06-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
જ્યારે તમે સંપૂર્ણ પાવન બનશો ત્યારે જ બાપ તમારી બલિહારી સ્વીકાર કરશે , પોતાનાં
દિલ થી પૂછો કે અમે કેટલાં પાવન બન્યાં છીએ ?”
પ્રશ્ન :-
આપ બાળકો હમણાં
ખુશી-ખુશી થી બાપ પર બલિ ચઢો છો - શા માટે?
ઉત્તર :-
કારણકે તમે જાણો છો, હમણાં અમે બલિહાર થઈએ છીએ તો બાપ ૨૧ જન્મ માટે બલિહાર થાય છે.
આપ બાળકોને આ પણ ખબર છે કે હમણાં આ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ માં બધાં મનુષ્ય-માત્ર
ને સ્વાહા થવાનું જ છે એટલે તમે પહેલાં થી જ ખુશી-ખુશી થી પોતાનું તન-મન-ધન સર્વ
સ્વાહા કરી સફળ કરી લો છો.
ગીત :-
મુખડા દેખલે
પ્રાણી જરા…
ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ.
જરુર પોતાનાં બાળકો પ્રતિ જ જ્ઞાન શીખવાડે છે કે શ્રીમત આપે છે - હે બાળકો અથવા હે
પ્રાણી, શરીર થી પ્રાણ નીકળી જાય છે કે આત્મા નીકળી જાય છે, એક જ વાત છે. હે પ્રાણી
અથવા હે બાળકો, તમે જોયું કે મારા જીવન માં કેટલાં પાપ હતાં અને કેટલાં પુણ્ય હતાં?
હિસાબ તો બતાવી દીધો છે - તમારા જીવન માં અડધોકલ્પ પુણ્ય, અડધોકલ્પ પાપ થાય છે.
પુણ્ય નો વારસો બાપ પાસેથી મળે છે, જેમને રામ કહે છે. રામ, નિરાકાર ને કહેવાય છે, ન
કે સીતા વાળા રામ ને. તો હવે આપ બાળકો જે આવીને બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ બન્યાં
છો, તમારી બુદ્ધિ માં આવ્યું છે બરોબર અડધોકલ્પ અમે પુણ્ય-આત્મા જ હતાં પછી
અડધોકલ્પ પાપ-આત્મા બન્યાં. હમણાં પુણ્ય-આત્મા બનવાનું છે. કેટલાં પુણ્યાત્મા બન્યાં
છીએ, તે દરેક પોતાનાં દિલ થી પૂછે. પાપ-આત્મા થી પુણ્ય-આત્મા કેવી રીતે બનશો… તે પણ
બાપે સમજાવ્યું છે. યજ્ઞ, તપ વગેરે થી તમે પુણ્ય-આત્મા નહીં બનશો, તે છે ભક્તિમાર્ગ,
એનાંથી કોઈ પણ મનુષ્ય પુણ્ય-આત્મા નથી બનતું. હમણાં આપ બાળકો સમજો છો, અમે
પુણ્ય-આત્મા બની રહ્યાં છીએ. આસુરી મત થી પાપ-આત્મા બનતાં-બનતાં સીડી ઉતરતા જ આવ્યાં
છીએ. કેટલો સમય આપણે પુણ્ય-આત્મા બનીએ છીએ કે સુખ નો વારસો લઈએ છીએ - આ કોઈને ખબર
નથી. એ બાપ ને યાદ તો બધાં મનુષ્ય કરે છે, એમને જ પરમપિતા પરમાત્મા કહેવાય છે.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પરમાત્મા નહીં કહેશે બીજા કોઈ ને પરમાત્મા નથી કહી શકાતું.
ભલે આ સમયે તમે પ્રજાપિતા બ્રહ્મા કહો છો પરંતુ પ્રજાપિતા ને ક્યારેય ભક્તિમાર્ગ
માં યાદ નથી કરતાં. યાદ બધાં તો પણ નિરાકાર બાપ ને જ કરે છે - ઓ ગોડ ફાધર, ઓ ભગવાન
શબ્દ જ નીકળે છે. એક ને જ યાદ કરે છે. મનુષ્ય પોતાને ગોડ ફાધર કહી ન શકે. ન
બ્રહ્મા-વિષ્ણુ-શંકર પોતાને ગોડ ફાધર કહી શકે છે. એમનાં શરીર નાં નામ તો છે ને! એક
જ ગોડ ફાધર છે, એમને પોતાનું શરીર નથી. ભક્તિમાર્ગ માં પણ શિવની ખુબ જ પૂજા કરે છે.
