપણું ભારત સાહૂકાર
ક્યારે હતું, કેવું હતું! આપ બાળકો ને ખૂબ નશો છે. આપણું ભારત તો ખૂબ સાહૂકાર હતું,
દુઃખ ની વાત નહોતી. સતયુગ માં બીજો કોઈ ધર્મ નહોતો. એક જ દેવી-દેવતા ધર્મ હતો, આ
કોઈને ખબર નથી. આ જે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી છે આ કોઈ નથી જાણતું. હમણાં તમે
સારી રીતે સમજો છો, આપણું ભારત ખૂબ સાહૂકાર હતું. હમણાં ખૂબ ગરીબ છે. હવે ફરી બાપ
આવ્યાં છે સાહૂકાર બનાવવાં. ભારત સતયુગ માં ખુબ જ સાહૂકાર હતું જ્યારે દેવી-દેવતાઓ
નું રાજ્ય હતું પછી તે રાજ્ય ક્યાં ચાલ્યું ગયું? આ કોઈ નથી જાણતાં. ઋષિ-મુની વગેરે
પણ કહેતાં હતાં અમે રચયિતા અને રચના ને નથી જાણતાં. બાપ કહે છે સતયુગ માં પણ
દેવી-દેવતાઓ ને રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન નહોતું. જો એમને પણ
જ્ઞાન હોય કે અમે સીડી ઉતરતાં કળિયુગ માં ચાલ્યાં જઈશું તો બાદશાહી નું સુખ પણ ન રહે,
ચિંતા લાગી જાય. હમણાં તમને ચિંતા લાગેલી છે અમે સતોપ્રધાન હતાં ફરી અમે સતોપ્રધાન
કેવી રીતે બનીએ? આપણે આત્માઓ જે નિરાકારી દુનિયા માં રહેતાં હતાં, ત્યાંથી પછી કેવી
રીતે સુખધામ માં આવ્યાં આ પણ જ્ઞાન છે. આપણે હમણાં ચઢતી કળા માં છીએ. આ ૮૪ જન્મો ની
સીડી છે. ડ્રામા અનુસાર દરેક એક્ટર નંબરવાર પોત-પોતાનાં સમય પર આવીને પાર્ટ ભજવશે.
હવે આપ બાળકો જાણો છો ગરીબ-નિવાઝ કોને કહેવાય છે, આ દુનિયા નથી જાણતી. ગીત માં પણ
સાંભળ્યું - આખિર વહ દિન આયા આજ, જિસ દિન કા રાસ્તા તકતે થે…સૌ ભક્ત. ભગવાન ક્યારે
આવીને આપણને ભક્તો ને આ ભક્તિમાર્ગ થી છોડાવી સદ્દગતિ માં લઈ જશે - આ હમણાં સમજ્યું
છે. બાબા ફરીથી આવી ગયા છે આ શરીર માં. શિવ જયંતી પણ મનાવે છે તો જરુર આવે છે. એવું
પણ નહીં કહેશે કે હું શ્રીકૃષ્ણ નાં તન માં આવું છું. ના. બાપ કહે છે શ્રીકૃષ્ણ નાં
આત્માએ ૮૪ જન્મ લીધાં છે. એમનાં અનેક જન્મો નાં અંત નો આ અંતિમ જન્મ છે. જે પહેલાં
નંબર માં હતાં તે હવે અંત માં છે તતત્વમ્. હું તો આવું છું સાધારણ તન માં. તમને
આવીને બતાવું છું - તમે કેવી રીતે ૮૪ જન્મ ભોગવ્યાં છે! સરદાર લોકો પણ સમજે છે એક
ઓમકાર પરમપિતા પરમાત્મા બાપ છે. એ બરોબર મનુષ્ય થી દેવતા બનાવવા વાળા છે. તો કેમ નહીં
આપણે પણ દેવતા બનીએ. જે દેવતા બન્યાં હશે તે એકદમ ચટકી પડશે. દેવી-દેવતા ધર્મ નાં
તો એક પણ પોતાને સમજતા નથી. બીજા ધર્મો ની હિસ્ટ્રી ખૂબ નાની છે. કોઈ ની ૫૦૦ વર્ષ
ની, કોઈ ની ૧૨૫૦ વર્ષ ની. તમારી હિસ્ટ્રી છે ૫ હજાર વર્ષ ની. દેવતા ધર્મવાળા જ
સ્વર્ગ માં આવશે. બીજા ધર્મવાળા તો આવે જ છે પછી થી. દેવતા ધર્મવાળા પણ બીજા ધર્મો
માં બદલાઈ ગયા છે ડ્રામા અનુસાર. પછી પણ આમ બદલાઈ જશે. ફરી પોત-પોતાના ધર્મ માં પાછા
આવશે.
