06-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 19.10.2010
બાપદાદા મધુબન
“ વ્યર્થ સમય , વ્યર્થ
સંકલ્પો નાં વિજયી બની પરસ્પર સંસ્કાર - મિલન ની રાસ નો સંકલ્પ કરો”
આજે બાપદાદા પોતાનાં
ચારેય તરફ નાં મીઠાં-મીઠાં પ્યારા-પ્યારા બાળકોને જોઈ રહ્યાં છે. બધાં ખુબ પ્રેમથી
પોતાની યાદ આપી રહ્યા છે. આટલો પ્રેમ ફક્ત બાપ ને જ કરે છે. આ પરમાત્મ-પ્રેમ ફક્ત
હમણાં પ્રાપ્ત થાય છે. દરેક બાળક પ્રેમ માં લવલીન છે. બાપ પણ દરેક બાળકને પ્રેમ નો
રેસ્પોન્ડ આપી રહ્યા છે. વાહ બાળકો વાહ! ભલે સન્મુખ છે, ભલે દૂર છે પરંતુ દરેક બાળક
બાપ નાં દિલમાં સમાયેલા છે. બધા નાં દિલમાં આ ગીત વાગી રહ્યું છે ઇતના પ્યાર કરેગા
કોન! આ બાપ અને બાળકોનો આત્મિક-પ્રેમ હવે બાળકોને દેહ થી ન્યારા અને બાપ નાં પ્યારા
બનાવવા વાળો છે અને આ પ્રેમ હમણાં જ બાળકોને પ્રાપ્ત થાય છે. આ પ્રેમ બાળકોને
ક્યાંથી ક્યાં બનાવવા વાળો છે. આ પ્રેમ ફક્ત આ એક જન્મ માં પ્રાપ્ત થાય છે. બાપ પણ
બાળકોનો સ્નેહ જોઈ બાળકોનાં સ્નેહમાં સમાઈ જાય છે.
આજે બાપદાદા દરેક નાં મસ્તક માં ત્રણ ભાગ્ય જોઈ રહ્યા છે. એક બાપ નાં સ્વરુપ માં
પ્રાપ્ત વારસા નું ભાગ્ય, બીજું શિક્ષક નાં રુપમાં શ્રેષ્ઠ શિક્ષા નું ભાગ્ય અને
ત્રીજું સદ્દગુરુ નાં રુપ માં વરદાનો નું ભાગ્ય. દરેક નાં મસ્તક આ ત્રણેય ભાગ્ય થી
ચમકી રહ્યા છે. બાપદાદા પણ પોતાનાં ભાગ્યશાળી બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. ભલે
સન્મુખ બેઠા છે, ભલે દૂર બેઠા છે પરંતુ દિલ માં નજીક છે. એવા બાળકો અને બાપ નો
પ્રેમ આખાં કલ્પ માં આ સમયે જ પ્રાપ્ત થાય છે. આ પ્રેમ નો અનુભવ બીજાઓને પણ કરાવી
રહ્યા છો. હમણાં કોઈ-કોઈ લોકો સમજે છે કે આ બ્રાહ્મણ આત્માઓ ને કંઈક મળ્યું છે. શું
મળ્યું છે, એનું સ્પષ્ટિકરણ થતું જઈ રહ્યું છે. બાપે જોયું હવે આ પ્લેટિનમ જુબલી નો
ચારે તરફ પ્રભાવ છે અને બાળકોએ પણ દિલ થી સેવા કરી છે અને આ હજી આગળ પણ પ્લાન
બનાવ્યો છે. તો બાપદાદા પણ ચારેય તરફ નાં બાળકોને મુબારક આપી રહ્યા છે વાહ બાળકો
વાહ! આ ૭૫ વર્ષ પોત-પોતાનાં પુરુષાર્થ અનુસાર પાર કરતાં નિર્વિઘ્ન બનીને, બનાવીને
