06-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જેટલો
સમય મળે એકાંત માં જઈને યાદ ની યાત્રા કરો , જ્યારે તમે મંજિલ પર પહોંચી જશો ત્યારે
આ યાત્રા પૂરી થઈ જશે”
પ્રશ્ન :-
સંગમ પર બાપ પોતાના બાળકોમાં કયો એવો ગુણ ભરી દે છે, જે અડધોકલ્પ સુધી ચાલતો રહે
છે?
ઉત્તર :-
બાપ કહે - જેમ હું અતિ સ્વીટ છું, એમ બાળકોને પણ સ્વીટ બનાવી દઉં છું. દેવતાઓ ખુબ
સ્વીટ છે. આપ બાળકો હમણાં સ્વીટ બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. જે અનેકોનું
કલ્યાણ કરે છે, જેમના માં કોઇ રાક્ષશી વિચાર નથી, એજ સ્વીટ છે. તેમને જ ઊંચ પદ
પ્રાપ્ત થાય છે. તેમની જ પછી પૂજા થાય છે.
ઓમ શાંતિ!
બાપ બેસી
સમજાવે છે આ શરીર નાં માલિક છે આત્મા. આ પહેલાં સમજવું જોઈએ કારણકે હમણાં બાળકો ને
જ્ઞાન મળ્યું છે. પહેલાં-પહેલાં તો સમજવાનું છે આપણે આત્મા છીએ. શરીર થી આત્મા કામ
લે છે, પાર્ટ ભજવે છે. આવાં-આવાં ખ્યાલાત બીજા કોઈ મનુષ્ય ને આવતાં નથી કારણકે
દેહ-અભિમાન માં છે. અહીં આ વિચાર માં બેસાડાય છે - હું આત્મા છું. આ મારું શરીર છે.
હું આત્મા પરમપિતા પરમાત્મા ની સંતાન છું. આ યાદ જ ઘડી-ઘડી ભૂલી જવાય છે. આ પહેલાં
પૂરું યાદ કરવું જોઈએ. યાત્રા પર જ્યારે જાય છે તો કહે છે ચાલતાં રહો. તમારે પણ યાદ
ની યાત્રા પર ચાલતા રહેવાનું છે, એટલે યાદ કરવાનું છે. યાદ નથી કરતાં, એટલે યાત્રા
પર નથી ચાલતાં. દેહ-અભિમાન આવે છે. દેહ-અભિમાન થી કંઈ ન કંઈ વિકર્મ બની જાય છે. એવું
પણ નથી મનુષ્ય સદૈવ વિકર્મ કરે છે. તો પણ કમાણી તો બંધ થઈ જાય છે ને એટલે જેટલું થઈ
શકે યાદ ની યાત્રા માં ઢીલા ન પડવું જોઈએ. એકાંત માં બેસી પોતાની સાથે વિચાર સાગર
મંથન કરી પોઇન્ટ્સ નીકાળવાનાં હોય છે. કેટલો સમય બાબા ની યાદ માં રહીએ છીએ, મીઠી
વસ્તુ ની યાદ આવે છે ને?
બાળકો ને સમજાવ્યું
છે, આ સમયે બધાં મનુષ્ય માત્ર એક-બીજા ને નુકસાન જ પહોંચાડે છે. ફક્ત શિક્ષક ની
મહિમા બાબા કરે છે, એમાં કોઈ-કોઈ શિક્ષક ખરાબ હોય છે, નહીં તો શિક્ષક એટલે શિક્ષા
આપવા વાળા, મેનર્સ (શિષ્ટાચાર) શીખવાડવા વાળા. જે રિલીજિયસ માઈન્ડેડ (ધાર્મિક
મનોવૃત્તિ), સારા સ્વભાવ નાં હોય છે, એમની ચલન પણ સારી હોય છે. બાપ જો દારુ વગેરે
પીવે છે તો બાળકો ને પણ તે સંગ લાગી જાય છે. આને કહેશે ખરાબ સંગ કારણકે રાવણ રાજ્ય
છે ને! રામરાજ્ય હતું જરુર પરંતુ તે કેવું હતું, કેવી રીતે સ્થાપન થયું, આ વન્ડરફુલ
મીઠી વાતો આપ બાળકો જ જાણો છો. સ્વીટ, સ્વીટર, સ્વીટેસ્ટ કહેવાય છે ને? બાપ ની યાદ
માં રહીને જ તમે પવિત્ર બની અને પવિત્ર બનાવો છો. બાપ નવી સૃષ્ટિ માં નથી આવતાં.
