06-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સાચાં
સૈલવેશન આર્મી ( મુક્તિ સેના ) બની સૌને આ પાપ ની દુનિયા થી પુણ્ય ની દુનિયા માં લઈ
જવાના છે , સૌનાં ડૂબેલા બેડા ને પાર લગાવવાના છે”
પ્રશ્ન :-
કયો નિશ્ચય દરેક બાળક
ની બુદ્ધિ માં નંબરવાર બેસે છે?
ઉત્તર :-
પતિત-પાવન આપણા મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાબા, આપણને સ્વર્ગ નો વારસો આપી રહ્યાં
છે, આ નિશ્ચય દરેક ની બુદ્ધિ માં નંબરવાર બેસે છે. જો પૂરો નિશ્ચય કોઈને થઈ પણ જાય
તો માયા સામે ઉભી છે. બાપ ને ભૂલી જાય છે, ફેલ થઈ જાય છે. જેમને નિશ્ચય બેસી જાય છે
તે પાવન બનવાના પુરુષાર્થ માં લાગી જાય છે. બુદ્ધિ માં રહે છે, હવે તો ઘરે જવાનું
છે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકિલધા બાળકો પ્રત્યે ગુડમોર્નિંગ. બાળકો આ તો જાણે છે કે સતયુગ માં સદૈવ
ગુડમોર્નિંગ, ગુડ ડે, ગુડ એવરીથિંગ, ગુડનાઈટ, બધું ગુડ જ ગુડ (શુભ) છે. અહીં તો નથી
ગુડ મોર્નિંગ, નથી ગુડનાઈટ. સૌથી ખરાબ છે નાઈટ. તો સૌથી સારું શું છે? સવાર. જેને
અમૃતવેલા કહેવાય છે. તમારો દરેક સમય શુભ જ શુભ છે. બાળકો જાણે છે કે આ સમયે આપણે
યોગ-યોગેશ્વર અને યોગ-યોગેશ્વરી છીએ. ઈશ્વર જે તમારા બાપ છે, એ આવીને યોગ શીખવાડે
છે અર્થાત્ આપ બાળકો નો એક ઈશ્વર સાથે યોગ છે. આપ બાળકો ને યોગેશ્વર નાં પછી
જ્ઞાન-જ્ઞાનેશ્વર બાપ ની ખબર પડી છે. યોગ લાગ્યો પછી બાપ તમને આખાં ચક્ર નું જ્ઞાન
સમજાવે છે, જેનાથી તમે પણ જ્ઞાન-જ્ઞાનેશ્વર બનો છો. ઈશ્વર બાપ, બાળકો ને આવીને
જ્ઞાન અને યોગ શીખવાડે છે. કયાં ઈશ્વર? નિરાકાર બાપ. હવે બુદ્ધિ થી કામ લો. ગુરુ
લોકોની તો અનેક મત છે. કોઈ કહેશે શ્રીકૃષ્ણ સાથે યોગ લગાવો, પછી તેમનું ચિત્ર પણ
આપશે. કોઈ સાંઈ બાબા, કોઈ મહર્ષિ બાબા, કોઈ મુસલમાન નાં, કોઈ પારસી નાં, બધાને
બાબા-બાબા કહેતાં રહે છે. કહેશે બધા ભગવાન જ ભગવાન છે. હવે તમે જાણો છો મનુષ્ય
ભગવાન હોઈ ન શકે. આ લક્ષ્મી-નારાયણ ને પણ ભગવાન-ભગવતી ન કહી શકાય. ભગવાન તો એક
નિરાકાર છે. એ આપ સર્વ બાળકો નાં બાપ છે, એમને કહેવાય છે શિવબાબા. તમે જ જન્મ
જન્માંતર સત્સંગ કરતા આવ્યાં. કોઈ ન કોઈ સંન્યાસી, સાધુ, પંડિત વગેરે જરુર હશે. લોકો