પહોંચી ગયા છો. હવે બાપ બાળકોથી શું ઈચ્છે છે? બાપ ને સદા દરેક બાળકોમાં આ જ આશા છે
કે દરેક બાળક બાપ સમાન બની જાય. જેવી રીતે બ્રહ્મા બાપ વિજયી બન્યા, એવી રીતે દરેક
બાળકો સદા વિજયી બને. એના માટે જેવી રીતે બ્રહ્મા બાપે શું કર્યું? ફોલો ફાધર. તો
તમે બધા પણ દરેક કદમ ઉઠાવતા પહેલાં ચેક કરો કે આ કદમ બ્રહ્મા બાપે કર્યો? બ્રહ્મા
બાપે દરેક બાળક પ્રત્યે, ભલે જાણતા હતાં કે આ બાળકો કમજોર છે, પુરુષાર્થ માં પણ,
સેવા માં પણ પરંતુ કમજોર નાં ઉપર વધારે જ રહેમ અને કલ્યાણ ની ભાવના રહી. એવી રીતે જ
બાપદાદા બધા બાળકોને પણ આ જ કહેતા પોતાનાં પરિવાર નાં દરેક ભાઈ કે બહેન પ્રતિ શુભ
ભાવના, શુભ કામના, રહેમ અને કલ્યાણ ની દૃષ્ટિથી એમનાં પણ સહયોગી બનો. બાપદાદાએ પહેલાં
પણ સંભળાવ્યું કે પ્રેમ નાં વિષય માં દરેક બાળક યથા શક્તિ પાસ છે. પ્રેમ નાં કારણે
જ આગળ વધી રહ્યા છે. હમણાં બાપદાદા બાળકો નાં પ્રેમ ને જોઈ ખુશ છે. પ્રેમ નાં વિષય
નાં નિમિત્ત બનેલા કારણે દરેક બાળક નંબરવાર ચાલી રહ્યાં છે. હવે બાપદાદા ઈચ્છે છે
કે પ્રેમ માં કંઈક કુરબાની પણ કરાય છે. બાપ થી પ્રેમ છે એટલે કઈ કુરબાની કરવાની છે?
જે બાપદાદા ઈચ્છે છે કે તે સમજી તો ગયા છો, સમજો છો ને બાપ શું ઈચ્છે છે? સમજો છો?
ગરદન હલાવો. સમજો છો? તો કરવું છે એની પણ હિંમત છે ને! હિંમત છે તો હાથ ઉઠાવો.
હિંમત છે? અચ્છા. તો હિંમતે બાળકો મદદે બાપ છે જ.
હવે બાપદાદા ઈચ્છે છે, રીઝલ્ટ માં જોયું તો હમણાં સુધી સંપૂર્ણ પવિત્રતા નાં હિસાબ
થી વ્યર્થ સંકલ્પ પણ અપવિત્રતાનું બીજ છે. તો બાપદાદાએ જોયું આ વ્યર્થ સંકલ્પ ચાલવા,
આ મેજોરીટી બાળકોમાં હમણાં પણ સંસ્કાર રહેલા છે. એક વ્યર્થ સંકલ્પ અને બીજું વ્યર્થ
સમય આ મેજોરીટી બાળકોમાં હમણાં પણ દેખાઈ આવે છે. અને વ્યર્થ સંકલ્પ નો આધાર છે મન,
જે મનમનાભવ થવા નથી દેતું કારણકે બાપદાદાએ ઘણા સમય થી ઈશારો આપી દીધો છે કે જે કંઈ
થવાનું છે તે અચાનક થવાનું છે. તો અચાનક નાં હિસાબ થી બાપદાદાએ ચેક કર્યું મેજોરીટી
બાળકોમાં આવાં વ્યર્થ સંકલ્પ નાં સંસ્કાર છે. તો જ્યારે બ્રહ્મા બાપ વ્યર્થ સમય,
વ્યર્થ સંકલ્પ નાં વિજયી બની કર્માતીત થયા તો ફોલો ફાધર.