સૃષ્ટિ માં મનુષ્ય, જાનવર, ખેતી-વાડી વગેરે બધું હોય છે. મનુષ્ય નાં માટે બધુંજ
જોઈએ ને! શાસ્ત્રો માં પ્રલય નું વૃત્તાંત પણ ખોટું છે. પ્રલય થતો જ નથી. આ સૃષ્ટિનું
ચક્ર ફરતું જ રહે છે. બાળકોએ આદિ થી અંત સુધી ખ્યાલ માં રાખવાનું છે. મનુષ્યો ને તો
અનેક પ્રકાર નાં ચિત્ર યાદ આવે છે. મેળા-મલાખડા યાદ આવે છે. તે બધાં છે હદ નાં,
તમારી છે બેહદ ની યાદ, બેહદ ની ખુશી, બેહદ નું ધન. બેહદ નાં બાપ છે ને? હદ નાં બાપ
થી બધું હદ નું મળે છે. બેહદ નાં બાપ પાસેથી બેહદ નું સુખ મળે છે. સુખ હોય જ છે ધન
થી. ધન તો ત્યાં અપાર છે. બધું જ સતોપ્રધાન છે ત્યાં. તમારી બુદ્ધિ માં છે, આપણે
સતોપ્રધાન હતાં પછી બનવાનું છે. આ પણ તમે હમણાં જાણો છો, તમારા માં પણ નંબરવાર છે -
સ્વીટ, સ્વીટર, સ્વીટેસ્ટ છે ને? બાબા થી પણ સ્વીટ બનવા વાળા છે. એ જ ઊંચું પદ પામશે.
સ્વીટેસ્ટ તે છે જે અનેકો નું કલ્યાણ કરે છે. બાપ પણ સ્વીટેસ્ટ છે ને, ત્યારે તો બધાં
એમને યાદ કરે છે. કાંઈ મધ કે સાકર ને જ સ્વીટેસ્ટ નથી કહેવાતું. આ મનુષ્ય ની ચલન પર
કહેવાય છે. કહે છે ને આ સ્વીટ ચાઈલ્ડ છે. સતયુગ માં કોઈ પણ શૈતાની વાત નથી હોતી.
આટલું ઉંચ પદ જે મેળવે છે, જરુર અહીંયા પુરુષાર્થ કર્યો છે.
તમે હમણાં નવી દુનિયા
ને જાણો છો. તમારાં માટે તો જેમ કાલે નવી દુનિયા સુખધામ હશે. મનુષ્યો ને ખબર જ નથી
- શાંતિ ક્યારે હતી? કહે છે વિશ્વ માં શાંતિ હોય. આપ બાળકો જાણો છો - વિશ્વ માં
શાંતિ હતી જે હમણાં ફરી સ્થાપન કરી રહ્યાં છો. હવે આ બધાં ને સમજાવે કેવી રીતે?