જાણે છે કે આ અમારા ગુરુ છે. અમને કથા સંભળાવી રહ્યાં છે. સતયુગ માં કથાઓ વગેરે હોતી
નથી. બાપ સમજાવે છે ફક્ત ભગવાન કે ઈશ્વર કહેવાથી રસના નથી આવતી. એ બાપ છે તો બાબા
કહેવાથી સંબંધ સ્નેહપૂર્ણ થઈ જાય છે. તમે જાણો છો અમે બાબા-મમ્મા નાં બાળકો બન્યાં
છીએ, જેમનાં દ્વારા અમને સ્વર્ગ નું સુખ મળે છે. આવો કોઈ પણ સત્સંગ હશે નહીં, જે
સમજતા હોય કે અમે આ સત્સંગ થી મનુષ્ય થી દેવતા અથવા નર્કવાસી થી સ્વર્ગવાસી બનીએ
છીએ. હમણાં તમારો સત્ બાપ નાં સાથે સંગ છે બીજા બધાનો અસત્ય નાં સાથે સંગ કહેવાય
છે. ગવાય પણ છે સત્સંગ તારે… શરીરધારી સંગ ડુબાડે. બાપ કહે છે આત્મ-અભિમાની,
દેહી-અભિમાની બનો. હું આપ બાળકો, આત્માઓ ને શીખવાડું છું. આ રુહાની નોલેજ રુહો
પ્રત્યે સુપ્રીમ રુહ આવીને આપે છે. બાકી બધો છે ભક્તિમાર્ગ. તે કોઈ જ્ઞાન માર્ગ નથી.
બાપ કહે છે હું બધા વેદો-શાસ્ત્રો ને, સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણવા વાળો છું.
ઓથોરિટી (સત્તા) હું છું. તે છે ભક્તિમાર્ગ ની ઓથોરિટી. ખૂબ શાસ્ત્ર વગેરે વાંચે છે
તો એમને કહેવાય છે શાસ્ત્રો ની ઓથોરિટી. તમને બાપ સાચ્ચું આવીને સંભળાવે છે. હમણાં
તમે જાણો છો સત્ નો સંગ તારે…જુઠ્ઠ નો સંગ ડુબાડે. હમણાં બાપ આપ બાળકો દ્વારા ભારત
ને સૈલવેજ (મુક્ત) કરી રહ્યાં છે. તમે છો રુહાની મુક્તિ સેના. મુક્ત કરો છો. બાપ કહે
છે કે ભારત જે સ્વર્ગ હતું તે હવે નર્ક બન્યું છે. ડૂબેલું છે. બાકી કોઈ એમ સાગર
નાં નીચે નથી. તમે સતોપ્રધાન થી તમોપ્રધાન બનો છો. સતયુગ-ત્રેતા છે સતોપ્રધાન. આ
મોટી સ્ટીમર છે. તમે સ્ટીમર માં બેઠાં છો. આ પાપ ની નગરી છે કારણકે બધા પાપ આત્માઓ
છે. હકીકત માં ગુરુ એક છે. એમને કોઈ જાણતું નથી. હંમેશા કહે છે - ઓ ગોડ ફાધર. એવું
નથી કહેતાં ગોડ ફાધર કમ પ્રિસેપ્ટર. ના, ફક્ત ફાધર કહે છે. એ પતિત-પાવન છે, તો ગુરુ
પણ થઈ ગયાં. સર્વ નાં પતિત-પાવન સદ્દગતિ દાતા એક છે. આ પતિત દુનિયા માં કોઈ પણ
મનુષ્ય સદ્દગતિ દાતા કે પતિત-પાવન હોઈ ન શકે. બાપ કહે છે કેટલી એડલટ્રેશન (ભેળસેળ),
કરપ્શન (ભ્રષ્ટાચાર) છે. હવે મારે કન્યાઓ માતાઓ દ્વારા બધાનો ઉદ્ધાર કરવાનો છે.