બાપ સમજાવે છે - બાળકો,
તમે તો વિશ્વ નાં માલિક હતાં. તમે પણ સમજો છો બાબા સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા છે
તો અમે કેમ નહીં સ્વર્ગ માં હોઈશું, બાપ પાસે થી અમે વારસો જરુર લઈશું - તો આનાથી
સિદ્ધ થાય છે આપણા ધર્મ નાં છે. જે નહીં હશે તે આવશે જ નહીં. કહેશે પારકા ધર્મ માં
કેમ જઈએ? આપ બાળકો જાણો છો સતયુગ નવી દુનિયા માં દેવતાઓ ને બહુજ સુખ હતું, સોના નાં
મહેલ હતાં. સોમનાથ નાં મંદિર માં કેટલું સોનું હતું. આવો કોઈ બીજો ધર્મ હોતો જ નથી.
સોમનાથ મંદિર જેવું આટલું ભારે મંદિર કોઈ હશે નહીં. ખૂબ હીરા-ઝવેરાત હતાં. બુદ્ધ
વગેરે ને કોઈ હીરા-ઝવેરાત નાં મહેલ થોડી હશે? આપ બાળકો ને જે બાપે આટલાં ઊંચ બનાવ્યાં
છે એમની તમે કેટલી ઈજ્જત રાખી છે! ઈજ્જત રખાય છે ને? સમજે છે સારા કર્મ કરીને ગયા
છે. હમણાં તમે જાણો છો સૌથી સારા કર્મ પતિત-પાવન બાપ જ કરીને જાય છે. તમારો આત્મા
કહે છે સૌથી ઉત્તમ થી ઉત્તમ સેવા બેહદ નાં બાપ આવીને કરે છે. આપણને રંક થી રાવ,
બેગર થી પ્રિન્સ (ગરીબ થી રાજકુમાર) બનાવી દે છે. જે ભારત ને સ્વર્ગ બનાવે છે, એમની
હમણાં ઈજ્જત કોઈ નથી રાખતું. તમે જાણો છો ઊંચા માં ઊંચું મંદિર ગવાયેલું છે જેને
લૂંટી ગયાં. લક્ષ્મી-નારાયણ નાં મંદિર ને ક્યારેય કોઈએ લૂંટ્યું નથી. સોમનાથ નાં
મંદિર ને લૂંટ્યું છે. ભક્તિમાર્ગ માં પણ ખૂબ ધનવાન હોય છે. રાજાઓ માં પણ નંબરવાર
હોય છે ને? જે ઊંચ પદ વાળા હોય છે તો નાનાં પદ વાળા એમની ઈજ્જત રાખે છે. દરબાર માં
પણ નંબરવાર બેસે છે. બાબા તો અનુભવી છે ને? અહીં નો દરબાર છે પતિત રાજાઓ નો. પાવન
રાજાઓ નો દરબાર કેવો હશે? જ્યારે એમનાં પાસે આટલું ધન છે તો એમનાં ઘર પણ એટલાં સારા
હશે. હમણાં તમે જાણો છો બાપ આપણને ભણાવી રહ્યાં છે, સ્વર્ગ ની સ્થાપના કરાવી રહ્યાં
છે. આપણે મહારાણી-મહારાજા સ્વર્ગ નાં બનીએ છીએ પછી આપણે ઉતરતાં-ઉતરતાં ભક્ત બનીશું
તો પહેલાં-પહેલાં શિવબાબા નાં પુજારી બનીશું. જેમણે સ્વર્ગ નાં માલિક બનાવ્યાં એમની
જ પૂજા કરીશું. એ આપણને ખૂબ સાહૂકાર બનાવે છે. હમણાં ભારત કેટલું ગરીબ છે, જે જમીન
૫૦૦ રુપિયા માં લીધી હતી એની વેલ્યુ (કિંમત) આજે ૫ હજાર થી પણ અધિક થઈ ગઈ છે. આ બધી