એવાં-એવાં પોઇન્ટ્સ નીકાળવાં જોઈએ, જેની બહુજ ઈચ્છા છે મનુષ્યો ને. વિશ્વ માં શાંતિ
થાય, એના માટે રડીઓ મારતાં રહે છે કારણકે અશાંતિ ખુબજ છે. આ લક્ષ્મી-નારાયણ નું
ચિત્ર સામે રાખવાનું છે. આમનું જ્યારે રાજ્ય હતું તો વિશ્વ માં શાંતિ હતી, એને જ
હેવન ડીટી વર્લ્ડ (સ્વર્ગ દેવતાઇ દુનિયા) કહે છે. ત્યાં વિશ્વ માં શાંતિ હતી. આજ થી
૫ હજાર વર્ષ પહેલાં ની વાત બીજું કોઈ નથી જાણતું. આ છે મુખ્ય વાત. બધી આત્માઓ મળીને
કહે છે વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? બધી આત્માઓ પોકારે છે, તમે અહીંયા વિશ્વ માં
શાંતિ સ્થાપન કરવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. જે વિશ્વ માં શાંતિ ઈચ્છે છે એમને તમે
સંભળાવો કે ભારત માં જ શાંતિ હતી. જ્યારે ભારત સ્વર્ગ હતું તો શાંતિ હતી, હવે નર્ક
છે. નર્ક (કળયુગ) માં અશાંતિ છે કારણ કે ધર્મ અનેક છે, માયા નું રાજ્ય છે. ભક્તિ નો
પણ પામ્પ (ભપકો) છે. દિવસ-પ્રતિ દિવસ વૃદ્ધિ થતી જાય છે. મનુષ્ય પણ મેળા-મલાખડા
વગેરે પર જાય છે, સમજે છે જરુર કંઈક સાચું હશે. હમણાં તમે સમજો છો એનાથી કોઈ પાવન
નથી બની શકતાં. પાવન બનવાનો રસ્તો મનુષ્ય કોઈ બતાવી ન શકે. પતિત-પાવન એક જ બાપ છે.
દુનિયા એક જ છે, ફક્ત નવી અને જૂની કહેવાય છે. નવી દુનિયામાં નવું ભારત, નવી દિલ્હી
કહે છે. નવી થવાની છે, જેમાં પછી નવું રાજ્ય હશે. અહીંયા જૂની દુનિયા માં જુનું
રાજ્ય છે. જૂની અને નવી દુનિયા કોને કહેવાય છે, આ પણ તમે જાણો છો. ભક્તિ નો કેટલો
મોટો પ્રસ્તાવ છે. આને કહેવાય છે અજ્ઞાન. જ્ઞાન સાગર એક બાપ છે. બાપ તમને એવું નથી
કહેતા કે રામ-રામ કહો કે કાંઈ કરો. ના, બાળકોને સમજાવાય છે વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપિટ થાય છે. આ એજ્યુકેશન તમે ભણી રહ્યાં છો. આનું
નામ જ છે રુહાની એજ્યુકેશન. સ્પ્રિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન). આનો અર્થ પણ
કોઈ નથી જાણતાં. જ્ઞાન સાગર તો એક જ બાપ ને કહેવાય છે. એ છે - સ્પ્રિચ્યુઅલ
નોલેજફુલ ફાધર (આધ્યાત્મિક જ્ઞાનવાન પિતા). બાપ રુહો થી વાત કરે છે. આપ બાળકો સમજો
છો રુહાની બાપ ભણાવે છે. આ છે સ્પ્રિચ્યુઅલ નોલેજ. રુહાની નોલેજ ને જ સ્પ્રિચ્યુઅલ
નોલેજ કહેવાય છે.
આપ બાળકો જાણો છો
પરમપિતા પરમાત્મા બિંદી છે, એ આપણને ભણાવે છે. આપણે આત્માઓ ભણી રહ્યાં છીએ. આ ભૂલવું
ન જોઈએ. આપણને આત્માઓ ને જે નોલેજ મળે છે, પછી આપણે બીજાં આત્માઓને આપીએ છીએ. આ યાદ
ત્યારે રહેશે જ્યારે પોતાને આત્મા સમજી બાપ ની યાદ માં રહેશો. યાદ માં ખુબ કાચ્ચા
છે, ઝટ દેહ-અભિમાન આવી જાય છે. દેહી-અભિમાની બનવાની પ્રેક્ટિસ કરવાની છે. આપણે આત્મા
આમને સોદો આપીએ છીએ. આપણે આત્મા વ્યાપાર કરીએ છીએ. પોતાને આત્મા સમજી બાપ ને યાદ
કરવામાં જ ફાયદો છે. આત્મા ને જ્ઞાન છે હું યાત્રા પર છું. કર્મ તો કરવાનાં જ છે.
