06-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જીવતે - જીવ આ શરીર થી અલગ થઈ જાઓ , અશરીરી બની બાપ ને યાદ કરો , આને જ કહેવાય છે ડેડ - સાઈલેન્સ”

પ્રશ્ન :-
આપ બાળકો હમણાં પોતાનું ફાઉન્ડેશન (પાયો) મજબૂત કરી રહ્યાં છો, મજબૂતી કયાં આધાર થી આવે છે?

ઉત્તર :-
પવિત્રતા નાં આધાર થી. જેટલી-જેટલી આત્મા પવિત્ર અર્થાત્ સાચું સોનું બનતી જાય, એટલી મજબૂતી આવે. બાબા હમણાં સ્વરાજ્ય નું ફાઉન્ડેશન એટલું મજબૂત નાખે છે જે અડધોકલ્પ એ ફાઉન્ડેશન ને કોઈ હલાવી નથી શકતું. તમારા રાજ્ય ને કોઈ છીનવી નથી શકતું.

ગીત :-
ઓમ્ નમો શિવાય…

ઓમ શાંતિ!
બાબા કહે છે - મને યાદ કરો અર્થાત્ અશરીરી બનો અર્થાત્ ડેડ સાઈલેન્સ. જેમ મનુષ્ય મરે છે તો ડેડ સાઈલેન્સ (સંપૂર્ણ શાંતિ) થઈ જાય છે. કહે છે આમનું શરીર શાંત થઈ ગયું. શરીર અને આત્મા અલગ થઈ ગયાં, ખતમ થઈ ગયું. અહીં પણ આપ બાળકો જ્યારે બેસો છો તો આને ડેડ સાઈલેન્સ કહેવાય છે. જીવતેજીવ અશરીરી બની જાઓ. પોતાને આત્મા સમજો, બાપ ને યાદ કરો. તમે જાણો છો આ સાચ્ચી શાંતિ છે. એ લોકો શાંતિ ને નથી જાણતાં. ડેડ સાઈલેન્સ નો અર્થ તો જાણતાં જ નથી. ડેડ સાઈલેન્સ કેમ કહેવાય છે? યાદ અપાવે છે - એ મરી ગયાં, શાંત થઈ ગયાં. તમે પણ મરી જાઓ, તમે પણ શાંત થઈ જાઓ. મોટા-મોટા લોકો ગાંધી ની સમાધિ પર જાય છે. ત્યાં જઈને કહેશે ડેડ સાઈલેન્સ અર્થાત્ શાંતિ માં બેસો. તમને પણ ખબર છે આપણે આત્મા શાંત સ્વરુપ છીએ, દુનિયાને ખબર જ નથી. આપણે પોતાનાં સ્વરુપ માં ટકી જઈએ છીએ, આપણો સ્વધર્મ છે શાંત. આપણો આત્મા શાંત સ્વરુપ છે. તેઓને આ ખબર જ નથી એટલે શાંતિ માંગે છે. આત્મા કહે છે - શાંતિ જોઈએ. આત્મા પોતાનાં સ્વધર્મ ને ભૂલેલો છે. હકીકત માં આત્મા નો ધર્મ જ શાંત છે. પછી આત્મા કેમ કહે છે - અશાંતિ છે. અશરીરી થઈ બેસી જાઓ. તેઓ તો હઠ થી પ્રાણાયામ ચઢાવી દે છે તો જેમ કે મરી જાય છે, એને કહેવાય છે આર્ટિફિશિયલ (બનાવટી) શાંતિ. આપ બાળકો ને તો ખબર છે આપણો સ્વધર્મ શાંત છે. તમે આત્મા સ્વરાજ્ય લઈ રહ્યાં છો. આત્મા જ બધું બને છે. આત્મા બૅરીસ્ટર (વકીલ) બને છે. આત્મા કહે છે અમને રાજ્ય જોઈએ. પહેલાં પણ રાજ્ય લીધું હતું બાપ થી, હવે ફરી લેવા આવ્યાં છે. મનુષ્ય દેહ-અભિમાન માં છે તો દુઃખ માં છે.