તમે બધા
બ્રહ્માકુમાર-કુમારીઓ ભાઈ-બહેન થઈ ગયાં. નહીં તો દાદા નો વારસો કેવી રીતે મળે? દાદા
પાસે થી વારસો મળે છે ૨૧ પેઢી અર્થાત્ સ્વર્ગ ની રાજાઈ. કમાણી કેટલી ઊંચી છે. આ છે
સાચ્ચી કમાણી, સાચાં બાપ દ્વારા. બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે.
પ્રેક્ટિકલ કરીને દેખાડવા વાળા છે. એવું નથી કે ગુરુ મરી ગયા તો ચેલા ને ગાદી મળે.
તે છે શરીરધારી ગુરુ. આ છે રુહાની ગુરુ. સારી રીતે આ વાત ને સમજવાની છે, આ બિલકુલ
નવી વાતો છે. તમે જાણો છો આપણને કોઈ મનુષ્ય નથી ભણાવતા, આપણને શિવબાબા જ્ઞાન નાં
સાગર, પતિત-પાવન આ શરીર દ્વારા ભણાવે છે. તમારી બુદ્ધિ શિવબાબા તરફ છે. તે સત્સંગો
માં મનુષ્ય તરફ બુદ્ધિ જશે. તે બધો છે ભક્તિમાર્ગ. હવે તમે ગાઓ છો તુમ માતા-પિતા હમ
બાલક તેરે… આ તો એક છે ને? પરંતુ બાબા કહે છે કે હું કેવી રીતે આવીને તમને પોતાનાં
બનાવું? હું તમારો પિતા છું. તો આમનાં તન નો આધાર લઉં છું. તો આ (બ્રહ્મા) મારી
સ્ત્રી પણ છે, તો બાળક પણ છે. આમનાં દ્વારા શિવબાબા બાળકો ને એડોપ્ટ કરે છે તો આ
મોટી મમ્મા થઈ ગઈ. આમની કોઈ માતા નથી. સરસ્વતી ને જગત અંબા કહેવાય છે. એને તમારી
સંભાળ કરવા માટે મુકરર (નિમિત્ત) કર્યા. સરસ્વતી જ્ઞાન-જ્ઞાનેશ્વરી, આ છે નાની મમ્મા.
આ બહુજ ગુહ્ય વાતો છે. તમે હમણાં આ ગુહ્ય ભણતર ભણી રહ્યાં છો, તમારે સન્માન સાથે
પાસ થવાનું છે. આ લક્ષ્મી-નારાયણ સન્માન સાથે પાસ થયા છે. એમને સૌથી મોટી સ્કોલરશિપ
મળી છે. કોઈ સજા ખાવી ન પડી. બાપ કહે છે જેટલું થઈ શકે યાદ કરો. આને ભારત નો
પ્રાચીન યોગ કહેવાય છે. બાપ કહે છે તમને બધા વેદો-શાસ્ત્રો નો સાર સંભળાવું છું.
મેં તમને રાજયોગ શીખવાડયો, જેનાથી તમે પ્રારબ્ધ મેળવી. પછી જ્ઞાન ખલાસ થઈ ગયું, પછી
પરંપરા કેવી રીતે ચાલી શકે? ત્યાં કોઈ શાસ્ત્ર વગેરે હોતાં નથી બીજા ધર્મ વાળા
ઈસ્લામી, બૌદ્ધિ વગેરે જે છે એમનું જ્ઞાન ગુમ નથી થતું. એમની પરંપરા ચાલે છે. બધાને
ખબર છે. પરંતુ બાપ કહે છે હું તમને જે જ્ઞાન સંભળાવું છું તે કોઈ જાણતું નથી. ભારત
દુઃખી બની જાય છે, એને આવીને સદા સુખી બનાવું છું. બાપ કહે છે - હું સાધારણ તન માં
બેઠો છું. તમારો બુદ્ધિયોગ બાપ ની સાથે રહે. આત્માઓ નાં બાપ છે પરમપિતા પરમાત્મા.