બાળકો વગેરે ને પણ સંભાળવાનાં છે. ધંધો-ઘોરી પણ કરવાનાં છે. ધંધા વગેરે માં યાદ રહે
હું આત્મા છું, આ ખુબ મુશ્કેલ છે. બાપ કહે છે કોઈ પણ ઉલટું કામ ક્યારેય નહીં કરતાં.
સૌથી મોટું પાપ છે વિકાર નું. એ જ ખુબ હેરાન કરવા વાળું છે. હમણાં આપ બાળકો પાવન
બનવાની પ્રતિજ્ઞા કરો છો. એનું જ યાદગાર આ રક્ષાબંધન છે. પહેલાં તો પાઈ પૈસા ની
રાખડી મળતી હતી. બ્રાહ્મણ લોકો જઈને રાખડી બાંધતા હતાં. આજકાલ તો રાખડી પણ કેટલી
ફેશનેબલ બનાવે છે. વાસ્તવ માં છે હમણાં ની વાત. તમે બાપ પાસેથી પ્રતિજ્ઞા કરો છો -
અમે ક્યારેય વિકારમાં નહીં જઈશું. આપ થી વિશ્વ નાં માલિક બનવાનો વારસો લઈશું. બાપ
કહેશે ૬૩ જન્મ તો વિષય વૈતરણી નદી માં ગોતા ખાધાં હવે તમને ક્ષીરસાગર માં લઈ જાય
છે. સાગર કાંઈ છે નહીં. ભેંટ માં કહેવાય છે. તમને શિવાલય માં લઈ જાય છે. ત્યાં અથાહ
સુખ છે. હમણાં આ અંતિમ જન્મ છે, હે આત્માઓ, પવિત્ર બનો. શું બાપ નું કહ્યું નહીં
માનો. ઈશ્વર તમારા બાપ કહે છે મીઠા બાળકો વિકાર માં નહીં જાઓ. જન્મ-જન્માંતર નાં
પાપ માથા પર છે, તે મને યાદ કરવાથી જ ભસ્મ થશે. કલ્પ પહેલાં પણ તમને શિક્ષા આપી હતી.
બાપ ગેરંટી ત્યારે કરે છે જ્યારે તમે આ ગેરંટી કરો છો કે બાબા અમે તમને યાદ કરતાં
રહીશું. એટલું યાદ કરતાં રહો જે શરીર નું ભાન ન રહે. સંન્યાસીઓ માં પણ કોઈ-કોઈ
હોશિયાર બહુજ પાક્કા બ્રહ્મ જ્ઞાની હોય છે, તે પણ આમ બેઠાં-બેઠાં શરીર છોડે છે.
અહીંયા તમને તો બાપ સમજાવે છે, પાવન બનીને જવાનું છે. તે તો પોતાની મત પર ચાલે છે.
એવું નથી કે તે શરીર છોડીને કોઈ મુક્તિ-જીવનમુક્તિ માં જાય છે. ના. આવે તો પણ અહીંયા
જ છે પરંતુ તેમનાં ફોલોઅર્સ (અનુયાયી) સમજે છે કે તે નિર્વાણ ગયાં. બાપ સમજાવે છે -
એક પણ પાછાં નથી જઈ શકતાં, કાયદો જ નથી. ઝાડ વૃદ્ધિ ને જરુર પામવાનું છે.
હમણાં તમે સંગમયુગ પર
બેઠા છો, બીજા બધાં મનુષ્ય છે કળિયુગ માં. તમે દૈવી સંપ્રદાય બની રહ્યાં છો. જે
તમારા ધર્મ નાં હશે તે આવતાં જશે. દેવી-દેવતાઓ નો પણ ત્યાં સિજરો (વિભાગ) છે ને?
અહીંયા બદલી થઈને બીજા ધર્મો માં કન્વર્ટ થઈ ગયાં છે, ફરી નીકળી આવશે. નહીં તો ત્યાં
જગ્યા કોણ ભરશે. જરુર તે પોતાની જગ્યા ભરવા ફરી આવી જશે. આ ખુબ સુક્ષ્મ વાતો છે.