છે આર્ટિફિશિયલ (બનાવટી) કિંમત. ત્યાં તો ધરતી નું મૂલ્ય હોતું નથી, જેમને જેટલી
જોઈએ લઈ લે. ઢેર ની ઢેર (ખૂબ) જમીન પડી હશે. મીઠી નદીઓ પર તમારા મહેલ હશે. મનુષ્ય
ખૂબ થોડા હશે. પ્રકૃતિ દાસી હશે. ફળ-ફૂલ ખૂબ સારા મળતા રહે છે. હમણાં તો કેટલી
મહેનત કરવી પડે છે તો પણ અન્ન નથી મળતું. મનુષ્ય ખૂબ ભૂખ-તરસ માં મરે છે. તો ગીત
સાંભળવાથી તમારા રોમાંચ ઉભા થઈ જવા જોઈએ. બાપ ને ગરીબ-નિવાઝ કહે છે. ગરીબ-નિવાઝ નો
અર્થ સમજ્યાં ને? કોને સાહૂકાર બનાવે છે? જરુર જે આવશે એમને સાહૂકાર બનાવશે ને? આપ
બાળકો જાણો છો - આપણને પાવન થી પતિત બનવામાં ૫ હજાર વર્ષ લાગે છે. હવે પછી ફટ થી
બાબા પતિત થી પાવન બનાવે છે. ઊંચે થી ઊંચા બનાવે છે, એક સેકન્ડ માં જીવનમુક્તિ મળી
જાય છે. કહે છે બાબા હું તમારો છું. બાપ કહે છે બાળકો, તમે વિશ્વ નાં માલિક છો.
બાળક જન્મ્યો અને વારીસ બન્યો. કેટલી ખુશી થાય છે! બાળકી ને જોઈ ચહેરો ઉતરી જાય છે.
અહીંયા તો બધા આત્માઓ બાળકો છે. હમણાં ખબર પડે છે કે આપણે ૫ હજાર વર્ષ પહેલાં
સ્વર્ગ નાં માલિક હતાં. બાબાએ એવાં બનાવ્યાં હતાં. શિવજયંતી પણ મનાવે છે પરંતુ આ નથી
જાણતા કે ક્યારે આવ્યાં હતાં? લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, આ પણ કોઈ નથી જાણતું.
જયંતી મનાવે છે ફક્ત લિંગ નાં મોટાં-મોટાં મંદિર બનાવે છે. પરંતુ એ કેવી રીતે આવ્યાં?
આવીને શું કર્યુ? કાંઈ પણ નથી જાણતાં, આને કહેવાય છે બ્લાઇન્ડ ફેથ, અંધશ્રદ્ધા.
તેમને આ ખબર જ નથી કે આપણો ધર્મ કયો છે? ક્યારે સ્થાપન થયો? બીજા ધર્મ વાળા ને ખબર
છે, બુદ્ધ ક્યારે આવ્યાં, તિથિ-તારીખ પણ છે. શિવબાબા ની, લક્ષ્મી-નારાયણ ની કોઈ
તિથિ-તારીખ નથી. ૫ હજાર વર્ષ ની વાત ને લાખો વર્ષ લખી દીધાં છે. લાખો વર્ષ ની વાત
કોઈને યાદ આવી શકશે? ભારત માં દેવી-દેવતા ધર્મ ક્યારે હતો, આ સમજતા નથી. લાખો વર્ષ
નાં હિસાબ થી તો ભારત ની આબાદી સૌથી મોટી હોવી જોઈએ. ભારત ની જમીન પણ સૌથી મોટી હોવી
જોઈએ. લાખો વર્ષ માં કેટલાં મનુષ્ય જન્મે, અસંખ્ય મનુષ્ય થઈ જાય. એટલાં તો નથી,
વધારે જ ઓછા થઈ ગયા છે, આ બધી વાતો બાપ સમજાવે છે. મનુષ્ય સાંભળે છે તો કહે છે આ
વાતો તો ક્યારેય સાંભળી નથી, નથી કોઈ શાસ્ત્ર માં વાંચી, આ વન્ડરફુલ (અદ્દભુત) વાતો
છે.