બાપદાદાએ જોયું કે મન છે તો તમારી રચના, તમે મન નાં રચતા છો તો મન ને ચલાવવા વાળા
છો. મન ની કંટ્રોલિંગ પાવર, રુલિંગ પાવર નાં માલિક છો પરંતુ તો પણ મન ક્યાંક દગો આપી
દે છે. છે તમારી રચના, મારું છે ને! પરંતુ કંટ્રોલિંગ પાવર ઓછો હોવાને કારણે દગો આપી
દે છે. મન ને ઘોડો પણ કહેવાય છે પરંતુ તમારી પાસે શ્રીમત ની લગામ છે. છે ને લગામ!
જો મન ક્યારેય પણ વેસ્ટ સંકલ્પ ની તરફ લઈ જાય તો લગામ ને ટાઈટ કરવાથી વ્યર્થ સંકલ્પ
ની થોડી પણ અપવિત્રતાને ખતમ કરી શકો છો. મન નાં માલિક બની, જેવી રીતે બ્રહ્મા બાપે
રોજ મન ની ચેકિંગ કરી, એવી રીતે રોજ ચેક કરો અને વ્યર્થ સંકલ્પ ને સમાપ્ત કરો. તો
આજે બાપદાદા આ જ ઇચ્છે છે કે આ વ્યર્થ સંકલ્પો ને સમાપ્ત કરો. ખરાબ સંકલ્પ ઓછા છે,
વ્યર્થ વધારે છે પરંતુ એમાં સમય બહુ જાય છે. મન નાં માલિક બની મન ને એવું બીઝી કરો
જે બીજી તરફ આકર્ષિત થઇ તમારી લગામ ને ઢીલી (નરમ) ન કરે. થઈ શકે છે આ? આજે બાપદાદા
વ્યર્થ સંકલ્પ નાં સમાપ્તિ નો બધાને સંકલ્પ આપી રહ્યા છે. થઈ શકે છે? હાથ ઉઠાવો જે
સમજે છે કે વ્યર્થ સંકલ્પ પણ સમાપ્ત, સેરેમની મનાવીશું. વ્યર્થ સમય પણ બચાવવાનો છે.
સમય અને સંકલ્પ બંને ને બચાવવાના છે કારણકે બાપદાદા બધાનો ચાર્ટ જુએ છે. તો ચાર્ટ
માં આ ખામી મેજોરીટી માં જોવામાં આવી. મન નાં માલિક જ વિશ્વ નાં માલિક બનવાનાં છે.
જેવી રીતે બ્રહ્મા બાપ મનજીત બની વિશ્વ નાં માલિક બની ગયાં, હમણાં તો તમારા માટે,
બાળકો માટે આહવાન કરી રહ્યા છે, તમારી એડવાન્સ પાર્ટી પણ આહવાન કરી રહી છે.
સંભળાવ્યું હતું ૪ વાગે એડવાન્સ પાર્ટી વાળા પણ વતન માં આવે છે તો પૂછે છે ક્યારે
મુક્તિ નાં ગેટ ખોલશો? કોણે ખોલવાનાં છે? તમે બધા મુક્તિ નાં ગેટ ખોલવા વાળા છો ને!
તમારું સંપૂર્ણ બનવું અર્થાત્ મુક્તિનો ગેટ ખોલવો. તો બાપદાદા થી એડવાન્સ પાર્ટી
રુહરિહાન કરે છે, ક્યાં સુધી? તો બાપ તમને પૂછે છે ક્યાં સુધી? તો શું જવાબ આપશો?