ખુબ સારા-સારા પણ આવશે જે બીજા ધર્મ માં કન્વર્ટ થઈ ગયાં છે તો પછી પોતાની જગ્યા પર
આવી જશે. તમારી પાસે મુસલમાન વગેરે પણ આવે છે ને? ખુબ ખબરદારી રાખવી પડે છે, ઝટ
તપાસ કરશે, અહીંયા બીજા ધર્મવાળા કેવી રીતે જાય છે? ઈમરજન્સી (તત્કાલીન) માં તો
અનેકો ને પકડે છે પછી પૈસા મળવાથી છોડી પણ દે છે. જે કલ્પ પહેલા થયું છે, તમે હમણાં
જોઈ રહ્યાં છો. કલ્પ પહેલાં પણ આવું થયું હતું. તમે હમણાં મનુષ્ય થી દેવતા ઉત્તમ
પુરુષ બનો છો. આ છે સર્વોત્તમ બ્રાહ્મણો નો કુળ. આ સમયે બાપ અને બાળકો રુહાની સેવા
પર છે. કોઇ ગરીબ ને ધનવાન બનાવવાં - આ રુહાની સેવા છે. બાપ કલ્યાણ કરે છે તો બાળકોએ
પણ મદદ કરવી જોઈએ. જે અનેકો ને રસ્તો બતાવે છે તે ખુબ ઊંચે ચઢી શકે છે. આપ બાળકોએ
પુરુષાર્થ કરવાનો છે પરંતુ ચિંતા નહીં, કારણકે તમારી રિસપોન્સીબિલિટી (જવાબદારી)
બાપ નાં ઉપર છે. પુરુષાર્થ જોર થી કરાવાય છે પછી જે ફળ નીકળે છે, સમજાય છે કલ્પ
પહેલાં ની જેમ. બાપ બાળકોને કહે છે - બાળકો, ફિકર નહીં કરો. સેવા માં મહેનત કરો. નથી
બનતા તો શું કરશે! આ કુળ નાં નહીં હશે તો તમે ભલે કેટલું પણ માથું મારો, કોઈ ઓછું
તમારું માથું ખપાવશે, કોઈ વધારે. બાબાએ કહ્યું છે જ્યારે દુઃખ ખુબજ આવતું જશે તો પછી
આવશે. તમારું વ્યર્થ કાંઇ નહિં જશે. તમારું કામ છે રાઈટ બતાવવું. શિવબાબા કહે છે મને
યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. એવું ઘણાં કહે છે ભગવાન જરુર છે. મહાભારત લડાઈ
નાં સમયે ભગવાન હતાં. ફક્ત કયા ભગવાન હતાં? એમાં મુંઝાઈ ગયાં છે. શ્રીકૃષ્ણ તો હોઈ
ન શકે. શ્રીકૃષ્ણ એજ ફીચર્સ (ચહેરા) થી પછી સતયુગ માં જ હશે. દરેક જન્મ માં ફીચર્સ
બદલાતાં જાય છે. સૃષ્ટિ હવે બદલાઈ રહી છે. જૂના ને નવું હવે ભગવાન કેવી રીતે બનાવે
છે? તે પણ કોઈ નથી જાણતું. તમારું છેવટે નામ નીકળશે. સ્થાપના થઇ રહી છે પછી આ રાજ્ય
કરશે, વિનાશ પણ થશે. એક તરફ નવી દુનિયા, એક તરફ જૂની દુનિયા - આ ચિત્ર ખુબ સરસ છે.