સર્વ બાળકોનાં એ બાપ છે, એમનાં બધા બાળકો થયાં ને? બધા આત્માઓ આ સમયે પતિત છે. બાપ
કહે છે - હું પ્રેક્ટિકલ માં આવ્યો છું. વિનાશ સામે છે. જાણો છો આગ લાગશે. બધાનાં
શરીર ખતમ થઈ જશે. સર્વ આત્માઓએ જવાનું છે પાછા ઘરે. એવું નથી કે બ્રહ્મ માં લીન થઈ
જશે અથવા જ્યોતિ માં સમાઈ જશે. બ્રહ્મ-સમાજી પછી જ્યોતિ પ્રગટાવે છે. એને બ્રહ્મ
મંદિર કહી દે છે. હકીકત માં છે બ્રહ્મ મહતત્વ, જ્યાં સર્વ આત્માઓ રહે છે. આપણું
પહેલું મંદિર તે છે. પવિત્ર આત્માઓ ત્યાં રહે છે. આ વાતો કોઈ મનુષ્ય સમજતા નથી.
જ્ઞાન નાં સાગર બાપ આપ બાળકો ને સમજાવે છે કે હવે છો તમે જ્ઞાન-જ્ઞાનેશ્વર પછી બનો
છો રાજ-રાજેશ્વર. તમારી બુદ્ધિ માં છે કે પતિત-પાવન મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાબા
આવીને આપણને સ્વર્ગ નો વારસો આપી રહ્યાં છે. ઘણાની બુદ્ધિ માં આ પણ બેસતું નથી. આટલાં
બેઠાં છે, આમાં કોઈ ૧૦૦ ટકા નિશ્ચયબુદ્ધિ નથી. કોઈ ૮૦ ટકા છે, કોઈ ૫૦ ટકા છે, કોઈ
તે પણ નથી. તે તો બિલકુલ નાપાસ થયાં. નંબરવાર જરુર છે. ઘણાં છે જેમને નિશ્ચય નથી.
કોશિશ કરે છે કે નિશ્ચય થઈ જાય. સારું, નિશ્ચય થઈ પણ જાય પરંતુ માયા કઠોર (બળવાન)
છે. બાબા ને ભૂલી જાય છે. આ બ્રહ્મા પોતે કહે છે કે હું પૂરો ભગત હતો. ૬૩ જન્મ ભક્તિ
કરી છે, તત્ ત્વમ્. તમે પણ ૬૩ જન્મ ભક્તિ કરી છે. ૨૧ જન્મ સુખ મેળવ્યું પછી ભગત
બન્યાં છો. ભક્તિ પછી છે વૈરાગ. સંન્યાસી લોકો પણ આ બધા શબ્દ કહે છે કે જ્ઞાન, ભક્તિ
અને વૈરાગ. તેમને વૈરાગ આવે છે ઘરબાર થી. તેને હદ નો વૈરાગ કહેવાય છે અને તમારો છે
બેહદ નો વૈરાગ. સંન્યાસી ઘરબાર છોડી જંગલ માં ચાલ્યાં જતા હતાં. હવે તો કોઈ જંગલ
માં નથી. બધી ઝુપંડીઓ ખાલી પડી છે કારણકે પહેલાં સતોપ્રધાન હતાં, હવે તે તમોપ્રધાન
થઈ ગયા છે. હવે એમનામાં કોઈ તાકાત નથી. લક્ષ્મી-નારાયણ ની રાજધાની માં જે તાકાત હતી,
તે પુનર્જન્મ લેતાં-લેતાં હવે જુઓ તે ક્યાં આવીને પહોંચ્યાં છે. થોડી પણ તાકાત નથી.