પહેલી લાઈન વાળા બોલો, ક્યાં સુધી? દરેક કાર્ય ને માટે ડેટ ફિક્સ કરો છો ને! તો આ
કાર્ય ની ડેટ ક્યાં સુધી? બ્રહ્મા બાપ તો ફરિશ્તા રુપમાં આહવાન કરી રહ્યા છે. બતાવી
શકો છો ડેટ? બોલો, ડેટ ફિક્સ કરી શકો છો? હમણાં ડેટ ફિક્સ છે? પાંડવ, હાથ ઉઠાવો,
ડેટ ફિક્સ છે? નથી. કેમ? દીદી કહે છે બાબા અમને લોકોને લગન થી ઘરે જવું છે, ઘરે જવું
છે, ઘરે જવું છે. દાદી કહે છે અમારે લગન થી કર્માતીત થવું છે, કર્માતીત થવું છે… તો
તમને બધાને તો દીદી-દાદી થી પ્રેમ છે ને. છે તો બધાથી કારણ કે જે પણ એડવાન્સ
પાર્ટીમાં ગયા છે એ બધાથી તમને પ્રેમ તો છે. હવે એમનાં પ્રશ્ન નો જવાબ આપો. તો
પરસ્પર રુહરિહાન કરી હવે કંઈક જવાબ તૈયાર કરજો. કરશો?
આજે તો ડબલ ફોરેનર્સ નાં મિલન નો દિવસ છે ને! તો ડબલ ફોરેનર્સ પણ પરસ્પર સલાહ કરીને
ડેટ બતાવો અને ભારત વાળા પણ આનાં પર ચર્ચા કરીને બતાવો. છે જવાબ. હા બોલો, બોલો… જે
બોલે તે હાથ ઉઠાવો. (મોહિની બહેન ન્યુયોર્ક-બાબા ડેટ તમે ફિક્સ કરો, અમે લોકો
એવરરેડી છીએ) નહીં તમે ફિક્સ કરો ને. તૈયાર તમારે થવાનું છે ને. બાપ તો કહેશે કે આ
જ દિવાળી પર દિવાળી કરો, એવરરેડી. એવરરેડી? કે કહેશો જલ્દી છે? એટલે કહું છું તમે
બતાવો. (ડો. નિર્મલા બહેને કહ્યું-બાબા એક વર્ષ આપો) અચ્છા, આમાં સહમત છો, આ કહી રહી
છે એક વર્ષ. જે સમજે છે કે એક વર્ષ તે હાથ ઉઠાવો. મોટો હાથ ઉઠાવો. અચ્છા. એક વર્ષ
વાળાઓનું નામ નોટ કરો. સારું છે. બીજા બધા હસે છે. બોલો. (નિર્વેર ભાઈએ કહ્યું-નાઉ
એન્ડ નેવર, આજે હમણાં થવાનું છે) તો તાળી વગાડો. અચ્છા, બહુ જ સારું. તો હમણાં-હમણાં
બધા પોતાનાં મન થી આ પ્રોમિસ કરો કે ક્યારેય પણ વ્યર્થ સંકલ્પ નહીં આવવા દઈશું. આ
થઈ શકે છે? હમણાંથી કહે છે નાઉ અથવા નેવર, તો ઓછામાં ઓછું આ બધા પ્રોમિસ કરે છે કે
હમણાંથી ન વ્યર્થ સંકલ્પ, ન વ્યર્થ સમય ગુમાવીશું? એમાં જે તૈયાર છે તે આ હાથ ઉઠાવો.
મેજોરીટીએ ઉઠાવ્યો છે. જે સમજે છે કે સમય લાગશે, તે હાથ ઉઠાવો. કોઈ નહીં. થોડા-થોડા
છે જે હાથ ઉઠાવી રહ્યા છે. અચ્છા, તો આ દિવાળી પર એક આ દૃઢ સંકલ્પ કરજો, જેમણે
મેજોરીટી હાથ ઉઠાવ્યો છે, તે સ્વાહા કરજો એટલે તમે બધાનાં તરફ થી દૃઢ સંકલ્પ નાં
માટે આજે કેક કાપજો. પસંદ છે ને! આજ ની જ કેક આ દૃઢ સંકલ્પ નું સૂચક છે કારણકે બધા
ઈચ્છે છે, અજ્ઞાની પણ ઇચ્છે છે કે હવે કંઈક થવું જોઈએ, હવે કંઈક થવું જોઈએ પરંતુ
તાકાત નથી. આપ બાળકોમાં તો સંકલ્પ ને પૂર્ણ કરવાની તાકાત છે. ફોલો ફાધર છે ને!