હમણાં આપ બાળકો જાણો છો - શિવબાબા આ શરીર દ્વારા આપણી સાથે વાત કરે છે - હે બાળકો,
કેટલાં પ્રેમ થી કહે છે સમજે છે, હું સર્વ નો પતિત-પાવન સદ્દગતિ દાતા છું. મનુષ્ય
બાપ ની મહિમા કરે છે ને પરંતુ એમને આ ખબર નથી કે ૫૦૦૦ વર્ષ પછી આવે છે. જરુર જ્યારે
કળિયુગ નો અંત હશે ત્યારે જ તો આવશે. હમણાં કળિયુગ નો અંત છે તો જરુર હમણાં આવેલાં
છે. તમને કૃષ્ણ નથી ભણાવતાં. શ્રીમત મળે છે, શ્રીમત કોઈ શ્રીકૃષ્ણ ની નથી.
શ્રીકૃષ્ણ નો આત્મા પણ શ્રીમત થી તો દેવતા બન્યો હતો પછી ૮૪ જન્મ લઇ હમણાં તમે આસુરી
મત નાં બન્યાં છો. બાપ કહે છે - હું આવું જ ત્યારે છું જ્યારે તમારું ચક્ર પૂરું
થાય છે. તમે જે શરું માં આવ્યાં હતાં, હવે જડજડીભૂત અવસ્થા માં છો. ઝાડ જૂનું
જડજડીભૂત થાય છે તો આખું ઝાડ એવું થઈ જાય છે. બાપ સમજાવે છે - તમારા તમોપ્રધાન
બનવાથી બધાં તમોપ્રધાન બની ગયાં છે. આ મનુષ્ય સૃષ્ટિ નું, વિવિધ ધર્મો નું ઝાડ છે,
આને ઉલ્ટું ઝાડ કહે છે, આનું બીજ ઉપર માં છે. એ બીજ થી જ આખું ઝાડ નીકળે છે. મનુષ્ય
કહે પણ છે “ગોડ ફાધર”. આત્મા કહે છે, આત્મા નું નામ આત્મા જ છે. આત્મા શરીર માં આવે
છે તો શરીર નું નામ રખાય છે, ખેલ ચાલે છે. આત્માઓની દુનિયામાં ખેલ નથી ચાલતો. રમત
ની જગ્યા જ આ છે. નાટક માં લાઈટ વગેરે બધું હોય છે. બાકી જ્યાં આત્માઓ રહે છે, ત્યાં
સૂર્ય-ચાંદ નથી, ડ્રામા નો ખેલ નથી ચાલતો. રાત-દિવસ અહીં હોય છે. સૂક્ષ્મવતન કે
મૂળવતન માં રાત-દિવસ નથી હોતાં, કર્મક્ષેત્ર આ છે. આમાં મનુષ્ય સારા કર્મ પણ કરે
છે, ખરાબ કર્મ પણ કરે છે. સતયુગ-ત્રેતા માં સારા કર્મ હોય છે કારણકે ત્યાં પ વિકાર
રુપી રાવણ નું રાજ્ય જ નથી. બાપ બેસી કર્મ, અકર્મ, વિકર્મ નાં રહસ્ય બતાવે છે. કર્મ
તો કરવાનાં જ છે, આ કર્મક્ષેત્ર છે. સતયુગ માં મનુષ્ય જે કર્મ કરે છે તે અકર્મ થઈ
જાય છે. ત્યાં રાવણ રાજ્ય જ નથી, એને સ્વર્ગ કહેવાય છે. આ સમયે સ્વર્ગ નથી. સતયુગ
માં એક જ ભારત હતું બીજો કોઈ ખંડ નહોતો. હેવનલી ગોડ ફાધર કહે છે તો બાપ જરુર સ્વર્ગ
જ રચશે. આ બધાં દેશ વાળા જાણે છે કે ભારત પ્રાચીન દેશ છે. પહેલાં-પહેલાં ફક્ત ભારત
જ હતું, આ કોઈ નથી જાણતું. હમણાં તો નથી ને. આ છે જ ૫ હજાર વર્ષ ની વાત. કહે પણ છે
ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું. રચયિતા જરુર રચના રચશે.
તમોપ્રધાન બુદ્ધિ હોવાનાં કારણે આટલું પણ નથી સમજતાં. ભારત તો સૌથી ઉંચ ખંડ છે.