કહે પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ… પરંતુ સમજતા કાંઈ નથી. મુખ્ય
ચિત્ર છે ત્રિમૂર્તિ નું. ઊંચે થી ઊંચા છે શિવબાબા. તમે જાણો છો - શિવબાબા બ્રહ્મા
દ્વારા અમને યાદ ની યાત્રા શીખવાડી રહ્યાં છે. બાબા ને યાદ કરો, યોગ શબ્દ ડિફિકલ્ટ
(મુશ્કેલ) લાગે છે. યાદ શબ્દ ખુબ સહજ છે. બાબા શબ્દ ખુબ મધુર છે. તમને પોતાને જ
લજ્જા આવશે - અમે આત્માઓ બાપ ને યાદ નથી કરી શકતાં, જેમનાથી વિશ્વ ની બાદશાહી મળે
છે! જાતે જ લજ્જા આવશે. બાપ પણ કહેશે તમે તો બેસમજ છો, બાપ ને યાદ નથી કરી શકતાં તો
વારસો કેવી રીતે મેળવશો! વિકર્મ વિનાશ કેવી રીતે થશે! તમે આત્મા છો હું તમારો
પરમપિતા પરમાત્મા અવિનાશી છું ને? તમે ઈચ્છો છો અમે પાવન બની સુખધામ માં જઈએ તો
શ્રીમત પર ચાલો. મુજ બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. યાદ નહીં કરશો તો વિકર્મ
વિનાશ કેવી રીતે થશે! અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દરેક
પ્રકાર થી પુરુષાર્થ કરવાનો છે, ફિકર (ચિંતા) નહીં કારણકે આપણા રિસપોન્સિબલ સ્વયં
બાપ છે. આપણું કંઈ પણ વ્યર્થ નથી જઇ શકતું.
2. બાપ સમાન ખુબ-ખુબ
સ્વીટ બનવાનું છે. અનેકો નું કલ્યાણ કરવાનું છે. આ અંતિમ જન્મ માં પવિત્ર જરુર
બનવાનું છે. ધંધો વગેરે કરતાં અભ્યાસ કરવાનો છે કે હું આત્મા છું.
વરદાન :-
પ્રવૃત્તિ નાં
વિસ્તાર માં રહેતા ફરિસ્તાપણા નો સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ
પ્રવૃત્તિ નો વિસ્તાર
હોવા છતાં પણ વિસ્તાર ને સમેટવાનો અને ઉપરામ રહેવાનો અભ્યાસ કરો. હમણાં-હમણાં સ્થૂલ
કાર્ય કરી રહ્યા છો, હમણાં-હમણાં અશરીરી થઈ ગયા - આ અભ્યાસ ફરિસ્તાપણા નો
સાક્ષાત્કાર કરાવશે. ઉંચી સ્થિતિ માં રહેવાથી નાની-નાની વાતો વ્યક્ત ભાવ ની અનુભવ
થશે. ઊંચા જવાથી નીચાપણા નો જાતે જ છૂટી જશે. મહેનત થી બચી જશો. સમય પણ બચશે, સેવા
પણ ફાસ્ટ થશે. બુદ્ધિ એટલી વિશાળ થઈ જશે જે એક સમય પર ઘણા કાર્ય કરી શકે છે.
સ્લોગન :-
ખુશી ને કાયમ
રાખવા માટે આત્મા રુપી દીપક માં જ્ઞાન નું ઘૃત રોજ નાખતા રહો.
અવ્યક્ત ઇશારે -
સહજયોગી બનવું છે તો પરમાત્મા - પ્રેમ નાં અનુભવી બનો
બાળકો થી બાપ નો
પ્રેમ છે એટલે સદા કહે છે બાળકો જે છે, જેવા છો - મારા છો. એવી રીતે તમે પણ સદા
પ્રેમ માં લવલીન રહો, દિલ થી કહો બાબા જે છે તે બધા તમે જ છો. ક્યારેય અસત્ય નાં
રાજ્ય નાં પ્રભાવ માં નહીં આવો. શ્રેષ્ઠ ભાગ્ય ની લકીર ખેંચવાની કલમ બાપે આપ બાળકો
નાં હાથ માં આપી છે, તમે જેટલું ઈચ્છો એટલું ભાગ્ય બનાવી શકો છો.
વિશેષ સુચના
બાબાની શ્રીમત અનુસાર, મોરલી કેવલ બાબા નાં બાળકો માટે છે ન કે એ આત્માઓને માટે
જેમણે રાજયોગ નો કોર્સ પણ નથી કર્યો. એટલે બધા નિમિત્ત ટીચર્સ તથા ભાઈ-બહેનો થી
વિનમ્ર નિવેદન છે કે સાકાર મોરલી નો ઓડિયો અથવા વીડિયો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા
કોઈ પણ વોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ ન કરે.