અહીં ની ગવર્મેન્ટ પણ કહે છે અમે ધર્મ ને નથી માનતાં. ધર્મ માં જ ખૂબ નુકસાન છે,
લડતાં-ઝઘડતાં, કોન્ફરન્સ (સંમેલન) કરતા રહે કે બધા ધર્મ વાળા એક મત થઈ જાય. પરંતુ
પૂછો એક કેવી રીતે થઈ શકશે. હવે તો બધા પાછા જવાનાં છે. બાબા આવ્યાં છે, આ દુનિયા
હવે કબ્રિસ્તાન બનવાની છે. બાકી આ તો વિવિધતા નું ઝાડ છે. તો એક કેવી રીતે થશે,
કાંઈ પણ સમજતા નથી. ભારત માં એક ધર્મ હતો, એને કહેવાય અદ્વૈત મત વાળા દેવતાઓ. દ્વૈત
એટલે દૈત્ય. બાબા કહે છે તમારો આ ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. તમે જાણો છો કે
પુનર્જન્મ લઈ આપણે ફરી ૮૪ જન્મ ભોગવવાના છે. નિશ્ચય થાય કે આપણે જ ૮૪ જન્મ ભોગવ્યા
છે. આપણે જ જવાનું છે અને ફરી આવવાનું છે. ભારતવાસીઓ ને જ સમજાવે છે કે તમે ૮૪ જન્મ
પૂરાં કર્યા છે. હવે તમારો આ અનેક જન્મો નાં અંત નો જન્મ છે. ફક્ત એક ને નથી કહેતાં,
પાંડવ સેના ને સમજાવે છે કે તમે પન્ડા છો. તમે રુહાની યાત્રા શીખવાડો છો એટલે પાંડવ
સેના કહેવાય છે. રાજ્ય હમણાં નથી કૌરવો નું, નથી પાંડવો નું. તે પણ પ્રજા તમે પણ
પ્રજા છો. કહે છે કૌરવ-પાંડવ ભાઈ-ભાઈ, પાંડવો ની તરફ છે પરમપિતા પરમાત્મા. બાપ જ
આવીને માયા પર જીત મેળવતા શીખવાડે છે. તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા અહિંસક
છો. અહિંસા પરમો ધર્મ. મુખ્ય વાત છે કામ-કટારી ન ચલાવવી. ભારતવાસી સમજે છે કે ગાય
નો વધ ન કરવો - આ જ અહિંસા છે, પરંતુ બાબા કહે છે - કામ કટારી ન ચલાવો, આને જ મોટા
માં મોટી હિંસા કહેવાય છે. સતયુગ માં નથી કામ-કટારી, નથી લડાઈ-ઝઘડા ચાલતાં. અહીં તો
બંને છે. કામ-કટારી જ આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. તમે સીડી ઉતરો છો. ૮૪ જન્મ આપ
ભારતવાસીઓએ લીધાં છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી પુનર્જન્મ લો છો. એક-એક
જન્મ એક-એક સીડી છે. અહીં થી તમે એકદમ જમ્પ મારો છો ઉપર. ૮૪ સીડી ઉતરવામાં તમને ૫
હજાર વર્ષ લાગે છે અને અહીં થી પછી તમે સેકન્ડ માં ચઢી જાઓ છો. સેકન્ડ માં
જીવનમુક્તિ કોણ આપે? બાપ. હમણાં બધા એકદમ રસ્તા માં પડ્યાં છે. હવે બાપ કહે છે ફક્ત
મને યાદ કરો. આ બુદ્ધિ માં યાદ રાખવાનું છે હવે નાટક પૂરું થયું, આપણે પાછા ઘરે
જવાનું છે. આપણે પોતાનાં બાપ ને અને ઘર ને યાદ કરવાનાં છે. પહેલાં બાબા ને યાદ કરો,