પહેલો સંપ્રદાય છે, મનુષ્ય સૃષ્ટિ નો. આ પણ ડ્રામા બનેલો છે. સાહૂકાર ગરીબો ને મદદ
કરે છે, આ પણ ચાલ્યું આવે છે. ભક્તિમાર્ગ માં પણ સાહૂકાર ગરીબો ને દાન કરે છે. પરંતુ
આ છે જ પતિત દુનિયા. તો જે, જે કંઈ પણ દાન-પુણ્ય કરે છે, પતિત જ કરે છે, જેને દાન
કરે છે તે પણ પતિત છે. પતિત, પતિત ને દાન કરશે, એનું ફળ શું પામશે. ભલે કેટલું પણ
દાન-પુણ્ય કરતાં આવ્યાં છે, તો પણ ઉતરતાં આવ્યાં છે. ભારત જેવો દાની ખંડ બીજો કોઈ
નથી હોતો. આ સમયે તમારું જે પણ તન, મન, ધન છે, બધું આમાં સ્વાહા કરો છો, આને કહેવાય
છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી જ્ઞાન યજ્ઞ. આત્મા કહે છે - આ જે જૂનું શરીર છે, આને પણ
અહીં સ્વાહા કરવાનું છે કારણ કે તમે જાણો છો - આખી દુનિયાનાં મનુષ્ય-માત્ર આમાં
સ્વાહા થાય છે, એટલે અમે કેમ નહીં ખુશી થી બાબા પર બલિ ચઢી જઈએ. આત્મા જાણે છે - અમે
બાપ ને યાદ કરીએ છીએ. કહેતાં પણ આવ્યાં છે, બાબા તમે જ્યારે આવશો તો અમે બલિહાર જઈશું
કારણ કે હવે અમારા બલિહાર થવાથી તમે પછી ૨૧ જન્મ માટે બલિહાર થશો. આ સોદાગરી છે. અમે
તમારા પર બલિહાર જઈએ છીએ તો તમે પણ તો ૨૧ વાર બલિહાર થાઓ છો. બાપ કહે છે - જ્યાં
સુધી તમારો આત્મા પવિત્ર નથી બની ત્યાં સુધી હું બલિહારી સ્વીકાર નથી કરતો.
બાપ કહે છે - મામેકમ્
યાદ કરો તો આત્મા પવિત્ર બની જશે. બાપ ને ભૂલવાથી તમે કેટલા પતિત દુઃખી થયાં છો.
મનુષ્ય દુઃખી થાય છે તો પછી શરણાગતિ લે છે. હમણાં તમે ૬૩ જન્મ રાવણ થી બહુજ દુઃખી
થયાં છો. એક સીતા ની વાત નથી, બધી સીતાઓ છે, જે પણ મનુષ્ય-માત્ર છે. રામાયણ માં તો
કથા લખી દીધી છે. સીતા ને રાવણે શોકવાટિકા માં નાખી. હકીકત માં વાત બધી આ સમય ની
છે. બધાં રાવણ અર્થાત્ ૫ વિકારો ની જેલ માં છે એટલે દુઃખી થઈ પોકારે છે - અમને
આનાંથી છોડાવો. એક ની વાત નથી. બાપ સમજાવે છે આખી દુનિયા રાવણ ની જેલ માં છે. રાવણ
રાજ્ય છે ને? કહે પણ છે - રામરાજ્ય જોઈએ. ગાંધીએ પણ કહ્યું, સંન્યાસી ક્યારેય એવું
નહીં કહેશે કે રામરાજ્ય જોઈએ. ભારતવાસી જ કહેશે. આ સમયે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ
નથી, બીજી શાખાઓ છે, સતયુગ હતો. એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. હમણાં તે નામ
જ બદલાયેલું છે. પોતાનાં ધર્મ ને ભૂલી પછી બીજા-બીજા ધર્મ માં કન્વર્ટ (બદલી) થતાં
જાય છે. મુસલમાન આવ્યાં, કેટલાં હિન્દુઓને પોતાનાં ધર્મ માં કન્વર્ટ કરી લીધાં.
ક્રિશ્ચન ધર્મ માં પણ બહુજ કન્વર્ટ થયાં છે એટલે ભારતવાસીઓ ની જનસંખ્યા ઓછી થઈ ગઈ
છે. નહીં તો ભારતવાસીઓ ની જનસંખ્યા સૌથી વધારે હોવી જોઈએ. અનેક ધર્મો માં કન્વર્ટ
થઈ ગયાં છે. બાપ કહે છે - તમારો જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે તે સૌથી ઊંચ છે.