બ્રહ્મા બાપ નો જન્મ દૃઢ સંકલ્પ થી થયો છે. કરવાનું છે. વિચારશું નહીં, શું કરું,
શું ન કરું, કરવાનું છે. એ એક દૃઢ સંકલ્પે આટલાં બાળકોનું ભવિષ્ય બનાવ્યું. એક
બ્રહ્મા બાપે કેટલી હિંમત રાખી. અડધો ભાગ મળ્યો અને યજ્ઞ રચ્યો. યજ્ઞ નાં બ્રાહ્મણ
રચ્યા અને હવે દેશ-વિદેશનાં આત્માઓ પહોંચી ગયાં છે, એક બ્રહ્મા બાપ નાં દૃઢ સંકલ્પ
નાં કારણે. તો દૃઢ સંકલ્પ શું નથી કરી શકતો. આ તો તમારી આગળ એક્ઝામ્પલ છે. સંકલ્પ
કરો છો, બહુ જ સારા-સારા સંકલ્પ બાપ ની પાસે પહોંચે છે પરંતુ એમાં દૃઢતા ઓછી હોય
છે. કોઈ વાત સામે આવી ને તો દૃઢતા ઓછી થઈ જાય છે. દૃઢતા સફળતા ની ચાવી છે.
જુઓ, દિલ્લી વાળાઓએ દૃઢ સંકલ્પ કર્યો, કરવાનું જ છે. થઈ ગયું ને! વિચારશું, જોઈશું,
આ નહીં કર્યું. બધાનો દૃઢ સંકલ્પ, નિમિત્ત બનેલા બાળકોનાં સહયોગ અને દૃઢ સંકલ્પે
પ્રેક્ટિકલ સફળતા લાવી. એમાં બધાએ સાથ આપ્યો અને એકમત થયાં. હા ના, હા ના નહીં, એક
દૃઢ મત થઈ તો દૃઢતા માં એટલી શક્તિ છે. જે કાર્ય આરંભ કરો છો એમાં પહેલાં દૃઢ
સંકલ્પ નાં બીજ નાખો, એનું ફળ નીકળવાનું જ છે. આ આટલાં ૭૫ વર્ષ કેવી રીતે વીત્યા,
બ્રહ્મા બાપ અને બાળકોની સાથે દૃઢ સંકલ્પ થી ૭૫ વર્ષ પૂરાં કર્યા. ઉમંગ-ઉત્સાહ થી
વધતા, વધારતાં રહ્યાં. ત્યારે આ ૭૫ વર્ષ પૂરાં કર્યા. હવે આ સંકલ્પ કરો આજે વ્યર્થ
સમય, વ્યર્થ સંકલ્પ સમાપ્ત કરવાનાં જ છે. જ્યારે વ્યર્થ સમાપ્ત થઈ જશે તો સદા
શ્રેષ્ઠ સંકલ્પ નો ખજાનો કમાલ દેખાડશે.