હમણાં આપ બાળકો ની
બુદ્ધિ માં આખાં ચક્ર નું જ્ઞાન છે. આ અનેક જન્મો નાં અંત નાં અંત માં હવે પતિત
આત્મા છે, જે સતોપ્રધાન હતાં સો હવે તમોપ્રધાન છે ફરી સતોપ્રધાન બનવાનું છે. આપ
આત્માઓ ને હવે શિક્ષા મળી રહી છે. આત્મા કાનો દ્વારા સાંભળે છે તો શરીર ઝૂલે છે
કારણકે આત્મા સાંભળે છે ને? બરોબર આપણે આત્માઓ ૮૪ જન્મ લઈએ છીએ. ૮૪ જન્મ માં ૮૪ મા-બાપ
જરુર મળ્યાં હશે. આ પણ હિસાબ છે ને? બુદ્ધિ માં આવે છે અમે ૮૪ જન્મ લઈએ છીએ પછી ઓછા
જન્મ વાળા પણ હશે. આમ થોડી બધાં ૮૪ જન્મ લેશે. બાપ સમજાવે છે શાસ્ત્રો માં શું-શું
લખી દીધું છે! તમારા માટે તો છતાં પણ ૮૪ જન્મ કહે, મારા માટે તો અગણિત, અસંખ્ય જન્મ
કહી દે છે. કણ-કણ માં પથ્થર-ભિત્તર માં ઠોકી દીધાં છે. બસ, જ્યાં જોઉં છું તું જ
તું. કૃષ્ણ જ કૃષ્ણ છે. મથુરા, વૃંદાવન માં આવું કહેતાં રહે છે. કૃષ્ણ જ સર્વવ્યાપી
છે. રાધા પંથી વાળા પછી કહેશે રાધા જ રાધા. તમે પણ રાધા, અમે પણ રાધા.
તો એક બાપ જ બરોબર
ગરીબ-નિવાઝ છે. ભારત જે સૌથી સાહૂકાર હતું, હમણાં સૌથી ગરીબ બન્યું છે એટલે મારે
ભારત માં જ આવવું પડે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આમાં જરા પણ ફરક નથી થઈ શકતો.
ડ્રામા જે શૂટ (નિશ્ચિત) થયો તે હૂબહૂ રિપીટ થશે, આમાં પાઈ નો પણ ફરક થઈ નથી શકતો.
ડ્રામા ની પણ ખબર હોવી જોઈએ. ડ્રામા એટલે ડ્રામા. તે હોય છે હદ નો ડ્રામા, આ છે
બેહદ નો ડ્રામા. આ બેહદ નાં ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને કોઈ નથી જાણતું. તો
ગરીબ-નિવાઝ નિરાકાર ભગવાન ને જ માનશે, શ્રીકૃષ્ણ ને નહીં માનશે. શ્રીકૃષ્ણ તો ધનવાન
સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) બને છે. ભગવાન ને તો પોતાનું શરીર નથી. એ આવીને આપ
બાળકો ને ધનવાન બનાવે છે, તમને રાજયોગ ની શિક્ષા આપે છે. ભણતર થી બેરિસ્ટર વગેરે
બનીને પછી કમાણી કરે છે. બાપ પણ તમને હમણાં ભણાવે છે. તમે ભવિષ્ય માં નર થી નારાયણ
બનો છો. તમારો જન્મ તો થશે ને? એવું તો નથી સ્વર્ગ કોઈ સમુદ્ર માંથી નીકળશે.