સતોપ્રધાન હતાં, હમણાં તે જ બદલાઈ ને પછી તમોપ્રધાન બન્યાં છે. હમણાં આપ બાળકો સમજો
છો - જ્ઞાન સાગર, પતિત-પાવન જેને બોલાવો છો, તે સન્મુખ ભણાવી રહ્યાં છે. તે જ્ઞાન
નાં સાગર, પ્રેમ નાં સાગર છે. ક્રાઈસ્ટ ની એવી મહિમા નહીં કરશે. કૃષ્ણ ને જ્ઞાન નાં
સાગર, પતિત-પાવન નહીં કહેવાય. સાગર એક હોય છે. ચારે બાજુ ઓલરાઉન્ડ (સર્વત્ર) સાગર જ
સાગર છે. બે સાગર નથી હોતાં. આ મનુષ્ય સૃષ્ટિ નું નાટક છે, એમાં બધાનાં અલગ-અલગ
પાર્ટ છે. બાપ કહે છે મારું કર્તવ્ય સૌથી અલગ છે, હું જ્ઞાન નો સાગર છું. મને જ તમે
પોકારો છો હેં પતિત-પાવન, પછી કહો છો મુક્તિદાતા. મુક્ત કોનાથી કરે છે? આ પણ કોઈ નથી
જાણતું. તમે જાણો છો, આપણે સતયુગ-ત્રેતા માં બહુજ સુખી હતાં, એને સ્વર્ગ કહેવાય છે.
હમણાં તો છે જ નર્ક એટલે પોકારે છે - દુ:ખ થી મુક્ત કરી સુખધામ લઈ જાઓ. સંન્યાસી
ક્યારેય નહીં કહેશે કે ફલાણા સ્વર્ગવાસી થયાં, તે પછી કહે છે પાર નિર્વાણ ગયાં.
વિલાયત માં પણ કહે છે લેફ્ટ ફોર હેવનલી અબોડ (છોડી સ્વર્ગધામ માં ગયાં). સમજે છે,
ગોડ ફાધર પાસે ગયાં. સ્વર્ગીય ગોડ ફાધર કહે છે બરાબર સ્વર્ગ હતું. હમણાં નથી. નર્ક
પછી સ્વર્ગ જોઈએ. ગોડ ફાધરે અહીં આવીને સ્વર્ગ સ્થાપન કરવાનું છે. સૂક્ષ્મવતન,
મૂળવતન માં કોઈ સ્વર્ગ નથી હોતું. જરુર બાપે જ આવવું પડે છે.
બાપ કહે છે - હું
આવીને પ્રકૃતિ નો આધાર લઉં છું, મારો જન્મ મનુષ્યો ની જેવો નથી. હું ગર્ભ માં નથી
આવતો, તમે બધાં ગર્ભ માં આવો છો. સતયુગ માં ગર્ભમહેલ હોય છે કારણ કે ત્યાં કોઈ
વિકર્મ હોતાં નથી જે સજા ભોગવે એટલે એને ગર્ભમહેલ કહેવાય છે. અહીં વિકર્મ કરે, જેની
સજા ભોગવવી પડે છે, એટલે ગર્ભજેલ કહેવાય છે. અહીં રાવણ રાજ્ય માં મનુષ્ય પાપ કરતાં
રહે છે. આ છે જ પાપ આત્માઓની દુનિયા. તે છે પુણ્ય આત્માઓ ની દુનિયા - સ્વર્ગ, એટલે
કહે છે પીપળ નાં પાન પર કૃષ્ણ આવ્યાં. આ કૃષ્ણની મહિમા દેખાડે છે. સતયુગ માં ગર્ભ
માં દુઃખ નથી હોતાં. બાપ કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ સમજાવે છે જેનું પછી શાસ્ત્ર ગીતા
બનાવેલ છે. પરંતુ એમાં શિવ ભગવાનુવાચ ની બદલે કૃષ્ણ નું નામ નાખી દીધું છે. હવે તમે
જાણો છો, આપણે બેહદ નાં બાપ પાસેથી બેહદ સુખ નો વારસો લઈએ છીએ. હમણાં ભારત રાવણ થી
શ્રાપિત છે એટલે દુર્ગતિ થઈ ગઈ છે. આ મોટો શ્રાપ પણ ડ્રામા માં નોંધાયેલો છે. બાપ
આવીને વર આપે છે - આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ, સંપત્તિવાન ભવ… બધાં સુખ નો વારસો આપે
છે. તમને આવી ને ભણાવે છે, જે ભણતર થી તમે દેવતા બનો છો. આ નવી રચના થઈ રહી છે.