તો બાપદાદા ડબલ વિદેશીઓને જોઈ ખુશ છે, વૃદ્ધિ પણ કરી રહ્યા છે અને ડબલ સેવાની તરફ
અટેન્શન સારું છે. ફક્ત બાપદાદા આ ઈશારો તો પણ આપી રહ્યા છે કે પરસ્પર સંસ્કાર-મિલન
ની રાસ કરો. આ નહીં વિચારો, સેન્ટર તો સારા ચાલી રહ્યા છે, સર્વિસ તો સારી થઈ રહી
છે પરંતુ જ્યારે એક પરિવાર છે, પ્રભુ પરિવાર છે, લૌકિક પરિવાર નહીં પ્રભુ પરિવાર
છે. પ્રભુ પરિવાર નો અર્થ જ છે એક-બીજા માં શુભ ભાવના, કલ્યાણ ની ભાવના. એક-બીજા
માં આ જ સંકલ્પ રહે કે અમે બધાને સાથે-સાથે એકબીજા ને આગળ વધારતા મુક્તિનો ગેટ
ખોલીને સાથે જવાનું જ છે, એટલે દરેક સેન્ટર માં એવું વાયુમંડળ હોય જે સમજ માં આવે આ
૮ નથી, ૧૦ નથી પરંતુ ૧૦ એક છે. તો દિવાળી પર દરેક પોતાનામાં સંકલ્પ કરો કે હવે
સંસ્કાર-મિલન ની રાસ કરવાની જ છે. એક પણ આત્મા એકબીજા થી દૂર ન થાય, બધા એક થાય. તો
આ દિવાળી પર સંસ્કાર-મિલન ની રાસ કરજો. મન માં દૃઢ સંકલ્પ કરજો કે એક પણ મારા થી
ભારે ન થાય, બધા હલ્કા. સંસ્કાર નથી મળતા તો ભારે થાય છે. તો બાપ સમજાવે છે કે આ
સંકલ્પ થી મુક્તિ નો દરવાજો ખોલવા માટે જલ્દી તૈયાર થઈ જશો. ચેક કરો કે કોઈપણ
અમારાથી નારાઝ નહીં, પરંતુ ભારે પણ ન હોવા જોઈએ. થઈ શકે છે આ? થઈ શકે છે? ગરદન હલાવો
થઈ શકે છે. થઈ શકે છે તો હાથ ઉઠાવો. તો આ દિવાળી પર બધી રોનક થઈ જશે.
બાપદાદા ડબલ ફોરેનર્સ ને રોજ દિલ માં ઈમર્જ કરે છે, શા માટે? કારણકે ડબલ ફોરેનર્સ
નિમિત્ત બને છે આખાં વિશ્વમાં બાપનું નામ રોશન કરવા માટે. કઈ વાત પર? કે જ્યારે આ
ભારતવાસી નથી, ફોરેનર્સ છે એમણે પોતાનું ભાગ્ય બનાવી લીધું તો અમે કેમ રહી જઈએ! આ
પ્રેરણા આ દિલ્લી નાં પ્રોગ્રામ થી ભારત માં સારી ફેલાઈ છે એટલે બાપદાદા સેવા નાં
નિમિત્ત તમને બધાને ઇમર્જ કરે છે. ભારતને જગાડશે, જગાડી રહ્યા છે અને આગળ પણ એવાં
વી.આઈ.પી. તૈયાર કરશે જે ભારતને જગાડશે. એમનો અનુભવ ભારત વાળાને જગાડશે. બાપદાદાને
યાદ છે શરું-શરું માં બહુ જ વી.આઈ.પી લઈ આવતા હતાં. પ્રોગ્રામ્સ કરતા હતાં. હવે આ
સેવા નથી. એવાં વી.આઈ.પી તૈયાર કરો જે સ્ટેજ પર પોતાનો અનુભવ સંભળાવે. હવે વધારે
કલ્ચર દેખાડ્યું, અનુભવ પણ સંભળાવ્યો પરંતુ થોડો સમય હતો, હવે એવા વી.આઈ.પી લાવો જે
ભારત વાળાની તકદીર ને જગાડે. હમણાં પણ જે ફોરેનર્સ અને ભારત ની સેવા ભેગી કરી એનો
પણ પ્રભાવ સારો રહ્યો. હવે મળીને એવી સેવા ને વધારતા ચાલો. અને મુખ્ય વાત પોતાનાં
દરેક ઇચ્છે ભારતવાસી, ભલે ફોરેનર્સ જલ્દી-જલ્દી એવા સંપન્ન બનાવો જે તમારા બધાની
સંપન્નતા મુક્તિ નો ગેટ ખોલી દે. અચ્છા.