એ જ તમને ઘર નો રસ્તો બતાવે છે. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ થશે. બ્રહ્મ ને યાદ
કરવાથી એક પણ પાપ કપાશે નહીં. પતિત-પાવન પરમાત્મા જ છે. એ કેવી રીતે પાવન બનાવે છે
- આ દુનિયા માં કોઈ સમજી ન શકે. બાપે આવીને સ્વર્ગ ની સ્થાપના જરુર કરવાની છે. બાપ
આવ્યાં છે તો આપ બાળકો જયંતી મનાવો છો. ક્યારે આવ્યાં, આ કહી ન શકાય કે આ ઘડી, આ
તિથિ-તારીખે આવ્યાં. શિવબાબા ક્યારે આવ્યાં, કેવી રીતે કહી શકાય? સાક્ષાત્કાર ખૂબ
થાય છે. પહેલાં આપણે સર્વવ્યાપી સમજતા હતાં અથવા કહી દેતા હતાં આત્મા એ જ પરમાત્મા
છે. હવે યથાર્થ ખબર પડી છે. બાબા દિવસે-દિવસે ગુહ્ય વાતો સંભળાવતા રહે છે. આપ
સાધારણ બાળકો કેટલું ઊંચું જ્ઞાન ભણી રહ્યાં છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સન્માન સાથે
પાસ થવા માટે સજાઓ થી છૂટવાનો પુરુષાર્થ કરવાનો છે. યાદ માં રહેવાથી જ સ્કોલરશિપ
લેવાના અધિકારી બની શકશો.
2. સાચાં-સાચાં પાંડવ
બની બધાને રુહાની યાત્રા કરાવવાની છે. કોઈ પણ પ્રકાર ની હિંસા નથી કરવાની.
વરદાન :-
લાઈટ - હાઉસ
ની સ્થિતિ દ્વારા પાપ નાં કર્મો ને સમાપ્ત કરવા વાળા પુણ્ય આત્મા ભવ
જ્યાં લાઈટ હોય છે
ત્યાં કોઈ પણ પાપ નાં કર્મ નથી થતાં. તો સદા લાઈટ-હાઉસ સ્થિતિ માં રહેવા થી માયા
કોઈ પાપ કર્મ નથી કરાવી શકતી, સદા પુણ્ય આત્મા બની જશો. પુણ્ય આત્મા સંકલ્પ માં પણ
કોઈ પાપ કર્મ નથી કરતાં. જ્યાં પાપ હોય છે ત્યાં બાપ ની યાદ નથી હોતી. તો દૃઢ
સંકલ્પ કરો કે હું પુણ્ય આત્મા છું, પાપ મારી સામે આવી ન શકે. સ્વપ્ન અથવા સંકલ્પ
માં પણ પાપ ને આવવા ન દો.
સ્લોગન :-
જે દરેક દૃશ્ય
ને સાક્ષી થઈને જુએ છે તે સદા હર્ષિત રહે છે.
આ અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
નિશ્ચયબુદ્ધિ બાળકો
સદા હર્ષિત અને નિશ્ચિંત રહે છે. ચિંતા ખુશી ને ખતમ કરે છે અને નિશ્ચિંત છે તો સદા
ખુશી રહેશે, જ્યારે કોઈ પણ વાત માં કેમ થયું, કેવી રીતે થયું, શું થશે…? આ પ્રશ્ન
આવે છે ત્યારે ચિંતા થાય છે. શું, કેમ, કેવી રીતે- એ ચિંતા ની લહેર છે. ઘણાં પછી કહે
છે કે મારી સાથે જ કેમ થાય છે? મારી પાછળ બંધન કેમ છે? મારી પાછળ માયા કેમ આવે છે?
મારા જ હિસાબ-કિતાબ કઠોર છે, કેમ? તો ‘કેમ’ આવવું એટલે ચિંતા ની લહેર. જે આ ચિંતા
થી પરે છે તે જ નિશ્ચિંત છે.