બ્રહ્મા દ્વારા તમને બાપ પોતાનાં બનાવે છે. ગવાય પણ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે એમનાં
બાળકો બ્રહ્માકુમાર-કુમારીઓ બનો છો. દાદા પાસેથી વારસો બાપ દ્વારા લો છો. આગળ પણ
લીધો હતો. હવે ફરી બાપ આવ્યાં છે. બાપ નાં બાળકો તો પછી બાપ ની પાસે જવાં જોઈએ. પરતું
ગવાયેલું છે, પ્રજાપિતા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ ની સ્થાપના થાય છે. તો અહીં
થશે ને? આત્મા નાં સંબંધ માં કહેશે અમે ભાઈ-ભાઈ છીએ. પ્રજાપિતા બ્રહ્માની સંતાન
બનવાથી તમે ભાઈ-બહેન બનો છો. આ સમયે તમે બધાં ભાઈ-બહેન છો, તમે બાપ પાસેથી વારસો
લીધો હતો. હમણાં પણ બાપ પાસેથી વારસો લઈ રહ્યાં છો. શિવબાબા કહે છે - મને યાદ કરો.
આપ આત્માએ શિવબાબા ને યાદ કરવાનાં છે. યાદ કરવાથી જ તમે પાવન બનશો બીજો કોઈ ઉપાય નથી.
પાવન બન્યાં સિવાય તમે મુક્તિધામ માં જઈ પણ નથી શકતાં. જીવનમુક્તિધામ માં
પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો પછી નંબરવાર બીજા-બીજા ધર્મ આવ્યાં.
બાપ અંત માં આવીને બધાને દુઃખો થી મુક્ત કરે છે. એમને કહેવાય પણ છે મુક્તિદાતા. બાપ
કહે છે - તમે ફક્ત મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. બોલાવો પણ છો બાબા આવો -
અમને પતિત થી પાવન બનાવો. શિક્ષક તો ભણાવે છે, એમાં ચરિત્ર (લીલા) કરે છે શું? આ પણ
અભ્યાસ છે. બાપ જ્ઞાન નાં સાગર જ આવીને જ્ઞાન આપે છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્મ,
અકર્મ અને વિકર્મ ની ગતિને જાણી હવે કોઈ વિકર્મ નથી કરવાનાં. કર્મક્ષેત્ર પર કર્મ
કરતાં વિકારો નો ત્યાગ કરવો જ વિકર્મ થી બચવું છે.
2. એવાં પાવન બનવાનું
છે જે આપણી બલિહારી બાપ સ્વીકાર કરી લે. પાવન બનીને પાવન દુનિયામાં જવાનું છે.
તન-મન-ધન આ યજ્ઞ માં સ્વાહા કરી સફળ કરવાનું છે.
વરદાન :-
નોલેજ ની લાઈટ
- માઈટ દ્વારા વિઘ્ન - વિનાશક બનવા વાળા માસ્ટર નોલેજફુલ ભવ
ભક્તિમાર્ગ માં ગણેશ
ને વિધ્ન વિનાશક કહીને પૂજે છે, સાથે-સાથે એમને માસ્ટર નોલેજફુલ અર્થાત્ વિદ્યાપતિ
પણ માને છે. તો જે બાળકો માસ્ટર નોલેજફુલ બને છે તે ક્યારેય વિઘ્નો થી હાર નથી ખાતા
કારણકે નોલેજ ને લાઈટ-માઈટ કહેવાય છે, જેનાથી મંઝિલ પર પહોંચવું સહજ થઈ જાય છે. એવી
રીતે જે વિધ્ન વિનાશક છે, બાપ ની સાથે સદા કમ્બાઇન્ડ રહેવા સાથે નોલેજ ને સિમરણ કરતા
રહે છે તે ક્યારેય વિઘ્ન હાર નથી બની શકતાં.
સ્લોગન :-
અંદર-બહાર જે
પણ બુરાઈઓ (કમજોરીઓ) છે એને સંપૂર્ણ વિલ કરી દો તો વિલ પાવર આવી જશે.
અવ્યક્ત ઇશારા - સદા
અચલ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો
હવે અનુભવી બની
બીજાઓને પણ અચલ-અડોલ બનાવવાનો અનુભવ કરાવવાનો સમય છે. હવે ખેલ કરવાનો સમય સમાપ્ત થયો.
હવે સદા સમર્થ બની નિર્બળ આત્માઓને સમર્થ બનાવતા ચાલો. આપ સર્વ માં નિર્બળતા નાં
સંસ્કાર હશે તો બીજાને પણ નિર્બળ બનાવી દેશો. જ્ઞાન ની દરેક પોઇન્ટ નાં અનુભવી બનવા
માટે એકાંતપ્રિય બનો, એકાગ્રતા નો અભ્યાસ વધારો.