શ્રીકૃષ્ણએ પણ જન્મ લીધો ને? કંસપુરી વગેરે તો એ સમયે નહોતી. શ્રીકૃષ્ણ નું કેટલું
નામ ગવાય છે. એમનાં બાપ નું ગાયન જ નથી. એમનાં બાપ ક્યાં છે? જરુર શ્રીકૃષ્ણ કોઈનાં
બાળક હશે ને? શ્રીકૃષ્ણ જ્યારે જન્મ લે છે ત્યારે થોડાક પતિત પણ રહે છે. જ્યારે તે
બિલકુલ ખતમ થઈ જાય છે ત્યારે તે ગાદી પર બેસે છે. પોતાનું રાજ્ય લઈ લે છે, ત્યાર થી
જ એમનું સવંત શરુ થાય છે. લક્ષ્મી-નારાયણ થી જ સવંત શરુ થાય છે. તમે પૂરો હિસાબ લખો
છો. આમનું રાજ્ય આટલો સમય, પછી આમનો આટલો સમય, તો મનુષ્ય સમજશે - આ કલ્પ ની આયુ મોટી
હોય ન શકે. ૫ હજાર વર્ષ નો પૂરો હિસાબ છે. આપ બાળકો ની બુદ્ધિ માં આવે છે ને? આપણે
કાલે સ્વર્ગ નાં માલિક હતાં. બાપે બનાવ્યું હતું ત્યારે તો એમની આપણે શિવ જયંતી
મનાવી રહ્યાં છીએ. તમે બધાને જાણો છો. ક્રાઈસ્ટ, ગુરુનાનક વગેરે પછી ક્યારે આવશે, આ
તમને જ્ઞાન છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી હૂબહૂ રિપીટ થાય છે. આ ભણતર કેટલું સહજ
છે. તમે સ્વર્ગ ને જાણો છો, બરોબર ભારત સ્વર્ગ હતું. ભારત અવિનાશી ખંડ છે. ભારત જેવી
મહિમા બીજા કોઈની હોય ન શકે. બધાને પતિત થી પાવન બનાવવા વાળા એક જ બાપ છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ડ્રામા નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બુદ્ધિ માં રાખતા બધી ચિંતાઓ છોડી દેવાની છે. એક સતોપ્રધાન
બનવાની ચિંતા રાખવાની છે.
2. ગરીબ-નિવાઝ બાબા
ભારત ને ગરીબ થી સાહૂકાર બનાવવા આવ્યાં છે, એમનાં પૂરે-પૂરાં મદદગાર બનવાનું છે.
પોતાની નવી દુનિયા ને યાદ કરી સદા ખુશી માં રહેવાનું છે.
વરદાન :-
દિલ માં સદા
એક રામ ને વસાવીને સાચ્ચી સેવા કરવા વાળા માયાજીત , વિજયી ભવ
હનુમાન ની વિશેષતા
દેખાડે છે કે તે સદા સેવાધારી, મહાવીર હતાં, એટલે પોતે ન બળ્યાં પરંતુ પૂંછડી દ્વારા
લંકા બાળી દીધી. તો અહીં પણ જે સદા સેવાધારી છે તે જ માયા નાં અધિકાર ને ખતમ કરી શકે
છે. જે સેવાધારી નથી તે માયા નાં રાજ્ય ને બાળી નથી શકતાં. હનુમાન નાં દિલ માં સદા
એક રામ વસતા હતાં. તો બાપ સિવાય બીજું કોઈ દિલ માં ન હોય, પોતાનાં દેહ ની સ્મૃતિ પણ
ન હોય ત્યારે માયાજીત, વિજયી બનશો.
સ્લોગન :-
જેમ આત્મા અને
શરીર કમ્બાઇન્ડ છે એમ તમે બાપ ની સાથે કમ્બાઇન્ડ રહો.
આ અવ્યક્ત ઈશારા -
એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
સંગઠન માં દરેક ની
વિશેષતા ને જોવી, વિશેષતા જ ગ્રહણ કરવી અને કમજોરીઓ ને ખતમ કરવાનો પ્રયત્ન કરવો - આ
જ વિધિ છે, એકતા ના સંગઠન ને મજબૂત કરવાની. જેવી રીતે તમારા બધાનું ઉઠવાનું, બોલવાનું,
ચાલવાનું એક જેવું છે અથવા બધાની એક જેવી વાતો, એક જ ગતિ, એક જ રીત, એક જ નીતિ છે,
એવી રીતે જ સંસ્કાર પણ સમાન દેખાય. ભિન્નતા હોવા છતાં પણ એક-બીજા માં વિશ્વાસ રાખી
બધાનાં વિચારો ને સત્કાર આપો, આ જ એકતા નો આધાર છે.