હમણાં તમે સમજો છો કે અમે આત્મા છીએ, પોતાનાં પરમપિતા પરમાત્મા થી સ્વરાજ્ય લેવા આવ્યાં છીએ. આપ આત્માઓ ને રાજાઈ જોઈએ. આ સમયે આત્મા સ્વરાજ્ય માંગે છે - બેહદ નાં બાપ થી. શ્રીકૃષ્ણ ને તો સ્વરાજ્ય હતું પછી ગુમ થઈ ગયું. હવે બાપ આવીને આપ આત્માઓ ને રાજ્ય આપે છે, આને રાજયોગ કહેવાય છે. પરમપિતા પરમાત્મા રાજયોગ શીખવાડે છે. મનુષ્ય દેહ-અભિમાની હોવાનાં કારણે કહે છે - હું ફલાણો છું. “હું” દેહ ને જ સમજી લે છે. હકીકત માં “હું”-“હું” આત્મા કરે છે. આત્મા કહે છે હું આ વસ્તુ ઉઠાવું છું. સ્ત્રી કહેશે હું ઉઠાવું છું. હકીકત માં આત્મા તો પુરુષ છે. હું આત્મા બાપ નો બાળક છું. આત્મા કહે છે - બાબા અમે તમારા થી સ્વરાજ્ય લઈ રહ્યાં છીએ. આત્મા ને સ્વરાજય આપે છે પરમાત્મા. ભક્તિ અને જ્ઞાન માં જુઓ કેટલો ફરક છે! શિવ નું મંદિર પણ હોય છે. સૌથી વધારે ઘંટ પણ શિવ નાં મંદિર માં વાગે છે. એમને જગાડે છે. જગાડે તો બધાને છે. સવારે-સવારે બેન્ડ-વાજા વાગે છે. અહીં બાપ બાળકો ને જગાડીને દેવતા બનાવે છે. ઘંટ વગેરે વગાડવાની કોઈ વાત નથી. બાપ કહે છે - તમને સ્વરાજ્ય જોઈએ તો પહેલાં પવિત્ર બનો. મુખ્ય ઉદ્દેશ બુદ્ધિ માં રહે છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) કહેશે - અમે આ મેટ્રિક પાસ કરીશું પછી આ કરીશું. સંન્યાસી ઈચ્છશે અમને શાંતિ મળે. એક વાર્તા પણ છે ને - રાણી નાં ગળા માં હાર પડ્યો હતો, શોધતી હતી બહાર. તો તેઓ પણ શાંતિ ને બહાર શોધે છે. પરંતુ આત્મા તો સ્વયં શાંત સ્વરુપ છે. આત્મા પોતાનાં સ્વધર્મ ને ભૂલી પોતાને શરીર સમજી બેઠો છે. બાપ પછી સ્મૃતિ અપાવે છે કે તમે આત્મા છો. આપ આત્માએ ૮૪ જન્મ ભોગવ્યાં છે. આ વાતો બીજું કોઈ સમજી ન શકે. બાપ કહે છે - તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં, હું બતાવું છું. તમે છો બ્રહ્માકુમાર-કુમારીઓ. બાપે સમજાવ્યું છે - સિવાય પવિત્રતા નાં જ્ઞાન ની ધારણા થઈ નથી શકતી. કહે છે ને - શેરની (સિંહણ) નાં દૂધ માટે સોના નું વાસણ જોઈએ. તો આમાં પણ સોના નું વાસણ જોઈએ. આત્મા બાપ ને યાદ કરવાથી સોનું બની જાય છે. બાપ પણ સાચું સોનું છે. આત્મા બાપ ને યાદ કરે છે તો જ્ઞાન આવી જાય છે. તમે સાચું સોનું પવિત્ર હતાં - આ જ્ઞાન ની અસર કોઈને થતી નથી. બાપ કહે છે -હું આત્મા ને સ્વરાજય આપું છું. આ સ્વરાજ્ય મળશે ત્યારે જ્યારે જૂની સૃષ્ટિ નો અંત અને નવી સૃષ્ટિ નો આદિ થશે. મનુષ્યો ને હદ ની રાજાઈ છે. બેહદ ની રાજાઈ મનુષ્ય ને ક્યારેય મળતી નથી. વિશ્વનાં માલિક બની ન શકે. તમે બનો છો, બાપ દ્વારા. ભગવાન બાપ ને જ તમારા ૮૪ જન્મો ની ખબર છે. દેવતાઓ પોતાનાં જન્મો ને જાણી નથી શકતાં. જો જાણી જાય તો દુઃખી થઈ જાય, શું સીડી ઉતરતા જઈશું? રાજાઈ નું સુખ જ ગુમ થઈ જાય. અહીં તમને ખબર છે. જાણો છો કે અમે આત્મા છીએ, આમાં સંશય ની વાત નથી. એક-બીજા થી સાંભળીને વૃદ્ધિ થતી જાય છે. આ દૈવી ધર્મ નું ઝાડ સ્થાપન થઈ રહ્યું છે. તમે સમજી શકો છો - આ આપણાં બ્રાહ્મણ કુળ નાં આવેલાં છે. આમણે પૂરી ભક્તિ કરી છે પછી બાપ પાસેથી વારસો લેવા આવ્યાં છે. જ્ઞાન પૂરું થાય છે પછી ભક્તિ શરું થાય છે. આ કોઈને ખબર જ નથી. મકાન પણ નવું અને જૂનું હોય છે ને. કાચ્ચા મકાનો ની આયુ જરુર ઓછી હશે. આજકાલ મકાન ખૂબ પાક્કા બનાવે છે. ભલે અર્થક્વેક (ધરતીકંપ) વગેરે થાય તો પણ મકાન પડે નહીં, નુકશાન ન થાય, ખૂબ મજબૂત બનાવે છે. ફાઉન્ડેશન વધારે પાક્કું બનાવે છે. હવે ફાઉન્ડેશન પડી રહ્યું છે - સ્વરાજ્ય નું. આત્મા ને ૨૧ જન્મ માટે રાજ્ય મળે છે. અહીં ની રાજાઈ તો કંઈ નથી. આજે રાજાઈ છે કાલે કોઈએ ચઢાઈ કરી, ખલાસ. ફાઉન્ડેશન કોઈનું નથી. મનુષ્ય નું પણ ફાઉન્ડેશન નથી, આજે છે કાલે મરી જાય. હમણાં તમારું ફાઉન્ડેશન બાબા પાક્કું નાખી આપે છે, જે ૨૧ જન્મ તમે રાજ્ય-ભાગ્ય મેળવો છો. તમારી રાજાઈ નું પાક્કું ફાઉન્ડેશન પડે છે. તમને કોઈ પણ ધરતી નાં તોફાન હલાવી ન શકે. ગીતા માં પણ કહે છે બાબા અમને સ્વરાજ્ય આપે છે, જેને કોઈ લઈ ન શકે, પાડી ન શકે. એવી બાદશાહી આપે છે જે જરા પણ દુઃખ ની વાત નથી રહેતી. આત્મા ને કેટલી ખુશી થવી જોઈએ! નિશ્ચય તો છે ને. નિશ્ચય નથી તો એ સ્વર્ગ માં ચાલવાને લાયક નથી. આટલાં અસંખ્ય બ્રહ્માકુમાર-કુમારીઓ વૃદ્ધિ ને પામતાં રહે છે.