ચારેય તરફ નાં ભલે સામે બેઠા છે, ભલે ક્યાંય પણ બેઠા છે પરંતુ બધાનું અટેન્શન મધુબન
માં છે. બાપદાદાને જોઈ રહ્યા છે, મેજોરીટી તો જોઈ જ રહ્યા છે. બાપદાદા પણ બધા
બાળકોને ચારેય તરફ નાં બાળકોને સદા હર્ષિત રહેવા વાળા, સદા ડબલ પુરુષાર્થી, ડબલ
પુરુષાર્થી અર્થાત્ સ્વ નાં પુરુષાર્થ માં પણ અને સેવાનાં પુરુષાર્થ માં, એવાં ડબલ
પુરુષાર્થી અને ડબલ નિશ્ચય અને નશા માં રહેવા વાળા, સદા બાપ નાં સાથે રહેવા વાળા,
સદા પરસ્પર પણ કલ્યાણ અને રહેમ ની ભાવના માં રહેવા વાળા, એક-એક બાળકોને નામ સહિત
બાપદાદા દિલ નાં યાદપ્યાર આપી રહ્યા છે.
પરંતુ આજ ની વાત વ્યર્થ સંકલ્પ ની સમાપ્તિ ને ભૂલી નહીં જતા. બાપદાદાની પાસે
રેકોર્ડ તો પહોંચી જ જાય છે. બાપદાદા જોશે કેટલાં તીવ્ર પુરુષાર્થી બાળકો છે અને
એક-બીજા ને પણ ઉમંગ-ઉત્સાહ આપી આગળ વધારવા વાળા છે. જો કોઈ ખોટું પણ કરે છે તો એમનાં
પ્રતિ તે ખોટું કરે છે અને તમે તેની ભૂલ નો મન માં સંકલ્પ કરો છો, આ કરે છે, આ કરે
છે, આ કરે છે… આ પણ ખલાસ કરો. એમને સહયોગ આપો, શ્રેષ્ઠ ભાવના આપો, એવી સેવા કરતા આખાં
સંગઠન ને શ્રેષ્ઠ સંકલ્પ વાળા બનાવવાનાં જ છે. કોઈ સેન્ટર પર ક્યારેય પણ એકબીજા નાં
પ્રત્યે કોઈ પણ બીજી ભાવના ન હોય, શુભભાવના-શુભકામના, ઠીક છે ને! બહુ જ સારું. હવે
બધા બાળકોને બાપદાદા મુબારક ની સાથે દિલ નાં યાદપ્યાર પણ સાથે આપી રહ્યા છે. અચ્છા.
વરદાન :-
નિષ્કામ સેવા
દ્વારા વિશ્વ નું રાજ્ય પ્રાપ્ત કરવા વાળા વિશ્વ કલ્યાણી , રહેમદિલ ભવ
જે નિષ્કામ સેવાધારી
છે એમને ક્યારેય આ સંકલ્પ નથી આવી શકતો કે મેં આટલું કર્યું, મને એનાથી કંઈક
શાન-માન કે મહિમા મળવી જોઈએ… આ પણ લેવું થયું. દાતા નાં બાળકો જો લેવાનો સંકલ્પ પણ
કરે છે તો દાતા ન થયાં. આ લેવું પણ આપવા વાળા નાં આગળ શોભતું નથી. જ્યારે આ સંકલ્પ
સમાપ્ત થાય ત્યારે વિશ્વ મહારાજ નું સ્ટેટસ પ્રાપ્ત થાય. એવા નિષ્કામ સેવાધારી,
બેહદ નાં વૈરાગી જ વિશ્વ કલ્યાણકારી, રહેમદિલ બને છે.
સ્લોગન :-
પોતાની ભૂલો
બીજા પર લગાડવી - આ પણ પરચિંતન છે.
અવ્યક્ત ઇશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
સૌથી મોટામાં મોટી
દેન છે - દાતા નાં બાળકો બની સર્વ ને સહયોગ આપવો. બગડેલા કાર્ય ને, બગડેલા સંસ્કારો
ને, બગડેલા મૂડ ને શુભભાવના થી ઠીક કરવામાં સદા સર્વનાં સહયોગી બનજો. એણે આ કહ્યું,
આ કર્યું, આ જોતા, સાંભળતા, સમજવા સાથે પણ પોતાનાં સહયોગ નાં સ્ટોક દ્વારા પરિવર્તન
કરી એને ભરપૂર કરવું - આ સૌથી મોટું દાન છે.