તમે જાણો છો જ્ઞાન-સાગર, પતિત-પાવન આપણ ને ભણાવીને રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. તેઓ પછી કહી દે છે શ્રીકૃષ્ણએ શીખવાડ્યું. આ કેવી રીતે સમજે શિવબાબાએ મનુષ્ય-તન માં આવીને શીખવાડ્યું. ભારત જ પવિત્ર હતો, હવે અપવિત્ર પતિત છે. દેવતાઓ ની આગળ જઈને એમની મહિમા ગાય છે. શિવ ની આગળ ક્યારેય એવું નહીં ગાશે - તમે સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ છો. શિવ ની મહિમા અલગ છે. એ જ્ઞાન નાં સાગર, પતિત-પાવન, સર્વ ની સદ્દગતિ કરવા વાળા, સર્વ ની ઝોલી ભરવા વાળા ભોળાનાથ છે. આવાં બાપ ને બધાં ભૂલેલાં છે. પરમપિતા પરમાત્મા ને બોલાવે છે કે આવીને દુઃખ હરો, સુખ આપો. સુખકર્તા-દુઃખહર્તા તો એક જ છે. એમની જ શ્રેષ્ઠ મત છે. એ છે શ્રી શ્રી ભગવાન ની મત, જેનાથી આપ બાળકો પણ શ્રેષ્ઠ બનો છો. ગવર્મેન્ટ પણ કહે છે કે ભ્રષ્ટાચારી દુનિયા છે. હવે શ્રેષ્ઠ કોણ બનાવે, ખબર જ નથી પડતી. સમજે છે સાધુ લોકો બનાવશે પરંતુ તે તો શ્રેષ્ઠ બનાવી નથી શકતાં. આ તો બાપ નું જ કામ છે ને. પહેલાં એક રાજા નાં હુકમ પર ચાલતાં હતાં. સતયુગ માં તમને વજીર વગેરે કોઈ પણ નથી. બાદશાહ માં પણ તાકાત રહે છે. વજીર નું નામ ગવાતું જ નથી. તમે સમજો છો આપણે વિશ્વ નાં માલિક બની રાજ્ય ચલાવ્યું હતું. એવી રીતે જ જઈને ચલાવવાનું છે, જેવી રીતે ચલાવ્યું હતું. બરાબર સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને. દરેકને પોત-પોતાની રાજધાની મળશે. કૃષ્ણ ને પોતાની રાજધાની હશે. બીજા પણ રાજાઓ હોય છે ને. ઓછામાં ઓછા ૮ તો છે ને, પછી ૮ છે કે ૧૦૮ છે, આગળ ચાલી ખબર પડી જશે. એવું નથી કે જે અંત માં જ્ઞાન આપવાનું છે તે હમણાં આપશે. જે જીવશે, બાપ જ્ઞાન આપતા રહેશે. આપવાનું જ છે. ડ્રામા માં નોંધ છે. પરમાત્મા નો હમણાં પાર્ટ છે. આ જ્ઞાન આપવાનો પાર્ટ હમણાં નોંધાયેલો છે. બાપ કહે છે - આગળ ચાલી તમે ખૂબ સમજવાનાં છો. દિવસ-પ્રતિ-દિવસ સમજાવતાં રહે છે. આ પણ ખબર પડે કે આપણે ત્યાં રાજધાની કેવી રીતે કરીએ છીએ! સ્વયંવર કેવો હોય છે! તમે ધ્યાન માં જાઓ છો, વૈકુંઠ માં જઈને જુઓ પણ છો. કેવાં ત્યાં સોના નાં મહેલ છે. સોનું જ સોનું છે. પોતાને પારસપુરી માં જુઓ છો. સોના ની ઈંટો નાં મકાન બની રહ્યાં છે. સમજો છો - થોડી ઇંટો લઈ જઈશું. પછી ઉતરો છો તો પોતાને અહીં જુઓ છો. મીરા પણ ધ્યાન માં પોતાને રાસ કરતાં કૃષ્ણ ની સાથે જોતી હતી. તમે સૂક્ષ્મવતન માં જાઓ છો, ત્યાં હાડકા-માંસ નથી હોતા, ફરિશ્તા બની જાઓ છો. બ્રહ્માનું પણ સૂક્ષ્મ શરીર જોવામાં આવે છે. આ જ ફરીશ્તા બની જાય છે. તમે બગીચા વગેરે જુઓ છો. આ બાપ સાક્ષાત્કાર કરાવે છે. તમે કહો છો બાબા અમને શૂબીરસ પીવડાવે છે. હવે સૂક્ષ્મવતન માં તો પીવડાવી ન શકે. ફળ-ફૂલ વૈકુંઠ માં ખૂબ ફર્સ્ટક્લાસ હોય છે. સૂક્ષ્મવતન માં તો બગીચા નથી હોતાં. તમે બતાવો છો કે બગીચા માં ગયાં પછી ત્યાં રાજકુમાર હતાં, એ તો વૈકુંઠ થઈ ગયું ને! વૈકુંઠ નાં વૈભવ અહીં મળી ન શકે. ત્યાં તો ફર્સ્ટક્લાસ વૈભવ હોય છે. બાપ કહે છે - હું તમને વૈકુંઠ નાં માલિક બનાવું છું. અહીં તો દુઃખ જ દુઃખ છે. કોઈ એવાં મનુષ્ય નથી જે એવું ન કહે કે હેં ભગવાન દુઃખ થી છોડાવો. દુઃખ માં જ યાદ કરે છે. કૃષ્ણ નાં પુજારી કહેશે - કૃષ્ણ કહો, હનૂમાન નાં પુજારી હનૂમાન ની જય બોલશે…. અહીં બાપ કહે છે નિરંતર મુજ બાપ ને યાદ કરો. એવું યાદ કરો જે અંતકાળે કોઈની સ્મૃતિ ન આવે. કાશી કલવટ ખાતા હતાં, તેમાં કરેલા પાપો ની એવી મહેસૂસતા આવે છે - જેમ જન્મ-જન્માંતર ની સજાઓ ભોગવે છે. ખૂબ પાપ કર્યા છે. આને કહેવાય જ છે પાપ આત્માઓની દુનિયા. આત્મા પાપી છે. આત્મા જ બાપ ને બોલાવે છે - હે પરમપિતા પરમાત્મા, હે પરમધામ નાં રહેવા વાળા શિવબાબા, એમનું અસલી (સાચું) નામ તો એક જ છે. એ છે આત્માઓનાં બાપ. રુદ્ર ની સાથે સાલિગ્રામ શબ્દ શોભતો નથી. શિવ અને સાલિગ્રામ શોભે છે. શિવ નું માટી નું લિંગ બનાવે છે તો સાલિગ્રામ પણ બનાવે છે. પતિત-પાવન તો એ જ છે ને. અહીં યજ્ઞ પણ રચે છે. ભારત સૌથી ઉંચ છે પરંતુ દેવતા ધર્મ ને ભૂલી ગયાં છે. તમારો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે. એ તો ચાલ્યો આવવો જોઈએ. હિન્દુ કોઈ ધર્મ થોડી છે. દેવતા ધર્મ વાળા જ સતો-રજો-તમો માં આવે છે. જ્યારે તમો માં આવી જાય છે તો પોતાને દેવતા કહી નથી શકતાં. હકીકત માં હિંદુ તો ધર્મ નથી. તો સમજાવાય છે કે તમે દેવી-દેવતા બની શકો છો, આવીને સમજો. તો કહી દેશે ફુરસત ક્યાં છે! બાપ કહે છે - હું તમને પોતાનાં બનાવું છું - શાંતિ અને સુખનો વારસો આપવાં. કોઈ પરિવાર પરસ્પર સાથે રહે છે, ખૂબ પ્રેમ થી ચાલે છે. સૌની કમાણી ભેગી હોય છે. કોઈ હંગામા નથી હોતાં, પરંતુ એને સ્વર્ગ તો નહીં કહેશું ને. સતયુગ માં એક પણ ઘર માં બીમાર, દુઃખી હોતાં નથી. નામ જ છે સ્વર્ગ. ત્યાં બધાં સુખી રહે છે. બાપ થી તમે સદા સુખ નો વારસો લેવા આવ્યાં છો. તમને જ્ઞાન મળ્યું છે. કહે છે બાબા આપ પતિત-પાવન છો. અમને પણ પાવન બનાવો. બાપ ની સાથે આપ બાળકો પણ ખુદાઈ ખિદ્દમદગાર છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વરાજ્ય લેવા માટે પવિત્રતા નું ફાઉન્ડેશન હમણાં થી મજબૂત કરવાનું છે. જેમ બાપ પતિત-પાવન છે એવું બાપ સમાન પાવન બનવાનું છે.

2. પોતાનાં શાંત સ્વધર્મ માં સ્થિત રહેવાનું છે. જેટલું થઈ શકે દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની રહેવાનું છે. ડેડ સાઈલેન્સ અર્થાત્ અશરીરી રહેવાનો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
અન્ય આત્માઓ ની સેવા નાં સાથે - સાથે સ્વયં ની પણ સેવા કરવાવાળા સફળતા મૂર્ત ભવ

સેવા માં સફળતા મૂર્ત બનવું છે તો બીજાઓની સેવા નાં સાથે-સાથે પોતાની પણ સેવા કરો. જ્યારે કોઈ પણ સર્વિસ પર જાઓ છો તો એવું સમજો કે સર્વિસ ની સાથે-સાથે પોતાનાં પણ જૂનાં સંસ્કારો નો અંતિમ સંસ્કાર કરીએ છીએ, જેટલાં સંસ્કારો નાં સંસ્કાર કરશો એટલો જ સત્કાર મળશે. બધા આત્માઓ તમારા આગળ મન થી નમસ્કાર કરશે. પરંતુ બહાર થી નમસ્કાર કરવા વાળા નહીં બનાવતાં, માનસિક નમસ્કાર કરવા વાળા બનાવજો.

સ્લોગન :-
બેહદ ની સેવા નું લક્ષ રાખો તો હદ નાં બંધન બધા તૂટી જશે.

અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

જ્યાં સુધી તમારી યાદ જ્વાળા રુપ નથી બની ત્યાં સુધી આ વિનાશ ની જ્વાળા પણ સંપૂર્ણ જ્વાળા રુપ નથી લેતી. આ ભડકે છે, પછી શીતળ થઈ જાય છે કારણકે જ્વાળા મૂર્ત અને પ્રેરક આધાર-મૂર્ત આત્માઓ હમણાં સ્વયં જ સદા જ્વાળા રુપ નથી બન્યાં. હવે જ્વાળા-રુપ બનવાનો દૃઢ સંકલ્પ લો અને સંગઠિત રુપ માં મન-બુદ્ધિ ની એકાગ્રતા દ્વારા પાવરફુલ યોગ નાં વાયબ્રેશન ચારેય તરફ ફેલાવો.